Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘વાંચકોની રચનાઓ’ Category

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Advertisements

Read Full Post »

કોઇ પણ દેશ હોય, કોઇ પણ રાજય હોય કે કોઇ પણ સમાજ હોય એમાં યુવા પેઢીની પ્રગતિએ મહત્વની વાત છે. જયાં યુવાપેઢી મજબુત હોય તે સમાજ, રાજય, કે તે દેશ મજબુત કારણ કે, નવા વિચારો, જોશ, શકિત, આવા બધા ગુણો યુવાનો હોય અને કહેવત પ્રમાણે પાયો મજબુત તો ઇમારત મજબુત એમ આપણા સમાજને મજબુત કરવા આપણા આપણા યુવાનોને જાગ્રાૃત કરવા પડશે.
ભાઇઓ આપણે માનવું પડશે કે, પાછલા દશ વર્ષમાં આથક રીતે આપણી જ્ઞાતિ આગળ વધી રહી છે. ઊંચા શીખરો સર કરી રહી છે. એ આપણા માટે આનંદની વાત છે. પણ સાથે દુઃખની વાત તો એ છે કે, અમુક ગામડા ગામના યુવાનો સડતીને બદલે પડતી તરફ જઇ રહ્યા છે. તથા પ્રવાૃતિ વગર જીવી રહ્યા છે. તમો વિચાર કરજો ભાઇઓ, આપણા સમાજમાં છેલ્લા અમુક સમયથી સયુંકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી છે. તમારી કોઇ પણ પ્રગતિ તમારા સંગઠન અને સયુંકત કુટુંબની ભાવના સાથે સંકળાયેલી છે. પણ આજે કાંઇક યુવાનો આ બધુ ગણકાર કર્યા વગર દોડી રહ્યા છે. તે આપણે કદાચ આવતો સમય યુવાપેઢી માટે અધોગતિ ના આવે તે માટે આજે જ જાગવું છે.
આપણા સમાજમાં યુવાનોને મા-બાપથી, ભાઇઓથી, ઘરથી, નોખુ(અલગ) થઇ જવાની ઘેલછા લાગી છે.
લગ્નના અમુક સમય પછી સમાચાર મળે કે, ફલાણો.. ભાઇ નોખો થઇ થઇ ગયો યુવાનો આ નોખા શબ્દો આપણને પાછળ ધંકેલી રહ્યા છે. તમે વિચાર તો કરો તમો કોનાથી નોખા થાવ છો. જે જનેતાએ તમને જન્મ આપ્યો તમો એથી નોખા થાવ છો? એક સંયુકત કુટુંબ સગઠન તોડી તમો નોખા થઇ અને તમારી પ્રગતિને તમે પૂર્ણ વિરામ આપો છે. કારણ કે, ભાઇઓ.. યુવાનો..આપણા દાદા પાસે બસો વિઘા જમીન હતી પણ આજે ભાગલા પડતા પડતા નોઘા થતા થતા આપણી પાસે ર૦ વિઘા જમીનનો હિસ્સો આવે છે. એમાં આપણા દાદા ર૦૦ વિઘાના માલીક હોવા છતા ત્રણ ત્રણ મહિના ખેતર-વાડીએથી ગામમાં પણ ન આવતા એને નોખા થવાનું પાછલી ઉંમરે વિચાર આવતો જયારે આપણને ર૦ વિઘામાં હવે પછી આપણા છોકરાઓને શું હિસ્સો એટલે ભાગ શું મળશે. તે વિચાર કરજો કે આજની મોઘવારી અને જગ્યા (જમીન)ના ભાવના ફુગાવામાં આપણે ખેતી કરતા કરતા પાંચ વિઘા જમીન વધારવાના સ્વપ્ન થઇ જશે.
હમણા હું ઘેડ વિસ્તારમાં એક ગામડા ગામમાં એક ઘરે ચા પીવા ગયો ત્યારે ડોશીમા ચા આપતા હતા ત્યારે અચાનક એક નાનું બાળક જે માંડ માંડ બોલતા શીખ્યું હોય તેવું બાળક બોલ્યું આઇ આ રકાબીયુ અમારીયું છે. આઇએ તે છોકરા સામે ડોળા કાઢયા અને મને ધીરગંભીર શબ્દોમાં આઇએ કીધું કે, હમણા મારો છોકરો નોખો થયો છે. એ સમયે મને ખુબ આઘાત લાગ્યો ચા મને મીઠી નહી કડવી લાગી. અરે યુવાન તું તો તારા મા-બાપથી નોખો થઇ ગયો પરંતુ હજી તારા નાના બાળકે નિશાળનું શિક્ષણ નથી લીધી તે પહેલા માસુમ ભુલકાને નોખા થવાનું શિક્ષણ આપી દીધું. આવી બાળક બુધ્ધિમાં મારૂ તમારૂનું બીજ રોપી દીધું, હવે યુવાન તું તૈયાર રહેજે કારણ કે, તારા બાળકને તારી પાસે જે ર૦ વિઘા જમીન છે તે તારો બાળક મોટો થઇને તેનો ભાગ માંગશે કારણ કે તેને તે શિક્ષણ નાનપણથી આપી દીધું છે.
અંતે મારે યુવાધનને આટલું જ કહેવું છે. કે, યુવાનો સયુંકત કુટુંબની ભાવના રાખી મજબુત સંગઠનનો સાથ લઇ ભેગા રહી આપણા કુટુંબને આપણા સમાજને, આપણા રાજયને, આપણા દેશને, મજબુત કરીયે નોખા (અલગ) શબ્દોને આજથી જ લુપ્ત કરીયે યુવા દોસ્તો મોડું કરતા નહી આજે જ સંકલ્પ કરી લેજો કે, મારે સયુંકત કુટુંબ સાથે રહીને એક મોંભાદાર ઇમારતનો પાયો નાખવો છે.
હવે પછી હું મુંબઇથી આવું અને ગામડા ગામમાં ચા પીવા જાઉં ત્યારે નાનું ભુલકું બાળક આવીને આઇ આ રકાબીયુ આપડીયું છે. એ શબ્દો સાંભળવા  હું હંમેશા જાગતો રહીશ ત્યાં સુધી તમામ યુવાનો અને જ્ઞાતિજનોને રામ રામ….

Read Full Post »

