Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ધંધુસર’

(અહેવાલ-અર્જૂનભાઇ પરમાર)
જૂનાગઢમાં ભકિત અને શકિતની આરાધનાના પર્વ નવરાત્રીની ઠેર ઠેર ઉંમગ અને ઊત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી દર પ્રતિ વર્ષની જેમ જૂનાગઢની દ્રારકાપુરી સોસાયટી ખાતે મહેર સોશ્યલ ગ્રૃપ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં વિશાળ સંખ્યામાં બાળકો બહેનો યુવાનોએ ઓરીજનલ ડ્રેસ સાથે મણીયારો રાસ તથા વિવિધ રાસોની રમઝટ બોલાવી હતી
જૂનાગઢ ખાતેના નવરાત્રી મહોત્સવમાં લીરબાઇપરા, શાન્તેશ્વર, ઓઘડનગર, ગાંધીગ્રામ, ઘાસીપટ, ધંધુસર, કોયલી, પ્લાસવા, ખડીયા, દોલતપરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ નવરાત્રી મહોત્સવને આનંદ ભેર માણ્યો હતો.

Advertisements

Read Full Post »

ધંધુસર ગામે વિદ્યાર્થી દિક્ષાંત સમારોહ, રકતતુલા, રકતદાન કેમ્પ, જ્ઞાતિ રત્નોનું સન્માન, વિવિધ કાર્યક્રમો યોજાયા

જુનાગઢના ધંધુસર ગામે ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની રકતતુલા, રકતદાન કેમ્પ, ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ અને જ્ઞાતિરત્નોનો સન્માન સમારોહ, સમસ્ત ગામનું ભોજન સમારંભ, કડછ ગામની શ્રી કાંધલી કૃપા રાસ મંડળ દ્વારા મણીયારો રાસ, તલવાર અને લાઠીની પટ્ટાબાજી તેમજ ઇઝરાલય વસતા ધંધુસર ગામના યુવાનોના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓનો સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જુનાગઢની બાજુમાં આવેલા અને વંથલી તાલુકાના ધંધુસર ગામે તા.૧-૧૧-૦૯ નાં રોજ પ્રતિ વર્ષની જેમ શ્રી દાતાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સવારે ૯ કલાકે હાઇસ્કુલ ખાતે ગામના ઊપસરપંચ શ્રી ભીમાભાઇ ચાંડેલા તથા શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટ બ્લડ બેંકના દિનેશભાઇ સહિતના ગામના આગેવાનોના હસ્તે દિપ પ્રાગટય કરી રકતદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જામનગર, રાજકોટની શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટ બ્લડ બેંકના સ્ટાફે ખડેપગે રહીને ર૦૦ બોટલ જેટલું રકત એકઠું કરવામાં આવ્યુ હતું. અત્રે વાંચક મિત્રોને યાદ અપાવી એ કે ધંધુસર ગામે દર વર્ષે રકતદાન કેમ્પ થાય છે. ત્યારે ગામ લોકો રકત આપી રકતનું દાન કરી “માનવ સેવા એજ પ્રભુ સેવા” રકતદાન મહાદાનના સુત્રને સાર્થક કર્યુ છે. મહેર એકતાની ટીમે એક રકતદાતાને પુછેલ પ્રશ્નનાં જવાબમાં રકતદાતાએ જણાવેલ કે મારૂ લોહી એક ગરીબ દર્દીને કે થેલેસેમીયાના દર્દીને કામ આવશે તેનો મને ખુબ જ આનંદ છે. ખરેખર આ ગામના રકતદાતાઓ અભિનંદનને પાત્ર છે. બપોરના સમસ્ત ધંધુસર ગામનું સામુહીક ભોજન પણ રાખવામાં આવ્યુ હતું.

