Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મંદિર’

ધર્મપ્રેમી જાહેર જનતા ભાવભર્યુ નિમંત્રણ
(અહેવાલ-રામભાઇ બાપોદરા)
જુનાગઢ મેર સમાજ દ્વારા ભવનાથરોડ પર આવેલ શ્રીસોનાપુરી (સ્મશાન)ની અંદર દેવી-દેવતાઓ અને ભગવાનની મૂર્તિઓ છે. તથા વિવિધ જ્ઞાતિઓના સંત તેમજ ભકતોની મૂર્તિ પણ છે. ત્યારે આપણી જ્ઞાતિના સંત શીરોમણી શ્રીલીરબામાની પણ એક મૂર્તિ ત્યાં હોય તેવું જુનાગઢ મેર સમાજના આગેવાનોએ નક્કી કરેલ અને સૌ જ્ઞાતિજનોના સહયોગથી સોનાપુરી ખાતે મંદિર નિર્માણ કરેલ તેમાં શ્રીલીરબાઇમા, શ્રીરામદેવપીર મહારાજ, શ્રીગણપતિ બાપા, અને હનુમાન બાપાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરેલ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.પ/ર/૧૧ શનિવાર ને મહાબીજના શુભ દિવસે સંતો-મહંતો ઊપસ્થિતીમાં સવારના ૧૧ કલાકે સામૈયુ, બપોરના ભોજન-પ્રસાદ, અને સાંજના ૪ કલાકે બીડુ હોમવા અને ર્મૂતિ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આપણી જ્ઞાતિના આગેવાનો પણ ખાસ ઊપસ્થિત રહેશે તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનોને આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે સ્પર્ક કરો- રામભાઇ બાપોદરા મો-૯૮૭૯૭ ૯૭૭૯૧, રાજુભાઇ ઓડેદરા મો-૯૪૨૭૪ ૨૫૯૭૫, ભીમભાઇ સુંડાવદરા ૯૪૨૬૦ ૨૮૨૦૮,

Advertisements

Read Full Post »

પોરબંદર તાલુકાના કડછ (ઘેડ) ગામે તા.ર૧/૧૧/ર૦૧૦ના રોજ ગામની કુળ દેવી શ્રી કાંધલી માતાજીના મંદિરે કાંધલી આઇ માતાજીનું હવન તથા નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે. જેમાં ડો.પરબતભાઇ ઓડેદરા નિદાન કરી પોતાની માનદ્ સેવા આપશે. તથા તા.રર/૧૧/ર૦૧૦ના રોજ રામેશ્વર મહાદેવના મંદિરે રઘુ રૂદ્ર યજ્ઞ અને બટુક ભોજનનો તથા જુનાગઢની મેર કન્યા છાત્રાલયને રૂ.૧૧,૧૧૧ અર્પણ કાર્યક્રમ રાખેલ છે આ નેત્રયજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક શ્રી લીલાભાઇ કરશનભાઇ જાડેજા (માધવપુરવાળા) તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે

Read Full Post »

(અહેવાલ-ભરતભાઇ ઓડેદરા)
માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે નવ નિર્મીત વાછરા ડાડાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મડુ ચડાવવાનો કાર્યક્રમ સમસ્ત ગ્રામજનો દ્રારા તા.ર૬/૧૧/૦૧૦ના રોજ રાખેલ છે. આ નિમીત્તે તા.રપ/૧૧/૦૧૦ના રોજ સાંજે શોભાયાત્રા ગામની મુખ્ય બજારો નિકળશે તા.ર૬ના રોજ બપોરના હવન સાંજના વાછરા ડાડાની ર્મૂિત પાણ પ્રતિષ્ઠા અને કળશ વિધિ બાદ સમસ્ત ગ્રામજનોનું સામુહિક જમણવાર ભીમભાઇ ઓડેદરા તરફથી રાખેલ છે. તથા રાત્રીના સંતવાણીનો કાર્યકમ રાખેલ છે. જેમાં હરસુખગીરી(ચીકાસાવાળા) અને સાથી કલાકારો ભજનો રમઝટ બોલાવશે.
આ પ્રસંગે સતાધારથી વિજયબાપુ, ખડીયાથી રાજભારતી બાપુ, ભવનાથ ગોરખનાથ આશ્રમથી શેરનાથ બાપુ, નકલંકધામ આશ્રમ તોરણીયાથી રાજેન્દ્રબાપુ, વચ્છરાજ મંદિરથી છત્રાવાથી ભુવા આતા દુલાઆતા, તથા અન્ય સાધુ સંતો ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવશે તથા આપણી જ્ઞાતિના આગેવાનો પણ ઊપસ્થિત રહેશે તો આ શુભ અવસરનો લાભ લેવા સૌ જ્ઞાતિજનોને સમસ્ત ઘોડાદર ગામ તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Read Full Post »