છેલ્લાં પંદરેક વર્ષથી મહેર જ્ઞાતિના સંતો, સમજદાર અગ્રેસરો, લેખકો, પત્રકારો, અને શિક્ષીત યુવા પેઢી જ્ઞાતિમાં સંપ, એકતા, સંગઠન અને ભાઇચારાનું વાતાવરણ સર્જાય તે માટે તનતોડ મહેનત ઊઠાવી રહેલ છે. તેના પરીણામે જ્ઞાતિમાં ઘણું સારૂ પરીણામ દેખાય છે. પરંતુ મોઢવાડીયા મહેરોએ ખિસ્તરીયા મહેરો સાથે અપિયાને છોડાવવા માટે આજ દિવસ સુધી કોઇ નક્કર પ્રયાસો થયા નહોતા લેખકશ્રી ભરતભાઇ બાપોદરા તથા ખિસ્તરીયા મહેરો સાથે મળીને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બીડું ઝડપ્યું. જેના ભાગ રૂપે તા.૩૧/૩/ર૦૧૧ના રોજ પોરબંદરના ઝુંડાળા મેર જ્ઞાતિ ભવન ખાતે બપોરના ૩ થી ૭ સુધી એક સભાનું આયોજન કરવામાં આવેલું આ સભામાં ખિસ્તરીયા, મોઢવાડીયા, ગોઢાણીયા, વગેરે ભાયાતોના સમજદાર વડીલો અને યુવાનો ઊપરાંત પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજ, શ્રીઅરભમભાઇ કેશવાલા, શ્રીરાણાભાઇ કડછા, શ્રીભરતભાઇ બાપોદરા, તેમજ બારોટ સમાજમાંથી શ્રીબાબુભાઇ બારોટ, શ્રીકાન્તીભાઇ બારોટ, શ્રીઊન્નડભાઇ બારોટ, શ્રીખીમજીભાઇ બારોટ, શ્રીલખુભાઇ બારોટ, શ્રીરમેશભાઇ બારોટ, શ્રીગુણવંતભાઇ બારોટ અને શ્રીકાનજીભાઇ બારોટ ખાસ ઊપસ્થિત રહ્યા હતા.
મુરબ્બી શ્રીરાણાભાઇ કડછા દ્વારા ગુલાબના ફુલથી સ્વામીજી સન્માન કર્યા બાદ શરૂ થયેલા પ્રવચનના દોરમાં જ્ઞાતિના જાણિતા લેખક ભરતભાઇ બાપોદરાએ જણાવ્યું હતું કે, મોઢવાડીયા મેરોએ નાથા મોઢવાડીયાને દગાથી મરાવવા બાબત ખીસ્તરીયા મેરો સાથે કોઇ પણ જાતનો વહેવાર ન રાખવાનો જે અપિયો પકડી રાખેલો છે. તે ઇતિહાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા વિના પકડાયેલો અપિયો છે. ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે, એ ઘટનામાં પુંજા ખીસ્તરીયાને તો કેવળ હાથો જ બનાવવામાં આવેલો બાકી આંખુ ષડયંત્ર તો પોરબંદર સ્ટેશનનું હતું. વડોદરાના રાજા ગોપાલરાવ ગાયકવાડ. જામનગરના રાજા જામરણમલ અને જુનાગઢના નવાબ બહાદર ખાન બાબીએ સંયુકત રીતે રાજકોટની એજન્સી સરકારમાં નાથા મોઢવાડીયાને જીવતો કે મરેલો પકડવાની ફરીયાદ દાખલ કરી હતી. તેથી એજન્સી સરકારે પોરબંદરની રાણી રૂપાળી બા ઊપર દબાણ કરેલું કે, નાથા મોઢવાડીયાને જીવતો કે મારેલો હાજર કરો નહી તો પોરબંદરનું રાજ જપ્તીમાં લેવામાં આવશે. તેથી રૂપાળી બાએ પોતાનું રાજ જવાની બીકે આ ષડયંત્ર ઊભું કર્યું હતું. તેમાં પુંજા ખીસ્તરીયાને દોષિત ઠેરવી શકાતો નથી. આમ છતાં મોઢવાડીયા મેરો આમ છતાં મોઢવાડીયા મેરો જો અપિયાને પકડી રાખશે તો તેઓ પાપના અધિકારી બનશે. કારણ કે ખીસ્તરીયા મેરોને દીકરા-દીકરીઓના વહેવારમાં ઘણી મુશ્કેલી ઉભી થાય છે. દીકરીઓને ઘણું સહન કરવું પડે છે.
શ્રીરાણાભાઇ કડછાએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે, મકર ધ્વજથી માંડીને નટવરસીહ સુધીનો જેઠવા વંશનો આખો ઇતિહાસ મારી પાસે છે. જેઠવા રાણાઓ મેરની શકિત પર પોતાનું રાજ ચલાવતા આવેલા. નાથા મોઢવાડીયાને મરાવવાનું તરકટ પણ પોરબંદર સ્ટેશન તરફથી રચવામાં આવેલું.
પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવેલું કે, આજે સમાજનો ભૌતિક વિકાસ ઘણો થયો છે. પરંતુ બૌધિક વિકાસ થયો નથી. જેને કારણે માનવમાંથી માનવતા, સંસ્કાર વગેરે મૂલ્યો લુપ્ત થયા છે. સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, નાથા ભગત વીર પુરૂષ હતા, સિધ્ધાત ખાતર લડતા હતા પરંતુ માણસનું આયુષ્ય જન્મથી જ નક્કી થયેલું છે. એમાં કોઇ મીનમેક કરી શકતું નથી. નાથા ભગતના માૃત્યુમાં પુંજો ખીસ્તરીયો તો માત્ર નિમીત્ત જ બનેલો આયુષ્ય પુરૂ થવાનું હોય તો કોઇને કોઇને નિમીત્ત બનવાનું જ. માટે મોઢવાડીયા ભાઇઓએ આવા અંધશ્રધ્ધા યુકત અપિયાઓને પકડી રાખવો જોઇએ નહી. વળી, કોઇ એકાદ માણસ દ્વારા થયેલી ભુલની સજા આખા સમાજને આપવી એ વાજબી કહી શકાતી નથી. આ હકિકત સમજાવવા માટે બારોટોએ પણ નૈતિક હમત કેળવવીને આગળ આવવું જોઇએ અને વહેવામાં વહેલી તકે આ સમસ્યા નાબુદ કરવી જોઇએ.
મોઢવાડીયા મેરોના બારોટ શ્રીેખીમજીભાઇએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વિચાર ઘણો જ ઊત્તમ છે. મેર જ્ઞાતિની અંદર ઘણી એવી સમસ્યાઓ છે. કે જેનું નિરાકરણ આવવું જોઇએ. નાથા ભગતની બાબતમાં બારોટોને ખોટી બદનામી મળી છે. બારોટો જોડવાનું કામ કરે છે. તોડવાનું નહી. આ જ્ઞાતિનું હિત થતું હોય તેમાં સહકાર આપવો એ અમારી પવિત્ર ફરજ બને છે. એ માટે અમને ગમે ત્યારે અને ગમે ત્યાં બોલાવશો તો અમે અવશ્ય હાજર રહીશું.
સ્વ.કાનજીભાઇ બારોટના પુત્ર શ્રીગુણવંતભાઇ બારોટ, રાજશાખા મેરના બારોટશ્રી રમેશભાઇ, ઓડેદરા મેરના બારોટશ્રી ઊન્નડભાઇ, ખીસ્તરીયા મેરના બારોટશ્રી લખુભાઇ, મોઢવાડીયા મેરના બારોટશ્રી કાન્તીભાઇ, વગેરેએ પણ પોત-પોતાના પ્રવચનમાં જણાવેલ કે, મેર સમાજ એક થવો જોઇએ. મેર સમાજમાં સંગઠન અને એકતા હશે તો રાજકિય નેતાઓને પણ નમવું પડશે. મેરના આગેવાનો સાથે મળીને આ કામ હાથ ધરે તો જરૂર સફળતા મળે અને સદાય સૌની સાથે રહેશું.
બારોટોના પ્રવચનના દોર પછી શરૂ થયેલા ખીસ્તરીયા અને મોઢવાડીયા મેરોના પ્રવચન દોરમાં શ્રીકચરાભાઇ ખીસ્તરીયાએ જણાવ્યું હતું કે, અમારા બારોટ દેવ આગળ આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે નાથા ભગતની બાબતમાં જીથરા ભાભાની વાર્તા જેવું તુત ઉભું થયેલું છે. બારોટોએ મોઢવાડીયા ભાઇઓના ઘરે-ઘરે જઇને ખરી હકિકત સમજાવવાની જરૂર છે. જેમ સ્વાધ્યાય પરીવારના ભાઇઓ ઘરે ઘરે જાય છે. તેમ બારોટો આ બાબતે મોઢવાડીયાના ભાઇઓના ઘરે ઘરે જઇને ખરી હકિકત સમજાવશે તો હું તેને તેઓનો સ્વાધ્યાયી કહીશ.
વિદેશથી પધારેલા શ્રીલાખણશીભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે. માટે ખોટા વહેમો, અંધશ્રધ્ધાઓ અને કુમાન્યતાઓનો ત્યાગ કરીને પરસ્પર સંપ અને એકતા સાંધવા એમાં જ માણસનું ખરી માનવતા રહેલી છે. મારો એક સાઢુભાઇ ખીસ્તરીયા છે. હું ત્યાં જાઉં છું તેના ઘરે જમું છું. મને કોઇ અડચણ આવી નથી માટે મોઢવાડીયા ભાઇઓને મારી નમ્ર અપીલ છે. હવે આવા ખોટા વહેમોમાંથી બહાર નિકળો અને સમાજમાં સંપ અને ભાઇચારાનું વાતાવરણ સર્જવાના વડીલોના પ્રયાસોમાં સહકાર આપો.
પૂ.સ્વામીજીના આર્શીવચનો સાથે પ્રવચનનો દોર પૂર્ણ થયા બાદ સ્વામીના અધ્યક્ષ સ્થાને એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કમિટીમાં જ્ઞાતિજનો અને બારોટોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્ઞાતિજનોમાંઃ-શ્રીઅર્જુનભાઇ મોઢવાડીયા, વિરમભાઇ ગોઢાણીયા, અરભમભાઇ કેશવાલા, સામતભાઇ ગોગનભાઇ ઓડેદરા, રાણાભાઇ કડછા, ભરતભાઇ બાપોદરા, દિલીપભાઇ મોઢવાડીયા, અરજનભાઇ ખીસ્તરીયા, હાજાભાઇ ખીસ્તરીયા, રામભાઇ ખીસ્તરીયા, ભીમાભાઇ હાજાભાઇ ખીસ્તરીયા, કચરાભાઇ ખીસ્તરીયા, રાજુભાઇ ખીસ્તરીયા, મહેશભાઇ ખીસ્તરીયા, નાગાભાઇ ખીસ્તરીયા, રામાજીભાઇ ભીમાજીભાઇ ઓડેદરા, નવઘણભાઇ મોઢવાડીયા, ભીમભાઇ ભુતિયા, જીવાભાઇ વેજાભાઇ ખીસ્તરીયા,
બારોટોમાંઃ-બાબુભાઇ બારોટ-ઓડેદરા, કાન્તીભાઇ બારોટ-મોઢવાડીયા, ઊન્નડભાઇ બારોટ-ઓડેદરા, ખીમજીભાઇ બારોટ-મોઢવાડીયા, બાબુભાઇ બારોટ-મોઢવાડીયા, રમેશભાઇ બારોટ-રાજશાખા, ગુણવંતભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા, લખુભાઇ બારોટ-ખીસ્તરીયા, કાનજીભાઇ બારોટ-કેશવાલા, અજુભાઇ બારોટ-મોઢવાડીયા, દિનુભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા,
ઊપરોકત કમિટી નજીકના સમય દરમિયાન પૂજય સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજીના અધ્યક્ષ સ્થાને મોઢવાડા અથવા વડાળા ગામે મોઢવાડીયા મેરોની વિશાળ ઊપસ્થિતિમાં એક ભવ્ય સભાનું આયોજન કરશે અને મોઢવાડીયા મેરોના મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી ‘અપિયા’ જેવી અંધશ્રધ્ધાને દુર કરીને સમાજમાં સંપ, એકતા અને ભાઇચારો નિર્માણ કરવાનો અને એ રીતે એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ હાથ ધરશે. એવું કમિટીના આયોજકોએ જણાવેલ છે. અને આ પવિત્ર કાર્યમાં શરૂઆતથી જ આઇ મા પુતિઆઇના પરમ આશિષ મળેલાં છે.

