Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ભજન’

મુ. ખીસ્ત્રી, તા./જી.પોરબંદર ખાતે તા:૨૯-૩-૨૦૧૨ થી ૫-૪-૨૦૧૨ સુધી શ્રી. કરસનભાઈ જેઠાભાઈ ખીસ્ત્રીયા તથા સમસ્ત ખીસ્ત્રીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત્‌ જ્ઞાનયજ્ઞમાં સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ.

Advertisements

Read Full Post »

અહેવાલઃ-મહેર એકતા ન્યુઝ
આપણી મહેર જ્ઞાતિમાં શોર્ય, ખુમારી, દાતારી, આવકાર જેવા અનેક ગુણો પથરાયેલા છે. અને તેમાંય ખાસ કરીને આજે આપણો સમાજ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને વિદેશના સીમાડાઓ પાર કરી પોતાના ધંધા અને બીજનેશમાં આગળ પડતું સ્થાન ધરાવતો થયો છે. અને જે તે વિસ્તારમાં મહેર ન હોય તે વિસ્તારમાં પણ તે એવી રીતે ભળી જવાની પણ આવડત ધરાવતો થયો છે. તે વાતની પ્રતિતી અમોને કચ્છ ખાતે રહેતા રામભાઈ ખુંટીમાં જોવા મળી હતી.
તાજેતરમાં જ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈ ગામે પોતાની વાડીયે રામભાઈ ખુંટી દ્વારા તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બપોરના સમસ્ત ખારોઈ ગામનું સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ રાત્રીના ૮ કલાકે શ્રીસંત રાસ મંડળ-સીમર દ્વારા મણીયારો, તલવારની પટ્ટાબાજી, ઢાલ-તલવાર રાસ વગેરે રાસની રમઝટ બોલાવી હતી. આ રાસ દરમ્યાન પરબતભાઈ રાણાવાયા (સિંનપુરવાળા) અને રામભાઈ ભગત (મૈયારીવાળા)એ મહેરના દુહા-છંદ દ્વારા આપણી મહેર સંસ્કૃતિને ધબકતી કરી હતી. ત્યાર બાદ આપણી પ્રખ્યાત ભજનિક કલાકાર અને સંતવાણીના આરાધક શ્રીહિનાબેન મોઢવાડીયા, અને આપણી જ્ઞાતિના પ્રખ્યાત ભજન સમ્રાજ પરબતભાઈ રાણાવાયા તેમજ કોકીલકંઠી લલીતાબેન ઘોડાદરા અને સંતવાણી આરાધક, પરસોત્તમપરી ગોસ્વામીનો સંતવાણી સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
તેમજ તા.ર૮/૧ર/ર૦૧રને બુધવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું જેમાં ભીખુદાનભાઈ ગઢવીએ લોકસાહિત્યની વાતો પીરસી હતી. તો લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડયા અને લલીતાબેન ઘોડાદરાએ ભજનોની રંગત જમાવી હતી.
આમ રામભાઈ ખુંટીની વાડીયેએ બે દિવસીય ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંજુલાબેન બાપોદરાએ કર્યું.

વિવિધ સમાજો દ્વારા રામભાઈ ખુંટીનું અને મહેર જ્ઞાતિની લેખીકા મંજુલાબેન બાપોદરાનું પણ સન્માન કરાયું.
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં તાજેતરમાં રામભાઈ ખુંટી દ્વારા સોનાની લગડી જેવી કિંમતી દોઢ કરોડની જમીન ગાય માતાને કાજે ગૌશાળામાં દાનમાં આપેલ હતી જેને લઈને આજે ખારોઈ ગામના ઉપસરપંચશ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ નવરાત્રી યુવક મંડળ, કચ્છ મિત્ર મંડળ, મુંબઈ વેપારી મંડળ, નારણભાઈ ગોવિદભાઈ ગામી, તે ઉપરાંત કકરવા, માનપોડ અને ખારોઈ ગામના જૈન સમાજના અગ્રણીઓ, આહિર સમાજ, કોળી સમાજ, રજપુત સમાજ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ રામભાઈ ખુંટી અને તેમના પરીવારનજનોનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો સન્માનપત્રથી ભવ્ય સન્માન કર્યું હતું જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું.
તો કાર્યક્રમના બીજા દિવસે ખારોઈ ગામની બાજુમાં આવેલા મનફરા ગામમાં ગાયોના લાભાર્થે કચ્છના વતની અને મુંબઈ સ્થિત મહાજનપંચસંઘે રામભાઈ ખુંટીનું ગૌશાળાને જમીન અર્પણ કરવા બદલ અને મંજુલાબેન બાપોદરાનું મુબઈના પૂર્વ કમીશનર જી.આર .ખેરનાર સાહેબનું જીવન ચરીત્ર એકલો પથીક નામનું પુસ્તક જે મંજુલાબેન બાપોદરાએ લખેલ છે. તે બદલ અને ખુમારી સાહસવૃતિને બીરદાવતા તેમનું પણ વિશેષ સન્માન થયેલ આ બન્ને સન્માનને ભુખુદાન ભાઈ ગઢવીએ બહુ જ સારા શબ્દોમાં બિરદાવતા કહેલ કે, કચ્છની ધરતી પર કોઈ મહેર સમાજના વીરલાઓનું સન્માન થયું હોય તો કદાચ આ ઈતિહાસની પ્રથમ ઘટના હશે. અને એ મંચ પરથી રામભાઈને દાનવીર અને મંજુલાબેનને નારી રત્નના સન્માનથી નિરંજનભાઈ પંડાયાએ પણ નવાજયા હતા. અને ભીખુદાનભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મહેરની ખાનદાની, ખુમારી, ખુદદાની અને દાતારીના મન ભરીને વખાણ કર્યા હતા.
રામભાઈનો પશુ અને પક્ષી પ્રત્યેનો અનોખો પ્રેમ
રામભાઈ ખુંટી માત્ર દાનવીર જ નથી પરંતુ સાથે સાથે તેઓ પશુપ્રેમી પણ છે. તેથી તો તેમણે પોતાની જમીન ગાયોને અર્પણ કરી છે. રામભાઈ જેેટલા પશુપ્રેમી છે. એટલા જ પક્ષીપ્રેમી પણ છે. કારણ કે, તેમની વાડીયે કબુતરો, ચકલી સહિતના વિવિધ પક્ષીઓ રોજ ચણ ચણવા આવે છે. અને રામભાઈ પણ ઉઠીને પહેલા ચણ નાખે, પછી પશુ માટે પાણી ભરે અને તે પછી જ દાતણ અને નાસ્તો અને પુંજા-પાઠ ઈત્યાદી પ્રવૃતિઓ કરે છે. મહેર એકતા અખબારની ટીમે રામભાઈની વાડીની મુલાકાત લીધી ત્યારે રામભાઈના બે રૂમો તો પક્ષીઓના ચણ માટે જોવા મળ્યા હતા. અને એક મોટો ગોદામ ગાયો માટેની નિરણ પણ જોવા મળી હતી. આમ રામભાઈ ખરાઅર્થમાં દાનવીરની સાથે પશુ અને પક્ષીપ્રેમી છે.
મોટી સંખ્યામાં જ્ઞાતિઆગેવાનો હાજર રહ્યા..
ખારોઈ ગામે રામભાઈ ખુંટીની વાડીયે તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના આમંત્રણને માન આપીને સગા-સબંધીઓ, સ્નેહીજનો, તેમજ બરડા વિસ્તારના જ્ઞાતિ આગેવાનો, ઘેડ વિસ્તારના જ્ઞાતિઆગેવાનો, પોરબંદરના જ્ઞાતિ આગેવાનો, માણાવદર મેર સમાજના આગેવાનો, સીમર રાસ મંડળ, રાજકોટ મહેર સમાજના આગેવાનો, અમદાવાદ મહેર સમાજના આગેવાનોએ અને સમસ્ત કચ્છ મહેર સમાજ હાજર રહ્યા હતા.

સીમર રાસ મંડળનું થયું ઉદઘાટન
આ પ્રસંગે સીમર ગામની શ્રી સંત રાસ મંડળની ટીમે પ્રથમ વખત જ પોતાના કાર્યક્રમની શરૂઆત કચ્છની ધરતી પરથી કરી હતી. આ ટીમને પરબતભાઈ ઓડેદરા, માલદેભાઈ ઓડેદરા, નોઘણભાઈ ઓડેદરા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે.
રામભાઈ મહેર સમાજનું નાક અને દાનવીર છે. -હિરાલીબેન રાજશાખા
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના ભવ્ય સન્માન બાદ કચ્છના નલીયા ખાતે બાળ વિકાસ અધિકારી અને આપણી જ્ઞાતિના કલાસ-ર અધિકારી હિરાલીબેન રાજશાખાએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને સંબોધતા જણાવેલ કે, આ કચ્છની ધરા પર રામભાઈ ખરેખર જેમ દુધમાં સાકર ભળી જાય એ અહીના લોકો સાથે ભળી હળી અને મળી ગયા છે. રામભાઈ આપણી જ્ઞાતિના સાચા દાનવીર છે અને આપણા સમાજનું નાક પણ છે. તેમને જેટલા અભિનંદન આપીયે તેટલા ઓછા જ ખુબ ખુબ શુભેચ્છા કે તમારા હાથથી આવાને આવા સત્કાર્યો થતા રહે.

Read Full Post »

ગોરસર(ઘેડ) ખાતે આવેલા મેરામણબાપાની જગ્યાએ તા.૧૭/૧ર/૦૧૦ના રાત્રીના હરસુખગીરી  ગોસ્વામી, કલ્પેશગીરી ગોસ્વામીના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

(અહેવાલ-મુળુભાઇ ગોરાણીયા)
પોરબંદરના બગવદર ગામે શ્રીમહેર હિતરક્ષક સમિતિ પોરબંદર દ્વારા સ્વ.માલદેવ રાણા કેશવાલાની ૪પમી પૂણ્યતિથી નિમિત્તે ગ્રામ્યભારતી હાઇસ્કુલના મેદાન ખાતે તા.૧ર/૧/ર૦૧૧ના સવારે ૯ કલાકે રકતદાન કેમ્પ અને રાત્રીના ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં હરસુખગીરી ગૌસ્વામી, લોકસાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી અને સાથી કલાકરોએ પ્રાચીન ભજનની રમઝટ બોલાવી હતી આયોજનને સફળ બનાવવા શ્રીમહેર હિતરક્ષક સમિતિના કાર્યક્રરોએ ભારે જહેમત ઊઠાવી હતી

Read Full Post »

ભુતિયા પરીવાર દ્રારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ
પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) વ્યાસપીઠ સ્થાને બિરાજી પોતાની સુમધુર અમૃતવાણી દ્વારા સંગીતમય ભાગવત કથામૃતનું રસપાન કરાવશે.
આ અમૃતમય કથાનાં શ્રવણ, દર્શન, પૂજન તથા પ્રસાદનો લાભ લઇ ધન્યભાગી અને સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ પાઠવતા હર્ષ અનુભવી એ છીએ
લી.
કરશનભાઇ પૂજાભાઇ ભુતિયા
રામભાઇ પૂજાભાઇ ભુતિયા
તથા સમગ્ર ભુતિયા પરિવાર
કથા બાદ દરરોજ પરિવાર સાથે ભોજન પ્રસાદ લેવા વિનંતી
કથા પ્રારંભ ર૪/૧૧/ર૦૧૦
કથા પૂર્ણાહૂતિ ૧/૧ર/ર૦૧૦
કથા સ્થળ “શમ્યાપ્રાસ” પેલેસ ગ્રાઊન્ડ, સત્યસાંઇ સ્કૂલ સામે, જામનગર
કથાના પાવન પ્રસંગો
શ્રી ભાગવતજી (પોથી) પધરામણી-શોભાયાત્રા
તા.ર૪/૧૧/ર૦૧૦ બુધવારે સવારે ૮-૩૦ કલાકે
પ્રયાણ સ્થળ પ્રતાપેશ્વર મહાદેવ મંદિર ડી.કે.વી.સર્કલ, જામનગર
તા.ર૮/૧૧/ર૦૧૦ રવિવારના રોજ શ્રીકાૃષ્ણ જન્મોત્સવ
તા.ર૯/૧૧/ર૦૧૦ સોમવાર શ્રી ગોવર્ધન ઊત્સવ, છપ્પન ભોગ
સમસ્ત મહેરસમાજને આ મંગલપ્રસંગે પધારી પાવન ભાગવત શ્રવણ કરવાનું ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
(રાત્રીના ૮-૦૦ કલાકે)
તા.રપ/૧૧/ર૦૧૦ના રોજ કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર
તા.ર૬/૧૧/ર૦૧૦ના રોજ નિરંજનભાઇ પંડયા, ધીરૂભાઇ સરવૈયા
તા.ર૭/૧૧/ર૦૧૦ના રોજ
મહેર દાંડીયા રાસ (છાંયા મંડળી), પોરબંદર
તા.ર૮/૧૧/ર૦૧૦ના રોજ પુરૂષોત્તમભાઇ ઊપાધ્યાય
તા.ર૯/૧૧/ર૦૧૦ના રોજ શોભિતભાઇ ેસાઇ, ફરાઝ, લીલ ધનતેજવી, રાહત ઇન્દોરી
તા.૩૦/૧૧/ર૦૧૦ ભીખુદાન ગઢવી (રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા), ઓસમાણભાઇ મીર

