Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મહેર સંમેલન’

તા: ૬-૩-૨૦૧૧ને બીજને રવિવારના રોજ રાણાવાવ તાલુકાના નેરાણા ગામે શ્રી સોનલધામ આશ્રમ ખાતે સમસ્ત મહેર સમાજના સમુહ લગ્ન અને જ્ઞાતિભોજનનો કાર્યક્રમ યોજાશે. સોનલધામ આશ્રમના આઇશ્રી પુતીઆઇમાં ના આર્શિવાદ શાથે યોજાનાર આ સમુહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિજનોએ આયોજકશ્રીઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

(સંપર્ક માટેના ફોનનંબર ટુંકસમયમાં અહીં પ્રકાશિત કરાશે)

Advertisements

Read Full Post »

ઇઝરાઇલમાં આપણી જ્ઞાતિના ઘણા ભાઇઓ-બહેનો વસવાટ કરે છે. જેમા મોટા ભાગના નેતાનીયા, તેલ અવિવ રોસાઇન, રમોવર, જેરૂસલેમ જેવા શહેરોમાં વસવાટ કરી મુખ્યત્વે વાૃધ્ધોની સાર-સંભાળ તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ વર્ષે તાજેતરમાં જ પ્રથમ વખત અહ વસતા મહેર સમાજનું સ્નેહમિલન યોજાયેલ હતું જેમા આપણી જ્ઞાતિના પરિવારો વાર-તહેવારે એકઠા થઇ પરિચય કેળવે એક બીજાને નજીક આવી મદદરૂપ થાય તે ઊદેશથી આ આયોજન કરવામાં આવેલ છે.આ સ્નેહમિલનમાં સમુહ ભોજન અને ત્યાર બાદ મહેરનો પ્રખ્યાત મણીયારા રાસની રજુઆત પણ કરવામાં આવી હતી. જેને લીધે વિદેશમાં પણ આપણા દેશ જેવો જ માહોલ થયેલ હતો. આ આયોજનને સફળ બનાવવા ગાંગાભાઇ (કોટડાવાળા), મેરૂભાઇ કેશવાલા અને અન્ય આગેવાન મિત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.
——- તસ્વીર-અહેવાલ : અર્જુનભાઇ ચાંડેલા (નેતાનીયા-ઇઝરાઇલ)

Read Full Post »

