Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘દાન’

સ્વામી ભજના પ્રકાશાનંદ ગીરીજીના માતૃશ્રીનું નિધન
અહેવાલ-નાગેશભાઇ ગોઢાણીયા
આપણી જ્ઞાતિમાં આદરભર્યુ સ્થાન ધરાવનાર અને આપણી જ્ઞાતિ તથા દેશ-વિદેશના લોકોને રાહ ચિંધનાર સત્ય અને ધર્મના માર્ગદર્શન એવા સ્વર્ગીય સ્વામી શ્રી ભજન પ્રકાશાનંદ ગીરીજીના માતૃશ્રીનું તા.૩૦/૭/ર૦૧૦ને શનિવારના રોજ નિધન થયું હતું
રાણાવાવના નિર્વાણ યોગાશ્રમમાં વર્ષોથી સેવા આપી અનેક લોકોના જીવન ઊજળા કરી ધર્મના રસ્તે લાવનાર એવા સ્વામીશ્રી ભજન પ્રકશાનંદજીના માતૃશ્રી હીરીબેન ખુંટી (ઊ.વ.૧૧૦)ની ઊમરે તેમનું અવસાન થયેલ હતું આપણી જ્ઞાતિમાં ધાર્મિકતા ફેલાવવા ઊપરાંત અનેક લોકોને સત્યના માર્ગ ચાલવાની અનોખી પ્રણા આપી ખુંબજ આદરભર્યું સ્થાન ધરાવનારા એવા માતાજીના થયેલા અવસાનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું  માતાજીને જયારે બખરલા ખાતેના પોતાના નિવાસ સ્થાને સમાધી અપાઇ રહી હતી ત્યારે તે ર્ધાિમક વિધીમાં પોરબંદરના ધારાસભ્ય અર્જનભાઇ મોઢવાડીયા, પૂર્વ સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયા, કુતિયાણાના ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, જીલ્લા પંચાયતના સાજણબેન ઓડેદરા, સામતભાઇ ઓડેદરા સહિતના હજારો સંખ્યામાં જ્ઞાતિ અગ્રણી આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.એટલુજ નહિ પરતું માતાજી અને ભજનાપ્રકાશાનંદ ગીરીના શિષ્યો સ્વામી પરમાત્માનંદગીરીજી, સ્વામી અમૃતાનંદગીરીજી,અને ગુરૂમા પુર્ણાત્માનંદગીરીજી વગેરે સમાધીમાં ખાસ ઊપસ્થિત રહ્યા હતા. અને સૌ શોકમગ્ન બની ગયા હતા.
===================================

પોરબંદર જીલ્લામાં મેઘરાજાએ લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જી
(અહેવાલ-માલદેભાઇ ઓડેદરા)
પોરબંદર જીલ્લામાં અષાઢ માસમાં મેઘરાજાએ અવિરત વરસાદ વરસતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થવા પામી છે. મેઘ રાજાની અવિરત કૃપા બાદ ખેડુતોએ પોતાના ખેતરમાં વાવેલી મોલાત  મગફળી, કપાસ, અને અન્ય પાક પર પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે.
ખેડુતોએ વાવણી પાછળ અથાગ મહેનત, અને મોઘાભાવના બિયારણ પોતાના ખેતરમાં વાવ્યાં હતા પરંતુ જરૂરી કરતા વધારે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. અને તે ન સુકાતા ખેડુતો ખેતરમાં પણ જઇ શકતા નથી અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થવા પામી છે.
ધોરાજી પાસેનો ભુખી ડેમ જે ભાદર નદીને મળતો હોવાથી ભુખી ડેમના દરવાજા ખોલતા કુતિયાણા તાલુકાના મૈયારી, કાસાબડ,   છત્રાવા, સેગરસ, માંગરોળ તાલુકાના ઘોડાદર , સરમા, બગસરા, નવાગામ-હંટરપુર, પોરબંદર તાલુકાના કડછ, ગરેજ, રાણાવાવ તાલુકાના હનુમાનગઢ, બિલેશ્વર, નેરાણા, દેરોદર, મિત્રાળા, મહીરા, સહિતના અનેક ઘેડ વિસ્તારોના અને બરડા પંથકના ગામડાઓના ખેડુતોને વ્યાપક પ્રમાણમા નુકશાન થવા પામ્યું છે. જયારે અમુક પછાત વિસ્તારો હજી પણ પાણીથી ભરાયેલા છે.
==========================================

રાજુભાઇ ઓડેદરા બીનહરીફ ચુંટાયા
ગુજરાત રાજય વેરહાઊસગ કોર્પોરેશન, એમ્પલોઇઝ યુનિયન-અમદાવાદની વાર્ષિક ચુંટણી તા.૧૪-૮-ર૦૧૦ ના રોજ ભવનાથ મુકામે રાખવામાં આવેલ હતી. જેમાં માણાવદર કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ વેરહાઊસ મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી રાજુભાઇ રામભાઇ ઓડેદરા, સતત ત્રીજી વખત કારોબારી મેમ્બર તરીકે બીનહરીફ ચુંટાઇ આવેલ છે. જયારે ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજય વેરહાઊસીંગ કોર્પોરેશનમાં આપણી જ્ઞાતિના શ્રી રાજુભાઇ ઓડેદરા એક જ વ્યકિત સેવા બજાવે છે. તેઓ બીનહરીફ ચુંટાતા મહેર સમાજ ગૌરવ વધારેલ છે.

