Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘એથ્લેટીક્સ સ્પર્ધા’

પોરબંદર તાલુકાના સીમર ગામની વિદ્યાર્થીએ તાજેતરમાં જ રાજય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી બરડા વિસ્તાર અને સમગ્ર પોરબંદર જીલ્લાનું ગૌરવ વધારેલ છે.
આ સ્પર્ધા પ્રતિવર્ષે માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજય સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે. અને વિવિધ રમત-ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા હિમતનગર ખાતે યોજાઇ હતી જેમાં સીમર હાઇસ્કુલની બે વિદ્યાર્થીની બહેનોએ ચક્રફેકમાં ગોલ્ડ મેડલ મેળવી જ્ઞાતિનું ગોરવ વધાર્યું છે.
જેમાં નીતાબેન બાલુભાઇ ઓડેદરાએ (જુનિયર વિભાગ)માં ર૩.પ૦ મીટર ચક્ર ફેકીને રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જયારે તેજલબેન જેઠાભાઇ ઓડેદરા બાળ વિભાગમાં ૧૯.પ૦ મીટર ચક્ર ફેકી રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાસલ કરતા સીમર ગામમાં આનંદની લાગણી ફેલાઇ છે. અને બન્ને વિદ્યાર્થીની બહેનોને આચાર્યશ્રી રાયદેભાઇ મોઢવાડીયાએ અભિનંદન પાઠવેલ છે.

Advertisements

Read Full Post »

મણિયારો

મેર રાસ મંડળ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે.
(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધિ)
દેશની રાજધાની દિલ્હી ખાતે યોજાઇ રહેલ કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં મેર રાસ મંડળ છાંયા અને શ્રી આવડ રાસ મંડળ ભાવપરાની ટીમ એક અનોખો રાસ અને નૃત્ય રજુ કરશે.
જેના ભાગ રૂપે હાલ આ બન્ને ટીમો દિલ્હી છે. અને એક માસના સમય સુધી પ્રેકટીશ કરી તેઓ અંતિમ દિવસે આ નૃત્ય રજુ કરશે
કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ ત્રીજી ઓક્ટોબરના દિવસે થશે તથા ૧૪મી ઓકટોમ્બરના દિવસે સમાપન થશે જેમાં રાણાભાઇ સીડા પોરબંદર (છાંયા)ની વિશ્વ વિખ્યાત મેર રાસ મંડળ અને લાખણશીભાઇ ઓડેદરાની શ્રી આવડ રાસ મંડળ ભાવપરા, દ્રારા તા.૧૪મી ઓક્ટોબરના દિવસે અનોખો કાર્યક્રમ રાસ નૃત્ય રજુ થનાર છે. જેની એક માસથી પણ વધારે સમય સુધી પ્રેકટીસ કરવામાં આવેલ છે. મેર રાસ મંડળના છાંયાના પ્રમુખ રાણાભાઇ સીડાએ મહેર એકતાને મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વખતે અમારી આ બન્ને ટીમો એક માસથી પણ વધારે સમય દિલ્હી રહેશે જેથી નવરાત્રીની ઊજવણી પણ ત્યાં થવાની જેથી નવરાત્રીમાં અમો પ્રતિવર્ષની જેમ બીજે કયાંય ભાગ લઇ શકીશુ નહી તેની જ્ઞાતિજનો અને અમને જે ગરબી મંડળ આમંત્રિત કરે છે. તેવા ગરબી મંડળના આયોજકોએ નોધ લેવી. આ બન્ને ટીમોને જ્ઞાતિજનો તરફથી શુભેચ્છાઓ અને અભિનંદન પણ મળી રહ્યા છે. આપ આ બન્ને ટીમને રાણાભાઇના નંબર પર અભિનંદન પાઠવી શકો છો. મો. ૯૮૨૫૨ ૭૦૯૪૭

Read Full Post »

