Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘આરોગ્ય’

(અહેવાલ-વિરમભાઇ આગઠ)

પોરબંદર ખાતે પધારેલા યોગરૂષિ સ્વામી રામદેવજી મહારાજે પત્રકારોને સંબોધિત કરતીવેળાએ આકરા ચાબખા માર્યા હતા. ‘ભગવો રંગએ રાષ્ટ્રવાદનું પ્રતિક છે.’ તેથીજ ત્રિરંગાના ત્રણ રંગોમાં કેસરી ભગવા રંગનો સમાવેશ થાય છે. ત્યારે આ રાષ્ટ્રવાદના પ્રતિકને ‘ભગવો આંતકવાદ’ કહેનારા પોતાનું મોઢુ સંભાળીને બોલે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. રાષ્ટ્રનિર્માણ માટે દેશવાસીઓને આહવાન કરતા ભારતસ્વાભીમાન દ્રારા દેશના લોકોને તેમને વ્યસન મુકત બને, સ્વચ્છ બને નિરોગી બને અને સ્વદેશી અપાવવાનો અનુરોધ કરેલ.

તા.પ/૮/ર૦૧૦ના વહેલી પ્રભાતે પ કલાકે એસ એમ પી કોલોની કિકેટ મેદાનમાં યોગ શિબિરમાં હજારો સાધકો ઊમટી પડ્યા હતા. મોડી રાત સુધી જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ ઊઠાવતા લોકો સવારના યોગગુરૂનું માર્ગદર્શન મેળવવા પહોચી ગયા હતા યોગ શિબિર બાદ પત્રકારોને સંબોધતા તેમને જણાવ્યું હતું કે દેશના આતંકવાદીઓ સામે ઘુટણીયા ટેકવી દેનારા આજના નેતાઓ દેશને પુરતી સુરક્ષા આપી શકતા નથી અને હીન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કરી પોતાની માનસિકતાનું પ્રદર્શન કરે છે. ભગવો રંગ તો સાધુ અને રાષ્ટ્રવાદની ઓળખ છે. બેરોજગારી, ગરીબાઇ, ભષ્ટાચાર, તથા વિદેશી આક્રમણોથી ભારત દેશ ઘેરાયેલો છે. ત્યારે નાબુદ કરવાની ખાસ જરૂર છે.
દેશના દુશ્મનો ભષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ, અને વ્યસનો છે. ભષ્ટાચારના કારણે દેશને અબજો રૂપિયાનું નુકશાન થયું અને આતંકવાદ સામે લડવાને બદલે નમાલા બનીને લોકોને પણ ટેવ પાડનારા આજના શાસકોની નિષ્ફળતા અને નબળાઇ સામે લોકોને જાગૃત કરવોએ જ પોતાનો ધ્યેય છે. આપણા દેશની સરકાર બનવાથી માંડીને ચલાવવા સુધી વિદેશીઓનો હસ્તાક્ષેપ રહે છે. યુ.કે, અને યુ.એસ.એ જેવા દેશોની હાથની કઠપુતળી બનીને તથા વિદેશી કંપનીઓની માયા જાળમાં ફસાઇને ભારત સરકાર કઇ રીતે દેશનું ઊત્થાન કરી શકશે તેની ચિંતા સેવી રહ્યા હતા
આગામી સમયમાં પોતે ચુંટણી લડશે કે કેમ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ પુરતો મારો કોઇ એવો ધ્યેય નથી કે રાજકારણમાં જોડાવું પરંતુ ભાવિયુગના પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપતા કહેલ કે વિદેશનું કાળુ નાણું સ્વદેશ પાછું લાવી દેશ માટે વાપરવાની આવશ્યકતા છે. તથા પોતે લોકોના આરોગ્ય માટે ખુબ ચતિત રહે છે. તે વિદેશી કંપનીને ખુલ્લી પાડી સ્વદેશી કંપની આગળ આવવા પ્રોત્સાહિત કરશે જે ચરીત્રભષ્ટ લોકોને સત્માર્ગે વાળશે અને લોકતંત્રને લુટતું બચાવાશે અને તેવા લોકો જ આ દેશમાં રાજ કરશે
દેશમાં ચોમેર અરાજકતા અને અંધાધુંની ફેલાઇ છે. તથા સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે તેવી છે. બેરોજગારી, ગરીબાઇ, નિરક્ષરતા, અને ભષ્ટ શાસનને કારણે દેશ પાયમાલી તરફ જઇ રહ્યો છે. ત્યારે સરકારને જગાડવા લોકોને સાથે રાખીને જરૂર પડ્યે સત્યાગ્રહ પણ કરશે. તેમ રામદેવજી મહારાજે રણટંકાર પણ કર્યો હતો.
પોરબંદરના એસ.એમ.પી મેદાન ખાતે યોજાયેલી આ યોગશિબિરમાં છાંયા નગર પાલિકાના પૂર્વપ્રમુખશ્રી ભોજાભાઇ ખુંટી, રાણાવાવ નિર્વાણધામ યોગાશ્રમના સંતો તથા જ્ઞાતિ અગ્રણી અને જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.

