Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સામાન્ય’ Category

કડછ ગામ સમસ્ત આયોજીત
શ્રી રામદેવપીર મંડપ મહોત્સવ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, કડછ ગામે શ્રી કાંધલી માતાજીના સાનિધ્યમાં સનાતન ધર્મના નેજાધારી શ્રીરામદેવજી મહારાજની અસીમ કૃપાથી કડછ ગામની પવિત્ર ભૂમિ પર શ્રી રામદેવજી મહારાજના મંડપનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો તરફથી કરવામાં આવેલ તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા, ભકતો, ગતગંગા અને ભાઈઓ-બહેનોને અમારૂ ભાવભર્યુ સ્નેહ નિમંત્રણ છે.
* સંતવાણી *
તા.ર૮/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીલખમણ બારોટ અને પરષોત્તમ પરી,
તા.ર૯/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીનાગા ભગત મૈયારી વાળા, કિશોરભાઈ વાઘેલા, શ્રીપુંજાભાઈ પાતા વાળા,મંડપ ખડો થવાનું મૂહુર્ત
તા.ર૯/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
મંડપની પૂર્ણાહુતિ
તા.૩૦/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
ખાસ વિનંતીઃ-(૧)આ ર્ધાિમક પ્રસંગોમાં સૌ ભાઈઓ બહેનોને પધારવા અમારૂ ભાવભર્યું નિમંત્રણ છે. (ર) તા.રર/પ/ર૦૧૧ થી તા.૩૦/પ/ર૦૧૧ સુધી મહાપ્રસાદ અવિરત ચાલુ રહેશે જેનો લાભ લેવા નમ્ર વિનંતી. (૩) મંડપ ખડો થયા બાદ દરેક ધર્મપ્રેમીઓએ પ્રસાદ લઈને જવા વિંનતી (૪) મંડપ ખડો થયા બાદ શ્રીફળનો ઘા ન કરવા વિનંતી, મંડપની સ્થાપના આગળ આવીને શ્રીફળ વધેરવા વિનંતી.
-: નિમંત્રકઃ-સમસ્ત ગ્રામજનો
મું.કડછ
-: શુભ સ્થળઃ-
કડછ ગામથી દક્ષિણ બાજુએ
મું.કડછ, તા.જી.પોરબંદર
-:સંપર્કઃ-
૯૭ર૪૪ ૮૬૧૬૩,  ૯૯૧૮૧ ૮૭૭રર

Advertisements

Read Full Post »

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Read Full Post »

પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે તાજેતરમાં ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિસાવાડા ગામ જે કુટુંબો વિદેશમાં વસવાટ કરે છે. તેઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન શ્રીમહેર સમાજ વિસાવાડા ખાતે રાખેલ હતું.
જેમાં ધોરણ-૧૦માં ડીસ્ટકશન મેળવનાર સાત વિદ્યાર્થીઓને રૂા.૩પ૦૦/- ફર્સ્ટ કલાસ મેળવનારને રૂા.પ૭૦૦ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧રમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ અને બીજા ક્રમે આવનાર બે વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ આપવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૮૦૦ જેટલી રોકડ રકમ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સન્માનિત થયેલા વિદ્યાર્થીઓની યાદી.ધો.૧૦માં શાંતિ હમીરભાઇ મોઢવાડીયા-હાથીયાણી, વાલી નાથાભાઇ મોઢવાડીયા-વિસાવાડા, રણજીત દેવાભાઇ મોઢવાડીયા-ટુકડા, હીરા રામભાઇ મોઢવાડીયા-ટુકડા, હરદાસ ખીમાભભાઇ મોઢવાડીયા, સંતોક પુંજાભાઇ કેશવાલા-વિસાવાડા, ભાવના જેઠાભાઇ કેશવાલા-રાતડી, સતીષ અરજનભાઇ કારાવદરા-રાતડી, વિરમ ખીમાભાઇ ઓડેદરા, કિષ્ના રામભાઇ કેશવાલા-વિસાવાડા, રેખા રામભાઇ કેશવાલા તેમજ ધો.૧રમાં દેવશી સુકાભાઇઓડેદરા-વિસાવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી આપનારઃ-(અરજનભાઇ અરશીભાઇ ઓડેદરા-પોરબંદર, મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા-જુનાગઢ)

Read Full Post »

