Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રામ પારાયણ’

ફટાણા ગામે સંતવાણી યોજાઇ

(અહેવાલ-વિરમભાઇ ઓડેદરા દ્વારા)
પોરબંદર તાલુકાના ફટાણા ગામે તા.રર/૪/૦૧૦ના રોજ વર્તુ નદીના કાંઠે આવેલા જાલેશ્વર મહાદેવ મંદિર અને ચારણીઆઇના મંદિરના લાભાર્થે જાલેશ્વર મંદિર  ખાતે હવન, રામધુન, બટુક ભોજન, તથા રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભજનિક કલાકાર રતીલાલ કાપડી ફટાણાવાળા, અરવદગીરી ગોસ્વામી ભેટકડીવાળા, રેખાબેન ગોસ્વામી ગોરાણાવાળા, સહિતના કલાકારોએ કલા પીરશી શ્રોતાગણને મંત્રમુંગ્ધ કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા જાલેશ્વર વાડી વિસ્તારના યુવા કાર્યકરો તથા ફટાણા ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

કોટડા ગામે બાર પ્રહર પાઠ યોજાયો

(અહેવાલ-રામદેભાઇ કડેગીયા દ્વારા)
કુતિયાણા તાલુકાના કોટડા ગામે તા.રર અને તા.ર૩ના રોજ કોટડા ગામે બારપોરો પાઠ અને રામદેવજી મહારાજની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ નિમીતે સમસ્ત ગામનું સામુહિક ભોજન, તથા રાત્રીના સંતવાણીમાં પરબતભાઇ રાણાવાયા, હરસુખગીરી ગૌસ્વામી, દેવરાજ ગઢવી, સહિતના કલાકારો એ ભજનોની ધુમ મચાવી હતી. મંદિરના ફાળામાં પ્રકાશભાઇ સીદીભાઇ મોઢવાડીયાએ ર૦ હજાર આપેલ હતા તથા અન્ય ગ્રામજનોએ પણ ફાળો આપેલ હતો જયારે ઘટતો ફાળો ગામના યુવા સરપંચશ્રી ભીમભાઇ સીદીભાઇ મોઢવાડીયાએ આપવાની જાહેરાત કરી હતી. આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો તરફ થી ભારે જહેમત ઊઠાવી હતી.

ઘોડાદર રાસ મંડળે ખડીયા ગામે મણીયારાના રમઝટ બોલાવી

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી દ્વારા)
માંગરોળ તાલુકાના ઘોડાદર ગામની રાસ મંડળીએ તા.ર૧/૪/૦૧૦ના રોજ જૂનાગઢ પાસેના ખડીયા ગામે યોજાયેલ શ્રીકન્કેશ્વરીમાની સપ્તાહ પ્રસંગે ભાગ લીધેલ અને તેમાં મણીયારા રાસ, તલવારની પટ્ટાબાજી, જેવા દાવની રજુઆત કરી પેક્ષકોને મંત્રમૂગ્ધ કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ  વન્સમોર વન્સમોરના નાદ અને તાલીઓના તાલથી ખડિયા ગામને ગુજાવી દીધુ હતું

કુણવદર ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી દ્વારા)
પોરબંદર તાલુકાના બરડા વિસતારમાં આવેલા કુણવદર અને મોરાણા ગામની સીમમાં તા.૧૯/૪/૦૧૦ થી તા.ર૬/૪/૦૧૦ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું
જેમા જાણીતા કથાકાર શ્રી રાજેન્દ્ર આર ભટ્ટે વ્યાસપીઠ સ્થાનેથી કથાનું રસપાન કરાવેલ હતું આ પ્રસંગે જુદા જુદા ગામની શ્રીરામ ધુન મંડળ દ્રારા રામ ધુન પણ રાખવામાં આવેલ હતી તથા સંતવાણીનો કાર્યક્રમ પણ રાખેલ હતા. આ કાર્યક્રમની સાથે સાથે ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા રાખેલ હતી. આ સપ્તાહનું આયોજન શ્રીનાથા ભગત પ્રેરીત શ્રીચારણીઆઇ રામ ધુન મંડળ દ્રારા કરવામાં આવ્યું હતું.

