Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘દેવી દેવતા’ Category

 

Advertisements

Read Full Post »

Read Full Post »

મુ. ખીસ્ત્રી, તા./જી.પોરબંદર ખાતે તા:૨૯-૩-૨૦૧૨ થી ૫-૪-૨૦૧૨ સુધી શ્રી. કરસનભાઈ જેઠાભાઈ ખીસ્ત્રીયા તથા સમસ્ત ખીસ્ત્રીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત્‌ જ્ઞાનયજ્ઞમાં સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ.

Read Full Post »

કડછ ગામે શ્રીરામદેવજી મહારાજનો મંડપ યોજાયો

વધેલાથી પૈસાથી ગામનો વિકાસ કરાશેસરપંચશ્રી

સમગ્ર હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિજનોમાં પુજાતા સનાતન નીજીયા ધર્મના તારણહાર અને સત્યપ્રેમભાવના ને એકતાનો ઉપદેશ આપનાર ધર્મપ્રતિક સમાન શ્રી રામદેવજી મહારાજના સત્ય સવરા જ્ઞાન યજ્ઞ મંડપ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન પોરબંદર તાલુકાના કડછ ગામે સમસ્ત ગામના ર્આિથક સહયોગથી વૈશાખ વદ૧૧ને રવિવાર તા.ર૯//૦૧૧ના રોજ કરવામાં આવ્યુ હતું.

સનાતન ધર્મના આધાર સ્તંભ સર્વેશ્વર વિશ્વર્મુિત આદિપુરૂષ શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડ૫માં ખાસ કરીને મહત્વના બે મુહુર્ત હોય છે. જેમાં એક સ્થાપનાનું (ભૂમિપૂજન) મુહુર્ત અને બીજુ મંડપ પ્રાગટયનું (લોકભાષામાં મંડપ ખડો થવાનું) સોરઠ ધરા સોહામણી, જેમાં પાકયા નરબંકા, આ ધરામાં જે સંતો મહંતો, શુરવીરો, દાતાઓ જેવા અનેક રત્નો પાકયા છે તેમાનાં સતાધારના મહંતશ્રી જીવરાજબાપુની કર્મભૂમિ એટલે કડછ અને તે ગામમાં પ૦ વર્ષ પછી પહેલી વખત આવું સુંદર આયોજન થતું હોય તેમની ઉપસ્થિતિ કેમ ન હોય?

જેમાં કડછ ગામે તા. રર૦૧૧ ને રવિવાર વૈશાખ વદ (પાંચમ) શુભ મુહુર્તે મંડપ સ્થાપન (ભૂમિપુજન) શાસ્ત્રોકત વિધિથી શ્રીજીવરાજબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં જીવરાજ બાપુને હાથી પર બેસાડીને બેન્ડવાજા સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાપના વિધિથી સાતસાત દિવસ સુધી રામદેવપીરના મંડપના પણ સામૈયા કરવામાં આવ્યા હતા. અને મંડપ મહોત્સવના સ્થાપના દિનથી કોઈપણ નાતજાતના ભેદભાવ વિના સાત દિવસ અવિરત ર૪ કલાક ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેની જવાબદારી કડછ ગામના યુવા સ્વયંસેવકોએ ઉપાડી હતી. આ આઠ દિવસ દરમ્યાન રથી ૩ લાખ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આખુંય કડછ ગામ બોલો રામાપીરની જય ના ગગનભેદી જયઘોષથી સમગ્ર ગામ આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠયું હતું. તેમજ ભજનભોજનની સરવાણી સતત વહેતી રહી હતી. ત્યારે ઉપસ્થિત હજારોની માનવ સમુદાયમાં દિવ્ય સ્મરણીય આનંદ ઉત્સાહ ઉલ્લાસ છવાઈ ગયો હતો. આ મંડપના દર્શન કરવામાં આવેલ જનમેદનીને કડછ, બગસરા, મોચા, સહિતના ગામોએ પાણી અને સરબત બનાવી તૃષા છીપાવી માનવ ઘર્મ નીભાવ્યો હતો.

