Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાસ-ગરબા’

મુ. ખીસ્ત્રી, તા./જી.પોરબંદર ખાતે તા:૨૯-૩-૨૦૧૨ થી ૫-૪-૨૦૧૨ સુધી શ્રી. કરસનભાઈ જેઠાભાઈ ખીસ્ત્રીયા તથા સમસ્ત ખીસ્ત્રીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત્‌ જ્ઞાનયજ્ઞમાં સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ.

Advertisements

Read Full Post »

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે. ખાતે વસવાટ કરતા આપણા જ્ઞાતિજનો દ્વારા લંડન, લેસ્ટર, બર્ગીમહામ, લયુટન, પીટબરો જેવા શહેરોમાં નવરાત્રી અને દિવાળીની ધામધુમથી ઊજવણી કરવમાં આવી હતી.
લેસ્ટર મહેર સમાજ દ્રારા લેસ્ટર ખાતે નવરાત્રી મહોત્સવ ર૦૧૦ના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તા-૧પ/૧૦/ના રોજ ફેન્ચી ડ્રેસ અને આરતીની થાળી શણગારવાની હરીફાઇ રાખવામાં આવી હતી. જેમાં ફેન્ચી ડ્રેસમાં મહેરાણીના ડ્રેસમાં ધ્રુવી રામભાઇ ગોઢાણીયા અને મહેર વરરાજાના ડ્રેસ માટે આયુશ આશીષભાઇ ઓડેદરા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. તો આરતીની થાળી શણગારવામાં ગીતાબેન કારાવદરા પ્રથમ નંબરે વિજેતા થયા હતા.
તા૧૬/૧૦/ના રોજ રાસ ગરબાની હરીફાઇમાં વિવિધ
ઇનામો આપવામાં આવ્યા હતા આ દિવસે પરંપરાગત પોશાકમાં અને સોનાના ઘરેણાથી શોભતા ૩પ૦૦ જેટલા ભાઇ-બહેનોએ રાસ ગરબામાં ભાગ લીધો ત્યારે જાણે એક ટન જેટલું સોનું જોવા મળ્યું હતું તા.૧૭/૧૦ના રોજ દશેરા મહોત્સવ અને શરદ ર્પૂિણમા મહોત્સવનું આયોજન પણ કરાયું હતું જેમાં યુ.કે વસવાટ કરતા સૌ મહેર ભાઇઓ-બહેનોએ ઊત્સાહભેર ભાગ લીધો હતો. આ દરિમ્યાન વિવિધ જ્ઞાતિની રાસ મંડળીઓ અને યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરતા હજારો ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી

Read Full Post »

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધિ)
પોરબંદરના બોખીરા ગામની શ્રીનંદેશ્વર મેર રાસ મંડળીએ જામનગર જેલ રાસની ભારે રમઝટ બોલાવી હતી.
તાજેતરમાં જ નવરાત્રી મહોત્સવ નિમીત્તે આપણી રાસ મંડળીઓ ઠેર ઠેર ભાગ લેવા જતી હોય અને સારૂ એવું રમી ઊપસ્થિત જન મેદનીના દિલ જીતી લેવાના અનેક બનાવો ધ્યાને આવતા હોય છે.
ત્યારે બોખીરા ગામની પ્રતાપભાઇ બોખીરીયાની મેર રાસ મડંળીએ જામનગર જેલમાં એક રાસ રમવાનું આમંત્રણ મળ્યું હતું ત્યારે આ ટીમે જોરદાર રીતે રાસ રમી કેદીઓ, પોલીસ અમલદારો, અને જેલર સાહેબનું દિલ જીતી લેતા તેઓને ત્રણ રાસ રમવાનું જેલર સાહેબે કહેતા બોખીરાની ટીમે ત્રણ રાસ લીધા હતા ત્યાર બાદ જામનગર જેલમાં કેદી તરીકે રહેલા આપણી જ્ઞાતિ ૧પ જેટલા યુવાનો પણ એક રાસ રમ્યા હતા. ઘોડાદરના પ્રખ્યાત ગાયક વાનાભાઇ જેતાભાઇ ઓડેદરાએ બોખીરા રાસ મંડળ સાથે રહીને શુરવીરતાના દુહા છંદ લલકારી ખૈલેયાનું જોમમાં વધારો કરેલ હતો.

Read Full Post »

(અહેવાલ-લીલાભાઇ જાડેજા)
દુબઇ ખાતે રહેતા મેર પરીવારો દ્રારા નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.
જેમાં નવ દિવસ સુધી આબુધાબી, અલફીયા, યુ.એ.ઇના મહેર અને ગુજરાતી ભાઇ-બહેનોએ દાડીયા રાસની રમઝટ બોલાવી વિદેશી ધરતી પર ભારતીય સંસ્કાૃતિની ઝાંખી કરાવી હતી. તા.૧૪/૧૦/૦૧૦ના રોજ રાત્રીના વિશેષ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં લોક સાહિત્ય કલાકાર શકિતદાન ગઢવીએ લોક સાહિત્યની વાતો તથા હાસ્ય રસ પીરસ્યો હતો જયારે લીલાભાઇ જાડેજા, સાજણભાઇ અને માલદેભાઇએ પ્રાચીન ભજનોની રમઝટ બોલાવી હતી. અને શ્રોતાગણને ભકિત રસમાં તરબોળ કર્યા હતા.

Read Full Post »

અહેવાલ-મહેર ઓનલાઇન
યુ.કે ખાતે વસવાટ કરતા આપણી જ્ઞાતિજનો હિન્દુ ધર્મના તહેવારોની આનંદભેર ઊજવણી કરતા હોય છે. તાજેતરમાં નવરાત્રીની શાનદાર ઊજવણી બાદ દિવાળી અને નવા વર્ષે પણ શાનદાર કાર્યક્રમો યોજાયા હતા.
તા.૬ નવેમ્બરના શુભ દિવસે સાંજે ૬ થી ૧૧ કલાકે મહેર સેન્ટર રેવન્સ બ્રીજ રોડ લેસ્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનના કાર્યક્રમોનું લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્રારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઊપસ્થિત મહેમાનોનું સ્વાગત, જૂનિયર મહેર રાસ મંડળીનો એશીયાડ રાસ અને ગોવાળ રાસ તથા સીનિયર મહેર રાસ મંડળીનો અઠીગો રાસ તથા બહેનો દ્રારા ગરબા, નાૃત્ય, વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સામુહિક ભોજન સમારંભ જેવા વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. આયોજનને સફળ બનાવવા લેસ્ટર મહેર કોમ્યુનિટી એસોસિએશન ના આયોજક નાગાર્જુનભાઇ બાપોદરા અને દિલીપભાઇ આર કારાવદરા સહિતના જ્ઞાતિજનોએ ભારે જહેમત ઊઠાવી હતી
પીટબરોઃ
યુ.કેના પીટબરોમાં તા.૧૪ નવેમ્બર ર૦૧૦ના રોજ સાંજે પ થી ૧૧ સુધી મનોરફાર્મ કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવાળી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં રાસ, ગરબા, ડાન્સ, સંગીત તથા ભોજન સમારંભ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આયોજનને સફળ બનાવવા પીટબરો સમસ્ત મેર સમાજ દ્રારા ભારે જહેમત ઊઠાવી હતી

Read Full Post »

યુ.કેના (લેસ્ટર) ખાતે તા૧ર/૯/૦૧૦ને રવિવારના લેસ્ટર ગુજરાત હિન્દુ એસોસિએશન દ્રારા ડેમોન્ટ ફોર્ટ હોલ લેસ્ટર ખાતે આયોજીત ૩૩માં રાસ ગરબા હરીફાઇમાં મહેર દાડીયા રાસ મંડળ ટીમે ભાગ લીધેલ જેમાં જુનિયર ભાઇઓના ગ્રૃપમાં રાસ અને  વેશપરિધાન બન્ને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તો બહેનોએ ગરબા અને વેશ પરિધાનમાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરી સમસ્ત યુ.કે મહેર સમાજનું ગૌરવ વધારેલ છે.  અત્રે એ ઊલ્લેખનીય છે કે લેસ્ટર ગુજરાત હિન્દુ એસોસિએશન છેલ્લા ૩૩ વર્ષથી આ હરીફાઇ યોજે છે. તેમાં સમસ્ત ગુજરાતી પરીવાર મોટી સંખ્યામાં હાજરી આપી આ હરીફાઇને માણે છે. અને મહેર રાસ મડંળ પણ મોટા ભાગે વિજેતા થઇ મેર સમાજનું નામ વિદેશની ધરતી પર ગુજતું કરે છે. એ આપણી જ્ઞાતિ માટે ગૌરવની વાત છે. તે બદલ મહેર એકતા અખબાર ગ્રૃપ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Read Full Post »