ચંન્દ્રાવાડા ગામે બાર પ્રહર પાઠ  યોજાયો

(અહેવાલ-દુલાભાઇ કેશવાલા દ્વારા)
 જામનગર જીલ્લાના ચંન્દ્રાવાડા ગામે તા.ર૭/૪ના રોજ બાર પોરો પાઠ યોજાયો હતો જેમાં સાંજે સંતોના સામૈયા તથા બે દિવસ સમસ્ત ગામનું સામુહિક ભોજન તથા રાત્રીના સંતવાણીનો પ્રોગામ પણ રાખેલ હતો. તથા તા.ર૬/૪/ના રોજ વાછરાડાડાના મંદિરે હવન  અને દાડીયારાસ અને રાત્રીના સંતવાણીના કાર્યક્રમ પરબતભાઇ રાણાવાયા, વાસુદેવ કાપડી, હરીગર બાપુએ ભજનોની રમઝટ બોલાવી હતી.

નટવરનગર ગામે શ્રીરામ ધુન યોજાઇ

(અહેવાલ-રાજુભાઇ ભુતિયા દ્વારા)
 પોરબંદર તાલુકાના નટવરનગર ગામે તા.ર૬/૪/ના રોજ નટવરનગર યુવા મિત્ર મંડળ દ્રારા ચોવીસ કલાકની શ્રીરામ ધુન યોજવામાં આવી હતી. જેને સફળ બનાવવા સંજયભાઇ ગોઢાણીયા અને મિત્ર મંડળે ભારે જહમત ઊઠાવી હતી.

કડેગી ગામે બાર પ્રહર પાઠ નિમીતે સંતવાણી યોજાઇ

(અહેવાલ-દેવાભાઇ ઓડેદરા)
કુતિયાણા તાલુકાના કડેગી ગામે સમસ્ત ગામ દ્વારા શ્રીરામદેવપીરનો બાર પ્રહર પાઠ યોજાયો હતો. જેમાં તા.૧૭./૪/૦૧૦ના રોજ કુંભ સ્થાપના તથા સામૈયા કરવામાં આવ્યા હતા. તથા તા.ર૪/૪/૦૧૦ના રોજ સવારે ૧૧ કલાકે શ્રીરામદેવપીરજી મહારાજના સામૈયા કરવામાં આવ્યા હતા. જેમા ગામની પ્રત્યેક બાળાઓ પોતાના ઘરેથી જવેરાના કુંડા ભરેલ મોતીની ઇઢોણી માથે લઇ આ સામૈયા જોડાઇ હતી તથા ગામના બાળકો બહેનો વડિલો અને સમસ્ત ગ્રામજનો નાચ ગાન કરતા વાજતે ગાજતે અબીલ ગુલાલની રેલમ છેલમ બોલાવી ભાવવિભોર બની ગયા હતા અને શ્રીરામદેવપીર મહારાજ ની પધરામણી કરેલ હતી.
કડેગી ગામમાં સતત બે દિવસ સુધી સમસ્ત ગામનું સામુહિક ભોજન રાખેલ હતું તેની સાથે સાથે ગાયોને નિરણ, ગલુ ભોજન પક્ષીઓને ચણ જેવા કાર્યક્રમો પણ રાખેલ હતા તા.ર૪ના રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં નાગાભગત મૈયારીવાળા અને કિશોર વાઘેલાએ પ્રાચીન ભજનો ની રમઝટ બોલાવી હતી તથા કડેગી ગામના વતની અને હાલ પોરબંદર ની સેન્ટ મેરી સ્કુલ માં ટીચર તરીકે ફરજ બજાવતા શ્રીમતી માલતીબેન લખમણભાઇ જાડેજાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં વ્યસનને તિલાંજલી આપવાનું અને જ્ઞાતિ એકતાની વાતો કરેલ હતી તા.રપ ના લખમણ બારોટ અને સાથી કલાકારોએ ભજનોની ભારે ધુમ મચાવી હતી. આ પ્રસંગે શેરનાથબાપુ જૂનાગઢ, વિજયબાપુ  સતાધાર, રાણાબાપુ તોરણીયા, મુન્નાબાપુ પાજોદ, ઘેલારામબાપુ ખાગેશ્રી, પરબધામથી હમીર ભગત કોઠડી, સહિતના સંતો-મંહતો ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ હતા આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુંખશ્રી રમેશભાઇ ઓડેદરા જૂનાગઢ થી કાળુભાઇ ઓડેદરા સહિતના મહાનુંભાવો પણ ઊપસ્થિત રહયા હતા. આ ઊપરાંત કડેગી ગામના વતની અને હાલ અન્ય વસવાટ કરતા પોતાના ગામનો આ પ્રસંગને માણવા પધારેલ હતા તથા આજુબાજુના ગ્રામજનોએ પણ આ પ્રસંગનો લ્હાવો લીધો હતો.
આ બે દિવસના મહોત્સવમાં આશરે ર૦ હજાર ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમસ્ત ગ્રામજનોના અથાગ પ્રયત્નો થી આ કાર્યક્રમ સફળ થયો હતો.