રાણાવાવના નિર્વાણધામ હાજરી આપી.
રાણાવાવના નિર્વાણધામ આશ્રમ ખાતે યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. ૪ના રોજ આવેલા ત્યારે નિર્વાણધામ યોગા આશ્રમના સંતો સ્વામી પરમાત્માનંદ ગિરિજી, સ્વામી અમૃતાત્માનંદ ગિરિ, અને સ્વામી પૂર્ણાત્માનંદ ગિરિ કુતિયાણાના ધારાસભ્યશ્રી કરશનભાઇ ઓડેદેરા, સામતભાઇ ઓડેદરા, અરભમભાઇ ભારાભાઇ કેશવાલા સહિતના અગ્રણીઓએ તેમનું ઊષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

નાના એવા બળેજ ગામે અનેરૂ સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. પના રોજ બળેજ ગામે આવેલા ત્યારે રાતિયા ગામે તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું બાદ બળેજ ખાતે સ્વામીજી જણાવ્યું હતું કે આપણે રૂષિ પુત્ર છીએ હવે રૂષિ પુત્ર શીશી પુત્ર થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે શીશી પુત્ર એટલે શું દારૂની બોટલ એ શીશીની હું વાત કરૂ છું તેમ કહીને વ્યસન મુકત થવા અને યોગ દ્રારા નિરોગી બનાવાની શીખ આપેલ પોતાના હાથમાં કુંવારપાઠુનો રસ પીવાનું જણાવેલ આ પ્રસંગે નિર્વાણધામ યોગા આશ્રમના સ્વામી પરમાત્માનંદ ગિરિજી, તથા ગુરૂમા ઊપસ્થિત રહેલ આ પ્રસંગે લીલાભાઇએ તેમને ગાડુ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

કૂતિયાણા મેર સમાજ ખાતે સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા.૪ના રોજ મેર સમાજ ખાતે આવેલા ત્યારે તેમનું સ્વાગત ધવલભાઇ ભુતિયા જીલ્લા સહ પ્રભારી, જીવાભાઇ ખુંટી, નાગાજણભાઇ ઓડેદરા સહિતના ત્રણેક હજાર જેટલા જ્ઞાતિજનો અને ભાવિકોએ તેમનું આતશબાજીથી સ્વાગત કર્યું હતું.

