Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ભાષા’ Category

ઇંદ્રને પણ ઇર્ષા થાય… એવા… મહારાજ દશરથના દરબારમાં… જયારે… મહારાણી કૈકૈયનો કરિયાવર ભળ્યો…”ને સાચા મોતી મંડયા સંજવારીએં… વળાતા…” ત્યારે… આખીય અવધને ઇ હરખનો આફરો ચડયો…” અને અડેજને? કારણ…કે…
હતી સો સો પોઠયું સામટી…,
ને વળી ઘોડા… ને હાથી ઘણાય…!!
પછી સાચા મોતી સંજવારીએ…
ને રજો… વેળૂ… ભેળા… વળાય…!!

આવા કૈકૈને ગાંડા કરી મેલે એવા ક્રોડમૂલા ઇ કરિયાવરમાં… કથિરનો એક જ કટકો આવી ગ્યો…!! જેણે આખીય અવધને… ખેદાન-મેદાન કરી નાખી…! એવી…. ઇ મનમેલી મંથરા… આમ જુઓને… તો મહારાજ દશરથો… સવા મફતમાં મળી તી!! પણ…
મફતમાં મળેલી ચીજું કયારેક એવી માઘી પડે છે…!! કે આપણે…. ત્યાં…. કહેવત પડી ગઇ… કે… “સાઘુ… માઘાને… તાણી જાય…!! અને ખરેખર તાણી ગઇ…!!! ક્રોડમૂલી કૈકૈયના ગણ… પછી ગોત્યાય નો જડયા…!!! અરે એટલું જ નહ… મહારાજ દશરથના પ્રાણ…, અવધની… ખુશી…., ચાંદલો…. ઇ બધુંય આ ભાઇમૂઇ ભરખી…. ગઇ…!!!… કારણ…
ઇ કંચન હારે…કથિરનો…
ને આ આવેલ કટકો એક…,
એણે ભાવી રૂપાળું ભરખીયું,
ને વેળી… નાૃપત માર્યો નેક…!!!
અતિશય ભોળા… અન્ન્દાતાનો… એને એકેય ગણ આડોનો આવ્યો…!! અને રામને રાજતિલકના જયારે ગાજે નાદ ગગનમાં… એવા સરપમાં સમયે.. એણે મહારાજ દશરથની… માૃત્યુ નાધ.. લખી નાખી…!! નહતર વીધીનેય .. આવી વિકરાળ વાતુલખતાં.. વિવેક નડે !.. પણ .. આ કાળમૂખીને કાંઇ નો નડયું.. !! નહતર..
જે લખતા… વાત.. લલાટમાં…
 ને આ વિધિય… રાખે… વિવેક…,
પણ… મૂદલ… ધ્રુજી નો મંથરા…
એને આડો ન આવ્યો ગણ એક…!!!

