Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ચિંતન’

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Advertisements

Read Full Post »

ડો.સ્ટીફન હોકગે એક બુક લખી છે. કે ભગવાન નથી અને આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું નથી તે ડો. હોકગે સત્ય લખ્યું છે તે બદલ તેને અભિનંદન અને તે બુક વાંચવાથી લોકો અંધશ્રધ્ધામાંથી છુટશે પણ આજથી ત્રણ હજાર વર્ષ પહેલા ભારતમાં ચાવાક નામના મહાન રૂષિ વિજ્ઞાનીક થયા તેઓએ ચાર્વાક દર્શન નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું છે. કે ભગવાન નામની કોઇ વ્યકિત નથી ત્યાર બાદ દોઢસો વર્ષ પહેલા દયાનંદન સરસ્વતી થયાં તેમણે સત્ય પ્રકાશ નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું કે ર્મૂિતમાં ભગવાન નથી અને મે (સરમણભાઇ સવદાસભાઇ સુત્રેજાએ) ઇ.સ. ર૦૦૭માં સત્ય દર્શન અને સત્ય હકીકત નામનું પુસ્તક લખ્યું તેમાં મે લખ્યું કે ભગવાન નથી.
આ સત્ય દર્શન અને સત્ય હકીકત નામના પુસ્તકો આજથી ચાર વર્ષ પહેલા પ્રકાશીત કરેલા અને તેના કોપીરાઇટ તા ૩૦/પ/ર૦૦૮ના રોજ લેખક મંડળ અમદાવાદમાં કરાવેલ છે. આ પુસ્તકમાં છ વિષય છે.
(૧)ભગવાન છે કે નથી? (ર)પુનર્જન્મ નથી, નથી ને નથી, (૩)ભુત-પ્રેત નથી, નથીને નથી, (૪)ધર્મના નામે ધતીગ છે, છે ને છે જ, (પ)મૃત્યુ બાદની વિધિ અંધશ્રધ્ધા છે, છે ને છે જ, (૬)પ્રાણવાયું ઇશ્વર છે, છેને છે જ
આ છ વિષયની મ બુક લખી છે. આ વિશાળ બ્રહ્માંડ કે જેની શરૂઆત કયાંથી અને જેનો અંત કયાં તે વિશે વિજ્ઞાનનું કહેવું છે. કે હજુ આ વિશાળ બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. આ બ્રહ્માંડ બનાવનાચર કોઇ ભગવાન કે ઇશ્વર નથી તે સ્વંય તેની મેળે કે વિજ્ઞાનથી બનેલ છે. તે બીગબગની થીયરીથી બનેલ છે. અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બનેલ છે. આ બ્રહ્માંડ પહેલા રજકણોથી ભરેલ અને ધુમ્મસથી ભરેલું હોવું જોઇએ. ત્યાર બાદ તેમાં વિસ્ફોટનો કે જીલેટીનનો મોટો ગોળો ગુરૂત્વાકર્ષણને  લઇને કરોડો પ્રકાશવર્ષનો ગોળો ઊત્પન્ન થયો થયો હોવો જોઇએ. અને જેમ આપણી પૃથ્વી પર સહરાનું મોટુ રણ છે. તેમ બ્રહ્માંડમાં પણ એક મોટું રણ છે. તેમ વિજ્ઞાનીકોનું કહેવું છે. અને તે બ્રહ્માંડના મધ્ય માં વિસ્ફોટ થયો હશે. તે બ્રહ્માંડના રણમાં કોઇ આકાશગંગા નથી કે સૂર્યો નથી કોઇ પણ ગ્રહ  કે કોઇ ઊપગ્રહ ભયંકર વિસ્ફોટથી અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બ્રહ્માંડમાં જે ઊર્જાના કણો અને સ્ટોન રજકણોના ગ્રહો, ઊપગ્રહો, આકાશ ગંગા, સુર્ય, અને આપણી આ પૃથ્વી ઊત્પન્ન થઇ હશે પછી કરોડ વર્ષે પૃથ્વી ઠંડી પડી હશે અને સુર્યના કિરણોને લઇને પૃથ્વીના હવામાન થોડો ઓકસીજન ઊત્પન્ન થયો હશે. અને તે બરફ સુર્યના તાપના કારણે ઓગળ્યો હશે અને તેનું પાણી નિચાણવાળા ભાગમાં જઇને સમુદ્ર બન્યો હશે. અને તે પાણી સેવાળ ઊત્પન્ન થયા અને તે સેવાળમાં વનસ્પતિ અને નાના વૃક્ષો ઊત્પન્ન થયા અને તે વનસ્પતિ અને વૃક્ષોમાંથી ઓકસીજન ઊત્પન્ન થવા લાગેલ અને તે ઓકસીજનથી વરસાદ વરસવા લાગ્યો અને આપણી આખી પાૃથ્વી ઊપર વનસ્પતિ અને વાૃક્ષો ઊત્પન્ન થવાથી પુસ્કળ ઓકસીજન મળવાથી પૃથ્વી પર ત્રણ કરોડ જાતના જીવ ઊત્પન્ન થયા અને તે પછી પીસ્તાલીશ લાખ વર્ષ પહેલા  માનવ જાતિ ઊત્પન્ન થઇ અને લાખો વર્ષ જગલી અવસ્થામાં રહીને તે આજથી દસ હજાર વર્ષથી સુધરવા લાગી અને જગલી અવસ્થામાંથી બહાર આવી અને અત્યારે માનવ જાતિએ પૃથ્વી ઊપર દરેક જીવો ઊપર ત્રાસ ગુજારીને તેને કાબુંમાં લઇને તેનો શિકાર કરી અમુક જાતના જીવોનો નાશ કરી નાખ્યો. તો આ વિશાળ બ્રહ્માંડને ઊત્પન્ન કરનારો, અને અબજો આકાશ ગંગાને ઊત્પન્ન કરનારો અને ઊપગ્રહોને ઊત્પન્ન કરનારો અને આપણી જીવ સૃષ્ટિ ઊત્પન કરનારો કોઇ પણ અદ્શ્ય વ્યકિત નથી કે કોઇ ભગવાન નથી તે વિજ્ઞાનથી બન્યું છે. અને ઓકસીજનથી જીવો ઊત્પન્ન થયા અને હાલ વિજ્ઞાનીકો દ્રારા જીવ સૃષ્ટીની શોધ ચાલે છે. જેને કારણે વિશેષ માહિતી આપણને મળશે.