Advertisements

Read Full Post »

પોરબંદર તાલુકાના ગોરસર ગામની મહિલા દેવીબેન અરજનભાઇ ભુતિયા (ઊ.વ.રર) બીમાર પડતા તેઓને પોરબંદરની ભાવસહજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં ફરજ પર ડોકટરને સ્વાઇન ફલુની અસર જણાતા તેઓને વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરવાનું કહેતા તેમના પરીવારજનોએ તેમને રાજકોટ દાખલ કરેલ હતી ત્યાં દેવીબેનને વેન્ટીલેટરમાં રાખવા આવેલ હતી તે દરીમ્યાન તેમને દમ તોડતા નાનકડુ એવું ગોરસર ગામ શોકમાં ડુબી ગયું હતું કારણ કે દુઃખની વાત તો એ છે કે પોરબંદર જીલ્લામાં અને આપણી જ્ઞાતિમાં આ પહેલી દુઃખદ ઘટના છે કે સ્વાઇન ફલે પ્રથમ વ્યકિતનો ભોગ લીધો છે.

Read Full Post »

પોરબંદર જીલ્લાના ખેડુતોને ગામમા જ દાખલા મળશે

પોરબંદરમાં ઇ-ધરા કચેરીને જીલ્લા સેવા સદન ખાતે ખસેડવામાં આવેલ ત્યારે ખેડુતોની પરેશાની વધી ગયેલ અને ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો અને સરપંચો દ્વારા વિરોધ પણ વ્યકત કરવામાં આવેલ પરંતુ તાજેતરમાં જ જીલ્લા કલેકટર દ્રારા એવુ જણાવવામાં આવેલ કે ૮/અ અને ૭/૧રના દાખલાઓ ખેડુતોને ગ્રામપંચાયતમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.


છત્રાવા ગામે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ કાર્યક્રમો યોજાયા

કૂતિયાણા તાલુકાના છત્રાવા ગામે તાજેતરમાં જ સર્વરોગ નિદાન કેમ્પ,અંખડ રામધુન,પ્રસાદી,જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમા તા/૧૪ના રોજ સર્વ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું જેમા પોરબંદરના પ્રખ્યાત ડોકટર ડો.એ.જી.લાખાણી, ડો.એન.એ.ખુડખુડીયા, ડો.મીનાબેન પુરોહિત, ડો.નિતીન પોપટ વ.એ માનદ્ સેવા આપેલ હતી. આ કેમ્પમાં છત્રાવા, ભોગસર તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓએ આ સેવાનો લાભ લીધો.

તથા તા.૩૧/૩ ના રોજ પોલાભાઇ ખુંટી તરફ થી ૧ર કલાક ની અંખડ રામધુન, શ્રીરામદેવપીર ની પ્રસાદી તથા સમસ્ત છત્રાવા અને ભોગસર ગામનું સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખેલ હતો.


ચંન્દ્રાવાડા ગામે રકતદાન કેમ્પ યોજાયો
ચંન્દ્રાવાડા ગામે તા.૭/૪/૧૦ના રોજ રકતદાન કેમ્પ યોજાયો હતો.જેમા ૩ર બોટલ રકત એકઠુ થયું હતું જે આશા બ્લડબેન્ક પોરબંદરને અર્પણ કરેલ હતું. તથા આ પ્રસંગે ગામમાં ૪૦ વર્ષથી પોસ્ટમેન તરીકેની ફરજ બજાવતા શ્રી કનુંભાઇ નો વિદાય સમારોહ પણ યોજાયો હતો.


Read Full Post »

લેખક : પ્રતીક એમ. ઝોરા (મુ.સરમા (ઘેડ), તા.માંગરોળ, જી.જુનાગઢ)

(પ્રતિભાવ પરથી સાભાર. – મહેર એકતા)

આજના આધુનીક યુગમાં લોકોએ પોતાની ખાણી-પીણીનાં શોખ ક્યારેક પોતાના જ સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડે છે, ખાસ તો ફાસ્ટ ફુડ, જંક ફુડ વગેરે ક્યારેક લાંબા ગાળે અનેક રોગોને નોતરે છે.