પોરબંદર તાલુકાના બખરલા ગામે તાજેતરમાં એક સંતવાણીનો કાર્યક્રમ તથા સમસ્ત બખરલા ગામનો સામુહિક ભોજનનો કાર્યક્રમ સમસ્ત દ્રારા યોજાયો હતો
સંતવાણીનો કાર્યક્રમ હરસુખગીરી ગૌસ્વામી (ચિકાસાવાળા), નાથા ભગત (નાથાભગત), હરેશદાન ગઢવી (રાજકોટવાળા) તથા સાથી કલાકારોએ પ્રાચીન તથા અર્વાચીન ભજનોની રમઝટ બોલાવી હતી.
આયોજનને સફળ બનાવવા સમસ્ત ગામના યુવાનો દ્રારા ભારે જહેમત ઊઠાવી હતી

Read Full Post »

ચાંદીગઢ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન

(અહેવાલ-રાજશીભાઇ વદર દ્રારા)
કેશોદ તાલુકાના ચાંદીગઢ ગામે તાજેતરમાં શામળાભાઇ સવદાસભાઇ વદર દ્રારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ સ્થાને દિલીપભાઇ દવે (બાલાગામવાળા)એ કથાનું રસપાન કરાવ્યું હતું. આઠ દિવસ માટે સમસ્ત ગામનું જમણવાર ચાલુ રાખેલ હતું તથા રાત્રીના વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કુલ ૯૦ હજાર જેટલો ફાળો એકઠો થયો તે ગૌશાળાને અર્પણ કરેલ હતો. તથા જે અનાજ એકઠુ થયું તે ચકલાના ચણ માટે આપેલ હતું.


બાપોદર ગામે ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો

(અહેવાલ-ભરત બાપોદરા દ્રારા)
રાણાવાવ તાલુકાના બાપોદર ગામે તાજેતરમાં ગામના યુવા સર્કલ તથા બાપોદર ગામના સરપંચ ભનુભાઇ બાપોદરા, અને ગામના યુવાનો બળદેવ બાપોદરા, પ્રતાપ બાપોદરા, દેવાભાઇ બાપોદરા, ભરત માલદે બાપોદરા તરફથી સમસ્ત ગામનું સામુહિક જમણવાર તથા ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં લોક સાહિત્યના ખેરખા ગણાતા યુવા કલાકાર દેવરાજ ગઢવી, વિજયાબેન ધામેચા, ભનુભાઇ ઓડેદરા, ડાયાભાઇ લાખાણાએ લોક સાહિત્ય લોકગીત અને ભજનોની રસથાળ પીરસીને શ્રોતાઓને મંત્રમૂગ્ધ  કર્યા હતા. બાપોદરના કવિ ભરત બાપોદરાએ લખેલ બાપોદરા મેરની કુળદેવી મા વિહતનો મણીયારો તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચદ મેઘાણીએ લખેલ કરૂણ કથા ઓળીપોની દેવરાજ ગઢવી એવી અજબ રજુઆત કરી હતી કે સાભળનાર તંગ રહી ગયા હતા. ગૌમાતાના લાભાર્થે યોજવામાં આવેલા આ લોકડાયરામાં ૧ લાખ ૯૯ હજાર જેટલો ફાળો એકઠો થયો હતો. તથા પુષ્કળ પ્રમાણમાં નિરણ નોધાણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવા વર્ગે ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

ફટાણા ગામે સંતવાણી યોજાઇ

(અહેવાલ-વિરમભાઇ ઓડેદરા દ્વારા)
પોરબંદર તાલુકાના ફટાણા ગામે તા.રર/૪/૦૧૦ના રોજ વર્તુ નદીના કાંઠે આવેલા જાલેશ્વર મહાદેવ મંદિર અને ચારણીઆઇના મંદિરના લાભાર્થે જાલેશ્વર મંદિર  ખાતે હવન, રામધુન, બટુક ભોજન, તથા રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભજનિક કલાકાર રતીલાલ કાપડી ફટાણાવાળા, અરવદગીરી ગોસ્વામી ભેટકડીવાળા, રેખાબેન ગોસ્વામી ગોરાણાવાળા, સહિતના કલાકારોએ કલા પીરશી શ્રોતાગણને મંત્રમુંગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા જાલેશ્વર વાડી વિસ્તારના યુવા કાર્યકરો તથા ફટાણા ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

કોટડા ગામે બાર પ્રહર પાઠ યોજાયો

(અહેવાલ-રામદેભાઇ કડેગીયા દ્વારા)
કુતિયાણા તાલુકાના કોટડા ગામે તા.રર અને તા.ર૩ના રોજ કોટડા ગામે બારપોરો પાઠ અને રામદેવજી મહારાજની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ નિમીતે સમસ્ત ગામનું સામુહિક ભોજન, તથા રાત્રીના સંતવાણીમાં પરબતભાઇ રાણાવાયા, હરસુખગીરી ગૌસ્વામી, દેવરાજ ગઢવી, સહિતના કલાકારો એ ભજનોની ધુમ મચાવી હતી. મંદિરના ફાળામાં પ્રકાશભાઇ સીદીભાઇ મોઢવાડીયાએ ર૦ હજાર આપેલ હતા તથા અન્ય ગ્રામજનોએ પણ ફાળો આપેલ હતો જયારે ઘટતો ફાળો ગામના યુવા સરપંચશ્રી ભીમભાઇ સીદીભાઇ મોઢવાડીયાએ આપવાની જાહેરાત કરી હતી. આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો તરફ થી ભારે જહેમત ઊઠાવી હતી.

ઘોડાદર રાસ મંડળે ખડીયા ગામે મણીયારાના રમઝટ બોલાવી

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી દ્વારા)
માંગરોળ તાલુકાના ઘોડાદર ગામની રાસ મંડળીએ તા.ર૧/૪/૦૧૦ના રોજ જૂનાગઢ પાસેના ખડીયા ગામે યોજાયેલ શ્રીકન્કેશ્વરીમાની સપ્તાહ પ્રસંગે ભાગ લીધેલ અને તેમાં મણીયારા રાસ, તલવારની પટ્ટાબાજી, જેવા દાવની રજુઆત કરી પેક્ષકોને મંત્રમૂગ્ધ કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ  વન્સમોર વન્સમોરના નાદ અને તાલીઓના તાલથી ખડિયા ગામને ગુજાવી દીધુ હતું

કુણવદર ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી દ્વારા)
પોરબંદર તાલુકાના બરડા વિસતારમાં આવેલા કુણવદર અને મોરાણા ગામની સીમમાં તા.૧૯/૪/૦૧૦ થી તા.ર૬/૪/૦૧૦ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું
જેમા જાણીતા કથાકાર શ્રી રાજેન્દ્ર આર ભટ્ટે વ્યાસપીઠ સ્થાનેથી કથાનું રસપાન કરાવેલ હતું આ પ્રસંગે જુદા જુદા ગામની શ્રીરામ ધુન મંડળ દ્રારા રામ ધુન પણ રાખવામાં આવેલ હતી તથા સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ હતા. આ કાર્યક્રમની સાથે સાથે ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા રાખેલ હતી. આ સપ્તાહનું આયોજન શ્રીનાથા ભગત પ્રેરીત શ્રીચારણીઆઇ રામ ધુન મંડળ દ્રારા કરવામાં આવ્યું હતું.

ચંન્દ્રાવાડા ગામે બાર પ્રહર પાઠ  યોજાયો

(અહેવાલ-દુલાભાઇ કેશવાલા દ્વારા)
 જામનગર જીલ્લાના ચંન્દ્રાવાડા ગામે તા.ર૭/૪ના રોજ બાર પોરો પાઠ યોજાયો હતો જેમાં સાંજે સંતોના સામૈયા તથા બે દિવસ સમસ્ત ગામનું સામુહિક ભોજન તથા રાત્રીના સંતવાણીનો પ્રોગામ પણ રાખેલ હતો. તથા તા.ર૬/૪/ના રોજ વાછરાડાડાના મંદિરે હવન  અને દાડીયારાસ અને રાત્રીના સંતવાણીના કાર્યક્રમ પરબતભાઇ રાણાવાયા, વાસુદેવ કાપડી, હરીગર બાપુએ ભજનોની રમઝટ બોલાવી હતી.