Read Full Post »

ડો.સ્ટીફન હોકગે એક બુક લખી છે. કે ભગવાન નથી અને આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું નથી તે ડો. હોકગે સત્ય લખ્યું છે તે બદલ તેને અભિનંદન અને તે બુક વાંચવાથી લોકો અંધશ્રધ્ધામાંથી છુટશે પણ આજથી ત્રણ હજાર વર્ષ પહેલા ભારતમાં ચાવાક નામના મહાન રૂષિ વિજ્ઞાનીક થયા તેઓએ ચાર્વાક દર્શન નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું છે. કે ભગવાન નામની કોઇ વ્યકિત નથી ત્યાર બાદ દોઢસો વર્ષ પહેલા દયાનંદન સરસ્વતી થયાં તેમણે સત્ય પ્રકાશ નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું કે ર્મૂિતમાં ભગવાન નથી અને મે (સરમણભાઇ સવદાસભાઇ સુત્રેજાએ) ઇ.સ. ર૦૦૭માં સત્ય દર્શન અને સત્ય હકીકત નામનું પુસ્તક લખ્યું તેમાં મે લખ્યું કે ભગવાન નથી.
આ સત્ય દર્શન અને સત્ય હકીકત નામના પુસ્તકો આજથી ચાર વર્ષ પહેલા પ્રકાશીત કરેલા અને તેના કોપીરાઇટ તા ૩૦/પ/ર૦૦૮ના રોજ લેખક મંડળ અમદાવાદમાં કરાવેલ છે. આ પુસ્તકમાં છ વિષય છે.
(૧)ભગવાન છે કે નથી? (ર)પુનર્જન્મ નથી, નથી ને નથી, (૩)ભુત-પ્રેત નથી, નથીને નથી, (૪)ધર્મના નામે ધતીગ છે, છે ને છે જ, (પ)મૃત્યુ બાદની વિધિ અંધશ્રધ્ધા છે, છે ને છે જ, (૬)પ્રાણવાયું ઇશ્વર છે, છેને છે જ
આ છ વિષયની મ બુક લખી છે. આ વિશાળ બ્રહ્માંડ કે જેની શરૂઆત કયાંથી અને જેનો અંત કયાં તે વિશે વિજ્ઞાનનું કહેવું છે. કે હજુ આ વિશાળ બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. આ બ્રહ્માંડ બનાવનાચર કોઇ ભગવાન કે ઇશ્વર નથી તે સ્વંય તેની મેળે કે વિજ્ઞાનથી બનેલ છે. તે બીગબગની થીયરીથી બનેલ છે. અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બનેલ છે. આ બ્રહ્માંડ પહેલા રજકણોથી ભરેલ અને ધુમ્મસથી ભરેલું હોવું જોઇએ. ત્યાર બાદ તેમાં વિસ્ફોટનો કે જીલેટીનનો મોટો ગોળો ગુરૂત્વાકર્ષણને  લઇને કરોડો પ્રકાશવર્ષનો ગોળો ઊત્પન્ન થયો થયો હોવો જોઇએ. અને જેમ આપણી પૃથ્વી પર સહરાનું મોટુ રણ છે. તેમ બ્રહ્માંડમાં પણ એક મોટું રણ છે. તેમ વિજ્ઞાનીકોનું કહેવું છે. અને તે બ્રહ્માંડના મધ્ય માં વિસ્ફોટ થયો હશે. તે બ્રહ્માંડના રણમાં કોઇ આકાશગંગા નથી કે સૂર્યો નથી કોઇ પણ ગ્રહ  કે કોઇ ઊપગ્રહ ભયંકર વિસ્ફોટથી અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બ્રહ્માંડમાં જે ઊર્જાના કણો અને સ્ટોન રજકણોના ગ્રહો, ઊપગ્રહો, આકાશ ગંગા, સુર્ય, અને આપણી આ પૃથ્વી ઊત્પન્ન થઇ હશે પછી કરોડ વર્ષે પૃથ્વી ઠંડી પડી હશે અને સુર્યના કિરણોને લઇને પૃથ્વીના હવામાન થોડો ઓકસીજન ઊત્પન્ન થયો હશે. અને તે બરફ સુર્યના તાપના કારણે ઓગળ્યો હશે અને તેનું પાણી નિચાણવાળા ભાગમાં જઇને સમુદ્ર બન્યો હશે. અને તે પાણી સેવાળ ઊત્પન્ન થયા અને તે સેવાળમાં વનસ્પતિ અને નાના વૃક્ષો ઊત્પન્ન થયા અને તે વનસ્પતિ અને વૃક્ષોમાંથી ઓકસીજન ઊત્પન્ન થવા લાગેલ અને તે ઓકસીજનથી વરસાદ વરસવા લાગ્યો અને આપણી આખી પાૃથ્વી ઊપર વનસ્પતિ અને વાૃક્ષો ઊત્પન્ન થવાથી પુસ્કળ ઓકસીજન મળવાથી પૃથ્વી પર ત્રણ કરોડ જાતના જીવ ઊત્પન્ન થયા અને તે પછી પીસ્તાલીશ લાખ વર્ષ પહેલા  માનવ જાતિ ઊત્પન્ન થઇ અને લાખો વર્ષ જગલી અવસ્થામાં રહીને તે આજથી દસ હજાર વર્ષથી સુધરવા લાગી અને જગલી અવસ્થામાંથી બહાર આવી અને અત્યારે માનવ જાતિએ પૃથ્વી ઊપર દરેક જીવો ઊપર ત્રાસ ગુજારીને તેને કાબુંમાં લઇને તેનો શિકાર કરી અમુક જાતના જીવોનો નાશ કરી નાખ્યો. તો આ વિશાળ બ્રહ્માંડને ઊત્પન્ન કરનારો, અને અબજો આકાશ ગંગાને ઊત્પન્ન કરનારો અને ઊપગ્રહોને ઊત્પન્ન કરનારો અને આપણી જીવ સૃષ્ટિ ઊત્પન કરનારો કોઇ પણ અદ્શ્ય વ્યકિત નથી કે કોઇ ભગવાન નથી તે વિજ્ઞાનથી બન્યું છે. અને ઓકસીજનથી જીવો ઊત્પન્ન થયા અને હાલ વિજ્ઞાનીકો દ્રારા જીવ સૃષ્ટીની શોધ ચાલે છે. જેને કારણે વિશેષ માહિતી આપણને મળશે.

