Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘લીરબાઇ માતાજી’

ધર્મપ્રેમી જાહેર જનતા ભાવભર્યુ નિમંત્રણ
(અહેવાલ-રામભાઇ બાપોદરા)
જુનાગઢ મેર સમાજ દ્વારા ભવનાથરોડ પર આવેલ શ્રીસોનાપુરી (સ્મશાન)ની અંદર દેવી-દેવતાઓ અને ભગવાનની મૂર્તિઓ છે. તથા વિવિધ જ્ઞાતિઓના સંત તેમજ ભકતોની મૂર્તિ પણ છે. ત્યારે આપણી જ્ઞાતિના સંત શીરોમણી શ્રીલીરબામાની પણ એક મૂર્તિ ત્યાં હોય તેવું જુનાગઢ મેર સમાજના આગેવાનોએ નક્કી કરેલ અને સૌ જ્ઞાતિજનોના સહયોગથી સોનાપુરી ખાતે મંદિર નિર્માણ કરેલ તેમાં શ્રીલીરબાઇમા, શ્રીરામદેવપીર મહારાજ, શ્રીગણપતિ બાપા, અને હનુમાન બાપાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરેલ છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.પ/ર/૧૧ શનિવાર ને મહાબીજના શુભ દિવસે સંતો-મહંતો ઊપસ્થિતીમાં સવારના ૧૧ કલાકે સામૈયુ, બપોરના ભોજન-પ્રસાદ, અને સાંજના ૪ કલાકે બીડુ હોમવા અને ર્મૂતિ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં આપણી જ્ઞાતિના આગેવાનો પણ ખાસ ઊપસ્થિત રહેશે તો સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનોને આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે સ્પર્ક કરો- રામભાઇ બાપોદરા મો-૯૮૭૯૭ ૯૭૭૯૧, રાજુભાઇ ઓડેદરા મો-૯૪૨૭૪ ૨૫૯૭૫, ભીમભાઇ સુંડાવદરા ૯૪૨૬૦ ૨૮૨૦૮,

Advertisements

Read Full Post »

લીરબાઇ મંદિર નિર્માણ માટે આવેલ ફંડની યાદી

(અહેવાલ-રામભાઇ બાપોદરા દ્રારા)

(૧) પ૦૦૦/-શ્રી રામ ભરોસે, જૂનાગઢ
(ર) ૧૧૦૦/-શ્રી ભીમાભાઇ એભાભાઇ મોઢવાડીયા, જામનગર
(૩)  ૧૧૦૦/-શ્રી સવદાસભાઇ રણમલભાઇ ઓડેદરા, જૂનાગઢ
(૪) પ૦૧/-શ્રી કેશુભાઇ લાખાભાઇ જાડેજા (સુર્યોદય ફોટોઆર્ટ), કડછ
(પ) ર૦૦/-શ્રી ધર્મેન્દ્રભાઇ કારાવદરા, જામનગર 
 
લીરબાઇ મંદિરને પથ્થર અને વાહન દ્રારા મદદ કરેલ દાતાઓની યાદી

જુનાગઢના ભવનાથ રોડ પર આવેલા સોનાપુરીમાં શ્રીલીરબાઇ મંદિરના નવનિર્માણ કાર્યમાં પથ્થર તથા વાહન દ્રારા મદદ કરનાર દાતાઓની યાદી આ પ્રમાણે છે.
(૧)માલદેભાઇ રામભાઇ તરખાલા-જૂનાગઢ,

(ર)રાજુભાઇ ભાયાભાઇ રાતીયા-જૂનાગઢ,
(૩)કેશુભાઇ પુંજાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૪)પ્રતાપભાઇ વિસાણા-જૂનાગઢ,
(પ)ઠેબાભાઇ ભુરાભાઇ ઓડેદરા-જૂનાગઢ,
(૬) અશોકભાઇ વજશીભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૭)દેવાભાઇ પુંજાભાઇ ભુતિયા-જૂનાગઢ,
(૮)સંજયભાઇ બાપોદરા-જૂનાગઢ,
(૯)ભગતભાઇ દેવાભાઇ ગોઢાણીયા.

સર્વ ધર્મપ્રેમી જ્ઞાતિજનોને વિનંતી કે આપ પણ આ મંદિર નિર્માણ કાર્યમાં પૈસાની જરૂર હોય તેથી આપ પણ ઉદાર હાથે ફાળો આપી મંદિર નિર્માણમાં સહભાગી થવા નમ્ર વિનંતી.