મહેર જ્ઞાતિ સમાજના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોમાં રહેલી રમત-ગમત ક્ષેત્રેની આંતરીક શકિતઓને બહાર લાવી અને તેમને પ્રોત્સાહિત કરી રમત-ગમતનું સુંદર પ્લેટફોર્મ પુરૂ પાડવના ઊમદા ધ્યેય સાથે મહેર સુપ્રિમ કાઊન્સિલની સ્વતંત્ર પાંખ એવી મહેર સોશ્યલ ગૃપ પોરબંદર દ્વારા દર વર્ષે શાળા/કોલેજોમાંના મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે વિવિધ ખેલકુદની ઇવેન્ટસ (સ્પર્ધા) ઓ યોજે છે ત્યારે દર વર્ષની જમે આ સાલ પણ મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનો માટે જુનિયર-સિનિયર વિભાગની વિવિધ રમત-ગમતની સ્પર્ધાનું આયોજન મહેર સોશ્યલ ગૃપ દ્રારા તા.ર૭-૧ર-૦૯ ને રવિવારનાં રોજ પોરબંદર ખાતે આવેલ દિલિપ ક્રિકેટ ગ્રાઊન્ડમાં કરવામાં આવ્યુ હતું.
આ રમતોત્સવનું મહેર સમાજની વિશાળ સંખ્યામાં ઊપસ્થિત આગેવાનો- વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની હાજરીમાં મહેર સમાજના સંત શિરોમણી પ.પૂ. માલદેવબાપુની છબી સમક્ષ પોરબંદર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ સીંચાઇ મંત્રીશ્રી, ગુજરાત રાજય, શ્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી રાજશીભાઇ પરમાર, લેસ્ટર યુ.કે.થી ખાસ ઊપસ્થિત રહેલા શ્રી માલદેભાઇ મોઢવાડીયા, શ્રી પરબતભાઇ મોઢવાડીયા, શ્રી જયમલભાઇ મોઢવાડીયા, શ્રી નાથાભાઇ વસ્તાભાઇ, રાણાવાવના અગ્રણી આગેવાન શ્રી અરભમભાઇ ભારાભાઇ, ક્રિકેટરશ્રી રામભાઇ ઓડેદરા, શ્રી સામતભાઇ સુંડાવદરા, પુંજાભાઇ મોઢવાડીયા ડો. આવડાભાઇ ગોઢાણીયા,        ડો. દેવશીભાઇ ખુંટી, મહંતશ્રી ભરતદાસજી, રામસિંગભાઇ સુંડાવદરા, મેરામણભાઇ મોઢવાડીયા, સહિતના આગેવાનોએ દીપ પ્રાગટય કરીને રમતોત્સવને ખુલ્લો મુકયો હતો.
આ પ્રસંગે પોરબંદર વિસ્તારના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા તથા પુર્વ સિંચાઇ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ તેમના પ્રવચનમાં જણાવેલું કે યુવા વર્ગમાં રહેલી અગાધ શકિત કોઇપણ સમાજ માટે ગૌરવની વાત હોય છે અને તેમાં પણ તરવૈયા થનગનાટ કરતા યુવા શકિતના ધોધને તેમા રહેલા સુષુપ્ત શકિતને યોગ્ય દિશા મળે (પ્લેટફોર્મ) મળે તો તેનામાં અશકયને શકય કરવાની ક્ષમતા રહેલી હોય છે ત્યારે મહેર સોશ્યલ ગૃપ દ્વારા દર વર્ષે આપણા મહેર જ્ઞાતિના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા યુવા ભાઇ-બહેનોમાં રહેલી આવી આંતરીક રમત-ગમતની શકિતને મુલવીને એમને પ્રોત્સાહિત કરવા અને રમત-ગમતની વિવિધ ઇવેન્ટસ (સ્પર્ધાઓ) ગોઠવીને સુંદર એકતા ભર્યુ આયોજન કરેલ તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ શિક્ષણની સાથો સાથ આવી રીતે ખેલકુદની સ્પર્ધાઓથી યોજવાથી તેમને રમત-ગમત ક્ષેત્રે રૂચિ કેળવાય અતે તેમની શકિતઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ મળી રહે છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. તેને આવકારી શિક્ષિત સમાજની નવરચના કરવાનું અહવાન કરેલ કારણકે સમાજમાં શિક્ષણ આવશે તો આપો આપ એક ઊમદા સમાજનું નિર્માણ અવશ્ય થશે તેમ જણાવેલ.
રમતોત્સવને ખુલ્લો મુકયા બાદ જુનાગઢ, કુતિયાણા, પોરબંદર, સીમર, બોખીરા, સોઢાણા, કુછડી, હાથીયાણી, રાણાવાવ, રાતીયા સહિતના ગામો-શહેરોમાંથી શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનોની જુદી જુદી ખેલકુદની સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં ભાઇઓ બહેનોમાં જુદી જુદી સ્પર્ધામાં બે વિભાગ રાખવામાં આવ્યા હતા. જેમાં જુનિયર વિભાગ અને સિનીયર વિભાગ, જેમાં જુનિયર વિભાગમાં ધો.૧૦ સુધી અભ્યાસ કરતા અને ૧૭ વર્ષથી નીચેની વય ધરાવતા વિદ્યાર્થી ભાઇ-બહેનોમાં ૧૦૦ મી. ૪૦૦ મી. અને ૮૦૦ મી. દોડની સ્પર્ધા, ઉંચી કૂદ અને લાંબી કૂદ ગોળા ફક અને ચક્ર ફેકની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
જયારે સીનીયર વિભાગનાં ભાઇઓ માટે ૧૦૦ મી. ૪૦૦ મી. અને ૧પ૦૦ મી.ની દોડ સ્પર્ધા, ઉંચી કૂદ અને લાંબી કૂદ તેમજ ગોળા ફેંક અને બચ્છી ફેંકની સ્પર્ધા રાખેલ. જયારે બહેનો માટે ૧૦૦ મી., ૪૦૦ મી. અને ૮૦૦ મી. દોડ સ્પર્ધા, ઊંચી કૂદ અને લાંબી કૂદ તેમજ ગોળા ફેંક અને બચ્છી ફેંકની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જુનિયર વિભાગમાં ભાઇ-બહેનોમાં ધો.૧૧ થી સ્નાતક સુધી અભ્યાસ કરતા હોય તે ભાગ લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ.
રમતોત્સવ સવારનાં ૯ વાગ્યાથી શરૂ થયેલ. જેમાં દરેક જુનિયર-સીનીયર વિભાગની સાત-સાત રમતોન્સવની સ્પર્ધા રાખવામાં આવેલ. તેથી આ બધી રમતોને યોજવામાં ૪ કલાક ને ૩પ મીનીટ નો સમય લાગતો હતો. સમગ્ર રમતોત્સવ બપોરનાં ૧ર અને ૩પ મીનીટે પૂર્ણ થયેલ ત્યાર બાદ નિર્ણાયકો દ્વારા ખેલાડી ભાઇ-બહેનો વચ્ચે યોજાયેલ સ્પર્ધામાં પહેલો, બીજો અને ત્રીજો નંબર આપી તેઓને નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને પ્રમાણપત્ર, શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામો ઊપસ્થિત જાહેર સમાજનાં આગેવાનોના હસ્તે આપીને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવમાં ભાગલીધેલ મહેર સમાજનાં શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનોની યોજાયેલ ખેલકૂદની રમતનાં પરિણામ બહાર આવતા તેમાં,