લેખકઃ-સરમણભાઇ સુત્રેજા જુનાગઢ

Read Full Post »

અમરાપુરી ગામ મોટું ને અમરસંગનું રાજ;
ગામને પાદર રાતના થાયે ટોકરામાંથી અવાજ!
કારણ નવ કાંઇ કળાતું,
ઠેર ઠેર હાલતી વાતું.
રાજ કચેરીમાં હાલતી ચર્ચા, રંગમો’લે પણ વાત;
ચોરે-ચૌટે સાંભળી વાતો, થથરે માનવજાત!
કેમ થયો છે કોપ આ ભારી,
મૂંઝાતા નર ને નારી !
પગી-પસાયતા, સમી રખોપા વગડામાં ગભરાય;
પશ્ચિમ દિશે ટોકરો વાગે, પૂર્વે નાઠા જાય!
થર થર સૌનાં કાળજાં કંપે,
જોધા પણ ના સીમમાં જંપે!
ટીપણું વાંચી બોલિયો જોષી, વાત સુણો મહારાય;
બાર રાશિને બાર રાહુઓ, આવ્યા પાદરમાંય!
પનોતિને નારા નચાવે,
કેતુ ત્યાં ઘંટ બજાવે!
ગ્રહ, રાશિને કુંડલી કે’છે, સાંભળજો દરબારઃ
વસ્તી માટે વિઘન બેઠું ને રાજને માથે ભાર!
મોટા જાપને જગન માંડો,
આખી બ્રાહ્મણ નાત જમાડો!
જબ્બર ભૂવો જોગણીવાળો, આવી ચેતાવે પાટ;
હાકલા કરીને ડાકલે ધૂણે, ખીમડિયો ખુરાંટ!
વાંહામાં કોરડા વિઝે,
વણેલાં દોરડાં ઝીકે!
બાર મણની લાપસી રાંધો, ભૂવાં ભેળાં થાય;
રાવળિયાને પાવળિયા, સૌ સાથે બેસી ખાય!
કરો એવી માનતા મારી,
દુઃખ બધાં હું દઉં નિવા!
સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલી તલવટ;
રાંધો મણનું ખીચડું રાજા! નૈવૈદ્ય કરોને ઝટ!
હવે નવ વાર લગાડો,
સમયને શીદ બગાડો?
ચોકીદારો બોલતા છાનું, કેદખાનાની માંય;
કાંતો ભારે કોપિયો દાનવ, કાંતો દેવ જણાય!
રાતે કાયમ ટોકરો વાગે,
ભયથી આખી વસ્તી જાગે!
ચોર કહેઃ હું ભૂતથી મોટો, શકિત મારી અપાર;
જુએ કદીના રાજની સામે, વંતરૂ બીજી વાર!
આજુબાજુ બાંધજો ઓડા,
ભૂત ન ભાગે તો મારજો જોડાં!
– કેશવલાલ સાયલાકર