આપણો દેશ ધર્મપ્રેમી છે. તેમાં પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તો તીર્થની ભૂમિ કહેવાય છે. તેથી અહીના લોકો ધર્મ અને ભકિતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તેમાં આપણી જ્ઞાતિમાં પણ સંતો અને ભકતો થયેલા છે. તે વાતની સાક્ષી આપણો ઇતિહાસ પુરે છે.
આપણા દેશમાં ધર્મપ્રેમી લોકો દ્વારા મોરારી બાપુની તથા અન્ય રામાયણી વકતાઓની રામકથાનુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. તો વળી કોઇ રમેશભાઇ ઓઝા તથા અન્ય ભાગવતાચાર્ય વકતાઓની શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરે છે. તો કોઇ ગિરિબાપુ તથા અન્ય શિવકથાકારોની શિવ કથાનું આયોજન કરતા હોય છે. પરંતુ રોઘડા ગામે શ્રીલીરબાઇ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંગેની વિગત એવી છે કે, કુતિયાણા તાલુકાના રોઘડા અને સિધપુર ગામની વચ્ચે આવેલ ખોડીયાર મંદિરના સાનિધ્યમાં તા.૧૬/૪/૦૧૧ થી તા.રર/૪/૦૧૧ સુધી લીરબાઇ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં તુલસીદાસજી મહારાજ (રોઘડાવાળા)એ પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવેલ હતું.
આ કથાની વિશેષતાએ હતી કે, આપણી જ્ઞાતિની લીરબાઇ માની કથાનું આયોજન પહેલી વખતજ કરાવામાં આવ્યું હતું, તો વ્યાસપીઠ સ્થાને કથાનું રસપાન કરાવતા તુલશીદાસ રણછોડદાસ કાપડી પણ પહેલી વખત જ કથાનું રસપાન કરાવેલ એટલે કે, (અગાઊ તેમણે રામકથા કે, શ્રીમદ્ ભાગવતકથાનું રસપાન કરેલ નથી) તો પણ તેઓ લીરબાઇ માની કથાનું રસપાન પુસ્તકમાં વાંચ્યા વગર પોતાની આગવીશૈલીમાં લીરબાઇ માના ચરિત્રનું એવું તો રસપાન કર્યું કે, કરૂણ પ્રસંગોમાં શ્રોતાજનોની આંખો આંસુથી ભીજાઇ હતી. આ ગામમાં આપણી જ્ઞાતિના માત્ર પાંચ જ કુટુંબ વસવાટ કરે છે. તો પણ આ કથાનું આયોજન કરેલ અને આવા ભગીરથી કાર્યમાં બાજુમાં આવેલ સિધપુર ગામના ગ્રામજનો અને વાડી વિસ્તારના આપણા જ્ઞાતિજનોએ પુરતો સાથ અને સહકાર આપ્યો હતો.
કથાના છઠ્ઠા દિવસે રાણાવાવ નિર્વાણધામ આશ્રમથી સ્વામીશ્રી પરમાત્માનંદગિરિ બાપુ, બખરલાથી નાથા ભગત, લીરબાઇ ભાગવતના નિર્માતા જીવાભાઇ સવદાસભાઇ મોઢવાડીયા, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછા, સહતંત્રીશ્રી વિરમભાઇ આગઠ સહિતના જ્ઞાતિ આગેવાનો ઊપસ્થિત રહેલ હતા.
આ પ્રસંગે સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી બાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, લીરબાઇમા એ અવતારી શકિત છે. અને તે આપણી જ્ઞાતિમાં થયા તેનું આપણને ગૌરવ થવું જોઇએ
આ પ્રસંગે નાથા ભગતે લીરબાઇમાનું ભજન રજુ કરેલ કે, ‘કાચી કાયા કોણે રે ઘડી’ ઘટમાં ચાંદો અને ઘટમાં સુરજ વાલા કાચી કાયા કોણે રે ઘડી.. આ સુંદર ભજન રજુ કર્યુ ત્યારે જાણે નિજાનંદનો અનુભવ થતો હોય એવું લાગતું હતું.
તો લીરબાઇ ભાગવત પુસ્તકના રચયિતા શ્રીજીવાભાઇ સવદાસભાઇ મોઢવાડીયાએ લીરબાઇમાના પરચા, વ્યસન મુકિત જેવા વિવિધ વિષયો ઊપર પોતાનું મંત્વય રજુ કરેલ.
આ તકે મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછા અને સહતંત્રીશ્રી વિરમભાઇ આગઠએ પણ આ પહેલી કથાને અને કથાના આયોજકશ્રી વેજાભાઇ દુદાભાઇ મોઢવાડીયા, રામભાઇ માલદેભાઇ સુંડાવદરા, વજાભાઇ ભીખાભાઇ ઓડેદરા, ખીમાભાઇ કારાભાઇ સુંડાવદરા, દુલાભાઇ ભગતભાઇ સુંડાવદરા, રાજાભાઇ હાજાભાઇ ખુંટી, જીતુભાઇ લીલાભાઇ મોઢવાડીયા, રણજીતભાઇ પુંજાભાઇ ખુંટી, કિરીટભાઇ માડણભાઇ, અરભમભાઇ નાગાભાઇ કેશવાલાને અભિનંદન પાઠવ્યા હતા.
આયોજનને સફળ બનાવવા સમગ્ર સિધપુર અને રોઘડા ગામના ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

