Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કડછ’

કડછ ગામ સમસ્ત આયોજીત
શ્રી રામદેવપીર મંડપ મહોત્સવ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, કડછ ગામે શ્રી કાંધલી માતાજીના સાનિધ્યમાં સનાતન ધર્મના નેજાધારી શ્રીરામદેવજી મહારાજની અસીમ કૃપાથી કડછ ગામની પવિત્ર ભૂમિ પર શ્રી રામદેવજી મહારાજના મંડપનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો તરફથી કરવામાં આવેલ તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા, ભકતો, ગતગંગા અને ભાઈઓ-બહેનોને અમારૂ ભાવભર્યુ સ્નેહ નિમંત્રણ છે.
* સંતવાણી *
તા.ર૮/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીલખમણ બારોટ અને પરષોત્તમ પરી,
તા.ર૯/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીનાગા ભગત મૈયારી વાળા, કિશોરભાઈ વાઘેલા, શ્રીપુંજાભાઈ પાતા વાળા,મંડપ ખડો થવાનું મૂહુર્ત
તા.ર૯/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
મંડપની પૂર્ણાહુતિ
તા.૩૦/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
ખાસ વિનંતીઃ-(૧)આ ર્ધાિમક પ્રસંગોમાં સૌ ભાઈઓ બહેનોને પધારવા અમારૂ ભાવભર્યું નિમંત્રણ છે. (ર) તા.રર/પ/ર૦૧૧ થી તા.૩૦/પ/ર૦૧૧ સુધી મહાપ્રસાદ અવિરત ચાલુ રહેશે જેનો લાભ લેવા નમ્ર વિનંતી. (૩) મંડપ ખડો થયા બાદ દરેક ધર્મપ્રેમીઓએ પ્રસાદ લઈને જવા વિંનતી (૪) મંડપ ખડો થયા બાદ શ્રીફળનો ઘા ન કરવા વિનંતી, મંડપની સ્થાપના આગળ આવીને શ્રીફળ વધેરવા વિનંતી.
-: નિમંત્રકઃ-સમસ્ત ગ્રામજનો
મું.કડછ
-: શુભ સ્થળઃ-
કડછ ગામથી દક્ષિણ બાજુએ
મું.કડછ, તા.જી.પોરબંદર
-:સંપર્કઃ-
૯૭ર૪૪ ૮૬૧૬૩,  ૯૯૧૮૧ ૮૭૭રર

Advertisements

Read Full Post »

પોરબંદર તાલુકાના કડછ (ઘેડ) ગામે તા.ર૧/૧૧/ર૦૧૦ના રોજ ગામની કુળ દેવી શ્રી કાંધલી માતાજીના મંદિરે કાંધલી આઇ માતાજીનું હવન તથા નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં ડો.પરબતભાઇ ઓડેદરા નિદાન કરી પોતાની માનદ્ સેવા આપશે. તથા તા.રર/૧૧/ર૦૧૦ના રોજ રામેશ્વર મહાદેવના મંદિરે રઘુ રૂદ્ર યજ્ઞ અને બટુક ભોજનનો તથા જુનાગઢની મેર કન્યા છાત્રાલયને રૂ.૧૧,૧૧૧ અર્પણ કાર્યક્રમ રાખેલ છે આ નેત્રયજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક શ્રી લીલાભાઇ કરશનભાઇ જાડેજા (માધવપુરવાળા) તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે

Read Full Post »

(અહેવાલ-દેવાભાઇ જાડેજા)
કડછ ગામની રાસ મંડળીએ ચિત્તલ ખાતે શાનદાર રાસ રમી સ્ટેજને તોડી નાખી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.
પોરબંદર તાલુકાના કડછ ગામની શ્રીકાંધલી કૃપા મહેર રાસ મંડળીએ અમરેલી જીલ્લાના ચિત્તલ ખાતે તા.૧૮/૯/૦૧૦ના રોજ ગણેશ ઊત્સવ નિમિત્તે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ શાનદાર રમત રમી પ્રેક્ષકોની દિલ જીતી લીધા હતા આ રાસ મંડળીના યુવાનો જયારે એકી સાથે ચાબકી મારતા હતા ત્યારે ત્યાંના સાંસદ પણ પ્રભાવી બની ગયા હતા તથા ત્યા ઊપસ્થિત ૧પ થી ૧૬ હજાર જેટલી મેદની પણ આ યુવાનોના તાલે ઝુમી ઊઠી અને વન્સમોર વન્સમોરથી આખુંય મેદાન ગુજી ઊઠયું હતું અને આ યુવાનોની ચાબકીનો ભાર સ્ટેજ જીલી ન શકતા તુટી ગયું હતું અને આયોજકોએ તાત્કાલીક ફરી સ્ટેજ બનાવી આ કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો અને તે પછીની કડછ ગામના યુવાનોની લાઠી અને તલવારની પટ્ટાબાજી જોઇને તો ચિત્તલવાસીઓ રાસ મંડળીને અભિનંદન આપવા સ્ટેજ સુધી દોડી આવ્યા હતા અને બીજા દિવસે પણ આ રાસ મંડળી અહી રોકાઇ પોતાનું આ કૌવત બતાવે એવી માગણી આયોજકોએ કરેલ આ રાસ મંડળને નિહાળવા છેક લીલીયા, સાવરકુંડલા, અમરેલી તથા દુર દુરના ગામથી લોકો ઊમટી પડયા હતા તથા વિવિધ ગામના સરપંચશ્રીઓ, તાલુકા પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સભ્ય, તથા સરકારી હોદેદારો અને પદાધિકારી તથા ૧પ થી ૧૬ હજાર જેટલી જનમેદની ઊપસ્થિત રહેલ

Read Full Post »