અને આ કાળમૂખીની ઇ કપટ લીલા.. કૃશાગ્ર બુધ્ધીની કૈકૈયનેનો સમજાય.. ઇ પણ એક અજાબી જ ગણાય ને…!!! અને ભાવીને ભગવાનના ઘરનો પણ ભય નો લાગ્યો ..!!! અને ઇશ્વર જેવા ઇશ્વરની પણ આ કેવી ગજબની તટસ્થતા.. કે… જયારે બ્રહ્મ જેવા બ્રહ્મનો (પોતાનો) બાપ મરતો હોય.. ત્યારે પણ ઇ એકાદ દાંડીનું ગ આઘુપાછુ નો કરો.. !!! નહતર એને કોણ કાન ઝાલીને કહેનારૂ.. હતું ? પણ નહ.. કરમની આગળ કુદરત પણ લાચાર છે. હો અને તેથી જ દશરથની જીવનદોરી.. એણે જરાક કેટલીયે નો લંબાવી.. જેથી કરીને પિતા પુત્રની કાંધે ચડી શકે… પણ વિશ્વંભરની આ વિવશતા કે જયારે..
એક આંગળ દોરી અવધેશની..,
ને એણે લાંબી ન કરી લવલેશ..!!
અને પિતા જ ગણીને પરમશે..
તો સાંધી ન થોડીક શામળા..???
અને પછી તો બ્રહ્મના બાપનેય.. કોકની કાંધે ચડવું પડયું હો..!! અને કાૃપા સિંધુ પોતે જ કઠોર થઇ જાય.. ધોબીને મંથરાના .. ધોખા.. શું શું કરવા..? કારણ કે,
ધોખો ન કરીએ કદિ ધોબી કે મંથરા તણો..
એમાં રામના કુળનું કયાં હતું રૂવાળું..???
પણ સુખ માટે સૂતના માર્યો પતિને માનૂની..
એવી કૈકૈયને કરજોડે તોય તું કૃપાળુ..???
પણ ઇશ્વર જેનું નામ…!! અને હરખ શોધની ન આવે હેડકી..!! ને.. વળી તાૃણવત.. ગૂના તમામ..!! અને એટલે જ ઇ  આપણા હિમાલય જેવડા ગુનાની પણ ક્ષણ એકમાં ક્ષમા આવી દયે.. ( પણ જો એનો ગુનો કર્યો હોય તોે..) બાકી પણ એના ભકતનો અપરાત ઇ કયારેય માફ નો કરે..
અને તેથી જ એણે કૈકૈયની કાન ભંભેરણી કરનાર.. મહા ખેપાની.. મંથરાને પણ માફ કરી દીધ..!! પણ.. ભરત…?? એના હ્ય્દયનો રાજા રામ જો વન જાય.. તો એના વિરહમાં ઇ વૈકુંઠે સળગાવી નાખે.. હો..!! કારણ .. કે..
જે વૈકુંઠ ગીયાનો વિહરે..
ઇ વન ગીયા શે વિહરાય…?
એના કાળજા પૂગે કૈલસાસમાં… ને..
વળીયમથી પણનો અજરાય…!!
જેના કાળજાનો કટકે કટકો કૈલાસની કેડીયૂં ખૂંદી.. ને વૈકુંઠમાંય વાંહો નો મેલેને યમ જેવા યમથી પણ નો અજરાય.. એને વન શું વિસાતમાં…?? એટલે ભરત ભાગ્યો ભાઇને.. ગોતવા હો પણ જાતા.. કકળતા હૈયે.. એણે માં કૈકૈયને એટલૂં જ કીધું કે જે પ્રભુને પુછીને.. હું પછી જ પાણી પીતો ઇ અવધનું પાણી.. હવે આજથી (મુને) અગરાજ છે.. પણ હે કાળમુખી કૈકૈય મારા મારની રજા નથી ને એટલે.. ગાદિએ બેસીને તારૂ ગળું દબાવવાની લાલચ હું જતી કરૂં છું..!!
નહતર તે માગેલ વચન મુજબ તો મારે.. સૌથી પ્હેલો સહાસને ચડીને.. તારાને મંથરાના ત્રણ ત્રણ કટકા કરી કાગડાને-કુતરાને નાખીને ન્યાય જોઇએ.. પણ.. આ અવધના ધણીની આજ્ઞા વગર.. ઇ બધુંય કેમ કરવું…?
અને હે કુળ હત્યારી કૈકેય.. હું તારા જેવા કાૃતઘ્ની.. તો કેમ થઇ શકું ? મારૂં તો રૂવાડે રૂવાડું.. રામને આધીને છે. અને મહારાજ.. દશરથનો દીધેલો… આ દેશ.. એના કૂળની મર્યાદા કેમ ચુકે..??
આવું ભગ્ન હ્ય્દય ભરતનું જોઇને કૈકૈય મંડી કંપવા… ને એનેય રાંડયા, પછી રામ.. હ્ય્દયમાં.. આવ્યા.. ને બધોય દોષ દીવા જેવો દેખાયો… ને એમાંય ભરતનો આ સવાલ એને આકુળ…-વ્યાકુળ કરી મેલે છે…કે..
હતો ભાવ ઝાઝો.. ભરત કે ભયંકર તોય પણ..
આવી કાળજે આંટીમાં તને કયાંથી પડી તી…??
હવે મુખ સંતાડવું.. કિયાં… મલકમાં..??
આવી ઝેરથી કડવી.. જનેતા મને જડી તી..??
આવડા મોટા મલકમાં… કમજાતની કયાં કમી હતી, કે તું મારી જ માઇ થઇ..??.. હે..?? અને.. અને… રામ તો તારા હ્ય્દયનો ટૂકડો હોય.. એવું ઇ હેત ને ઇ વ્હાલપ આજ આટલી વિકરાળ… બની ગઇ…?? ગજબ કહેવાયને..?? અને..
ભરત જેવું ભલપણ જન્માવતી તારી કરૂણામય કુળમાં ભયંકર ઝેર કોણે ભર્યુ..?? પણ ત્યાં તો કુશાગ્ર બુધ્ધીની કૈકૈયને હૈયું.. મંડયુ કડાકા.. કરવા.. હો.. ઇ શું કહે છે ??
જે દૂધ સાકરમાં દળીતી મીઠા મધ ઝેરની પડીકી..!!
ઇ નધની મંથરા.. મારી આ જીભને ટેરવે ચડી તી..!!
અને… જેની ફાળથી ફફળતા આ પારેવડાં સાવ ભોળા..
ઇ કપાતર કરિયાવરમાં… દિકરા મૂને દાયજે મળી તી..!!