*** બગવદર ગામે સંગીત સંધ્યા તથા જ્ઞાતિરત્નોનો સન્માન સમારોહ યોજાયા ***

પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના બગવદર ગામે શ્રી મહેર યુવા મંડળ પોરબંદર દ્વારા જ્ઞાતિમાં ઊભરતા અને જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપી ચુકેલા જ્ઞાતિ રત્નોને બિરદાવવા સંગીત સંધ્યાનો વિશિષ્ટ રીતે સન્માનનો કાર્યક્રમ તા.ર૦-૧ર-૦૯ ના રવિવાર સાંજના ૭ કલાકે બગવદર ખાતેના ગ્રામ્ય ભારતી વિદ્યાલયના ગ્રાઊન્ડમાં મહેર સમાજના જ્ઞાતિ અને મહેર સુપ્રિમ કાઊન્સિલ ના પ્રમુખ ડો. વીરમભાઇ ગોઢાણીયાની ખાસ ઊપસ્થિતિમાં અને મહેર સમાજના અગ્રણી આગેવાનોની ઊપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.
મહેર જ્ઞાતિએ પોતાની શુરવીરતા, ખતડલ, નીડરતા અને મહેનતું, દયાવાન તરીકે સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આધુનિક સમયમાં બદલાતા સામાજીક અને રાજકીય પ્રવાહોની સાથે તાલ મીલાવવો જરૂરી છે. ત્યારે મહેર જ્ઞાતિ સમાજ એકત્રિત થઇને સજજ થવું એ આજની તાતી જરૂરીયાત છે. ત્યારે સ્થાનીક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહેર જ્ઞાતિના રત્નોને સન્માનવા અને સંગીત સંધ્યાના યોજાયેલ કાર્યક્રમને મહેર સમાજના જ્ઞાતિ સંત શીરોમણી પુ.માલદેવ બાપુની છબી સમક્ષ ડો.વીરમભાઇ ગોઢાણીયાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.
 આ પ્રસંગે યુ.કે.માં રહીને સમાજ ઊત્કર્ષની ઊમદા પ્રવાૃતિ કરતા જીવાભાઇ રાણાવાયા, હરભમભાઇ કેશવાલા, જેઠાભાઇ ઓડેદરા, મહેર એકતામાં ઔતિહાસિક કથા સાહિત્ય આલેખનાર બખરલાના મહેર સમાજ સેવક એવા રાણાભાઇ કડછા, પોરબંદર જીલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન વિરમભાઇ કારાવદરા, કુતિયાણા તાલુકાના પ્રમુખ રમેશભાઇ ઓડેદરા (રમેશ પટેલ) સહિતના મહેર સમાજના અગ્રણીઓની ઊપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન સમારંભના કાર્યક્રમમાં મહેર યુવા મંડળના પ્રમુખ અશોક જી. ઓડેદરા, ઊપપ્રમુખ ધીરૂભાઇ ઓડેદરા, રમેશભાઇ ઓડેદરા, વિક્રમભાઇ ઓડેદરા, કાળુભાઇ ગોઢાણીયા, સેક્રેટરી મોહનભાઇ મોઢવાડીયા, વગરે એ મહેર સમાજના ભામાશા સમાન અને મહેર સુપ્રિમ કાઊન્સીલના પ્રમુખ ડો.વીરમભાઇ ગોઢાણીયાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જ્ઞાતિજનોનો જુસ્સો બેવડાવવા પ્રાસંગિક પ્રવચનમાં ડો.વીરમભાઇ ગોઢાણીયા મહેર સમાજના યુવાનોને પ્રોત્સાહન બળ પુરૂ પાડતા જણાવેલ કે સમાજના યુવાનો આ રીતે જ્ઞાતિ સમાજના સેવાનું કામ ઊપાડી લે અને જ્ઞાતિ સમાજના ઊમદા કાર્ય કરનાર જ્ઞાતિના વ્યકિતઓને બિરદાવવા માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડે તો મહેર સમાજમાં સુષુપ્ત રહેલ તેજસ્વી પ્રતિભાઓ ઊભરીને બહાર આવી શકે.
શ્રી મહેર યુવા મંડળ પોરબંદર દ્વારા બગવદર ખાતે યોજાયેલ વિશિષ્ટ વ્યકિતના સન્માનીતના કાર્યક્રમમાં જ્ઞાતિના જુદા જુદા ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપના જ્ઞાતિ રત્નોમાં મહેર સમાજના બખરલાના સમાજ સેવક અને ઇતિહાસને ઊજાગર કરનાર મહેર એકતામાં સાહિત્ય અને ઔતિહાસિક કથાઓ લખનાર રાણાભાઇ કડછા, ટી.વી. રેડીયોના ભજનીક કલાકાર અને જગજાહેર ખ્યાતિ પામનાર પ્રાચીન ભજનીક ગાયક મહીયારીના (ઘેડ) ના નગા ભગત, સામાજીક ક્ષેત્રે સેવાઓમાં સર્મિપત થનાર એવા પોરબંદરના શાંતિબેન ઓડેદરા, ભારતભરમાં સાયકલ લઇને છ વખત ભ્રમણ કરનાર ઇશ્વરીયા ગામના પરબતભાઇ મોઢવાડીયા, લોકગાયક જીત કેશવાલા, ક્રિકેટર જયેશભાઇ ઓડેદરા, સહિતના પ્રતિભાશાળી વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જયારે જયેશભાઇ ઓડેદરાને ભારતભરના એરપોર્ટ તરફથી મુંબઇ ખાતે રમાનાર ક્રિકેટ મેચમાં સિલેકટ થતાં આ લખાય છે ત્યારે મુંબઇ ક્રિકેટ મેચ રમવા ટ્રેનમાં જઇ રહયા છે. જયારે મહેર સમાજની ફટાણા ગામની યુવા મહિલા ક્રિકેટર સુધાબેન રણમલજીભાઇ ઓડેદરા, તેમજ આશાબેન સાજણભાઇ વદર કે તા.ર૦-૧ર નાં રોજ આંતર રાજય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કેરાલા ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ હોય મેચ રમવા ગયેલ હોય, જેઓ હાલ કેરાલા, કાલીકટ ખાતે ક્રિકેટ મેચ રમતા હોય તેથી તેઓનું સન્માન આ સમારંભમાં થઇ શકેલ નથી.
આ પ્રસંગે મહેર યુવા મંડળના પ્રમુખ અશોકજી ઓડેદરા તથા ઊપપ્રમુખ કાળુભાઇ ગોઢાણીયા એ મહેર સમાજને સંદેશો પાઠવતા જણાવેલ કે સમાજમાં શિક્ષણને પ્રથમ પ્રાયોરીટી આપીને શિક્ષણ થકી ઊત્તમ સમાજનું સૌ સાથે મળીને નિર્માણ કરીએ. સમાજના ઊત્કર્ષ માટે શિક્ષણ અનિવાર્ય હોવાનું જણાવેલ. આ માટે મહેર યુવા મંડળ સતત પ્રવૃતિમય રહેશે તેવી ખાત્રી આપી હતી. હૃદય અને મનને શાંત પ્રફુલિત રાખવાનું એક સુમધુર સાધન એટલે સંગીત. ત્યારે આ બગવદર ખાતે યોજાયેલા મહેર સમાજના પ્રતિભાશાળી વ્યકિતઓના સન્માન સમારંભની સાથે આનંદ પ્રમોદ મળે તેવા હેતુ સાથે રાખેલા સંગીત સંધ્યામાં ગુજરાતના સુપ્રસિધ્ધ મ્યુઝીકલ ગૃપ “સાઊન્ડ ટ્રેક” તેમના ખ્યાતનામ કલાકારોના કાફલા સાથે ઊપસ્થીત જનમેદનીનું હિન્દી ગુજરાતી ગીત સંગીત સાથે અવનવા ડાંન્સ રજુ કરીને સૌને ડોલાવ્યા હતાં.