——-ફાળો મોકલવા માટે——-
રામભાઇ વી. બાપોદરા, “રણુજાધામ”, ડ્રીમલેન્ડ સોસા. ર૪, આલ્ફા સ્કુલ પાસે, જુનાગઢ. મો.૯૪૨૭૭૩૧૪૮, ૯૮૭૯૭૯૭૭૯૧,

ગોસા ગામે રામદેવપીરના મંડપની થયેલ ઊજવણી

(અહેવાલ-વિરમભાઇ આગઠ)
પોરબંદર તાલુકાના ગોસા ગામે તા.૧૦ના રોજ સમસ્ત હિન્દુ જ્ઞાતિ સહિત જ્ઞાતિ સમાજમાં પૂજનિય એવા શ્રીરામદેવપીર મહારાજનો મીની મંડપની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ગોસા ઘેડ ગામે અવેડાની બાજુમાં સવદાસભાઇ લીલાભાઇ આગઠ દ્વારા રામદેવજી મહારાજના એક મીની મંડપનુ આયોજન કરવા આવ્યું હતું સ્થાપના અને સામૈયા બાદ તા.૧૦ના રોજ ધાર્મીક વિધી કર્યા પછી મંડપ ખડો કરવામાં આવ્યો હતો.
જેના દર્શન કરવા ભાવિકજનો વિશાળ સંખ્યા ઊપસ્થિત રહ્યા હતા. આયોજક સવદાસભાઇ આગઠના માર્ગદર્શન નીચે સેવાભાવી અરજનભાઇ લીલાભાઇ, લાખાભાઇ રામાભાઇ, લાખાભાઇ મશરીભાઇ, જેઠાભાઇ દેવશીભાઇ, માધાભાઇ ખીમાભાઇ, નાથાભાઇ આગઠ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

ખીસ્ત્રી ગામે બાર પ્રહર પાઠ યોજાયો

પોરબંદર તાલુકાના ખીસ્ત્રી ગામે તા.૧ર/૪/૦૧૦ અને તા.૧૩/૪/૦૧૦ના રોજ સમસ્ત ગામ દ્વારા શ્રીરામદેપીર મહારાજનો બારપોરો પાઠ યોજાયો. આ નિમીતે સમસ્ત ગામનું સામુહિક ભોજન પ્રસાદ તથા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર રાણા સીડા, વીરાભગત, સહિતના ભજનિક કલાકારોએ સંતવાણીનું રસપાન કરાવેલ હતું. આ પ્રસંગનો સર્વે ખર્ચ રણમલભાઇ કરણાભાઇ, કારાભાઇ કરણાભાઇ, કાનાભાઇ કરણાભાઇ, પરબતભાઇ કરણાભાઇ, દેવશીભાઇ કારાભાઇ તરફથી કરવામાં આવ્યો હતો. 

આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધી)
આપણા દેશમાં મોટા ભાગે લોકો ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન શિવ, ગણેશ હનુમાનજી કે પોતાના આરાધ્ય કે કુળદેવતાની પુજા કરે છે. જયારે દક્ષિણ ભારતના કેટલાક ગામડાઓમાં રાવણની પુજા કરવામાં આવે છે. પરંતુ આપણી જ્ઞાતિનો એક યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણની પુજા કરે છે. અને તે રાવણ ભકત તરીકે પ્રચલીત છે.
આ બનાવની વિગત એવી છે. કે જૂનાગઢની કસ્તુર બા કોલોની વિસ્તારમાં રહેતા મહેશભાઇ વેજાભાઇ મોઢવાડીયા નામનો યુવાન છેલ્લા પાંચ વર્ષથી રાવણ ની પુજા કરે છે. અને તે વિસ્તારના લોકો તેને રાવણ ભકત તરીકે જ ઓળખે છે. તેઓ નિત્ય રાવણ રચિત શિવ તાડવના શ્લોકોનું પારાયણ કરે છે. રાવણ શિવજીનો પરમ ઊપાસક હતો. તેથી મહેશભાઇ પર શિવજી વધારે પ્રસન્ન રહે છે. મહેશભાઇ તાજેતરમાં જ હરીદ્વાર ગયેલ ત્યારે તેમને ગંગા નદીના કાંઠે પાડવ ઘાટ પર  ઊડા પાણીની અંદર ર૦ કિલોથી પણ વધારે વજન ધરાવતી એક ‘ઓમકાર’ લખેલી શિવ લગ મળેલ જેની તે પોતાના ઘરે અખાત્રીજના દિવસે સ્થાપના કરશે. તથા તેમને જૂનાગઢના ગીરનાર પર્વતના જોગણીયા ડુંગર પર સુતા સુતા જવું પડે તેવી એક શિવ ગુફા મળી આવેલ તે ગુફામાં શિવ મૂર્તિ, શિવલિંગ, શંખ, વગેરે મળેલ. તેનું કારણ પણ તે રાવણ ભકત હોવાને જ માને છે.

