Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મહેર કન્યા છાત્રાલય’

મહેર વિદ્યાર્થી ગ્રુપ જૂનાગઢ્ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ તા:25-1-2015, રવિવારના રોજ, બપોરે 3-00 કલાકે, મહેર કન્યા છાત્રાલય, ટીંબાવાડી, જૂનાગઢ્ ખાતે, માન.ડો.શ્રી વિરમભાઇ ગોઢાણીયાની ઉપસ્થિતિમાં યોજાશે. સર્વ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા વિનંતી છે.

Advertisements

Read Full Post »

પોરબંદર તાલુકાના કિદરખેડા ગામના વતની અને હાલ જામનગર રહેતા મેરામણભાઇ એભાભાઇ મોઢવાડીયાએ તેઓનાં માતૃશ્રી જીવીબેન એભાભાઇ મોઢવાડીયાના સ્મર્ણાર્થે (કાયમી યાદી માટે) જુનાગઢની મેર કન્યા છાત્રાલયમાં એક રૂમના બાંધકામ માટે. રૂ.પ૧૧૦૦/- એકાવન હજાર એક સો પુરા છાત્રાલય ખાતે આવીને રૂબરૂ આપેલ છે.
મેરામણભાઇના ભાઇ કાનાભાઇ એભાભાઇ મોઢવાડીયા જે અમેરીકા સ્થાયી થયેલા છે. તેઓએ પણ તેમના પિતાશ્રી એભાભાઇના સ્મર્ણાર્થે રૂ.પ૦,૦૦૦ પચાસ હજાર રૂપિયા અને તેમના સુપુત્ર સ્વ.ચંદ્રકાંન્તભાઇ કાનાભાઇ મોઢવાડીયાના સ્મર્ણાર્થે રૂા.પ૦,૦૦૦ પચાસ હજાર રૂપિયા આપેલ જે મળીને કુલ એક લાખ જેવું આ સંસ્થાને અનુદાન આપેલ છે. જે બદલ મેર છાત્રાલયના સૌ વહીવટકર્તાઓ આ પરીવારનો  ખુબ ખુબ આભાર માને છે.
જુનાગઢ ખાતે રહેતા માલદેભાઇ સામતભાઇ ઓડેદરાએ તેઓના સુપુત્ર સ્વ.રણમલભાઇની ર્વાિષક પૂણ્યતિથી નિમીત્તે તા.૯/૧૦/૦૧૦ના રોજ શ્રીમેર કન્યા છાત્રાલયની બાળાઓને મિષ્ટાન ભોજન માટે રૂા.૧પ૦૦૦/- પંદર હજારનું દાન આપી બાળાઓને જમાડેલ છે. જે બદલ મેર છાત્રાલયના સૌ વહીવટકર્તાઓ તેમનો ખુબ ખુબ આભાર માને છે.
નોધઃ-
જુનાગઢ મહેર કન્યા છાત્રાલય માં આપ પણ આપણી જ્ઞાતિની બાળાઓને મિષ્ઠાન ભોજન કરાવી શકો છો. તથા અનુદાન પણ આપી શકો છો. અનુદાન આપનારની યાદી મહેર એકતા અખબારમાં પ્રસિધ્ધ કરાશે. અનુદાન આપનારે નીચેના એડ્રેસ પર કોન્ટેક કરવો.
લી.
મહેર કન્યા છાત્રાલય ટીબાવાડી રોડ જુનાગઢ વહીવટકર્તા
૦૨૮૫-૨૬૭૦૪૯૩

Read Full Post »

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધિ)
જૂનાગઢમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષની ઊજવણી જૂનાગઢના જ્ઞાતિજનોએ ઊત્સાહભેર ઊજવી હતી.
તા.૭/૧૧/૦૧૦ના રોજ સાંજે પ થી ૭ સુધી જુનાગઢના વંથલી રોડ પર આવેલા નવા મેર સમાજમાં સ્નેલ મિલન રાખેલ હતું જેમાં જુનાગઢના મધુરમ, લીરબાઇપરા, શાન્તેશ્વર, ઓઘડનગર, દ્વારકાપુરી વિસ્તાર માં વસવાટ કરતા તથા ધંધુસરના જ્ઞાતિજનો પણ હાજર રહી નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે નવા મેર સમાજમાં સ્નેહ મિલનનું આયોજન થતા સૌ જ્ઞાતિજનો  આ જગ્યાએ વહેલી તકે અહી સારામાં સારૂ જ્ઞાતિ ભવન નિર્માણ થાય તેવી પણ શુભકામના અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયાએ વંથલી ખાતેની જમીનની માહિતી આપેલ હતી.
જયારે ચિત્તલ મંડપ સર્વીસવાળા અરવદભાઇ સોલંકી તરફથી મંડપ સર્વીસની ફ્રી સેવા આપવામાં આવી હતી અને જુનાગઢની દ્વારકાપુરી ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવના સીલીક જમા રકમમાંથી ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી
આ પ્રસંગે જુનાગઢ મેર સમાજના પ્રમુખ કાળુભાઇ ઓડેદરા (પી.આઇ),   મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયા, જુનાગઢ મેર વિદ્યાર્થી ગૃપના કો. ઓર્ડીનેટર રાજુભાઇ ઓડેદરા, મેર સમાજ ડીરેકટરી વિભાગના પ્રમુખ ભીમભાઇ  સુંડાવદરા, રામભાઇ બાપોદરા, આલાભાઇ ઓડેદરા, ભીમભાઇ કારાવદરા પી.આઇ વડોદરા, બચુભાઇ સુત્રેજા-વડોદરા, પોપટભાઇ સુત્રેજા, રામભાઇ જાડેજા, ઋષિભાઇ વિસાણા, રામભાઇ જાડેજા, જીવાભાઇ ઓડેદરા સહિતના જ્ઞાતિ આગેવાનોએ ઊપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા મધુરમ વિસ્તારના યુવાનો રામભાઇ બાપોદરા, લીલાભાઇ પરમાર સહિતનાઓ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »