Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મરચું’

સોરઠી મરચું
બાલઠાકરે ઘરડા થઇ ગયા છે. તેમણે હવે ઘરે બેસવું જોઇએ :  શરદ પવાર
પેપરન્યુઝ
પવાર સાહેબ એ વાત તો સમજયા પણ સાથે સાથે તમારી અત્યારની યુવાનીની ઉંમર સાથે દર્શાવી હોત તો જરા માભો પડત. – સમિક્ષકો  


ન જાણતા હો તો જાણવા જેવું
આપણી જ્ઞાતિમાં પ્રથમ સમુહ લગ્ન સોઢાણા ગામે તા.૧૦/૩/૯૭ ના રોજ થયા હતા તે વખતે ૧૧ નવદંપતિઓ એ પ્રભુતામાં પગલા માડયા હતા અને આ સમુહ લગ્નોત્સવનો પ્રથમ વિચાર જેતાભાઇ પુંજાભાઇ કારાવદરાએ કર્યો હતો.


અશોકભાઇ મોઢવાડીયા દ્રારા નવા બ્લોગ વાંચનયાત્રાનો મંગલ પ્રારંભ
(કાર્યાલય પ્રતિનિધી દ્રારા)
જૂનાગઢ ખાતે રહેતા અને વિસાવાડા ગામના વતની અશોકભાઇ મોઢવાડીયા એ તાજેતરમાં જ વાંચનયાત્રા નામનો એક નવો બ્લોગ લોન્ચ કર્યો છે. જેને ભારે સફળતા મળી છે માત્ર એક મહિના માં ૧પ૦૦ જેટલી વખત વાંચક મિત્રો એ આ સાઇટનું નિરક્ષણ કરી ભરપેટ વખાણ કરી અને શુભેચ્છાઓની વર્ષા કરેલ, આ બ્લોગ પર તેમણે અખાના છપ્પા, નીતિશતક, ખલિલ જિબ્રાન ના લેખો, ગાંધીજીના સત્યના પ્રયોગો જેવા લેખો અને ગુજરાતી સાહિત્ય અને તેની રચનાઓ તરતી મુકી છે. આ ઊપરાંત અશોકભાઇ મહેર એકતાની વેબસાઇટના  સંચાલક પણ છે. આ વેબસાઇટને પણ  ભારે સફળતા મળેલ છે. અત્યારે  ત્રણ મહિનાના ટુકા ગાળામા ૬પ૦૦ જેટલી વખત જ્ઞાતિજનોએ આ સાઇટનું નિરક્ષણ કર્યુ છે. વધુ જાણકારી માટે : http://vanchanyatra.wordpress.com


સોઢાણા ગામે સ્વ.જેતાભાઇ કારાવદરા ના સમણાર્થે વિવિધ કાર્યક્રમો યોજાયા
(અમારા પ્રતિનિધી દ્રારા)
પોરબંદર તાલુકાના સોઢાણા ગામે તા.૩૦/૩/ર૦૧૦ ના રોજ સોઢાણા ગામ દ્રારા ગામના આગેવાન અને સેવાના ભેખધારી સ્વ.જેતાભાઇ પુંજાભાઇ કારાવદરા સ્મણાર્થે ચોવીસ કલાક અખંડ રામ ધુન  તથા સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખી હાર્દિક શ્રધ્ધાંજલી આપેલ હતી.
સ્વ.જેતાભાઇને ગામના લોકો પ્રત્યે અત્યંત લાગણી અને માન હતુ.તેઓ યુ.કે રહીને પણ ગામના વિકાસ હંમેશા ચતા કરતા તેઓ ઇ.સ. ૧૯૯૪માં નિવૃત થઇને યુ.કે થી માદરે વતન કાયમી વસવાટ કરવા આવી ગયા હતા તેઓ એ સૌ પ્રથમ સોઢાણા ગામમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરી ૧૧ યુગલોને પરણાવી ને આપણા સમાજને સમુહ લગ્નોત્સવનો ક્રાન્તિકારી વિચાર આપ્યો હતો. તે ઊપરાંત સોઢાણા મેર ભવન નું નિર્માણ કરવુ.
ગામની શાળાઓ નું નિર્માણ કરવુ ગામના મંદિરો નું નિર્માણ કાર્યમાં મહત્વનુ યોગદાન હતું તેમણે ઇ.સ.૧૯૮૮ માં સોઢાણા ગામ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પણ ભવ્ય આયોજન કર્યુ હતું સ્વ.જેતાભાઇ સતત ગામના  વિકાસ માટે  અને જ્ઞાતિ માટે કઇંક કરી છુટવાની ભાવના થી કાર્યરત રહેતા હતા.
તેમની ખોટ આજે પણ સોઢાણા ગામ ને વર્તાય છે. મહેર એકતા અખબાર ગૃપ પણ તેમને એક વર્ષ પૂરૂ થતા હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.


