Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાજુભાઇ ઓડેદરા’

(અહેવાલ-રાજુભાઇ ઓડેદરા)
મહેર વિદ્યાર્થી ગ્રૃપ જુનાગઢ દ્વારા પ્રતિવર્ષેની જેમ ચાલુ વર્ષે પણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.૩૦/૧/ર૦૧૧ને રવિવારના બપોરના ર-૩૦ કલાકે શ્રીમેર કન્યા છાત્રાલય ટીબાવાડી જુનાગઢ ખાતે ડો.વિરમભાઇ ગોઢાણીયાની ઊપસ્થિતીમાં યોજવામાં આવશે તો સર્વે શિક્ષણ પ્રેમી અને દરેક જ્ઞાતિજનોને હાજર રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શ્રીમહેર વિદ્યાર્થી ગ્રૃપ જુનાગઢ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Advertisements

Read Full Post »

ધર્મપ્રેમી જાહેર જનતા ભાવભર્યુ નિમંત્રણ
(અહેવાલ-રામભાઇ બાપોદરા)
જુનાગઢ મેર સમાજ દ્વારા ભવનાથરોડ પર આવેલ શ્રીસોનાપુરી (સ્મશાન)ની અંદર દેવી-દેવતાઓ અને ભગવાનની મૂર્તિઓ છે. તથા વિવિધ જ્ઞાતિઓના સંત તેમજ ભકતોની મૂર્તિ પણ છે. ત્યારે આપણી જ્ઞાતિના સંત શીરોમણી શ્રીલીરબામાની પણ એક મૂર્તિ ત્યાં હોય તેવું જુનાગઢ મેર સમાજના આગેવાનોએ નક્કી કરેલ અને સૌ જ્ઞાતિજનોના સહયોગથી સોનાપુરી ખાતે મંદિર નિર્માણ કરેલ તેમાં શ્રીલીરબાઇમા, શ્રીરામદેવપીર મહારાજ, શ્રીગણપતિ બાપા, અને હનુમાન બાપાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરેલ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.પ/ર/૧૧ શનિવાર ને મહાબીજના શુભ દિવસે સંતો-મહંતો ઊપસ્થિતીમાં સવારના ૧૧ કલાકે સામૈયુ, બપોરના ભોજન-પ્રસાદ, અને સાંજના ૪ કલાકે બીડુ હોમવા અને ર્મૂતિ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આપણી જ્ઞાતિના આગેવાનો પણ ખાસ ઊપસ્થિત રહેશે તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનોને આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે સ્પર્ક કરો- રામભાઇ બાપોદરા મો-૯૮૭૯૭ ૯૭૭૯૧, રાજુભાઇ ઓડેદરા મો-૯૪૨૭૪ ૨૫૯૭૫, ભીમભાઇ સુંડાવદરા ૯૪૨૬૦ ૨૮૨૦૮,

Read Full Post »