નટવરનગર ગામે શ્રીરામ ધુન યોજાઇ

(અહેવાલ-રાજુભાઇ ભુતિયા દ્વારા)
 પોરબંદર તાલુકાના નટવરનગર ગામે તા.ર૬/૪/ના રોજ નટવરનગર યુવા મિત્ર મંડળ દ્રારા ચોવીસ કલાકની શ્રીરામ ધુન યોજવામાં આવી હતી. જેને સફળ બનાવવા સંજયભાઇ ગોઢાણીયા અને મિત્ર મંડળે ભારે જહમત ઊઠાવી હતી.

કડેગી ગામે બાર પ્રહર પાઠ નિમીતે સંતવાણી યોજાઇ

(અહેવાલ-દેવાભાઇ ઓડેદરા)
કુતિયાણા તાલુકાના કડેગી ગામે સમસ્ત ગામ દ્વારા શ્રીરામદેવપીરનો બાર પ્રહર પાઠ યોજાયો હતો. જેમાં તા.૧૭./૪/૦૧૦ના રોજ કુંભ સ્થાપના તથા સામૈયા કરવામાં આવ્યા હતા. તથા તા.ર૪/૪/૦૧૦ના રોજ સવારે ૧૧ કલાકે શ્રીરામદેવપીરજી મહારાજના સામૈયા કરવામાં આવ્યા હતા. જેમા ગામની પ્રત્યેક બાળાઓ પોતાના ઘરેથી જવેરાના કુંડા ભરેલ મોતીની ઇઢોણી માથે લઇ આ સામૈયા જોડાઇ હતી તથા ગામના બાળકો બહેનો વડિલો અને સમસ્ત ગ્રામજનો નાચ ગાન કરતા વાજતે ગાજતે અબીલ ગુલાલની રેલમ છેલમ બોલાવી ભાવવિભોર બની ગયા હતા અને શ્રીરામદેવપીર મહારાજ ની પધરામણી કરેલ હતી.
કડેગી ગામમાં સતત બે દિવસ સુધી સમસ્ત ગામનું સામુહિક ભોજન રાખેલ હતું તેની સાથે સાથે ગાયોને નિરણ, ગલુ ભોજન પક્ષીઓને ચણ જેવા કાર્યક્રમો પણ રાખેલ હતા તા.ર૪ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં નાગાભગત મૈયારીવાળા અને કિશોર વાઘેલાએ પ્રાચીન ભજનો ની રમઝટ બોલાવી હતી તથા કડેગી ગામના વતની અને હાલ પોરબંદર ની સેન્ટ મેરી સ્કુલ માં ટીચર તરીકે ફરજ બજાવતા શ્રીમતી માલતીબેન લખમણભાઇ જાડેજાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં વ્યસનને તિલાંજલી આપવાનું અને જ્ઞાતિ એકતાની વાતો કરેલ હતી તા.રપ ના લખમણ બારોટ અને સાથી કલાકારોએ ભજનોની ભારે ધુમ મચાવી હતી. આ પ્રસંગે શેરનાથબાપુ જૂનાગઢ, વિજયબાપુ  સતાધાર, રાણાબાપુ તોરણીયા, મુન્નાબાપુ પાજોદ, ઘેલારામબાપુ ખાગેશ્રી, પરબધામથી હમીર ભગત કોઠડી, સહિતના સંતો-મંહતો ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ હતા આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુંખશ્રી રમેશભાઇ ઓડેદરા જૂનાગઢ થી કાળુભાઇ ઓડેદરા સહિતના મહાનુંભાવો પણ ઊપસ્થિત રહયા હતા. આ ઊપરાંત કડેગી ગામના વતની અને હાલ અન્ય વસવાટ કરતા પોતાના ગામનો આ પ્રસંગને માણવા પધારેલ હતા તથા આજુબાજુના ગ્રામજનોએ પણ આ પ્રસંગનો લ્હાવો લીધો હતો.
આ બે દિવસના મહોત્સવમાં આશરે ર૦ હજાર ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમસ્ત ગ્રામજનોના અથાગ પ્રયત્નો થી આ કાર્યક્રમ સફળ થયો હતો.