Read Full Post »

જય લીરબાઇમાં વંદન કરીએ વાંરવાર.
છોટા શિશુ બની આવ્યા છે જગમાં,
લઇ તવ સ્મૃતિ ઊભા છીએ તવકુરા,
સ્નેહભરી દૃષ્ટિથી સ્મિત આપજો માં,
આપશો તવ શરણોમાં મુજને સહવાસ,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

સંસાર સાગરમાં ઊભા છીએ આ પાર,
સુખ-દુઃખ ચીત અને વર્ષા ઇ સંસાર,
અહ રહયા છીએ હે માંન તુજ મના પર,
અભ્યાસના પંથે પગલાં પ્રસ્થાપિત કરાવી,
માત મારી નાવ પહોંચાડો ભવ સાગરને પાર,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

મારી ભકિતમાં એકજ શકિત આપજે માં,
વિદ્યા ઊન્નતિનાં શિખર સાથે અપડાવજે માં,
બીજુ નહ દિન કે દિલ સો આપવા શકિત દેજે માં,
નિરાશા મહી, આશા નો દિપ જવાલ જે માં,
જય લીરબાઇમાં વંદન કરીએ વારંવાર.

—- મોઢવાડીયા પરબત એ.,
કોલેજ રોડ, જુનાગઢ.

Read Full Post »

શિંગડા ગામે ભાગવત સપ્તાહ સંપન્ન

પોરબંદર તાલુકાના શિંગડા ગામે ગત તા.ર૩ થી ૩૦ મી સુધી સમસ્ત ગામ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ હતું. વ્યાસપીઠ સ્થાને જગદીશચંદ્ર વિઠલદાસજી રાવલ (ખડીયાવાળા)એ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવેલ હતું.  કથાની સાથે દરરોજ પ્રસાદી વ્યવસ્થા પણ રાખેલ હતી. તેમજ કથા દરમિયાન જે ફંડફાળો થયેલ તે ગૌશાળા અને ગોપાલ ભગવાન શેઠ મઠનાં લાભાર્થે વાપરવાનું નકકી કરેલ.  આયોજનને સફળ બનાવવા રણમલભાઇ પરબતભાઇ ખુંટી, રમણીકભાઇ કુબાવત, વેલાભાઇ જાદવ તથા ચંદુભાઇ મંત્રી તરફથી ભારે જહેમત ઊઠાવી હતી.


વાછોડા ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને લોક ડાયરો યોજાયા

પોરબંદર તાલુકાના વાછોડા ગામે તા.૮-ર-ર૦૧૦ ના રોજ સમસ્ત ગામ દ્વારા શ્રી રામદેવપીરના દ્વારે ભગવાન શ્રી કૃષ્ણ, લીરબાઇમાં અને રામદેવપીરની મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.  આ નિમિત્તે રાત્રીનાં લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી, અરિવંદગીરી, ભજનીક કલાકાર શૈલેષ મહારાજ, અરવિંદગીરી તથા પુજા ચૌહાણે ભજનોની ભારે રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભરતદાસબાપુ, તથા છોટુનાથબાપુએ ઊપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.