બીએ એને ભુત વળગે…
કેશવલાલ સાયલાકર એક સુધારક કવિ અને વિદ્વાન લેખક છે. મણિયારા રાસના ઢાળમાં લખાયેલી તેની ઊપરની કવિતામાં ભૂત-પ્રેત અંગે લોકોમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા ભરી માન્યતાનો રમૂજભર્યો પર્દાફાશ થયેલો છે.
યુગોના યુગોથી લોકોમાં ભૂત-પ્રેત અંગેની તદન વાહિયાત વાતો ચર્ચાતી આવી છે. ઘણાએ પોતે ભૂત, પ્રેત, મામો, ખવીસ, ચૂડેલ કે વંતરી વગેરે અવગતીયા જીવ જોયા હોવાના પબેડા માર્યા છે, ઘણાએ વળી ફલાણા ભૂતિયા મહેલમાં ચૂડેલ લોકોને ભરખી જતી હોવાનાં કે ઢકણી અખરી જગ્યામાં બકરીના રૂપમાં લાંબુ લસપસ ‘ચરિતર’ થતું હોવાનાં ડગ હાંકયા છે. દૂનિયાના મોટા ગજાના લેખકોએ આવા પબેડા કે ડગને આધારે પુસ્તકો લખ્યાં છે, તો ફિલ્મ નિર્માતાઓએ ‘ધ ઘોસ્ટ’, ‘પુરાની હવેલી’ અને ‘દો ગજ જમીન કે નીચે’ જેવી ભૂત-પ્રેત પર આધારિત સંખ્યાબંધ ખોફનાક ફિલ્મો ઊતારી છે. ‘દો ગજ જમીન કે નીચે’ ફિલ્મ તો જયારે રીલીઝ થઇ ત્યારે આ ફિલ્મ કોઇપણ માણસ રાત્રે એકલો થિયેટરમાં બેસીને પુરેપુરી જોઇ જાય તો એને લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ નિર્માતા તરફથી કરવામાં આવી હતી.
પરંતુ આવા પુસ્તકો અને ફિલ્મોએ માત્ર કાલ્પનિક ભેજાની કમાલ છે. તેમાં સત્યનો અંશ પણ હોતો નથી. આમ છતાં લોકો ભૂત-પ્રેતની વાતોમાં માનતા હોય છે. અભણ કે ભીરૂ જ નહિ, બલ્કે શિક્ષિત અને હિમતવાન લોકો પણ એવી અંધશ્રધ્ધાભરી વાતોમાં આવીને ભૂત-પ્રેત વગેરેમાં માનતા થયા હોવાના સેકડો દાખલા સમાજમાંથી મળી આવે છે. હકીકતમાં ભૂત-પ્રેત જેવું કશું જ હોતું નથી, બધું જ ડગ હોય છે. કવિ પગળશીભાઇ ગઢવી કહે છે તેમ “મંત્ર, તંત્ર ને મેલડી સઘળું તૂતમતૂત” છે. કેશવલાલ સાયલાકરે ઊપરની કવિતામાં એ હકીકતનો પર્દાફાશ કરીને આપણી સામે રજુ કર્યો છે. આપણે અહિ તે કવિતાનું વિવરણ કરીશું.
એક દિવસ એક ચોર ચોરી કરવાના ઇરાદાથી અમરાપુરી નગર તરફ ચાલતો થયો. ચાલતાં ચાલતાં તે જયારે અમરાપુરી નગરના વેરાન વગડામાં પહાચ્યો ત્યારે હજી સાંજ પડી હતી. આ સમય તો લોકો જાગતાં હોય, તેથી ચોરી થઇ શકે નહિ એમ વિચારીને તે વગડામાં આવેલા એક પુરાણા શિવ મંદીરે થાક ખાવા બેઠો. શિવ મંદિરમાં પિતળનો એક મોટો ટોકરો એટલે કે ઘંટ લટકતો હતો. ચોરને થયું કે ચોરી કરવામાં તો કદાચ સફળતા ન મળે, તેથી ખાલી હાથે પાછા જવા કરતાં આ ટોકરો ઊતારી લીધો હોય તો ખિસ્સા-ખરચી નીકળી જાય. આમ વિચારીને ચોરે તે ટોકરો ઊતારી લીધો અને તે લઇ અંધારે અંધારે આગળ વધ્યો. અમરાપુરીનું પાદર આવ્યું ત્યાં સુધીમાં રાત ઘણી જ વીતી ચૂકી હતી અને નગરમાં સોપો પડી ગયો હતો. ચોરને થયું કે ચોરી કરવા જઇએ અને ટોકરો  સાથે રાખીએ તે બરાબર નહિ. આમ વિચારીને તેણે વડલાની સૌથી ઉંચી ડાળે, પાંદડાના ઝુંડની આડશે ટોકરો ટાંગી દીધો અને ત્યારબાદ નગરમાં ઘુસ્યો. અમરાપુરી નગરમાં એ વખતે અમરસંગ રાજાનું રાજ ચાલતું હતું. ચોર એના જ મહેલમાં હાથ અજમાવવા ગયો, પરંતુ સજાગ ચોકીદારોએ એને પકડી પાડયો અને રાજાની સંમતિ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કરી દીધો.
હવે યોગાનુયોગ અમરાપુરીના વગડામાં જે વાંદરાં હતાં તે બધાં રોજ રાતે એ જ વડલા પર ભેગાં થતાં, જયાં ચોરે ટોકરો લટકાવ્યો હતો. વાંદરાની જાત કોને કહેવાય ? રાતે પણ એક ઠેકાણે જંપીને ન બેસે એનું નામ વાંદરજાત! રાતે બધાં જ વાંદરાએ વડલાની એક ડાળથી બીજી ડાળે કૂદાકૂદ કરે, તેથી ડાળો ડોલે અને પેલો ટોકરો વાગે! રોજ રાતે આ રીતે ટોકરો વાગવાથી લોકોમાં ભય પેસી ગયો કે અમરાપુરી નગરમાં નકકી ભૂત-પ્રેતે વાસ કર્યો છે અને એજ રોજ રાતે ટોકરા વગાડે છે.
રાજકચેરીમાં હાલતી ચર્ચા, રંગેમોલે પણ વાત;
ચોરે-ચૌટે સાંભળી વાતો, થથરે માનવજાત!કેમ થયો છે કોપ આ ભારી ?મૂંઝાતાં નરને નારી !અમરસંગની રાજકચેરીમાં, રાણીવાસમાં તેમજ ચોરે અને ચૌટે ટકોરા વાગવાની જ ચર્ચા થવા લાગી. લોકો ભયથી થરથર કાંપતાં હતા, આવો કોપ કેમ થયો છે એ વાતે સૌ મૂંઝાતા હતાં.પગી-પસાયતા, સમી રખોપા વગડામાં ગભરાય; પશ્ચિમ દિશે ટોકરો વાગે, પૂર્વે નાઠા જાય! થર થર સૌનાં કાળજાં કંપે,
જોધા પણ ના સીમમાં જંપે!
અમરસંગના જે પગી, પસાયતા અને સીમના રખોલિયા હતા, તેઓ ટોકરાનો અવાજ સાંભળીને એવાતો ભીરૂ બની ગયા કે પશ્ચિમ દિશામાં ટોકરાનો અવાજ થતાંની સાથે જ પૂર્વ દિશામાં ભાગવા માડે! બધાંનાં કાળજાં થરથર કંપે છે, નીડર અને અલમસ્ત યોધ્ધા જેવા માણસો પણ સીમમાં જંપી શકતા નથી. બધાંના હૃદયમાં ભૂતનો ખોફનાક ડર પેસી ગયો છે.
નગર પર આવો કોપ કેમ ઊતર્યો છે અને એનું નિવારણ કેવી રીતે કરવું એ માટે અમરસંગ રાજાએ રાજ જોષીને બોલાવ્યો.
ટીપણું વાંચી બોલિયો જોષી, વાત સુણો મહારાય; બાર રાશિને બાર રાહુઓ, આવ્યા પાદરમાંય! પનોતિને નારા નચાવે,કેતુ ત્યાં ઘંટ બજાવે! રાજજોષીએ ટીપણું વાંચીને કહયું “હે મહારાજ! બાર રાશિઓ અને બાર રાહુઓ નગરના પાદરમાં ઊતરી આવ્યા છે. તેઓ પનોતિને નાચ નચાવે છે અને કેતુ ત્યાં ઊભો ઊભો ઘંટ વગાડે છે.”અમરસંગે પુછયું “પરંતુ જોષી મહારાજ! એનું નિવારણ કરવા માટેનો કોઇ ઊપાય ખરો?”જોષી બોલ્યોઃ “ઊપાય ન હોય એવું બને, મહારાજ ?”ગ્રહ, રાશિને કુંડલી કે’છે, સાંભળજો દરબારઃ
વસ્તી માટે વિઘન બેઠું ને રાજને માથે ભાર!
મોટા જાપને જગન માંડો,
આખી બ્રાહ્મણ નાત જમાડો!
“હે દરબાર! ગ્રહ, રાશિ, અને કુંડલિ એવું બતાવે છે કે વસ્તીને માટે મોટું વિઘ્ન બેઠું છે અને રાજને માથે ભાર આવ્યો છે. માટે મોટા જાપ અને હોમ-હવન કરાવો, આખી બ્રાહ્મણ જાતને જમાડો!”