લેખકઃ-સરમણભાઇ સુત્રેજા જુનાગઢ

Read Full Post »

આદરણીય શ્રી વાંચનાર,
સપ્રેમ પ્રણામ,
આ યુગ ઝડપી બની રહ્યો છે. લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઇ છે. માણસની જેમ જ કામ કરતા રોબોટ પણ અમલમાં આવી ગયા છે. પણ આપણે બધા આંધળા ભીત થઇને આ વસ્તુઓ ખરીદવા અને ટેકનોલોજીને અપનાવવા દોડ મૂકી રહ્યા છીએ. પરંતુ આપણે એ જાણતા નથી કે આ જ ટેકનોલોજી આપણને બેકારી તરફ ખચી જાય છે. આજે શ્રીમંત વર્ગ વધુ શ્રીમંત બનતો જાય છે અને ગરીબ વર્ગ વધુ ગરીબ. સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે. પરંતુ એ વાત પહેલા ગરીબીનું કારણ શું છે તે જોવું જરૂરી બને છે. આજથી ર થી ૩ દાયકા પહેલા કરતાં આજે વધુ મશીનરી વિકસી ગઇ છે. પણ એ મશીનની જગ્યાએ કામ કરતા કેટલાક ગાૃહ ઊધોગો ભાંગી પડ્યા છે. કેટલાય લોકો બેકાર બન્યા છે. હવે શિક્ષણના અભાવે લોકો બેરોજગારીનો ભોગ  બની રહ્યા છે. એક કહેવત છે જે તમે સારી રીતે સાંભળી હશે. અતે સર્વત્ર વર્જયતે એટલે કે અતિ કશું સારૂં નથી. માટે વધતી જતી માનવ વસ્તીની સામે જયારે ટેકનોલોજી વિકસતી જાય છે. પણ લોકોને રોજગારીની તકો ઓછી મળી રહી છે. હવે ખરેખર સરકારે ગાૃહ ઊદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો આમ નહિ થાય તો એક સમયે ભૂખમરો આવી જશે. અને સમગ્ર દેશમાં દ્રશ્ય છપ્પનિયા દુકાળ જેવું થઇ જશે. આ વાત પર સરકારને વિચારવું જરૂરી છે. હાલ એક મશીન ૧૦ માણસોનું કામ કરી શકે છે તો તે ૧૦ લોકો બેકાર તો બન્યા જ ને ? આવા તો કેટલાય મશીનો માણસો ની જગ્યાએ કામ કરી રહ્યા છે. માટે એક વાકય લખુ છું કે ઊદ્યોગપતિઓ આપ મશીનોને નહિ માણસોને કામ આપો. આ વાકય આપણા દેશની પ્રગતિ માટે છે. કોઇની માનહાની માટે નથી. આટલું લખી હું અહીં મારી કલમને અટકાવું છું.
——–  લે: શ્રી મનોજ ઓડેદરા,  ધો. ૧૦, કુતિયાણા

Read Full Post »