આજનો માનવી એટલો બધો વ્યસ્ત બની ગયો છે કે તે પોતાના સ્વાસ્થ્ય પર પુરતુ ધ્યાન આપી શકતો નથી.

જ્યારે કોઈ ને આપણે કસરત કરો છો કે નઈ ત્યારે આપણને મોટા ભાગે એક જ જવાબ મળશે કે..

“ટાઈમ નથી”

હવે મારે એક જ વાત કહેવી છે કે જો વિશ્વનો સૌથી વ્યસ્ત વ્યક્તિ ગણાતા એવા અમેરીકાનાં પ્રમુખ બરાક ઓબામાં પણ જો દરરોજ એક કલાક કાઢી ને કસરત/વ્યાયામ કરતા હોય તો વળી આપણે એવા ક્યા કામ હોય છે કે આપણે આપણી હેલ્થ ના ભોગે આવા કામ કરીએ છીએ ???

વજન એ વ્યક્તિનાં સ્વાસ્થયમા બહુ મોટો ભાગ ભજવે છે.

વજનની વાત નિકળી એટલે કેટલુ વજન વધારે કેવાય અને કેટલુ વજન ઓછુ એ કઇ રીતે જાણવુ એ વિશે એક માહિતી આપી દઉ છુ,

* આદર્શ વજન કેટલું હોવું જોઈએ?

વજન વધારે છે કે ઓછુ એ જાણવા માટે સૌ પ્રથમ વ્યક્તિનો BMI (Body mass index) શોધવો પડે છે.

આ માટે નીચે મુજબનુ સુત્ર વાપરી આપણે જાણી શકીએ કે આપણો “બોડી માસ ઇન્ડેક્ષ (BMI)” કેટલો છે,

BMI (kg/m² ) = weight in kilograms (વજન કિલોગ્રામમાં)
————————————-
height in meters²  (ઉચાંઈ² મીટરમા)

હવે, આ ગણતરી કર્યા તમારુ BMI કેટ્લુ આવે છે એ જુઓ અને પછી નીચેનાં કોષ્ટક પરથી નક્કી કરો કે આપનુ વજન કેટલુ વધારે / ઓછુ કે માપસરનું છે…

BMI Categories:

* Underweight (જરુરીયાત કરતા ઓછુ વજન)= <18.5
* Normal weight (માપસરનુ વજન) = 18.5-24.9
* Overweight (વધારે વજન) = 25-29.9
* Obesity (મોટાપો -ખુબજ હાનિકારક) = BMI of 30 or greater

દા.ત. કોઈનુ વજન ૬૮ કિલોગ્રામ છે અને ઉચાઈ ૧૬૫ સે.મી. (૧.૬૫ મીટર) છે

તો નીચે મુજબ આપણે તેનુ BMI ગણી શકીએ,

BMI= 68 ÷ (1.65)2 = 24.98

માટે આ વ્યક્તિનુ BMI 24.98 છે.

***વજન અને હાર્ટએટેક :

તમારું વજન બરાબર હોય અને કોઈ રોગ ન હોય તો પણ હાર્ટએટેક આવી શકે છે અને કોઈનું વજન વધારે હોય અને તેઓ તંદુરસ્ત હોઇ શકે છે.