Rakttula 01

ગ્રામજનો

બપોરના ૩ કલાકે વિધિવત કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, ભાયાભાઇ રાતીયા તથા ઊપસ્થિત જ્ઞાતિ અગ્રણીના હસ્તે દિપ પ્રાગટય કરી ગામની બાળાઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
મહેમાનોનું શબ્દોથી સ્વાગત દાતાર એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયા દ્વારા કરી બીજા રાઊન્ડના કાર્યક્રમનો દોર આગળ ધપાવ્યો હતો. જેમા શ્રી રામપુરી ગોસ્વામીએ દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટનો પરિચય અને સંસ્થાની કામગીરી અંગેની માહિતી હતી. જયારે પ્રાસંગીક પ્રવચનમાં દાતાર ગૃપના સેક્રેટરીશ્રી અર્જુનભાઇ મુળીયાશીયાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં રકતનું મૂલ્ય, રકતનો ઊપયોગ તથા નબળા વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શિક્ષણ પુરૂ પાડવું તથા હરીફાઇના યુગમાં શિક્ષણની આવશ્યકતા પર ભાર મુકયો હતો. ત્યારબાદ ઘેડ પંથકના કડછ ગામની કાંધલી કૃપા રાસ મંડળીએ ઓરીજનલ મહેર પોશાકમાં મણીયારો રાસ રજુ કરી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. ત્યારબાદ ધંધુસર ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ કે.જી.થી લઇને ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તથા ઊચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેર જ્ઞાતિના વિવિધ રત્નો કે જેના દ્વારા વિવિધ શૈક્ષણિક, આર્થિક, સામાજીક, આરોગ્ય વિષયક સેવાકીય પ્રવૃતિ થતી રહે છે તેવા અગ્રણીઓનું શાલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખાસ જરૂરી છે. શિક્ષણ વગર જીવન આંધળું છે. આપણી જ્ઞાતિમાં શકિત છે, ઊર્જા છે, પરંતુ તેને જો સારા રસ્તે વાળવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. આપણી જ્ઞાતિ પ્રથમ નંબરે છે. કારણ કે હું રાજકોટ ખાતે સ્વાધ્યાયના એક કાર્યક્રમમાં ગયો હતો ત્યારે વિશ્વ વિભુતી કહી શકાય એ પાંડુરંગદાદાએ મેર જ્ઞાતિએ સર્વશ્રેષ્ઠ છે એમ કહેલ. તેથી આપણી જ્ઞાતિમાં એ જાગૃત થઇ વિકાસના કામે લાગી જઇએ તેમ અંતે જણાવ્યુ હતું.
આ પ્રસંગે રામદેભાઇ મોઢવાડીયાએ ઊપસ્થિત જનમેદનીને શિક્ષણ પણ ભાર મુકતા જણાવ્યુ હતું કે આપણી જ્ઞાતિમાં હવે ભુખ રહી છે. કારણકે આપણા બરડા અને ઘેડ વિસ્તારમાં વાલીઓ પોતાના બાળકને ખેત મજુરી કરીને પણ બહોળી સંખ્યામાં ભણાવે છે. તે આનંદ અને ગૌરવની વાત છે. જુનાગઢ એ સૌરાષ્ટ્રનું શિક્ષણનું પીઠુ બનતુ જાય છે. સારી સ્કુલો જુનાગઢની અંદર ઊભી થઇ છે. તેનો આપણે લાભ લઇ જ્ઞાતિનું નામ રોશન કરીએ. રક્તતુલા: અર્જુનભાઇ મોઢવાડીયાત્યારબાદ અર્જુનભાઇ મોઢવાડીયાની રકતતુલા કરી જામનગર, રાજકોટની શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટને રકત અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડછ ગામની રાસ મંડળીએ ઢાલ તલવારનો રાસ રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ ઊપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, હું પણ દર ત્રણ મહીને રકતદાન કરૂ છું અને દરેક લોકોએ રકતદાન કરવું જોઇએ. કારણકે આપણા રાજયમાં રકતદાનની ખોટ આવે છે. મૃત્યુ પછી ચક્ષુદાનની પણ આવશ્યકતા તેણે દર્શાવી હતી. તેણે મહેર દાંડીયારાસની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે હવે તો રાજયકક્ષાએ પ૦ જેટલી ટીમો ભાગ લેવા જતી હોય તેમાંથી રપ જેટલી ટીમો તો આપણો રાસ રમે છે. પછી તે અમરેલીની હોય કે રાજકોટ ગુરૂકુળની હોય. કારણકે તેને ગ્રહણ કરવા જેવું આજ લાગ્યું. તેણે રાણાભાઇ સીડાની ટીમ આર્જેન્ટીનામાં ગઇ તેને યાદ કરી આનંદ વ્યકત કર્યો હતો. આપણો સમાજ ગુણપુજક બને તેવું આહવાન પણ કર્યુ હતું અને વ્યસન મુકત આપણો સમાજ બને તે માટે પ્રયાસ કરવાની તાતી જરૂરીયાત છે. આજુબાજુના ગામ પાસેથી જો આપણે પ્રેરણા લઇએ તો આ ધંધુસર ગામ મોડેલ ગામ બને તેમાં શંકાને સ્થાન નથી તેમ અંતે જણાવ્યુ હતું.