માણસ માણસ વચ્ચે આજે એક પ્રકારે ન સમજાય તેવો દુરીભાવ (ગેપ) જોવા મળે છે. ત્યારે વિચારવું જ રહયું કે આટલી સગવડતાની વચ્ચે માણસ આમ એકલવાયો જ લાગે છે. સાથે અસંગત અને બિન સલામત બહાવરો લાગે છે અને તેનો ઉંડો વિચાર કરીએ તો, માનવીને હંમેશા પ્રેમ, હુંફ કે પોતીકાપણું જરૂરી છે. જેનો આજે અભાવ દેખાય છે. જે અભાવના ભાવ માટે માણસ તલસી રહી પોતાની સાથે છલ કરી સ્વાભાવિકપણે મનને મનાવી મજબુરીથી જીવી રહયો છે. છતાં સુખી હોવાનો મુખવટો બધાજ પહેરીને ફરે છે અને કહે છે કે અમે સુખી છીએ.

માણસ મન અને ઇચ્છાનો ગુલામ છે અને બુધ્ધિથી બેદરકાર છે. સાથે મન અને ઇચ્છાને કે બુધ્ધિ ને કોઇ સાધાનથી કેળવેલા નથી. જે સ્વસ્થ મન જે હકારાત્મક ઇચ્છા બનીને , મન બુધ્ધિને સંતુષ્ઠ સ્વસ્થ રાખીને શરીરને પણ નિરોગી રાખી શકે. એટલે કે માણસ મન રોગી તેમજ શરીરનો રોગી થતો જાય છે. અને આજના આરોગ્ય વિજ્ઞાને પણ સાબિત કર્યુ છે કે માણસ શરીરનો બિમાર ર૦% જ છે. પણ મનની બિમારી ૮૦% છે. એટલે કે શરીર કે આરોગ્ય નિષ્ણાંતો કહે છે મન નિરોગી હશે તો શરીર આપોઆપ નિરોગી રહેશે. પણ સનાતન પ્રશ્ન એ છે કે મનને નિરોગી રાખવું કેમ? કારણ મન સંવેદનશીલ છે અને કેટલાક પ્રહારનો સામનો કરતુ મન નકારાત્મક ઇચ્છા અને ઇન્દ્રીયોનાં પ્રભાવમાં છે. ત્યારે બુધ્ધિ એટલી તીક્ષ્ણ કે બળુકી નથી કે ઇચ્છા કે ઇન્દ્રીયોને નિયંત્રિત કરી શકે. તો કરવું શું?

