Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મેળાવડા’

(અમારા પ્રતિનિધી દ્રારા)
માધવપુર (ઘેડ) ખાતે દર વર્ષે ચૈત્રી નોમને રામનવમીથી તેરસ સુધી યોજાતા લોકમેળો અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ ભારે ઊત્સાહભેર ઊજવાયા હતા.
જેમા ભગવાન શ્રીરામના પ્રાગટય દિને મંડપરોપાણ કર્યા બાદ રાત્રે ૯ કલાકે ભગવાન શ્રી માધવરાયજીના મંદિરેથી પહેલા ફુલેકાનો પ્રાંરભ થયો હતો. દશમ અને અગીયારના દિવસે માધવરાયના મંદિરેથી બ્રહ્મકુંડ સુધી રાત્રીના બાર વાગ્યા સુધી ફુલેકુ નિકળે છે. બીજા દિવસે કડછ ગામના કડછા મેર રૂકમણીનું મામેરૂ લઇ આવે ત્યારે ભર મેળો ભરાય છે. ત્યાર બાદ ભગવાનનું સામૈયુ કરવામાં આવે છે.
કૃષ્ણ-રૂકમણીના ભવ્યાતિ ભવ્ય લગ્નોત્સવ ઊજવાય છે.
આ મેળામાં રોજ રાત્રીના વિવિધ ઊતારામાં સંતવાણી, કિર્તન, તથા અલગ અલગ સાંસ્કાૃતિક કાર્યકમો યોજાઇ છે. બારસના દિવસે કડછ ગામની રાસ મંડળીએ તલવારની પટ્ટાબાજી,અને મણીયારો રાસ રજુ કરી ઊપસ્થિત પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ મેળામાં આપણી જ્ઞાતિના મેર ભવનમાં પણ ભોજન અને ભજન વ્યવસથા રાખવામાં આવે છે. આ લોકમેળામાં કડછ ગામના વતની અને હાલ માધવપુર ખાતે રહેતા લીલાભાઇ કરશનભાઇ કડછા તરફ થી પણ ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખવા માં આવેલ હતું તથા ગરેજ ગામના સંત કબીર આશ્રમના મંહતશ્રી ભરતદાસબાપુ તરફથી પણ ભોજન પ્રસાદની માનદ્ સેવા આપવામાં આવી હતી.
આયોજનને સફળ બનાવવા માધવપુર ગ્રામ પંચાયત અને વહિવટી તંત્ર દ્રારા જહેમત ઊઠાવવામાં આવી હતી.

Read Full Post »

(અમારા પ્રતિનિધી દ્રારા)
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આવેલા શીશલી ગામે તાજેતરમાં જ યોજાયો હતો. આ મેળો જૂની (સિહલી) શીશલીના વખતથી દર ફાગણવદ-અમાસના દિવસે ભરવામાં આવે છે. તે મેળાને ખોડીયાર માતાજીના મેળાના નામેથી ઓળખવામાં આવે છે. તેમાં આખા ગામનું નિવૈધ સામુહિક રીતે કરવામાં આવે છે. તે પ્રણાલીકા આજ દિન સુધી જળવાઇ રહી છે. આ મેળાના દિવસે સમસ્ત ગામનું સામુહિક પ્રસાદ (ભોજન)તથા ઘોડાની દોડ સ્પર્ધા, દાંડીયા રાસ, વગેરે કાર્યક્રમો રાખવામાં આવે છે.
મેળાની શરૂઆત રપ મણ ચોખા જવારી નિવૈધ ધરી ને કરવામાં આવે છે. શ્રી ખોડીયાર માતાજીના અનેક પરચા છે.
શુરવીર નાથા મોઢવાડીયા, આપણી જ્ઞાતિના પૂજનીય શ્રીમાલદેવબાપુ પોતે પણ આ મેળો માણવા આવતા. આ પરંપરાગત મેળો વર્ષોથી યોજાય છે અને સમગ્ર બરડા વિસ્તારના લોક આ મેળાની મજા માણવા પધારે છે. તથા ખોડીયાર માતાજીના ભકતો પોતાની માનતાઓ, નૈવૈદ્ય, વગેરે ધાર્મિક હેતુથી દર્શન કરવા આવે છે.  
વિ.સં.૧૮૯૦ થી જાણવા મળે છે. કે પ્રખ્યાત શુરવીર નાથા મોઢવાડીયાના ફઇના વખતમાં અહી તેઓ આવતા અને ફઇની ભસો જામરાવલની હદમાં ગયેલી આ શીશલી ગામ તે સમયે જામરાવલના હદની બાજુમાં આવેલ હતી ત્યાં જામના ચોકીદારો રહેતા તે મકાનના પથ્થરો સીમાડામાં હયાત છે. તે સીમ ચોકીવાળા તરીકે ઓળખાઇ છે. આ જગ્યાનો વિકાસ કરવામાં શ્રીકરણા આતા મોઢવાડીયાના પરીવારનો સિંહ ફાળો છે. તેથી તાજેતરમાં જ ગ્રામજનો દ્રારા તેમની મૂર્તિ પધરાવવામાં આવેલ છે.
આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો દ્રારા ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »