Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘કૃષિ’

સ્વામી ભજના પ્રકાશાનંદ ગીરીજીના માતૃશ્રીનું નિધન
અહેવાલ-નાગેશભાઇ ગોઢાણીયા
આપણી જ્ઞાતિમાં આદરભર્યુ સ્થાન ધરાવનાર અને આપણી જ્ઞાતિ તથા દેશ-વિદેશના લોકોને રાહ ચિંધનાર સત્ય અને ધર્મના માર્ગદર્શન એવા સ્વર્ગીય સ્વામી શ્રી ભજન પ્રકાશાનંદ ગીરીજીના માતૃશ્રીનું તા.૩૦/૭/ર૦૧૦ને શનિવારના રોજ નિધન થયું હતું
રાણાવાવના નિર્વાણ યોગાશ્રમમાં વર્ષોથી સેવા આપી અનેક લોકોના જીવન ઊજળા કરી ધર્મના રસ્તે લાવનાર એવા સ્વામીશ્રી ભજન પ્રકશાનંદજીના માતૃશ્રી હીરીબેન ખુંટી (ઊ.વ.૧૧૦)ની ઊમરે તેમનું અવસાન થયેલ હતું આપણી જ્ઞાતિમાં ધાર્મિકતા ફેલાવવા ઊપરાંત અનેક લોકોને સત્યના માર્ગ ચાલવાની અનોખી પ્રણા આપી ખુંબજ આદરભર્યું સ્થાન ધરાવનારા એવા માતાજીના થયેલા અવસાનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું  માતાજીને જયારે બખરલા ખાતેના પોતાના નિવાસ સ્થાને સમાધી અપાઇ રહી હતી ત્યારે તે ર્ધાિમક વિધીમાં પોરબંદરના ધારાસભ્ય અર્જનભાઇ મોઢવાડીયા, પૂર્વ સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયા, કુતિયાણાના ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, જીલ્લા પંચાયતના સાજણબેન ઓડેદરા, સામતભાઇ ઓડેદરા સહિતના હજારો સંખ્યામાં જ્ઞાતિ અગ્રણી આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.એટલુજ નહિ પરતું માતાજી અને ભજનાપ્રકાશાનંદ ગીરીના શિષ્યો સ્વામી પરમાત્માનંદગીરીજી, સ્વામી અમૃતાનંદગીરીજી,અને ગુરૂમા પુર્ણાત્માનંદગીરીજી વગેરે સમાધીમાં ખાસ ઊપસ્થિત રહ્યા હતા. અને સૌ શોકમગ્ન બની ગયા હતા.
===================================

પોરબંદર જીલ્લામાં મેઘરાજાએ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જી
(અહેવાલ-માલદેભાઇ ઓડેદરા)
પોરબંદર જીલ્લામાં અષાઢ માસમાં મેઘરાજાએ અવિરત વરસાદ વરસતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થવા પામી છે. મેઘ રાજાની અવિરત કૃપા બાદ ખેડુતોએ પોતાના ખેતરમાં વાવેલી મોલાત  મગફળી, કપાસ, અને અન્ય પાક પર પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે.
ખેડુતોએ વાવણી પાછળ અથાગ મહેનત, અને મોઘાભાવના બિયારણ પોતાના ખેતરમાં વાવ્યાં હતા પરંતુ જરૂરી કરતા વધારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. અને તે ન સુકાતા ખેડુતો ખેતરમાં પણ જઇ શકતા નથી અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થવા પામી છે.
ધોરાજી પાસેનો ભુખી ડેમ જે ભાદર નદીને મળતો હોવાથી ભુખી ડેમના દરવાજા ખોલતા કુતિયાણા તાલુકાના મૈયારી, કાસાબડ,   છત્રાવા, સેગરસ, માંગરોળ તાલુકાના ઘોડાદર , સરમા, બગસરા, નવાગામ-હંટરપુર, પોરબંદર તાલુકાના કડછ, ગરેજ, રાણાવાવ તાલુકાના હનુમાનગઢ, બિલેશ્વર, નેરાણા, દેરોદર, મિત્રાળા, મહીરા, સહિતના અનેક ઘેડ વિસ્તારોના અને બરડા પંથકના ગામડાઓના ખેડુતોને વ્યાપક પ્રમાણમા નુકશાન થવા પામ્યું છે. જયારે અમુક પછાત વિસ્તારો હજી પણ પાણીથી ભરાયેલા છે.
==========================================