મંડપના ગ્રાઉન્ડમાં હાટડીઓ, ધુન મંડળીઓ, સર્કસ, ફજેતફાળકા, બરેક ડાન્સ, જેવા કાર્યક્રમોએ પણ મનોરંજન પુરૂ પાડ્યું હતું.

મંડપની પૂર્વ તૈયારીઓમાં આયોજકો તરફથી રસોડા વિભાગ, લાઈટ, પાણી, સરબત, ર્પાિકગ, સ્વાગત, શુસોભન, સ્ટોલ જેવા વિભાગોમાં કામની વહેચણી કરી હતી અને આ ર્ધાિમક કાર્યને પાર પાડ્યું હતું

આ મંડપ મહોત્સવમાં અનેક નામીઅનામી સેવાભાવીઓએ પોતાની સેવા આપી હતી. જેમા મુખ્યત્વે કડછ ગામના સરપંચ પોલાભાઈ કડછા, સવદાસઆતા, અને સમસ્ત ગ્રામજનોનો સહયોગ મળ્યો હતો.

કડછ ગામના સરપંચશ્રીનો સંદેશ

મહેર એકતા અખબાર ટીમે મંડપ વિરામ બાદ ગામના સરપંચશ્રીની મુલાકાત લીધી ત્યારે ગામના સરપંચશ્રી પોલાભાઈ ગાંગાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, મને અને પુરા ગામને મંડપ ધામધુમથી પૂર્ણ થયાની ખુશી છે. મંડપ દરીમ્યાન સમસ્ત ગામે પુરેપુરો સાથ અને સહકાર આપ્યો તે બદલ સમસ્ત પુરામ ગામનો ખુબ ખુબ આભાર આ સાથે આસપાસના ગામડાઓએ પણ સહકાર આપેલ તેનો પણ આભાર વ્યક્ત કરૂ છે. અમે માત્ર મંડપ જ નથી કર્યો સાથે સાથે મંડપના વધેલા પૈસામાંથી ગામનો વિકાસ પણ કરીશું મંડપની દોરી અંગે જણાવતા કહ્યું હતું કે આજુ બાજુના ઘણા ગામડાઓ અમને કિધેલું કે, અમે તમારા ગામની દોરી છોડી જઈશું પરંતુ અમે નક્કી કરેલ હતું તે પ્રમાણે મંડપની દોરી ધામધુમથી વાજતે ગાજતે રણુજાધામ મુકી આવેલ બીજુ કે, અમે ગુલાલ ઉડાડી કોઈના કપડા ખરાબ કરવા માગતા નહોતા તેથી તિલક પ્રથા પણ અપનાવી હતી

પોલાભાઈએ અંતે વધુમાં ખુશી સાથે જણાવ્યું હતું કે, મારી જીંદગીમાં મારા ગામમાં પહેલી વખત આટલી મોટી એકતાના મને દર્શન થયા તેની મને મંડપ કરતા પણ વધારે ખુશી છે. કારણ આખુય ગામ હળીમળીને આ કાર્યમાં જોડાઈને તન, મન અને ધનથી ખરા હદ્યથી કામે લાગ્યું હતું.