Read Full Post »

ધંધુસર ગામે વિદ્યાર્થી દિક્ષાંત સમારોહ, રકતતુલા, રકતદાન કેમ્પ, જ્ઞાતિ રત્નોનું સન્માન, વિવિધ કાર્યક્રમો યોજાયા

જુનાગઢના ધંધુસર ગામે ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની રકતતુલા, રકતદાન કેમ્પ, ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ અને જ્ઞાતિરત્નોનો સન્માન સમારોહ, સમસ્ત ગામનું ભોજન સમારંભ, કડછ ગામની શ્રી કાંધલી કૃપા રાસ મંડળ દ્વારા મણીયારો રાસ, તલવાર અને લાઠીની પટ્ટાબાજી તેમજ ઇઝરાલય વસતા ધંધુસર ગામના યુવાનોના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓનો સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જુનાગઢની બાજુમાં આવેલા અને વંથલી તાલુકાના ધંધુસર ગામે તા.૧-૧૧-૦૯ નાં રોજ પ્રતિ વર્ષની જેમ શ્રી દાતાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સવારે ૯ કલાકે હાઇસ્કુલ ખાતે ગામના ઊપસરપંચ શ્રી ભીમાભાઇ ચાંડેલા તથા શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટ બ્લડ બેંકના દિનેશભાઇ સહિતના ગામના આગેવાનોના હસ્તે દિપ પ્રાગટય કરી રકતદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં જામનગર, રાજકોટની શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટ બ્લડ બેંકના સ્ટાફે ખડેપગે રહીને ર૦૦ બોટલ જેટલું રકત એકઠું કરવામાં આવ્યુ હતું. અત્રે વાંચક મિત્રોને યાદ અપાવી એ કે ધંધુસર ગામે દર વર્ષે રકતદાન કેમ્પ થાય છે. ત્યારે ગામ લોકો રકત આપી રકતનું દાન કરી “માનવ સેવા એજ પ્રભુ સેવા” રકતદાન મહાદાનના સુત્રને સાર્થક કર્યુ છે. મહેર એકતાની ટીમે એક રકતદાતાને પુછેલ પ્રશ્નનાં જવાબમાં રકતદાતાએ જણાવેલ કે મારૂ લોહી એક ગરીબ દર્દીને કે થેલેસેમીયાના દર્દીને કામ આવશે તેનો મને ખુબ જ આનંદ છે. ખરેખર આ ગામના રકતદાતાઓ અભિનંદનને પાત્ર છે. બપોરના સમસ્ત ધંધુસર ગામનું સામુહીક ભોજન પણ રાખવામાં આવ્યુ હતું.