ગોરસર ગામે શ્રીરામ કથા સંપન્ન

(અહેવાલ-અમારા પ્રતિનિધી દ્વારા)
પોરબંદર માધવપુર હાઇવે રોડ પર આવેલ શ્રી મામા પાગલ આશ્રમમાં તા.૧પ/૪/૦૧૦ થી તા.ર૩/૪/૦૧૦ સુધી શ્રીરામકથાનું આયોજન આશ્રમના સંચાલક શ્રી વણઘાભાઇ લખમણભાઇ પરમાર દ્રારા કરવામાં આવ્યું હતું આ કથાનાં વ્યાસપીઠ સ્થાને આંતર રાષ્ટીય વકતા શ્રીરાજેન્દ્રપ્રસાદ ભટ્ટ વ્યાસપીઠ સ્થાને બીરાજી કથા નું રસપાન કરાવ્યુ હતું જેમાં હજારો ભાવીક ભકતોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથાનો સમય સવારના ૯ થી ૧ર અને બપોરના ૩ થી ૬ સુધી રાખવા આવ્યો હતો. આ દરીમ્યાન રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં તા.૧પમીએ દેવરાજ ગઢવી, જીતુદાદ, કલ્પેશબાપુ, તા.૧૬મીએ શૈલેષમારાજ, કિશોર વાઘેલા, તા.૧૭મીએ રામદાસ ગોડલીયા, પરબતભાઇ રાણાવાયા, તા.૧૮મીએ પરષોત્તમ પરી, તા.૧૯મીએ હરસુખગીરી ગૌસ્વામી, વીજય ગઢવી, તા.ર૦એ જગમાલ બારોટ, નાગાભગત, તા.રરમીએ લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જીવરાજ બાપુ-સતાધાર, રાજેન્દ્રદાસ બાપુ-તોરણીયા, ઇન્દ્રભારતી બાપુ-ઘાટવડ, શેરનાથ બાપુ ભવનાથ, દુલા આતા છત્રાવા, સહિતના સંતો-મંહતોએ ઊપસ્થિત રહી આશિર્વચન પાઠવે હતા.
આ પ્રસંગે વ્યાસપીઠ સ્થાનેથી શ્રીરાજેન્દ્રપ્રસાદ ભટ્ટે ભાવિકોને કથારૂપી અમૃત વાણીથી રસબોળ કર્યા હતા તેમને રામ અને ભરત મિલનના પ્રસંગ તથા હનુમાનજીનો રામ પ્રત્યેનો દાસ ભાવનું ખુંબ જ સરસ રીતે વર્ણન કર્યુ હતું  આયોજનને સફળ બનાવવા વણઘા ભગત તથા ગોરસર અને આસ પાસ ના ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