કડછ ગામે મંડપ નિમીત્તે યોજાયેલ સંતવાણી

સનાતન ધર્મના નેજાધારી શ્રી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપની મોજ માણવા આવેલ ર્ધાિમક ભકતજનો મનોરંજન, લોકસાહિત્ય અને ભજનમય બને તે માટે તા.રપના રોજ હરસુખગીરી ગૌસ્વામી (ચિકાસાવાળા), શ્રીભીખનગર બાપુ, શ્રીબળવંતગિરિબાપુ, અને સાથીકલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો, તા.ર૬ના રોજ કડછ ગામની પ્રખ્યાત શ્રીકાંધલીકૃપા રાસ મંડળીએ મણીયારો, ઢાલતલવાર રાસ, તલવાર અને લાઠીની પટ્ટાબાજી રજુ કરેલ હતી જેમાં મહેરના દુહાછંદ પુંજાભાઈ કારાવદરા અને શ્રીમુળુભાઈ બારોટના કંઠે ગવાયા હતા તેમજ અરજનભાઈ જાડેજાએ ઢોલ અને પુનિશ અને જમાલે શરણાઈના સાદ પુરાવ્યા હતા. તા.ર૮ એટલે કે, મંડપની આગલી રાત્રીના ૧ લાખ જેટલી માનવ મેદનીને લોકડાયરાના કલાકારો શ્રી લખમણ બારોટ અને પરષોત્તમ પરીએ આખી રાત ભજનલોકગીતો પીરસ્યા હતા. જયારે લોકસાહિત્યકાર અને હાસ્યરસની વાતો દેવરાજભાઈ ગઢવીએ કરીને સમગ્ર જનતાને જકડી રાખી હતી. જયારે બીજી બાજુ મંડપમાં કડછ ગામના ગૌ પ્રેમી કેશવભાઈ કોળી અને ધરશન ગામના ગૌપ્રેમી નાગાભાઈએ ગૌસેવાનું મહત્વ તથા મહેર જ્ઞાતિના જવામર્દો અને ઈતિહાસની કથાઓનું વર્ણન કરી સારી એવી મેદનીને જકડી રાખી હતી. તા.ર૯ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં નાગાભગત (મૈયારી વાળા), પુંજાભાઈ કારાવદરા (પાતા વાળા) અને કિશોરભાઈ વાઘેલાએ દેશી ભજનોની સરવાણી વહાવી હતી.

કડછ મંડપમાં ઉપસ્થિત સાધુ સંતો

સતાધારના મહંતશ્રી જીવરાજબાપુ, શ્રી દામબાપુ, શ્રી વિજયબાપુ, જુનાગઢથી શેરનાથબાપુ, છત્રાવાથી દુલા આતા, લીરબાઈ આશ્રમથી લખુબાપુ અને દેવી મા, ગોરસર મામા પાગલ આશ્રમથી વણઘા ભગત, કડછ જાગનાથ આશ્રમના મહંતશ્રી સહિતના સંતોમહંતો ઉપસ્થિત રહયા હતા.

કડછ મંડપની વિશેષતા

()કડછ ખાતે યોજાયેલા મંડપમાં મહેર એકતાની ટીમે કડછ ગામના કેટલાક કુંટુબોની મુલાકાત લીધી હતી ત્યારે કડછના દરેક ઘરે પ થી પ૦ જેટલા મહેમાનો હતા. ઘરે ઘરે લગ્ન જેવો માહોલ હતો, ગામના અમુક ઘરે તો પાંગતમાં જમણવાર ચાલુ હતો. () કડછ ગામના પરીવારો, ધંધાર્થી કે નોકરી અર્થે બહાર ગામ ગયા હતા અને ત્યાં વસવાટ કરતા હોય તેઓ પોતાના પરીવાર સાથે અઠવાડીયાથી જ કડછ ગામમાં મુકામ કરી મંડપનો લાભ લીધો હતો ()ગામમાં વસવાટ કરતા કુટંબો પોતાનું દુધ જાતે જ મંડપના રસોડા વિભાગમાં પહોચતું કરતા જેના કારણે છેલ્લા આઠ દિવસથી કડછ ગામની પ્રત્યેક ડેરીઓ બંધ રહેતી હતી અને ગામના ટેકટર માલીકોએ પોતાના ટેકટર પ્રસાદ માટે કામે લગાડ્યા હતા. તો રીક્ષા ચાલકોએ પોતાની રીક્ષા મંડપના કામે લગાડી નિસ્વાર્થ સેવા બજાવી હતી. () આ મંડપ માટે કડછ ગામના યુવાનો દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારી ચાલી રહી હતી.() કડછ ગામના આ આઠ દિવસીય મંડપ મહોત્સવમાં અબીલ અને ગુલાલ ઉડાડવાનું બંધ રાખેલ હતું અને તિલક પ્રથાને અપનાવી હતી જે પ્રેરણા અને આવકારદાયી હતું () ૧ લાખ પણ વધારે જનમેદની હોવા છતા ધક્કામુકી, ચોરી થવી, જેવી દુઃખદ ઘટના એક પણ ન બની શાંતિ અને ભાઈચારાનો માહોલ છવાઈ રહ્યો હતો.

