Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘પપૈયા’

વિસાવાડા ગામે તેજસ્વી વિદ્યાર્થીઓને વતનપ્રેમીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા

                    પોરબંદર તાલુકાનાં વિસાવાડા ગામના મુળ વતની અને હાલ વિદેશ વસવાટ કરતા જ્ઞાતિજનો દ્વારા તાજેતરમાંજ પોતાનાં માદરે વતનમાં જુદાજુદા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રોત્સાહિત રકમ આપી બિરદાવવામાં આવ્યા હતા.

                    શ્રી વિસાવાડા વિદ્યોતેજક ફંડ સમિતિનાં નેજા હેઠળ,   ધો-૧૦,૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા અને પ્રથમ વર્ગ કે ડીસ્ટીંક્શન લાવનાર, બધાજ વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.૫૦૦ અને ૧૦૦૦ નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ શાથે જ  ઉચ્ચ માધ્યમિક શાળા (સરકારી) વિસાવાડામાં, ધો-૧૧ અને ૧૨ નાં આર્ટસ અને કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામુલ્યે પુસ્તકો આપવામાં આવ્યા હતા. …(મહેર એકતા) 

રાજસ્થાનમાં ભવ્ય મહેર સંમેલન યોજાયું

 

 

મણિયારો રાસ

મણિયારો રાસ

આપણી મહેર જ્ઞાતિ મુખ્યત્વે પોરબંદર જીલ્લામાં વસવાટ કરે છે. તે પછી ક્રમશઃ દેશ-વિદેશનાં સીમાડા વટાવી ચુકી છે ત્યારે આપણે બારોટનાં ચોપડેથી ઘણી વાર સાંભળવા મળતું હોય છે કે, આપણે રાજસ્થાનમાંથી આવેલા છે. અને આજે પણ રાજસ્થાનમાં મહેર નામની એક જાતિ વસવાટ કરે છે.  રાજસ્થાનમાં વસવાટ કરતા મહેર ભાઇઓએ ગણેશ ઉત્સવ નિમિત્તે મહેર મહાસંમેલનનું આયોજન કરેલ. આ કાર્યક્ર્મમાં કુતિયાણા,પોરબંદર,રાણાવાવ અને જુનાગઢનાં જ્ઞાતિ આગેવાનોને ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું. રાજસ્થાન ખાતે યોજાયેલ આ બાર દિવસીય શ્રી ગણેશ મહોત્સવ તથા મહેર સંમેલનમાં તા:૨૩ ને રવિવારનાં ગણપતિ સ્થાપનાં, તથા અન્ય દિવસોમાં ભજન સંધ્યા, સર્વધર્મ સદભાવના કાર્યક્રમ, રાજસ્થાનનાં લોકનૃત્યો રામરસિયા તથા પદદગલ, તેમજ છાંયાની રાણાભાઇ સીડાની પ્રસિધ્ધ મહેર રાસ મંડળીના મણિયારા રાસનું આયોજન થયેલ. તા: ૩ નાં રોજ મહેર સંમેલન તથા ગણેશ વિસર્જન શાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતી થયેલ.  આ ઉત્સવ રાજસ્થાનનાં કરૌલી જિલ્લાનાં નાદૌતી તાલુકાનાં સોપ ગામે શ્રી મીનેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં યોજાયેલ.

 

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક રમેશચંદ્ર મીણા તથા મીણેશ્વર ગણેશ મહોત્સવ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. ……(મહેર એકતા)

પાર્થ એકેડેમી જૂનાગઢ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઇ

જુનાગઢ નજીક વાડલા ફાટક પાસે આવેલ પાર્થ એકેડેમી ખાતે શ્રી ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સવાર સાંજ આરતી,પૂજન તથા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થી બાળકોમાં નાનપણથીજ અભ્યાસની શાથે શાથે સાંસ્કૃતિક તહેવારો પ્રત્યે ઉત્સાહ જાગે તેવા શુભ આશયથી દર વર્ષે આ આયોજન કરાય છે. ..(મહેર એકતા)

શીશલી ગામે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તથા રક્તદાન કેમ્પ યોજાયો

 

કરણાઆતા

કરણાઆતા

પોરબંદરનાં શીશલી ગામે તા:૧૯/૮/૦૯ નાં રોજ ગામનાં અગ્રણી દાનવીર સ્વ.શ્રી કરણાભાઇ પરબતભાઇ મોઢવાડીયાની પુણ્યતિથીએ તેમનાં પરિવાર દ્વારા ખોડિયાર માતજી મંદિરનાં સંકુલમાં શ્રી કરણાઆતાની મૂર્તિ પ્રતિષ્ઠા અને રક્તદાન કેમ્પ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગામનાં આગેવાન મહાનુભાવો અને ગ્રામજનો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

 રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લઇ અને ૧૨૮ બોટલ રક્ત એકઠું કરી આશા ચિલ્ડ્રન હોસ્પીટલને આ રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કરણાઆતાનાં પરિવાર તથા ગ્રામજનો અને કેટલીયે સેવાભાવી સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ……(મહેર એકતા)

હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન

કેશોદમાં રહેતા ઓડેદરા પરિવાર દ્વારા ગંગા નદીના તટ પર, રામધામ ગંગેશ્વર ધામ, આર્ય નિવાસ સામે, અખાડા રોડ,  હરિદ્વાર, ઉતરાંચલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું, તા:૧૨/૯/૦૯ થી ૧૮/૯/૦૯ સુધી, આયોજન કરેલ છે.

જેમાં વ્યાસપીઠ પર વિનુભાઇ વ્યાસ બીરાજી કથાનું રસપાન કરાવશે. આ ભાગવતરૂપી જ્ઞાનગંગાનો તથા ગોમતી ગંગાના સ્નાનનો લાભ લેવા સર્વને ભાવભર્યું નિમંત્રણ છે.

આયોજકો: ભુરાભાઇ વિક્રમભાઇ ઓડેદરા, નાગાજણભાઇ સવદાસભાઇ ઓડેદરા, લીલાભાઇ અભુભાઇ ઓડેદરા – કેશોદ

એભાભાઇ ગાંગાભાઇ ઓડેદરા – (એલ.સી.બી.) પોરબંદર. ……(મહેર એકતા)

મેર કન્યા છાત્રાલય-જુનાગઢ ને મળેલ ભેટ

પોરબંદર તાલુકાનાં કડછ ગામનાં રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા સ્વ.સામતભાઇ મેરખીભાઇ કડછાનું અવસાન થતાં તેમનાં સ્મરણાર્થે તેમનાં ધર્મપત્નિ ગં.સ્વ. માલીબેન તથા તેમના સુપુત્ર ધવલકુમારે શ્રી સમસ્ત મહેર સમાજ જુનાગઢ સંચાલિત શ્રી મેર કન્યા છાત્રાલયમાં એક રૂમ બનાવવા માટે રૂ. ૫૧,૦૦૦ નું દાન આપી અનુકરણીય પગલું ભરેલ છે જે દાન સ્વીકારી સમાજે તેમનો આભાર વ્યક્ત કરેલ છે. ….(મહેર એકતા)

પપૈયામાં શંખ અને ગણેશજીનાં દર્શન

papaiya Shankhજુનાગઢનાં વંથલી તાલુકાનાં ધંધુસર ગામે રહેતા જીવાભાઇ થાપલીયાની વાડીમાં પપૈયાનાં વૃક્ષમાં શંખ આકારનું પપૈયું આવ્યું હતું. જેને જોવા માટે ગ્રામજનો એકત્ર થયા હતા અને અનેરી ધાર્મિકતા દર્શાવી હતી.

papaiya ganeshપોરબંદરના ભારવાડા ગામે હાથીયાભાઇ ઓડેદરાની વાડીમાં પપૈયાનાં એક વૃક્ષમાં ત્રણ પપૈયા ગણેશજી આકારનાં દેખાતા હોવાથી આ ત્રણેય પપૈયાને હાથીયાભાઇએ સુદામા મંદિરમાં લોકદર્શનાર્થે મુક્યા હતા. ….(મહેર એકતા)

 

 

Advertisements

Read Full Post »