મે એક જગ્યાએ વાંચેલુ કે એક અભાસ મુજબ આશ્ચર્યજનક રીતે લગભગ અર્ધા કરતાં વધુ જેઓના વજન વધુ હોય છે તેઓના બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ નોર્મલ હોય છે, જ્યારે જેઓના વજન સામાન્ય કે નોર્મલ હોય છે તેઓને બ્લડપ્રેશર કે એવી કોઈ બીમારી હોય છે. આ વાત કહે છે કે ભલે વજન વધુ હોય પણ તંદુરસ્ત હોય શકે છે અને એ વાત પણ કહે છે કે શરીર પાતળું હોય એટલે એમ નહીં માની લેવાનું કે તમને કોઈ રોગ નહીં હોય અને થાય નહીં . પ૧ ટકા જેઓના વજન વધારે હતા તેઓને બ્લડપ્રેશર કોલેસ્ટ્રોલ નોર્મલ હતા. એટલે બીએમઆઈ કે વજન અને ઉંચાઈનો રેશિયો, ચરબી અને ચરબી વગરના વજન વચ્ચેના તફાવતની વાત કહેતા નથી. ઘણા નિષ્ણાતો કહે છે કે કમરની સાઈઝ વધુ સારી રીતે આ જોખમની વાત કરે છે. એટલે જો વજન વધારે હોય અને કોઈ બીમારી ન હોય તો વજન ઘટાડવાની બહુ જરૃર નથી એમ આ નિષ્ણાતો કહે છે તો પછી વજન ઘટાડવાનું ફકત એક જ કારણ હોય શકે કે તમારે સુંદર દેખાવું હોય.

**વજન ઓછુ કરવાના કેટલાક ‘ઘરેલુ’ ઉપાયોઃ

– બને તો દરરોજ ૩૦ મીનીટ ચાલવાનુ રાખો..

– જો તમે ફ્લેટમાં રહેતા હોય તો લિફ્ટને બદલે સીડી પર ચઢીને જાવ.(શરત એ કે તમે કોઈ બહુ ઉંચી ઈમારત પર ન રહેતા હોય.)

– અઠવાડિયામાં એકવાર તમે પોતાની ગાડી પોતે ધોઈને સાફ કરો. બગીચામાં નિંદાઈ-દેખરેખ જાતે કરો. એક કપડુ લઈને ઘરની ઝાટકણી જાતે કરો. કંઈ કામ ન હોય તો બેસીને આલબમમાં ફોટા ગોઠવો. આ કામ રિમોટ કંટ્રોલ લઈને ટીવી સામે બેસી રહેવા કરતા વધુ ફાયદાકારક છે

– બાળકોને રમતાં જોવાને બદલે તેમની સાથે કદી રમો પણ

– સાંજના ભોજન પછી પોતાના પરિવાર સાથે આસપાસ જ કશે ફરી આવો.

અંતે બે સુવિચાર કહીને લેખને પુર્ણ કરુ છુ,

“There’s lots of people in this world who spend so much time watching their health that they haven’t the time to enjoy it.” ~ Josh Billings

અમારા એન્જીનીયરીંગની ભાષામાં કહું તો,

“A man too busy to take care of his health is like a mechanic too busy to take care of his tools.” – સ્વરચીત

આપના પ્રતિભાવ આવકાર્ય છે….

અસ્તુ,

Read Full Post »