મંડપ ઉપસ્થિત

જ્ઞાતિ અગ્રણી

બાબુભાઈ બોખીરીયા (પૂર્વ સિચાઈ મંત્રી), કરશનભાઈ ઓડેદરા ધારાસભ્યશ્રીકુતિયાણા, ભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્યશ્રીમાંગરોળ, રામદેભાઈ મોઢવાડીયા, ભનુભાઈ ઓડેદરા (પટેલ), સુકાભાઈ આંત્રોલીયા, રમેશભાઈ ઓડેદરા (પટેલ), ભાયાભાઈ રાતિયા, સામતભાઈ ઓડેદરા, ભરતભાઈ મોઢવાડીયા, રાજુભાઈ રાતિયા, કાંધલભાઈ જાડેજાપોરબંદર, કાનાભાઈ જાડેજાપોરબંદર, એભાભાઈ કડછાપોરબંદર, કરશનભાઈ જાડેજાજુનાગઢ, લખમણભાઈ જાડેજાજુનાગઢ, ગિરીશભાઈ જાડેજામુંબઈ, ગોગન આતામુંબઈ, ગગુભાઈ જાડેજામુંબઈ,

સૌનો આભાર વ્યક્ત કરતા માધવપુર પી.એસ.આઈ.

કડછ ગામે યોજાયેલ શ્રી રામદેવપીરજીના મંડપ દરમ્યાન કાયદો, વ્યસ્થા અને સલામતી માટે માધવપુર પી.એસ.આઈ સહિતના ૪ર પોલીસ જવાનો ખડેપગે રહયા હતા. મહેર એકતા અખબાર ગૃપે પોલીસ છાવણીની મુલાકાત લીધી ત્યારે માધવપુરના પી.એસ.આઈ. રામાનંદી સાહેબે જણાવ્યું હતું કે આટલી માનવ મેદનીએ નાતજાતના ભેદ ભૂલી સફળતાપૂર્વક આ ધર્મ મહોત્સવને માણ્યો અને સૌએ શાંતિ જાળવી અને કોઈ અનઈચ્છીય બનાવ ન બન્યો તે બદલ આયોજક મંડળ અને ગ્રામજનોનો સહિત સૌનો આભાર પણ વ્યકત કર્યો હતો. અને તેના મુખ પર ખુશી જણાતી હતી.

Read Full Post »

જય લીરબાઇમાં વંદન કરીએ વાંરવાર.
છોટા શિશુ બની આવ્યા છે જગમાં,
લઇ તવ સ્મૃતિ ઊભા છીએ તવકુરા,
સ્નેહભરી દૃષ્ટિથી સ્મિત આપજો માં,
આપશો તવ શરણોમાં મુજને સહવાસ,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

સંસાર સાગરમાં ઊભા છીએ આ પાર,
સુખ-દુઃખ ચીત અને વર્ષા ઇ સંસાર,
અહ રહયા છીએ હે માંન તુજ મના પર,
અભ્યાસના પંથે પગલાં પ્રસ્થાપિત કરાવી,
માત મારી નાવ પહોંચાડો ભવ સાગરને પાર,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

મારી ભકિતમાં એકજ શકિત આપજે માં,
વિદ્યા ઊન્નતિનાં શિખર સાથે અપડાવજે માં,
બીજુ નહ દિન કે દિલ સો આપવા શકિત દેજે માં,
નિરાશા મહી, આશા નો દિપ જવાલ જે માં,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

—- મોઢવાડીયા પરબત એ.,
કોલેજ રોડ, જુનાગઢ.