Advertisements

Read Full Post »

ચાંદીગઢ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન

(અહેવાલ-રાજશીભાઇ વદર દ્રારા)
કેશોદ તાલુકાના ચાંદીગઢ ગામે તાજેતરમાં શામળાભાઇ સવદાસભાઇ વદર દ્રારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ સ્થાને દિલીપભાઇ દવે (બાલાગામવાળા)એ કથાનું રસપાન કરાવ્યું હતું. આઠ દિવસ માટે સમસ્ત ગામનું જમણવાર ચાલુ રાખેલ હતું તથા રાત્રીના વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુલ ૯૦ હજાર જેટલો ફાળો એકઠો થયો તે ગૌશાળાને અર્પણ કરેલ હતો. તથા જે અનાજ એકઠુ થયું તે ચકલાના ચણ માટે આપેલ હતું.


બાપોદર ગામે ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો

(અહેવાલ-ભરત બાપોદરા દ્રારા)
રાણાવાવ તાલુકાના બાપોદર ગામે તાજેતરમાં ગામના યુવા સર્કલ તથા બાપોદર ગામના સરપંચ ભનુભાઇ બાપોદરા, અને ગામના યુવાનો બળદેવ બાપોદરા, પ્રતાપ બાપોદરા, દેવાભાઇ બાપોદરા, ભરત માલદે બાપોદરા તરફથી સમસ્ત ગામનું સામુહિક જમણવાર તથા ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં લોક સાહિત્યના ખેરખા ગણાતા યુવા કલાકાર દેવરાજ ગઢવી, વિજયાબેન ધામેચા, ભનુભાઇ ઓડેદરા, ડાયાભાઇ લાખાણાએ લોક સાહિત્ય લોકગીત અને ભજનોની રસથાળ પીરસીને શ્રોતાઓને મંત્રમૂગ્ધ  કર્યા હતા. બાપોદરના કવિ ભરત બાપોદરાએ લખેલ બાપોદરા મેરની કુળદેવી મા વિહતનો મણીયારો તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચદ મેઘાણીએ લખેલ કરૂણ કથા ઓળીપોની દેવરાજ ગઢવી એવી અજબ રજુઆત કરી હતી કે સાભળનાર તંગ રહી ગયા હતા. ગૌમાતાના લાભાર્થે યોજવામાં આવેલા આ લોકડાયરામાં ૧ લાખ ૯૯ હજાર જેટલો ફાળો એકઠો થયો હતો. તથા પુષ્કળ પ્રમાણમાં નિરણ નોધાણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવા વર્ગે ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

લીરબાઇ મંદિર નિર્માણ માટે આવેલ ફંડની યાદી

(અહેવાલ-રામભાઇ બાપોદરા દ્રારા)

(૧) પ૦૦૦/-શ્રી રામ ભરોસે, જૂનાગઢ
(ર) ૧૧૦૦/-શ્રી ભીમાભાઇ એભાભાઇ મોઢવાડીયા, જામનગર
(૩)  ૧૧૦૦/-શ્રી સવદાસભાઇ રણમલભાઇ ઓડેદરા, જૂનાગઢ
(૪) પ૦૧/-શ્રી કેશુભાઇ લાખાભાઇ જાડેજા (સુર્યોદય ફોટોઆર્ટ), કડછ
(પ) ર૦૦/-શ્રી ધર્મેન્દ્રભાઇ કારાવદરા, જામનગર 
 
લીરબાઇ મંદિરને પથ્થર અને વાહન દ્રારા મદદ કરેલ દાતાઓની યાદી

જુનાગઢના ભવનાથ રોડ પર આવેલા સોનાપુરીમાં શ્રીલીરબાઇ મંદિરના નવનિર્માણ કાર્યમાં પથ્થર તથા વાહન દ્રારા મદદ કરનાર દાતાઓની યાદી આ પ્રમાણે છે.
(૧)માલદેભાઇ રામભાઇ તરખાલા-જૂનાગઢ,

(ર)રાજુભાઇ ભાયાભાઇ રાતીયા-જૂનાગઢ,
(૩)કેશુભાઇ પુંજાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૪)પ્રતાપભાઇ વિસાણા-જૂનાગઢ,
(પ)ઠેબાભાઇ ભુરાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૬) અશોકભાઇ વજશીભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૭)દેવાભાઇ પુંજાભાઇ ભુતિયા-જૂનાગઢ,
(૮)સંજયભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૯)ભગતભાઇ દેવાભાઇ ગોઢાણીયા.

સર્વ ધર્મપ્રેમી જ્ઞાતિજનોને વિનંતી કે આપ પણ આ મંદિર નિર્માણ કાર્યમાં પૈસાની જરૂર હોય તેથી આપ પણ ઉદાર હાથે ફાળો આપી મંદિર નિર્માણમાં સહભાગી થવા નમ્ર વિનંતી.

——-ફાળો મોકલવા માટે——-
રામભાઇ વી. બાપોદરા, “રણુજાધામ”, ડ્રીમલેન્ડ સોસા. ર૪, આલ્ફા સ્કુલ પાસે, જુનાગઢ. મો.૯૪૨૭૭૩૧૪૮, ૯૮૭૯૭૯૭૭૯૧,

ગોસા ગામે રામદેવપીરના મંડપની થયેલ ઊજવણી

(અહેવાલ-વિરમભાઇ આગઠ)
પોરબંદર તાલુકાના ગોસા ગામે તા.૧૦ના રોજ સમસ્ત હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિ સમાજમાં પૂજનિય એવા શ્રીરામદેવપીર મહારાજનો મીની મંડપની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ગોસા ઘેડ ગામે અવેડાની બાજુમાં સવદાસભાઇ લીલાભાઇ આગઠ દ્વારા રામદેવજી મહારાજના એક મીની મંડપનુ આયોજન કરવા આવ્યું હતું સ્થાપના અને સામૈયા બાદ તા.૧૦ના રોજ ધાર્મીક વિધી કર્યા પછી મંડપ ખડો કરવામાં આવ્યો હતો.
જેના દર્શન કરવા ભાવિકજનો વિશાળ સંખ્યા ઊપસ્થિત રહ્યા હતા. આયોજક સવદાસભાઇ આગઠના માર્ગદર્શન નીચે સેવાભાવી અરજનભાઇ લીલાભાઇ, લાખાભાઇ રામાભાઇ, લાખાભાઇ મશરીભાઇ, જેઠાભાઇ દેવશીભાઇ, માધાભાઇ ખીમાભાઇ, નાથાભાઇ આગઠ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

