Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કલા’

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે. ખાતે વસવાટ કરતા આપણા જ્ઞાતિજનો દ્વારા લંડન, લેસ્ટર, બર્ગીમહામ, લયુટન, પીટબરો જેવા શહેરોમાં નવરાત્રી અને દિવાળીની ધામધુમથી ઊજવણી કરવમાં આવી હતી.
લેસ્ટર મહેર સમાજ દ્રારા લેસ્ટર ખાતે નવરાત્રી મહોત્સવ ર૦૧૦ના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તા-૧પ/૧૦/ના રોજ ફેન્ચી ડ્રેસ અને આરતીની થાળી શણગારવાની હરીફાઇ રાખવામાં આવી હતી. જેમાં ફેન્ચી ડ્રેસમાં મહેરાણીના ડ્રેસમાં ધ્રુવી રામભાઇ ગોઢાણીયા અને મહેર વરરાજાના ડ્રેસ માટે આયુશ આશીષભાઇ ઓડેદરા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. તો આરતીની થાળી શણગારવામાં ગીતાબેન કારાવદરા પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
તા૧૬/૧૦/ના રોજ રાસ ગરબાની હરીફાઇમાં વિવિધ
ઇનામો આપવામાં આવ્યા હતા આ દિવસે પરંપરાગત પોશાકમાં અને સોનાના ઘરેણાથી શોભતા ૩પ૦૦ જેટલા ભાઇ-બહેનોએ રાસ ગરબામાં ભાગ લીધો ત્યારે જાણે એક ટન જેટલું સોનું જોવા મળ્યું હતું તા.૧૭/૧૦ના રોજ દશેરા મહોત્સવ અને શરદ ર્પૂિણમા મહોત્સવનું આયોજન પણ કરાયું હતું જેમાં યુ.કે વસવાટ કરતા સૌ મહેર ભાઇઓ-બહેનોએ ઊત્સાહભેર ભાગ લીધો હતો. આ દરિમ્યાન વિવિધ જ્ઞાતિની રાસ મંડળીઓ અને યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરતા હજારો ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી

Advertisements

Read Full Post »

સ્વાધ્યાય પરીવાર દ્રારા પ્રતિવર્ષે જન્માષ્ટીના રોજ નાટક ભજવવામાં આવે છે. સામાન્ય રીતે એકજ સ્ક્રીપ્ટવાળુ નાટક વધુમાં વધુ કેટલી વખત ભજવવામાં આવે તેવો સવાલ ઊઠે છે. પરતું સ્વાધ્યાય પરીવાર દ્રારા હમ ઐસે કયું હૈ, આ નાટક વિશ્વના ખુણે ખુણે અને પોરબંદર જીલ્લાના ગામડે ગામડે ૧૦૦ જેટલી ટીમોએ શેરીએ શેરીએ જઇને નાટક ભજવવાનું શર્ કરી દીધું છે. એટલું જ નહી સ્વાધ્યાય પરીવારને સર્મિપત એવા ડોકટરો, વકીલો, પોલીસો અને શિક્ષકોથી માંડીને વિદ્યાર્થીઓ પણ કામે લાગી ગયા છે. અને સૌથી વધારેમાં વધારે કોઇ જો નાટક ભજવતું હોય તો તે છે સ્વાધ્યાય પરીવાર અને આ વખતે તેઓ વર્ડ રેકોર્ડ તોડી પાડે અને ગીનીશ બૂકમાં નામ નોધાવે તેવી પોરબંદર સ્વાધ્યાય પરીવાર તરફથી આશા સેવાઇ રહી છે અને તેની પૂર્વ તૈયારી પણ પુર જોશમાં ચાલી રહી છે

Read Full Post »