અને ઇ દાય જે.. આજ આખી અવધને માથે દુઃખ ડુંગર ખડકી દીધા..!! અને કરમની પાટ જેવી… કૈકૈયને.. એણે કાળમુખી… કહેવરાવી દીધી..!! અને તેથી… જ..
મળે કદિ મંદરા જેવો મફતમાં,
તો પણ (ઇ) દાયજો વાળે દાટ…!!
આ અવધ આખી આજ લૂંટાણી..
ને ગીયો સોળના ભાવે સમ્રાટ..!!!
જેના શાસનની સ્વર્ગમાંય સરાહના થતી..!! અને જે પાણી માગે ત્યાં દૂધ.. અને દૂધ માગે ત્યાં અમરતના ઘડા ઊતરતા… એના અગ્નિ સંસ્કરમાં એક પણ આપ્તજન નહોતું..!! હને ઇ કાળજાના કટકા જેવા ચાર ચાર સુપુત્રો છતાંય એને કોકની કાંધે ચડવું પડયું..!! કારણ કે..
પિવતીની આ વેળાએ ભરતને શત્રુઘ્ન તો મોસાળે ગ્યા તો અને ખાસ વિશ્વાસુ એવા સૌ સગા વ્હાલા.. રામની હારે રોતા રોતા..
સહુ વેધૂ ગીયા… વળામણે..
નેબધાં રામને દુઃખે રોય…!!
ત્યાં લગરીક ઊભે શું લખમણો..??
ને સીતા ઊભે શું જોઇ..???
આમ વેધૂતો બધાં વળાવવા ગ્યા તાં, ત્યારે ઊજજડ જેવી અયોધ્યામાં સમ્રાટના હિતશત્રુ હિતશત્રુઓ સિવાય બીજુ કોણ હતું કે કાણ માંડે..??
અરે જેના ખરખરાનો પણ ખેદો થાય.. અને ઇંદ્રને પણ ઇર્ષા આવવા માંઠે..!! (ઇન્દ્રનો ઇ સ્છભાવ છે..!!) એવો સવાલ ભલોઇ સમ્રાટ.. અને તોય..
એની કાણે નો આવ્યું કૂતરૂ..
જેને ખરખરે (પણ) ખેદો થાય..!!
નહિતર સતીયુ ઘણી સમ્રાટને…
ને વૈકુંઠ લગ વળાવવા જાય..!!
જે સત જૂગના સમયે સતી થવાની પણ સ્પર્ધાઓ થતી..!! અને સ્વજનોને સ્વર્ગમાંય સથવારો કરવા.. વૈકુંઠ સુધી વળામણે જતી ઇ અૈશ્વર્ય આજ ઓશિયાળુ બન્યું..!!
એવી જોગમાયા સમી જનેતાઓ.. જેનો આ દેશમાં કદિ દુકાળ નોતો પડયો એવા સમયે..
દગાખોર હતા ઇ બધા ડાઘુ બન્યા.. ત્યારે કૈકૈયને મોઢે કાણ માંડવા તો કોણ આવે.. ?? અને મહાખેપાની મંથરા..?? ઇ આ વખતે શું કરી તી..?? તો કે,
જેમ ઝાળમાં વધે ઝવાસો..,
તે બળતું દેખીતે બહું પોરહાય..
એમ મંથરા સેલારા મારતી..
ને આ દઃખના દરિયાની માંય..!!
જેણે બીજાના ઘર બાળવા માટે જ જન્મ લીધો હોય એવી વિઘ્નસંતોષી.. અને મહા નીચ મંથરા.. ઇ તો આ વિપતના વાદળ ચડયા ભેગી જ આફતમાં પુર આવવાથી બસ રાહ જોઇને બેઠી તી.. મોજથી મંડી … સેલારા મારવા…!!
    સમાપ્ત…
—————– રામભાઇ એચ. વદર, જૂનાગઢ

