Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘બોખીરા’

પોરબંદર શહેરની બાજુમાં આવેલા બોખીરા ગામમાં એક કે.કે.નગર તરીકે જાણીતી સોસાયટી આવેલી છે. આ સોસાયટીની પાછળ એક સદગાૃહસ્થ પરિવાર કરગટીયા સીદીબાપાની વાડી આવેલી છે. આ વાડીમાં ખેતીકામમાં પિયત સહિતના કામઅર્થે ખેડુત સીદીબાપાએ એક ભમરીયો કુવો ગળાવેલ જે કુવો ઊંડો છે. અને તે કુવામાં પાણીનો અમાપ જથ્થો છે.
સીદીબાપાના પરિવારજનો ખેતી કામમાં વ્યસ્ત રહેતા હોય છે. અને ખેતીકામ કરીને પોતાના પરિવારજનોનું ગુજરાત ચવાલે છે. સીદીબાપાના દિકરા દુદાભાઇ સીદીભાઇ કરગટીયાની આઠ વર્ષની માસુમ ફુલ જેવી દિકરી અંજુબેન ફળીયામાં દરરોજ રમતી હોય છે. ત્યારે તાજેતરમાં આ આઠ વર્ષની માસુમ અંજુબેન દરરોજની જેમ ફળીયામાં રમતાં રમતાં બાજુમાં આવેલ ભમરીયા કુવા પાસે અચાનક જઇ ચડી અને જોત જોતામાં આ આઠ વર્ષની માસુમ દિકરી અંજુબેન રમતી રમતી ઊંડા ભમરીયા કુવામાં અચાનક પડી ગયેલી અને તે કુવામાં પડતાંવેત જ કુવાના પાણીમાં હુબકા લઇને સીધી તળીયે જઇ પડતાં તેની જાણ આ કરગટીયા પરિવારજનોને થતાં તે બેબાકળા થઇ ને અવાચક બની ગયેલા. અને આજુબાજુના માણસો પણ તુરંત એકઠા થઇ ગયા હતા. પરંતુ કુવામાં પડેલી આ માસુમ બાળાને બચાવની હમત કુવાની ઊંડાઇ અને અમાપ પાણીના કારણે કોઇને પણ કુવામાં પડવાની હમત ચાલતી નહોતી. ત્યારે એક કહેવત છે, કે “મારનાર કરતાં જીવાનાર મોટો છે” એ કહેવત આ કરૂણ પ્રસંગે સાર્થક થાય છે.
બોખીરાના કે.કે. નગરમાં તાજેતરમાં તા.૧૦-૦૩-ર૦૧૧ના રોજ એક સદ્ગાૃહસ્થ પરિવારના ઘરે સત્યનારાયણની કથા યોજાઇ હતી. તે ચાલુ હતી તેવા સમયેજ બાજુમાં રહેતા ખેડુત સીદીભાઇના પુત્ર દુદાભાઇની આઠ વર્ષની માસુમ બાળા અંજુ કુવામાં અચાનક પડી ગયેલ તેની જાણ કથા શ્રવણ કરી રહેલા એક મહેર યુવાન અજયભાઇ બાબુભાઇ ખુંટીના કાને આ વાત આવતાં તુરંત જ પલવારનો પણ વિલંબ કર્યા વગર જે કુવામાં માસુમ બાળા પડી ગઇ હતી ત્યાં  દોડતા દોડતા પહાચી ગયો. અને તે અરસામાં આ માસુમ બાળા જીવન મરણના અચળા ભરી રહી હતી. તે જોઇને તુરંત જ અજય નામનો આ મેર યુવાન પોતાના જીવનનું કે પોતાએ પહરેલ કમતી ઘડીયાળ કે મોબાઇલની પણ પરવા કર્યા વગર તુરંત જ આ ભમરીયા કુવામાં ઝંપલાવી અને તળીયે ડુબેલી આ બાળાને ઊંચકી લઇને તરતાં તરતાં બાળાને લઇને પાણીની સપાટી પર આવીને કુવામાંથી બહાર કાઢીને આ બાળાએ જે પાણી પી જવાના કારણે શ્વાસની ક્રીયા મંદ પડી  હતી તે કુવાના કાંઠે લઇ સુંવડાવીને તેના શરીર પર પંપગ કરીને પુષ્કળ પીધેલ પાણી બહાર કાઢીને પોતાની મોટર સાયકલમાં બેસાડીને તુરંત સારવાર અર્થે પોરબંદર  ભાવસહજી હોસ્પિટલે પહાચાડી અને ડોકટરોને બોલાવી સારવાર કરાવેલ.
ત્યારે આ બાળાની તબયીત જોઇને સારવાર કરી રહેલા ડોકટરોએ આ બાળાના પરિવારજનો તથા ત્યાં ઊપસ્થિત લોકોને જણાવેલ કે આ બાળાને નવ જીવતદાન મળેલ હોય તો તે અજયભાઇના કારણે જ મળેલ છે. કારણ કે થોડુ ઘણુ મોડુ થયુ હોત તો આ બાળા પ્રભુની પ્યારી બની ગઇ હોત. ત્યારે ઊપસ્થિત લોકો તેમજ આ બાળાના પરિવારજનો એ બાળાની માતા વર્ષાબેન તથા કુટુંબીજનો અને સત્યનારાયણનું પઠન કરનાર પંડીત તેમજ સમસ્ત તુંબડા વિસ્તાના લોકો તથા કે.કે.નગરજનો તરફથી અજયભાઇની આ હમત અને માનવતાની નોંધ લઇને તેમને ખુબ ખુબ અભિનંદન બ્યોચ્છાવર બોલાવી હતી. અને આર્શીવાદ પાઠવેલ હતા. ત્યારે આ માનવતાના અનેરા કાર્ય બદલ અને બાળાને નવજીવન આપનાર મહેર યુવાન અજયભાઇ ખુંટીની સરાહના કરી મહેર એકતા ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવતાં હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે.

Advertisements

Read Full Post »

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધિ)
પોરબંદરના બોખીરા ગામની શ્રીનંદેશ્વર મેર રાસ મંડળીએ જામનગર જેલ રાસની ભારે રમઝટ બોલાવી હતી.
તાજેતરમાં જ નવરાત્રી મહોત્સવ નિમીત્તે આપણી રાસ મંડળીઓ ઠેર ઠેર ભાગ લેવા જતી હોય અને સારૂ એવું રમી ઊપસ્થિત જન મેદનીના દિલ જીતી લેવાના અનેક બનાવો ધ્યાને આવતા હોય છે.
ત્યારે બોખીરા ગામની પ્રતાપભાઇ બોખીરીયાની મેર રાસ મડંળીએ જામનગર જેલમાં એક રાસ રમવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે આ ટીમે જોરદાર રીતે રાસ રમી કેદીઓ, પોલીસ અમલદારો, અને જેલર સાહેબનું દિલ જીતી લેતા તેઓને ત્રણ રાસ રમવાનું જેલર સાહેબે કહેતા બોખીરાની ટીમે ત્રણ રાસ લીધા હતા ત્યાર બાદ જામનગર જેલમાં કેદી તરીકે રહેલા આપણી જ્ઞાતિ ૧પ જેટલા યુવાનો પણ એક રાસ રમ્યા હતા. ઘોડાદરના પ્રખ્યાત ગાયક વાનાભાઇ જેતાભાઇ ઓડેદરાએ બોખીરા રાસ મંડળ સાથે રહીને શુરવીરતાના દુહા છંદ લલકારી ખૈલેયાનું જોમમાં વધારો કરેલ હતો.

Read Full Post »