Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કાવ્ય’

ખુદા તારી ખુદાઇ પણ રડી હશે
જયારે પ્રણયની લખાણી હશે
ચાહતની દુનિયા બનાવીને
વેદના વિરહની તે પણ જાણી હશે
પળો જુદાઇની વિતાવીને
આંસુ મહી આંખો તારી પણ છલકાણી હશે
લખતા કિસ્મત પ્રણયની કયાંક
કલમ તારી પણ અરવાણી હશે
આવી જ રીતે આશિકોના લહુની શાહી બનીને
પાગલ ગઝલ પ્રણયની ગુંથાણી હશે.
——   નાગેશ બી. રાજશાખા, મુ.છત્રાવા

Advertisements

Read Full Post »

તારા ચિત્તડાને કોઇ વ્યથા સતાવે,
તારાં નેણલાં નદિયુંનાં નીર વહાવે,
રે રે તરુવર! તને આજ આંસુડાં શેનાં આવે?

મ પરમારથને કાજે મમ જન્મ લીધો,
મ ચિતા સુધી સૌને સથવારો દીધો,
એનાં ગુણલાં ભલેને કોઇ નવ ગાવે,
રે રે કવિવર! મને નવ આંસુડાં એના આવે.

મુજ કાષ્ઠ મહથી ખુરશી બની છે,
એના પર અસુરોની બેઠક રહી છે,
દયાહીન બની એ ગરીબોનાં શોષણ કરાવે,
રે રે કવિવર! મને આજ આંસુડાં એનાં આવે.
                                                                                                          —–  ભરત બાપોદરા

ઊપરનું કાવ્ય કવિ અને વૃક્ષ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે લખાયું છે. વગડામાં ફરવા નીકળેલા કવિ એક તરુવર (વૃક્ષ) પાસે પહાચીને જુએ છે તો વૃક્ષ ટબક ટબક આંસુડાં પાડતું હોય છે. વૃક્ષનું વ્યથાભર્યું અંતર અને આંસુભરી આંખો જોઇને કવિ એને પૂછે છે! “હે વૃક્ષ! તને આજ આવાં આંસુડાં કેમ આવે છે?”
પોતાને આવો સવાલ પુછનારો કવિ હૃદયની વ્યથા ઠાલવવા માટે યોગ્ય માણસ છે એમ જાણીને વાૃક્ષ જવાબમાં કહે છેઃ “હે કવિ! અમારો વૃક્ષનો જન્મ જ પરમાર્થ માટે થયેલો છે. જગતનાં લોકોને અમે પર્ણ, ફુલ, ફળ, ઔષધિ, છાંયો અને લાકડું, વગેરે અત્યંત જરૂરી એવી વસ્તુઓ આપતાં રહીએ છીએ. છેલ્લે ચિત્તામાં પણ અમેજ એનો સાથ પુરાવીએ છીએ. અમારા આ બધા ઊપકારોના ગુણ ન ગવાય તો કાંઇ નહ, મને એનું કોઇ દુઃખ નથી તેમજ એના માટે રડવું પણ આવતું નથી. મને તો દુઃખ બસ એજ વાતનું છે કે પરમાર્થને માટે આખું જીવન ઘસી નાખનાર એવા અમારા વૃક્ષના લાકડામાંથી ખુરશી બને છે, એના પર બેસીને દયાહીન નેતાઓ ગરીબ જનતાનું ભયંકર શોષણ કરી રહયા છે! અમારા જ લાકડામાંથી બનેલી ખુરશી પર બેસીને ગરીબોને ચૂસનારા નેતાઓને જોઇ મારી આંખોમાં આંસુડાં આવે છે.”
વૃક્ષની આંતરિક ઇચ્છા એવી છે કે પોતાના લાકડામાંથી બનેલી ખુરશી પર રણજીતસિંહ જેવા રાજવી બિરાજે. રાજવી રણજીતસિંહજીના જીવનનો એક કિસ્સો એવો છે કે, એક વખત તે પોતાના બગીચામાં લટાર મારી રહયા હતા. બગીચાની ફરતે ઉંચી વંડી હતી. વંડીની બાજુમાં જે આંબા હતા, તેની ડાળીઓ પર પાકી કેરીઓ લટકતી હતી. વંડીની બહાર રસ્તો હતો. તે રસ્તા પરથી એક ડોશીમાં પસાર થયાં. તેને ખુબજ ભુખ લાગી હતી. આથી કેરી પાડવા માટે તેણે પથ્થરનો ઘા કર્યો. પથ્થર રણજીતસિંહજીના કપાળ પર લાગ્યો અને લોહી નીકળવા લાગ્યું. સિપાઇઓને ખબર પડતાં તેઓ પથ્થર મારનારને શોધવા દોડયા અને થોડીજ વારમાં ડોશીમાંને પકડી લાવ્યા. રણજીતસિંહજીએ ડોશીમાંને પથ્થરનો ઘા કરવાનું કારણ પૂછયું. ડોશીમાએ ધ્રુજતા અને થોથવાતા અવાજે સાચી હકીકત જણાવી. ડોશીમાની વાત સાંભળ્યા બાદ રણજીતસિંહજીએ સિપાઇઓને હુકમ કર્યો કે “આ ડોશીમાને પેટ ભરીને ખાવા માટે એટલા ફળ આપો અને ત્યારબાદ એને બીજી કોઇ વસ્તુની જરૂર હોય તો તે પણ પુછજો”.
રાજાનો આવો ન્યાય જાણીને સિપાઇઓને અચંબાનો કોઇ પાર ન રહયો. રહેવાયુ નહીં એટલે પુછયું: “મહારાજ, આ ડોશીમાને સજા કરવાને બદલે તની આવી સરભરા શા માટે કરાવો છો?”
રણજીતસિંહજીએ હસીને જવાબ આપ્યો, “એક વૃક્ષ જો પથ્થર મારવાથી ફળ આપતું હોય તો હું તો રાજા છું. મને પથ્થર મારનાર આ ડોશીમાને હું ફળ ન ખવારૂં તો રાજા તરીકે ઓળખવાનો મને કોઇ જ અધિકાર નથી!”
વૃક્ષની આંતરિક ઇચ્છા છે કે પોતાના લાકડામાંથી બનેલી ખુરશી પર આવા પરોપકારી રાજાઓ બિરાજે. પરંતુ એને બદલે ગરીબ પ્રજાને ચુસી ચુસીને ખોખા કરી નાખનારા દયાહીન નેતાઓ જ એના પર ચડી બેસે છે! વૃક્ષને આ વાતનું દુઃખ છે અને પોતાનું એ દુઃખ વ્યકત કરીને તે કહે છેઃ “રે રે કવિવર!  મને આજ આંસુડાં એનાં આવે છે.”