Advertisements

Read Full Post »

** કડછ ગામે સંતવાણી યોજાઇ **

પોરબંદર તાલુકાના કડછ ગામે તા.૩/૪/૦૧૦ના રોજ વાછરાડાડાના મંદિરના લાભાર્થે ભવ્ય સંતવાણીનો પ્રોગામ શ્રી કાંધલીઆઇના મંદિરના પટાગણમાં રાખેલ હતો.જેમા બપોર ના ૧ર કલાકે મૂતિ પ્રાણ પ્રતિષ્ઠા, ર.૩૦ કલાકે બિડું હોમી અને સાંજે પ કલાકે ભોજન પ્રસાદ બાદ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર જગમાલ બારોટ, હરેશભાઇ ગઢવી (કચ્છવાળા),શકિતદાન ગઢવી, તથા કડછ ગામના સ્થાનિક કલાકારોએ પ્રાચીન ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.

આયોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.


** નવાગામ ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઇ **

(અમારા પ્રતિનિધી દ્વારા)
માંગરોળ તાલુકાના નવાગામ-હંટરપુર ગામે કડછા પરીવાર દ્વારા તા.પ/૪/૦૧૦ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ હતું

જેમા વ્યાસપીઠ સ્થાને પ.પ. ભાષ્કરભાઇ જોશી (બામણાસાવાળા) એ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું જેમા તા.-પના દેહશુધ્ધિ, પિતાૃ પૂજન, પોથીયાત્રા, તથા કથા માહત્મ, તા.૬ ના પરિક્ષીત જન્મ શુકદેવજીનું આગમન, તા-૭ના ધ્રુવ ચરિત્ર જડ ભરત ચરીત્ર, તા-૮ના નાૃસિહ પ્રાગટ્ય અને વામન ચરિત્ર, તા-૯ના શ્રીરામ જન્મ અને શ્રીકુષ્ણ જન્મ, તા-૧૦ના ગોવર્ધન લીલા અને કંસ વધ તા-૧૧ના રૂકમણી વિવાહ અને સુદામા ચરીત્ર અને છેલ્લે દિવસે પરીક્ષિત મોક્ષ જેવા ચરીત્ર રજુ કરવામાં આવ્યા હતા. આ કથામાં કોઠડી ગામેથી હમીર ભગત અતિથી વિશેષ પધારીયા હતા કથાનો સમય સવારના ૮.૩૦ થી ૧ર અને બપોરના ૩.૧પ થી ૬.૧પ સુધી રાખવામાં આવ્યો હતો. જે દરિમ્યાન બન્ને ટાઇમ “પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.આયોજનને સફળ બનાવવા આયોજક નેભાભાઇ કડછા, લખમણભાઇકડછા, રાજાભાઇકડછા, દેવદાસભાઇ કડછા, વિરમભાઇ કડછા, નાગાજણભાઇ કડછા, અરભમભાઇ કડછા, ભગતભાઇ કડછા, સહિતના કડછા પરીવાર દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.


** શીંગડા ગામે શ્રીરામ કથા સમપન્ન **

(અમારા પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર તાલુકાના શીંગડા ગામે તા.૧૦/૪/ થી તા.૧ર/૪/ દરિમ્યાન શ્રીરામ કથાનું આયોજન કરેલ હતું

શીંગડા ગામના બાબા રામદેવજી મહારાજ મહા મંદિર દ્વારા આયોજીત આ શ્રીરામ કથા નું રસપાન માલદેભગત મૈયારી વાળા દ્વારા કરવામાં આવ્યુ હતું. કથા સમય સવારે ૯ થી ૧ર અને બપોરના ૩ થી ૬ સુધી રાખવામાં આવેલ હતો.