રાજુભાઇ ઓડેદરા બીનહરીફ ચુંટાયા
ગુજરાત રાજય વેરહાઊસગ કોર્પોરેશન, એમ્પલોઇઝ યુનિયન-અમદાવાદની વાર્ષિક ચુંટણી તા.૧૪-૮-ર૦૧૦ ના રોજ ભવનાથ મુકામે રાખવામાં આવેલ હતી. જેમાં માણાવદર કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ વેરહાઊસ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી રાજુભાઇ રામભાઇ ઓડેદરા, સતત ત્રીજી વખત કારોબારી મેમ્બર તરીકે બીનહરીફ ચુંટાઇ આવેલ છે. જયારે ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજય વેરહાઊસીંગ કોર્પોરેશનમાં આપણી જ્ઞાતિના શ્રી રાજુભાઇ ઓડેદરા એક જ વ્યકિત સેવા બજાવે છે. તેઓ બીનહરીફ ચુંટાતા મહેર સમાજ ગૌરવ વધારેલ છે.

Advertisements

Read Full Post »

(અહેવાલ-પી.બી.ખીસ્તરીયા)

જામનગર જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રી પી.બી. ખીસ્તરીયાએ અતિવૃષ્ટી દરમ્યાન લેવાની કાળજી અંગે કેટલીક સુચના મુજબ ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, કપાસ, તલ, બાજરી, જુવારના પાકમાં ખાસ કાળજી લેવી.
 મગફળી વધારે વરસાદથી પીળી પડતી જણાય તો દસ લીટર પાણીમાં પ૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હિરાકસી) તથા ૧૦ ગ્રામ લબુના ફુલ નાખી  છંટકાવ કરવો. મગફળીને સફેદ ફુગથી બચાવવા એકર દીઠ એક કિલો ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડરનો દિવેલી ખોળ અથવા છાણીયા ખાતર  સાથે મીકસ કરી ઊપયોગ કરવો. કોઇ પણ પાકમાં ચુસીયા જીવાતોનો ઊપદ્રવ જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.
આ ઊપરાંત વધારે માહિતી અને આપની જરૂરીયાત મુજબ નજીકનાં ખેડૂત તાલીમ કેન્દ્ર અથવા  કૃષિ યુનિર્વિસટીનો સંપર્ક કરવો.

Read Full Post »

 હનુમાનગઢની કેરી વિદેશમાં નિકાસ

સવદાસભાઇ ખુટીએ રાજયકક્ષાની કેરી હરીફાઇ માં સુપર કેરીનું પ્રથમ ઇનામ મેળવ્યુ.