Read Full Post »

તું કૌરવ તું પાંડવ મનવા, તુ રાવણ તું રામ.
હૈયાના આ કુરૂક્ષેત્ર પર, પળ પળનો સંગ્રામ.

કદી હાર કે જીત, કદી તું તારાથી ભયભીત.
કદીક પ્રકટે સાવ અચિંત્ય, સંવાદી તું સંગીત.

કુસુમથી પણ તું કોમળ ને, તું કઠોર જાણે પ્હાણ.
તું તારૂ છે બંધન મનવા, તું જ તારૂ નિર્વાણ,

તું તારો શત્રુ ને બાંધવ, તું ઊજજવળ તું શ્યામ,
જીવનને રૂડું રાખવા ધરતીપર, હૈયામાં ભર તું હામ.
     

 — હાજાભાઇ ઓડેદરા,
મહેર સમાજ ઝુંડાળા – પોરબંદર

Read Full Post »

Guddi Panghat

ભરીને ઝાંઝવા પનઘટમાં કોઇ પનિહારી આવી છે,
લઇને ધડકતુ હૃદય મારી પાસે એક પરી આવી છે,

હું તો અમસ્તો શોધતો’તો તારું સરનામું જયારે,
મળવા મને તારી સાથે આખી તારી નગરી આવી છે,

કર્યા’તા પાછા અમે પોતાના જ ઘરેથી તરસ્યા અને,
તું તારી આંખો માં જ સઘળોલ મહેરામણ ભરી આપી છે,

કયાં હતી આશા મને, આવા કલરવ તણી આંબા ડાળે,
પાનખરને ટાણે વસંત અચાનક ખરી આવી છે,

હમશા રડાવતી પણ કેમ આજવ હસાવતી આવી છે,
સ્મૃતિઓ આટઆટલી કેમ આજ અણધારી આવી છે,

અનઅપેક્ષીત ખુશીઓ ન આપ મને ઓ ‘શ્રધ્ધા’,
વિધાતા પાસે કલમ મારી મારું જ ભાગ્ય લખી આપી છે,

ઊઠી મધરાતી આજ ગઝલ લખવા બેઠો છું ‘અમર’,
બુંદ તારા આંસુની મારી આંખેથી સરી આવી છે.”