રાવલ ગામે નેત્ર નિદાન અને રકતદાન કેમ્પ યોજાયો
(અમારા પ્રતિનિધી દ્રારા)
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે તા./ર૭/૩/ર૦૧૦ના રોજ શ્રી મહેર સોશયલ ગાૃપ-રાવલ  દ્રારા નેત્રનિદાન કેમ્પ અને બ્લડ કેમ્પનું આયોજન કર્યુ હતું કાર્યક્રમનું ઊદ્ઘાટન ગોરાણા ગામના સંરપચશ્રી લીલાભાઇ મોઢવાડીયાના હસ્તે કરવા માં આવ્યું હતું ત્યાર બાદ નેત્ર નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ૧૯૦ દર્દીઓ આંખનું નિદાન કરાવેલ હતુ અને તેમાથી ૪૩ દર્દીઓ ને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઇ જવામાં આવેલ આ નિદાન કેમ્પમાં  રણછોડદાસ બાપુ ટ્રસ્ટ-રાજકોટ ના ડોકટરોએ પોતાની માનદ્ સેવા આપેલ હતી અને તેનો લાભ ગ્રામજનો લીધો હતો.
 જયારે રકતદાન કેમ્પમાં પ૭ બોટલ રકત એકઠુ થયેલ હતું જે શ્રીરામ બ્લડ બક-પોરબંદરને અર્પણ કરેલ હતું આયોજન ને સફળ બનાવવા શ્રી મહેર સોશયલ ગૃપ-રાવલ  દ્રારા ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.


Advertisements

Read Full Post »

||સુવિચાર||

ઊદાર બનો ઊડાવ ન બનો, સ્વતંત્ર બનો સ્વચ્છંદી ન બનો.
કરકસર કરો કંજુસાઇ નહીં, બળવાન બનો જુલ્મી નહીં.

||જાણવા જેવું||

મહેર જ્ઞાતિમાં સૌથી વધારે શાખા ધરાવતું એક માત્ર ધંધુસર ગામ છે. તે ગામમાં ૩૧ શાખા (અટક) ના મહેર વસવાટ કરે છે.

||સોરઠી મરચું||

બેજવાબદાર ડ્રાઇવીંગ માટે ૧૦ વર્ષની સજાની ભલામણ.   – ન્યુઝ પેપર
પણ ગુન્હેગારો સાબિત થાય તો ને ? એ જ મોટી માથાકુટ છે ને ? ગુન્હાઓ સાબિત થતા નથી એનું શું ?   – સમિક્ષકો

Read Full Post »

||સુવિચાર||

સુંદરતા પામતા પહેલા સુંદર બનો – કલાપિ

||જાણવા જેવું||

મહેર જ્ઞાતિમાં એમ.એસ.સી. (એગ્રી) ડેરીમાં પ્રથમ વખત કરનાર ભાનુભાઇ ખુંટી છે.

||સોરઠી મરચું||

પોરબંદરમાં સ્વાઇન ફ્લુનાં સર્જક ભૂંડને પકડવાની માંગણી…   ન્યુઝ.

આજ સુધી ખેડુતોનાં ઉભા પાકને એ જ ભૂંડ નુકશાન પહોંચાડતું હતું ત્યારે આવી માંગણી કરવી તી ને…   સમીક્ષકો.

                                   ||ગણેશ ચતુર્થી||

દરેક માણસ પોતાના જીવનમાં સુખશાંતિ મેળવવા માટે વિઘ્નહર્તા ગણપતિની ઉપાસના કરતા હોય છે. ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મહેર એકતા પરિવાર પણ સૌ વાંચક મિત્રોને શુભેચ્છા પાઠવે છે.