કથા દરિમ્યાન જૂનાગઢના મંહતશ્રી શેરનાથબાપુ, ભાવપરાના મંહત રાધેશ્યામ બાપુ, મીયાણીના મંહત બ્રહમપુરી બાપુ ખાસ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવેલ


** રાવલ ગામે માલદે ભગતની સપ્તાહનું આયોજન **
જામનગર જીલ્લા ના રાવલ ખાતે ખેમરાડાડાના મંદીરે રાવલ મહેર સમાજ દ્રારા તા.૩/પ થી તા.પ/પ સુધી ત્રણ દિવસીય મૈયારી વાળા માલદે ભગતની શ્રીરામ કથાનું આયોજન કરેલ જેનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.


** અડવાણા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્ન ** 

અડવાણા ગામે સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા.ર૪/૩ના રોજ સંપન્ન થઇ હતી વ્યાસપીઠ સ્થાને પંકજભાઇ જોશીએ કથાનું રસપાન કરાવ્યુ હતું રાત્રીના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમા રોજીવાડા ગામની રાસ મંડળીએ પણ ભારે રમઝટ બોલાવી હતી.


** ફ્રી સરબત વિતરણ કરાયું **
 ભારવાડા ગામે શ્રીરામદેપીરના  મંડપમાં શ્રીનટવરનગર યુવક મંડળ દ્રારા ફ્રી સરબત વિતરણ કરવામા આવેલ હતું.


** ફટાણા ગામે સંતવાણી નો કાર્યક્રમ યોજાશે **
પોરબબંદરનાં ફટાણા ગામે તા.રર ના રોજ ચારણી આઇના મંદિરે બે દિવસ માટે સંતવાણી તેમજ અખંડ રામધુનનો કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા અરસીભાઇ માલદેભાઇ ઓડેદરાએ તથા રામા માલદે ઓડેદરા અને વિરમભાઇ ઓડેદરા (શિક્ષક) દ્વારા અનુરોધ કરાયો છે. આ તકે સમસ્ત ગામનાં નૈવેદ્ય અને લોકમેળો પણ યોજાશે.

Read Full Post »

જયુબેલી માં શ્રીરામકથા અને બારપોરો પાઠ સમ૫ન્ન
(પ્રતિનિધિ. પોરબંદર)
પોરબંદરના જયુબેલી ખાતે શ્રી છોટુનાથ બાપુ તથા શ્રી રામ ગૌ સેવા સમિતિ દ્વારા બારપ્રહર પાઠ અને પૂર્વજોના દિવ્ય આત્માની શાંતિ માટે ૧૦૮ પોથીની શ્રી રામ કથા યોજાઇ ગઇ જેમા તા. ૧૮/૩/૧૦ના રોજ બાર પહોર પાઠ મહોત્સવમાં બપોરના ર-૩૦ કલાકે સંતોના સામૈયા તથા રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર સાજણભાઇ સીધપુર વાળા, પરબતભાઇ રાણાવાયા, સંજયગીરી સાજડીયારી વાળા, તથા સાથી કલાકારો સંતવાણીની ભારે રમઝટ બોલાવી હતી.તથા તા. રર/૩/૧૦ના રોજ શ્રી રામકથા પ્રારંભ થયો હતો જેમા વકતા પરમાબેન ગઢવી મીઠાપુર વાળા પોતાના મધુર કંઠમાં આગવી શૈલીમાં કથાનુ રસપાન કરાવ્યુ હતુ. આ કથા તા. રર/૩/૧૦ થી તા. ૩૦/૩/૧૦ દરિમ્યાન યોજાઇ હતી બન્ને ટાઇમ મહાપ્રસાદ અવિરત ચાલુ રાખવા આવેલ હતા.આયોજનને સફળ બનાવવા શ્રી છોટુનાથબાપુ તથા શ્રી રામ ગૌસેવા સમિતિ તરફથી ભારે જહેમત ઊઠાવવા માં આવી હતી.