જુનિયર વિભાગમાં ભાઇઓમાં ::  ૧૦૦ મી. દોડમાં : પ્રથમ રામ રાયદે ઓડેદરા, દ્વિતિય માલદે હલા ઓડેદરા (સીમર હાઇસ્કૂલ) અને તૃતિય સંજય નાગા ઓડેદરા (બાલા હનુમાન રાણાવાવ) આવેલ. 

૪૦૦ મી. દોડમાં: પ્રથમ જયમલ નેભા કુછડીયા (કુછડી હાઇસ્કૂલ), બીજો વનરાજ ભકા ઓડેદરા (શિગ્મા-પોરબંદર) અને ત્રીજો નંબર માલદે હલા ઓડેદરા (સીમર),

૮૦૦ મી. દોડમાં: પ્રથમ આવડા દેવશી કુછડીયા (કુછડી), બીજો નાથા કાનજી ઓડેદરા (સિગ્મા-પોરબંદર) અને ત્રીજો હરદાસ લીલા પરમાર (મહિયારી-ઘેડ) આવેલ.
જયારે ઉંચી કૂદમાં: પ્રથમ અરજન નાગા ઓડેદરા (સીમર), બીજો મુળુ કારા કારાવદરા(અડવાણા) અને ત્રીજો દિલીપ દેવા ગોઢાણીયા (બગવદર) આવેલ.

લાંબી કૂદમાં: પ્રથમ દિલીપ દેવા ગોઢાણીયા (બગવદર), બીજો લવ વિંઝા મોઢવાડીયા (કુતિયાણા) અને ત્રીજો નિલેશ રાજશી ઓડેદરા (કુતિયાણા) વિજેતા બનેલ.
જયારે ગોળાફકમાં: પ્રથમ વિરમ હલા છેલાર (ખિ્રસ્ત્રી) એલાઇટ એકેડેમી, બીજો દિલીપ દેવા ઓડેદરા (સિગ્મા-પોરબંદર) અને ત્રીજો નંબર સંજય મુંજા કારાવદરા (બગવદર) આવેલ.

ચક્ર ફેંકમાં: પ્રથમ આવડા જેઠા ઓડેદરા (સીમર), બીજો વિરમ હલા છેલાર (સીમર) એલાઇડ એકેડેમી, અને ત્રીજો નંબર ધવલ જીવા ખુંટી (સિગ્મા-પોરબંદર આવેલા.