તો તેનો જવાબ આપણાં શાસ્ત્રો આપે છે કે બુધ્ધિને કેળવીને ધારદાર કરવી હોય તો વિચાર શકિતશાળી હોવા જોઇએ, ભાવનાત્મક હોવા જોઇએ અને તેવા વિચારોને જીવનમાં સંક્રાત કરવા જોઇએ. તો તેવા વિચારો બુધ્ધિને કેળવે, બુધ્ધિ ઇચ્છાને હકારાત્મક બનાવે અને ઇન્દ્રીયોને સંતુષ્ઠ રાખી નિયંત્રીત કરે અને નિયંત્રિત ઇચ્છા અને ઇન્દ્રીયો મનને શકિતશાળી સંવેદનશીલ બનાવશે. જે મન સંવેદનાને લુખી ન રાખતા ભાવથી ભીજવે અને પોતીકાપણું ઊભી કરીને સ્વજાતથી જોડાયેલ રહેવાની ટેવ પાડશે અને સ્વજાતને ઓળખતો માણસ સ્વને કેળવતો સ્વભાવને બદલશે અને તેનાથી એક તંદુરસ્ત માનવ અને માનવ સમાજ નિર્માણ થશે. નહ તો અસલામત માણસ આજે સ્વની ઓળખ ભુલતો જતો હોય તો બીજાને કયાંથી ઓળખવાનો અને સમાજજીવન કે કુટુંબ જીવનમાં બીજાને ઓળખવો ખુબજ જરૂરી છે. કારણકે અન્ય પ્રત્યેનું ઓળખામણાપણું પોતાનું એકલાપણું એક સ્ટેચ કે અસલામતી ઊભી કરશે. તેમ છતાં બિમાર માનસથી જીવતો માણસ દાવો કરતો જ રહે છે કે હું તો મારામાં મસ્ત છું અને તે પણ એક છલના કે સ્વજાત સાથેનું છેતરામણું સ્વરૂપ છે. આવી છલના સાથે જીવતો માનવી બીજાની ઇર્ષા, દોષ, નકારાત્મક ભાવ સાથેની સ્પર્ધામાં જ જીવતો રહે છે. છતાં દાવો કરે છે કે ભાઇ હું તો મારામાં મસ્ત છું. અરે તું તારામાં મસ્ત નથી કે બીજાની મસ્તીને નથી ઓળખતો, માણસ જીવનને કેટલું મસ્ત બનાવી શકે તે પણ કેટલું સત્ય છે ?
સમૃધ્ધિ અને ભૌતિક સુખોમાં આળોટતા પશ્ચિમી દેશોનાં લોકો પણ આજ રોગના રોગી કે શિકાર છે. અને સુખનાં દંભમાં સુખને શોધે છે. જયારે ભારતીય સંસ્કૃતિ ઐકય, સંગત, સમાનતા, સમભાવનું દર્શન રહયું સહયું ગ્રામ્ય સંસ્કાૃતિમાં જોવા મળે છે. જો કે સમયનાં વહેણમાં તેમાં પણ ઝાંખપ આવી છે. કારણકે ગામડા તુટતા જાય છે અને લોકો શહેર તરફથી દોડ અને વ્યવસાય અને સગવડતા આધિન રહેવાની વ્યવસ્થાથી માત્ર ગમમાં જરૂરીયાતમંદ કે ધંધાદારી લોકો જ રહેતા હોય છે. અને તે મળે તો પ્રસંગોપાત કે જરૂરીયાતથી મળે છે. નહ તો પહેલાનાં સમયમાં પ્રસંગ કે ઊત્સવ, મારો લાગતો અને તેમાં ઐકય જોવા મળતું.  ભાવ જોવા મળતો અને પોતાનું છે તેમ સમજી પોતીકાપણું લાવતા અને આ પોતીકાપણાનો આગળ વિચાર કરીએ તો ગામડાનો ખેડૂત પોતાના ગાય, બળદ, ભસ, ઘોડા કે કુતરા સાથે વાતો કરતો અને તેમાં સંશોધન કે જીજ્ઞાસાથી બારીક નિરીક્ષણ દ્રષ્ટીથી વિચારીએ તે ખેડૂતની વેવલાઇ કે નાલીશી નથી પણ એક પોતીકાપણાનો ભાવ છે અને આવા ભાવ સમજીને ખેડૂત પ્રાણીઓ સામે પ્રતિભાવ આપણા આજે પણ જોવા મળે છે. અરે એથી આગળ વિચારીએ તો ગામડામાં હજુ પણ વડીલોને આજુબાજુનાં ગામડા, સગાસંબંધીની ઓળખ અને તે પણ બે ત્રણ પેઢીના નામ સહિતની ઓળખની વાતો હજુ વડીલો પાસેથી સાંભળવા મળશે. તે યાદશકિતની ખુબી નથી. પરંતુ પોતીકાપણાનો એક લય છે. જે ભાવનાત્મકતાથી જોડાયેલો છે. ત્યારે શહેરના કોક્રીટ જંગલનાં એપાર્ટમેન્ટ કલ્ચરમાં સામેનાં બ્લોક રૂમમાં કોણ રહે છે, તેમનું નામ શું છે? તે શુધ્ધા ખબર નથી. તે દુરીભાવનું દર્શન છે.

આવી રીતે પોતીકાપણું અને તેનાં પ્રત્યેની ઊદાશીનતામાં માણસ બટકો બનતો જાય છે. દાખલા તરીકે, આજે માણસને પોતાની ભાષા બોલીમાં પણ તેની અસર જોવા મળે છે. અન્ય ભાષા અને અત્યારનાં માહોલમાં અંગ્રેજીનો ક્રેઝ છે કે જે માણસને પરાયો બનાવતો જાય છે. તેનો મતલબ એ નથી કે અન્ય ભાષા આપણે શીખવી કે સ્વીકારવી નહીં. પરંતુ આપણું છોડીને બીજાનું સ્વીકારીએ તે દુઃખ છે.  આપણું સંભાળી અને બીજાને સ્વીકારીએ કે શીખીએ તો તે પ્રગતિ છે અને આપણું છોડીને બીજાનું સ્વીકારીએ તે અધોગતિ છે. મતલબ કટાક્ષમાં કહેવું હોય તો માં છોડીને માસીને સ્વીકારવાની વાત થઇ. આથી પણ આગળ વાત કરીએ તો માણસ માણસથી મળતા તો હાથ મીલાવી અથવા ભેટીને શ્રધ્ધા મુજબના પ્રભુનામ સાથે અભિવાદન કરતાં તેની જગ્યાએ આજે મળીએ તો હાથ ઉંચો કરી દુરથી સંબંધો શોભાવતા હોય છે અને તે પણ નરી ઔપચારીકતાથી. ત્યારે આજે જરૂર છે મારૂ છે તેને સાચવવાની પોતાનું છે તેને ઊજાગર કરવાની, જરૂરથી બીજાનું સારૂં છે તેને આપણી વિકાસ કે પ્રગતિ માટે સ્વીકારીએ પણ મારાના ભોગે તો નહીં જ.