ગોરાણા અને શીશલી ગામે બારપોરા પાઠ યોજાયો
(અમારા પ્રતિનિધી દ્રારા)
પોરબંદર જીલ્લાના  શીશલી ગામે તા/રપ/૩/ર૦૧૦ના રોજ શ્રી લીરબાઇ મદિર ખાતે અને જામનગર જીલ્લાના ગોરાણા  ગામની  ફુલવા વાડી વિસ્તારમા તા.૩૦/૩/ર૦૧૦ ના રોજ
શ્રીરામદેવજી મહારાજનો બાર પોરો પાઠ યોજાયા હતો. જેમા સાંજના પ કલાકે સંતો મંહતોના સામૈયા કરવામાં આવ્યા હતા. આ બારપોરા પાઠ માં સામુહિક ભોજન મહાપ્રસાદ ભજન અને ભકિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગાદીપતી તરીકે નથુપુરીબાપુ અને  કોટવાળ તરીકે સામત આતા એ પોતાની માનદ્ સેવા આપી હતી. આ પ્રંસગને સફળ બનાવવા આયોજક માલદેભાઇ કારાભાઇ ગોરાણીયા, જનતા રાજાણી ટ્રાન્સપોર્ટ કંપની-અમદાવાદ વાળા,તથા કારા ભગત તરફ ભારે જહેમત ઊઠાવી હતી. અને આ પ્રસંગે ભાવ પૂર્ણ ભાવીકોએ ભાગ લીધો હતો.


ચંગા ગામે બારપ્રહર પાઠ યોજાયો
( પ્રતિનિધી ચંગા)
જામનગર જીલ્લા અને તાલુકાના ચંગા ગામે તા.૧૭/૩/૦૧૦ના રોજ સમસ્ત ગામ આયોજીત શ્રીરામદેવપીરનો બારપ્રહરપાઠ યોજાયો હતો.
જેમાં સાંજે પ કલાકે ઊપસ્થિત સંતો-મંહતોના સામૈયા કરવામાં આવ્યા હતા.તથા સાંજના સમુહભોજન અને રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા કલાકાર મેપા ભગત, ભીમભાઇ સીમરવાળા, સંજયબાપુ, અને સાથી કલાકરોએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જામનગર સેલા નાઘેડીના આગેવાનોએ હાજરી આપી હતી.યોજનને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો તરફથી ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી. 


રાતિયા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સંપન્ન 
(અમારા પ્રતિનિધી દ્રારા)
પોરબંર જીલ્લાના રાતિયા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરેલ. 
આ સપ્તાહ મંગલ પ્રારંભ તા.૩/૪/ર૦૧૦ થી થયો આ સપ્તાહનું આયોજન સમગ્ર રાતિયા પરીવાર તરફથી હેમણ આતાના મોક્ષાર્થે કરવામાં આવેલ.  


ચંદ્રાવાડા ગામે માલદે ભગતની પારાયણ અને સંતવાણી યોજાયા
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે શ્રી આવડ માતાજીના મંદીરે સમસ્ત ગામ આયોજીત તા.ર૩/૩/૦૧૦ થી તા.રપ/૩/૦૧૦ સુધી મૈયારી વાળા માલદેભગત ની શ્રીરામ પારાયણ યોજાઇ ગઇ આ નિમીતે તા.રપ/૩/૦૧૦ના રોજ રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ  જેમા ભજનીક કલાકાર પરબતભાઇ રાણાવાયા (સિંધપુરવાળા) વાસુદેવ બાપુ (ચંદ્રાવાડાવાળા)  તથા લાખણશી ગઢવી (જૂનાગઢ વાળા)અને સાથી કલાકારો ભજનોની ધુમ મચાવી હતી.
આયોજનને સફળ બનાવવા સમસ્ત ચંદ્રાવાડા ગામ તરફ થી ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.

Read Full Post »