રાજ જોશીના કહ્યા મુજબ અમરસંગ રાજાએ જાણકાર પંડિતોને બોલાવી મોટા જાપ અને હોમ-હવન કરાવ્યાં તેમજ આખી બ્રામણ નાત જમાડી આમ છતાં ટોકરો બંધ થયો નહી.
લોકો મૂંઝાયા કે આ કોપ તો બહું ભારે છે. હવે શું થશે? રાજા પણ મૂંજાયો તેણે પોતાના માણસોને હુંકમ કરીને દોડાવ્યા આપણા નગરમાં ખીમડીયો ખુરાટ બહું મોટો ભુવો છે. એ જરૂર આ ભુતને વશ કરશે, માટે ઝટ બોલાવો એ ખીમડીયા ખુરાટનેઃ-
ખીમડીયા ખુરાટનું આગમન થયું જબ્બર ભુવો જોગણી વાળો, આવી ચેતવે પાટ, હાકલા કરીને ડાકલે ધુણે ખીમડીયો ખુરાટ
વાહામાં કોરડા વિઝે
વણેલા દોરડા ઝિકે
ખીમડીયા ખુરાંટે આવતાની સાથે જ પાટ ચેતાવી અને જુવારની ચપટી મેલી એટલામાં તો જાણે કોઇ અલૈકિક જોગણી એના સરમા આવી હોય તેમ ચારેય પલા ઝાટકીને એ બેઠો થયો અને જોરદાર ઝણેણાટી સાથે ડાકલું વગાડતાં વગાડતાં જોશભેર ધુતકારી નાખી, બાજુમાં પડેલી લોખંડની સાંકળ લઇને બે હાથે પોતાના વાંસામાં પ્રહારો કરતાં એ બોલ્યોઃ
બાર મણાની લાપસી રાંધો, ભૂવા ભેળા થાય; રાવળીયાને પાવળીયા સાથે બેસી ખાય,
કરો એવી માનતા મારી,
દુઃખ બધાં હું દઉં નિવારી
સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલી તલવટ;
રાંધો મણનું ખીચડું રાજા નૈવેદ્ય કરો ઝટ,
હવે નવ વાર લગાડો,
સમય શીદને બગાડો,
હે મહારાજ બાર મણની લાપસી રાંધો, સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલીની તલવટ રાંધો, એક મણનું ખીચડું રાંધો અને તાબડ તોબ દેવીને એના નૈવેદ્ય ધરો નગરના તમામ ભુવા રાવળીયા પાવળીયાને ભેગા કરીને જમાડો આમ કરો તો હું તમારા દુખનું નિવારણ કરી દઇશ,
અમરસંગની આજ્ઞા થતાં જ બાર મણની લાપસી, સાત પાલીની સુખડી, ત્રણ પાલીની તલવટ અને એક મણનું ખીચડું વગેરે રધાંઇને આવી ગયાં ભુવાએ દૈવીને એનું નૈવેધ ધર્યું ત્યાર બાદ તમામ ભુવા, રાવળિયા અને પાળીયા એ સાથે બેસીને પ્રસાદી લીધી. આમ છતાં કોઇ ટોકરો બંધ ન થયો.
લોકોને થયું કે આ કોઇ નાનુંસુનું ભુત નથી, આતો બહું મોટુ અને ભયાનક ભૂત છે. રાજજોષી અને ખીમડીયો ખુરાટ જેવા મોટા ભૂવાથી પણ જેનું નિવારણ ન થઇ શકયું, એવું આ ભુત તો નક્કી આખા નગરને ભરખી જશે આ બીકે બધાંના કાળજા કંપવા લાગ્યાં
એમાં એક દિવસ જેલના ચોકીદારો દરવાજા પાસે બેસીને ભૂતની બાબતમાં જુદી જુદી કલ્પનાઓના ઘોડા દોડાવી રહ્યા હતાઃ
આપણા નગર પર કાંતો કોઇ દાનવનો ભારે કોપ ઊતર્યો હોય અથવા કોઇ દેવની વાંકી દષ્ટી થઇ હોય એ વિના આખી વસ્તીને ભય થી જગાડનાર ભૂત કાયમ રાતે ટોકરો કેમ વગાડે?
ચોકીદારોની આ વાત જેલની અંદર બેઠેલા ચોરના કાને પડી એની સમજમાં આવી ગયું કે પોતે વડલા પર જે ટોકરો બાંધો છે એણે જ ભૂતનું તૂત ઊભો કર્યું છે. હવે પોતે શું કરવું એ માટેની તરકીબ એના મગજમાં ઘડાઇ ગઇ તાબડતોબ એ દરવાજા પાસે આવ્યો અને ચોકીદારોને કહ્યું
મારામાં ભૂતથી પણ વધારે શકિત છે. આવાં તો કૈંક ભૂતડાઓને મૈ વજાડી મુકયા તમારા નગરમાં આવેલા ભૂતને હું ભગાડી મેલવા સમર્થ છું એ વતરૂ તમારા નગર સામે નજર નાખવાની ખો ભુલી જાય વિશ્વાસ ના બેસે તો જયાં ટોકરો વાગે છે. તેના એકાદ કિલો મીટરને અંતરે ફરતો ચોકી પહેરો ગોઠવી રાખજો અને હું એ ભુતને ન ભગાડી શકું તો મને ખાસડાં મારજો પછી કાંઇ?
ચોરે છાતી ઠોકીને આપેલી ખાતરીથી ચોકીદારોને તેના પર વિશ્વાસ બેસી ગયો એક ચોકીદારે તાબડતોબ જઇને રાજાને આ ખુશ ખબર આપ્યા રાજાએ ચોરને પોતાની પાસે બોલાવીને પૂછ્યુ.
તું ખરેખર ભૂતને ભગાડી શકીશ?
ચોર કહેઃ મહારાજ ભૂતને ભગાડી દઊ એમાંતો બે મત નથી પરંતુ ત્રણ-ત્રણ દિવસથી જેલમાં બેઠાં બેઠાં મારા હાથ-પગ ઝલાઇ ગયા છે. માટે મારા અંગે ચોળવા થોડું ઘાસ તેલ જોશે રાજાએ ઘાસ તેલનો શીશો મગાવીને હાથમાં આપતાં કહ્યુ બોલ બીજું કાંઇ?
ચોર કહે મહારાજ હવે એક તલવાર અને તાંબાનો એક ખાલી લોટો મગાવી આપો
રાજાએ તુરંત એ મગાવી આપ્યા અંધારૂ થતાં ટોકરો વાગવા લાગ્યો અને ચોર ભૂતને ભગાડવા માટે રવાના થયો અમરસંગે ભૂતના સ્થાનથી એક કિ.મી દુરના અંતરે ચોકી પહેરો ગોઠવી દીધો જેથી ચોર ચાલાકી કરીને ભાગી ન જાય
ચોરે પાદરના અવેડા માંથી પાણીનો લોટો ભર્યો વડલાથી વીસ કરમના અંતરે જઇને ઘાસ તેલનો શીશો અને પાણીનો લોટો મુકયા ત્યાર બાદ એક કાકડી બનાવીને પણ ત્યાં મૂકી આ બધું પતાવીને તે વડલાના થડ પાસે આવ્યો ચોરને જોતાં જ ઊપર બેઠેલા વાંદરાં હુપા હુપ કરતા નીચે ઊતરીને પલાયન થઇ ગયા ચોર ઊપર ચડયો અને ટોકરાવાળી ડાળને જોરથી હલાવી ટોકરો જોર-જોરથી વાગી ઊઠયો પહોરો ગોઠવીને ઊભેલા ચોકીદારો સાંભળે તેમ ચોરે ત્રાડ નાખી ભાગી જા ભૂતડા આ કાલીકા તારી સગી નઇ થાય
જાણે ભૂત પોતાથી ડરતું એવો ચોરે જુદા અવાજથી  કહ્યું મને મારશો નહી હું જાવું છું
ચોકીદારો આ બધું સાભળીને ખાતરી થઇ કે આજ નક્કી કંઇક નવાજુની થઇ છે.
ચોરે ટોકરો નીચે ઊતારી એક ખાડામાં દાટી દીધો  અને ઘાસ તેલનો ભડકો કરી પોતાની તરકીબ પાર પાડી ચોર નગરમાં આવ્યો અને મહારાજને કહ્યું ભુતડું ભારે જબરૂ હતું પણ મારા બળ  સામે તેનું કશું જ ન આવ્યું રાજા કહે ચોર ભાઇ તે અમારા નગર માંથી ભૂતની મોટી આફત ટાળી તારો આભાર માનીએ એટલો ઓછો પણ ભુત ખરેખર ભાગ્યું છે કે નહિ તેની ખાતરી માટે તારે થોડા દિવસ અહી રોકાવું પડશે ચોર થોડા દિવગસ રોકાયો ટોકરો વાગવાનું બંધ થતા રાજાએ ખુશ થઇ ચોરને સોના મહોરો આપી તેની સજા માંથી મુકિત આપી.

