Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘આરોગ્ય કેમ્પ’

પોરબંદર તાલુકાના કડછ (ઘેડ) ગામે તા.ર૧/૧૧/ર૦૧૦ના રોજ ગામની કુળ દેવી શ્રી કાંધલી માતાજીના મંદિરે કાંધલી આઇ માતાજીનું હવન તથા નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં ડો.પરબતભાઇ ઓડેદરા નિદાન કરી પોતાની માનદ્ સેવા આપશે. તથા તા.રર/૧૧/ર૦૧૦ના રોજ રામેશ્વર મહાદેવના મંદિરે રઘુ રૂદ્ર યજ્ઞ અને બટુક ભોજનનો તથા જુનાગઢની મેર કન્યા છાત્રાલયને રૂ.૧૧,૧૧૧ અર્પણ કાર્યક્રમ રાખેલ છે આ નેત્રયજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક શ્રી લીલાભાઇ કરશનભાઇ જાડેજા (માધવપુરવાળા) તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે

Advertisements

Read Full Post »

(અહેવાલ-વિરમભાઇ આગઠ)

પોરબંદર ખાતે પધારેલા યોગરૂષિ સ્વામી રામદેવજી મહારાજે પત્રકારોને સંબોધિત કરતીવેળાએ આકરા ચાબખા માર્યા હતા. ‘ભગવો રંગએ રાષ્ટ્રવાદનું પ્રતિક છે.’ તેથીજ ત્રિરંગાના ત્રણ રંગોમાં કેસરી ભગવા રંગનો સમાવેશ થાય છે. ત્યારે આ રાષ્ટ્રવાદના પ્રતિકને ‘ભગવો આંતકવાદ’ કહેનારા પોતાનું મોઢુ સંભાળીને બોલે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. રાષ્ટ્રનિર્માણ માટે દેશવાસીઓને આહવાન કરતા ભારતસ્વાભીમાન દ્રારા દેશના લોકોને તેમને વ્યસન મુકત બને, સ્વચ્છ બને નિરોગી બને અને સ્વદેશી અપાવવાનો અનુરોધ કરેલ.

તા.પ/૮/ર૦૧૦ના વહેલી પ્રભાતે પ કલાકે એસ એમ પી કોલોની કિકેટ મેદાનમાં યોગ શિબિરમાં હજારો સાધકો ઊમટી પડ્યા હતા. મોડી રાત સુધી જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ ઊઠાવતા લોકો સવારના યોગગુરૂનું માર્ગદર્શન મેળવવા પહોચી ગયા હતા યોગ શિબિર બાદ પત્રકારોને સંબોધતા તેમને જણાવ્યું હતું કે દેશના આતંકવાદીઓ સામે ઘુટણીયા ટેકવી દેનારા આજના નેતાઓ દેશને પુરતી સુરક્ષા આપી શકતા નથી અને હીન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કરી પોતાની માનસિકતાનું પ્રદર્શન કરે છે. ભગવો રંગ તો સાધુ અને રાષ્ટ્રવાદની ઓળખ છે. બેરોજગારી, ગરીબાઇ, ભષ્ટાચાર, તથા વિદેશી આક્રમણોથી ભારત દેશ ઘેરાયેલો છે. ત્યારે નાબુદ કરવાની ખાસ જરૂર છે.
દેશના દુશ્મનો ભષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ, અને વ્યસનો છે. ભષ્ટાચારના કારણે દેશને અબજો રૂપિયાનું નુકશાન થયું અને આતંકવાદ સામે લડવાને બદલે નમાલા બનીને લોકોને પણ ટેવ પાડનારા આજના શાસકોની નિષ્ફળતા અને નબળાઇ સામે લોકોને જાગૃત કરવોએ જ પોતાનો ધ્યેય છે. આપણા દેશની સરકાર બનવાથી માંડીને ચલાવવા સુધી વિદેશીઓનો હસ્તાક્ષેપ રહે છે. યુ.કે, અને યુ.એસ.એ જેવા દેશોની હાથની કઠપુતળી બનીને તથા વિદેશી કંપનીઓની માયા જાળમાં ફસાઇને ભારત સરકાર કઇ રીતે દેશનું ઊત્થાન કરી શકશે તેની ચિંતા સેવી રહ્યા હતા
આગામી સમયમાં પોતે ચુંટણી લડશે કે કેમ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ પુરતો મારો કોઇ એવો ધ્યેય નથી કે રાજકારણમાં જોડાવું પરંતુ ભાવિયુગના પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપતા કહેલ કે વિદેશનું કાળુ નાણું સ્વદેશ પાછું લાવી દેશ માટે વાપરવાની આવશ્યકતા છે. તથા પોતે લોકોના આરોગ્ય માટે ખુબ ચતિત રહે છે. તે વિદેશી કંપનીને ખુલ્લી પાડી સ્વદેશી કંપની આગળ આવવા પ્રોત્સાહિત કરશે જે ચરીત્રભષ્ટ લોકોને સત્માર્ગે વાળશે અને લોકતંત્રને લુટતું બચાવાશે અને તેવા લોકો જ આ દેશમાં રાજ કરશે
દેશમાં ચોમેર અરાજકતા અને અંધાધુંની ફેલાઇ છે. તથા સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે તેવી છે. બેરોજગારી, ગરીબાઇ, નિરક્ષરતા, અને ભષ્ટ શાસનને કારણે દેશ પાયમાલી તરફ જઇ રહ્યો છે. ત્યારે સરકારને જગાડવા લોકોને સાથે રાખીને જરૂર પડ્યે સત્યાગ્રહ પણ કરશે. તેમ રામદેવજી મહારાજે રણટંકાર પણ કર્યો હતો.
પોરબંદરના એસ.એમ.પી મેદાન ખાતે યોજાયેલી આ યોગશિબિરમાં છાંયા નગર પાલિકાના પૂર્વપ્રમુખશ્રી ભોજાભાઇ ખુંટી, રાણાવાવ નિર્વાણધામ યોગાશ્રમના સંતો તથા જ્ઞાતિ અગ્રણી અને જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.