લેખક :

Read Full Post »

ગયા અંકમાં આપે “અભય” અને “સત્વસંશુધ્ધિ” આ બે ક્ષત્રગુણો વિશે જોયું. હવે આગળના ગુણો વિશે જોઇએ. “અભય” અને “સત્વસંશુધ્ધિ” પછીનો ત્રીજો ગુણ એટલે “જ્ઞાનયોગ વ્યવસ્થિત”.
જ્ઞાનયોગ વ્યવસ્થિતઃ એટલે તત્વજ્ઞાન મેળવવા માટે દિલ દઇને વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરવાની ભાવના. તત્વજ્ઞાન પ્રાપ્ત થતાં માણસ શિયાળમાંથી સહ બની જાય છે. સંસારના ભોગ અને શરીર પ્રત્યેનો મોહ માણસને બીકણ બનાવે છે. પરંતુ સંસારના પદાર્થો ચિરંતન આનંદ આપી શકતા નથી. તેવી જ રીતે શરીર પરિવર્તનશીલ અને નાશવંત હોવાથી કામય ટકી રહેતું નથી. જે નાશવંત છે, એનો કયાકેરતો નાશ થવાનો જ છે. જયારે તેની અંતર જે આત્વતત્વ છે, તે અજર-અમર છે. એ આત્વતત્વને વરસાદ પલાળી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી. તે “ન હન્તિ ન હન્યતે” છે – તે કોઇને હણતું નથી કે કોઇથી હણાતું નથી. આ પ્રકારનું તત્વજ્ઞાન પૂર્ણતઃ પ્રાપ્ત થતાં નિર્ભયતાનો ગુણ પ્રકટે છે. તેથી એક ક્ષત્રિય તરીકે મેર જ્ઞાતિના લોકો ગીતાજીના તત્વજ્ઞાનને આત્મસાત્ કરવા માટે દિલ દઇને વ્યવસ્થિત રીતે પ્રયત્નશીલ બને એ અત્યંત જરૂરી છે.
દાન : દાન એ ક્ષત્રિયની શોભા વધારનારો ગુણ છે. દાન આપનારની ર્કીિત ચારેબાજુ ફેલાય છે. એથી જ ગીતાજીમાં ઘણી જગ્યાએ દાનનો મહિમા ગવાયો છે. એક દુહામાં તો એવું કહેવાયું છે કે, જયારે નાવમાં પાણી ભરાય અને ઘરમાં સંપતિ વધે તો હંમેશા સ્થિતિ મુજબ દાન આપતા રહવું જોઇએ. આપણી જ્ઞાતિમાં ડો.વિરમભાઇ ગોઢાણીયા, હરભમભાઇ ભારાભાઇ કેશવાલા જેવા અનેક ધુરંધર દાતાઓ છે. આવા દાનવીરો એ આપણી જ્ઞાતિની શોભા છે.
દમ : દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિયો પર સંયમ રાખવો તેને ઇન્દ્રિયનિગ્રહ કહેવામાં આવે છે માનવ શરીરમાં જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, તે દરેક પોતપોતાના વિષય તરફ ખચાય છે અથવા તે ભોગવવા પ્રવાૃત થાય છે. ક્ષત્રિયે તેના વેગ પર નિયંત્રણ મુકવું જોઇએ. ઇન્દ્રિયો પરનું આ રીતનું સમજણપુર્વકનું નિયંત્રણ તેને જ દમ કહેવાય છે. દમથી જીવનમાં તેજસ્વીતા નિર્માણ થાય છે.
ઇન્દ્રિયો બહુ શકિશાળી છે. ભલભલા પુરૂષો પણ તેના તાબામાં આવી જાય છે, તેથી જ ગીતામાં ભગવાન અર્જુનનને કહે છે :
યતતો દયાપિ કૌન્તેય પુરૂષસ્ય વિપશ્ચિતઃ :
ઇન્દ્રિયાજિ પ્રમાથિની હરન્તિ પ્રસભં મનઃ :
“હે કુન્તીપુત્ર અર્જુન! ભારે પ્રયત્નો કરવા છતાં પણ આ ઇન્દ્રિયો પોતાના ચંચલ સ્વભાવના બળથી બુધ્ધિમાન પુરૂષોના મનને પણ કબજે કરી લે છે.”
હજારો વર્ષની આકરી પતશ્ચર્યા કરના મર્હિષ વિશ્વામિત્ર અને પરાશર જેવા તપસ્વીઓ પણ ઇન્દ્રિયોના તાબામાં આવી ગયા હતા, ત્યારે સામાન્ય માણસનીતિની તો વાત જ શી કરવી? આમ છતાં એના પર સંયમ મેળવવો એ અશકય બાબત નથી. અભ્યાસ કરવાથી અત્યંત બળવાન એવી ઇન્દ્રિયો પર અવશ્ય સંયમ મેળવી શકાય છે. જે માણસ બેકાબુ બનીને વિષયો તરફ દોડતી ઇન્દ્રિયો પર સંયમ મેળવતો નથી, તેની શકિત ક્ષીણ થાય છે અને તે નબળો પડે છે. તેથી શકિતશાળી રહેવા માટે “દમ” અર્થાત ઇન્દ્રિય નિગ્રહનો ગુણ અત્યંત આવશ્યક છે. જે માણસ આ “દમ”નો ગુણ કેળવતો નથી, તેના માટે એવું કહેવાય છે કે, “તેનામાં દમ કયાં છે ?” તાત્પર્ય એ કે ઇન્દ્રિયો પર સંયમ ન મેળવનારો માણસ દમ વગરનો ગણાય છે.
ક્ષત્રિયે તો શકિતશાળી રહેવું જ જોઇએ. એનું કારણ એનું કર્તવ્ય જ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનું રક્ષણ કરવા માટેનું છે. ક્ષત્રિયો નબળા પડે તો ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પર ભયંકર આપત્તિ આવી શકે છે. આજે ક્ષત્રિયો નબળા પડયા છે એનું કારણ એમણે ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાની બાબત તરફ સતત દુર્લક્ષ સેવ્યું છે.
આપણે મેર ભાઇઓએ સાચા અર્થમાં શકિતશાળી બનીને ક્ષત્રિય તરીકેના પોતાના જન્મને દીપાવ્યો હશે તો ઇન્દ્રિયો પર સંયમ મેળવવાની બાબતને બહુ મોટું મહત્વ આપવું પડશે.
—— લે: ભરત બાપોદરા