લેખક: ડો. લીલુબેન પી. વાઢેર,  મુ.સરમા (ઘેડ), તા.માંગરોળ, જી.જુનાગઢ

ફિઝીયોથેરાપી એટલે શું ?
ફિઝીયોથેરાપીએ સારવારની એક પધ્ધતિ છે. જેમાં દર્દીઓને તકલીફ મુજબ જુદી-જુદી કસરતો અને ઇલેકટ્રીક સાધનો વડે સારવાર આપવામાં આવે છે. જેથી દર્દી પોતાનું જીવન કોઇ પણ જાતનાં દુઃખાવા વગર અને સક્રીય રીતે જીવી શકે છે.
આપણામાંથી બધાએ જ વા શબ્દ કયાંક ને કયાંક તો સાંભળીયા જ કરો. અને ઘણા વા ના દર્દથી પીડાતા પણ હશે પરંતુ વા વિશેની ચોકકસ માહિતી અને સારવારની માહિતીના અભાવના કારણે આ દર્દને સહન કરતા હશે. તો આ લેખમાં આપણે વા વિશેની થોડી અગત્યની માહિતી જાણીએ.
વા એટલે શું ?
વા એટલે શરીરનાં કોઇ પણ સાંધામાં થતી ઘસારાની પ્રક્રિયા છે જે શરીરનાં જુદા જુદા સાંધાઓ જેવા કે થાપા, ઘુંટણ, કમર, ગરદન, ખંભા વગેરેમાં સામાન્ય રીતે જોવા મળે છે.
જેમાંથી આજના અંકમાં આપણે ઘુંટણના વા વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું.
વા થવાના કારણો :
સાંધા પર કોઇ પણ જાતનો માર લાગવો. વ્યવસાય (વ્યકિતના વ્યવસાય પ્રમાણે જુદા-જુદા સાંધાની તકલીફો થાય છે. સાંધાનો ક્ષય, મેદસ્વી શરીર, વારસાગત, વધતી ઊમર (સામાન્ય રીતે ૩પ થી ૪૦ વર્ષ પછી), વાતાવરણ (દુઃખાવો ઠંડીમાં વધારે જોવા મળે છે.) સાંધાને પુરતું પોષણ ન મળવું વગેરે.
ભારતીય જીવન શૈલીમાં રોજબરો આપણે પલાંઠી વાળીને બેસવાનું, ઊભડક પગે બેસવું, જમીન પર બેસવું, સીડી ચડ-ઊતર કરવી વગેરે સ્થિતિઓમાં વધારે વખત કામ કરવું પડે છે.
જેથી પશ્ચિમના દેશોની સરખામણીમાં આપણા દેશમાં ઘુંટણના વા ની તકલીફ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
* વા ના લક્ષણો :

ઘુંટણની આસપાસ અથવા ઘુંટની અંદર ઉંડો દુઃખાવો થવો. ઘણી વખત આ દુઃખાવો ઊપર થાપા સુધી અને નીચે ઘુંટણ સુધી પણ ફેલાય શકે છે. પલાઠી વાળતી વખતે, ઊભડક બેસતી વખતે, જમીન પર બેસીને ઊભા થતી વખતે અને સીડી ચડતી-ઊતરતી વખતે ઘુંટણમાં દુઃખાવો વધી જાય છે. ખાસ કરીને સીડી ઊતરતી વખતે પણ પગ લચકાય જાય છે. ઘુંટણની આસપાસ સોજો ચડવો, ઘુંટણ વાળતી અને સીધો કરતી વખતે સાંધામાંથી અવાજ આવવો. ધીમે ધીમે તકલીફ વધવાથી ઘુંટણ બહારની તરફ વળવા લાગે છે.
સારવાર :