કોઇ પણ દેશ હોય, કોઇ પણ રાજય હોય કે કોઇ પણ સમાજ હોય એમાં યુવા પેઢીની પ્રગતિએ મહત્વની વાત છે. જયાં યુવાપેઢી મજબુત હોય તે સમાજ, રાજય, કે તે દેશ મજબુત કારણ કે, નવા વિચારો, જોશ, શકિત, આવા બધા ગુણો યુવાનો હોય અને કહેવત પ્રમાણે પાયો મજબુત તો ઇમારત મજબુત એમ આપણા સમાજને મજબુત કરવા આપણા આપણા યુવાનોને જાગ્રાૃત કરવા પડશે.
ભાઇઓ આપણે માનવું પડશે કે, પાછલા દશ વર્ષમાં આથક રીતે આપણી જ્ઞાતિ આગળ વધી રહી છે. ઊંચા શીખરો સર કરી રહી છે. એ આપણા માટે આનંદની વાત છે. પણ સાથે દુઃખની વાત તો એ છે કે, અમુક ગામડા ગામના યુવાનો સડતીને બદલે પડતી તરફ જઇ રહ્યા છે. તથા પ્રવાૃતિ વગર જીવી રહ્યા છે. તમો વિચાર કરજો ભાઇઓ, આપણા સમાજમાં છેલ્લા અમુક સમયથી સયુંકત કુટુંબની ભાવના ઓછી થઇ રહી છે. તમારી કોઇ પણ પ્રગતિ તમારા સંગઠન અને સયુંકત કુટુંબની ભાવના સાથે સંકળાયેલી છે. પણ આજે કાંઇક યુવાનો આ બધુ ગણકાર કર્યા વગર દોડી રહ્યા છે. તે આપણે કદાચ આવતો સમય યુવાપેઢી માટે અધોગતિ ના આવે તે માટે આજે જ જાગવું છે.
આપણા સમાજમાં યુવાનોને મા-બાપથી, ભાઇઓથી, ઘરથી, નોખુ(અલગ) થઇ જવાની ઘેલછા લાગી છે.
લગ્નના અમુક સમય પછી સમાચાર મળે કે, ફલાણો.. ભાઇ નોખો થઇ થઇ ગયો યુવાનો આ નોખા શબ્દો આપણને પાછળ ધંકેલી રહ્યા છે. તમે વિચાર તો કરો તમો કોનાથી નોખા થાવ છો. જે જનેતાએ તમને જન્મ આપ્યો તમો એથી નોખા થાવ છો? એક સંયુકત કુટુંબ સગઠન તોડી તમો નોખા થઇ અને તમારી પ્રગતિને તમે પૂર્ણ વિરામ આપો છે. કારણ કે, ભાઇઓ.. યુવાનો..આપણા દાદા પાસે બસો વિઘા જમીન હતી પણ આજે ભાગલા પડતા પડતા નોઘા થતા થતા આપણી પાસે ર૦ વિઘા જમીનનો હિસ્સો આવે છે. એમાં આપણા દાદા ર૦૦ વિઘાના માલીક હોવા છતા ત્રણ ત્રણ મહિના ખેતર-વાડીએથી ગામમાં પણ ન આવતા એને નોખા થવાનું પાછલી ઉંમરે વિચાર આવતો જયારે આપણને ર૦ વિઘામાં હવે પછી આપણા છોકરાઓને શું હિસ્સો એટલે ભાગ શું મળશે. તે વિચાર કરજો કે આજની મોઘવારી અને જગ્યા (જમીન)ના ભાવના ફુગાવામાં આપણે ખેતી કરતા કરતા પાંચ વિઘા જમીન વધારવાના સ્વપ્ન થઇ જશે.
હમણા હું ઘેડ વિસ્તારમાં એક ગામડા ગામમાં એક ઘરે ચા પીવા ગયો ત્યારે ડોશીમા ચા આપતા હતા ત્યારે અચાનક એક નાનું બાળક જે માંડ માંડ બોલતા શીખ્યું હોય તેવું બાળક બોલ્યું આઇ આ રકાબીયુ અમારીયું છે. આઇએ તે છોકરા સામે ડોળા કાઢયા અને મને ધીરગંભીર શબ્દોમાં આઇએ કીધું કે, હમણા મારો છોકરો નોખો થયો છે. એ સમયે મને ખુબ આઘાત લાગ્યો ચા મને મીઠી નહી કડવી લાગી. અરે યુવાન તું તો તારા મા-બાપથી નોખો થઇ ગયો પરંતુ હજી તારા નાના બાળકે નિશાળનું શિક્ષણ નથી લીધી તે પહેલા માસુમ ભુલકાને નોખા થવાનું શિક્ષણ આપી દીધું. આવી બાળક બુધ્ધિમાં મારૂ તમારૂનું બીજ રોપી દીધું, હવે યુવાન તું તૈયાર રહેજે કારણ કે, તારા બાળકને તારી પાસે જે ર૦ વિઘા જમીન છે તે તારો બાળક મોટો થઇને તેનો ભાગ માંગશે કારણ કે તેને તે શિક્ષણ નાનપણથી આપી દીધું છે.
અંતે મારે યુવાધનને આટલું જ કહેવું છે. કે, યુવાનો સયુંકત કુટુંબની ભાવના રાખી મજબુત સંગઠનનો સાથ લઇ ભેગા રહી આપણા કુટુંબને આપણા સમાજને, આપણા રાજયને, આપણા દેશને, મજબુત કરીયે નોખા (અલગ) શબ્દોને આજથી જ લુપ્ત કરીયે યુવા દોસ્તો મોડું કરતા નહી આજે જ સંકલ્પ કરી લેજો કે, મારે સયુંકત કુટુંબ સાથે રહીને એક મોંભાદાર ઇમારતનો પાયો નાખવો છે.
હવે પછી હું મુંબઇથી આવું અને ગામડા ગામમાં ચા પીવા જાઉં ત્યારે નાનું ભુલકું બાળક આવીને આઇ આ રકાબીયુ આપડીયું છે. એ શબ્દો સાંભળવા  હું હંમેશા જાગતો રહીશ ત્યાં સુધી તમામ યુવાનો અને જ્ઞાતિજનોને રામ રામ….