Read Full Post »

તારા ચિત્તડાને કોઇ વ્યથા સતાવે,
તારાં નેણલાં નદિયુંનાં નીર વહાવે,
રે રે તરુવર! તને આજ આંસુડાં શેનાં આવે?

મ પરમારથને કાજે મમ જન્મ લીધો,
મ ચિતા સુધી સૌને સથવારો દીધો,
એનાં ગુણલાં ભલેને કોઇ નવ ગાવે,
રે રે કવિવર! મને નવ આંસુડાં એના આવે.

મુજ કાષ્ઠ મહથી ખુરશી બની છે,
એના પર અસુરોની બેઠક રહી છે,
દયાહીન બની એ ગરીબોનાં શોષણ કરાવે,
રે રે કવિવર! મને આજ આંસુડાં એનાં આવે.
                                                                                                          —–  ભરત બાપોદરા

ઊપરનું કાવ્ય કવિ અને વૃક્ષ વચ્ચેના પ્રશ્નોત્તર રૂપે લખાયું છે. વગડામાં ફરવા નીકળેલા કવિ એક તરુવર (વૃક્ષ) પાસે પહાચીને જુએ છે તો વૃક્ષ ટબક ટબક આંસુડાં પાડતું હોય છે. વૃક્ષનું વ્યથાભર્યું અંતર અને આંસુભરી આંખો જોઇને કવિ એને પૂછે છે! “હે વૃક્ષ! તને આજ આવાં આંસુડાં કેમ આવે છે?”
પોતાને આવો સવાલ પુછનારો કવિ હૃદયની વ્યથા ઠાલવવા માટે યોગ્ય માણસ છે એમ જાણીને વાૃક્ષ જવાબમાં કહે છેઃ “હે કવિ! અમારો વૃક્ષનો જન્મ જ પરમાર્થ માટે થયેલો છે. જગતનાં લોકોને અમે પર્ણ, ફુલ, ફળ, ઔષધિ, છાંયો અને લાકડું, વગેરે અત્યંત જરૂરી એવી વસ્તુઓ આપતાં રહીએ છીએ. છેલ્લે ચિત્તામાં પણ અમેજ એનો સાથ પુરાવીએ છીએ. અમારા આ બધા ઊપકારોના ગુણ ન ગવાય તો કાંઇ નહ, મને એનું કોઇ દુઃખ નથી તેમજ એના માટે રડવું પણ આવતું નથી. મને તો દુઃખ બસ એજ વાતનું છે કે પરમાર્થને માટે આખું જીવન ઘસી નાખનાર એવા અમારા વૃક્ષના લાકડામાંથી ખુરશી બને છે, એના પર બેસીને દયાહીન નેતાઓ ગરીબ જનતાનું ભયંકર શોષણ કરી રહયા છે! અમારા જ લાકડામાંથી બનેલી ખુરશી પર બેસીને ગરીબોને ચૂસનારા નેતાઓને જોઇ મારી આંખોમાં આંસુડાં આવે છે.”
વૃક્ષની આંતરિક ઇચ્છા એવી છે કે પોતાના લાકડામાંથી બનેલી ખુરશી પર રણજીતસિંહ જેવા રાજવી બિરાજે. રાજવી રણજીતસિંહજીના જીવનનો એક કિસ્સો એવો છે કે, એક વખત તે પોતાના બગીચામાં લટાર મારી રહયા હતા. બગીચાની ફરતે ઉંચી વંડી હતી. વંડીની બાજુમાં જે આંબા હતા, તેની ડાળીઓ પર પાકી કેરીઓ લટકતી હતી. વંડીની બહાર રસ્તો હતો. તે રસ્તા પરથી એક ડોશીમાં પસાર થયાં. તેને ખુબજ ભુખ લાગી હતી. આથી કેરી પાડવા માટે તેણે પથ્થરનો ઘા કર્યો. પથ્થર રણજીતસિંહજીના કપાળ પર લાગ્યો અને લોહી નીકળવા લાગ્યું. સિપાઇઓને ખબર પડતાં તેઓ પથ્થર મારનારને શોધવા દોડયા અને થોડીજ વારમાં ડોશીમાંને પકડી લાવ્યા. રણજીતસિંહજીએ ડોશીમાંને પથ્થરનો ઘા કરવાનું કારણ પૂછયું. ડોશીમાએ ધ્રુજતા અને થોથવાતા અવાજે સાચી હકીકત જણાવી. ડોશીમાની વાત સાંભળ્યા બાદ રણજીતસિંહજીએ સિપાઇઓને હુકમ કર્યો કે “આ ડોશીમાને પેટ ભરીને ખાવા માટે એટલા ફળ આપો અને ત્યારબાદ એને બીજી કોઇ વસ્તુની જરૂર હોય તો તે પણ પુછજો”.