 જૂનાગઢ લીરબાઇ મંદિરમાં શ્રમદાન આપનારની યાદી

શ્રી લીરબાઇ માતાજીના મંદિર (સોનાપુરી) ભવનાથ રોડ, જુનાગઢના નવ નર્મીત મંદિરનો સ્લેબ તથા શીખરનું કામ હાલના સમયે પુર્ણ થયેલ છે.  સ્લેબના આર.સી.સી. કામમાં લીરબાઇનગર, જુનાગઢના જ્ઞાતિજનોએ સંપુર્ણ સાથ સહકાર આપી સ્લેબનું આર.સી.સી. કામ સંપુર્ણ સેવા આપી જાત મહેનત કરી આપેલ છે. તેવા જ્ઞાતિજનોની યાદી નીચે મુજબ છે.
૧. વીરમભાઇ બોઘાભાઇ ઓડેદરા
ર.  લીલાભાઇ હાજાભાઇ ભુતીયા
૩. કરશનભાઇ નેભાભાઇ ભુતીયા
૪. વઝાભાઇ રામભાઇ ભુતીયા
પ. દેવશીભાઇ રામભાઇ ઓડેદરા
૬. દુદાભાઇ  સરમણભાઇ રાણાવાયા
૭. પોપટભાઇ વેજાભાઇ ઓડેદરા
૮. લાખાભાઇ રાજસીભાઇ ભુતીયા
૯. દેવાભાઇ સરમણભાઇ રાણાવાયા
૧૦. સુભાષભાઇ રામભાઇ ઓડેદરા
૧૧. પરબતભાઇ રીણાભાઇ ઓડેદરા
૧ર. જીકુભાઇ મુળુભાઇ ઓડેદરા
૧૩. રાજુભાઇ વિસાભાઇ ઓડેદરા
૧૪. જીવાભાઇ રામભાઇ ઓડેદરા
૧પ. અરસીભાઇ ભાયાભાઇ ઓડેદરા
૧૬. ભરતભાઇ રામભાઇ ઓડેદરા
૧૭. રણજીતભાઇ રામભાઇ ઓડેદરા
 શ્રી લીરબાઇ માતાજીના નવનીર્મિત મંદિરમાં કોઇપણ જ્ઞાતિજનોને ફાળો આપવો હોય તો નીચેના સરનામે કોન્ટેકટ કરવા વિનંતી.

રામભાઇ બાપોદરાઃમો.૯૪૨૭૭૩૩૧૪૮ / ૯૮૭૯૭૯૭૭૯૧

Read Full Post »

ઓડદર ગામે તા.૧૯મીએ સમસ્ત મહેર સમાજનું સમુહ ભોજન

ગુરૂ ગોરખનાથની અખંડ આરાધના, અખંડ નિઃસ્વાર્થ સેવા, નિષ્ઠા ભકિત અને દરેક જીવ સાથે પ્રમેભકિત તથા ગોરખનાથનાં સેવાના પાઠ સૌ ભકતોના જીવનમાં ઊતારનાર પોરબંદર નજીકનાં ઓડદર ગામની ગુરૂ ગોરખનાથની જગ્યા (મંદિર) ના સંત છોટુનાથ બાપુના સાનિધ્યમાં સમસ્ત મહેર સમાજનો સમુહ ભોજન કાર્યક્રમ આગામી તા.૧૯ ફેબ્રુઆરીનાં યોજવામાં આવશે.
રાણાવાવ નગરપાલિકાનાં પ્રમુખ સામતભાઇ ઓડેદરાના બન્ને પુત્રોને ગુરૂમંત્ર આપવાની ર્ધાિમક વિધિ પણ મહંત છોટુનાથબાપુનાં હસ્તે કરવામાં આવશે. અને ૧૯ ફેબ્રુઆરીએ સમસ્ત મહેર સમાજનાં સમુહ ભોજનની તૈયારીઓમાં પણ છોટુનાથબાપુએ પોતાનાં આશિર્વચન પાઠવી દીધા છે. ધાર્મિક ઊત્સવની સાથોસાથ મહેર સમાજનાં સમુહ ભોજનમાં અંદાજે એકાદ લાખ લોકો ભાગ લેશે તેવા અંદાજ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ  યોજાનાર આ સમુહ ભોજન પ્રસંગને અનુરૂપ સેવાયજ્ઞમાં કોઇ પણ વ્યકિત પાસેથી એક રૂપિયાનો પણ ફાળો લેવામાં આવતો નથી.