Rakttula 04 sanman

વિદ્યાર્થી ગૃપનું સન્માન

આ કાર્યક્રમમાં દાતાર એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયાએ મહેર વિદ્યાર્થી ગૃપ-જુનાગઢના કો.ઓર્ડીનેટર રાજુભાઇ ઓડેદરા, ઊપપ્રમુખ, સેક્રેટરી અને સહમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કરેલ. ત્યારબાદ મહેર રાસ મંડળ-કડછ દ્વારા તલવારની પટ્ટાબાજી રજુ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.  કાર્યક્રમના અંતે આભારવિધિ ધીરૂભાઇ દાસાએ કરેલ જેમાં તેણે સર્વે જ્ઞાતિજનો, આગેવાનો, મહેમાનો, વિદ્યાર્થીઓનો હૃદયપુર્વક આભાર માનેલ હતો. તથા કાર્યક્રમનું સુંદર સંચાલન બહાઊદીન કોલેજના પ્રો.શ્રી મનીષભાઇ જાનીએ કર્યુ હતું. આ તબકકે આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા બદલ શ્રી દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયાએ સર્વે જ્ઞાતિજનો તથા બહારગામના સર્વે લોકોનો મહેર એકતા અખબારના માધ્યમ દ્વારા આભાર માને છે.