અહેવાલઃ દેવશી મોઢવાડીયા
બોલીવુડના ક્ષેત્રે ભલે ગુજરાતીઓ હજુ પાછળ હોય પરંતુ ટીવી સીરીયલના ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો વધી રહયો છે. ચિત્રલેખામાં વર્ષોથી કોમેડી કટારલેખન કરતા ગુજરાતના પોતીકા હાસ્યલેખક તારક મહેતાની લખનશૈલી આધારીત અને ૪રપ એપીસડ સુધી સબ ટીવીના પડદે ધુમ મચાવનાર તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની પટકથાના લેખક તરીકે ખુબ મોટુ નામ ધરાવતા પોરબંદર અને સમસ્ત મહેર સમાજના ગૌરવસમા રાજુભાઇ ઓડેદરાને તાજેતરમાં ટીવી સીરીયલોના વિવિધ કલાકારોને અપાતા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભમાં સીરીયલના સર્વશ્રેષ્ઠ લેખક તરીકે મળતાં પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કાગ્રેસ સમિતિના મંત્રીશ્રી રામદેવભાઇ મોઢવાડીયા, થનગનાટ ગાૃપ ઓફ પોરબંદરના પ્રમુખ અને મહેર સુપ્રિમ કાઊન્સીલની યુવા પાંખના ઊપપ્રમુખ ધીરૂભાઇ ઓડેદરા, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના ઊપપ્રમુખ દેવશી મોઢવાડીયાએ રાજુભાઇને અભિનંદન પાઠવ્યા હતાં.
અત્રે ઊલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લાના મહીયારી ગામના વતની અને સામાન્ય પરીવારમાંથી આવતા રાજુભાઇ ઓડેદરા વર્ષોથી મુંબઇનગરીને પોતાની કર્મભૂમિ બનાવીને વિવિધ ટીવી સીરીયલો, નાટકો અને ડોકયુમેન્ટ્રી ફિલ્મના લેખનના ક્ષેત્રે કાર્યરત છે. પોરબંદર જીલ્લાના નાનકડા એવા મહીયારી ગામમાંથી આવનારા વરજાંગભાઇ ઓડેદરાના પુત્ર રાજુભાઇએ ખુબ નાની ઉંમરે સીરીયલોના લેખન ક્ષેત્રે અસાધારણ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. આજે ટીવી દર્શકોમાં પ્રિય બની ચુકેલી જાણીતી ટીવી સીરીયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ને લોકપ્રિય બનાવવાનું શ્રેય આ સીરીયલના લેખક રાજુભાઇ ઓડેદરાના શિરે જતું હોવાનું આ સીરીયલના કલાકારો પણ સ્વીકારી રહયા છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સહિત
રાજુભાઇ ઓડેદરાએ હમ સાત આઠ હૈ, ગલ્લી ડંડા કડવી મીઠી, વાત બહાર જાય નહ, દીયર ધમાલ તો ભાભી કમાલ જેવી ગુજરાતી અને હિન્દી સીરીયલોની પટકથા રાજુભાઇ ઓડેદરા લખી ચુકયા છે.
અત્રે ઊલ્લેખનીય છે કે રાજુભાઇ ઓડેદરાએ ભારતીય ટેલીવીઝન ક્ષેત્રે ૧૦૦૦ એપીસોડથી વધારે પ્રસારિત થયેલી માત્ર બે કોમેડી અને સીરીયલ સીલ્લી લલ્લી (૧ર૦૦ એપીસોડ) અને પા.પા. પાંડુ (૧૧૪૦ એપીસોડ) નું લેખન કન્નડ ભાષામાં કરીને ઇતિહાસ રચી ચુકયા છે. રાજુભાઇ ઓડેદરા જન્મજાત ગુજરાતી હોવા છતાં કન્નડ ભાષા પરના તેમના પ્રભાવે કારણે રેકોર્ડબ્રેક સિધ્ધિ પ્રાપ્ત કન્નડ ટીવી સીરીયલોની પટકથા લખવાનું મોંઘેરૂ બહુમાન પણ પ્રાપ્ત કરી ચુકયા છે ત્યારે આવનારા દિવસોમાં રાજુભાઇ ઓડેદરા હજુ પણ ખુબ જ નામના મેળવીને પોરબંદરનું તેમજ સમસ્ત મહેર સમાજનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા આગેવાનોએ વ્યકત કરી હતી.

Read Full Post »

જ્ઞાતિની ખુમારી અને ખાનદાની ને વાચા આપતુ નાટક સૂરજ ને પડછાયો હોય ની ભવ્ય રજુઆત

(અમારા પ્રતિનિધી દ્વારા)
રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની જાણીતી વાર્તા ઓળીપોના આધારે સ્વર્ગસ્થ ગુજરાતી કવિ રમેશ પારેખે લખેલા ત્રિઅંકી નાટક સૂરજને પડછાયો હોય ને તા.ર૮/૩/૦૧૦ના રોજ સાંજે પ.૩૦ કલાકે ગાંધીનગરના ટાઊનહોલ ખાતે બીજા શો ના રૂપમાં અતિ સફળ રીતે ભજવવામાં આવ્યું હતું.