Read Full Post »

||સુવિચાર||

અશુભ સંસ્કારોને દુર કરી શુભ સંસ્કારોનું વાવેતર કરાવે તેજ સાચો ધર્મ

||જાણવા જેવું||

ઓડેદરા શાખાના મહેર લોકોએ ઓડદર ગામમાં સને:૧૩૮૧ ની સાલમાં વસવાટ  કરેલો. (માહિતી: નાથા વીસા ઓડેદરા-એરડા)

||સોરઠી મરચું||

મુંબઇમાં પંદરમી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ રીમોટ કંટ્રોલથી ફરકાવાયો……. ન્યુઝ પેપર

સારૂં છે રાષ્ટ્રધ્વજ રીમોટ દ્વારા ફરકાવાયો. સલામી પણ રીમોટ દ્વારા દેવાનું શરૂ ન થાય તો સારૂં નહીંતર પછી બાકી રહેશે શું?——સમીક્ષકો

||તંત્રી સ્થાનેથી||

                                               કર્મથી દૂર ભાગવું એ પણ કાયરતા જ છે

                                            યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિભારત

                                          અભ્યુત્થાનમધર્મસ્ય તદ્દાત્માનં સૃજામ્યહમ

આજે દેશની જે હાલત છે એ જોતા એવો વિચાર આવે કે હવે આપણી રક્ષામતી ઇશ્વરનાં હાથમાં છે. ભગવાન કૃષ્ણનાં સમયમાંતો એકજ કંસ સામે લડાઇ હતી આજે તો કંસના ઘણા અવતારો સામે લડાઇ છે. આતંકવાદ,જ્ઞાતિવાદ,પ્રદેશવાદ,ત્રાસવાદ,ભાષાવાદ આ બધાની શાથે ભ્રષ્ટાચારી માનસ તો ખરૂંજ. હવે વિચારો આટલાં બધા દુષ્ટો સામે લડવું અઘરું નહીં અશક્ય ગણાય.

આજનાં નેતાઓ અધિકારીઓ અને આમ સમાજને આજે ચિંતનનો સમય છે કે આજે દેશ આખો વિષમ ત્રીભેટે ઉભો છે. સંસદમાં સરેઆમ લોકશાહી વેચાય છે.રાજ્યમાં નીતીના ધજાગરા ઉડે છે. યત્ર,તત્ર,સર્વત્ર આતંકની ભૂતાવળ છે.

અબજના દેશમાં ક્યાંય સુભાષ કે સરદાર નથી.

ચિંતન અને મંથનની આ ઘડી છે. કેવો સમયકાળ આવ્યો છે? દેશની દશા સારી નથી અને દિશા પણ નથી. દેશ આજે વળાંકે ઉભો છે…ઉભો નથી લથડિયા ખાય છે.

રાજકિય હિત સામે રાષ્ટ્રહિત ગૌણ બની ગયું છે. સિદ્ધાંતો સ્વાર્થ સુધી સીમિત થઇ ગયા છે. નિષ્ઠાનું બાષ્પીભવન થઇ ગયું છે. પ્રમાણિકતાનાં પ્રમણને જાણે કે કોઇ બંધ નથી.

આ એજ ભારતવર્ષ છે જ્યાં પાંચ પાંડવ કૌરવની લાખોની સેનાને નષ્ટ કરી ઇન્દ્રપ્રસ્થનું ભાગ્ય બદલી નાખવાની ક્ષમતા ધરાવતા હતા. આ એજ ભારત છે જ્યાં રાજાઓથી વધુ આદર ઋષિઓને મળતો હતો. બાદશાહથી વધુ માન ફકીરોને અપાતું હતું. સવાલ એટલોજ છે કે, એવા યુગપુરૂષનો આવિર્ભાવ ક્યારે થશે? પ્રજા નિતાંત ઝંખે છે એક યુગપુરૂષને અને હે યોગેશ્વર..ભલા તું કેમ ભૂલે છે, તેં તો હે પરમેશ્વર વચન આપ્યું છે.

                                            યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિભારત | 

                                          અભ્યુત્થાનમધર્મસ્ય તદ્દાત્માનં સૃજામ્યહમ ||

એ દયાવાનનો શંખનાદ અવશ્ય થશે, બસ એજ ચાહના છે. જે ઝંખના છે. અને એ શંખનાદ થશે ત્યારે આ સુવર્ણભોમકાની દશા બદલતા વાર નહીં લાગે. દિશા બદલાતા પળ નહિં થાય.