ખીસ્ત્રી ગામે બાર પ્રહર પાઠ યોજાયો

પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે તા.૧ર/૪/૦૧૦ અને તા.૧૩/૪/૦૧૦ના રોજ સમસ્ત ગામ દ્વારા શ્રીરામદેપીર મહારાજનો બારપોરો પાઠ યોજાયો. આ નિમીતે સમસ્ત ગામનું સામુહિક ભોજન પ્રસાદ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર રાણા સીડા, વીરાભગત, સહિતના ભજનિક કલાકારોએ સંતવાણીનું રસપાન કરાવેલ હતું. આ પ્રસંગનો સર્વે ખર્ચ રણમલભાઇ કરણાભાઇ, કારાભાઇ કરણાભાઇ, કાનાભાઇ કરણાભાઇ, પરબતભાઇ કરણાભાઇ, દેવશીભાઇ કારાભાઇ તરફથી કરવામાં આવ્યો હતો. 

આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી)
આપણા દેશમાં મોટા ભાગે લોકો ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શિવ, ગણેશ હનુમાનજી કે પોતાના આરાધ્ય કે કુળદેવતાની પુજા કરે છે. જયારે દક્ષિણ ભારતના કેટલાક ગામડાઓમાં રાવણની પુજા કરવામાં આવે છે. પરંતુ આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે. અને તે રાવણ ભકત તરીકે પ્રચલીત છે.
આ બનાવની વિગત એવી છે. કે જૂનાગઢની કસ્તુર બા કોલોની વિસ્તારમાં રહેતા મહેશભાઇ વેજાભાઇ મોઢવાડીયા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણ ની પુજા કરે છે. અને તે વિસ્તારના લોકો તેને રાવણ ભકત તરીકે જ ઓળખે છે. તેઓ નિત્ય રાવણ રચિત શિવ તાડવના શ્લોકોનું પારાયણ કરે છે. રાવણ શિવજીનો પરમ ઊપાસક હતો. તેથી મહેશભાઇ પર શિવજી વધારે પ્રસન્ન રહે છે. મહેશભાઇ તાજેતરમાં જ હરીદ્વાર ગયેલ ત્યારે તેમને ગંગા નદીના કાંઠે પાડવ ઘાટ પર  ઊડા પાણીની અંદર ર૦ કિલોથી પણ વધારે વજન ધરાવતી એક ‘ઓમકાર’ લખેલી શિવ લગ મળેલ જેની તે પોતાના ઘરે અખાત્રીજના દિવસે સ્થાપના કરશે. તથા તેમને જૂનાગઢના ગીરનાર પર્વતના જોગણીયા ડુંગર પર સુતા સુતા જવું પડે તેવી એક શિવ ગુફા મળી આવેલ તે ગુફામાં શિવ મૂર્તિ, શિવલિંગ, શંખ, વગેરે મળેલ. તેનું કારણ પણ તે રાવણ ભકત હોવાને જ માને છે.

Read Full Post »

પોરબંદરની સીગ્મા સ્કુલમાં નિર્ભયદિનની ઊજવણી
 ગરવી ગુજરાતની સ્થાપના દિવસની સમગ્ર રાજયમાં ઊલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં આવેલ સીગ્મા સ્કુલમાં ગુજરાત સ્થાપના દિન નિમીતે નિર્ભયદિન ઊજવવામાં આવ્યો હતો. આ અંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમેરામણભાઇ ગોરાણીયાએ મહેર એકતાને જણાવ્યું હતું કે ભણતરના ભારથી અને પરીક્ષાના ભયથી વિધાર્થીને નિર્ભય બનાવવાના ભાગરૂપે આ દિવસને અમે નિર્ભયદિનની ઊજવણી કરીએ છીએ.
આજના હરીફાઇના યુગમા ભાર વિનાના ભણતરના સ્થાને વાલીઓની પાર વિનાની અપેક્ષાઓએ સ્થાન લીધું છે. તેથી બાળક વિધાર્થી મટી પરીણામ પત્રક બની ગયું છે. પરીક્ષાનું પરીણામએ જ જીવનનો આખરી ચુકાદો છે. એવી માન્યતાની ગાઠ વાલીઓના મનમાં વળી ગઇ છે. તેથી બાળકોની ક્ષમતા જોયા વગર વાલીઓ પોતાની ઇચ્છા મુજબ વિધાર્થીઓને રેસના ઘોડાની જેમ પરીક્ષામાં મેદાને ઊતારતા હોય છે.
પરીણામે વિધાર્થી ધાર્યુ પરીણામ ન લાવે અને ભય પામે તે માટે નિર્ભયદિનની ઊજવણી કરવામાં આવી હતી જેમાં બાર હજાર ‘વિધાર્થી વેદના પત્ર’ અને શાળાના વિધાર્થીઓએ તૈયાર કરેલી એક હજાર ડી વી ડી, પોરબંદર જીલ્લામાં શિક્ષિત નાગરીકો, શાળાના આચાર્યો, પ્રતિષ્ઠીત નાગરીકો, સરકારી અને બિન સરકારી અધિકારીઓ જ્ઞાતિના આગેવાનોના ઘરે-ઘરે આ સંદેશો પહોચાડી આ શાળાના બાળકો અને વિધાર્થીઓ નિર્ભયદિનની હર્ષભેર ઊજવણી કરશે.