જો તમારામાં ઊપર દર્શાવ્યા પ્રમાણેના લક્ષણો હોય તો સૌથી પહેલા નજીકનાં હાડકાના ડોકટર અથવા ફિઝીયોથેરાપીસ્ટનો સંપર્ક સાધવો. વાનો કોઇ કાયમી ઇલાજ નથી. પરંતુ ડોકટર દ્વારા મુખ્યત્વે દુઃખાવો ઓછો કરવાની અને કેલ્શીયમનું પ્રમાણ વધારવાની દવાઓ આપવામાં આવે છે. વા માટે ફીઝીયોથેરાણી સારવાર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફિઝીયોથેરાણીની મદદથી વા ના દુઃખાવાથી છુટકારો મેળવી અને દૈનિક જીવન સક્રીય રીતે જીવી શકાય છે. અને તકલીફને આગળ વધતી અટકાવી શકાય છે.
ફીઝીયોથેરાપી સારવાર :
નીચે થોડી કસરતો તમે તમારા ઘરે પણ કરી શકો એવી રીતે સમજાવવામાં આવી છે.
– દિવાલને ટેકો લઇ બન્ને પગ લાંબા ધરી બેસવું.
– ઘુટણ નીચે વાળેલો ટુવાલ અથવા ઓશકુ રાખવું.
– ઘુંટણથી ટુવાલ અથવા ઓશીકાને નીચેની તરફ દબાવવું.
– ૧૦ સેકન્ડ સુધી આ રીતે દબાવી રાખો.
– હળવેકથી ઢીલું મુકવું.
– આવી રીતે ૧૦ વખત કરવું.
– દિવસમાં આ રીતે ૪ થી પ વખત કરવું.
– પલંગ પર સીધા સુઇ જવું.
– ધીરેથી એક પગને ઘુંટણમાંથી વાળ્યા વગર થાપામાંથી એક વત જેટલો ઉંચો કરવો.
– ૧૦ સેકન્ડ સુધી ઊપર રાખવો.
– હળવેકથી નીચે લાવવો
– આરીતે ૧૦ વખત કરવું.
– આ કસરતને દિવસમાં ૪ થી પ વખત કરવી.
– દિવાલને ટેકો દઇ પગ લાંબા રાખીને બેસવું.
– બન્ને હાથ લાંબા કરી પગના અંગુઠાને અડવાની કોશીષ કરવી.
– પગ ઘુંટણમાંથી ન વળે એનવું ખાસ ધ્યાન રાખવું.
– જો તમે પગલના અંગુઠા સુધી પહાચી શકો તો વાંક વળીને માથું ઘુંટણ સુધી અડાડવાની કોશીષ કરવી.
– ૧૦ સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહેવું.
– ધીરેથી મુખ્ય સ્થિતિમાં આવવું.
– આ રીતે ૧૦ વખત કરવું.
નોંધઃ- જે વ્યકિતને મણકાની ગાદી ખસી જવાની તકલીફ હોય એમણે આ કસરત ન કરવી.
– ઉંચા પલંગ પર અથવા ખરુશી પર પગ લટકાવીને બેસવું.
– બન્ને પગની આંટી વાળવી.
– ઊપરના પગથી નીચેના પગને વજન આપવું.
– વજન આતતા આપતાં ધીરે ધીરે નીચેનો પગ સીધો કરવો.
-ધ્યાન રાખવું કે, પગ ઘુંટણમાંથી પુરો સીધો થાય.
– આ રીતે ૧૦ વખત કરવું.
– ત્યાર બાદ બન્ને પગની આંટી બદલીને ઊપર મુજબ કસરત કરવી.
– દિવસમાં ૪ થી પ વખત કરવી.
* કાળજીઃ :
વધુ વજન ધરવાતી વ્યકિતએ વજન ઊતારવું. દિવસ દરિમયાન ઘુંટણનું મોજું પહેરી રાખવું. હુંફાળા ગરમ પાણીનો શેક કરવો. પૌષ્ટીક તત્વો યુકત આહાર લેવો. પલાઠી વાળીને ન બેસવું. ઊભડક પગે ન બેસવું. વધારે પ્રમાણમાં સીડી ચડ-ઊતર ન કરવી. જો એક જ પગમાં દુઃખાવો હોય તો સામાન્ય રીતે લોકો દુઃખાવા રહિત પગ ઊતર જ વધારે વજન આપીને ચાલે છે. જેથી બીજા પગના ઘુંટણમાં પણ ઘસારો થાય છે. જેથી ચાલતી વખતે બન્ને પગ પર સરખું જ વજન આપવું.
ખાસ નોંધઃ-  જો સામાન્ય લાગતા આ દર્દની અવગણના કરવામાં આવે તો તકલીફ ખુબ જ આગળ વધી જાય છે. અને સાંધા બદલાવવાની સર્જરી સિવાય કોઇ ઊપાય બાકી રહેતો નથી. માટે સમયસર સારવાર લેવી હિતાવહ વહ છે.