Read Full Post »

છેલ્લાં પંદરેક વર્ષથી મહેર જ્ઞાતિના સંતો, સમજદાર અગ્રેસરો, લેખકો, પત્રકારો, અને શિક્ષીત યુવા પેઢી જ્ઞાતિમાં સંપ, એકતા, સંગઠન અને ભાઇચારાનું વાતાવરણ સર્જાય તે માટે તનતોડ મહેનત ઊઠાવી રહેલ છે. તેના પરીણામે જ્ઞાતિમાં ઘણું સારૂ પરીણામ દેખાય છે. પરંતુ મોઢવાડીયા મહેરોએ ખિસ્તરીયા મહેરો સાથે અપિયાને છોડાવવા માટે આજ દિવસ સુધી કોઇ નક્કર પ્રયાસો થયા નહોતા લેખકશ્રી ભરતભાઇ બાપોદરા તથા ખિસ્તરીયા મહેરો સાથે મળીને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બીડું ઝડપ્યું. જેના ભાગ રૂપે તા.૩૧/૩/ર૦૧૧ના રોજ પોરબંદરના ઝુંડાળા મેર જ્ઞાતિ ભવન ખાતે બપોરના ૩ થી ૭ સુધી એક સભાનું આયોજન કરવામાં આવેલું આ સભામાં ખિસ્તરીયા, મોઢવાડીયા, ગોઢાણીયા, વગેરે ભાયાતોના સમજદાર વડીલો અને યુવાનો ઊપરાંત પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજ, શ્રીઅરભમભાઇ કેશવાલા, શ્રીરાણાભાઇ કડછા, શ્રીભરતભાઇ બાપોદરા, તેમજ બારોટ સમાજમાંથી શ્રીબાબુભાઇ બારોટ, શ્રીકાન્તીભાઇ બારોટ, શ્રીઊન્નડભાઇ બારોટ, શ્રીખીમજીભાઇ બારોટ, શ્રીલખુભાઇ બારોટ, શ્રીરમેશભાઇ બારોટ, શ્રીગુણવંતભાઇ બારોટ અને શ્રીકાનજીભાઇ બારોટ ખાસ ઊપસ્થિત રહ્યા હતા.
મુરબ્બી શ્રીરાણાભાઇ કડછા દ્વારા ગુલાબના ફુલથી સ્વામીજી સન્માન કર્યા બાદ શરૂ થયેલા પ્રવચનના દોરમાં જ્ઞાતિના જાણિતા લેખક ભરતભાઇ બાપોદરાએ જણાવ્યું હતું કે, મોઢવાડીયા મેરોએ નાથા મોઢવાડીયાને દગાથી મરાવવા બાબત ખીસ્તરીયા મેરો સાથે કોઇ પણ જાતનો વહેવાર ન રાખવાનો જે અપિયો પકડી રાખેલો છે. તે ઇતિહાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા વિના પકડાયેલો અપિયો છે. ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે, એ ઘટનામાં પુંજા ખીસ્તરીયાને તો કેવળ હાથો જ બનાવવામાં આવેલો બાકી આંખુ ષડયંત્ર તો પોરબંદર સ્ટેશનનું હતું. વડોદરાના રાજા ગોપાલરાવ ગાયકવાડ. જામનગરના રાજા જામરણમલ અને જુનાગઢના નવાબ બહાદર ખાન બાબીએ સંયુકત રીતે રાજકોટની એજન્સી સરકારમાં નાથા મોઢવાડીયાને જીવતો કે મરેલો પકડવાની ફરીયાદ દાખલ કરી હતી. તેથી એજન્સી સરકારે પોરબંદરની રાણી રૂપાળી બા ઊપર દબાણ કરેલું કે, નાથા મોઢવાડીયાને જીવતો કે મારેલો હાજર કરો નહી તો પોરબંદરનું રાજ જપ્તીમાં લેવામાં આવશે. તેથી રૂપાળી બાએ પોતાનું રાજ જવાની બીકે આ ષડયંત્ર ઊભું કર્યું હતું. તેમાં પુંજા ખીસ્તરીયાને દોષિત ઠેરવી શકાતો નથી. આમ છતાં મોઢવાડીયા મેરો આમ છતાં મોઢવાડીયા મેરો જો અપિયાને પકડી રાખશે તો તેઓ પાપના અધિકારી બનશે. કારણ કે ખીસ્તરીયા મેરોને દીકરા-દીકરીઓના વહેવારમાં ઘણી મુશ્કેલી ઉભી થાય છે. દીકરીઓને ઘણું સહન કરવું પડે છે.