(અહેવાલ-અરજનભાઇ કારાવદરા દ્રારા)
કેસર કેરીથી તો આપણે સૌ પરીચિત છે. પરંતુ ટોપીયો, બદામડી, દશહરી, બેગલ પાણી, હોળો, અમૃતાગ, અધારીયો, વેલીયો, તુરખીયો, નીલેશાગ, પાયલોટ, જીથરીયો, વનરાજ, લંગડો, સોનપરી આવી અનેક વિવિધતા ધરાવતી કેરીની જાતો જૂનાગઢ ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઇમાં મુકાઇ હતી.
બાગાયત અને ખેતીવાડી વિભાગ તેમજ આત્મા પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢ ખાતે તાજેતરમાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ સહિત આઠ જીલ્લાના ખેડુતો માટે કેરી હરીફાઇ, પ્રદર્શન અને વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું જેમાં કેસર કેરી વિભાગમાં ર૬૦, રાજાપુરી હાફુસ અને જમાદાર કેરીમાં ર૭, કેરીની અન્ય જાતોમાં ૪૩, અને દેશી કેરીના વિભાગમાં ૭૮ એમ કુલ ૪૦૮ ખેડુત સ્પર્ધકો સહભાગી થયા હતા
કેરીની તમામ જાતોમાં સર્વશ્રેષ્ઠ કેરીમાં રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના ખેડુત સવદાસભાઇ કુંભાભાઇ ખુંટીની કેસર કેરી વિજેતા થતા તેમને પ હજારનો પુરષ્કાર આપવામાં આવ્યો હતો. જયારે કેસર કેરી વિભાગમાં ખંભાળા ગામના ખેડુત અરજનભાઇ ખીમાભાઇ પ્રથમ અને હનુમાગઢના રાહુલભાઇ ભરતભાઇ નો દ્રિતિય સ્થાને આવતા હવે આપણી જ્ઞાતિ ખેતીક્ષેત્રે પણ આગળ છે. એવુ કહીએ તો કાંઇ ખોટું નથી.
આજ સુધી આપણે એમ કહેતા કે સોરઠની કેસર કેરી જગ વિખ્યાત છે. પણ સોરઠની કેસર કેરી જેવી જ કેરીનું ઊત્પાદન બરડા ડુંગરની ગોદમાં આવેલા કેટલાક ગામો પણ થઇ છે. અને આ કેરી પણ દેશના
સીમાડાઓ વટાવી ચુંકી છે. તેમાંય રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના પ્રગતિશીલ ખેડુતની કેરીએ રાજયની કેરી હરીફાઇમાં પ્રથમ સ્થાન
પ્રાપ્ત કરવા ઊપરાંત આ કેરી ઇગ્લેન્ડ અને આરબ અમીરાતના દેશોમાં પણ નિકાશ કરવામાં આવી છે. હનુમાનગઢ ગામના ખેડુત સવદાસભાઇ કુંભાભાઇ ખુંટી કુલ ૪૦ એકર જમીન ધરાવે છે. જેમા આઠ એકરમાં છેલ્લા ૧૭ વર્ષથી કેશર કેરીનું ઊત્પાદન મેળવે છે. કુલ ર૮૦ આંબા માંથી ર૬૦ વાૃક્ષો કેરી આપી રહ્યા છે.
દર વર્ષે સરેરાશ પ લાખ આસ પાસ કેશર કેરીનું ઊત્પાદન થાય છે. શરૂઆતના ત્રણ વર્ષ ઇજારો આપ્યો હતો. પોષણક્ષમ ભાવ નહિ મળતા સવદાસભાઇએ જાતે કેસર કેરીનું ઊત્પાદન કરી ગ્રેડીગ કરીને માર્કેટમાં મુકવાનું શરૂ કર્યુ હતું
સવદાસભાઇએ એવું જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે તેમની કેસર કેરીની ઇગ્લેન્ડ અને આરબ અમીરાતના દેશોમાં અન્ય એજન્સીના સહયોગથી નિકાશ કરવામાં આવી છે. હાલની સીઝનમાં ર૦ કિલોના કુલ ૧૬પ૦ બોકસનું વેચાણ કરીને ૯ લાખ આવક ઊભી કરી છે. આંબાના છોડને ટપક પધ્ધતિથી પાણી આપવામાં આવે છે. તેમજ સેન્દ્રીય ખાતર વધુ પ્રમાણમાં આપવા આવતું હોવાથી વધુ ઊત્પાદન આપી શકાય છે. તેમ સવદાસભાઇએ અંતે જણાવ્યુ હતું.

Read Full Post »

તા.૧૬ જુનથી ચોમાસાનો મંગલ પ્રારંભ વર્ષ સારૂ જવાની પુરી શકયતા

(અહેવાલ-ભીમભાઇ ઓડેદરા દ્રારા)
કૂતિયાણા તાલુકાના કવલકા ગામ ખેડુત શ્રીભીમભાઇ ઓડેદરાએ અખાત્રીજના પવનની દિશા ગતિ ઊપરથી એવું તારણ કાઢેલ છે. આ વર્ષ સારૂ રહેશે. તથા વહેલો વરસાદ પડશે. સમગ્ર ભારતમાં વિજળીવેગે તા.૧૬ જૂન થી રપ જૂન દરીમ્યાન વરસાદનો પ્રારંભ થશે. આ દશ દિવસ દરીમ્યાન ગુજરાત આન્ધ્રપ્રદેશ તામીલનાડુ, સહિત ભારતના મોટા ભાગ રાજયોમાં ચોમાસા શાનદાર પ્રારંભ થશે.