==================================================

પોરબંદરમાં સાંઇબાબા મંદિરે દર ગુરૂવારે ખીચડીની પ્રસાદીનું આયોજન

પોરબંદરનાં સુવિખ્યાત સાંઇબાબા મંદિરે હવેથી દર રવિવવારે પણ ખીચડીની પ્રસાદીનું આયોજન દાતા દ્વારા કરાયું છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કેશુભાઇ સીડા તથા ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ ઊષાબેન કેશુભાઇ સીડા દ્વારા દર રવિવારે સાંજે છ વાગ્યાથી ખીચડીની મહાપ્રસાદી સાંઇભકતોને નરસંગ ટેકરીના સાંઇબાબા મંદિરે આપવામાં આવે છે.
અત્યાર સુધી દર ગુરૂવારે મંદિરે દાતાઓ દ્વારા ખીચડીની મહાપ્રસાદી અપાતી હતી જેનો હજારો સાંઇભકતો લાભ લેતા હતા. ત્યારે હવેથી ગુરુવારની સાથો સાથ રવિવારે પણ પ્રસાદીનું આયોજન કરાયું હોવાની તેનો ભકતોને અચુક લાભ લેવાની યાદસ સાંઇબાબા મંદિરના પુજારી જગદીશભાઇ વ્યાસે પાઠવી છે.

==================================================

લીરબાઇ આશ્રમ ધરમપુરમાં વિવિધ ર્કાિમક કાર્યક્રમો યોજાયા

રાણાવાવ તાલુકાના ધરમપુર ગામે આવેલ શ્રી લીરબાઇમાં આશ્રમ ખાતે તા. ૩૧/૧ર/૦૯ના રોજ શિવલિંગ તથા ભોળાનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મહારૂદ્ર યજ્ઞ, સામુહિક ભોજન તથા રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તથા પ્રખ્યાત ભજનીક હરસુખગીરી ગૌસ્વામીએ સંતવાણીની શુરાવલી વહાવી હતી. તથા તા. ર૮/૧/૧૦ના રોજ આઇશ્રી લીરબાઇમાંની ૧૩૪મી પુણ્યતિથી એ પણ સામુહિક પ્રસાદી તથા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં દેવરાજ ગઢવી (સાહિત્યકાર) ઊપલેટા વાળા, કાળુભાઇ આહિર (ભજનીક) આસિયા વદર વાળા, તથા સાથી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આયોજક શ્રી લખુબાપુ તથા સર્વે ભકત મંડળએ ભારે જહેમત ઊઠાવી હતી.

==================================================

ફટાણા ગામે બાર પ્રહર પાટોત્સવ સંપન્ન

પોરબંદર ચાલુકાના ફટાણા ગામે તા.ર૦/૧/૧૦ના રોજ શ્રી રામદેવજી મહારાજનો બાર પ્રહર પાટની ઊજવણી કરવામાં આવી હતી. જેમા સંતવાણીના કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજનીક કલાકાર શ્રી કાપડી પરીવાર તથા બીજા દિવસે ભજનીક કલાકાર શ્રી અરવદગીરી (ભેટકડી વાળા)એ ભજનોની ભારે રમઝટ બોલાવી હતી.
આ શુભ પ્રસંગે સાધુ સંતોએ ઊપસ્થિત રહી આર્શીવચન પાઠવેલ હતા. તથા સામુહિક ભોજન વગેરે કાર્યક્રમનું પણ આયોજન આયોજક શ્રી જયમલભાઇ દેવાભાઇ ઓડેદરા હાલ (યુ.કે.) લેસ્ટર તરફથી કરવામાં આવ્યુ હતું.

==================================================

શીશલી ગામે બાર પહોર પાઠ સંપન્ન

પોરબંદર તાલુકાના શીશલી ગામે તા. ૧૭/૧/૦૧૦ના રોજ મહાસુદ બીજ નિમીતે બાર પ્રહર પાઠની ઊજવણી શ્રી લીરબારઇ મંદિરે કરવામાં આવી હતી તથા સમસ્ત શીશલી ગામનું જમણવાર, સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિવિધ કાર્યક્રમનો ખર્ચ ગોરાણા ગામના વતની અને હાલ યુ.કે. વસવાટ કરતા લીલાભાઇ રામભાઇ મોઢવાડીયા તરફથી કરવામાં આવેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા શીશલી ગામના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