Rakttula 01

ગ્રામજનો

બપોરના ૩ કલાકે વિધિવત કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, ભાયાભાઇ રાતીયા તથા ઊપસ્થિત જ્ઞાતિ અગ્રણીના હસ્તે દિપ પ્રાગટય કરી ગામની બાળાઓ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
મહેમાનોનું શબ્દોથી સ્વાગત દાતાર એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયા દ્વારા કરી બીજા રાઊન્ડના કાર્યક્રમનો દોર આગળ ધપાવ્યો હતો. જેમા શ્રી રામપુરી ગોસ્વામીએ દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટનો પરિચય અને સંસ્થાની કામગીરી અંગેની માહિતી હતી. જયારે પ્રાસંગીક પ્રવચનમાં દાતાર ગૃપના સેક્રેટરીશ્રી અર્જુનભાઇ મુળીયાશીયાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં રકતનું મૂલ્ય, રકતનો ઊપયોગ તથા નબળા વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શિક્ષણ પુરૂ પાડવું તથા હરીફાઇના યુગમાં શિક્ષણની આવશ્યકતા પર ભાર મુકયો હતો. ત્યારબાદ ઘેડ પંથકના કડછ ગામની કાંધલી કૃપા રાસ મંડળીએ ઓરીજનલ મહેર પોશાકમાં મણીયારો રાસ રજુ કરી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. ત્યારબાદ ધંધુસર ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ કે.જી.થી લઇને ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તથા ઊચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેર જ્ઞાતિના વિવિધ રત્નો કે જેના દ્વારા વિવિધ શૈક્ષણિક, આર્થિક, સામાજીક, આરોગ્ય વિષયક સેવાકીય પ્રવૃતિ થતી રહે છે તેવા અગ્રણીઓનું શાલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઇ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખાસ જરૂરી છે. શિક્ષણ વગર જીવન આંધળું છે. આપણી જ્ઞાતિમાં શકિત છે, ઊર્જા છે, પરંતુ તેને જો સારા રસ્તે વાળવામાં આવે તો સોનામાં સુગંધ ભળે. આપણી જ્ઞાતિ પ્રથમ નંબરે છે. કારણ કે હું રાજકોટ ખાતે સ્વાધ્યાયના એક કાર્યક્રમમાં ગયો હતો ત્યારે વિશ્વ વિભુતી કહી શકાય એ પાંડુરંગદાદાએ મેર જ્ઞાતિએ સર્વશ્રેષ્ઠ છે એમ કહેલ. તેથી આપણી જ્ઞાતિમાં એ જાગૃત થઇ વિકાસના કામે લાગી જઇએ તેમ અંતે જણાવ્યુ હતું.
આ પ્રસંગે રામદેભાઇ મોઢવાડીયાએ ઊપસ્થિત જનમેદનીને શિક્ષણ પણ ભાર મુકતા જણાવ્યુ હતું કે આપણી જ્ઞાતિમાં હવે ભુખ રહી છે. કારણકે આપણા બરડા અને ઘેડ વિસ્તારમાં વાલીઓ પોતાના બાળકને ખેત મજુરી કરીને પણ બહોળી સંખ્યામાં ભણાવે છે. તે આનંદ અને ગૌરવની વાત છે. જુનાગઢ એ સૌરાષ્ટ્રનું શિક્ષણનું પીઠુ બનતુ જાય છે. સારી સ્કુલો જુનાગઢની અંદર ઊભી થઇ છે. તેનો આપણે લાભ લઇ જ્ઞાતિનું નામ રોશન કરીએ. રક્તતુલા: અર્જુનભાઇ મોઢવાડીયાત્યારબાદ અર્જુનભાઇ મોઢવાડીયાની રકતતુલા કરી જામનગર, રાજકોટની શિરડી સત્ય સાંઇ ટ્રસ્ટને રકત અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડછ ગામની રાસ મંડળીએ ઢાલ તલવારનો રાસ રજુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ ઊપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, હું પણ દર ત્રણ મહીને રકતદાન કરૂ છું અને દરેક લોકોએ રકતદાન કરવું જોઇએ. કારણકે આપણા રાજયમાં રકતદાનની ખોટ આવે છે. મૃત્યુ પછી ચક્ષુદાનની પણ આવશ્યકતા તેણે દર્શાવી હતી. તેણે મહેર દાંડીયારાસની પ્રશંસા કરતા જણાવ્યુ હતું કે હવે તો રાજયકક્ષાએ પ૦ જેટલી ટીમો ભાગ લેવા જતી હોય તેમાંથી રપ જેટલી ટીમો તો આપણો રાસ રમે છે. પછી તે અમરેલીની હોય કે રાજકોટ ગુરૂકુળની હોય. કારણકે તેને ગ્રહણ કરવા જેવું આજ લાગ્યું. તેણે રાણાભાઇ સીડાની ટીમ આર્જેન્ટીનામાં ગઇ તેને યાદ કરી આનંદ વ્યકત કર્યો હતો. આપણો સમાજ ગુણપુજક બને તેવું આહવાન પણ કર્યુ હતું અને વ્યસન મુકત આપણો સમાજ બને તે માટે પ્રયાસ કરવાની તાતી જરૂરીયાત છે. આજુબાજુના ગામ પાસેથી જો આપણે પ્રેરણા લઇએ તો આ ધંધુસર ગામ મોડેલ ગામ બને તેમાં શંકાને સ્થાન નથી તેમ અંતે જણાવ્યુ હતું.