રાણાવાવના ખેડુતે હાઇબ્રીડ મરચા વાવી સફળતા મેળવી

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધી દ્રારા)
પોરબંદર જીલ્લાના રાણાવાવ ગામના ખેડુતશ્રી છગનભાઇ સવદાસભાઇ રાણાવાયાએ સૌ પ્રથમ વખત હાઇબ્રીડ મરચા એન યુ-૪ નું પાંચ વિઘામાં પ્રાયોગીક ધોરણે વાવેતર કરીને મરચાના પાક ઊત્પાદનમાં સફળતા હાસલ કરેલ છે. એક વિઘે ૧ લાખનું ઊત્પાદનનો અંદાજ છે.
છગનભાઇ રાણાવાયાએ જણાવ્યુ હતું કે તેમની પોતાની પિયતની રપ વિઘા જમીન છે. તેમાંથી ચાલુ વર્ષે પાંચ વિઘા જમીનમાં હાઇબ્રીડ એન યુ-૪ મરચાનું વાવેતર કરેલ છે. અને મરચાના ઊત્પાદનમાં સફળતા પ્રાપ્ત કરેલ છે. એક વિઘે ૧ લાખનું ઊત્પાદનનો અંદાજ છે. દોઢ માસના મરચામાં ર,પ૦ લાખની આવક થયેલ છે. અને મરચાના પુરા પાક દરમ્યાિન પાચ લાખનું ઊત્પાદન થવાની આશા છે. પ૦ ટન મરચાનું ઊત્પાદન થશે. છગનભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે મરચાનો પાક સામાન્ય રીતે ચાર મહિના રહે છે. મરચાને દર બે દિવસે ઊતારતા બે હજાર કિલો મરચા ઊતરે છે.

 હનુમાનગઢની કેરી વિદેશમાં નિકાસ

સવદાસભાઇ ખુટીએ રાજયકક્ષાની કેરી હરીફાઇ માં સુપર કેરીનું પ્રથમ ઇનામ મેળવ્યુ.

(અહેવાલ-અરજનભાઇ કારાવદરા દ્રારા)
કેસર કેરીથી તો આપણે સૌ પરીચિત છે. પરંતુ ટોપીયો, બદામડી, દશહરી, બેગલ પાણી, હોળો, અમૃતાગ, અધારીયો, વેલીયો, તુરખીયો, નીલેશાગ, પાયલોટ, જીથરીયો, વનરાજ, લંગડો, સોનપરી આવી અનેક વિવિધતા ધરાવતી કેરીની જાતો જૂનાગઢ ખાતે કેરી પ્રદર્શન અને હરીફાઇમાં મુકાઇ હતી.
બાગાયત અને ખેતીવાડી વિભાગ તેમજ આત્મા પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢ ખાતે તાજેતરમાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ સહિત આઠ જીલ્લાના ખેડુતો માટે કેરી હરીફાઇ, પ્રદર્શન અને વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું જેમાં કેસર કેરી વિભાગમાં ર૬૦, રાજાપુરી હાફુસ અને જમાદાર કેરીમાં ર૭, કેરીની અન્ય જાતોમાં ૪૩, અને દેશી કેરીના વિભાગમાં ૭૮ એમ કુલ ૪૦૮ ખેડુત સ્પર્ધકો સહભાગી થયા હતા
કેરીની તમામ જાતોમાં સર્વશ્રેષ્ઠ કેરીમાં રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના ખેડુત સવદાસભાઇ કુંભાભાઇ ખુંટીની કેસર કેરી વિજેતા થતા તેમને પ હજારનો પુરષ્કાર આપવામાં આવ્યો હતો. જયારે કેસર કેરી વિભાગમાં ખંભાળા ગામના ખેડુત અરજનભાઇ ખીમાભાઇ પ્રથમ અને હનુમાગઢના રાહુલભાઇ ભરતભાઇ નો દ્રિતિય સ્થાને આવતા હવે આપણી જ્ઞાતિ ખેતીક્ષેત્રે પણ આગળ છે. એવુ કહીએ તો કાંઇ ખોટું નથી.
આજ સુધી આપણે એમ કહેતા કે સોરઠની કેસર કેરી જગ વિખ્યાત છે. પણ સોરઠની કેસર કેરી જેવી જ કેરીનું ઊત્પાદન બરડા ડુંગરની ગોદમાં આવેલા કેટલાક ગામો પણ થઇ છે. અને આ કેરી પણ દેશના
સીમાડાઓ વટાવી ચુંકી છે. તેમાંય રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના પ્રગતિશીલ ખેડુતની કેરીએ રાજયની કેરી હરીફાઇમાં પ્રથમ સ્થાન
પ્રાપ્ત કરવા ઊપરાંત આ કેરી ઇગ્લેન્ડ અને આરબ અમીરાતના દેશોમાં પણ નિકાશ કરવામાં આવી છે. હનુમાનગઢ ગામના ખેડુત સવદાસભાઇ કુંભાભાઇ ખુંટી કુલ ૪૦ એકર જમીન ધરાવે છે. જેમા આઠ એકરમાં છેલ્લા ૧૭ વર્ષથી કેશર કેરીનું ઊત્પાદન મેળવે છે. કુલ ર૮૦ આંબા માંથી ર૬૦ વાૃક્ષો કેરી આપી રહ્યા છે.
દર વર્ષે સરેરાશ પ લાખ આસ પાસ કેશર કેરીનું ઊત્પાદન થાય છે. શરૂઆતના ત્રણ વર્ષ ઇજારો આપ્યો હતો. પોષણક્ષમ ભાવ નહિ મળતા સવદાસભાઇએ જાતે કેસર કેરીનું ઊત્પાદન કરી ગ્રેડીગ કરીને માર્કેટમાં મુકવાનું શરૂ કર્યુ હતું
સવદાસભાઇએ એવું જણાવ્યુ હતું કે ચાલુ વર્ષે તેમની કેસર કેરીની ઇગ્લેન્ડ અને આરબ અમીરાતના દેશોમાં અન્ય એજન્સીના સહયોગથી નિકાશ કરવામાં આવી છે. હાલની સીઝનમાં ર૦ કિલોના કુલ ૧૬પ૦ બોકસનું વેચાણ કરીને ૯ લાખ આવક ઊભી કરી છે. આંબાના છોડને ટપક પધ્ધતિથી પાણી આપવામાં આવે છે. તેમજ સેન્દ્રીય ખાતર વધુ પ્રમાણમાં આપવા આવતું હોવાથી વધુ ઊત્પાદન આપી શકાય છે. તેમ સવદાસભાઇએ અંતે જણાવ્યુ હતું.