સુરત ખાતે સમસ્ત મેર સમાજ-સુરતનું ત્રીજુ સ્નેહ મિલન તા.ર૪/૧૦/ર૦૧૦ને રવિવારના દિવસે યોજાયું હતું. જેમાં દાંડીયા રાસ, સમુહ ભોજન, તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો  યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિ સીરોમણી પૂજનિય માલદેવ બાપુની છબી આગળ દિપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળાઓએ ગણેશજી સ્તુતિ અને સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો શબ્દોથી સ્વાગત સુરત મેર સમાજના ઊપપ્રમુખ શ્રીહિતેશભાઇ કારાવદરાએકર્યુ હતું
ઊપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગતમાં ભુરાભાઇ કેશવાલાનું દેવાભાઇ વાઘએ, ભીખુભાઇ રાજશીભાઇ ઓડેદરાનું નાથાભાઇ મોઢવાડીયાએ, વડોદરા મેર સમાજના પ્રમુખશ્રી રામભાઇ ઓડેદરાનું ચનાભાઇ ગરેજાએ, જેતશીભાઇ મુળિયાસીયાનું ધીરૂભાઇ ઓડેદરાએ, ડો.કિરીટભાઇ સીસોદીયાનું કારાભાઇ વેજાભાઇ સીસોદીયાએ, અર્જૂનભાઇ સીસોદીયાનું હિતેશભાઇ કારાવદરા (એડવોકેટ) એ, સવદાસભાઇ પરમારનું કાળાભાઇ નથુભાઇ મોઢવાડીયાએ, દિલીપભાઇ ભીમાભાઇ કારાવદરાનું કાળુભાઇ મોઢવાડીયાએ, નોઘણભાઇ દિવરાણીયાનું ભીમાભાઇ કારાવદરાએ સ્વાગત કર્યું હતું
કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથી વિશેષ તરીકે પધારેલા મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં આપણી જ્ઞાતિમાં શિક્ષણની ખુબ આવશ્કતા છે. બાળકને સંસ્કારલક્ષી શિક્ષણની આપી તેમનું ભવિષ્ય ઊજજળ બનાવીએ કોઇ પણ સમાજનો જો માપદંડ કાઢવો હશે તો તેના પાયામાં શિક્ષણ હોય છે. તથા વ્યસન મુકત આપણો સમાજ બને તેવો પણ અનુરોધ કર્યો હતો તથા જ્ઞાતિમાં એકતા આવે અને જ્ઞાતિનો સ્વાર્ગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને જ્ઞાતિના વિકાસના કાર્યો કરીએ તેમ જણાવ્યું હતું.
સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘએ પણ સૌ આયોજકોનો અને જ્ઞાતિનો આભાર માનતા જ્ઞાતિ એકતા અને સુરત મેર સમાજની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી તો ડો.કિરીટભાઇ સીસોદીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવાનુ કહ્યું હતું.
પ્રોફેસર નોઘણભાઇ દિવરાણીયાએ સમસ્ત સુરત મેર સમાજને શુભેચ્છા સાથે દરેકક્ષેત્રે જ્ઞાતિનો વિકાસ અને પ્રગતિ થાય તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે પોરબંદરથી પધારેલા ટીવી નાઇન અને મહેર એકતાના પ્રતિનિધિ રાજુભાઇ સરમાએ મહેર શબ્દ શું છે. અને મહેરની કમત શું તે જણાવ્યું હતું આ ઊપરાંત નાના-ભુલકાઓ અને વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં પ્રવચન આપેલ જેને ઊપસ્થિત જ્ઞાતિજનોએ તાળીઓથી વધાવી લીધા હતા તથા આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી સ્વીકારનાર હિતેશભાઇ કારાવદરા અને બેનર તથા આમંત્રણ પત્રિકાની જવાબદારી સ્વીકારનાર સુરેશભાઇ કારાવદરાનું સન્માન બાદ સુરત મેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીને શીલ્ડ, પ્રમાણ પત્ર અને ઇનામો આપી સન્માનીત કરાયા
કાર્યક્રમનું સુંદર સંચાલન દેવાભાઇ ઓડેદરાએ કર્યુ હતું જેમાં દેવાભાઇએ મેરના દુહા-છંદ અને જ્ઞાતિના શુરવીરતાભર્યા ઇતિહાસની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમના અંતે આભારવિધિ સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘે કરી હતી ત્યાર બાદ બહેનો દ્રારા રાસ ગરબા અને ભાઇઓ દ્રારા મણીયારો રાસની રમઝટ બોલાવીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અને સૌ જ્ઞાતિજનોએ સાથે ભોજન લઇ એક બીજાનો પરીચય અને સબંધનો સેતુ બાંધેલ
આ કાર્યક્રમને સુરત મેર સમાજના પ્રમુખ, ઊપપ્રમુખ તથા સર્વે જ્ઞાતિજનો અને યુવાનોએ ઊત્સાહભેર સફળ બનાવ્યો હતો.

Read Full Post »

Older Posts »