રાજાનો આવો ન્યાય જાણીને સિપાઇઓને અચંબાનો કોઇ પાર ન રહયો. રહેવાયુ નહીં એટલે પુછયું: “મહારાજ, આ ડોશીમાને સજા કરવાને બદલે તની આવી સરભરા શા માટે કરાવો છો?”
રણજીતસિંહજીએ હસીને જવાબ આપ્યો, “એક વૃક્ષ જો પથ્થર મારવાથી ફળ આપતું હોય તો હું તો રાજા છું. મને પથ્થર મારનાર આ ડોશીમાને હું ફળ ન ખવારૂં તો રાજા તરીકે ઓળખવાનો મને કોઇ જ અધિકાર નથી!”
વૃક્ષની આંતરિક ઇચ્છા છે કે પોતાના લાકડામાંથી બનેલી ખુરશી પર આવા પરોપકારી રાજાઓ બિરાજે. પરંતુ એને બદલે ગરીબ પ્રજાને ચુસી ચુસીને ખોખા કરી નાખનારા દયાહીન નેતાઓ જ એના પર ચડી બેસે છે! વૃક્ષને આ વાતનું દુઃખ છે અને પોતાનું એ દુઃખ વ્યકત કરીને તે કહે છેઃ “રે રે કવિવર!  મને આજ આંસુડાં એનાં આવે છે.”

Read Full Post »

લે: હાજાભાઇ ઓડેદરા, વ્યવસ્થાપક શ્રી, ઝુંડાળા મહેર સમાજ – પોરબંદર.

જગતની આ જીવ સૃષ્ટિમાં માનવજન્મએ કુદરતનું સર્વોતમ સર્જન છે. કુદરતની ઊત્કૃષ્ઠ કૃતિ એટલે માનવ માનવ હોવુ એ કાંઇ જેવી તેવી ઘટના નથી. ઇશ્વરે માણસ જાતને ચૈતન્ય શીલ હદય આપ્યું છે. આંસુ અને સ્મિતની જુગલબંદી આપી છે. લાગણીઓને વ્યકત કરવા ભાષા આપી છે. વિસંવાદમાંથી સંવાદ સર્જી શકે એવું સંગીત આપ્યું છે. શું નથી આપ્યું. કુદરતે બધુ જ આપણને માટે લૂંટાવી દીધું છે. આથી પૃથ્વીપરના બધા જીવોમાં માણસ એ બીજા પ્રાણીઓથી સાવ અલગ પડતું પ્રાણી છે. માણસ એ ઇશ્વરના અંશમાંથી જનમ્યો છે. માણસએ ખુબીઓ અને ખામીઓથી ભરેલો છે. માણસ બુધ્ધિપૂર્વકના પ્રયાસો અને પુરૂષાર્થથી કાળ ક્રમે આદિમાનવમાંથી મહામાનવ બની શકયો છે. આમ મનુષ્ય જન્મએ કુદરતનું અણમોલ વરદાન છે.  આમ છતાં આપણામાંના મોટાભાગનાં માણસો આજીવન અને જગતને મનભરીને માણી શકતાં નથી. ઘણાં માણસો જીવન અને જગત પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ વલણ ધરાવતાં હોય છે. કહેવાય છે કે જગતનો કોઇપણ માણસ સંપૂર્ણ બત્રીશ લક્ષણો નથી હોતો. પરંતુ દરેક માણસમાં કોઇને કોઇ ગુણ કલા કે શકિત પડેલા હોય છે. એટલે માણસોમાં રહેલા સારા તત્વ ગુણને સ્નેહભાવે જોવુ એમાં પાપ નથી. સૌને સ્નેહથી ચાહતા શીખવાનું છે. કોઇના ગુણ દોષ જોવ હોય તો પહેલાં તમારું આત્મનિરીક્ષણ કરો. પુસ્તકો વાંચવા કરતા માણસોને વાંચવા સારા અરે. આપણે પોતે પણ ચોવીસે ચોવીસ કલાક સુગંધમય બનીને નથી જીવી શકતા. આપણે જાણીએ છીએ કે બહુ ઓછા માણસો સુવાસ મૂકીને મૃત્યુ પામે છે. પરંતુ બધાને હરિના લાલ સમજીને જીવવું જોઇએ. મનુષ્યની જિંદગીનો આધાર તેમની શકિત કઇ દિશામાં વાપરવા ઊપચી હોય છે. માણસ ધરતી પર સ્વર્ગ સર્જી શકે છે તેમજ તેમના નર્કને પણ નોતરી શકે છે.