 પોરબંદર જીલ્લાના ખેડુતોને આધુનિક ખેતી કરવા અનુરોધ

(અહેવાલ-અશોકભાઇ મોઢવાડીયા દ્રારા)
પોરબંદર  જીલ્લાના ખેડુતોને ખેતીમાં આધુનિક વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ દ્રારા અનુરોધ કરાયો છે. પોરબંદર પાસેના ખાપટ ગામે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં પાંચમી વિજ્ઞાનિક સલાહાકાર સમીતિની એક બેઠક મળી હતી. જેમા કાૃષિ યુનિવર્સીટીના કુલપતી કે સી પટેલે પોરબંદર જીલ્લામાં વસવાટ કરતા ખેડુતો પોતાની ખેતીમાં આધુનિક વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તેવો અનુરોધ કર્યો હતો અને તે માટે  ખેડુતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ નો વધુને વધુ લાભ લે તેમ પણ જણાવ્યું હતું.

Read Full Post »

નવો ચીલો…. સમાજ સુધારણા
કુતિયાણા તાલુકાના કડેગી ગામમાં તાજેતરમાં જ યોજાયેલા લગ્ન મહોત્સવમાં મહેર એકતાના સંપાદક મંડળના પ્રમુખશ્રી દેવાભાઇ અરભમભાઇના સુપુત્ર સરમણભાઇના તા.ર૪-૧-૧૦ નાં રોજ યોજાયેલા લગ્ન પ્રસંગ નિમીતે આપણી જુની પ્રથા વાડ વહેંચવી ને બદલે પોતાનાજ ગામની શાળામાં પંખા આપી એક નવો જ ચીલો કરી સર્વેને પ્રેરણા મળી રહે તેવું કાર્ય કરેલ છે. તેઓ હાલ પણ બજરંગ સર્વાંગી વિકાસના નેજા હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા રહેલ છે. એમને મહેર એકતા ગૃપ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

====================================================

શીશલી ગામે ખેડૂત શીબીર યોજાઇ

શીશલી ગામે તા. ર૬/૧/૦૧૦ના રોજ ખોડિયાર ગ્રાૃપ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે સમસ્ત ગામનું સામુહિક ભોજન તથા કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કૃષિ વિજ્ઞાન ખાપટ કેન્દ્રના કૃષિ નિયમકો એ ઊનાળુ ખેતી, ખેતીની ઊપજ વગેરે ખેતી વિષયક માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા મસરીભાઇ અરશીભાઇ મોઢવાડીયા, પ્રવિણભાઇ કરણાભાઇ મોઢવાડીયા તથા બેન્ક મેનેજર શ્રી થાનકી સાહેબે ભારે જહેમત ઊઠાવી હતી.