Read Full Post »

લે: અશોક મોઢવાડીયા (બ્લોગ સંપાદક, મહેર એકતા)

મિત્રો, હાલમાં ઇન્ટરનેટ અને તેની શાથે જોડાયેલ ઇ-મેઇલ, સોશ્યલનેટવર્કિંગ, ઇ બેંકિંગ વગેરે સેવાઓના વપરાશનું ચલણ વધ્યું છે. આપણા સમાજનો યુવાવર્ગ પણ મોટાપાયે આ સગવડોનો લાભ લે છે. ફેસબુક જેવી સોશ્યલનેટવર્કિંગ સાઇટ્‌સ પર હજારોની સંખ્યામાં આપણો યુવાવર્ગ માહિતીઓનું આદાનપ્રદાન કરતા જોવા મળશે. મહેર એકતા ટીમનાં ધ્યાને આવ્યું છે કે આપણે જેટલી ઝડપથી આ નવી ટેકનોલોજી અપનાવતા જઇએ છીએ તેટલી ઝડપ તેના ભયસ્થાનો સમજવામાં કે સાવચેતીનાં નિયમો સમજવામાં રાખતા નથી. અહીં અમારો પ્રયાસ નેટનાં વપરાશમાં જરૂરી સાવચેતીઓ પ્રત્યે સૌનું ધ્યાન દોરવાનો છે. આપણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જ, પરંતુ સૌ પ્રથમ હવે એકદમ સામાન્ય બની ગયેલા ઇ-મેઇલનાં વપરાશમાં લેવી જરૂરી તેવી કેટલીક સામાન્ય સાવચેતીઓ બાબતે વાત કરીશું.

# આપના ઇ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ સમયાંતરે બદલતા રહો, ઓછામાં ઓછું મહિને એક વખત તો પાસવર્ડ બદલી જ નાખો.

# પાસવર્ડ તરીકે પોતાનું નામ, કુટૂંબના સભ્યોનાં કે મિત્ર-સંબંધીઓના નામ, જન્મતારીખો, વાહનનાં નંબર જેવી વિગતો અને ફક્ત આંકડાઓ કે અક્ષરો જેવી જલ્દી અનુમાન થઇ શકે તેવી વિગતો ન રાખતા આલ્ફાન્યુમેરિક એટલે કે આંકડા અને અક્ષરોનું મિશ્રણ અને એકાદ બે વધારાની સંજ્ઞાઓ પણ રાખો. પાસવર્ડ ઓછામાં ઓછું ૮ આંકડાનો તો રાખો જ. ( દા.ત. a1b@3gd8) આમ જરા અઘરો પાસવર્ડ રાખવાથી તેનું અનુમાન કરવાનું કે કોઇક રીતે તેને બ્રેક કરવાનું કામ મુશ્કેલ બની જશે, અને આપનું ઇ-મેઇલ એકાઉન્ટ હેક થવાની શક્યતા ઘટી જશે.

# જો આપે ફક્ત અંગત, કૌટુંબિક, સામાજીક વપરાશના હેતુસર આપનું મેઇલ એકાઉન્ટ રાખ્યું હોય તો તે મેઇલ એડ્ડ્રેસ આડેધડ બધે જ આપતા ફરો નહીં. યુવતીઓએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીક વેબસાઇટ પર સભ્ય બનવા માટે મેઇલ એડ્ડ્રેસ માંગવામાં આવે છે, જો જરૂરી જ હોય, અને આપે જે તે સાઇટનો સારો અભ્યાસ કર્યો હોય તો જ તેમાં મેઇલ એડ્ડ્રેસ આપો. અન્યથા સ્પામિંગ જેવી મુશીબતો વ્હોરી લેવા જેવું થશે. અન્ય ઉપાયરૂપે અંગત મેઇલ એકાઉન્ટ ઉપરાંતનું વધારાનું એકાદ મેઇલ એકાઉન્ટ બનાવીને તેનો આવી બધી સાઇટ્‌સ પર ઉપયોગ કરવો સલાહ ભરેલું છે.

# સાઇબર કાફે કે અન્ય જાહેર વપરાશનાં કોમ્પ્યુટર પરથી મેઇલ એકાઉન્ટ ખોલતા હો તો સાવચેતી બાબતે વધુ સજાગ રહો;

* વખતો વખત પાસવર્ડ બદલો, લોગ આઉટ કરવાનું યાદ રાખવું,

* જે તે કોમ્પ્યુટર આપનો પાસવર્ડ કાયમી સાચવવા માટે પુછે તો ’ના’ No આપો.

* પાસવર્ડ ટાઇપ કરવા માટે કિ-બોર્ડને બદલે ઓનસ્ક્રિન કિ-બોર્ડનો ઉપયોગ કરવો. (જે વિન્ડો xp અને હાલની મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ હોય છે)

* કોમ્પ્યુટર છોડતા પહેલાં બ્રાઉઝર (જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ફાયરફોક્સ વગેરે) બંધ કરવું કે બ્રાઉઝરની કેચમેમરી ડિલિટ કરવી.

# મેઇલમાં આવતા નકામાં ઇ-મેઇલનું મેનેજમેન્ટ સમજદારીપુર્વક કરતા શિખવું, બધા જ મેઇલ એકાઉન્ટમાં સ્પામ ફિલ્ટરની સગવડ હોય છે તેનો યોગ્ય ઉપયોગ કરવાથી નકામા મેઇલના ત્રાસથી બચી શકાય છે.

# મેઇલબોક્ષમાં સૌ પ્રથમ મેઇલનો સબ્જેક્ટ માત્ર વાંચી અને તે જરૂરી છે કે બીનજરૂરી તે જાણવાની આવડત કેળવવી. આપણા કાર્ય શાથે સુસંગત ન હોય તેવા કે માત્ર લલચામણા વિષય વાળા મેઇલને ખોલીને જોવાની લાલચ કરવા કરતા તેને સીધા ડિલિટ કરી નાખવા વધુ ફાયદાકારક રહેશે.