‘અમર’
વિજય ઓડેદરા

(પ્રિય વાંચક ભાઇઓ અને બહેનો, આ “મહેર એકતા” બ્લોગ પરની ૧૦૦ મી પોસ્ટ છે. આપ સૌના અપાર સ્નેહ અને આદર બદલ અમે આપ  સૌનો હાર્દિક આભાર માનીએ છીએ. આગળ ઉપર પણ આપ સૌનો શાથ અને સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થનાસહ: —– સંચાલક મંડળ, મહેર એકતા પાક્ષિક.)

Read Full Post »

જીસ તરહ ફુલ ખુશ્બુ કે બગૈર બેકાર હૈ,
જીસ તરફ ચાંદની ચાંદ કે બગૈર તન્હા હૈ, અકેલી હૈ.
જીસ તરફ લહેરે સાગર કે બગૈર બૈમાની હૈ,
ઊસી તરહ ખ્વાબ કે બગૈર જીંદગી આધી હૈ, અધુરી હૈ.
જીંદગી ખ્વાબો કા એક સીલસીલા હૈ,
કભી યે ખ્વાબ કભી વો ખ્વાબ,
પર જબ એક ખ્વાબ પુરા હો જાયે તો દુસરે ખ્વાબ કી ખ્વાઇસ.
જીંદગી કી સાંસ પર છેડી હુઇ ખુબસુરત ગઝલ હૈ ખ્વાબ.
કુછ સુરમ કુછ બૈસુરી કુછ બદસુરત કુછ ખુબસુરત
કુછ ખ્વાબ ઐસે ભી હૈ,
જો ઇન્સાન ઇસ લીયે દેખતા હૈ જાનતા હૈ કી વો સચ્ચ નહીં હોંગે.
કયુંકી સાયદ ઇસ લીયે ઊસે ખ્વાબ કહતે હૈ.
જો પુરા હોય ગયા વો ખ્વાબ કૈસા
મુજે ભી ખ્વાબો કી આદત હૈ. મૈને ભી કુછ ખ્વા દેખે હૈ,
હર દિન હર પલ પર શાયદ તમામ ઊમ્ર દેખતા રહું
ખ્વાબ કભી નહીં તુટતે, ખ્વાબ કભી ખત્મ નહીં હોતે,
—–  નાથાભાઇ વી. ઓડેદરા મુ.એરડા.

Read Full Post »

અભિમાન કોઇ કરશો નહી,
તેમ બધા કહે છે.

પણ હું તો અભિમાન કરીશ,
કેમકે મને મળ્યો મહેર જ્ઞાતિમાં જન્મ.

મને મળ્યો જાડેજા પરીવારમાં જન્મ,
મને મળ્યો એક સંસ્કારી ઘરમાં જન્મ.

પણ હું તો અભિમાન કરીશ,
કેમકે મને મળ્યો સ્વર્ગ જેવી પૃથ્વી પર જન્મ.

મને મળ્યો સૂર્યનો દિવ્ય પ્રકાશ,
મને મળ્યા ગંગાના અમૃત પાણી.

મને મળ્યો કોયલનો મધુર અવાજ,
મને મળ્યો મોરલાના ટહુકાર.

હું તો અભિમાન કરીશ,
કેમકે મને મળી સાત સુરોની સરગમ.

મને મળ્યા સાત રંગોની સરગમ,
મને મળ્યા ઊગતા સૂર્યની દિવ્યતા.

હું તો અભિમાન કરીશ,
કેમકે મને મર્યો સર્વ શ્રેષ્ઠ દેશ.

જયાં ગાંધી, નહેરૂ, શાસ્ત્રી,
લોકમાન્ય તિલક જેવા મહાન લોકો.

હું તો અભિમાન કરીશ,
કેમકે મને મળ્યો સર્વશ્રેષ્ઠ દિકરીનો જન્મ.

જયાં મીરાબાઇ, મધર ટેરેસા, નરસિંહ મહેતા,
સંત કબીર વગેરેએ માનવ જીવન દીપાવ્યા.

– —-  જાડેજા આરતી દેવશીભાઇ મુ.જુનાગઢ.

Read Full Post »

હું છું તારી શોધમાં
નથી મળતી તું મને,

સ્કૂલમાં શોધી, કોલેજમાં શોધી,
નથી મળતી તું મને.

ગામડે શોધી, શહેરમાં શોધી,
નથી મળતી તું મને.

દેશમાં શોધી, પરદેશમાં શોધી,
નથી મળતી તું મને.

તારા વિના બની ગયો હું પાગલ,
નથી મળતી તું મને.

’આ વાત છોકરીની નથી,
આ વાત નોકરીની છે’. 🙂

——-  દાસા મેરામણ કે. (માણાવદર)

Read Full Post »

Older Posts »