આપણી આસપાસ સલામ કરવાનું મન થાય, અને પગે લાગવાની વંદન કરવાની ઇચ્છા થઇ આવે એવા ઘણાય માણસો હોય છે. પણ આપણે મને એમની કમત હોતી નથી, આપણે તેમના પર દ્રષ્ટિને દોડાવતા નથી, કે આપણે એમને નજર અંદાજ કરતા હોઇએ છીએ, અથવા તો ઇર્ષા અને અદેખાઇથી આપણે તેઓને બિરદાવતા નથી. ઇર્ષા અને અદેખાઇએ અજ્ઞાનતામાંથી જન્મે છે. આથી અજ્ઞાનતામાં પીડા સમાયેલી છે. જયારે જ્ઞાનમાં આનંદ સમાયેલો હોય છે. આપણી નજીકમાં જ ઘણા સામાન્ય માણસો એવાં હોય છે, કે જેમનામાં કોઇને કોઇ અસામાન્ય વિશેષતા પડી હોય છે. પણ આપણે જાણે અજાણે એમની અવગણના કરતા હોઇએ છીએ. જે પરિચિત છે, એને ઓળખવાનો કે સમજવાનો પ્રયાસ પણ કરતા નથી. અને જેનો કોઇ પ્રત્યક્ષ કોઇ પરિચય નથી એનાં ગુણગાન ગાતા થાકતા નથી. માણસ માત્રનો સ્વભાવ જ એવો છે. કહેવતમાં કહ્યું છે કે ઘરકી મુરઘી દાલ બરાબર. દ્રષ્ટાંતો આપવાના હોય ત્યારે મોટા શ્રીમંતોના, ધનિકોના કે દેશના કહેવાતા નેતાઓના જીવનના આપીએ છીએ.

 
પણ આપણી આજુ બાજુ કે આપણી વચ્ચે જીવતાં ઘણાં એવાં પાત્રો હોય છે. જે સાવ સામાન્ય લાગે છતાં એમના જીવન મહેકથી મઘમઘતાં હોય છે. તેઓની અવગણના થઇ શકે જ નહ. આપણી આસપાસના માણસોના જીવનમાંથી પ્રેરણા લઇ શકાય એવું ઘણું હોય છે. આપણી ચારેકોર કેટકેટલાં પાત્રો જીવતાં હોય છે. જેમણે શૂન્યમંથી સૃષ્ટિ ઊભી કરી હોય છે. પરંતુ આપણે તો મોટા માણસોના રાઇ જેવડા ગુણોને પહાડ જેવા માની એમનાં ગુણ ગાન ગાતા હોઇએ છીએ. કહેવાય છે કે, જે સમાજ કે દેશમાં સજજનો નું સન્માન થતું નથી એ સમાજનું પતન થાય છે. અરે, આપણી આસપાસ, ચોપાસ જે માણસોની વચ્ચે આપણે જીવવાનું હોય છે એમાં કેટલાંય માણસો સુગંધમય હોય છે. મહેકથી મધમધતો માણસ આપણી સામે ભેટી જાય તો હદય બાગ-બાગ થઇ જાય છે. મન મહેકતું થઇ જાય છે. આપણે જાણીએ છીએ કે આ સંસારમાં ગંધ, સુગંધ અને દુર્ગંધનું અસ્તિત્વ છે. પણ સુગંધ, સુવાસ-મહેક બધાના મનને ગમે છે. પરંતુ માનવજાતની બધી જ નબળાઇઓ વચ્ચે પણ જેનામાં માણસાઇ ધબકતી હોય એનું નામ માણસ. આવા ધબકતા કે મધમધતા માણસને સલામ કરવી જોઇએ. આપણા હદયમાંથી બોલાઇ જવું જોઇએ કે વાહ . આવા મહેકતા માનવીને …..

સલામ

Read Full Post »

Older Posts »