Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘બળેજ’

પોરબંદર જીલ્લા તાલુકાના બળેજ ગામના સરપંચશ્રી હરદાસભાઇ રણમલભાઇ પરમારનુંતા.૩૦/૯/ર૦૧૦ના રોજ માદગીના કારણે દુઃખદ અવસાન થતા સમગ્ર ઘેડ પંથક તથા બળેજ ગામમાં ઘેરાશોકની લાગણી જન્મી હતી
હરદાસભાઇએ બળેજ ગામમાં ૧૪ વર્ષ સરપંચપદ નિભાવી પોતાનું આગવી કાર્ય કુશળતા અને અથાગ મહેનતથી ગામનો વિકાસ કરેલ ઘેડ પંથકમાં મહેર સમાજની વાડી બનાવવામાં પ્રથમ શ્રેય હરદાસભાઇના ફાળે જાય છે. તથા નાત જાતના ભેદ ભાવ વગર સાતમ-આઠમના તહેવારોમાં ગરીબોને મિષ્ઠાન આપતા તથા તેની સેવાકીય પ્રવૃતિને ગામ લોકો કયારેય ભુલી શકશે નહિ.
જૂનાગઢમાં નવરાત્રીની શાનદાર ઊજવણી કરાઇ

Advertisements

Read Full Post »

(અહેવાલ-વિરમભાઇ આગઠ)

પોરબંદર ખાતે પધારેલા યોગરૂષિ સ્વામી રામદેવજી મહારાજે પત્રકારોને સંબોધિત કરતીવેળાએ આકરા ચાબખા માર્યા હતા. ‘ભગવો રંગએ રાષ્ટ્રવાદનું પ્રતિક છે.’ તેથીજ ત્રિરંગાના ત્રણ રંગોમાં કેસરી ભગવા રંગનો સમાવેશ થાય છે. ત્યારે આ રાષ્ટ્રવાદના પ્રતિકને ‘ભગવો આંતકવાદ’ કહેનારા પોતાનું મોઢુ સંભાળીને બોલે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. રાષ્ટ્રનિર્માણ માટે દેશવાસીઓને આહવાન કરતા ભારતસ્વાભીમાન દ્રારા દેશના લોકોને તેમને વ્યસન મુકત બને, સ્વચ્છ બને નિરોગી બને અને સ્વદેશી અપાવવાનો અનુરોધ કરેલ.

તા.પ/૮/ર૦૧૦ના વહેલી પ્રભાતે પ કલાકે એસ એમ પી કોલોની કિકેટ મેદાનમાં યોગ શિબિરમાં હજારો સાધકો ઊમટી પડ્યા હતા. મોડી રાત સુધી જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ ઊઠાવતા લોકો સવારના યોગગુરૂનું માર્ગદર્શન મેળવવા પહોચી ગયા હતા યોગ શિબિર બાદ પત્રકારોને સંબોધતા તેમને જણાવ્યું હતું કે દેશના આતંકવાદીઓ સામે ઘુટણીયા ટેકવી દેનારા આજના નેતાઓ દેશને પુરતી સુરક્ષા આપી શકતા નથી અને હીન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કરી પોતાની માનસિકતાનું પ્રદર્શન કરે છે. ભગવો રંગ તો સાધુ અને રાષ્ટ્રવાદની ઓળખ છે. બેરોજગારી, ગરીબાઇ, ભષ્ટાચાર, તથા વિદેશી આક્રમણોથી ભારત દેશ ઘેરાયેલો છે. ત્યારે નાબુદ કરવાની ખાસ જરૂર છે.
દેશના દુશ્મનો ભષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ, અને વ્યસનો છે. ભષ્ટાચારના કારણે દેશને અબજો રૂપિયાનું નુકશાન થયું અને આતંકવાદ સામે લડવાને બદલે નમાલા બનીને લોકોને પણ ટેવ પાડનારા આજના શાસકોની નિષ્ફળતા અને નબળાઇ સામે લોકોને જાગૃત કરવોએ જ પોતાનો ધ્યેય છે. આપણા દેશની સરકાર બનવાથી માંડીને ચલાવવા સુધી વિદેશીઓનો હસ્તાક્ષેપ રહે છે. યુ.કે, અને યુ.એસ.એ જેવા દેશોની હાથની કઠપુતળી બનીને તથા વિદેશી કંપનીઓની માયા જાળમાં ફસાઇને ભારત સરકાર કઇ રીતે દેશનું ઊત્થાન કરી શકશે તેની ચિંતા સેવી રહ્યા હતા
આગામી સમયમાં પોતે ચુંટણી લડશે કે કેમ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ પુરતો મારો કોઇ એવો ધ્યેય નથી કે રાજકારણમાં જોડાવું પરંતુ ભાવિયુગના પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપતા કહેલ કે વિદેશનું કાળુ નાણું સ્વદેશ પાછું લાવી દેશ માટે વાપરવાની આવશ્યકતા છે. તથા પોતે લોકોના આરોગ્ય માટે ખુબ ચતિત રહે છે. તે વિદેશી કંપનીને ખુલ્લી પાડી સ્વદેશી કંપની આગળ આવવા પ્રોત્સાહિત કરશે જે ચરીત્રભષ્ટ લોકોને સત્માર્ગે વાળશે અને લોકતંત્રને લુટતું બચાવાશે અને તેવા લોકો જ આ દેશમાં રાજ કરશે
દેશમાં ચોમેર અરાજકતા અને અંધાધુંની ફેલાઇ છે. તથા સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે તેવી છે. બેરોજગારી, ગરીબાઇ, નિરક્ષરતા, અને ભષ્ટ શાસનને કારણે દેશ પાયમાલી તરફ જઇ રહ્યો છે. ત્યારે સરકારને જગાડવા લોકોને સાથે રાખીને જરૂર પડ્યે સત્યાગ્રહ પણ કરશે. તેમ રામદેવજી મહારાજે રણટંકાર પણ કર્યો હતો.
પોરબંદરના એસ.એમ.પી મેદાન ખાતે યોજાયેલી આ યોગશિબિરમાં છાંયા નગર પાલિકાના પૂર્વપ્રમુખશ્રી ભોજાભાઇ ખુંટી, રાણાવાવ નિર્વાણધામ યોગાશ્રમના સંતો તથા જ્ઞાતિ અગ્રણી અને જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.

રાણાવાવના નિર્વાણધામ હાજરી આપી.
રાણાવાવના નિર્વાણધામ આશ્રમ ખાતે યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. ૪ના રોજ આવેલા ત્યારે નિર્વાણધામ યોગા આશ્રમના સંતો સ્વામી પરમાત્માનંદ ગિરિજી, સ્વામી અમૃતાત્માનંદ ગિરિ, અને સ્વામી પૂર્ણાત્માનંદ ગિરિ કુતિયાણાના ધારાસભ્યશ્રી કરશનભાઇ ઓડેદેરા, સામતભાઇ ઓડેદરા, અરભમભાઇ ભારાભાઇ કેશવાલા સહિતના અગ્રણીઓએ તેમનું ઊષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

નાના એવા બળેજ ગામે અનેરૂ સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. પના રોજ બળેજ ગામે આવેલા ત્યારે રાતિયા ગામે તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું બાદ બળેજ ખાતે સ્વામીજી જણાવ્યું હતું કે આપણે રૂષિ પુત્ર છીએ હવે રૂષિ પુત્ર શીશી પુત્ર થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે શીશી પુત્ર એટલે શું દારૂની બોટલ એ શીશીની હું વાત કરૂ છું તેમ કહીને વ્યસન મુકત થવા અને યોગ દ્રારા નિરોગી બનાવાની શીખ આપેલ પોતાના હાથમાં કુંવારપાઠુનો રસ પીવાનું જણાવેલ આ પ્રસંગે નિર્વાણધામ યોગા આશ્રમના સ્વામી પરમાત્માનંદ ગિરિજી, તથા ગુરૂમા ઊપસ્થિત રહેલ આ પ્રસંગે લીલાભાઇએ તેમને ગાડુ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

કૂતિયાણા મેર સમાજ ખાતે સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા.૪ના રોજ મેર સમાજ ખાતે આવેલા ત્યારે તેમનું સ્વાગત ધવલભાઇ ભુતિયા જીલ્લા સહ પ્રભારી, જીવાભાઇ ખુંટી, નાગાજણભાઇ ઓડેદરા સહિતના ત્રણેક હજાર જેટલા જ્ઞાતિજનો અને ભાવિકોએ તેમનું આતશબાજીથી સ્વાગત કર્યું હતું.

Read Full Post »