શ્રીરાણાભાઇ કડછાએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે, મકર ધ્વજથી માંડીને નટવરસીહ સુધીનો જેઠવા વંશનો આખો ઇતિહાસ મારી પાસે છે. જેઠવા રાણાઓ મેરની શકિત પર પોતાનું રાજ ચલાવતા આવેલા. નાથા મોઢવાડીયાને મરાવવાનું તરકટ પણ પોરબંદર સ્ટેશન તરફથી રચવામાં આવેલું.
પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવેલું કે, આજે સમાજનો ભૌતિક વિકાસ ઘણો થયો છે. પરંતુ બૌધિક વિકાસ થયો નથી. જેને કારણે માનવમાંથી માનવતા, સંસ્કાર વગેરે મૂલ્યો લુપ્ત થયા છે. સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, નાથા ભગત વીર પુરૂષ હતા, સિધ્ધાત ખાતર લડતા હતા પરંતુ માણસનું આયુષ્ય જન્મથી જ નક્કી થયેલું છે. એમાં કોઇ મીનમેક કરી શકતું નથી. નાથા ભગતના માૃત્યુમાં પુંજો ખીસ્તરીયો તો માત્ર નિમીત્ત જ બનેલો આયુષ્ય પુરૂ થવાનું હોય તો કોઇને કોઇને નિમીત્ત બનવાનું જ. માટે મોઢવાડીયા ભાઇઓએ આવા અંધશ્રધ્ધા યુકત અપિયાઓને પકડી રાખવો જોઇએ નહી. વળી, કોઇ એકાદ માણસ દ્વારા થયેલી ભુલની સજા આખા સમાજને આપવી એ વાજબી કહી શકાતી નથી. આ હકિકત સમજાવવા માટે બારોટોએ પણ નૈતિક હમત કેળવવીને આગળ આવવું જોઇએ અને વહેવામાં વહેલી તકે આ સમસ્યા નાબુદ કરવી જોઇએ.
મોઢવાડીયા મેરોના બારોટ શ્રીેખીમજીભાઇએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વિચાર ઘણો જ ઊત્તમ છે. મેર જ્ઞાતિની અંદર ઘણી એવી સમસ્યાઓ છે. કે જેનું નિરાકરણ આવવું જોઇએ. નાથા ભગતની બાબતમાં બારોટોને ખોટી બદનામી મળી છે. બારોટો જોડવાનું કામ કરે છે. તોડવાનું નહી. આ જ્ઞાતિનું હિત થતું હોય તેમાં સહકાર આપવો એ અમારી પવિત્ર ફરજ બને છે. એ માટે અમને ગમે ત્યારે અને ગમે ત્યાં બોલાવશો તો અમે અવશ્ય હાજર રહીશું.
સ્વ.કાનજીભાઇ બારોટના પુત્ર શ્રીગુણવંતભાઇ બારોટ, રાજશાખા મેરના બારોટશ્રી રમેશભાઇ, ઓડેદરા મેરના બારોટશ્રી ઊન્નડભાઇ, ખીસ્તરીયા મેરના બારોટશ્રી લખુભાઇ, મોઢવાડીયા મેરના બારોટશ્રી કાન્તીભાઇ, વગેરેએ પણ પોત-પોતાના પ્રવચનમાં જણાવેલ કે, મેર સમાજ એક થવો જોઇએ. મેર સમાજમાં સંગઠન અને એકતા હશે તો રાજકિય નેતાઓને પણ નમવું પડશે. મેરના આગેવાનો સાથે મળીને આ કામ હાથ ધરે તો જરૂર સફળતા મળે અને સદાય સૌની સાથે રહેશું.
બારોટોના પ્રવચનના દોર પછી શરૂ થયેલા ખીસ્તરીયા અને મોઢવાડીયા મેરોના પ્રવચન દોરમાં શ્રીકચરાભાઇ ખીસ્તરીયાએ જણાવ્યું હતું કે, અમારા બારોટ દેવ આગળ આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે નાથા ભગતની બાબતમાં જીથરા ભાભાની વાર્તા જેવું તુત ઉભું થયેલું છે. બારોટોએ મોઢવાડીયા ભાઇઓના ઘરે-ઘરે જઇને ખરી હકિકત સમજાવવાની જરૂર છે. જેમ સ્વાધ્યાય પરીવારના ભાઇઓ ઘરે ઘરે જાય છે. તેમ બારોટો આ બાબતે મોઢવાડીયાના ભાઇઓના ઘરે ઘરે જઇને ખરી હકિકત સમજાવશે તો હું તેને તેઓનો સ્વાધ્યાયી કહીશ.