અગાઊના સમયમાં મેર અને આહિર જેવી સૌરાષ્ટ્રની બે ખડતલ અને ખંમીરવતી કોમો વચ્ચે સાવ નજીવી બાબતે વેર-ઝેર ઊભાં થતાં અને તેમાં બન્ને કોમોના સંખ્યાબંધ કંધોતર યુવાનોનાં લોહી રેડાતાં. ત્યારે આ બન્ને કોમના લોકો વેરની સામે અવેર અથવા વેરની સામે વ્હાલનો મારગ અપનાવીને પરસ્પર એકતા અને ભાઇચારો કેમ કેળવે એ અંગે નો ઊપદેશ દેવાના આશયથી લખાયેલા આ ત્રિઅંકી નાટકને સ્ટેજ પર રજુ કરવામાં સરકાર અને ગાંધીનગરની સ્થાનિક સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.

ગાંધીનગર સરદાર સરોવર નિગમમાં સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઇ પારઘી દિર્ગ્દિશત આ નાટકમાં ગાંધીનગરના અગિયાર કલાકારોએ રોલ અદા અદા કર્યો હતો. જેમા વેજાભગતનું પાત્ર શિરીષ આચાર્યએ, ઢેલીનું પાત્ર પ્રીતી મહેતાએ, રણમલનું પાત્ર સુરેશ પારધીએ, રાણાનું પાત્ર પ્રવીણદાન ગઢવીએ, લખમણનું પાત્ર નરેશ દવેએ, લાખીનું પાત્ર કિન્નરી દવેએ, કારીનું પાત્ર આશા સરવૈયાએ, સંતોકનું પાત્ર મનીષા વ્યાસેએ, મીણીનું પાત્ર સ્તુતી જોશીએ, અરભમનું પાત્ર કુંતલ નિમાવતે અને પરભુ મહારાજનું પાત્ર રાજેશ રાવલે, ભજવ્યુ હતું આમાં રાણો અને લાખી(આહિર) સંતોક(ભરવાડ ) અને પરભુ મહારાજ (બાવાજી) તે સિવાયનાં તમામ પાત્રો આપણી જ્ઞાતિના છે. તેમા ખાસ કરીને મુખ્ય કલાકારોએ અંત્યંત ઊત્કુષ્ઠ ભૂમિકા અદા કરીને પાંચ હજાર જેવી સંખયામાં ઊપસ્થિત પ્રબુદ્ધ પ્રેક્ષકોનાં દિલ ડોલાવી દીધાં હતા.

આ નાટકમાં ભાગ લેનાર કલાકારોના વેશ પરિધાનમાં કિરીટ અગ્રવત, મેકઅપમાં ચન્દ્રકાન્ત સોલંકી, સેટગમાં હરેશ ભટ્ટ, લાઇટમાં હેરી ઊપાધ્યાય, પ્રોપર્ટિમાં મહેન્દ્ર ભવસાર, એનાઉન્સર તરીકે મુકેશ વૈદ અને નેપથ્યમાં અરવદ કિશ્યને અદ્ભુત સેવાઓ આપી હતી.

નાટકની રજુઆત એવી આબેહુબ હતી કે પાલીતાણાથી ખાસ નાટક જોવા પધારેલા અને છેલ્લા આઠ વર્ષથી મેઘાણીના પગલે પગલે કાઠિયાવાડનાં ગામડાઓ ખૂંદનાર શ્રી રણછોડ મારૂ નાટક પૂરૂ થયા બાદ બોલી ઊઠયા હું અત્યારે ગાંધીનગરના ટાઊન હોલમાં નહિ પણ બરડાના કોઇ ગામમાં છું એવો મને અહેસાસ થાય છે.

આ નાટક નિહાળવા માટે ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, અરભમભાઇ કેશવાલા, રેડિયો નિવૃત એનાઊન્સર ગિરીશભાઇ કેશવાલા, રાણાભાઇ કડછા, રાણાભાઇ સિડા, રામભાઇ કડછા, હાજરી આપવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર તેઓ ઊપસ્થિત રહી શકયા ન હતા તેઓ એ આ નાટક માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રંસગે બાપોદર થી આપણી જ્ઞાતિના લેખક ભરતભાઇ બાપોદરા તથા ઓળીપો વાર્તાના નાયક નથુમેરના પૌત્ર કેશુભાઇ હરદાસભાઇ બાપોદરા, પ્રતિનિધિ રૂપે હાજરી આપી હતી. અને જ્ઞાતિના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરીને પોરબંદર વિસ્તારમાં આ નાટકનો શો થાય એવી ખાતરી નાટકના દિગ્દર્શક શ્રી સુરેશ ભાઇ પારઘી એ આપેલ હતી.

Read Full Post »