===================================================

પોરબંદરનાં ગોસા (ઘેડ) ખાતે બાર પહોર પાટોત્સવ સંપન્ન

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારનાં કોસ્ટલ હાઇવે ૮ ઇ રોડ ઊપર આવેલા ગોસા(ઘેડ) ગામે વિસાણા ફળીયામાં આવેલ શ્રી રામદેવપીર અને આઇશ્રી લીરબાઇઆઇની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૧ ન ારોજ મહાબીજની ઊજવણી લીરબાઇઆઇની જગ્યામાં રામદેવપીરના બાર પહોર પાટોત્સવ સાથે સંતવાણીનો કાર્યક્રમ ખુબ જ ધામધુમ પૂર્વક સમસ્ત ગોસા(ઘેડ) ગામ દ્વારા જગ્યાના પુજારી સેવક ભકત રાજશી ભગતનાં નેજા હેઠળ ઊજવવછામાં આવ્યો હતો.
આઇ શ્રી લીરબાઇમાંની હયાતીમાં ગોસા (ઘેડ) ગામે થાપો (પાંજો) દઇને સત વર્ત્વેલ એ જગ્યાએ દર સાલ મહાબીજ અને અષાઢી બીજની ઊજવણી સમસ્ત ગામના સાથ સહકારથી ભકતરાજશી ભગત દ્વારા કરવામાં આવે છે. જગ્યામાં ભકિતભાવ સદૈવ ચાલુ રહે છે. આ વર્ષે પણ મહાબીજની ઊજવણીનાં આયોજન પુર્વ ભકત રાજશી ભગત ગોસા(ઘેડ) ગામના આગેવાનો તથા સરપંચ મેરામણભાઇ આગઠ, ઊપ સરપંચ વિરમભાઇ આગઠ, વેપારી આલમના આગેવાનો સહિતનાં અગ્રણીઓને જગ્યામાં બોલાવી મહાબીજની ઊજવણીનાં આયોજન સબબસ સભા બોલાવી હતી.
ઊપસ્થિત આગેવાનોની ચર્ચા વિચારણાના અંતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ બીજનાં દિવસે લીરબાઇ આઇશ્રીની જગ્યામાં નકલંક નેજાધારી બાબા રામદેવપીરનાં બાર પહોર પાટોત્સવ તેમજ આ પ્રસંગે ઊપસ્થિત મહેમાન ભકત સમુદાય માટે મહાપ્રસાદીનું બે દિવસ સુધી તેમજ મહાબીજનાં દિવસે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
લીરબાઇમાંની જગ્યામાં તા.૧૭ નાં રોજ સાંજના ચાર વાગ્યે બાબા રામદેવપીરના બાર પહોર પાટોત્સવનાં સામૈયા લીરબાઇઆઇની જગ્યાએથી નિકળેલ. સાંજનાં ૯ કલાકે પાટોત્સવનું કુંભસ્થાપન કરવામાં આવ્યું હતું. તા.૧૭ ને રવિવારનાં રોજ બાર પહોર પાટોત્સવનાં શુભારંભની રાત્રીનાં ૧૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ કાર્યક્રમમાં વિજયભાઇ ગઢવી (ખંભાળીયા વાળા) રમેશગીરી ગૌસ્વામી (ભાવપરાવાળા) સાથે સાજીંદાઓમાં પ્રભુદાસ (મોઢવાડા) તબલામાં કલ્પેશ ભાઇ (પોરબંદર-કડીયા પ્લોટ) બેન્જોમાં દિલીપભાઇ (કુતીયાણા) અને મંજીરાનાં માણીગર કિરીટભાઇ તથા કામાભાઇ પોતાની કલા પીરસી હતી. અને આખી રાત ભજનોની રમઝટ બોલાવી હતી. રામદેવપીરના બાર પહોર પાટોત્સવમાં અખંડ ૩૬ કલાક ગાદિપતિ તરીકે ગોસાનાં બાવાજી વશરામગીરી કાશીગીરી ગૌસ્વામી તથા કોટવારી રામદેવપીરના ભકત માલદેભાઇ નથુભાઇઆગઠ નિમાવેલ હતી. આ બાબા રામદેવપીરના પાટોત્સવના દર્શનનો લાભ અંદાજે ર૦૦૦ થી વધુ જેટલા ભાવીક ભકતજનોએ લીધો હતો.