જુનાગઢ મેર સમાજના પ્રમુખ તરીકે કાળુભાઇ ઓડેદરાની વરણી
જુનાગઢ ખાતે નવરાત્રી દરમ્યાન જ્ઞાતિ આગેવાનો દ્રારા વંથલી રોડ પર જમીનની ખરીદી કરેલ હતી તેના અનુસંધાને તાજેતરમાં જુનાગઢના ભવનાથ મહેર ભવનમાં એક મિટીગનું આયોજન કરેલ હતું જેમાં ખરીદી કરેલ જમીન પર બિંલ્ડીગ બનાવવાનું નક્કી કરેલ તથા અન્ય મુદે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મિંટીગમાં કાળુભાઇ ઓડેદરાને સર્વાનુંમતે પ્રમુંખ તરીકે વરણી કરતા ઠેર ઠેર થી શુભેચ્છા શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મહેર એકતા અખબાર ગ્રાૃપ પણ કાળુભાઇ ઓડેદરાને લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ આપે છે.   

મનુભાઇ ખુંટી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ચુટાયા
(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી દ્વારા)
બખરલા ગામના વતની અને હાલ જુનાગઢ ખાતે રહેતા મનુભાઇ લીલાભાઇ ખુંટીને ખરીદ વેચાણ સંઘના ઊપપ્રમુખ તરીકે ચુટી કાઢવામાં આવતા જુનાગઢ મહેર સમાજના ગૌરવમાં વધારો કરેલ છે તા.રર/૪/૦૧૦ના રોજ જુનાગઢ ખાતે જીલ્લા ખરીદ વેચાણ સંઘ લી.ની ચુટણી યોજાઇ હતી જેમાં ખેડુતોના હિતચિંતક અને જ્ઞાતિ પ્રેમી એવા મનુભાઇ લીલાભાઇ ખુંટીને બિનહરીફ ચુંટી કાઢી તેની વરણી કરતા ઠેર ઠેરથી મનુભાઇ ખુંટી પર શુભેચ્છા વરસી રહી છે. મહેર એકતા અખબાર ગૃપ પણ મનુભાઇ ને લાખ લાખ શુભેચ્છાઓ અને અભિનંદન આપે છે.

હરીદ્રાર મેર સમાજમાં ત્રણ સભ્યોનો ઊમેરો
તાજેતરમાં હરીદ્રાર મેર સમાજની મીટીગ ટ્રસ્ટીશ્રી ભુરાભાઇ મુંજાભાઇ કડછાને બંગલે મલેળ હતી જેમાં સલાહકાર સમિતિની કમીટીમાં સર્વાનુંમતે નવા ત્રણ સભ્યોને ઊમેરવામાં આવેલ છે. જેની યાદી આ મુંજબ છે. (૧)ગીગાભાઇ લાખાભાઇ કેશવાલા વિસાવાડા, (ર)કાનાભાઇ મેરામણભાઇ આગઠ બિલેશ્વર, (૩)નાથાભાઇ આલાભાઇ સુત્રેજા સુત્રેજ, ઊપરોકત ત્રણેય સભ્યોને જ્ઞાતિજનો તરફ થી શુભેચ્છાઓ મળી રહી છે. મહેર એકતા અખબાર ગૃપ પણ આ ત્રણેય સભ્યોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવે છે.

મેર કન્યા છાત્રાલય, જુનાગઢને મળેલ અનુદાનની યાદી
સ્વ.ભોજાભાઇ વૈદેભાઇ ઓડેદરા (બી.એસ.સી.એગ્રી) મેનેજર જે બગસરા(ઘેડ) ગામના વતની છે. અને હાલ રાજકોટ ખાતે રહે છે. તેમના સ્મણાર્થે તેમના ધર્મપત્ની ઢેલીબેન વૈદેભાઇ ઓડેદરા, તથા સુપુત્ર ભગીરથ વૈદેભાઇ ઓડેદરા તરફથી મેર છાત્રાલય જુનાગઢને એક રૂમના બાંધકામ માટે રૂા.પ૧૦૦૦/(એકાવન હજાર)નું દાન આપેલ છે.

Read Full Post »

શિંગડા ગામે ભાગવત સપ્તાહ સંપન્ન

પોરબંદર તાલુકાના શિંગડા ગામે ગત તા.ર૩ થી ૩૦ મી સુધી સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ હતું. વ્યાસપીઠ સ્થાને જગદીશચંદ્ર વિઠલદાસજી રાવલ (ખડીયાવાળા)એ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવેલ હતું.  કથાની સાથે દરરોજ પ્રસાદી વ્યવસ્થા પણ રાખેલ હતી. તેમજ કથા દરમિયાન જે ફંડફાળો થયેલ તે ગૌશાળા અને ગોપાલ ભગવાન શેઠ મઠનાં લાભાર્થે વાપરવાનું નકકી કરેલ.  આયોજનને સફળ બનાવવા રણમલભાઇ પરબતભાઇ ખુંટી, રમણીકભાઇ કુબાવત, વેલાભાઇ જાદવ તથા ચંદુભાઇ મંત્રી તરફથી ભારે જહેમત ઊઠાવી હતી.


વાછોડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને લોક ડાયરો યોજાયા

પોરબંદર તાલુકાના વાછોડા ગામે તા.૮-ર-ર૦૧૦ ના રોજ સમસ્ત ગામ દ્વારા શ્રી રામદેવપીરના દ્વારે ભગવાન શ્રી કૃષ્ણ, લીરબાઇમાં અને રામદેવપીરની મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.  આ નિમિત્તે રાત્રીનાં લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી, અરિવંદગીરી, ભજનીક કલાકાર શૈલેષ મહારાજ, અરવિંદગીરી તથા પુજા ચૌહાણે ભજનોની ભારે રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભરતદાસબાપુ, તથા છોટુનાથબાપુએ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.