Rakttula 04 sanman

વિદ્યાર્થી ગૃપનું સન્માન

આ કાર્યક્રમમાં દાતાર એજયુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયાએ મહેર વિદ્યાર્થી ગૃપ-જુનાગઢના કો.ઓર્ડીનેટર રાજુભાઇ ઓડેદરા, ઊપપ્રમુખ, સેક્રેટરી અને સહમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કરેલ. ત્યારબાદ મહેર રાસ મંડળ-કડછ દ્વારા તલવારની પટ્ટાબાજી રજુ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.  કાર્યક્રમના અંતે આભારવિધિ ધીરૂભાઇ દાસાએ કરેલ જેમાં તેણે સર્વે જ્ઞાતિજનો, આગેવાનો, મહેમાનો, વિદ્યાર્થીઓનો હૃદયપુર્વક આભાર માનેલ હતો. તથા કાર્યક્રમનું સુંદર સંચાલન બહાઊદીન કોલેજના પ્રો.શ્રી મનીષભાઇ જાનીએ કર્યુ હતું. આ તબકકે આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા બદલ શ્રી દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયાએ સર્વે જ્ઞાતિજનો તથા બહારગામના સર્વે લોકોનો મહેર એકતા અખબારના માધ્યમ દ્વારા આભાર માને છે.

Rakttula 03 Dandiya

મહેર જવાંમર્દોનો ઢાલ-તલવાર રાસ

 આ કાર્યક્રમમાં લીલાભાઇ ખુંટી, મહેર સુપ્રીમ કાઊન્સીલના ચાવડાભાઇ તથા સભ્યો, રામસગભાઇ સુંડાવદરા, બચુભાઇ આંત્રોલિયા, તારાબેન ખુંટી, ભુરીમાં પરમાર, લીલાભાઇ કડછા-રાજકોટ, ડો. ભટ્ટ સાહેબ (શીરડી સાંઇ યુવક મંડળ ટ્રસ્ટ બ્લડ બેંક), રામદેભાઇ મોઢવાડીયા, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા, કેળવણીકાર કિશોરભાઇ હદવાણી,  માનવતા પરીવાર ટ્રસ્ટના સભ્યો, માલદેબાપા મૈયારીવાળા, સવદાસભાઇ પરમાર, મેણંદભાઇ મુળીયાશીયા કેમેરામેન, સ્વ.અનીલાબેન વિજયદાસજી વિદ્યા મંદિરના પ્રિન્સીપાલ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક આગેવાનો, ઊપસરપંચશ્રી ભીમાભાઇ ચાંડેલા, કાળાભાઇ સધલ, મોહનભાઇ વાઘ, રામભાઇ દીવરાણીયા, માલદેભાઇ સિંધલ, લખમણભાઇ દીવરાણીયા, રામદેભાઇ વદર, ભીમભાઇ દીવરાણીયા, નાગાભાઇ થાપલીયા, ઊકાબાપા, નાથાભગત, હાજાભાઇ પી. સુત્રેજા, મેણંદભાઇ દીવરાણીયા, માંગાભાઇ દીવરાણીયા, કોઠડી ગામના સરપંચ રામદેભાઇ મુળીયાશીયા, ચુડવાના સરપંચ, ખડીયા ગામના સરપંચ સહીતના આગેવાનો ઊપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી અર્જુનભાઇ દિવરાણીયા, ઊપપ્રમુખશ્રી રામભાઇ સધલ,  સેક્રેટરીશ્રી અર્જુનભાઇ મુળીયાશીયા, સહમંત્રીશ્રી ધીરૂભાઇ દાસા, મેરૂભાઇ કાનાભાઇ, ભુપતભાઇ સુત્રેજા, જાદવભાઇ ચાંડેલા, લખુભાઇ દિવરાણીયા, ભરતભાઇ ભીમાભાઇ ચાંડેલા, સુરેશભાઇ દિવરાણીયા, ભીમાભાઇ ચાંડેલા, શ્રી નાથાભાઇ મુળીયાશીયા, દેવાભાઇ ચાંડેલા, દેવાભાઇ વદર, દેવાભાઇ વીરમભાઇ, ધીરૂભાઇ દેવાભાઇ દિવરાણીયા (જય વચ્છરાજ મોટર રીવાઇન્ડગ, ધંધુસર) ધીરૂભાઇ ગોરેજીયા, રામા આતા, રામદેભાઇ ચાંડેલા, રામપુરી ગોસ્વામી, જેતાભાઇ મુળીયાશીયા, જેતાભાઇ દીવરાણીયા ઊકાભાઇ મુળીયાશીયા, માલદેભાઇ ભાયાભાઇ, લખાભાઇ ઓડેદરા, માલદેભાઇ ઓડેદરા, ઓઘાભાઇ ચનાભાઇ, ભરતભાઇ ચીનુભાઇ, દેવાભાઇ દીવરાણીયા, ભીમભાઇ દીવરાણીયા તથા ટ્રસ્ટના સર્વે સભ્યો, કાર્યકરો અને સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ધંધુસર ગામે મહેર જ્ઞાતિના સન્માનિત થયેલા જ્ઞાતિરત્નો અને તેમની કામગીરી…..
૧)  શ્રી ભાયાભાઇ એમ. રાતીયા– જુનાગઢ (જ્ઞાતી અગ્રણી) શિક્ષણશાસ્ત્રી, ભવનાથ અને મહેર કન્યા છાત્રાલયના પાયના પથ્થર.
ર)  શ્રી કરશનભાઇ સુત્રેજા – રાજકોટ (સેવાભાવી) રાજકોટ સ્થિત હોસ્પીટલમાં મહેર જ્ઞાતિના દર્દીઓને રોજ ટીફીન આપવાની સેવાકીય પ્રવાૃતિ.
૩)  શ્રી મહેર કન્યા છાત્રાલય-જુનાગઢ. જુનાગઢ ખાતે મહેર જ્ઞાતિની બાળાઓ માટેની ઊચ્ચર શિક્ષણ સંસ્થા છે. તે બદલ સંસ્થાના પ્રતિનિધિ શ્રી રામસગભાઇ સુંડાવદરાને સન્માનીત કરવામાં આવ્યા.
૪)  શ્રી સુકાભાઇ રામભાઇ આંત્રોલીયા– માણાવદર (જ્ઞાતિ અગ્રણી) ભવનાથ સ્થિત મહેર સમાજ ખાતે ભજન, ભોજનની સેવા પુરી પાડવા બદલ.
પ)  શ્રી ભીમાભાઇ કેશવાલા-રાજકોટ, હોસ્પીટલને લગતી અવીરત સેવા તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ.
૬)  શ્રી મહેર માનવતા પરીવાર ટ્રસ્ટ-પોરબંદર, હોસ્પીટલોમાં દર્દીઓને સેવા પુરી પાડવા બદલ.
૭)  શ્રી માંડણભાઇ ઓડેદરા-રાજકોટ (જ્ઞાતિ અગ્રણી), રાજકોટ યુનિ. ખાતે મહેર વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે અવીરત સેવા અને માર્ગદર્શન પુરૂ પાડવા બદલ.
૮)  શ્રી વણઘાભાઇ ગાંગાભાઇ પરમાર-ગોરસર ખાતે મામા પાગલ આશ્રમના સંચાલક તથા પાગલ વ્યકિતઓની અવીરત સેવા કરવા બદલ.
૯)  શ્રી જેતાભાઇ ઊકાભાઇ સુત્રેજા-ધંધુસર (જ્ઞાતિ અગ્રણી), ધંધુસર ખાતે ગરીબ વિદ્યાર્થીઓને ઊચ્ચ શિક્ષણ માટે ર્આિથક સેવા પુરી પાડવા બદલ.
૧૦)  શ્રી રમેશભાઇ પટેલ-કુતિયાણા (તાલુકા પંચાયત પ્રમુખ), દાતાર એજયુ.એન્ડ ચેરી. ટ્રસ્ટના રાહદારી અને કુતિયાણા તથા આજુબાજુના ઘેડ પંથકના મહેર ગામોમાં શિક્ષણનો પ્રચાર કરવા બદલ.
૧૧)  શ્રી રાજુભાઇ ઓડેદરા-જુનાગઢ (મહેર વિદ્યાર્થી ગાૃપ, કો.ઓ.) જુનાગઢ મહેર વિદ્યાર્થી ગૃપના સ્થાપક તથા દર વર્ષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સન્માનીત કરવા બદલ.
૧ર)  શ્રી રામભાઇ કડછા-જુનાગઢ (તંત્રીશ્રી, “મહેર એકતા”) મહેર જ્ઞાતિની તમામ ખબરો ગામડે-ગામડે તથા દેશ-વિદેશમાં પહાચાડવા તથા જ્ઞાતિ વિકાસના કાર્યો કરવા બદલ.
૧૩) શ્રી રમેશભાઇ ચાવડા-ધંધુસર, ગામમાં રોશની તથા ઇલેકટ્રીકને લગતી સેવા પુરી પાડવા બદલ
૧૪) શ્રી પરબતભાઇ દિવરાણીયા-ધંધુસર, સ્મશાનમાં વૃક્ષ ઊછેર તથા આવેલા ડાઘુઓને પાણી પાવાની સેવા આપવા બદલ.