વિદેશથી પધારેલા શ્રીલાખણશીભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે. માટે ખોટા વહેમો, અંધશ્રધ્ધાઓ અને કુમાન્યતાઓનો ત્યાગ કરીને પરસ્પર સંપ અને એકતા સાંધવા એમાં જ માણસનું ખરી માનવતા રહેલી છે. મારો એક સાઢુભાઇ ખીસ્તરીયા છે. હું ત્યાં જાઉં છું તેના ઘરે જમું છું. મને કોઇ અડચણ આવી નથી માટે મોઢવાડીયા ભાઇઓને મારી નમ્ર અપીલ છે. હવે આવા ખોટા વહેમોમાંથી બહાર નિકળો અને સમાજમાં સંપ અને ભાઇચારાનું વાતાવરણ સર્જવાના વડીલોના પ્રયાસોમાં સહકાર આપો.
પૂ.સ્વામીજીના આર્શીવચનો સાથે પ્રવચનનો દોર પૂર્ણ થયા બાદ સ્વામીના અધ્યક્ષ સ્થાને એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કમિટીમાં જ્ઞાતિજનો અને બારોટોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્ઞાતિજનોમાંઃ-શ્રીઅર્જુનભાઇ મોઢવાડીયા, વિરમભાઇ ગોઢાણીયા, અરભમભાઇ કેશવાલા, સામતભાઇ ગોગનભાઇ ઓડેદરા, રાણાભાઇ કડછા, ભરતભાઇ બાપોદરા, દિલીપભાઇ મોઢવાડીયા, અરજનભાઇ ખીસ્તરીયા, હાજાભાઇ ખીસ્તરીયા, રામભાઇ ખીસ્તરીયા, ભીમાભાઇ હાજાભાઇ ખીસ્તરીયા, કચરાભાઇ ખીસ્તરીયા, રાજુભાઇ ખીસ્તરીયા, મહેશભાઇ ખીસ્તરીયા, નાગાભાઇ ખીસ્તરીયા, રામાજીભાઇ ભીમાજીભાઇ ઓડેદરા, નવઘણભાઇ મોઢવાડીયા, ભીમભાઇ ભુતિયા, જીવાભાઇ વેજાભાઇ ખીસ્તરીયા,
બારોટોમાંઃ-બાબુભાઇ બારોટ-ઓડેદરા, કાન્તીભાઇ બારોટ-મોઢવાડીયા, ઊન્નડભાઇ બારોટ-ઓડેદરા, ખીમજીભાઇ બારોટ-મોઢવાડીયા, બાબુભાઇ બારોટ-મોઢવાડીયા, રમેશભાઇ બારોટ-રાજશાખા, ગુણવંતભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા, લખુભાઇ બારોટ-ખીસ્તરીયા, કાનજીભાઇ બારોટ-કેશવાલા, અજુભાઇ બારોટ-મોઢવાડીયા, દિનુભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા,
ઊપરોકત કમિટી નજીકના સમય દરમિયાન પૂજય સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજીના અધ્યક્ષ સ્થાને મોઢવાડા અથવા વડાળા ગામે મોઢવાડીયા મેરોની વિશાળ ઊપસ્થિતિમાં એક ભવ્ય સભાનું આયોજન કરશે અને મોઢવાડીયા મેરોના મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી ‘અપિયા’ જેવી અંધશ્રધ્ધાને દુર કરીને સમાજમાં સંપ, એકતા અને ભાઇચારો નિર્માણ કરવાનો અને એ રીતે એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ હાથ ધરશે. એવું કમિટીના આયોજકોએ જણાવેલ છે. અને આ પવિત્ર કાર્યમાં શરૂઆતથી જ આઇ મા પુતિઆઇના પરમ આશિષ મળેલાં છે.