 જૂનાગઢ લીરબાઇ મંદિરમાં શ્રમદાન આપનારની યાદી

શ્રી લીરબાઇ માતાજીના મંદિર (સોનાપુરી) ભવનાથ રોડ, જુનાગઢના નવ નર્મીત મંદિરનો સ્લેબ તથા શીખરનું કામ હાલના સમયે પુર્ણ થયેલ છે.  સ્લેબના આર.સી.સી. કામમાં લીરબાઇનગર, જુનાગઢના જ્ઞાતિજનોએ સંપુર્ણ સાથ સહકાર આપી સ્લેબનું આર.સી.સી. કામ સંપુર્ણ સેવા આપી જાત મહેનત કરી આપેલ છે. તેવા જ્ઞાતિજનોની યાદી નીચે મુજબ છે.
૧. વીરમભાઇ બોઘાભાઇ ઓડેદરા
ર.  લીલાભાઇ હાજાભાઇ ભુતીયા
૩. કરશનભાઇ નેભાભાઇ ભુતીયા
૪. વઝાભાઇ રામભાઇ ભુતીયા
પ. દેવશીભાઇ રામભાઇ ઓડેદરા
૬. દુદાભાઇ  સરમણભાઇ રાણાવાયા
૭. પોપટભાઇ વેજાભાઇ ઓડેદરા
૮. લાખાભાઇ રાજસીભાઇ ભુતીયા
૯. દેવાભાઇ સરમણભાઇ રાણાવાયા
૧૦. સુભાષભાઇ રામભાઇ ઓડેદરા
૧૧. પરબતભાઇ રીણાભાઇ ઓડેદરા
૧ર. જીકુભાઇ મુળુભાઇ ઓડેદરા
૧૩. રાજુભાઇ વિસાભાઇ ઓડેદરા
૧૪. જીવાભાઇ રામભાઇ ઓડેદરા
૧પ. અરસીભાઇ ભાયાભાઇ ઓડેદરા
૧૬. ભરતભાઇ રામભાઇ ઓડેદરા
૧૭. રણજીતભાઇ રામભાઇ ઓડેદરા
 શ્રી લીરબાઇ માતાજીના નવનીર્મિત મંદિરમાં કોઇપણ જ્ઞાતિજનોને ફાળો આપવો હોય તો નીચેના સરનામે કોન્ટેકટ કરવા વિનંતી.

રામભાઇ બાપોદરાઃમો.૯૪૨૭૭૩૩૧૪૮ / ૯૮૭૯૭૯૭૭૯૧

Read Full Post »

