Feeds:
Posts
Comments

(અહેવાલ-મહેર એકતા-ગોસા)
મહેર સમાજમાં રચનાત્મક પરીવર્તન લાવવા અને જ્ઞાતિ સમાજનાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને એકયતા આવે તેવા શુભ આશયથી મહેર માધવપુર (ઘેડ) સમાજ દ્વારા જૂનાગઢ એસ.ટી. વિભાગીય કચેરીનાં કાર્યક્ષેત્રના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીઓને ફરજ દરમ્યાન સારી કામગીરીના પરિણામે મળેલ પ્રમોશન (બઢતી) મળેલ કર્મચારીઓનો સત્કાર સન્માન સમારોહ જૂનાગઢ એસ.ટી. વિભાગીય નિયામક ડી.એમ. જેઠવાના અધ્યક્ષ સ્થાને માધવપુર મહેર સમાજ ખાતે દબદબાભેર ઉજવાઈ ગયો હતો.
માધવપુર (મહેર સમાજ અને મહેર સમાજનાં એસ.ટી. કર્મચારી ભાઈઓનાં સંલગ્ને તા.૧૪-૧૧-૧૧ ના રોજ માધવપુર (ઘેડ) ખાતે આવેલ મહેર સમાજમાં જૂનાગઢ ડિવિઝનના કાર્યક્ષેત્રના જેતપુર બાંટવા, સોમનાથ માંગરોળ, પોરબંદર સહિત એસ.ટી. ડેપોમાં ફબજ બજાવતાં ડ્રાઈવર તેમજ કંડકટર તરીકે સુંદર યશસ્વી કામગીરી કરનાર મહેર સમાજનાં એસ.ટી. કર્મચારીઓને નોકરીમાં બઢતી (પ્રમોશન) મેળવેલા તેમાં ખાસ ડાયરેકટ એસ.ટી. ડેપો મેનેજરમાં સ્થાન પ્રાપ્ત કરનાર મહેર સમાજના ર૭ વર્ષીય યુવાન વયે ડેપો મેનેજર તરીકે સિધ્ધિ મેળવેલ જેતપુર ડેપોના ડેપો મેનેજર મિલન વાઢેર, માંગરોળ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સરમણભાઈ કડછાને એટીઆઈ તરીકે પ્રમોશન બાંટવા, પોરબંદર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મેરૂભાઈ વેજાભાઈ આગઠ (નવાગામ (રાજપર) વાળાને એટીઆઈ. તરીકે જૂનાગઢ પ્રમોશન મળતાં જયારે આવા જ પોરબંદર ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ નાગાભાઈ મોઢવાડીયાને એટીઆઈ તરીકે સ્થાનિક પોરબંદરમાં જ પ્રમોશન મળતાં તેમજ કંડકટર તરીકે ફરજ બજાવતા રામભાઈ પુંજાભાઈ ઓડેદરાને સોમનાથ એસ.ટી.ડેપો ખાતે ટી.સી.માં પ્રમોશન મળતા ઉપરોકત તમામ મહેર સમાજનાં એસ.ટી.માં પ્રમોશન મેળવેલા કર્મચારીઓને મહેર સમાજનાં યુવા અગ્રણીઓમાં પોલાભાઈ દાસા, ભરતભાઈ પુજાભાઈ ઓડેદરા, ભનુભાઈ ઓડેદરા (કાસાબડ) ભુરાભાઈ તરખાલા, ભુરાભાઈ દાસા, જીવાભાઈ કરશનભાઈ આગઠ (ગોસા ઘેડ) નાગાભાઈ સહિતનાઓએ પ્રમોશન મેળવેલા મહેર સમાજનાં એસ.ટી.ના કર્મચારીઓનું શાલ તેમજ હારતોરા પહેરાવીને સન્માનીત કર્યા હતા.
આ એસ.ટી.ના કર્મચારીઓને સન્માનીત કરવાનાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મહેર સમાજનાં અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુંં. જેમાં જૂનાગઢ વિભાગીય એસ.ટી. કચેરીના ડી.સી. જેઠવા, ડી.ટી.ઓ એચ.એન.ખંભાલા વહીવટી અધિકારી જૂનાગઢના જોગલ, સુરક્ષા શાખાના શામળા પોરબંદર ડેપો મેનેજર મકવાણા, બાંટવા ડેપો મેનેજર ડાંગર તેમજ ગભરૂભા, દિલીપ રવૈયા, માંગરોળ એસ.ટી. મંડળના ડીરેકટર પરબતભાઈ તરખાલા તેમજ મહેર સમાજનાં યુવા અગ્રણી કાનાભાઈ સરમણભાઈ જાડેજા, રમેશભાઈ ઓડેદરા (પટેલ) એભાભાઈ વાઘ, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઈ કડછા, સહિતનું પણ શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ બાદ પ્રાસંગીક પ્રવચનમાં સન્માનિત જેતપુરનાં એસ.ટી.ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા મહેર યુવાન મિલન વાઢેરે જણાવ્યું હતું કે મહેર સમાજઆં અથાગ શક્તિઓ પડેલી છે. ત્યારે તે શક્તિને મુલવી સાચી દિશા તરફ વાળવામાં આવે તો મહેર સમાજ માટે કોઈ કામ કરવું અશકય નથી. પૈસો હોય સધ્ધરતા મળેલી હોય પરંતુ તેને યોગ્ય દિશા તરફ વાળવામાં, વાપરવામાં ન આવે તે નકામુ છે. મહેર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવી છે તે સરાહનીય છે. હું પણ વિદેશમાં ચાર વર્ષ લંડનમાં અભ્યાસ અર્થે સમય ફાળવી ચૂકયો છે. અને વિદેશમાં અભ્યાસ કર્યા બાદ સૌ પ્રથમ જામનગરના જામજોધપુર ખાતે આઈ.ટી.આઈ. માં પ્રિન્સીપાલ તરીકે નોકરી મેળવનાર પણ પ્રથમ રહયો છું પરંતુ તે નોકરીને તરછોડીને સમાજ સેવાની ભાવનાથી ર૭ વર્ષેની નાની ઉમરે કલાસ-૧ તરીકે એસ.ટી. વિભાગમાં ડેપો મેનેજર તરીકે આપ સૌના આશીર્વાદથી આ પદ પ્રાપ્ત કરેલ છે ત્યારે આ પદને શોભાવવા અને સમાજ સેવાની પ્રવૃત્તિમાં આપ સૌનો સહીયારો એસ.ટી. વિભાગમાં પણ મળતો રહેશે ત્યારે આ વિભાગમાં પણ સુંદર કામગીરી થતી રહેશે તેવી બાંહેધરી આપી હતી.
જયારે અધ્યક્ષસ્થાનેથી જૂનાગઢ વિભાગનાં ડી.સી.જેઠવા તેમના પ્રવચનમાં જણાવેલ કે જૂનાગઢ એસ.ટી. વર્તુળ કચેરીમાના જ તે ડેપોનાં મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીગણને સારૂ કામ ધ્યાને લઈને પ્રમોશન મળ્યું છે. તેવા કર્મચારીઓની કામ કરવાની શૈલીના વખાણ કર્યા હતા અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા કરવાની શૈલીના વખાણ કર્યા હતા. અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા ભરી કામગીરીથી આમ જનતાને એસ.ટી. તરફ વધુ લાભ મળશે અને સુંદર સેવા પુરી પાડીશું ત્યારે મહેર સમાજનાં જે કર્મચારીગણને પ્રમોશન મળ્યું તેનું સ્થાન બળવતર શોભાવતા રહે તેવી શુભકામના પાઠવી હતી.
જયારે મહેર સમાજનાં યુવા નેતા રમેશભાઈ ઓડેદરા (પટેલ) એ તેમનાં પ્રવચનમાં મહેર સમાજ ખડખલ અને ધૈર્યવાન કોમ છે. ત્યારે આપણામાં રહેલી શક્તિને યોગ્ય દિશા તરફ વાળવામાં આવે તો જેતપુરના ડેપો મેનેજર તરીકે સ્થાન મેળવેલ મિલન વાઢેરની જેમ ઉચ્ચ પદવી મેળવવી અઘરી નથી.
શિક્ષણમાં હકારાત્મક અભિગમ અને શીખેલું જ્ઞાન આચરણમાં મૂકીને ભારતીય સંસ્કારનું શિસ્ત ધ્યાને રાખી મહેર સમાજ ચાલે તો આપણા માટે ખુબ સારી બાબત છે. અને સમાજ શૈક્ષણિક રીતે જાગૃત બન્યો છે ત્યારે આ વિરલા ઉચ્ચ પદવી સુધી પહોંચ્યા છે. તેઓને બિરદાવવાનું કામ માધવપુર(ઘેડ) મહેર સમાજનાં આગેવાનોની એસ.ટી.ના મહેર સમાજનાં કર્મચારી ભાઈઓએ કરેલ છે તેને બિરદાવેલ.
આ પ્રસંગે મહેર સમાજનાં આમંત્રીત મહેમાનો તથા એસ.ટી.ના વિશાળ સંખ્યામાં કર્મચારી મહેર સમાજનાં ભાઈઓ હાજરી આપી સન્માન સમારોહને પીઠબળ પુરી પાડયું હતું. સન્માન સમારોહ બાદ સ્વરૂચી ભોજનનો સૌએ રસાસ્વાદ માણ્યો હતો. સમગ્ર સન્માન સમારોહનું સુંદર સંચાલન પોરબંદર નાગરિક બેંકના રાજુભાઈ સામાણીએ તેમની આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માધવપુર મહેર સમાજના કાર્યકર્તા તેમજ એસ.ટી.ના મહેર સમાજ કર્મચારી ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ ભરતભાઈ પુંજાભાઈ ઓડેદરાએ દુહા છંદના માધ્યમથી અનોખી રીતે કરી હતી.