Read Full Post »

શ્રીરામ પારાયણ જ્ઞાન યજ્ઞ
કથા સ્થળ
સતીઆઇના મંદિરે વિસાવાડા-પાલખડાના રસ્તે
કથાનો પ્રારંભ
તા.૪/૪/ર૦૧૧થીતા.૧ર/૪/ર૦૧૧
કથા સમય
સવારના ૯-૦૦ થી ૧ર-૦૦
બપોરના ૩-૦૦ થી ૬-૦૦
સંતવાણી
તા.પ/૪/૦૧૧-શકિતદાન ગઢવી, ઘનશ્યામ બાપુ,
તા.૬/૪/૦૧૧, અશોક ભાયાણી
તા.૭/૪/૦૧૧, મહેર રાસ મંડળી ગરેજ ગામની બાળાઓ
તા.૮/૪/૦૧૧, શ્રીમનસુખગીરી ગૌસ્વામી
તા.૯/૪/૦૧૧, રઘુવિર કુંચાલા, વિશ્વ કુંચાલા
તા.૧૦/૪/૦૧૧, જીતુભાઇ દ્વારકાવાળા
તા.૧૧/૪/૦૧૧, વિનુભાઇ ભાટીયા તથા બટુકભાઇ ભાટીયા
તા.૧ર/૪/૦૧૧, પરબતભાઇ રાણાવાયા, પરષોત્તમ પરી ગૌસ્વામી
આયોજકશ્રી.
વેજાભાઇ રામભાઇ કેશવાલા તથા કેશવાલા પરીવાર

Read Full Post »

Older Posts »