રાણાવાવના નિર્વાણધામ હાજરી આપી.
રાણાવાવના નિર્વાણધામ આશ્રમ ખાતે યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. ૪ના રોજ આવેલા ત્યારે નિર્વાણધામ યોગા આશ્રમના સંતો સ્વામી પરમાત્માનંદ ગિરિજી, સ્વામી અમૃતાત્માનંદ ગિરિ, અને સ્વામી પૂર્ણાત્માનંદ ગિરિ કુતિયાણાના ધારાસભ્યશ્રી કરશનભાઇ ઓડેદેરા, સામતભાઇ ઓડેદરા, અરભમભાઇ ભારાભાઇ કેશવાલા સહિતના અગ્રણીઓએ તેમનું ઊષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

નાના એવા બળેજ ગામે અનેરૂ સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. પના રોજ બળેજ ગામે આવેલા ત્યારે રાતિયા ગામે તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું બાદ બળેજ ખાતે સ્વામીજી જણાવ્યું હતું કે આપણે રૂષિ પુત્ર છીએ હવે રૂષિ પુત્ર શીશી પુત્ર થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે શીશી પુત્ર એટલે શું દારૂની બોટલ એ શીશીની હું વાત કરૂ છું તેમ કહીને વ્યસન મુકત થવા અને યોગ દ્રારા નિરોગી બનાવાની શીખ આપેલ પોતાના હાથમાં કુંવારપાઠુનો રસ પીવાનું જણાવેલ આ પ્રસંગે નિર્વાણધામ યોગા આશ્રમના સ્વામી પરમાત્માનંદ ગિરિજી, તથા ગુરૂમા ઊપસ્થિત રહેલ આ પ્રસંગે લીલાભાઇએ તેમને ગાડુ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

કૂતિયાણા મેર સમાજ ખાતે સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા.૪ના રોજ મેર સમાજ ખાતે આવેલા ત્યારે તેમનું સ્વાગત ધવલભાઇ ભુતિયા જીલ્લા સહ પ્રભારી, જીવાભાઇ ખુંટી, નાગાજણભાઇ ઓડેદરા સહિતના ત્રણેક હજાર જેટલા જ્ઞાતિજનો અને ભાવિકોએ તેમનું આતશબાજીથી સ્વાગત કર્યું હતું.