બુડાઆતા કેશવાલાએ ૧૮૦૦ કન્યાઓના એક માંડવે લગ્ન કરાવ્યા હતા

લે:સવદાસભાઇ મોઢવાડીયા
ભકિતરસ કથા

વિસાવાડા મહેર સમાજમાં રહેલું બુડાઆતાનું ભીંતચિત્ર

જયાં કૃષ્ણ પરમાત્માના બેસણાં હોય ત્યાં નંદ ગોકુળ અને મથુરા જેવી જ પવિત્ર અને આત્મીય ભૂમી હોય જ જયાં આદ્ય મેર કેશવાલાના રહેઠાણ હોય ત્યાં ભકિત, શકિત તથા દિલાવરી તથા ધર્મનો પાર જ ન હોય અને દ્વારકાથી ઠાકોરજી બ્રહ્મદેવનો અવતાર ધારણ કરીને આવ્યા તે પાવન ભૂમી વિસાવાડા (મુળ દ્વારકા) માં બુડા આતા કેશવાલા નામના એક મહાન સંત ભગત થઇ ગયેલા.
તે સમયમાં વિસાવાડા ગામનો બીજો તબકકો હતો અને વેસલ નામે ગામનું નામ હતું ત્યારે કેવડેશ્વર મહાદેવની સ્થાપના કરી અને બુડાઆતા આ પરમ પિતા પરમેશ્વરની સાચા મનથી તથા સાચા દિલથી પૂજા પાઠ કરતા. બુડા આતા શ્રધ્ધાળુ, ભકિતવાન તથા પૂર્ણ વિવેકી તથા મહાન દાનવીર હતા.
ત્યારે જેઠવા રાજયનો હનુમાન વંશી ધ્વજ ચારે દિશામાં ફરકતો હતો અને ઘુમલી રાજયમાં બુડાઆતા કેશવાલા પૂર્ણ માન પાન ધરાવતા હતા.
બુડાઆતા ખાધેપીધે તથા સમૃધ્ધ હતા અને તેમને આંગણે આવનાર કોઇ પણ શ્રધ્ધાળુ માણસ ખાલી હાથે કદી પાછુ ફરતું નહ એટલે દાનવીર તથા ગરીબો પ્રત્યેના દયાભાવ વાળા તથા રોટલો આપવામાં મહાન હતા.
બુડાઆતા કેશવાલા કેવડેશ્વર મહાદેવની ભકિત એક ક્ષત્રીય સુર્યવંશી મેરને શોભે તેવી નિઃસ્વાર્થ ભાવે કરતા તેથી એક દિવસ બુડાઆતા રાત્રે કામમાંથી પરવાની નિંદરાધીન થયા ત્યારે કેવડેશ્વર મહાદેવ બુડાઆતાને સ્વપ્નમાં આવ્યા અને કેવડેશ્વર મહાદેવે બુડાઆતાને સ્વપ્નમાં દર્શન આપીને કહેલ કે તમારા રહેણાંક મકાનમાંથી દક્ષીણ દિશામાં તમો જમીનમાં ખોદકામ કરો તો નિરંજન નિરાકાર શ્રી શિવ પરમાત્મા તમને સંપતી જરૂર આપશે ત્યાર બાદ ઇશ્વરના વચનની સાક્ષીએ બતાવેલી જગ્યાએ ખોકામ કરતા ત્યાંથી સુવર્ણ ભરેલો ચરૂ મળેલો આ સુવર્ણ ચરૂ મળતા તુરંત શ્રી બુડાઆતા કેશવાલાએ એક રૂકકો (ત્રાંબાના ગોળ નળામાં લખાણ લખી તેને તેમાં બંધ કરીને મોકલે તે) લખીને એક ઘોડેશ્વારને મુળ દ્વારકાથી બરડા ડુંગરનાં પેટાળમાં વસેલ ઘુમલી રાજયમાં શ્રી ભાણ (ભાણજી) જેઠવા પાસે મોકલેલો અને મનોમન શ્રી કેવડેશ્વર મહાદેવને પ્રાર્થના કરેલી કે હે ભોળેનાથ મારે આ સોનાની ચરૂના ધનને શું કરવું છે. મારે આ ધન જોઇતું નથી. ત્યાં પરમ પિતા શ્રી ભોળેનાથે આકાશવાણીથી કહેલ કે હે બુડા ભગત તમો સુવર્ણ ધનથી કોઇ ધર્મનું મહાન કામ કરો ત્યાર બુડા આતાએ મહેર જ્ઞાતિનાં પટેલીયાઓ તથા તેમની ઊંમરના કેશવાલા મહેર ભાયોની જરૂરી સલાહ લીધેલી.
બુડા કેશવાલાને કેટલા પુત્રો હતા તેની નોંધ મળતી નથી. પણ એક દિકરી નામે બાસુર (બાસુરી) બાઇ હતી તેમને બુડા આતાએ પૂર્ણ લાડકોડથી પુત્રની જેમ મોટી કરી હતી. આ બાસુર દિકરીના લગ્ન સાથે ભાણ જેઠવો જેનો ધણી હતો તેવા, આજુબાજુના બરડાના ૧૮૦૦ ગામની દરેક દિકરીઓના લગ્ન્ કરવા તેમ બુડા આતા કેશવાલાના મનમાં એક મહાન વિચાર આવ્યો અને પોતાના પાસેની તમામ મિલ્કત તથા કેવડેશ્વર મહાદેવે આપેલી સુવર્ણ સંપતિ તેમાં વાપરવી એવો મનોમન નિર્ધાર કરેલો બુડા આતા ભાણ જેઠવાની આ બાબતમાં સલાહ લેતા સોનામાં સુગંધ ભળેલી, ભાણ જેઠવા દરેક દિકરીઓનાં સમુહ લગ્ન્ બુડા આતા કરે તેમાં સહમત થયા અને દરેક જ્ઞાતિની કન્યાઓને એક માંડવે જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર તથા દરેક સમાજના લોક વર્ણ એક મેક થઇને આ ધર્મનું મહાન કામ કરો તેવો રૂકો લખી અને વળતો જવાબ લખી મોકલાવેલો તથા ભાણ જેઠવાએ તે રૂકામાં નીચે એક દુહો લખેલો.
“બુડા તું ધરણી ધર લંગર વધારી લાજ, ભલી તું પરણાવ કન્યા એક માંડવે અઢારસો. ”
ત્યાર બાદ ઘુમલી રાજયમાં આવેલ પલ્ટનમાંથી ઘોડેશ્વારને રવાના કરતા કહેલું કે, બુડા ભગતને કહેશો કે જયારે ૧૮૦૦ ગામની દરેક વરણની દિકરીઓના એક માંડવે લગ્ન્ લેવાય ત્યારે કન્યાદાન કરવા, હાથ ઘરણું કરવા, ઘુમલી નરેશ ભાણ જેઠવો ઊઘાડા પગે વિસાવાડા ગામ આવશે. ત્યાર બાદ બુડા આતા કેશવાલાએ સાંઢણી સવારને બરડાના ગામે ગામ મોકલ્યા અને તમામ જ્ઞાતિના માતા-પિતાઓને ખબર આપેલા કે જેમને પોતાની દિકરીઓનાં એક માંડવે લગ્ન કરવા હોય તે તમામ વિસાવાડા ગામ આવી અને સલાહ સુન લઇ જાય.
સમય થતાં બુડા આતા કેશવાલાએ દરેક જ્ઞાતિની દિકરીઓના લગ્ન્ કરવા માટે મોઢા ગોર મહાદેવતા પાસે મુહુર્ત જોવરાવી અને વિસાવાડા ગામની દક્ષિણ દિશાએ આવેલ હીણાજીયાની ધાર પાસે લગ્નની જગ્યા નકકી કરી તે સમયે જમીન સાફ સુફ કરીને ગંગાજળ છંટકાવ કરીને એક તલાવળી ખોદીને તેને ગાર અને માટીથી લીંપીને સાચા ઘી ની ભરવામાં આવી. તથા બીજી તલાવળી મીઠા તેલની ભરવામાં આવી. અને જોઇતો તમામ માલ સામાન એકઠો કરવામાં આવ્યો અને સૌથી પહેલા બ્રહ્મભોજન કરાવી બ્રહ્મ પુરી જમાડી. અને એ જગ્યાને પવિત્ર કરીને દરેક જ્ઞાતિના વડીલો માટે તથા તેમના કુટુંબ કબીલાઓ માટે અમૃત સમાન પકવાનો બનાવવામાં આવ્યા અને સૌને પ્રેમ સભર જમાડવામાં આવ્યા. ત્યાર બાદ દરેક જ્ઞાતિ વડીલોને એકઠા કરી હીણાજીયાની ધારથી વિસાવાડા ગામ સુધી મંડપો રોપવામાં આવ્યા. મેરનાં તમામ ઘરોમાંથી મોતીના ચાકડા, તોરણો, મોતીના નાળીયેરો, આભલાં ભરેલા ભીત ચકરાઓ, તમામ પ્રકારની શોભા વધારવામાં આવેલી ત્યાર બાદ શુભ ચોઘડીયે શુભ ઘડીએ ૧૮૦૦ કન્યાઓના એક સાથે લગ્ન કરી આપવામાં આવ્યા હતા. ત્યારે ઇશ્વરે અંબરમાંથી ફુલની વર્ષા કરી હતી. ઘુમલી નરેશ શ્રી ભાણ જેઠવા વિસાવાડા ગામ પધારીને કૃષ્ણ કનૈયાની સાક્ષીએ ૧૮૦૦ કન્યાઓને કન્યાદાન આપી અને દરેક દિકરીઓને આશિર્વાદ આપેલા. ધન્ય છે બુડા આતા કેશવાલાને કે જેમણે સમુહ ભોજનનો પહેલો પ્રસંગ મહેર જ્ઞાતિમાં કરેલો. ધન્યછે તેમની ભકિત અને શકિતને.