====================================================

Read Full Post »

વડોદરામાં દાંડીયારાસ પ્રેકટીસ
વડોદરા શહેર અને તેની આસપાસ વસવાટ કરતા આપણી જ્ઞાતિના યુવાનો તથા વિદ્યાર્થી મિત્રો દ્વારા આપણી સંસ્કૃતિ તથા મણીયારો રાસ જળવાઇ રહે તે હેતુથી દર રવિવારે સાંજે પ થી ૭ કલાક દરમિયાન સપનાના વાવેતર હોલ ખાતે આપણા ઓરીજનલ રાસની પ્રેકટીસ કરવામાં આવશે. જેનો લાભ લેવા વડોદરાના યુવા ભાઇઓને આયોજક મંડળ તરફથી અનુરોધ કરવામાં આવે છે.
ખેતલીયા દાદાનાં મંદિરે બાર પ્રહર પાઠ સંપન્ન
જૂનાગઢ પાસેના ધંધુસર રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરે તા.ર૧-રર ના રોજ વિસાવાડા ગામના વતની અને હાલ લેસ્ટર (યુ.કે.)માં વસવાટ કરતા છગનભાઇ લાખાભાઇ કેશવાલા પરિવાર દ્વારા બાર પ્રહર પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમ યુ.કે. નિવાસી રામભાઇ કેશવાલાએ મહેર એકતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આત્મીય મહોત્સવની તડામાર તૈયારીઓ
 જૂનાગઢની કૃષિ યુનિર્વિસટી ખાતે તા.૯-૧ર અને તા.૧૦-૧ર ના રોજ પ.પૂ.શ્રી હરીપ્રસાદસ્વામી (હરીધામ સોખડા)ની જન્મ શતાબ્દીની ઊજવણી આત્મીય મહોત્સવના નામે ઊજવાશે. જેનો લાભ લેવા જ્ઞાતિજનોને સ્વામી નારાયણ સંસ્થા પોરબંદર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

દાતાઓને અભિનંદન
કુતિયાણા તાલુકાનાં કડેગીમાં શ્રી બજરંગ સ્વાર્ગી વિકાસ અનેક વિધ સેવાકીય પ્રવાૃત્તિ કરે છે. તેમાંની એક પ્રવૃત્તિ જીવદયા ગલુ ભોજન,પ્રાણીમાત્ર માટેની દયા જેમાં ગત વર્ષ માટે દત્તક લેનારની નામાવલી જાહેર કરેલ છે. જે આ મુજબ (૧) લાખાભાઇ રામાભાઇ ઓડેદરા (ર) વિનોદભાઇ ગીગાભાઇ જાડેજા (૩) ટમુબેન નાગાભાઇ કડેગીયા (૪) કનાભાઇ રાજાભાઇ ઓડેદરા (૪) વિરમભાઇ ગલાભાઇ જાડેજા (પ) સ્વ.રામભાઇ ગીગાભાઇ વિરમભાઇ
ઊપરોકત દાતઓઅએ દર અગિયારસના રોજ દત્તક લીધેલ હતા. જે તમામને બજરંગ સ્વાર્ગી વિકાસનાં પ્રમુખ શ્રી દેવાભાઇ અરભમભાઇ ઓડેદરા તથા કાળુભાઇ કેશવાળા સૌનો હ્ય્દય પૂર્વક આભાર માનેલ છે.

લીરબાઇ મંદિર નિમાર્ણ માટે આવેલ ફંડની યાદી
જૂનાગઢનાં ગીરનાર રોડ પર આવેલ સોનાપુરીની અંદર વિવિધ જ્ઞાતિનાં સંતો, ભકતો તથા દેવી દેવતાની પ્રતિમાઓ છે પરંતુ આપણી જ્ઞાતિનાં કોઇ સંત કે ભકતની પ્રતિમા ન હતી તે વાતને ધ્યાને લઇ તાજેતરમાં જ સમસ્ત મહેર સમાજ જૂનાગઢ દ્વારા સોનાપુરીની અંદર લીરબાઇમાનું મંદિર બનાવવાનું નકકી કરી તેનું ખાસ મુહુર્ત કરેલ જેમાં નીચે મુજબ દાતાઓએ ફાળો આપેલ છે. :

 શ્રી ભીમભાઇ કેશવાલા,રાજકોટ. અર્જુનભાઇ ઓડેદરા (યુ.કે.) લીરબાઇ રાસ મંડળ, જૂનાગઢ. રામભાઇ વિરમભાઇ જાડેજા, ગાંધીધામ. અરજનભાઇ વેજાભાઇ ઓડેદરા, જૂનાગઢ. રામભાઇ વજશીભાઇ બાપોદરા, જૂનાગઢ. રાજુભાઇ રામભાઇ ઓડેદરા, જૂનાગઢ. આલાભાઇ વિરમભાઇ ઓડેદરા, જૂનાગઢ. પરબતભાઇ જખરાભાઇ વાઘ, જૂનાગઢ, અરભમભાઇ ભીમાભાઇ ઓડેદરા, જૂનાગઢ. લીલાભાઇ કરશનભાઇ પરમાર, જૂનાગઢ, લખુભાઇ ઊકાભાઇ પરમાર, જૂનાગઢ. ભીમાભાઇ જે. ચુડાવદરા, જૂનાગઢ  .