 
જુનિયર વિભાગમાં ચેમ્પીયન વિરમભાઇ હલાભાઇ છેલાર બન્યા હતા.
જુનિયર વિભાગમાં બહેનોમાં :: ૧૦૦ મી. દોડમાં:  પ્રથમ ઢેલીબેન હરદાસ ઓડેદરા ( જેઓ ર૦૦૮ નીજિલ્લા કક્ષાની ગ્રમીણ એથ્લેટીકમાં ૧૦૦ મી. ઉંચી કૂદમાં બીજો અને ૧૦૦ મી. રીલે. માં પ્રથમ આવેલ હતા) કુછડી,  બીજા ક્રમે હંસા બચુ ઓડેદરા-જૂનાગઢ, અને ત્રીજા ક્રમે સંગીતા વસ્તા સુડાવદરા (ગોઢા)
૪૦૦ મી. દોડમાં: પ્રથમ રાજીબેન ભુરા કુછડીયા, કુછડી હાઇસ્કૂલ (જેઓ ર૦૦૮ ની જિલ્લા કક્ષાની ગ્રામીણ એથેલેટીકસમાં ર૦૦ મી. દોડમાં બીજો, ૪૦૦ મી. વિઘ્ન દોડમાં પ્રથમ અને ૧૦૦ મી. દોડમાં પ્રથમ આવેલ હતા.),  બીજા ક્રમે હીરા ખીમા ખુંટી અને ત્રીજા ક્રમે મંજુ રામભાઇ કારાવદરા વિજેતા થયેલ.
૮૦૦ મી. દોડમાં: પ્રથમ પુષ્પા ઝાંઝા સુડાવદરા (કુછડી) (જેઓ ર૦૦૭ ની ગ્રામીણ ની જિલ્લા લેવલની ૭૦૦ મી. દોડમાં બીજો અને ૧૦૦ મી. રીલે. માં પ્રથમ આવેલ હતા.) બીજો નંબર શાંતી રામ કારાવદરા (જૂનાગઢ) અને ત્રીજા નંબરે હંસાબેન બચુભાઇ ઓડેદરા-જૂનાગઢ આવેલ હતા.
ઉંચી કૂદમાં: પ્રથમ શાંતી કારા ઓડેદરા (ફટાણા), બીજો નંબર સંગીતા વસ્તા સુંડાવદરા (પોરબંદર) અને ત્રીજા નંબરે રેખા ઠેબા કુછડીયા વિજેતા બનેલ. (રેખા ઠેબા કુછડીયાએ ગ્રામીણ કક્ષાની જિલ્લા કક્ષાની એથ્લેટીકસ રમતોમાં ર૦૦૮ માં ૪૦૦ મી. દોડમાં બીજો અને ૪૦૦ મી. વિઘ્નદોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો.)

 
લાંબી કૂદમાં: પ્રથમ નંબરે દક્ષા ઝાંઝા સુડાવદરા (ગોઢાણીયા કોલેજ), બીજો નંબર ઢેલી હરદાસ ઓડેદરા (કુછડી) અને ત્રીજા નંબરે શીતલ જેઠા કડેગીયા (કુતિયાણા) વિજેતા બનેલ.
ગોળાફેંકમાં: પ્રથમ નીતાબેન બાલુભાઇ ઓડેદરા (સીમાર હાઇસ્કૂલ) બીજો મનીષા આલાભાઇ કુછડીયા (કુણી હાઇસ્કૂલ) ત્રીજા નંબરે આરતી રામભાઇ મોઢવાડીયા (જૂનાગઢ કન્યા છાત્રાલય વિજેતા ઘોષીત થયેલ.
જુનિયર વિભાગમાં બહેનોમાં ચેમ્પીયન રાજીબેન ભુરાભાઇ ઓડેદરા બન્યા હતા.
સીનીયર વિભાગમાં ભાઇઓમાં::
૧૦૦ મી. દોડમાં: પ્રથમ કેશુ રાજશી કારાવદરા (માધવાણી કોલેજ-પોરબંદર), બીજા નંબરે

વિરમ ડી. ગોઢાણીયા (સિગ્મા પોરબંદર) અને ત્રીજા નંબરે સંજય મેરૂ ભુતિયા (કુતિયાણા)વિજેતા બનેલા.
૪૦૦ મી. દોડ: પ્રથમ કેશુ રાજશી કારાવદા (માધવાણી), બીજા નંબરે રાયદે મુળુ ઓડેદરા (માધવાણી) ત્રીજા નંબરે મનીષ રણમલ પરમાર વિજેતા થયેલ હતા.
૧પ૦૦ મી. દોડમાં: પ્રથમ રાયદે મુળુ ઓડેદરા (માધવાણી), બીજો નરબત રણમલ મોઢવાડીયા, ત્રીજા નંબરે રામ રાજા ઓડેદરા (નગયુગ-પોરબંદર) વિજેતા થયેલ હતા.
ઉંચી કૂદમાં: વિરમ દેવશી ગોઢાણીયા (સિગ્મા), બીજા નંબરે ભરત ભીમા ઓડેદરા (નવયુગ-પોરબંદર) ત્રીજા નંબરે નિલેશ અરશી કારાવદરા (ભાવપરા) વિજેતા થયેલ.
લાંબી કૂદમાં: પ્રથમ ગોઢાણીયા વિરમ દેવશી (સિગ્મા), બીજા નંબરે મહેશ જેસાભાઇ ભૂતિયા (પોરબંદર) ત્રીજા નંબરે લાખણસી વિરમ ગોઢાણીયા (બોખીરા) વિજેતા થયેલ.

 ગોળા ફેંકમાં: પ્રથમ વિજય માંડણ કારાવદરા (માધવાણી), બીજો મહેશ રણમલ ઓડેદરા (મોઢા કોલેજ), ત્રીજો નંબર લાખણસી વિરમ ગોઢાણીયા (બોખીરા) તથા  બિપિન માલદે બાપોદરા (કુતિયાણા) વિજેતા થયેલ. 