Read Full Post »

મોચા ગામે નેત્ર નિદાન કેમ્પ સમ્પન્ન : ૧૬પ દર્દીઓએ લાભ લીધો

લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.ના આર્થીક સહયોગથી તેમજ શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ દ્વારા પોરબંદર-વેરાવળ નેશનલ હાઇવે રોડ પર બળેજની બાજુમાં આવેલ નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા (ઘેડ) ગામના પ્રખ્યાત હનુમાનજી મંદિર પરિસરમાં તા. ર૭-૧ર-૦૯ નાં રવિવાર નાં રોજ પૂર્વપ્રમુખશ્રી મહેર કોમ્યુનીટી એસોસીએશન, યુ.કે.ના કેશવભાઇ રામભાઇ ઓડેદરાના આર્થીક સહયોગથી એક નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મ લઇને વિદેશમાં સ્થાઇ થયેલ મહેર સમાજના જ્ઞાતિજનોના માદરે વતન પ્રત્યે ઉંડી લાગણીથી પ્રેરાયને જ્ઞાતિ-સમાજહિતના માનવતાવાદી સાર્વજનિક કામો કરતા રહ્યા છે. ત્યારે લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.માં સ્થાઇ થયેલ મહેર સમાજના માનવતાવાદી જ્ઞાતીજનોના આર્થીક અનુદાનથી પોરબંદર-વેરાવળ જતા નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા(ઘેડ) ગામેના અને નેશનલ હાઇવે રોડ પર અડીને આવેલ સુવિખ્યાત પ્રસિધ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞનું શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ પોરબંદરના સહકારથી તારીખ ર૭/૧ર/૦૯ના રવિવારના સવારના રોજ કરવામાં આવેલ. જેને હનુમાન મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી, યુ.કે.ના શ્રી કેશવભાઇ રામભાઇ ઓડેદરા તથા તેમના ધર્મપત્નિ અને મહેર મહિલા મંડળના બહેનોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરીને આ નેત્રયજ્ઞને ખુલ્લો મુકયો હતો.
આ આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞ કેમ્પમાં આંખને લગતા રોગો જેવા કે મોતીયો, જામરવેલ, પરવાળા વગેરે આંખના રોગોના મોચા(ઘેડ) ગામના આજુબાજુના ઘેડના ગામડાં જેવા કે બગસરા(ઘેડ), કડછ, ચગરીયા, ગોરસર-મોચા(ઘેડ), બળેજ, ઉંટડા(ઘેડ), રાતીયા (ઘેડ), સહિતના ગામોના ૧૬પ જેટલા આંખના દર્દીઓએ ઊપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. આ નેત્રયજ્ઞના કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર પોરબંદર ખાતે આવેલ ધામેચા હોસ્પીટલના આંખના ડો. નયનભાઇ જેઠવાએ દર્દીઓને તપાસી અને રોગનું નિદાન કરી આપેલ. તેમજ જરૂરિયાતવાળા અને ઓપરેશનને લગતા રપ જેટલા આંખા દર્દીઓને પોરબંદર ધામેચા હોસ્પીટલ ખાતે વિના મુલ્યે આપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઊપસ્થિત આંખના દર્દીઓ અને અને આવેલ ભાવિકજનોને માટે ચા, પાણી તેમજ પ્રસાદીની વ્યવસ્થા હનુમાનજી મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી તરફથી ગોઠવવામાં આવી હતી.

દર્દીના નામ કેમ્પના સ્થળે તેમજ નેત્રયજ્ઞની માહિતી તેમજ અન્ય સેવાકીય કામગીરીમાં સ્થાનીક મોચા(ઘેડ) ગ્રામજનો, ડો. દેવશીભાઇ દાસા (માઘવપુર વાળા), શ્રી અરજનભાઇ બાપોદરા (રાતીયા), કારાભાઇ ભીમાભાઇ રાતીયા, મોચાના બાબુભાઇ કાનાભાઇ તેમજ મહેર મહિલા વિકાસ મંડળના જયાબેન કારાવદરા, કિરણબેન ઓડેદરા, રમાબેન ભુતિયા, રેખાબેન આગઠ વિગેરેએ જહેમત ઊઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Read Full Post »