આપશ્રી પણ આ મંદિર નિમાર્ણ કાર્યમાં નીચેના સરનામે ફાળો આપી શકો છો. રામભાઇ વજશીભાઇ બાપોદરા, આલ્ફા સ્કૂલની બાજુમાં, જૂનાગઢ.

માણાવદરમાં વિદ્યાર્થીઓનું સન્માન થશે
 માણાવદરમાં તાજેતરમાં જ્ઞાતિજનો દ્વારા મેર સમાજના નવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલ તથા તેમાં માણાવદર તાલુકામાં વસવાટ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તો માણાવદર તથા તાલુકામાં આવતા ગામોના વિદ્યાર્થીઓ ધો.૧ થી ૯ તથા ધો.૧૧ માં ૯૦ ટકા કે તેથી ઊપર માર્કસ ધરાવતા વિદ્યાર્થી તથા ધો.૧૦ માં ૭પ ટકા, ધો.૧ર માં ૭૦ ટકા કોલેજ કક્ષામાં ટી.વાય. ગ્રેજયુએશન, પોસ્ટ ગ્રેજયુએશન, પી.ટી.સી. બી.એડ., કોમ્પ્યુટર વગેરેમાં ૬૦ ટકા મેળવનાર વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક સાદી અરજીમાં પોતાનું નામ, અભ્યાસ, સંપૂર્ણ એડ્રેસ ફોન નંબર તા.૧૦-૧ર-૦૯ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.
સરનામું: મું.માણાવદર, ધીરૂભાઇ ભીમાભાઇ દાસા, મધુવન, બાવાવાડી, આદર્શ પ્રા.શાળા સામે, જી.જૂનાગઢ. મો.૯૯૧૩રર૬૦૮૧

પ્રવિણભાઇ તોગડીયાની બળેજ ગામની મુલાકાત

વિશ્વ હિન્દુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણભાઇ તોગડીયાએ વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદરના જિલ્લા મહામંત્રી શ્રી લીલાભાઇ લખમણભાઇના બળેજ ગામેના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Read Full Post »

* જૂનાગઢ મેર કન્યા છાત્રાલયમાં રાસ-ગરબા હરીફાઇ સમપન્ન *

Maher Chhatralay 01જૂનાગઢના ટીંબાવાડી રોડ ખાતે આવેલ સમસ્ત મેર સમાજ એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી કે.જી. ચૌહાણ સ્કુલના પટાંગણમાં તા. ર૧/૯/૦૯ના રોજ નવરાત્રી ના પાવન પર્વની ઊજવણી નિમિત્તે તથા સ્વર્ણિમ ગુજરાત સંદર્ભે સંસ્થાની બાળાઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઊજાગર કરવાના હેતુથી વિવિધ રાસ ગરબાની ધો. ૮ થી ધો.૧રની બાળાઓએ પ્રસ્તુતી કરેલ હતી. Maher Chhatralay 02
 આ પ્રસંગે સંદેશના પ્રત્રકાર ધીરૂભાઇ પુરોહીત, રામસિંગભાઇ સુંડાવદરા, રાજુભાઇ ઓડેદરા, ભીમભાઇ સુંડાવદરા, ભુરીબેન પરમાર, સહિતના જ્ઞાતિજનો ઊપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા છાત્રાલયના શિક્ષકગણએ ભારે જહેમત ઊઠાવી હતી.

 

* સ્નેહ મિલન ર૦૦૯, વલ્લભ વિદ્યાનગર *

V V Nagar 01

શ્રી મહેર વિદ્યાર્થી ભવન વલ્લભ વિદ્યાનગર ખાતે જ્ઞાતિ ભાઇ-બહેનોનું વર્ષ-ર૦૦૯ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
શ્રી મહેર સુપ્રીમ કાઊન્સીલ સંચાલિત શ્રી મહેર વિદ્યાર્થી ભૂવન વલ્લભ વિદ્યાનગર ખાતે (વધુ…)

Read Full Post »