Read Full Post »

ઓડદર ગામે તા.૧૯મીએ સમસ્ત મહેર સમાજનું સમુહ ભોજન

ગુરૂ ગોરખનાથની અખંડ આરાધના, અખંડ નિઃસ્વાર્થ સેવા, નિષ્ઠા ભકિત અને દરેક જીવ સાથે પ્રમેભકિત તથા ગોરખનાથનાં સેવાના પાઠ સૌ ભકતોના જીવનમાં ઊતારનાર પોરબંદર નજીકનાં ઓડદર ગામની ગુરૂ ગોરખનાથની જગ્યા (મંદિર) ના સંત છોટુનાથ બાપુના સાનિધ્યમાં સમસ્ત મહેર સમાજનો સમુહ ભોજન કાર્યક્રમ આગામી તા.૧૯ ફેબ્રુઆરીનાં યોજવામાં આવશે.
રાણાવાવ નગરપાલિકાનાં પ્રમુખ સામતભાઇ ઓડેદરાના બન્ને પુત્રોને ગુરૂમંત્ર આપવાની ર્ધાિમક વિધિ પણ મહંત છોટુનાથબાપુનાં હસ્તે કરવામાં આવશે. અને ૧૯ ફેબ્રુઆરીએ સમસ્ત મહેર સમાજનાં સમુહ ભોજનની તૈયારીઓમાં પણ છોટુનાથબાપુએ પોતાનાં આશિર્વચન પાઠવી દીધા છે. ધાર્મિક ઊત્સવની સાથોસાથ મહેર સમાજનાં સમુહ ભોજનમાં અંદાજે એકાદ લાખ લોકો ભાગ લેશે તેવા અંદાજ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ  યોજાનાર આ સમુહ ભોજન પ્રસંગને અનુરૂપ સેવાયજ્ઞમાં કોઇ પણ વ્યકિત પાસેથી એક રૂપિયાનો પણ ફાળો લેવામાં આવતો નથી.

==================================================

પોરબંદરમાં સાંઇબાબા મંદિરે દર ગુરૂવારે ખીચડીની પ્રસાદીનું આયોજન

પોરબંદરનાં સુવિખ્યાત સાંઇબાબા મંદિરે હવેથી દર રવિવવારે પણ ખીચડીની પ્રસાદીનું આયોજન દાતા દ્વારા કરાયું છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કેશુભાઇ સીડા તથા ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ ઊષાબેન કેશુભાઇ સીડા દ્વારા દર રવિવારે સાંજે છ વાગ્યાથી ખીચડીની મહાપ્રસાદી સાંઇભકતોને નરસંગ ટેકરીના સાંઇબાબા મંદિરે આપવામાં આવે છે.
અત્યાર સુધી દર ગુરૂવારે મંદિરે દાતાઓ દ્વારા ખીચડીની મહાપ્રસાદી અપાતી હતી જેનો હજારો સાંઇભકતો લાભ લેતા હતા. ત્યારે હવેથી ગુરુવારની સાથો સાથ રવિવારે પણ પ્રસાદીનું આયોજન કરાયું હોવાની તેનો ભકતોને અચુક લાભ લેવાની યાદસ સાંઇબાબા મંદિરના પુજારી જગદીશભાઇ વ્યાસે પાઠવી છે.