Advertisements

Read Full Post »

“ક”

કબુલ-મંજુર કસ-માલ કરપા-કૃપા કરસ્યો-લોટો
કમારથું-ઊધમી કસવાટ-અણગમો કઢંગી-ઢંગ વગરની કરગઠીયાં-નાના લાકડા
કરોયાં-બહેન, ભાણેજ કરોધ-ગુસ્સો કબાડાં-ગોરખધંધા કતૂત-ખરાબ
કતડ-તોફાની કપાતર-કુપાત્ર કમોત-અપમૃત્યુ કરાં-કરું
કરણી-કર્મ કટાણું-અસૂરવેળા કલેજું-કાળજું કરતુત-દુષ્કૃત્ય
કજોડ-અસમાન કલોયું-કાચું કવેણ-કડવું વચન (ગાળ) કરો-પછીત,દીવાલ
       
       

“કા”

કાંઉ-શું? કાણો-આંધળો કાયર-ડરપોક કાયા-શરીર
 કારૂં-અધમ  કાળ-સમય  કાર-કયારે કાતરવું-વેતરવું 
 કાતરે-જમે છે  કાંધ-ખંભો કાગડો-ચાલાક   કામ-કાર્ય
 કાસળ-હત્યા  કાણ-ખરખરો  કાસળી-પોતિયું,ધોતી કાસો-અજાણ 
 કામણ-સંમોહન  કામઢું-કાર્યશીલ કાગર-કાગળ   કાંઠો-કિનારો
કારજ-ક્રિયા(મરણોત્તર) કાલો-તોતડો  કાફર-નાલાયક   કાણો-અંધ
 કાયર-ડરપોક  કારી ફાવવી- મેળ પડવો કાલે-(આવતી/ગઇ)કાલ   
       

“કી-કિ”

 કીણો-કોનો  કીવો-કેવો કીજો-કહેજો  કીણ-કહેણ 
 કીપાસ-કપાસ  કીની-ક્યાં?  કીં-કેમ?  કીરતાર-ભગવાન
 કીતવાડી-પાણીનીં રમત      
       
       
       

“કુ-કૂ”

 કુંખ-ગોદ કુંટો-કુંપળ   કુળ-જાત  કુણ-કોણ?
 કુસો-કચરો  કુળતું-પહેરણ કુણો-નરમ,પોંચું  કુસી-ચાવી (તાળાની) 
 કુણી-હાથની કોણી કુંવારો-અપરણિત     
       
       
       

“કે-કૈ”

કે-કહે કેદું-કયારે કેહ-કહીશ કેર-અત્યાચાર
કેસ-ગુનો (કાયદાકીય)      
       
       

“કો-કૌ”

કોપ-આફત  કોસવાવું-રડવું કોસવું- ભાંડવું કોઠો-કિલ્લો
કોઠું-દગો કોરૂં-ચોપડીયા વિનાનું કો-કેમ  કોથરો-ગુણયું,શણીયું 
 કોરીયો-બટકું (ભોજનનું) કોરતાર-ભગવાન  કોરો-સુકાયેલ   કોગરો-કોગળો
 કોડો-મુર્ખ      
       
       

“કં-ક:”

કંકાસ-ઝગડો      
       
       
       

નમ્ર વિનંતી :- ’મહેર એકતા’નાં સર્વે વાંચકમિત્રોને આપણી લોકબોલીનાં શબ્દો, તેમનાં અર્થ સહીત, અહીં ચર્ચાનાં પાના પર કે મેઇલ દ્વારા લખી મોકલી અને આ શબ્દભંડોળને વિસ્તૃત બનાવવામાં મદદરૂપ થવા વિનંતી કરવામાં આવે છે. સહયોગીઓના આભાર સહ બધા શબ્દો અહીં અને પાક્ષિકમાં પણ વખતો વખત પ્રકાશિત કરાશે. આભાર.

** આભાર સહ **

* અશોક મોઢવાડીયા * ગીરીશભાઇ ઓડેદરા, મુ. હનુમાનગઢ *

Read Full Post »