બચ્છી ફકમાં: પ્રથમ દિલીપ લખુ ખુટી, (રાજશાખા પોરબંદર), બીજા બિપીન માલદે બાપોદરા અને ત્રીજા નંબરે રામા રાજા ઓડેદરા (નવયુગ-પોરબંદર)  વિજેતા થયેલ.
સીનીયર વિભાગ ભાઇઓમાં  ચેમ્પીયન વિરમ દેવશી ગોઢાણીયા (સિગ્મા હાઇસ્કૂલ પોરબંદર) બન્યા હતા.
સીનીયર વિભાગ બહેનો ::
૧૦૦ મી દોડ: પ્રથમ નંબર  કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ, પોરબંદર) (અત્રે યાદ આપવું ઘટે કે લીલુબેન કારાવદરા ધો.૮ થી ટી.વાય.બી. કોમ સુધીમાં જયારે જયારે સ્પર્ધાઓ યોજાયેલ ત્યારે ત્યારે તેઓ છેલ્લા ૬ વખત ચેમ્પીયન બની ચુકયા છે. અને આ વર્ષે પણ એ ક્રમ જાળવી રાખવામાં સફળ થયેલ છે.),  બીજો નંબરે બીનાબેન લાખાભાઇ આગઠ, મુળ ગોસા (ઘેડ) (હાલ-જુનાગઢ કન્યા છાત્રાલય, ટિંબાવાડી), ત્રીજા નંબરે જયાબેન એમ. બાપોદરા (બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદર).
૪૦૦ મી દોડ: પ્રથમ નંબરે કરાવદરા મંજુ નાગા (જુનાગઢ), બીજા નંબરે જયાબેન મેરામણ બાપોદરા (બાલુબા) અને ત્રીજા નંબરે કાજલ જેઠાભાઇ કડેગીયા (કુતિયાણા) વિજેતા થયેલ છે.
૮૦૦ મી. દોડ: પ્રથમ નંબરે મોઢવાડીયા શાંતિ લીલા (ગોઢાણીયા કોલેજ) (જે ગત વર્ષે બીજા નંબરે વિજેતા થયેલ હતી), બીજા ક્રમે કાજલ જેઠાભાઇ કડેગીયા (સરકારી સ્કુલ, કુતિયાણા) અને ત્રીજા ક્રમે રેખા વી. બોખીરીયા વિજેતા બનેલ છે.
ઉંચી કુદ: પ્રથમ ક્રમે રેખાબેન સુકાભાઇ કુછડીયા (બાલુબા કન્યા), બીજા ક્રમે શીતલ જેઠાભાઇ કડેગીયા (સરમણ મુંજા સ્કુલ, કુતિયાણા), અને ત્રીજા ક્રમે પાયલ ટી. ખુંટી (જુનાગઢ) વિજેતા બનેલ છે.
લાંબી કુદ: પ્રથમ ક્રમે રિધ્ધિબેન અરજનભાઇ સીડા (સીમર), બીજા ક્રમે હીરાબેન ખીમાભાઇ ખુંટી (બખરલા) અને ત્રીજા ક્રમે રાજીબેન ભુરાભાઇ કુછડીયા (કુછડી) વિજતા બનેલ છે.
ગોળા ફેંક: પ્રથમ ક્રમે કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ), બીજા ક્રમે કુછડીયા રાણીબેન પુંજાભાઇ (બાલુબા) અને ત્રીજા ક્રમે મંજુબેન એન. કારાવદરા (જુનાગઢ) વિજેતા બનેલ છે.
બરછી ફેંક: પ્રથમ ક્રમે કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ), બીજા ક્રમે કારાવદરા મંજુબેન નાગાભાઇ (જુનાગઢ) અને ત્રીજા ક્રમે ઓડેદરા ધાનીબેન કેશુભાઇ (બાલુબા) વિજતા થયેલ છે.
સીનીયર વિભાગમાં બહેનોમાં ચેમ્પીયન કારાવદરા લીલુબેન કારાભાઇ સોઢાણા ગામની બહેન છેલ્લા ૬ વખતથી દરેક સ્પર્ધામાં ચેમ્પીયન બની સોઢાણા ગામ અને કારાવદરા પરીવારનું ગૌરવ વધારેલ છે.
આ રમતોત્સવમાં ભાગ લીધેલ મહેર સમાજના શાળા/કોલેજોમાં ધો.૧૦ થી સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઇ-બહેનોને તેમણે ખેલકુદ સ્પર્ધામાં ઊત્કૃષ્ટ દેખાવ કરવા બદલ નંબર પ્રાપ્ત કરેલ તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર ઊપસ્થિત મહેર સમાજન આગેવાનો પુંજાભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ ચૌહાણ, ગીગાભાઇ ગોઢાણીયા, નોધણભાઇ મોઢવાડીયા, ભરતભાઇ કારાવદરા, ખીમાભાઇ રાણાવાયા, ભીમભાઇ મોઢવાડીયા, મહેર એકતાના સહતંત્રી અને ગોસા (ઘેડ)ના પત્રકાર વિરમભાઇ આગઠ, રાજશીભાઇ ઓડેદરા, વાળા સાહેબ, ગીતાબેન વિસાણા, દેવાભાઇ ભુતીયા, જે.પી. મોઢવાડીયા, મુળુભાઇ ભુતીયા, રામભાઇ ઓડેદરા, રામભાઇ કડેગીયા, અશોકભાઇ ઓડેદરા (સુનિલ સ્પોર્ટસ), રાજશીભાઇ એમ. ઓડેદરા, પાૃથ્વીપાલ વિસાણા, પ્રભાબેન વિસાણા, હીરાબેન રાણાવાયા, મેર મહીલા મંડળના પ્રમુખ ગીતાબેન, પરબતભાઇ ઓડેદરા (સુકલ્પ), રાંભીબેન ઓડેદરા (જુનાગઢ) સહતિનાઓએ વિજેતાઓને ઇનામો, પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