====================================================

પારાવાડા ગામે માલદે ભગતની રામકથા અને પ્રજાસત્તાકદિનની ઊજવણી

પોરબંદર તાલુકાના પારાવાડા ગામે ગત તા. ર૩ થી ર૬ દરમિયાન મૈયારીવાળા માલદે ભગતની શ્રી રામકથા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ રામકથાની સાથે સાથે તા. ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાકદિન નિમીતે હાઇસ્કુલમાં સવારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધ્વજવંદન તથા કૌશીકભાઇ સુરેશભાઇ ઠકરાર અને સુરેશભાઇ મોરાજીલાલ ઠકરાર ની પ્રતિમાનું લોકાર્પણનો કાર્યક્રમ પણ રાખેલ હતો સાંજના સમસ્ત ગામનું ભોજન સમારંભ બાદ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર રામભાઇ સીડા, નાથાભાઇ મોઢવાડીયા, નવધણભાઇ કારાવદરાએ ભજનોની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે ઠકરાર પરિવાર દ્વારા ઇગ્લીશ મિડીયમ સ્કુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સરપંચશ્રી પરબતભાઇ મેરામણભાઇ મોઢવાડીયા તથા સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

====================================================

શ્રી વિવેકાનંદ વિનય મંદિર હાઇસ્કુલ તથા શ્રી સંસ્કાર વિદ્યાલય (સિગ્મા) હાઇસ્કુલ-રાતીયા દ્વારા ૬૧ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે થયેલ ઊજવણી

====================================================

રાવલ ગામે પ્રથમ જ્ઞાતિ સ્નેહમિલન યોજાયુ

કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે ગત તા. ર૬/૧/૦૧૦ના રોજ ખીમરા લોડણના મંદિરમાં સમસ્ત રાવલ તથા આજુ બાજુના ગામ્ય વિસ્તારનું સ્નેહમિલન બપોરના ૪ થી ૬ કલાક દરમ્યાન યોજાયુ હતું.
આ સ્નેહમિલનમાં તમામ મહેર યુવકો સંગડીત થઇ શ્રી રાવલ મહેર સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી સામાજીક કામો અને સાંસ્કાૃતિક કાર્યક્રમોની ઊજવણી કરવાનું નકકી કરેલ તથા દર વર્ષે જ્ઞાતિ સ્નેહ મિલનના માધ્યમથી એકબીજાનો પરીચય કેળવી એકબીજાને મદદરૂપ થઇ સબંધોનો સેતુ બંધાય તેવા હેતુથી આ પહેલુ જ સ્નેહ મિલન રાવલ ખાતે યોજાયુ હતું.
આ સ્નેહમિલનમાં રાવલ, નગડીયા, ડાંગરવડ, ગોરાણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧પ૦ જેટલા યુવા જ્ઞાતિજનો ઊપસ્થિત રહી જ્ઞાતિ વિકાસના કાર્યોને વેગવાન બનાવવાનો નિદ્યાર કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સરેશભાઇ ઓડેદરા, વિજયભાઇ ઓડેદરા, જેસાભાઇ ઓડેદરા, કાનાભાઇ ઓડેદરા, દિનેશભાઇ અમર, પુંજાભાઇ ઓડેદરા, ભીમાભાઇ ગોરાણીયા, કિશોરભાઇ કેશવાલા, જીવાભાઇ ઓડેદરા, ભરતભાઇ ઓડેદરા, વિઝાભાઇ ઓડેદરા, દિલીપભાઇ ગોરાણીયા, પોપટભાઇ ઓડેદરા, સંજયભાઇ મોઢવાડીયા, રમેશભાઇ કારાવદરા, રાજુભાઇ અમરા, નિતેશભાઇ ગોરાણીયા, વેજાભાઇ ગોરાણીયા, વિક્રમભાઇ રાતિયા, ખીમાભાઇ ગોરાણીયા, ભુપતભાઇ કારાવદરા, લખનભાઇ મોઢવાડીયા, સુધાભાઇ મોઢવાડીયા, વેજાભાઇ ઓડેદરા, નાથાભાઇ કેશવાલા, પુંજાભાઇ કેશવાળા, સવાભાઇ અમર, ભરતભાઇ મોઢવાડીયા, રામભાઇ ગોરાણીયા, કારાભાઇ ગોરાણીયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »