Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મંડપ’

લીરબાઇ મંદિર નિર્માણ માટે આવેલ ફંડની યાદી

(અહેવાલ-રામભાઇ બાપોદરા દ્રારા)

(૧) પ૦૦૦/-શ્રી રામ ભરોસે, જૂનાગઢ
(ર) ૧૧૦૦/-શ્રી ભીમાભાઇ એભાભાઇ મોઢવાડીયા, જામનગર
(૩)  ૧૧૦૦/-શ્રી સવદાસભાઇ રણમલભાઇ ઓડેદરા, જૂનાગઢ
(૪) પ૦૧/-શ્રી કેશુભાઇ લાખાભાઇ જાડેજા (સુર્યોદય ફોટોઆર્ટ), કડછ
(પ) ર૦૦/-શ્રી ધર્મેન્દ્રભાઇ કારાવદરા, જામનગર 
 
લીરબાઇ મંદિરને પથ્થર અને વાહન દ્રારા મદદ કરેલ દાતાઓની યાદી

જુનાગઢના ભવનાથ રોડ પર આવેલા સોનાપુરીમાં શ્રીલીરબાઇ મંદિરના નવનિર્માણ કાર્યમાં પથ્થર તથા વાહન દ્રારા મદદ કરનાર દાતાઓની યાદી આ પ્રમાણે છે.
(૧)માલદેભાઇ રામભાઇ તરખાલા-જૂનાગઢ,

(ર)રાજુભાઇ ભાયાભાઇ રાતીયા-જૂનાગઢ,
(૩)કેશુભાઇ પુંજાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૪)પ્રતાપભાઇ વિસાણા-જૂનાગઢ,
(પ)ઠેબાભાઇ ભુરાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૬) અશોકભાઇ વજશીભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૭)દેવાભાઇ પુંજાભાઇ ભુતિયા-જૂનાગઢ,
(૮)સંજયભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૯)ભગતભાઇ દેવાભાઇ ગોઢાણીયા.

સર્વ ધર્મપ્રેમી જ્ઞાતિજનોને વિનંતી કે આપ પણ આ મંદિર નિર્માણ કાર્યમાં પૈસાની જરૂર હોય તેથી આપ પણ ઉદાર હાથે ફાળો આપી મંદિર નિર્માણમાં સહભાગી થવા નમ્ર વિનંતી.

——-ફાળો મોકલવા માટે——-
રામભાઇ વી. બાપોદરા, “રણુજાધામ”, ડ્રીમલેન્ડ સોસા. ર૪, આલ્ફા સ્કુલ પાસે, જુનાગઢ. મો.૯૪૨૭૭૩૧૪૮, ૯૮૭૯૭૯૭૭૯૧,

ગોસા ગામે રામદેવપીરના મંડપની થયેલ ઊજવણી

(અહેવાલ-વિરમભાઇ આગઠ)
પોરબંદર તાલુકાના ગોસા ગામે તા.૧૦ના રોજ સમસ્ત હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિ સમાજમાં પૂજનિય એવા શ્રીરામદેવપીર મહારાજનો મીની મંડપની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ગોસા ઘેડ ગામે અવેડાની બાજુમાં સવદાસભાઇ લીલાભાઇ આગઠ દ્વારા રામદેવજી મહારાજના એક મીની મંડપનુ આયોજન કરવા આવ્યું હતું સ્થાપના અને સામૈયા બાદ તા.૧૦ના રોજ ધાર્મીક વિધી કર્યા પછી મંડપ ખડો કરવામાં આવ્યો હતો.
જેના દર્શન કરવા ભાવિકજનો વિશાળ સંખ્યા ઊપસ્થિત રહ્યા હતા. આયોજક સવદાસભાઇ આગઠના માર્ગદર્શન નીચે સેવાભાવી અરજનભાઇ લીલાભાઇ, લાખાભાઇ રામાભાઇ, લાખાભાઇ મશરીભાઇ, જેઠાભાઇ દેવશીભાઇ, માધાભાઇ ખીમાભાઇ, નાથાભાઇ આગઠ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

ખીસ્ત્રી ગામે બાર પ્રહર પાઠ યોજાયો

પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે તા.૧ર/૪/૦૧૦ અને તા.૧૩/૪/૦૧૦ના રોજ સમસ્ત ગામ દ્વારા શ્રીરામદેપીર મહારાજનો બારપોરો પાઠ યોજાયો. આ નિમીતે સમસ્ત ગામનું સામુહિક ભોજન પ્રસાદ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર રાણા સીડા, વીરાભગત, સહિતના ભજનિક કલાકારોએ સંતવાણીનું રસપાન કરાવેલ હતું. આ પ્રસંગનો સર્વે ખર્ચ રણમલભાઇ કરણાભાઇ, કારાભાઇ કરણાભાઇ, કાનાભાઇ કરણાભાઇ, પરબતભાઇ કરણાભાઇ, દેવશીભાઇ કારાભાઇ તરફથી કરવામાં આવ્યો હતો. 

આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી)
આપણા દેશમાં મોટા ભાગે લોકો ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શિવ, ગણેશ હનુમાનજી કે પોતાના આરાધ્ય કે કુળદેવતાની પુજા કરે છે. જયારે દક્ષિણ ભારતના કેટલાક ગામડાઓમાં રાવણની પુજા કરવામાં આવે છે. પરંતુ આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે. અને તે રાવણ ભકત તરીકે પ્રચલીત છે.
આ બનાવની વિગત એવી છે. કે જૂનાગઢની કસ્તુર બા કોલોની વિસ્તારમાં રહેતા મહેશભાઇ વેજાભાઇ મોઢવાડીયા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણ ની પુજા કરે છે. અને તે વિસ્તારના લોકો તેને રાવણ ભકત તરીકે જ ઓળખે છે. તેઓ નિત્ય રાવણ રચિત શિવ તાડવના શ્લોકોનું પારાયણ કરે છે. રાવણ શિવજીનો પરમ ઊપાસક હતો. તેથી મહેશભાઇ પર શિવજી વધારે પ્રસન્ન રહે છે. મહેશભાઇ તાજેતરમાં જ હરીદ્વાર ગયેલ ત્યારે તેમને ગંગા નદીના કાંઠે પાડવ ઘાટ પર  ઊડા પાણીની અંદર ર૦ કિલોથી પણ વધારે વજન ધરાવતી એક ‘ઓમકાર’ લખેલી શિવ લગ મળેલ જેની તે પોતાના ઘરે અખાત્રીજના દિવસે સ્થાપના કરશે. તથા તેમને જૂનાગઢના ગીરનાર પર્વતના જોગણીયા ડુંગર પર સુતા સુતા જવું પડે તેવી એક શિવ ગુફા મળી આવેલ તે ગુફામાં શિવ મૂર્તિ, શિવલિંગ, શંખ, વગેરે મળેલ. તેનું કારણ પણ તે રાવણ ભકત હોવાને જ માને છે.

Advertisements

Read Full Post »

(અહેવાલ-અરજનભાઇ કારાવદરા દ્રારા)

શ્રી રામદેવજી મહારાજ

રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામે શ્રીરામદેવપીર મહારાજના જોડીયા મંડપનું ભવ્ય આયોજન હનુમાનગઢ આશીયાપાટ ગામ સમસ્ત કરેલ છે. જેમાં તા.ર૧/પ/૨૦૧૦ ના ભૂમિપૂજન અને કુંભ સ્થાપના રાખેલ છે.

જયારે તા.ર૮/પ/૨૦૧૦ના રાત્રીના સંતવાણી અને તા.ર૯/પ/૨૦૧૦ના સવારે ૬થી ૭.૩૦ વાગ્યા દરિમ્યાન મંડપ ખડો થશે. સંતવાણીના કાર્યક્રમમાં પરબતભાઇ રાણાવાયા (સિંધપુરવાળા),  દેવરાજ ગઢવી (ઊપલેટાવાળા),  શૈલેશ મહારાજ,  ભોજાભાઇ ગઢવી (જામનગરવાળા) સંતવાણીની રગંત જમાવશે.  આ તકે સમસ્ત ગ્રામજનો દ્વારા સતત બે દિવસ સુધી ભજન, ભોજન અને ભકિતનો અનોખો ત્રીવેણી સંગમ યોજાશે.

આ ધર્મપ્રસંગે ઊપસ્થિત રહેવા સૌ ધર્મપ્રેમી જાહેર જનતાને હનુમાનગઢના સરપંચશ્રી અરજનભાઇ કારાવદરા તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. અને જોડીયા મંડપના દશર્નનો લાભ જણાવાયું છે.

Read Full Post »