Read Full Post »

માણાવદર ખાતે આવેલી શ્રી સહજાનંદ એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દેવમણી કુમાર છાત્રાલયનો ત્રીજો વાર્ષિક મહોત્સજ ઊજવાઇ ગયો.
તા.ર૩-૧-૧૦ ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં સવારે રકતદાન કેમ્પ ૮ થી ૧ કલાક દરમિયાન સ્વ.કારાભાઇ ઓડેદરાના સૌજન્યથી જીવન પ્રકાશ ફાઊન્ડેશન વોલન્ટરી બેન્ક જૂનાગઢ દ્વારા રકતદાન કેમ્પ તથા શ્રીકાંત આયુર્વેદીક હોસ્પીટલ કેશોદ દ્વારા ચર્મરોગ નિદાન કેમ્પ જેમાં સફેદ કોઢ, સોરયાશીસ, ખરજવું, વાળ ખરવા, કમરનો દુઃખાવો વગેરે રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી હતી.
તેની સાથે સાથે જનની જન્મભૂમિ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ભારતનાં નામી-અનામી
ક્રાંતિકારીઓનું માહિતીચિત્ર પ્રદર્શન કુમારભાઇ ઠાકરે દ્વારા તથા તલના દાણા ઊપર સુક્ષ્મ ચિત્ર પ્રદર્શન દિનેશ ઓડેદરા દ્વારા, વ્યસનમૂકિત પ્રદર્શન અને ચિત્ર પ્રદર્શન રાખવામાં આવેલ તથા સાંજના કાર્યક્રમમાં ઊપસ્થિત મહાનુભાવો અને સંતોએ ઊદ્બોધન પ્રવચન કરેલ હતા. જેમાં દિલ્હીથી પધારેલા સ્વામી અવધૂત રામાયણી રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલ વિશ્વ ગૌસંવર્ધન એ જણાવ્યું હતું કે ગાય બચાવો, ગાય બચશે તો જ દેશ બચશે. આપણે હિન્દુઓએ જયાં સુધી ગાયની રક્ષા નહીં કરીએ ત્યાં સુધી કોઇપણ ઊત્સવ કે તહેવાર ઊજવવાના અધિકારી નથી.પોરબંદરથી પધારેલા અને કાર્યક્રમના અધ્યક્ષ પ.પૂ.ગૌ ૧૦૮ શ્રી વસંતકુમારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભણતરમાં ભગવદગીતા આપવી જોઇએ. દરેક ગુરુની અંદર એક માતા રહેલી છે. અને દરેક માતાની અંદર એક ગુરુ રહેલો છે. રાણાવાવના નિર્વાણધામથી પધારેલ પ. પૂ.  પરમાત્માનંદ ગીરીજીએ પણ શિક્ષણને યોગ્ય રીતે વેગ આપવાનો અનુરોધ કર્યો હતો. પોરબંદરની સીગ્મા પબ્લીક સ્કૂલનાં પ્રોફેસર ડો.એમ. એસ. ગોરાણીયાએ પણ રામકાળનું શિક્ષણ અને આજના શિક્ષણ વચ્ચેનો તફાવત વિશે તથા આજના જનતામાંશિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકયો હતો.
રાત્રીનાં શ્રી દેવમણી ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વિજેતા ટીમને ઇનામ વિતરણ તથા દેવમણી કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજુભાઇ ભટ્ટ તથા નાના પાટેકર (જુનીયર) ટીવી કલાકાર દ્વારા હાસ્યરસ તથા ભકિત સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શ્રી બચુભાઇ આંત્રોલીયા, શ્રી રમેશભાઇ ઓડેદરા,
શ્રીઅરભમભાઇ કેશવાળા, રાજુભાઇ ઓડેદરા સહિતના અગ્રણી આગેવાનોએ હાજરી આપી હતી. શ્રી મહાદેવયા મંદિરના પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા
આયોજક શ્રી નાગાજણભાઇ એમ. વદર, તથા ભરતભાઇ ઓડેદરાએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

