Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મહેર’

આમંત્રણ

image

Advertisements

Read Full Post »

Read Full Post »

મહેર એકતા અખબાર પરીવાર તરફથી આપ સૌ જ્ઞાતિજનોને

નવલા નૂતન વર્ષાભિનંદન તથા દિપાવલીની હાર્દિક શુભકામના

આવનારૂ વર્ષ સર્વે જ્ઞાતિજનો માટે સુખદાયી, લાભદાયી, મંગલમય  રહે અને આપણા સમાજમાં  એકતા, ભાઈચારો, શાંન્તિ, સંપત્તિ, શિક્ષણક્ષેત્રે પ્રગતિ અને સર્વાગી વિકાસ થાય તેવી પ્રભુ પાસે મંગલમય પ્રાર્થના.

Read Full Post »

જામનગર જીલ્લાના જોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દેવાભાઈ ભીમાભાઈ પરમારની તાજેતરમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેથી સમસ્ત જામનગર જીલ્લામાં મહેર જ્ઞાતિમાં આનંદની લાગણી ફેલયા છે. કારણકે માત્ર એક જ મહેર વ્યકિત પંચાયતની ચુંટણીમાં લડત આપી હતી અને તે પણ બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયા છે તે ગૌરવની વાત છે. આમ તો દેવાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ચુટાતા આવે છે અને ૭ વર્ષ સુધી કારોબારીના અધ્યક્ષ તરીકે પણ સવા આપી અને છેલ્લા ૩ વર્ષથી ઉપપ્રમુખ તરીકે રહી અને હવે પ્રમુખ તરીકે ચુંટાતા મહેર એકતા અખબાર તથા રાણાવાવથી અરભમભાઈ કેશવાલા તેમને અભિનંદન પાઠવે છે.

મહેર જ્ઞાતિના વધારે સમાચાર તથા રોજે રોજના તાજા સમાચાર મેળવવા માટે આપનું ઈમેઈલ એડ્રેસ
maher.ekta@gmail.com પર મોકલો.

Read Full Post »

કડછ ગામ સમસ્ત આયોજીત
શ્રી રામદેવપીર મંડપ મહોત્સવ
સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, કડછ ગામે શ્રી કાંધલી માતાજીના સાનિધ્યમાં સનાતન ધર્મના નેજાધારી શ્રીરામદેવજી મહારાજની અસીમ કૃપાથી કડછ ગામની પવિત્ર ભૂમિ પર શ્રી રામદેવજી મહારાજના મંડપનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો તરફથી કરવામાં આવેલ તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા, ભકતો, ગતગંગા અને ભાઈઓ-બહેનોને અમારૂ ભાવભર્યુ સ્નેહ નિમંત્રણ છે.
* સંતવાણી *
તા.ર૮/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીલખમણ બારોટ અને પરષોત્તમ પરી,
તા.ર૯/પ/ર૦૧૧ના રોજ રાત્રે ૯ઃ૦૦ કલાકે
શ્રીનાગા ભગત મૈયારી વાળા, કિશોરભાઈ વાઘેલા, શ્રીપુંજાભાઈ પાતા વાળા,મંડપ ખડો થવાનું મૂહુર્ત
તા.ર૯/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
મંડપની પૂર્ણાહુતિ
તા.૩૦/પ/ર૦૧૧
સવારે ૭.૩૦ કલાકે
ખાસ વિનંતીઃ-(૧)આ ર્ધાિમક પ્રસંગોમાં સૌ ભાઈઓ બહેનોને પધારવા અમારૂ ભાવભર્યું નિમંત્રણ છે. (ર) તા.રર/પ/ર૦૧૧ થી તા.૩૦/પ/ર૦૧૧ સુધી મહાપ્રસાદ અવિરત ચાલુ રહેશે જેનો લાભ લેવા નમ્ર વિનંતી. (૩) મંડપ ખડો થયા બાદ દરેક ધર્મપ્રેમીઓએ પ્રસાદ લઈને જવા વિંનતી (૪) મંડપ ખડો થયા બાદ શ્રીફળનો ઘા ન કરવા વિનંતી, મંડપની સ્થાપના આગળ આવીને શ્રીફળ વધેરવા વિનંતી.
-: નિમંત્રકઃ-સમસ્ત ગ્રામજનો
મું.કડછ
-: શુભ સ્થળઃ-
કડછ ગામથી દક્ષિણ બાજુએ
મું.કડછ, તા.જી.પોરબંદર
-:સંપર્કઃ-
૯૭ર૪૪ ૮૬૧૬૩,  ૯૯૧૮૧ ૮૭૭રર

Read Full Post »

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Read Full Post »

પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે તાજેતરમાં ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિસાવાડા ગામ જે કુટુંબો વિદેશમાં વસવાટ કરે છે. તેઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન શ્રીમહેર સમાજ વિસાવાડા ખાતે રાખેલ હતું.
જેમાં ધોરણ-૧૦માં ડીસ્ટકશન મેળવનાર સાત વિદ્યાર્થીઓને રૂા.૩પ૦૦/- ફર્સ્ટ કલાસ મેળવનારને રૂા.પ૭૦૦ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧રમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ અને બીજા ક્રમે આવનાર બે વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ આપવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૮૦૦ જેટલી રોકડ રકમ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સન્માનિત થયેલા વિદ્યાર્થીઓની યાદી.ધો.૧૦માં શાંતિ હમીરભાઇ મોઢવાડીયા-હાથીયાણી, વાલી નાથાભાઇ મોઢવાડીયા-વિસાવાડા, રણજીત દેવાભાઇ મોઢવાડીયા-ટુકડા, હીરા રામભાઇ મોઢવાડીયા-ટુકડા, હરદાસ ખીમાભભાઇ મોઢવાડીયા, સંતોક પુંજાભાઇ કેશવાલા-વિસાવાડા, ભાવના જેઠાભાઇ કેશવાલા-રાતડી, સતીષ અરજનભાઇ કારાવદરા-રાતડી, વિરમ ખીમાભાઇ ઓડેદરા, કિષ્ના રામભાઇ કેશવાલા-વિસાવાડા, રેખા રામભાઇ કેશવાલા તેમજ ધો.૧રમાં દેવશી સુકાભાઇઓડેદરા-વિસાવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી આપનારઃ-(અરજનભાઇ અરશીભાઇ ઓડેદરા-પોરબંદર, મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા-જુનાગઢ)

Read Full Post »

Older Posts »