મહેર એકતા અખબાર પરીવાર તરફથી આપ સૌ જ્ઞાતિજનોને

નવલા નૂતન વર્ષાભિનંદન તથા દિપાવલીની હાર્દિક શુભકામના

આવનારૂ વર્ષ સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, મંગલમય  રહે અને આપણા સમાજમાં  એકતા, ભાઈચારો, શાંન્તિ, સંપત્તિ, શિક્ષણક્ષેત્રે પ્રગતિ અને સર્વાગી વિકાસ થાય તેવી પ્રભુ પાસે મંગલમય પ્રાર્થના.

જામનગર જીલ્લાના જોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દેવાભાઈ ભીમાભાઈ પરમારની તાજેતરમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેથી સમસ્ત જામનગર જીલ્લામાં મહેર જ્ઞાતિમાં આનંદની લાગણી ફેલયા છે. કારણકે માત્ર એક જ મહેર વ્યકિત પંચાયતની ચુંટણીમાં લડત આપી હતી અને તે પણ બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયા છે તે ગૌરવની વાત છે. આમ તો દેવાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ચુટાતા આવે છે અને ૭ વર્ષ સુધી કારોબારીના અધ્યક્ષ તરીકે પણ સવા આપી અને છેલ્લા ૩ વર્ષથી ઉપપ્રમુખ તરીકે રહી અને હવે પ્રમુખ તરીકે ચુંટાતા મહેર એકતા અખબાર તથા રાણાવાવથી અરભમભાઈ કેશવાલા તેમને અભિનંદન પાઠવે છે.

મહેર જ્ઞાતિના વધારે સમાચાર તથા રોજે રોજના તાજા સમાચાર મેળવવા માટે આપનું ઈમેઈલ એડ્રેસ
maher.ekta@gmail.com પર મોકલો.

  • (અહેવાલ-વિજયભાઈ ઓડેદરા)
    પોરબંદર તાલુકાના ભેટકડી ગામે સમસ્ત ગામ દ્વારા શ્રીરામ કથાનું ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ સ્થાને માલદેબાપા (મૈયારી વાળા)એ કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે, આપણે સારા અને સજજન માણસોનો સંગ કરવો જોઈએ જે માણસ જેની સાથે બેસે તે માણસને તેના ગુણો જીવનમાં આવે છે. આથી સંગદોષ થાય છે. માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. દુર્જનનો સંગ ક્યારેક ન કરવો તેથી આપણે ભજનમાં ગાઈએ છીએ
    કોઈ જાશો નહી એવા આંગણે
    મહેલ માોટાને મન એના સાકળા રે જેની જીભે રામજીનું નામ નહી
    શુભ કામ કરે નહી હાથથી રે
    મીઠ્ઠી વાણી જેના પેટમાં પાપ રે
    કોઈ જાશો નહી એવા આંગણે
    તેવા માણસોના મહેમાન ક્યારેય ન થવાય રામાયણમાં કિર્તેન ભકિતનું પણ અનેરૂ મહત્વ છે. કથા અપૂર્ણ છે. તેથી કથાનું શ્રવણ કરતા રહો. ભેટકડી ગામે રામ કથાનો પ્રારંભ તા.ર૩/૯/૦૧૧ થી તા.રપ/૯/૦૧૧ સુધી કરવામાં આવ્યો હતો. આ કથાની સાથે તા.ર૩ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં સુરા ભગત (ભેટકડી વાળા) અને જેસાભાઈ ઓડેદરા (ભેટકડી વાળા)એ ભજનોની રમઝટ બોલાવી હતી. તા.ર૪ના રોજ શ્રીરામ બ્લડબેંક પોરબંદરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભેટકડી ગામમાં પહેલી વખત જ રક્તદાન કેમ્પનું આયોજન હોવાથી ગામના યુવા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ ટાઈમના અભાવે કેટલાય રક્તદાતા
    ઓને પરત મોકલવાની ફરજ પડી હતી. આ રક્તદાન કેમ્પમાં બોટલ એકઠી થયેલ હતી રાત્રીના રામધુન રાખવામાં આવેલ હતી. તા.રપના ભેટકડી ગામના સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ ત્રીદ્વિસીય કાર્યક્રમ ભેટકડી ગામના પઠ્ઠાપીર મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને ટાઈમ રામ કથા, બન્ને ટાઈમ ભોજન પ્રસાદ, અને રાત્રેના સંતવાણીના કાર્યક્રમને લીધે ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમનો માહોલ જોવા મળ્યો હતો. આયોજનને સફળ બનાવવા સમસ્ત ભેટકડી ગામના ગ્રામજનોએ સુંદર વ્યવસ્થા અને આયોજનબધ્ધ જહેમત
    ઉઠાવી હતી.

મહેર જ્ઞાતિના વધારે સમાચાર તથા રોજે રોજના તાજા સમાચાર મેળવવા માટે આપનું ઈમેઈલ એડ્રેસ
maher.ekta@gmail.com પર મોકલો.