# અને અંતે, ’નાઇઝીરીયન ફ્રોડ’ નામના શબ્દથી આપ પરિચિત હો તો આપને વધુ કશી સલાહની જરૂર નથી. અન્યથા આ વાત પર ગંભીરતાથી ધ્યાન આપો. મેઇલમાં આવતા લોટરી જીત્યાનાં કે કોઇનો વારસો મળ્યાનાં કે કોઇએ આપને ખુશ થઇને કરોડો રૂપિયાની મિલ્કત આપી દીધાના સમાચારો સંપૂર્ણપણે છેતરપીંડી જ છે. આવા બધા મેઇલને ’નાઇજીરીયન ફ્રોડ’ કહે છે. તેઓ કંઇ આપણા માસીના દિકરા તો થતા નથી કે મફતમાં આપણને કરોડો રૂપિયા આપી દે !! આવી લાલચને છેટેથી જ રામરામ-સીતારામ કરી અને તુરંત જ આવા મેઇલને ડિલિટ કરી નાખવા. ફક્ત મજાક ખાતર કે કુતુહલવશ પણ આવા મેઇલનો ઉત્તર આપવો નહીં, કેમ કે તેટલામાત્રથી પણ આપ મુશીબતમાં મુકાઇ શકો છો.

તો ટુંકમાં, થોડી સાવચેતી, થોડી સમજદારી અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી અને આપ ઇ-મેઇલ સેવાનો ભરપુર લાભ ઉઠાવી શકશો અને ગેરલાભથી બચી શકશો. વધુ કશી માહિતીઓ કે પ્રશ્નો હોય તો આપ ’મહેર એકતા’ વેબસાઇટ પર કે મેઇલ દ્વારા સંપર્ક કરતા અચકાશો નહીં. ઇન્ટરનેટ સલામતીનાં અન્ય મુદ્દાઓ હવે પછીનાં લેખમાં જોઇશું. આભાર.

થોડું વધુ :::

* ઓનસ્ક્રિન કિ-બોર્ડ :  (વિન્ડોઝ xp કે વિન્ડોઝનાં લગભગ બધા જ વર્ઝનમાં)

Start > All Programs > Accessories > Accessibility > On-Screen Keyboard.

* બ્રાઉઝરની કેચમેમરી ડિલિટ કરવા માટે :  (IE 8, અન્ય વર્ઝન અને બ્રાઉઝરમાં પણ થોડી ભિન્નતા શાથે આ સગવડ હોય જ છે)

Tools > Internet Options / General ટેબમાં Browsing history માં Delete બટન પ્રેસ કરવું.

* સ્પામ ફિલ્ટર :  (G-Mail માં, અન્ય મેઇલમાં પણ આ પ્રકારની સગવડ હોય છે જ)

મેઇલબોક્ષમાં ઉપર (Delete વગેરે ટેબ શાથે) Report Spam નામક ટેબ હોય છે. ન જોઇતા અને વારંવાર આવતા મેઇલ સિલેક્ટ કરી (મેઇલની બાજુના ચોખઠાને રાઇટ કરી) અને ઉપરોક્ત બટન પ્રેસ કરવાથી તે બધા સ્પામ ફોલ્ડરમાં જતા રહેશે. તે ઉપરાંત, ત્યારબાદ આ મેઇલ એડ્ડ્રેસ પરથી આવતા મેઇલ ઓટોમેટીક જ સ્પામ બોક્ષમાં જતા રહેશે અને ત્યાંથી ૩૦ દિવસ બાદ આપોઆપ ડિલિટ થઇ જશે. મુળ વાત એ કે આપણા ઇનબોક્ષમાં નડતા મટશે.  આ ઉપરાંત ફિલ્ટરની સગવડ દ્વારા પણ વિવિધ વિષય કે લોકોના મેઇલને અલગ અલગ પાડી ગોઠવી શકાય છે. વિષય લાંબો હોય એકાદ અલગ લેખ જ બનાવીશું. આભાર.

Read Full Post »

ભારત વર્ષ વિક્રમ સંવતની શરૂઆત કરનાર અત્યંત લોકપ્રિય સાર્વભોમ ચક્રવર્તી રાજા વિર વિક્રમ, જેની રાજધાની ઊજજૈન હતી, તેના સીધા વંશજો હોવાનો પરમાર /સોઢા રાજપુતોને માને છે. સૌરાષ્ટ્રમાં વ.સ.૧૪પ૦ની આસપાસ સધમાં સતત સાત (૭) દુષ્કાળો પડવાથી લખધીરજી પરમાર માતા જોમ બાઇ તથા નાના ભાઇ મુંજાજી તથા વિશાળ કાફલા સાથે મુળી ગામે વસવાટ કરેલ ખુબ મદદરૂપ રબારીના માજી મુળીમા પરથી રાજધાનીનું નામ મુળી પાડયું વઢવાણના વાઘેલા રાજવી વિશાળ દેવ વાઘેલાએ મુળીના આસ-પાસનો ગરાસ લખી આપેલો હતો વૈશાખ ત્રીજના રોજ લખધીરજીના નાના ભાઇ મુંજાજી તથા ૧૪૦ પરમાર યોધ્ધાઓ શરણે આવેલા એક તેતરના રક્ષણના કાજે સાયલાના ચભાડ રાજપૂતો સાથે થયેલ યુધ્ધમાં શહિદ થયા હતા તથા માતા જોમ બાઇ પોતાના દિકરા પાછળ સતી થયા હતા જેની ખાંભીઓ આજે પણ છે. વિ.સં.૧પપ૬માં હળવદની ગાદી પર રાણાને બેસાડવામાં લખધીરજી બીજા તથા પરમાર ભાઇઓએ મહત્વની ભૂમિકા અદા કરી હતી  આજ વંશમાં થયેલા સોસાજી પરમાર ઊદાર દાનવીર હતા તેમણે જીવતા સહનું દાન દીધું હોવાની  લોક કથા પ્રચલીત પણ છે. મહાન શુરવીર તોગાજી પરમાર સોઢા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું પ્રતાપી રાજય નૈવાનગર સ્થાપનાર જામરાવલ સામે સૌરાષ્ટ્ર ગુજરાતના બીજા તમામ રાજાઓ એક સંપ કરીને વિ.સં.૧૬૦૬માં મીઠોઇના પાદરમાં ભયંકર યુધ્ધ કર્યું જેમાં જામરાવલની વિરૂધ્ધ સૈન્યની તમામ તોપો ને ખીલા દ્યરબી દઇને અપ્રતિ સોર્પ દાખલ કરનાર મહાન શુરવીર તોગાજી પરમાર સોઢાને આ યુધ્ધમાં ૮૪ ધાવ થયા હતા છતાં યુધ્ધ પછી તંદુરસ્તી પાછી મેળવી હતી

શ્રીતોગાજીએ સદીના મહાન શુરવીરો માના એક હતા તથા જામ સાહેબના દરબારમાં એક રત્ન હતા એક વાત ચોક્કસ છે કે સોઢા પરમારો હિન્દુસ્તાનમાં મહાન પ્રતાપી રાજવીઓ હતા આબુમાં પરમારોનું રાજય હતું છેક ૧૯૪૭ સુધી ચારે બાજુ મુસ્લીમ સત્તા હોવા છતાં પચ્યા કર હાલ પાકિસ્તાનમાં સોઢા આક્રમણ ખોર સામે સંઘર્ષ કરીને હિન્દુસ્તાનમાં ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખવા માટે સોઢા પરમાર રાજપૂતો છેલ્લે સુધી હાર માન્યા વગર ભયંકર ટક્કર ઝીલી છે. અને સરહદી વસવાટને કારણે ભારત દેશની સંસ્કાૃતિ અને ધર્મ ટકાવવામાં સોઢા પરમારોનું મહત્વનું યોગદાન આપેલું છે. જગદીશ બિહાર પરમારનું રાજય હતું જેના રાજવી વીર કુંવરસહ ૧૮પ૭ની સ્વતંત્રતા લડાઇના મહાન કાંન્તિવીર સરદાર હતા આઝાદીની કાંતિની લડાઇમાં વીર કુંવરસહ એક અમર પાત્ર છે.

Read Full Post »

Older Posts »