ગોરસર ગામે શ્રીરામ કથા સંપન્ન

(અહેવાલ-અમારા પ્રતિનિધી દ્વારા)
પોરબંદર માધવપુર હાઇવે રોડ પર આવેલ શ્રી મામા પાગલ આશ્રમમાં તા.૧પ/૪/૦૧૦ થી તા.ર૩/૪/૦૧૦ સુધી શ્રીરામકથાનું આયોજન આશ્રમના સંચાલક શ્રી વણઘાભાઇ લખમણભાઇ પરમાર દ્રારા કરવામાં આવ્યું હતું આ કથાનાં વ્યાસપીઠ સ્થાને આંતર રાષ્ટીય વકતા શ્રીરાજેન્દ્રપ્રસાદ ભટ્ટ વ્યાસપીઠ સ્થાને બીરાજી કથા નું રસપાન કરાવ્યુ હતું જેમાં હજારો ભાવીક ભકતોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથાનો સમય સવારના ૯ થી ૧ર અને બપોરના ૩ થી ૬ સુધી રાખવા આવ્યો હતો. આ દરીમ્યાન રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં તા.૧પમીએ દેવરાજ ગઢવી, જીતુદાદ, કલ્પેશબાપુ, તા.૧૬મીએ શૈલેષમારાજ, કિશોર વાઘેલા, તા.૧૭મીએ રામદાસ ગોડલીયા, પરબતભાઇ રાણાવાયા, તા.૧૮મીએ પરષોત્તમ પરી, તા.૧૯મીએ હરસુખગીરી ગૌસ્વામી, વીજય ગઢવી, તા.ર૦એ જગમાલ બારોટ, નાગાભગત, તા.રરમીએ લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જીવરાજ બાપુ-સતાધાર, રાજેન્દ્રદાસ બાપુ-તોરણીયા, ઇન્દ્રભારતી બાપુ-ઘાટવડ, શેરનાથ બાપુ ભવનાથ, દુલા આતા છત્રાવા, સહિતના સંતો-મંહતોએ ઊપસ્થિત રહી આશિર્વચન પાઠવે હતા.
આ પ્રસંગે વ્યાસપીઠ સ્થાનેથી શ્રીરાજેન્દ્રપ્રસાદ ભટ્ટે ભાવિકોને કથારૂપી અમૃત વાણીથી રસબોળ કર્યા હતા તેમને રામ અને ભરત મિલનના પ્રસંગ તથા હનુમાનજીનો રામ પ્રત્યેનો દાસ ભાવનું ખુંબ જ સરસ રીતે વર્ણન કર્યુ હતું  આયોજનને સફળ બનાવવા વણઘા ભગત તથા ગોરસર અને આસ પાસ ના ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

** કડછ ગામે સંતવાણી યોજાઇ **

પોરબંદર તાલુકાના કડછ ગામે તા.૩/૪/૦૧૦ના રોજ વાછરાડાડાના મંદિરના લાભાર્થે ભવ્ય સંતવાણીનો પ્રોગામ શ્રી કાંધલીઆઇના મંદિરના પટાગણમાં રાખેલ હતો.જેમા બપોર ના ૧ર કલાકે મૂતિ પ્રાણ પ્રતિષ્ઠા, ર.૩૦ કલાકે બિડું હોમી અને સાંજે પ કલાકે ભોજન પ્રસાદ બાદ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર જગમાલ બારોટ, હરેશભાઇ ગઢવી (કચ્છવાળા),શકિતદાન ગઢવી, તથા કડછ ગામના સ્થાનિક કલાકારોએ પ્રાચીન ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.

આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.