(અહેવાલ-સરમણભાઈ ઓડેદરા)
આપણી જ્ઞાતિમાં શુરવીરતા, દાતારી, ખુમારી, હિમતવાન, નિડરતા, સુંદરતા જેવા કેટલાય ગુણો છે. અને કોઈ વસ્તુંની કમી નથી માત્ર એક જ વસ્તુની કમી છે. અને તે એટલે સહન શકિત ભાઈચારો, પણ હવે ઘણું પરિવર્તન ગયું છે. આપણા યુવા પેઢીમાં શિક્ષણક્ષેત્રે ઘણા સુધારા જોવા મળે છે. આજથી ર૦ વર્ષ પહેલાની વાત કરૂ તો દરેક જુવાનના હાથમાં કુંડલીવાળી લાકડી કે કુહાડી હોય પણ આજના યુવાન ભાઈઓ નીકળે છે. ત્યારે હાથમાં બોલપેન અને ચોપડાઓ જોવા મળે છે. જે આપણી જ્ઞાતિ માટે આનંદની વાત કહેવાય.
આપણા વડવાઓ જ દાતાર છે. એવું નથી આજે ર૧મી સદીમાં માણસ જયારે પૈસા પાછળ ગાંડો બની ગયેલ ત્યારે ૧ કરોડ જેવી માતબર રકમની કિંમતી જમીનનું દાન ગાય માતા માટે આપવું એ કાંઈ સામાન્ય વાત નથી.
આ વાત છે. કુતિયાણા તાલુકાના કોટડાના અને હાલ કચ્છના ભચાઉ તાલુકાના કકરવા ગામને પોતાની કર્મભૂમિ બનાવનાર દાતાશ્રી રામભાઈ ખુંટીની,
રામભાઈએ કચ્છમાં રહીને મેર સમાજનું અનેરૂ ગૌરવ અપાવ્યું છે. જેણે કચ્છ ખાતે પોતાની વાડી ગૌ સેવા સમિતીને દાન આપી છે. અને આ વાડીની કિંમત ૧ કરોડ થાય છે.
નિતી એજ ધર્મમાં માનનાર અને આવી ર્ધામક વૃતિ ધરાવતા રામભાઈ દરરોજ પ૦ થી ૬૦ કિલો પંખીને ચણ, ગાયોને લીલો ચારો નાખે છે. તેમજ જગલમાં અવેડા બનાવી જાતે ટેકટર લઈ તેમાં પાણી નાખી અનેરી સેવાઓ પણ આપે છે. અને પૂણ્યનું ભાથુ બાંધે છે. ભોજન કરો અને કરાવો તે તેમનો જીવન મંત્ર છે.
તાજેતરમાં જ રામભાઈએ પોતાની દાનમાં આપેલ અને ગૌસેવાના લાભાર્થે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરેલ હતું આમ અનોખી સેવા કરનાર રામભાઈને મહેર સમાજમાંથી ઠેર ઠેર શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે મહેર એકતા અખબાર પણ તેમને ખુબ ખુબ અભિનંદન આપે છે.

વધુ સમાચારો અને મહેર એકતા અખબાર નિયમીત મેળવવા માટે આપનો ઈમેઈલ નંબર પર મોકલાવો.

શું તમે આપણી જ્ઞાતિના બનતા બનાવોના ફોટાઓ, સમાચારો, ઈતિહાસ, ગામડાઓની મુલાકાત, વગેરે મેળવવા નીચે આપેલ ઈમેઈલ પર જાણ કરો..
ઈમેલ કરતી વખતે
(૧) આપ આપનું નામ અને દેશનું નામ ખાસ લખવા વિંનતી.
(ર)આપને અમારા તરફથી ફોટા જે.પી.જી ફોરમેટમાં મળશે.
(૩)તેમજ આપણી જ્ઞાતિનું દર પંદર દિવસે પ્રકાશીત થતું અખબાર  મહેર એકતા પી.ડી.એફ અને જે.પી.જી બન્ને ફોરમેટમાં બનાવવામાં આવશે જેમાંથી તમે કયાં ફોરમેટમાં પસંદ કરો છો. તેની જાણ કરવી.
(૪)ઉપરોક્ત તમામ વિગતો આપને આપના ઈમેઈલ પર જ મોકલાવવામાં આવશે.
(પ)સૌ જ્ઞાતિજનોને આ સેવાનો લાભ લેવા મહેર એકતા અખબાર ટીમ ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.
(૬)હવે અમો મહેર એકતાની વેબસાઈટના બદલે ઈમેલ પર આપણીની માહિતી પીરસતા રહેશું
(૭) સાથ અને સહકાર બદલ સૌ જ્ઞાતિજનોનો ખુબ ખુબ આભાર.
http://email:-maher.ekta@gmail.com


Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.

Join 99 other followers