Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘નવરાત્રી’

(અહેવાલ-ખંજનભાઇ કેશવાલા, તસ્વીર-કરશનભાઇ અમર)
તાજેતરમાં જ આપણી જ્ઞાતિ દ્રારા દેશ-વિદેશમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં ભારત, યુ.કે, લેસ્ટર, લંડન, દુબઇના સમાચાર અમોએ મહેર એકતા અખબારમાં પ્રસિધ્ધ કર્યા હતા ત્યારે યુગાડાના કમ્પાલા ખાતે કેશવાલા ગ્રૃપ દ્રારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. જેમાં આપણી જ્ઞાતિના યુવા ભાઇઓએ મણીયારો રાસ, ઢાલ તલવાર રાસ, જેવા રાસ રમી કમ્પાલામાં મેર સમાજની આગવી ઓળખ ઊભી કરી હતી તો બહેનો પણ આપણા પ્રાચીન અને અર્વાચીન રાસની રંગત જમાવી હતી.

Advertisements

Read Full Post »

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે. ખાતે વસવાટ કરતા આપણા જ્ઞાતિજનો દ્વારા લંડન, લેસ્ટર, બર્ગીમહામ, લયુટન, પીટબરો જેવા શહેરોમાં નવરાત્રી અને દિવાળીની ધામધુમથી ઊજવણી કરવમાં આવી હતી.
લેસ્ટર મહેર સમાજ દ્રારા લેસ્ટર ખાતે નવરાત્રી મહોત્સવ ર૦૧૦ના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તા-૧પ/૧૦/ના રોજ ફેન્ચી ડ્રેસ અને આરતીની થાળી શણગારવાની હરીફાઇ રાખવામાં આવી હતી. જેમાં ફેન્ચી ડ્રેસમાં મહેરાણીના ડ્રેસમાં ધ્રુવી રામભાઇ ગોઢાણીયા અને મહેર વરરાજાના ડ્રેસ માટે આયુશ આશીષભાઇ ઓડેદરા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. તો આરતીની થાળી શણગારવામાં ગીતાબેન કારાવદરા પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
તા૧૬/૧૦/ના રોજ રાસ ગરબાની હરીફાઇમાં વિવિધ
ઇનામો આપવામાં આવ્યા હતા આ દિવસે પરંપરાગત પોશાકમાં અને સોનાના ઘરેણાથી શોભતા ૩પ૦૦ જેટલા ભાઇ-બહેનોએ રાસ ગરબામાં ભાગ લીધો ત્યારે જાણે એક ટન જેટલું સોનું જોવા મળ્યું હતું તા.૧૭/૧૦ના રોજ દશેરા મહોત્સવ અને શરદ ર્પૂિણમા મહોત્સવનું આયોજન પણ કરાયું હતું જેમાં યુ.કે વસવાટ કરતા સૌ મહેર ભાઇઓ-બહેનોએ ઊત્સાહભેર ભાગ લીધો હતો. આ દરિમ્યાન વિવિધ જ્ઞાતિની રાસ મંડળીઓ અને યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરતા હજારો ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી

Read Full Post »

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધિ)
પોરબંદરના બોખીરા ગામની શ્રીનંદેશ્વર મેર રાસ મંડળીએ જામનગર જેલ રાસની ભારે રમઝટ બોલાવી હતી.
તાજેતરમાં જ નવરાત્રી મહોત્સવ નિમીત્તે આપણી રાસ મંડળીઓ ઠેર ઠેર ભાગ લેવા જતી હોય અને સારૂ એવું રમી ઊપસ્થિત જન મેદનીના દિલ જીતી લેવાના અનેક બનાવો ધ્યાને આવતા હોય છે.
ત્યારે બોખીરા ગામની પ્રતાપભાઇ બોખીરીયાની મેર રાસ મડંળીએ જામનગર જેલમાં એક રાસ રમવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે આ ટીમે જોરદાર રીતે રાસ રમી કેદીઓ, પોલીસ અમલદારો, અને જેલર સાહેબનું દિલ જીતી લેતા તેઓને ત્રણ રાસ રમવાનું જેલર સાહેબે કહેતા બોખીરાની ટીમે ત્રણ રાસ લીધા હતા ત્યાર બાદ જામનગર જેલમાં કેદી તરીકે રહેલા આપણી જ્ઞાતિ ૧પ જેટલા યુવાનો પણ એક રાસ રમ્યા હતા. ઘોડાદરના પ્રખ્યાત ગાયક વાનાભાઇ જેતાભાઇ ઓડેદરાએ બોખીરા રાસ મંડળ સાથે રહીને શુરવીરતાના દુહા છંદ લલકારી ખૈલેયાનું જોમમાં વધારો કરેલ હતો.