Read Full Post »

ઓડદર ગામે તા.૧૯મીએ સમસ્ત મહેર સમાજનું સમુહ ભોજન

ગુરૂ ગોરખનાથની અખંડ આરાધના, અખંડ નિઃસ્વાર્થ સેવા, નિષ્ઠા ભકિત અને દરેક જીવ સાથે પ્રમેભકિત તથા ગોરખનાથનાં સેવાના પાઠ સૌ ભકતોના જીવનમાં ઊતારનાર પોરબંદર નજીકનાં ઓડદર ગામની ગુરૂ ગોરખનાથની જગ્યા (મંદિર) ના સંત છોટુનાથ બાપુના સાનિધ્યમાં સમસ્ત મહેર સમાજનો સમુહ ભોજન કાર્યક્રમ આગામી તા.૧૯ ફેબ્રુઆરીનાં યોજવામાં આવશે.
રાણાવાવ નગરપાલિકાનાં પ્રમુખ સામતભાઇ ઓડેદરાના બન્ને પુત્રોને ગુરૂમંત્ર આપવાની ર્ધાિમક વિધિ પણ મહંત છોટુનાથબાપુનાં હસ્તે કરવામાં આવશે. અને ૧૯ ફેબ્રુઆરીએ સમસ્ત મહેર સમાજનાં સમુહ ભોજનની તૈયારીઓમાં પણ છોટુનાથબાપુએ પોતાનાં આશિર્વચન પાઠવી દીધા છે. ધાર્મિક ઊત્સવની સાથોસાથ મહેર સમાજનાં સમુહ ભોજનમાં અંદાજે એકાદ લાખ લોકો ભાગ લેશે તેવા અંદાજ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ  યોજાનાર આ સમુહ ભોજન પ્રસંગને અનુરૂપ સેવાયજ્ઞમાં કોઇ પણ વ્યકિત પાસેથી એક રૂપિયાનો પણ ફાળો લેવામાં આવતો નથી.

==================================================

પોરબંદરમાં સાંઇબાબા મંદિરે દર ગુરૂવારે ખીચડીની પ્રસાદીનું આયોજન

પોરબંદરનાં સુવિખ્યાત સાંઇબાબા મંદિરે હવેથી દર રવિવવારે પણ ખીચડીની પ્રસાદીનું આયોજન દાતા દ્વારા કરાયું છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કેશુભાઇ સીડા તથા ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ ઊષાબેન કેશુભાઇ સીડા દ્વારા દર રવિવારે સાંજે છ વાગ્યાથી ખીચડીની મહાપ્રસાદી સાંઇભકતોને નરસંગ ટેકરીના સાંઇબાબા મંદિરે આપવામાં આવે છે.
અત્યાર સુધી દર ગુરૂવારે મંદિરે દાતાઓ દ્વારા ખીચડીની મહાપ્રસાદી અપાતી હતી જેનો હજારો સાંઇભકતો લાભ લેતા હતા. ત્યારે હવેથી ગુરુવારની સાથો સાથ રવિવારે પણ પ્રસાદીનું આયોજન કરાયું હોવાની તેનો ભકતોને અચુક લાભ લેવાની યાદસ સાંઇબાબા મંદિરના પુજારી જગદીશભાઇ વ્યાસે પાઠવી છે.

==================================================

લીરબાઇ આશ્રમ ધરમપુરમાં વિવિધ ર્કાિમક કાર્યક્રમો યોજાયા

રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે આવેલ શ્રી લીરબાઇમાં આશ્રમ ખાતે તા. ૩૧/૧ર/૦૯ના રોજ શિવલિંગ તથા ભોળાનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મહારૂદ્ર યજ્ઞ, સામુહિક ભોજન તથા રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તથા પ્રખ્યાત ભજનીક હરસુખગીરી ગૌસ્વામીએ સંતવાણીની શુરાવલી વહાવી હતી. તથા તા. ર૮/૧/૧૦ના રોજ આઇશ્રી લીરબાઇમાંની ૧૩૪મી પુણ્યતિથી એ પણ સામુહિક પ્રસાદી તથા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં દેવરાજ ગઢવી (સાહિત્યકાર) ઊપલેટા વાળા, કાળુભાઇ આહિર (ભજનીક) આસિયા વદર વાળા, તથા સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આયોજક શ્રી લખુબાપુ તથા સર્વે ભકત મંડળએ ભારે જહેમત ઊઠાવી હતી.