==================================================

લીરબાઇ આશ્રમ ધરમપુરમાં વિવિધ ર્કાિમક કાર્યક્રમો યોજાયા

રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે આવેલ શ્રી લીરબાઇમાં આશ્રમ ખાતે તા. ૩૧/૧ર/૦૯ના રોજ શિવલિંગ તથા ભોળાનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મહારૂદ્ર યજ્ઞ, સામુહિક ભોજન તથા રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તથા પ્રખ્યાત ભજનીક હરસુખગીરી ગૌસ્વામીએ સંતવાણીની શુરાવલી વહાવી હતી. તથા તા. ર૮/૧/૧૦ના રોજ આઇશ્રી લીરબાઇમાંની ૧૩૪મી પુણ્યતિથી એ પણ સામુહિક પ્રસાદી તથા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં દેવરાજ ગઢવી (સાહિત્યકાર) ઊપલેટા વાળા, કાળુભાઇ આહિર (ભજનીક) આસિયા વદર વાળા, તથા સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આયોજક શ્રી લખુબાપુ તથા સર્વે ભકત મંડળએ ભારે જહેમત ઊઠાવી હતી.

==================================================

ફટાણા ગામે બાર પ્રહર પાટોત્સવ સંપન્ન

પોરબંદર ચાલુકાના ફટાણા ગામે તા.ર૦/૧/૧૦ના રોજ શ્રી રામદેવજી મહારાજનો બાર પ્રહર પાટની ઊજવણી કરવામાં આવી હતી. જેમા સંતવાણીના કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજનીક કલાકાર શ્રી કાપડી પરીવાર તથા બીજા દિવસે ભજનીક કલાકાર શ્રી અરવદગીરી (ભેટકડી વાળા)એ ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.
આ શુભ પ્રસંગે સાધુ સંતોએ ઊપસ્થિત રહી આર્શીવચન પાઠવેલ હતા. તથા સામુહિક ભોજન વગેરે કાર્યક્રમનું પણ આયોજન આયોજક શ્રી જયમલભાઇ દેવાભાઇ ઓડેદરા હાલ (યુ.કે.) લેસ્ટર તરફથી કરવામાં આવ્યુ હતું.

==================================================

શીશલી ગામે બાર પહોર પાઠ સંપન્ન

પોરબંદર તાલુકાના શીશલી ગામે તા. ૧૭/૧/૦૧૦ના રોજ મહાસુદ બીજ નિમીતે બાર પ્રહર પાઠની ઊજવણી શ્રી લીરબારઇ મંદિરે કરવામાં આવી હતી તથા સમસ્ત શીશલી ગામનું જમણવાર, સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિવિધ કાર્યક્રમનો ખર્ચ ગોરાણા ગામના વતની અને હાલ યુ.કે. વસવાટ કરતા લીલાભાઇ રામભાઇ મોઢવાડીયા તરફથી કરવામાં આવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા શીશલી ગામના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