Read Full Post »

(અહેવાલ-લીલાભાઇ જાડેજા)
દુબઇ ખાતે રહેતા મેર પરીવારો દ્રારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.
જેમાં નવ દિવસ સુધી આબુધાબી, અલફીયા, યુ.એ.ઇના મહેર અને ગુજરાતી ભાઇ-બહેનોએ દાડીયા રાસની રમઝટ બોલાવી વિદેશી ધરતી પર ભારતીય સંસ્કાૃતિની ઝાંખી કરાવી હતી. તા.૧૪/૧૦/૦૧૦ના રોજ રાત્રીના વિશેષ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં લોક સાહિત્ય કલાકાર શકિતદાન ગઢવીએ લોક સાહિત્યની વાતો તથા હાસ્ય રસ પીરસ્યો હતો જયારે લીલાભાઇ જાડેજા, સાજણભાઇ અને માલદેભાઇએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવી હતી. અને શ્રોતાગણને ભકિત રસમાં તરબોળ કર્યા હતા.

Read Full Post »

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે ખાતે વસવાટ કરતા આપણી જ્ઞાતિજનો હિન્દુ ધર્મના તહેવારોની આનંદભેર ઊજવણી કરતા હોય છે. તાજેતરમાં નવરાત્રીની શાનદાર ઊજવણી બાદ દિવાળી અને નવા વર્ષે પણ શાનદાર કાર્યક્રમો યોજાયા હતા.
તા.૬ નવેમ્બરના શુભ દિવસે સાંજે ૬ થી ૧૧ કલાકે મહેર સેન્ટર રેવન્સ બ્રીજ રોડ લેસ્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનના કાર્યક્રમોનું લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઊપસ્થિત મહેમાનોનું સ્વાગત, જૂનિયર મહેર રાસ મંડળીનો એશીયાડ રાસ અને ગોવાળ રાસ તથા સીનિયર મહેર રાસ મંડળીનો અઠીગો રાસ તથા બહેનો દ્રારા ગરબા, નાૃત્ય, વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સામુહિક ભોજન સમારંભ જેવા વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આયોજનને સફળ બનાવવા લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન ના આયોજક નાગાર્જુનભાઇ બાપોદરા અને દિલીપભાઇ આર કારાવદરા સહિતના જ્ઞાતિજનોએ ભારે જહેમત ઊઠાવી હતી
પીટબરોઃ
યુ.કેના પીટબરોમાં તા.૧૪ નવેમ્બર ર૦૧૦ના રોજ સાંજે પ થી ૧૧ સુધી મનોરફાર્મ કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં રાસ, ગરબા, ડાન્સ, સંગીત તથા ભોજન સમારંભ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આયોજનને સફળ બનાવવા પીટબરો સમસ્ત મેર સમાજ દ્રારા ભારે જહેમત ઊઠાવી હતી

Read Full Post »

યુ.કેના (લેસ્ટર) ખાતે તા૧ર/૯/૦૧૦ને રવિવારના લેસ્ટર ગુજરાત હિન્દુ એસોસિએશન દ્રારા ડેમોન્ટ ફોર્ટ હોલ લેસ્ટર ખાતે આયોજીત ૩૩માં રાસ ગરબા હરીફાઇમાં મહેર દાડીયા રાસ મંડળ ટીમે ભાગ લીધેલ જેમાં જુનિયર ભાઇઓના ગ્રૃપમાં રાસ અને  વેશપરિધાન બન્ને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તો બહેનોએ ગરબા અને વેશ પરિધાનમાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરી સમસ્ત યુ.કે મહેર સમાજનું ગૌરવ વધારેલ છે.  અત્રે એ ઊલ્લેખનીય છે કે લેસ્ટર ગુજરાત હિન્દુ એસોસિએશન છેલ્લા ૩૩ વર્ષથી આ હરીફાઇ યોજે છે. તેમાં સમસ્ત ગુજરાતી પરીવાર મોટી સંખ્યામાં હાજરી આપી આ હરીફાઇને માણે છે. અને મહેર રાસ મડંળ પણ મોટા ભાગે વિજેતા થઇ મેર સમાજનું નામ વિદેશની ધરતી પર ગુજતું કરે છે. એ આપણી જ્ઞાતિ માટે ગૌરવની વાત છે. તે બદલ મહેર એકતા અખબાર ગ્રૃપ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Read Full Post »

(અહેવાલ-વિરમભાઇ ઓડેદરા)
જૂનાગઢના લીરબાઇપરા વિસ્તારમાં આવેલ શ્રીલીરબાઇ માતાજીના મંદિર ખાતે નવરાત્રીની આસ્થાભેર ઊજવણી કરવામાં આવી હતી જેમાં બે ગ્રૃપ વાઇઝ બાળાઓ દ્રારા ઓરીઝનલ મેરાણીના ડ્રેસમાં બેડા રાસ, તાળી રાસ, જેવા વિવિધ રાસોની રજુઆત કરી હતી આ બાળાઓની રાસ મંડળમાં ત્રણ મુસ્લીમ બાળાઓએ પણ મેરાણીનો ડ્રેસ પહેરી ઊત્સાહભેર ભાગ લઇ હિન્દુ ધર્મના તહેવાર નવરાત્રીને ઊજવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા
તા.૧૦/૧૦/૦૧૦ના સુપર દિને શ્રીલીરબાઇ મહેર રાસ મંડળના યુવાનોએ મણીયારો, ઢાલ તલવાર અને લાઠી-તલવારની પટ્ટાબાજી રજુ કરી પ્રેક્ષકોને મંત્ર મૂગ્ધ કર્યા હતા.

Read Full Post »

Older Posts »