Read Full Post »

વિસાવાડા ગામે તેજસ્વી વિદ્યાર્થીઓને વતનપ્રેમીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા

                    પોરબંદર તાલુકાનાં વિસાવાડા ગામના મુળ વતની અને હાલ વિદેશ વસવાટ કરતા જ્ઞાતિજનો દ્વારા તાજેતરમાંજ પોતાનાં માદરે વતનમાં જુદાજુદા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રોત્સાહિત રકમ આપી બિરદાવવામાં આવ્યા હતા.

                    શ્રી વિસાવાડા વિદ્યોતેજક ફંડ સમિતિનાં નેજા હેઠળ,   ધો-૧૦,૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા અને પ્રથમ વર્ગ કે ડીસ્ટીંક્શન લાવનાર, બધાજ વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ.૫૦૦ અને ૧૦૦૦ નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. આ શાથે જ  ઉચ્ચ માધ્યમિક શાળા (સરકારી) વિસાવાડામાં, ધો-૧૧ અને ૧૨ નાં આર્ટસ અને કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામુલ્યે પુસ્તકો આપવામાં આવ્યા હતા. …(મહેર એકતા) 

રાજસ્થાનમાં ભવ્ય મહેર સંમેલન યોજાયું

 

 

મણિયારો રાસ

મણિયારો રાસ

આપણી મહેર જ્ઞાતિ મુખ્યત્વે પોરબંદર જીલ્લામાં વસવાટ કરે છે. તે પછી ક્રમશઃ દેશ-વિદેશનાં સીમાડા વટાવી ચુકી છે ત્યારે આપણે બારોટનાં ચોપડેથી ઘણી વાર સાંભળવા મળતું હોય છે કે, આપણે રાજસ્થાનમાંથી આવેલા છે. અને આજે પણ રાજસ્થાનમાં મહેર નામની એક જાતિ વસવાટ કરે છે.  રાજસ્થાનમાં વસવાટ કરતા મહેર ભાઇઓએ ગણેશ ઉત્સવ નિમિત્તે મહેર મહાસંમેલનનું આયોજન કરેલ. આ કાર્યક્ર્મમાં કુતિયાણા,પોરબંદર,રાણાવાવ અને જુનાગઢનાં જ્ઞાતિ આગેવાનોને ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું. રાજસ્થાન ખાતે યોજાયેલ આ બાર દિવસીય શ્રી ગણેશ મહોત્સવ તથા મહેર સંમેલનમાં તા:૨૩ ને રવિવારનાં ગણપતિ સ્થાપનાં, તથા અન્ય દિવસોમાં ભજન સંધ્યા, સર્વધર્મ સદભાવના કાર્યક્રમ, રાજસ્થાનનાં લોકનૃત્યો રામરસિયા તથા પદદગલ, તેમજ છાંયાની રાણાભાઇ સીડાની પ્રસિધ્ધ મહેર રાસ મંડળીના મણિયારા રાસનું આયોજન થયેલ. તા: ૩ નાં રોજ મહેર સંમેલન તથા ગણેશ વિસર્જન શાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતી થયેલ.  આ ઉત્સવ રાજસ્થાનનાં કરૌલી જિલ્લાનાં નાદૌતી તાલુકાનાં સોપ ગામે શ્રી મીનેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં યોજાયેલ.