Rakttula 03 Dandiya

મહેર જવાંમર્દોનો ઢાલ-તલવાર રાસ

 આ કાર્યક્રમમાં લીલાભાઇ ખુંટી, મહેર સુપ્રીમ કાઊન્સીલના ચાવડાભાઇ તથા સભ્યો, રામસગભાઇ સુંડાવદરા, બચુભાઇ આંત્રોલિયા, તારાબેન ખુંટી, ભુરીમાં પરમાર, લીલાભાઇ કડછા-રાજકોટ, ડો. ભટ્ટ સાહેબ (શીરડી સાંઇ યુવક મંડળ ટ્રસ્ટ બ્લડ બેંક), રામદેભાઇ મોઢવાડીયા, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા, કેળવણીકાર કિશોરભાઇ હદવાણી,  માનવતા પરીવાર ટ્રસ્ટના સભ્યો, માલદેબાપા મૈયારીવાળા, સવદાસભાઇ પરમાર, મેણંદભાઇ મુળીયાશીયા કેમેરામેન, સ્વ.અનીલાબેન વિજયદાસજી વિદ્યા મંદિરના પ્રિન્સીપાલ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક આગેવાનો, ઊપસરપંચશ્રી ભીમાભાઇ ચાંડેલા, કાળાભાઇ સધલ, મોહનભાઇ વાઘ, રામભાઇ દીવરાણીયા, માલદેભાઇ સિંધલ, લખમણભાઇ દીવરાણીયા, રામદેભાઇ વદર, ભીમભાઇ દીવરાણીયા, નાગાભાઇ થાપલીયા, ઊકાબાપા, નાથાભગત, હાજાભાઇ પી. સુત્રેજા, મેણંદભાઇ દીવરાણીયા, માંગાભાઇ દીવરાણીયા, કોઠડી ગામના સરપંચ રામદેભાઇ મુળીયાશીયા, ચુડવાના સરપંચ, ખડીયા ગામના સરપંચ સહીતના આગેવાનો ઊપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયા, ઊપપ્રમુખશ્રી રામભાઇ સધલ,  સેક્રેટરીશ્રી અર્જુનભાઇ મુળીયાશીયા, સહમંત્રીશ્રી ધીરૂભાઇ દાસા, મેરૂભાઇ કાનાભાઇ, ભુપતભાઇ સુત્રેજા, જાદવભાઇ ચાંડેલા, લખુભાઇ દિવરાણીયા, ભરતભાઇ ભીમાભાઇ ચાંડેલા, સુરેશભાઇ દિવરાણીયા, ભીમાભાઇ ચાંડેલા, શ્રી નાથાભાઇ મુળીયાશીયા, દેવાભાઇ ચાંડેલા, દેવાભાઇ વદર, દેવાભાઇ વીરમભાઇ, ધીરૂભાઇ દેવાભાઇ દિવરાણીયા (જય વચ્છરાજ મોટર રીવાઇન્ડગ, ધંધુસર) ધીરૂભાઇ ગોરેજીયા, રામા આતા, રામદેભાઇ ચાંડેલા, રામપુરી ગોસ્વામી, જેતાભાઇ મુળીયાશીયા, જેતાભાઇ દીવરાણીયા ઊકાભાઇ મુળીયાશીયા, માલદેભાઇ ભાયાભાઇ, લખાભાઇ ઓડેદરા, માલદેભાઇ ઓડેદરા, ઓઘાભાઇ ચનાભાઇ, ભરતભાઇ ચીનુભાઇ, દેવાભાઇ દીવરાણીયા, ભીમભાઇ દીવરાણીયા તથા ટ્રસ્ટના સર્વે સભ્યો, કાર્યકરો અને સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ધંધુસર ગામે મહેર જ્ઞાતિના સન્માનિત થયેલા જ્ઞાતિરત્નો અને તેમની કામગીરી…..
૧)  શ્રી ભાયાભાઇ એમ. રાતીયા– જુનાગઢ (જ્ઞાતી અગ્રણી) શિક્ષણશાસ્ત્રી, ભવનાથ અને મહેર કન્યા છાત્રાલયના પાયના પથ્થર.
ર)  શ્રી કરશનભાઇ સુત્રેજા – રાજકોટ (સેવાભાવી) રાજકોટ સ્થિત હોસ્પીટલમાં મહેર જ્ઞાતિના દર્દીઓને રોજ ટીફીન આપવાની સેવાકીય પ્રવાૃતિ.
૩)  શ્રી મહેર કન્યા છાત્રાલય-જુનાગઢ. જુનાગઢ ખાતે મહેર જ્ઞાતિની બાળાઓ માટેની ઊચ્ચર શિક્ષણ સંસ્થા છે. તે બદલ સંસ્થાના પ્રતિનિધિ શ્રી રામસગભાઇ સુંડાવદરાને સન્માનીત કરવામાં આવ્યા.
૪)  શ્રી સુકાભાઇ રામભાઇ આંત્રોલીયા– માણાવદર (જ્ઞાતિ અગ્રણી) ભવનાથ સ્થિત મહેર સમાજ ખાતે ભજન, ભોજનની સેવા પુરી પાડવા બદલ.
પ)  શ્રી ભીમાભાઇ કેશવાલા-રાજકોટ, હોસ્પીટલને લગતી અવીરત સેવા તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ.
૬)  શ્રી મહેર માનવતા પરીવાર ટ્રસ્ટ-પોરબંદર, હોસ્પીટલોમાં દર્દીઓને સેવા પુરી પાડવા બદલ.
૭)  શ્રી માંડણભાઇ ઓડેદરા-રાજકોટ (જ્ઞાતિ અગ્રણી), રાજકોટ યુનિ. ખાતે મહેર વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અવીરત સેવા અને માર્ગદર્શન પુરૂ પાડવા બદલ.
૮)  શ્રી વણઘાભાઇ ગાંગાભાઇ પરમાર-ગોરસર ખાતે મામા પાગલ આશ્રમના સંચાલક તથા પાગલ વ્યકિતઓની અવીરત સેવા કરવા બદલ.
૯)  શ્રી જેતાભાઇ ઊકાભાઇ સુત્રેજા-ધંધુસર (જ્ઞાતિ અગ્રણી), ધંધુસર ખાતે ગરીબ વિદ્યાર્થીઓને ઊચ્ચ શિક્ષણ માટે ર્આિથક સેવા પુરી પાડવા બદલ.
૧૦)  શ્રી રમેશભાઇ પટેલ-કુતિયાણા (તાલુકા પંચાયત પ્રમુખ), દાતાર એજયુ.એન્ડ ચેરી. ટ્રસ્ટના રાહદારી અને કુતિયાણા તથા આજુબાજુના ઘેડ પંથકના મહેર ગામોમાં શિક્ષણનો પ્રચાર કરવા બદલ.
૧૧)  શ્રી રાજુભાઇ ઓડેદરા-જુનાગઢ (મહેર વિદ્યાર્થી ગાૃપ, કો.ઓ.) જુનાગઢ મહેર વિદ્યાર્થી ગૃપના સ્થાપક તથા દર વર્ષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સન્માનીત કરવા બદલ.
૧ર)  શ્રી રામભાઇ કડછા-જુનાગઢ (તંત્રીશ્રી, “મહેર એકતા”) મહેર જ્ઞાતિની તમામ ખબરો ગામડે-ગામડે તથા દેશ-વિદેશમાં પહાચાડવા તથા જ્ઞાતિ વિકાસના કાર્યો કરવા બદલ.
૧૩) શ્રી રમેશભાઇ ચાવડા-ધંધુસર, ગામમાં રોશની તથા ઇલેકટ્રીકને લગતી સેવા પુરી પાડવા બદલ
૧૪) શ્રી પરબતભાઇ દિવરાણીયા-ધંધુસર, સ્મશાનમાં વૃક્ષ ઊછેર તથા આવેલા ડાઘુઓને પાણી પાવાની સેવા આપવા બદલ.

Read Full Post »