ઇનામ વિતરણ બાદ ઝુંડાળા મહેર બોર્ડીંગ ખાતે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેની બધી વ્યવસ્થા ઝુંડાળા મહેર સમાજના વ્યવસ્થાપક હાજાભાઇ ઓડેદરાએ કરી હતી. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા મહેર સોશ્યલ ગૃપના તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

** કેશવાલા પરીવારની દિકરી ઘોડેસ્વારીમાં પ્રથમ **

શુરભીરાજકોટ ખાતે રહેતા ગગનભાઇ નાથાભાઇ કેશવાલાની સુપુત્રી ચિ. સુરભી એમ.જે. કુંડલીયા કોલેજમાં એસ.વાય.બી.એ. માં અભ્યાસ કરે છે. જેમણે ગુજ. ગર્લ્સ બટાલીયન એન.સી.સી. રાજકોટમાં રેન્ક જી.યુ.સી. (જુનીયર અંન્ડર ઓફિસર) તરીકે સપ્ટેમ્બર ૦૯ માં નડિયાદ ખાતે યોજાયેલ વસો એન.સી.સી. કેમ્પમાં એન.આર.આઇ. ફાયરીંગમાં ઓલ ગુજરાત ગર્લ્સમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરી મેડલ મેળવેલ તથા ઓકટોબર ૦૯ માં ગાંધીનગર હનુમાન કેમ્પ, એન.સી.સી. કેમ્પ દરમ્યાન ઘોડેસવારીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મહેર સમાજનું ગૌરવ વધારેલ છે.

———————————————————————————————-

** જૂનાગઢની બાળાઓ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઝળકી **

જૂનાગઢ ખાતે તાજેતરમાં જ જીલ્લા બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં વિવિધ સ્પર્ધાઓમાં પૈકી વકાૃત્વ સ્પર્ધામાં જૂથ-૧માં સમગ્ર જીલ્લામાં કુ.જાનકીબેન નેભાભાઇ ઓડેદરા ઘો.પ(કિશોર એકેડમી)માં પ્રથમ આવેલ તેમજ લગ્નગીત સ્પર્ધામાં કુ.રીધ્ધી અશોકભાઇ બાપોદરા ધો.પ(આલ્ફા સ્કુલ)માં પ્રથમ આવતા આપણી જ્ઞાતિની બન્ને બાળાઓ પ્રદેશ કક્ષાએ જીલ્લાનું નેતાૃત્વ કરશે તે બદલ તેમના વાલીઓ રામભાઇ બાપોદરા, અશોકભાઇ બાપોદરા, નેભાભાઇ ઓડેદરા તથા મહેર એકતા ગાૃપ જૂનાગઢ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવેલ હતા.

———————————————————————————————-

** હરીદ્વાર ખાતે મહાકુંભ – જ્ઞાતિજનોને આમંત્રણ **

તારીખ ૧૪/૧/૦૯ થી તા. ૧૪/૪/૦૯ સુધી હરીદ્વાર ખાતે મહાકુંભનો મેળો યોજાશે તેનો સર્વે જ્ઞાતિજનોને લાભ લેવા તથા આપણી મહેર સમાજની હરીદ્વારમાં આવેલ જગ્યા એ પધારવા અમારૂ ભાવભર્યુ નિમંત્રણ છે. ત્યાં સૌ જ્ઞાતિજનોની રહેવાની તથા અન્ય સગવડ કરવામાં આવશે. આ છે આપણા સમાજનું એડ્રેસ સમસ્ત મહેર સમાજ હરીદ્વાર, ભૂપતવાલા રાનીગલી ઝઝર હોટેલની બાજુમાં ઋષીકેશ રોડ, ઉંતરાચલ.
લી. હરીદ્વાર મેર સમાજ,
પ્રમુખ/ઊપપ્રમુખ/ટ્રસ્ટી તથા સર્વે હોદેદારો.

———————————————————————————————-

** જાણવા જેવું… **

આપણી જ્ઞાતિનાં ધંધુસર ખાતે રહેતા ભોજાભાઇ ડી. ઓડેદરા જે એક એવા મહેર છે કે જેણે પ્રખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુ સાથે ૧ વર્ષ તા.૧-૮-૬પ થી ૩૦-૭-૬૬ સર્વોદય આશ્રમ-શાપુર ખાતે એકજ વર્ગમાં સાથે અભ્યાસ કરેલ છે. જે આપણા સમાજ માટે એક ગૌરવની વાત છે.

———————————————————————————————-

Read Full Post »

ચાંદીગઢનું ગૌરવ

gitaben-Long jump event

કેશોદ તાલુકાના ચાંદીગઢ ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરેલ હતો. જેમાં ગીતાબેન કાનાભાઇ દાસાએ ૧ર ફુટ લાંબી કુદ કરી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જયારે ધો.૬ ના વિદ્યાર્થી કરણ ભાઇ વદરએ ર૯ ફુટ સુધી ગોળો ફેંકી ગોળા ફકમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ચાંદીગઢ પ્રા. શાળા અને ચાંદીગઢ મહેર સમાજનું ગૌરવ વધારેલ છે. તે બદલ મહેર એકતા ગૃપ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

 —————————————————————————

અડવાણા હાઇસ્કુલનું ગૌરવ

ડો.આંબેડકર અખિલ ભારત ગ્રામ્ય પાયકા વોલીબોલ સ્પર્ધામાં અડવાણા હાઇસ્કુલની બહેનોની ટીમે જિલ્લા કક્ષાએ ચેમ્પીયન બનેલ જેમાં કેપ્ટન તરીકે ગોઢાણીયા નેહલબેન બચુભાઇ તેમજ વાઇસ કેપ્ટન તરીકે કારાવદરા જયશ્રીબેન આલાભાઇએ ફરજ બજાવી હતી.
તેમજ આજે પાયકા વોલીબોલ સ્પર્ધામાં ભાઇઓની ટીમ પોરબંદર જીલ્લામાં ચેમ્પીયન બની ગુજરાત રાજય ગ્રામીણ પાયકા વોલીબોલ સ્પર્ધા  ઓકટોબર માસમાં ગુરૂકુલ સુપા. જી. નવસાસી મુકામે યોજાયેલ. જેમાં અડવાણા હાઇસ્કુલની જીલ્લાની પાયકા વોલીબોલની ભાઇઓની ટીમે રાજયકક્ષાાએ ખુબજ સારો દેખાવ કરેલ. કેપ્ટન તરીકે કરાવદરા રાજે વેજાભાઇએ ફરજ બજાવી હતી. અન્ય ખેલાડીઓ થાનકી કુલદીપ, રાણાવાયા વીઝા, થાનકી સંજય, કારાવદરા અજય, મકવાણા અજય, કારાવદરા રાજુ, કારાવદરા જયરાજ, ખલી પ્રતાપ, જલુ સુનીલ હતા.
ગુજરાત રાજય શાળાકીય એથ્લેટીકસ હરીફાઇ ચાલુસાલે નવેમ્બર ર૦૦૯ મહીનામાં ધ્રાંગધ્રા મુકામે યોજાયેલ જેમાં અડવાણા હાઇસ્કુલના વિદ્યાર્થી પરમાર ભીમા ટપુએ જુનીયર વાંસકુદ હરીફાઇમાં પોરબંદર જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ધાંગધ્રા મુકામે રાજય કક્ષાની હરીફાઇમાં ભાગ લઇ ખુબજ સારો દેખાવો કરેલ. સમગ્ર ખેલાડીઓને સ્કુલના અચાર્ય તેમજ સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવેલ. વ્યાયામ શિક્ષા શ્રી જે.પી. મોઢવાડીયાએ માર્ગદર્શન પુરૂ પાડેલ.

—————————————————————————————

જાણવા જેવું
આપણી જ્ઞાતિમાં અવનવા પ્રસંગો, ઘટના, કે બનાવો બનતા રહે છે. કયારેક તો તે વાંચી આપણને આશ્ચર્ય થાય તો નવાઇ નથી. આપણા જ્ઞાતિજનો પોરબંદર કે તેમની આસપાસ મુખ્યત્વે વસવાટ કરે છે. એવું નથી તેઓ હવે દેશ-વિદેશના સીમાડાઓ વટાવી ત્યાં પણ મુખ્ય ભુમિકા ભજવે છે. આ ગૌરવવંતી વાત છે.
અમદાવાદની જીલ્લાના દસકોઇ તાલુકાના બોપલ ગામની આ ગામમાં માત્ર એક જ મહેર પરિવાર રહે છે. અને તે બોપલ ગામના ઊપસરપંચ છે. મુળ કડછ ગામનાં વતની અને હાલ બોપલ ગામે રહેતા નાથાભાઇ જે જાડેજા પોતે પણ બોપળ ગામના ચેરમેન છે. જયારે તેમના ધર્મપત્નિ હીરલબેન નાથાભાઇ જાડેજા બોપલ ગામના ઊપસરપંચ છે. તે આપણા માટે ગૌરવની વાત કહેવાય કારણ કે, તે ગામમાં માત્ર એક જ મહેર કુટુંબ રહે અને તેમાંના એક ચેરમેન બીજા ઊપસરપંચ બને તે આનંદ અને ગૌરવની વાત છે.
માહિતિઃ પ્રતિનિધિ શ્રી અમદાવાદ (મહેર એકતા)