24/11/2010
To
01/12/2010     Bhagavat Katha     Gujarati
Venue: Jamnagar, Gujarat, India
Palace Ground, Opp. Satya Sai School, Jamnagar
Time: 9 – 1.30 pm.
Contact person: Shri Karshanbhai Bhutiya – +91.9825900111

નોધઃ- આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સંસ્કાર ટીવી ચેનલ પર સીધુ પ્રસારણ થશે.

Read Full Post »

(અહેવાલ-ભરતભાઇ ઓડેદરા)
માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે નવ નિર્મીત વાછરા ડાડાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મડુ ચડાવવાનો કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્રારા તા.ર૬/૧૧/૦૧૦ના રોજ રાખેલ છે. આ નિમીત્તે તા.રપ/૧૧/૦૧૦ના રોજ સાંજે શોભાયાત્રા ગામની મુખ્ય બજારો નિકળશે તા.ર૬ના રોજ બપોરના હવન સાંજના વાછરા ડાડાની ર્મૂિત પાણ પ્રતિષ્ઠા અને કળશ વિધિ બાદ સમસ્ત ગ્રામજનોનું સામુહિક જમણવાર ભીમભાઇ ઓડેદરા તરફથી રાખેલ છે. તથા રાત્રીના સંતવાણીનો કાર્યકમ રાખેલ છે. જેમાં હરસુખગીરી(ચીકાસાવાળા) અને સાથી કલાકારો ભજનો રમઝટ બોલાવશે.
આ પ્રસંગે સતાધારથી વિજયબાપુ, ખડીયાથી રાજભારતી બાપુ, ભવનાથ ગોરખનાથ આશ્રમથી શેરનાથ બાપુ, નકલંકધામ આશ્રમ તોરણીયાથી રાજેન્દ્રબાપુ, વચ્છરાજ મંદિરથી છત્રાવાથી ભુવા આતા દુલાઆતા, તથા અન્ય સાધુ સંતો ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવશે તથા આપણી જ્ઞાતિના આગેવાનો પણ ઊપસ્થિત રહેશે તો આ શુભ અવસરનો લાભ લેવા સૌ જ્ઞાતિજનોને સમસ્ત ઘોડાદર ગામ તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Read Full Post »

(અહેવાલ-લીલાભાઇ કડછા)


આપણી જ્ઞાતિ દેશમાં વિવિધ ક્ષેત્રે નામના મેળવેલ પરંતું હવે તો વિદેશમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે.વિલીયમ ઓડેદરાએ બ્રાજીલમાં મેનેજર પદ મેળવ્યું તો દુબઇ મહેર સમાજમાં રહેતા મહેર ભાઇઓએ તો દુબઇવાસીઓને ભકિતના રંગનું ઘેલુ લગાડયું છે.
જન્માષ્ટમી નિમીતે નંદભૈયો અને દાડીયા રાસનો કાર્યક્રમ પણ રાખેલ હતો જેમાં દુબઇ રહેતા સમસ્ત મહેર પરીવારોએ હાજર રહી કૃષ્ણ જન્મને અનેરી રીતે ઊજવ્યો હતો
યુ.એ.ઇ અબુધાબી અલફિયા યુનિક ડાયમંડ કંપનીમાં દર ગુરૂવારે રાત્રે રામધુન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં કડછ ગામના વતની લીલાભાઇ તથા જુનાગઢના નાગાભાઇ તથા સાથી કલાકારો દુબઇમાં પ્રાચીન અને અર્વાચીન ભજનોની રમઝટ બોલાવે છે.
દુબઇ મહેર સમાજ તરફથી મહેર એકતા અખબાર અને મહેર એકતા વેબસાઇટના માધ્યમથી એવું પણ જણાવવામાં આવેલ છે કે જો આપ દુબઇ વસવાટ કરતા હોય અને દુબઇ મહેર સમાજના કોન્ટેકમાં આવ્યા ન એવા જ્ઞાતિજનોએ અમારો કોન્ટેક કરવો અને દર ગુરૂવારે સંતવાણીના કાર્યક્રમમાં ઊપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
વધુ માહિતી સંપર્ક કરોઃ-૦૦૯૭૧૫૬૬૧૦૩૩૬૯

Read Full Post »

Older Posts »