===================================================

પોરબંદરનાં ગોસા (ઘેડ) ખાતે બાર પહોર પાટોત્સવ સંપન્ન

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારનાં કોસ્ટલ હાઇવે ૮ ઇ રોડ ઊપર આવેલા ગોસા(ઘેડ) ગામે વિસાણા ફળીયામાં આવેલ શ્રી રામદેવપીર અને આઇશ્રી લીરબાઇઆઇની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૧ ન ારોજ મહાબીજની ઊજવણી લીરબાઇઆઇની જગ્યામાં રામદેવપીરના બાર પહોર પાટોત્સવ સાથે સંતવાણીનો કાર્યક્રમ ખુબ જ ધામધુમ પૂર્વક સમસ્ત ગોસા(ઘેડ) ગામ દ્વારા જગ્યાના પુજારી સેવક ભકત રાજશી ભગતનાં નેજા હેઠળ ઊજવવછામાં આવ્યો હતો.
આઇ શ્રી લીરબાઇમાંની હયાતીમાં ગોસા (ઘેડ) ગામે થાપો (પાંજો) દઇને સત વર્ત્વેલ એ જગ્યાએ દર સાલ મહાબીજ અને અષાઢી બીજની ઊજવણી સમસ્ત ગામના સાથ સહકારથી ભકતરાજશી ભગત દ્વારા કરવામાં આવે છે. જગ્યામાં ભકિતભાવ સદૈવ ચાલુ રહે છે. આ વર્ષે પણ મહાબીજની ઊજવણીનાં આયોજન પુર્વ ભકત રાજશી ભગત ગોસા(ઘેડ) ગામના આગેવાનો તથા સરપંચ મેરામણભાઇ આગઠ, ઊપ સરપંચ વિરમભાઇ આગઠ, વેપારી આલમના આગેવાનો સહિતનાં અગ્રણીઓને જગ્યામાં બોલાવી મહાબીજની ઊજવણીનાં આયોજન સબબસ સભા બોલાવી હતી.
ઊપસ્થિત આગેવાનોની ચર્ચા વિચારણાના અંતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ બીજનાં દિવસે લીરબાઇ આઇશ્રીની જગ્યામાં નકલંક નેજાધારી બાબા રામદેવપીરનાં બાર પહોર પાટોત્સવ તેમજ આ પ્રસંગે ઊપસ્થિત મહેમાન ભકત સમુદાય માટે મહાપ્રસાદીનું બે દિવસ સુધી તેમજ મહાબીજનાં દિવસે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
લીરબાઇમાંની જગ્યામાં તા.૧૭ નાં રોજ સાંજના ચાર વાગ્યે બાબા રામદેવપીરના બાર પહોર પાટોત્સવનાં સામૈયા લીરબાઇઆઇની જગ્યાએથી નિકળેલ. સાંજનાં ૯ કલાકે પાટોત્સવનું કુંભસ્થાપન કરવામાં આવ્યું હતું. તા.૧૭ ને રવિવારનાં રોજ બાર પહોર પાટોત્સવનાં શુભારંભની રાત્રીનાં ૧૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ કાર્યક્રમમાં વિજયભાઇ ગઢવી (ખંભાળીયા વાળા) રમેશગીરી ગૌસ્વામી (ભાવપરાવાળા) સાથે સાજીંદાઓમાં પ્રભુદાસ (મોઢવાડા) તબલામાં કલ્પેશ ભાઇ (પોરબંદર-કડીયા પ્લોટ) બેન્જોમાં દિલીપભાઇ (કુતીયાણા) અને મંજીરાનાં માણીગર કિરીટભાઇ તથા કામાભાઇ પોતાની કલા પીરસી હતી. અને આખી રાત ભજનોની રમઝટ બોલાવી હતી. રામદેવપીરના બાર પહોર પાટોત્સવમાં અખંડ ૩૬ કલાક ગાદિપતિ તરીકે ગોસાનાં બાવાજી વશરામગીરી કાશીગીરી ગૌસ્વામી તથા કોટવારી રામદેવપીરના ભકત માલદેભાઇ નથુભાઇઆગઠ નિમાવેલ હતી. આ બાબા રામદેવપીરના પાટોત્સવના દર્શનનો લાભ અંદાજે ર૦૦૦ થી વધુ જેટલા ભાવીક ભકતજનોએ લીધો હતો.

====================================================

Read Full Post »

* ખાંભોદર ગામે વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા *

પોરબંદર તાલુકાનાં ખાંભોદર ગામે તા-૧૨-૧૦-૦૯ ના રોજ શ્રી વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સવારના હોમહવન,કળશવિધિ (મીંડુ), સમસ્ત ગામનું સામુહીક ભોજન, દાંડીયારાસ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવરાજભાઇ ગઢવી, અરવિંદગીરી ગૌસ્વામી સહીતનાં કલાકારોએ ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી.

આ મંદિર નિર્માણકાર્ય માટે સમસ્ત ગોઢાણીયા પરિવાર, મોઢવાડીયા પરિવાર, ખિસ્તરીયા પરિવાર અને રાણાવાયા પરિવારે, પોતાની કુળદેવી શ્રી વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ કાર્ય માટે આશરે ૧૫ લાખ જેટલો ફાળો એકત્ર કરી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગને સફળ બનાવવા માટે સમસ્ત ખાંભોદર ગામ અને આસપાસના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.                                  ——–અહેવાલ: ભીમભાઇ ભુતિયા

 

Read Full Post »