** નવાગામ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ **

(અમારા પ્રતિનિધી દ્વારા)
માંગરોળ તાલુકાના નવાગામ-હંટરપુર ગામે કડછા પરીવાર દ્વારા તા.પ/૪/૦૧૦ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ હતું

જેમા વ્યાસપીઠ સ્થાને પ.પ. ભાષ્કરભાઇ જોશી (બામણાસાવાળા) એ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું જેમા તા.-પના દેહશુધ્ધિ, પિતાૃ પૂજન, પોથીયાત્રા, તથા કથા માહત્મ, તા.૬ ના પરિક્ષીત જન્મ શુકદેવજીનું આગમન, તા-૭ના ધ્રુવ ચરિત્ર જડ ભરત ચરીત્ર, તા-૮ના નાૃસિહ પ્રાગટ્ય અને વામન ચરિત્ર, તા-૯ના શ્રીરામ જન્મ અને શ્રીકુષ્ણ જન્મ, તા-૧૦ના ગોવર્ધન લીલા અને કંસ વધ તા-૧૧ના રૂકમણી વિવાહ અને સુદામા ચરીત્ર અને છેલ્લે દિવસે પરીક્ષિત મોક્ષ જેવા ચરીત્ર રજુ કરવામાં આવ્યા હતા. આ કથામાં કોઠડી ગામેથી હમીર ભગત અતિથી વિશેષ પધારીયા હતા કથાનો સમય સવારના ૮.૩૦ થી ૧ર અને બપોરના ૩.૧પ થી ૬.૧પ સુધી રાખવામાં આવ્યો હતો. જે દરિમ્યાન બન્ને ટાઇમ “પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.આયોજનને સફળ બનાવવા આયોજક નેભાભાઇ કડછા, લખમણભાઇકડછા, રાજાભાઇકડછા, દેવદાસભાઇ કડછા, વિરમભાઇ કડછા, નાગાજણભાઇ કડછા, અરભમભાઇ કડછા, ભગતભાઇ કડછા, સહિતના કડછા પરીવાર દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.


** શીંગડા ગામે શ્રીરામ કથા સમપન્ન **

(અમારા પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર તાલુકાના શીંગડા ગામે તા.૧૦/૪/ થી તા.૧ર/૪/ દરિમ્યાન શ્રીરામ કથાનું આયોજન કરેલ હતું

શીંગડા ગામના બાબા રામદેવજી મહારાજ મહા મંદિર દ્વારા આયોજીત આ શ્રીરામ કથા નું રસપાન માલદેભગત મૈયારી વાળા દ્વારા કરવામાં આવ્યુ હતું. કથા સમય સવારે ૯ થી ૧ર અને બપોરના ૩ થી ૬ સુધી રાખવામાં આવેલ હતો.

કથા દરિમ્યાન જૂનાગઢના મંહતશ્રી શેરનાથબાપુ, ભાવપરાના મંહત રાધેશ્યામ બાપુ, મીયાણીના મંહત બ્રહમપુરી બાપુ ખાસ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ


** રાવલ ગામે માલદે ભગતની સપ્તાહનું આયોજન **
જામનગર જીલ્લા ના રાવલ ખાતે ખેમરાડાડાના મંદીરે રાવલ મહેર સમાજ દ્રારા તા.૩/પ થી તા.પ/પ સુધી ત્રણ દિવસીય મૈયારી વાળા માલદે ભગતની શ્રીરામ કથાનું આયોજન કરેલ જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.


** અડવાણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન ** 

અડવાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા.ર૪/૩ના રોજ સંપન્ન થઇ હતી વ્યાસપીઠ સ્થાને પંકજભાઇ જોશીએ કથાનું રસપાન કરાવ્યુ હતું રાત્રીના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમા રોજીવાડા ગામની રાસ મંડળીએ પણ ભારે રમઝટ બોલાવી હતી.


** ફ્રી સરબત વિતરણ કરાયું **
 ભારવાડા ગામે શ્રીરામદેપીરના  મંડપમાં શ્રીનટવરનગર યુવક મંડળ દ્રારા ફ્રી સરબત વિતરણ કરવામા આવેલ હતું.


** ફટાણા ગામે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે **
પોરબબંદરનાં ફટાણા ગામે તા.રર ના રોજ ચારણી આઇના મંદિરે બે દિવસ માટે સંતવાણી તેમજ અખંડ રામધુનનો કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા અરસીભાઇ માલદેભાઇ ઓડેદરાએ તથા રામા માલદે ઓડેદરા અને વિરમભાઇ ઓડેદરા (શિક્ષક) દ્વારા અનુરોધ કરાયો છે. આ તકે સમસ્ત ગામનાં નૈવેદ્ય અને લોકમેળો પણ યોજાશે.

Read Full Post »

Older Posts »