દેશમાં લોકતંત્રની દ્રોપદીના ચીરનું સરેઆમ વસ્ત્રાહરણ થઇ રહ્યું હતું, એ શરમજનક ઘડીએ ભલે કૃષ્ણાગમન ન થયું પણ કૃષ્ણના જન્મનું નિમિત્ત તો એ પળ જ બની અને એટલે જ કહેવું રહ્યું.. લખવું રહ્યું કે, યુગપુરૂષ આવશે.. યુગપુરૂષ આવી રહ્યા છે.. ધર્મ અને નીતિની હાની જેટલી થવાની હતી તેટલી થઇ ગઇ હવે તો વિધાતા પણ ધીરજ ધરી શકે તેમ નથી. અને એટલે જ હ્રદય હાશકારો આપે છે. અને એટલેજ વિશ્વાસ જાગે છે કે, કૃષ્ણ હવે સમય છે જન્મ લે..

||સમાચાર સાર||

* પોરબંદર ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો :

મહેર સુપ્રિમ કાઉન્સિલની પાંખ મહેર સોશ્યલ ગૃપ પોરબંદર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ, પોરબંદર ઝુંડાળા ખાતે આવેલ મહેર જ્ઞાતિ ભવનનાં સભાખંડમાં મહેર જ્ઞાતિનાં શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે તેજસ્વી એવા ૬૦૪ વિદ્યાર્થી ભાઇ બહેનોનો સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે જ્ઞાતિનાં મહાનુભાવો, વડીલો,આમંત્રીત મહેમાનો તથા વિદ્યાર્થી ભાઇ બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રસંગને દિપાવ્યો.

આ સન્માન સમારોહની શરૂઆત મહેર જ્ઞાતિ સમાજનાં સંત શિરોમણી પૂ.શ્રી માલદેવબાપુની છબી આગળ મહાનુભાવોએ દીપ પ્રગટાવી અને કરી હતી. વિદ્યાર્થી ભાઇ બહેનોને જ્ઞાતિ આગેવાનો અને મહાનુભાવોના હસ્તે શિલ્ડ,મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમનું સફળ સંચાલન દેવાભાઇ ભૂતિયા તથા રામદેવભાઇ મોઢવાડીયાએ અને આભારવિધી પરબતભાઇ ઓડેદરાએ કરેલ………(મહેર એકતા)

* કુછડી શાળાની છાત્રાઓ બાળકોની હરિફાઇમાં ઝળકી :

પોરબંદર તાલુકા કક્ષાની શાળાકીય અને બાળ એથલેટીક્સ સ્પોર્ટસમાં ગ્રામ્ય પંથકની કુછડીની “શ્રીમતિ લીરીબેન ફોગાભાઇ કેશવાલા હાઇસ્કુલ”ની છાત્રાઓ તેમજ છાત્રોએ મેદાન મારતા જુદાજુદા આગેવાનોએ આ બાળકોને બિરદાવ્યા હતા.

બરછીફેંક, ૧૦૦મી. દોડ, ૨૦૦મી. દોડ, ૪૦૦મી. દોડ, વિઘ્નદોડ, ચક્રફેંક, વાંસ કુદ, હથોડાફેંક, ઉંચીકુદ, લાંબીકુદ, બરછીફેંક અને ૧૫૦૦મી. દોડ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ તથા દ્વિતિય ક્રમે આવેલા રમતવીરોને શ્રી ચામુંડા કેળવણી ઉત્કર્ષ મંડળ-કુછડીનાં પ્રમુખ શ્રી સુકાભાઇ કુછડીયા, આચાર્ય શ્રી રમેશભાઇ જોષી, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રીઓ, શાળાનાં શિક્ષકો અને વ્યાયામ શિક્ષક શ્રી અરશીભાઇ કુછડીયાએ બિરદાવ્યા હતા…….(મહેર એકતા)

* જામનગરમાં અદ્યતન હોટેલ ફોર્ચ્યુન પેલેસનો ધમાકેદાર શુભારંભ :

જામનગરની જનતાને નવા નઝરાણા તથા જ્ઞાતિને ગૌરવ સમાન, તા:૧૧-૮-૦૯નાં રોજ દિગ્જામ સર્કલ પાસે આવેલ હોટલ ફોર્ચ્યુન પેલેસનું ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોટલનાં માલિક કેશુભાઇ સવદાસભાઇ ખીસ્તરીયા અને અરશીભાઇ મુળુભાઇ કારાવદરાએ સૌનું સ્વાગત કર્યું. આ પ્રસંગે રાત્રીનાં શ્રી ભીખુદાન ગઢવી તથા અન્ય કલાકારોએ લોકસાહિત્ય તથા ભજનોની સરવાણી વહાવી હતી….(મહેર એકતા)

 

 

Read Full Post »