Read Full Post »

પોરબંદર તાલુકાનાં કુછડી ગામનાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે રમત ગમતમાં પણ માહિર બન્યા છે.
ગત વર્ષે શ્રીમતી લીરીબેન ફોગાભાઇ કેશવાલા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ રાજપીપળા, ધ્રાંગધ્રા, ખેડા અને ગાંધીનગર ખાતે રાજય કક્ષાની વિવિધ રમતોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી કુછડી હાઇસ્કૂલ, કુછડી ગામ, પોરબંદર જિલ્લા અને મહેર જ્ઞાતિનું ગૌરવ વધારેલ હતું.તો આ વર્ષે પણ આ પરંપરાને જાળવી રાખવાનાં ભાગ રૂપે તા.ર૩-૧૧-૦૯ ના રોજ પાટણ જીલ્લા ના ચણાસમા મુકામે યોજાયેલ અંડર-૧૬ એથ્લેટીકસ સ્પર્ધામાં ૮૦૦ મીટર દોડમાં રાજય કક્ષાએ પુષ્પાબેન ઝાંઝાભાઇ સુંડાવદરાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરીને કુછડી હાઇસ્કૂલ તેમજ પોરબંદર જિલ્લા અને મહેર જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. તે બદલ શાળાનાં વ્યાયામ શિક્ષકશ્રી અરશીભાઇ કારાભાઇ કુછડીયા આચાર્યશ્રી રમેશભાઇ એસ.જોષી ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ પ્રમુખશ્રી સુકાભાઇ કુછડીયા, ગ્રામ પંચાયતનાં સંભ્યો સરપંચશ્રી નોઘણભાઇ કુછડીયા પોરબંદર જિલ્લા રમત-ગમત અધિકારી શ્રી થોરાટ સાહેબ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. મહેર એકતા અખબાર ગૃપ પણ કુછડી ગામનાં રમતવીરોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Read Full Post »

* કુછડી ગામની વિદ્યાર્થીનીઓ એથ્લેટીક્સ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ પણ છવાઇ * 

પોરબંદર જિલ્લા કક્ષાની મહિલા એથ્લેટીકસ સ્પર્ધામાં કુછડી ગામની હાઇસ્કૂલની સાત વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક અને બે એ દ્વિતિય નંબર મેળવતા કુછડી ગામે આનંદની લાગણી ફેલાઇ હતી.
 કુતિયાણાના ઇશ્વરીયા ગામે યોજાયેલી આ જિલ્લા કક્ષાની મહિલા એથ્લેટીકસ સ્પર્ધામાં કુછડીના લીરીબેન ફોગાભાઇ કેશવાલા હાઇસ્કૂલના ઢેલીબેન હરદાસભાઇ ઓડેદરાએ બરછી ફક અને સો મીટર દોડમાં પ્રથમ અને ગોળાફેંકમાં બીજો ક્રમ, મંજુલાબેન પરબતભાઇ કુછડીયાએ ર૦૦ મી. દોડમાં પ્રથમ, રેખાબેન ઠેબાભાઇ કુછડીયાએ ૪૦૦ મી. દોડમાં પ્રથમ અને ઉંચી કૂદમાં બીજો, પુષ્પાબેન ઝાંઝાભાઇ ચુંડાવદરાએ ૮૦૦ મી. દોડમાં પ્રથમ, નીતાબેન મુળુભાઇ ઓડેદરાએ ૧પ૦૦ મી. દોડમાં પ્રથમ, ગીતાબેન વસ્તાભાઇ કુછડીયાએ ૧૦૦ મી. વિઘ્નદોડમાં પ્રથમ, રાજુ ભુરા કુછડીયાએ ૪૦૦ મી. વિઘ્નદોડમાં પ્રથમ અને લાંબી કૂદમાં પણ પ્રથમ, મનીષાબેન આલાભાઇ કુછડીયાએ ચક્રફેંકમાં બીજો તથા વર્ષાબેન પ્રવિણભાઇ થાનકીએ ૩૦૦ મી. દોડમાં બીજો ક્રમ મેળવતા ચામુંડા કેળવણી ઊત્કર્ષ મંડળના પ્રમુખ સુકાભાઇ કુછડીયા, વ્યાયામ શિક્ષક અરશીભાઇ કુછડીયા, આચાર્ય રમેશભાઇ જોશી સહિતનાંઓએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. અને મહેર સમાજ દ્વારા પણ એ રમતવીરોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 

———————————————————————————————-

* અડવાણા ગામને ફરી ૧૦૮ ની સેવા મળી *

પોરબંદર જિલ્લાનાં અડવાણા ગામે કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવેલ ઇમરજન્સી (વધુ…)

Read Full Post »