 

આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક રમેશચંદ્ર મીણા તથા મીણેશ્વર ગણેશ મહોત્સવ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. ……(મહેર એકતા)

પાર્થ એકેડેમી જૂનાગઢ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઇ

જુનાગઢ નજીક વાડલા ફાટક પાસે આવેલ પાર્થ એકેડેમી ખાતે શ્રી ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સવાર સાંજ આરતી,પૂજન તથા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થી બાળકોમાં નાનપણથીજ અભ્યાસની શાથે શાથે સાંસ્કૃતિક તહેવારો પ્રત્યે ઉત્સાહ જાગે તેવા શુભ આશયથી દર વર્ષે આ આયોજન કરાય છે. ..(મહેર એકતા)

શીશલી ગામે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તથા રક્તદાન કેમ્પ યોજાયો

 

કરણાઆતા

કરણાઆતા

પોરબંદરનાં શીશલી ગામે તા:૧૯/૮/૦૯ નાં રોજ ગામનાં અગ્રણી દાનવીર સ્વ.શ્રી કરણાભાઇ પરબતભાઇ મોઢવાડીયાની પુણ્યતિથીએ તેમનાં પરિવાર દ્વારા ખોડિયાર માતજી મંદિરનાં સંકુલમાં શ્રી કરણાઆતાની મૂર્તિ પ્રતિષ્ઠા અને રક્તદાન કેમ્પ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગામનાં આગેવાન મહાનુભાવો અને ગ્રામજનો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

 રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લઇ અને ૧૨૮ બોટલ રક્ત એકઠું કરી આશા ચિલ્ડ્રન હોસ્પીટલને આ રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કરણાઆતાનાં પરિવાર તથા ગ્રામજનો અને કેટલીયે સેવાભાવી સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ……(મહેર એકતા)

હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન

કેશોદમાં રહેતા ઓડેદરા પરિવાર દ્વારા ગંગા નદીના તટ પર, રામધામ ગંગેશ્વર ધામ, આર્ય નિવાસ સામે, અખાડા રોડ,  હરિદ્વાર, ઉતરાંચલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું, તા:૧૨/૯/૦૯ થી ૧૮/૯/૦૯ સુધી, આયોજન કરેલ છે.

જેમાં વ્યાસપીઠ પર વિનુભાઇ વ્યાસ બીરાજી કથાનું રસપાન કરાવશે. આ ભાગવતરૂપી જ્ઞાનગંગાનો તથા ગોમતી ગંગાના સ્નાનનો લાભ લેવા સર્વને ભાવભર્યું નિમંત્રણ છે.

આયોજકો: ભુરાભાઇ વિક્રમભાઇ ઓડેદરા, નાગાજણભાઇ સવદાસભાઇ ઓડેદરા, લીલાભાઇ અભુભાઇ ઓડેદરા – કેશોદ

એભાભાઇ ગાંગાભાઇ ઓડેદરા – (એલ.સી.બી.) પોરબંદર. ……(મહેર એકતા)

મેર કન્યા છાત્રાલય-જુનાગઢ ને મળેલ ભેટ

પોરબંદર તાલુકાનાં કડછ ગામનાં રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા સ્વ.સામતભાઇ મેરખીભાઇ કડછાનું અવસાન થતાં તેમનાં સ્મરણાર્થે તેમનાં ધર્મપત્નિ ગં.સ્વ. માલીબેન તથા તેમના સુપુત્ર ધવલકુમારે શ્રી સમસ્ત મહેર સમાજ જુનાગઢ સંચાલિત શ્રી મેર કન્યા છાત્રાલયમાં એક રૂમ બનાવવા માટે રૂ. ૫૧,૦૦૦ નું દાન આપી અનુકરણીય પગલું ભરેલ છે જે દાન સ્વીકારી સમાજે તેમનો આભાર વ્યક્ત કરેલ છે. ….(મહેર એકતા)

પપૈયામાં શંખ અને ગણેશજીનાં દર્શન

papaiya Shankhજુનાગઢનાં વંથલી તાલુકાનાં ધંધુસર ગામે રહેતા જીવાભાઇ થાપલીયાની વાડીમાં પપૈયાનાં વૃક્ષમાં શંખ આકારનું પપૈયું આવ્યું હતું. જેને જોવા માટે ગ્રામજનો એકત્ર થયા હતા અને અનેરી ધાર્મિકતા દર્શાવી હતી.

papaiya ganeshપોરબંદરના ભારવાડા ગામે હાથીયાભાઇ ઓડેદરાની વાડીમાં પપૈયાનાં એક વૃક્ષમાં ત્રણ પપૈયા ગણેશજી આકારનાં દેખાતા હોવાથી આ ત્રણેય પપૈયાને હાથીયાભાઇએ સુદામા મંદિરમાં લોકદર્શનાર્થે મુક્યા હતા. ….(મહેર એકતા)

 

 

Read Full Post »