મોચા ગામે નેત્ર નિદાન કેમ્પ સમ્પન્ન : ૧૬પ દર્દીઓએ લાભ લીધો

લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.ના આર્થીક સહયોગથી તેમજ શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ દ્વારા પોરબંદર-વેરાવળ નેશનલ હાઇવે રોડ પર બળેજની બાજુમાં આવેલ નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા (ઘેડ) ગામના પ્રખ્યાત હનુમાનજી મંદિર પરિસરમાં તા. ર૭-૧ર-૦૯ નાં રવિવાર નાં રોજ પૂર્વપ્રમુખશ્રી મહેર કોમ્યુનીટી એસોસીએશન, યુ.કે.ના કેશવભાઇ રામભાઇ ઓડેદરાના આર્થીક સહયોગથી એક નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મ લઇને વિદેશમાં સ્થાઇ થયેલ મહેર સમાજના જ્ઞાતિજનોના માદરે વતન પ્રત્યે ઉંડી લાગણીથી પ્રેરાયને જ્ઞાતિ-સમાજહિતના માનવતાવાદી સાર્વજનિક કામો કરતા રહ્યા છે. ત્યારે લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.માં સ્થાઇ થયેલ મહેર સમાજના માનવતાવાદી જ્ઞાતીજનોના આર્થીક અનુદાનથી પોરબંદર-વેરાવળ જતા નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા(ઘેડ) ગામેના અને નેશનલ હાઇવે રોડ પર અડીને આવેલ સુવિખ્યાત પ્રસિધ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞનું શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ પોરબંદરના સહકારથી તારીખ ર૭/૧ર/૦૯ના રવિવારના સવારના રોજ કરવામાં આવેલ. જેને હનુમાન મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી, યુ.કે.ના શ્રી કેશવભાઇ રામભાઇ ઓડેદરા તથા તેમના ધર્મપત્નિ અને મહેર મહિલા મંડળના બહેનોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરીને આ નેત્રયજ્ઞને ખુલ્લો મુકયો હતો.
આ આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞ કેમ્પમાં આંખને લગતા રોગો જેવા કે મોતીયો, જામરવેલ, પરવાળા વગેરે આંખના રોગોના મોચા(ઘેડ) ગામના આજુબાજુના ઘેડના ગામડાં જેવા કે બગસરા(ઘેડ), કડછ, ચગરીયા, ગોરસર-મોચા(ઘેડ), બળેજ, ઉંટડા(ઘેડ), રાતીયા (ઘેડ), સહિતના ગામોના ૧૬પ જેટલા આંખના દર્દીઓએ ઊપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. આ નેત્રયજ્ઞના કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર પોરબંદર ખાતે આવેલ ધામેચા હોસ્પીટલના આંખના ડો. નયનભાઇ જેઠવાએ દર્દીઓને તપાસી અને રોગનું નિદાન કરી આપેલ. તેમજ જરૂરિયાતવાળા અને ઓપરેશનને લગતા રપ જેટલા આંખા દર્દીઓને પોરબંદર ધામેચા હોસ્પીટલ ખાતે વિના મુલ્યે આપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઊપસ્થિત આંખના દર્દીઓ અને અને આવેલ ભાવિકજનોને માટે ચા, પાણી તેમજ પ્રસાદીની વ્યવસ્થા હનુમાનજી મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી તરફથી ગોઠવવામાં આવી હતી.

દર્દીના નામ કેમ્પના સ્થળે તેમજ નેત્રયજ્ઞની માહિતી તેમજ અન્ય સેવાકીય કામગીરીમાં સ્થાનીક મોચા(ઘેડ) ગ્રામજનો, ડો. દેવશીભાઇ દાસા (માઘવપુર વાળા), શ્રી અરજનભાઇ બાપોદરા (રાતીયા), કારાભાઇ ભીમાભાઇ રાતીયા, મોચાના બાબુભાઇ કાનાભાઇ તેમજ મહેર મહિલા વિકાસ મંડળના જયાબેન કારાવદરા, કિરણબેન ઓડેદરા, રમાબેન ભુતિયા, રેખાબેન આગઠ વિગેરેએ જહેમત ઊઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Read Full Post »