Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ચિત્ર’

મહેર એકતા અખબાર પરીવાર તરફથી આપ સૌ જ્ઞાતિજનોને

નવલા નૂતન વર્ષાભિનંદન તથા દિપાવલીની હાર્દિક શુભકામના

આવનારૂ વર્ષ સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, મંગલમય  રહે અને આપણા સમાજમાં  એકતા, ભાઈચારો, શાંન્તિ, સંપત્તિ, શિક્ષણક્ષેત્રે પ્રગતિ અને સર્વાગી વિકાસ થાય તેવી પ્રભુ પાસે મંગલમય પ્રાર્થના.
Advertisements

Read Full Post »

            નગાભગતનાં ભજનથી રાષ્ટ્રપતિ, ઊપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન,  મુખ્યમંત્રી  પ્રભાવિત થયા

મૈયારી ગામના પ્રખ્યાત ભજનીક કલાકાર શ્રી નગાભગતે તાજેતરમાં જ સ્વ.ઇન્દીરા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અને ગૌરવની વાત તો એ છે કે કાર્યક્રમની શરૂઆત નગાભગતનાં કંઠે ગવાયેલ ભજન ’વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે’ થી કરવામાં આવી હતી.
આ ભજન સાંભળી કાર્યક્રમમાં ઊપસ્થિત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ, ઊપ રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી મનમોહનસિંઘ, દિલ્હીના મુખ્યમંત્રીશ્રી શીલા દીક્ષિત તથા સાંસદો, ધારાસભ્યો તથા સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રભાવિત થયા હતા. અને નગા ભગતને અભિનંદન પાઠવ્યા હતા.

Read Full Post »

શહીદ વિર નાગાર્જુન સિસોદિયા:

નાગાર્જુન સિસોદિયા

નાગાર્જન સિસોદિયા

મોકલનાર: પ્રવિણ વિરમભાઇ દિવરાણીયા-ધંધુસર
=======================================================

દારૂ એ આપણા સમાજનું દુષણ છે:

દારૂથી અનેકનાં ઘર બરબાદ થયા છે.અનેક કુટુંબમાં દારૂ થકી નુકશાની આવે છે.દારૂથી પૈસાની બરબાદી થાય છે. દારૂથી શરીરને નુકશાન થાય છે. દારૂથી આબરૂ ઘટે છે. વ્યસની વ્યક્તિનું કુટુંબ આર્થીક રીતે પાયમાલ બને છે.

કહેવાય છે કે, દારૂડીયો દારૂ પીવે છે પણ દારૂજ દારૂડીયાને પી જાય છે. આપણા સમાજમાં દારૂનું દુષણ ખુબ વધ્યું છે. દારૂની અસર બાળકો પર પણ થાય છે.દારૂડીયાની દીકરીના સગપણમાં પણ અવરોધ આવે છે. કહે છે કે એનો બાપ દારૂ પીવે છે. થોડોક વિચાર કરો, દારૂમાં જેટલા પૈસા બરબાદ થાય એટલા જો છોકરાઓનાં શિક્ષણમાં વપરાય તો છોકરાઓનું ભવિષ્ય સુધરી જાય.

વ્યક્તિ વ્યસનનાં નશા હેઠળ પોતાના બાળકો અને પત્નીને મારઝુડ કરે છે તેથી કુટુંબની શાંતિ હણાય જાય છે. દારૂનાં વ્યસનીઓમાં છુટાછેડાનું પ્રમાણ વધારે છે.

મને એ સમજાતું નથી કે દારૂથી અનેક ગણી નુકશાની થાય છે તો પણ આપણાં સમાજમાં પુરૂષો દારૂ કેમ છોડતા નથી.

મોકલનાર: પુતીબેન ખીસ્તરીયા-વાડાસડા,માણાવદર
=======================================================

Read Full Post »