Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘તહેવારો’ Category

 

Advertisements

Read Full Post »

મહેર એકતા અખબાર પરીવાર તરફથી આપ સૌ જ્ઞાતિજનોને

નવલા નૂતન વર્ષાભિનંદન તથા દિપાવલીની હાર્દિક શુભકામના

આવનારૂ વર્ષ સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, મંગલમય  રહે અને આપણા સમાજમાં  એકતા, ભાઈચારો, શાંન્તિ, સંપત્તિ, શિક્ષણક્ષેત્રે પ્રગતિ અને સર્વાગી વિકાસ થાય તેવી પ્રભુ પાસે મંગલમય પ્રાર્થના.

Read Full Post »

(અહેવાલ-ખંજનભાઇ કેશવાલા, તસ્વીર-કરશનભાઇ અમર)
તાજેતરમાં જ આપણી જ્ઞાતિ દ્રારા દેશ-વિદેશમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં ભારત, યુ.કે, લેસ્ટર, લંડન, દુબઇના સમાચાર અમોએ મહેર એકતા અખબારમાં પ્રસિધ્ધ કર્યા હતા ત્યારે યુગાડાના કમ્પાલા ખાતે કેશવાલા ગ્રૃપ દ્રારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. જેમાં આપણી જ્ઞાતિના યુવા ભાઇઓએ મણીયારો રાસ, ઢાલ તલવાર રાસ, જેવા રાસ રમી કમ્પાલામાં મેર સમાજની આગવી ઓળખ ઊભી કરી હતી તો બહેનો પણ આપણા પ્રાચીન અને અર્વાચીન રાસની રંગત જમાવી હતી.

Read Full Post »

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધિ)
પોરબંદરના બોખીરા ગામની શ્રીનંદેશ્વર મેર રાસ મંડળીએ જામનગર જેલ રાસની ભારે રમઝટ બોલાવી હતી.
તાજેતરમાં જ નવરાત્રી મહોત્સવ નિમીત્તે આપણી રાસ મંડળીઓ ઠેર ઠેર ભાગ લેવા જતી હોય અને સારૂ એવું રમી ઊપસ્થિત જન મેદનીના દિલ જીતી લેવાના અનેક બનાવો ધ્યાને આવતા હોય છે.
ત્યારે બોખીરા ગામની પ્રતાપભાઇ બોખીરીયાની મેર રાસ મડંળીએ જામનગર જેલમાં એક રાસ રમવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે આ ટીમે જોરદાર રીતે રાસ રમી કેદીઓ, પોલીસ અમલદારો, અને જેલર સાહેબનું દિલ જીતી લેતા તેઓને ત્રણ રાસ રમવાનું જેલર સાહેબે કહેતા બોખીરાની ટીમે ત્રણ રાસ લીધા હતા ત્યાર બાદ જામનગર જેલમાં કેદી તરીકે રહેલા આપણી જ્ઞાતિ ૧પ જેટલા યુવાનો પણ એક રાસ રમ્યા હતા. ઘોડાદરના પ્રખ્યાત ગાયક વાનાભાઇ જેતાભાઇ ઓડેદરાએ બોખીરા રાસ મંડળ સાથે રહીને શુરવીરતાના દુહા છંદ લલકારી ખૈલેયાનું જોમમાં વધારો કરેલ હતો.

Read Full Post »

(અહેવાલ-લીલાભાઇ જાડેજા)
દુબઇ ખાતે રહેતા મેર પરીવારો દ્રારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.
જેમાં નવ દિવસ સુધી આબુધાબી, અલફીયા, યુ.એ.ઇના મહેર અને ગુજરાતી ભાઇ-બહેનોએ દાડીયા રાસની રમઝટ બોલાવી વિદેશી ધરતી પર ભારતીય સંસ્કાૃતિની ઝાંખી કરાવી હતી. તા.૧૪/૧૦/૦૧૦ના રોજ રાત્રીના વિશેષ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં લોક સાહિત્ય કલાકાર શકિતદાન ગઢવીએ લોક સાહિત્યની વાતો તથા હાસ્ય રસ પીરસ્યો હતો જયારે લીલાભાઇ જાડેજા, સાજણભાઇ અને માલદેભાઇએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવી હતી. અને શ્રોતાગણને ભકિત રસમાં તરબોળ કર્યા હતા.

Read Full Post »

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે ખાતે વસવાટ કરતા આપણી જ્ઞાતિજનો હિન્દુ ધર્મના તહેવારોની આનંદભેર ઊજવણી કરતા હોય છે. તાજેતરમાં નવરાત્રીની શાનદાર ઊજવણી બાદ દિવાળી અને નવા વર્ષે પણ શાનદાર કાર્યક્રમો યોજાયા હતા.
તા.૬ નવેમ્બરના શુભ દિવસે સાંજે ૬ થી ૧૧ કલાકે મહેર સેન્ટર રેવન્સ બ્રીજ રોડ લેસ્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનના કાર્યક્રમોનું લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઊપસ્થિત મહેમાનોનું સ્વાગત, જૂનિયર મહેર રાસ મંડળીનો એશીયાડ રાસ અને ગોવાળ રાસ તથા સીનિયર મહેર રાસ મંડળીનો અઠીગો રાસ તથા બહેનો દ્રારા ગરબા, નાૃત્ય, વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સામુહિક ભોજન સમારંભ જેવા વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આયોજનને સફળ બનાવવા લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન ના આયોજક નાગાર્જુનભાઇ બાપોદરા અને દિલીપભાઇ આર કારાવદરા સહિતના જ્ઞાતિજનોએ ભારે જહેમત ઊઠાવી હતી
પીટબરોઃ
યુ.કેના પીટબરોમાં તા.૧૪ નવેમ્બર ર૦૧૦ના રોજ સાંજે પ થી ૧૧ સુધી મનોરફાર્મ કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં રાસ, ગરબા, ડાન્સ, સંગીત તથા ભોજન સમારંભ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આયોજનને સફળ બનાવવા પીટબરો સમસ્ત મેર સમાજ દ્રારા ભારે જહેમત ઊઠાવી હતી

Read Full Post »

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધિ)
જૂનાગઢમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષની ઊજવણી જૂનાગઢના જ્ઞાતિજનોએ ઊત્સાહભેર ઊજવી હતી.
તા.૭/૧૧/૦૧૦ના રોજ સાંજે પ થી ૭ સુધી જુનાગઢના વંથલી રોડ પર આવેલા નવા મેર સમાજમાં સ્નેલ મિલન રાખેલ હતું જેમાં જુનાગઢના મધુરમ, લીરબાઇપરા, શાન્તેશ્વર, ઓઘડનગર, દ્વારકાપુરી વિસ્તાર માં વસવાટ કરતા તથા ધંધુસરના જ્ઞાતિજનો પણ હાજર રહી નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે નવા મેર સમાજમાં સ્નેહ મિલનનું આયોજન થતા સૌ જ્ઞાતિજનો  આ જગ્યાએ વહેલી તકે અહી સારામાં સારૂ જ્ઞાતિ ભવન નિર્માણ થાય તેવી પણ શુભકામના અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયાએ વંથલી ખાતેની જમીનની માહિતી આપેલ હતી.
જયારે ચિત્તલ મંડપ સર્વીસવાળા અરવદભાઇ સોલંકી તરફથી મંડપ સર્વીસની ફ્રી સેવા આપવામાં આવી હતી અને જુનાગઢની દ્વારકાપુરી ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવના સીલીક જમા રકમમાંથી ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી
આ પ્રસંગે જુનાગઢ મેર સમાજના પ્રમુખ કાળુભાઇ ઓડેદરા (પી.આઇ),   મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયા, જુનાગઢ મેર વિદ્યાર્થી ગૃપના કો. ઓર્ડીનેટર રાજુભાઇ ઓડેદરા, મેર સમાજ ડીરેકટરી વિભાગના પ્રમુખ ભીમભાઇ  સુંડાવદરા, રામભાઇ બાપોદરા, આલાભાઇ ઓડેદરા, ભીમભાઇ કારાવદરા પી.આઇ વડોદરા, બચુભાઇ સુત્રેજા-વડોદરા, પોપટભાઇ સુત્રેજા, રામભાઇ જાડેજા, ઋષિભાઇ વિસાણા, રામભાઇ જાડેજા, જીવાભાઇ ઓડેદરા સહિતના જ્ઞાતિ આગેવાનોએ ઊપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા મધુરમ વિસ્તારના યુવાનો રામભાઇ બાપોદરા, લીલાભાઇ પરમાર સહિતનાઓ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

Older Posts »