==================================================

ફટાણા ગામે બાર પ્રહર પાટોત્સવ સંપન્ન

પોરબંદર ચાલુકાના ફટાણા ગામે તા.ર૦/૧/૧૦ના રોજ શ્રી રામદેવજી મહારાજનો બાર પ્રહર પાટની ઊજવણી કરવામાં આવી હતી. જેમા સંતવાણીના કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજનીક કલાકાર શ્રી કાપડી પરીવાર તથા બીજા દિવસે ભજનીક કલાકાર શ્રી અરવદગીરી (ભેટકડી વાળા)એ ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.
આ શુભ પ્રસંગે સાધુ સંતોએ ઊપસ્થિત રહી આર્શીવચન પાઠવેલ હતા. તથા સામુહિક ભોજન વગેરે કાર્યક્રમનું પણ આયોજન આયોજક શ્રી જયમલભાઇ દેવાભાઇ ઓડેદરા હાલ (યુ.કે.) લેસ્ટર તરફથી કરવામાં આવ્યુ હતું.

==================================================

શીશલી ગામે બાર પહોર પાઠ સંપન્ન

પોરબંદર તાલુકાના શીશલી ગામે તા. ૧૭/૧/૦૧૦ના રોજ મહાસુદ બીજ નિમીતે બાર પ્રહર પાઠની ઊજવણી શ્રી લીરબારઇ મંદિરે કરવામાં આવી હતી તથા સમસ્ત શીશલી ગામનું જમણવાર, સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિવિધ કાર્યક્રમનો ખર્ચ ગોરાણા ગામના વતની અને હાલ યુ.કે. વસવાટ કરતા લીલાભાઇ રામભાઇ મોઢવાડીયા તરફથી કરવામાં આવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા શીશલી ગામના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

===================================================

પોરબંદરનાં ગોસા (ઘેડ) ખાતે બાર પહોર પાટોત્સવ સંપન્ન

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારનાં કોસ્ટલ હાઇવે ૮ ઇ રોડ ઊપર આવેલા ગોસા(ઘેડ) ગામે વિસાણા ફળીયામાં આવેલ શ્રી રામદેવપીર અને આઇશ્રી લીરબાઇઆઇની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૧ ન ારોજ મહાબીજની ઊજવણી લીરબાઇઆઇની જગ્યામાં રામદેવપીરના બાર પહોર પાટોત્સવ સાથે સંતવાણીનો કાર્યક્રમ ખુબ જ ધામધુમ પૂર્વક સમસ્ત ગોસા(ઘેડ) ગામ દ્વારા જગ્યાના પુજારી સેવક ભકત રાજશી ભગતનાં નેજા હેઠળ ઊજવવછામાં આવ્યો હતો.
આઇ શ્રી લીરબાઇમાંની હયાતીમાં ગોસા (ઘેડ) ગામે થાપો (પાંજો) દઇને સત વર્ત્વેલ એ જગ્યાએ દર સાલ મહાબીજ અને અષાઢી બીજની ઊજવણી સમસ્ત ગામના સાથ સહકારથી ભકતરાજશી ભગત દ્વારા કરવામાં આવે છે. જગ્યામાં ભકિતભાવ સદૈવ ચાલુ રહે છે. આ વર્ષે પણ મહાબીજની ઊજવણીનાં આયોજન પુર્વ ભકત રાજશી ભગત ગોસા(ઘેડ) ગામના આગેવાનો તથા સરપંચ મેરામણભાઇ આગઠ, ઊપ સરપંચ વિરમભાઇ આગઠ, વેપારી આલમના આગેવાનો સહિતનાં અગ્રણીઓને જગ્યામાં બોલાવી મહાબીજની ઊજવણીનાં આયોજન સબબસ સભા બોલાવી હતી.
ઊપસ્થિત આગેવાનોની ચર્ચા વિચારણાના અંતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ બીજનાં દિવસે લીરબાઇ આઇશ્રીની જગ્યામાં નકલંક નેજાધારી બાબા રામદેવપીરનાં બાર પહોર પાટોત્સવ તેમજ આ પ્રસંગે ઊપસ્થિત મહેમાન ભકત સમુદાય માટે મહાપ્રસાદીનું બે દિવસ સુધી તેમજ મહાબીજનાં દિવસે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
લીરબાઇમાંની જગ્યામાં તા.૧૭ નાં રોજ સાંજના ચાર વાગ્યે બાબા રામદેવપીરના બાર પહોર પાટોત્સવનાં સામૈયા લીરબાઇઆઇની જગ્યાએથી નિકળેલ. સાંજનાં ૯ કલાકે પાટોત્સવનું કુંભસ્થાપન કરવામાં આવ્યું હતું. તા.૧૭ ને રવિવારનાં રોજ બાર પહોર પાટોત્સવનાં શુભારંભની રાત્રીનાં ૧૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ કાર્યક્રમમાં વિજયભાઇ ગઢવી (ખંભાળીયા વાળા) રમેશગીરી ગૌસ્વામી (ભાવપરાવાળા) સાથે સાજીંદાઓમાં પ્રભુદાસ (મોઢવાડા) તબલામાં કલ્પેશ ભાઇ (પોરબંદર-કડીયા પ્લોટ) બેન્જોમાં દિલીપભાઇ (કુતીયાણા) અને મંજીરાનાં માણીગર કિરીટભાઇ તથા કામાભાઇ પોતાની કલા પીરસી હતી. અને આખી રાત ભજનોની રમઝટ બોલાવી હતી. રામદેવપીરના બાર પહોર પાટોત્સવમાં અખંડ ૩૬ કલાક ગાદિપતિ તરીકે ગોસાનાં બાવાજી વશરામગીરી કાશીગીરી ગૌસ્વામી તથા કોટવારી રામદેવપીરના ભકત માલદેભાઇ નથુભાઇઆગઠ નિમાવેલ હતી. આ બાબા રામદેવપીરના પાટોત્સવના દર્શનનો લાભ અંદાજે ર૦૦૦ થી વધુ જેટલા ભાવીક ભકતજનોએ લીધો હતો.

====================================================

Read Full Post »

Older Posts »