Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વાંચકોની કલમે’

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Advertisements

Read Full Post »

ડો.સ્ટીફન હોકગે એક બુક લખી છે. કે ભગવાન નથી અને આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું નથી તે ડો. હોકગે સત્ય લખ્યું છે તે બદલ તેને અભિનંદન અને તે બુક વાંચવાથી લોકો અંધશ્રધ્ધામાંથી છુટશે પણ આજથી ત્રણ હજાર વર્ષ પહેલા ભારતમાં ચાવાક નામના મહાન રૂષિ વિજ્ઞાનીક થયા તેઓએ ચાર્વાક દર્શન નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું છે. કે ભગવાન નામની કોઇ વ્યકિત નથી ત્યાર બાદ દોઢસો વર્ષ પહેલા દયાનંદન સરસ્વતી થયાં તેમણે સત્ય પ્રકાશ નામનું પુસ્તક લખ્યું તેમાં તેણે લખ્યું કે ર્મૂિતમાં ભગવાન નથી અને મે (સરમણભાઇ સવદાસભાઇ સુત્રેજાએ) ઇ.સ. ર૦૦૭માં સત્ય દર્શન અને સત્ય હકીકત નામનું પુસ્તક લખ્યું તેમાં મે લખ્યું કે ભગવાન નથી.
આ સત્ય દર્શન અને સત્ય હકીકત નામના પુસ્તકો આજથી ચાર વર્ષ પહેલા પ્રકાશીત કરેલા અને તેના કોપીરાઇટ તા ૩૦/પ/ર૦૦૮ના રોજ લેખક મંડળ અમદાવાદમાં કરાવેલ છે. આ પુસ્તકમાં છ વિષય છે.
(૧)ભગવાન છે કે નથી? (ર)પુનર્જન્મ નથી, નથી ને નથી, (૩)ભુત-પ્રેત નથી, નથીને નથી, (૪)ધર્મના નામે ધતીગ છે, છે ને છે જ, (પ)મૃત્યુ બાદની વિધિ અંધશ્રધ્ધા છે, છે ને છે જ, (૬)પ્રાણવાયું ઇશ્વર છે, છેને છે જ
આ છ વિષયની મ બુક લખી છે. આ વિશાળ બ્રહ્માંડ કે જેની શરૂઆત કયાંથી અને જેનો અંત કયાં તે વિશે વિજ્ઞાનનું કહેવું છે. કે હજુ આ વિશાળ બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. આ બ્રહ્માંડ બનાવનાચર કોઇ ભગવાન કે ઇશ્વર નથી તે સ્વંય તેની મેળે કે વિજ્ઞાનથી બનેલ છે. તે બીગબગની થીયરીથી બનેલ છે. અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બનેલ છે. આ બ્રહ્માંડ પહેલા રજકણોથી ભરેલ અને ધુમ્મસથી ભરેલું હોવું જોઇએ. ત્યાર બાદ તેમાં વિસ્ફોટનો કે જીલેટીનનો મોટો ગોળો ગુરૂત્વાકર્ષણને  લઇને કરોડો પ્રકાશવર્ષનો ગોળો ઊત્પન્ન થયો થયો હોવો જોઇએ. અને જેમ આપણી પૃથ્વી પર સહરાનું મોટુ રણ છે. તેમ બ્રહ્માંડમાં પણ એક મોટું રણ છે. તેમ વિજ્ઞાનીકોનું કહેવું છે. અને તે બ્રહ્માંડના મધ્ય માં વિસ્ફોટ થયો હશે. તે બ્રહ્માંડના રણમાં કોઇ આકાશગંગા નથી કે સૂર્યો નથી કોઇ પણ ગ્રહ  કે કોઇ ઊપગ્રહ ભયંકર વિસ્ફોટથી અને સાથે ગુરૂત્વાકર્ષણને લઇને બ્રહ્માંડમાં જે ઊર્જાના કણો અને સ્ટોન રજકણોના ગ્રહો, ઊપગ્રહો, આકાશ ગંગા, સુર્ય, અને આપણી આ પૃથ્વી ઊત્પન્ન થઇ હશે પછી કરોડ વર્ષે પૃથ્વી ઠંડી પડી હશે અને સુર્યના કિરણોને લઇને પૃથ્વીના હવામાન થોડો ઓકસીજન ઊત્પન્ન થયો હશે. અને તે બરફ સુર્યના તાપના કારણે ઓગળ્યો હશે અને તેનું પાણી નિચાણવાળા ભાગમાં જઇને સમુદ્ર બન્યો હશે. અને તે પાણી સેવાળ ઊત્પન્ન થયા અને તે સેવાળમાં વનસ્પતિ અને નાના વૃક્ષો ઊત્પન્ન થયા અને તે વનસ્પતિ અને વૃક્ષોમાંથી ઓકસીજન ઊત્પન્ન થવા લાગેલ અને તે ઓકસીજનથી વરસાદ વરસવા લાગ્યો અને આપણી આખી પાૃથ્વી ઊપર વનસ્પતિ અને વાૃક્ષો ઊત્પન્ન થવાથી પુસ્કળ ઓકસીજન મળવાથી પૃથ્વી પર ત્રણ કરોડ જાતના જીવ ઊત્પન્ન થયા અને તે પછી પીસ્તાલીશ લાખ વર્ષ પહેલા  માનવ જાતિ ઊત્પન્ન થઇ અને લાખો વર્ષ જગલી અવસ્થામાં રહીને તે આજથી દસ હજાર વર્ષથી સુધરવા લાગી અને જગલી અવસ્થામાંથી બહાર આવી અને અત્યારે માનવ જાતિએ પૃથ્વી ઊપર દરેક જીવો ઊપર ત્રાસ ગુજારીને તેને કાબુંમાં લઇને તેનો શિકાર કરી અમુક જાતના જીવોનો નાશ કરી નાખ્યો. તો આ વિશાળ બ્રહ્માંડને ઊત્પન્ન કરનારો, અને અબજો આકાશ ગંગાને ઊત્પન્ન કરનારો અને ઊપગ્રહોને ઊત્પન્ન કરનારો અને આપણી જીવ સૃષ્ટિ ઊત્પન કરનારો કોઇ પણ અદ્શ્ય વ્યકિત નથી કે કોઇ ભગવાન નથી તે વિજ્ઞાનથી બન્યું છે. અને ઓકસીજનથી જીવો ઊત્પન્ન થયા અને હાલ વિજ્ઞાનીકો દ્રારા જીવ સૃષ્ટીની શોધ ચાલે છે. જેને કારણે વિશેષ માહિતી આપણને મળશે.

લેખકઃ-સરમણભાઇ સુત્રેજા જુનાગઢ

Read Full Post »

અમરાપુરી ગામ મોટું ને અમરસંગનું રાજ;
ગામને પાદર રાતના થાયે ટોકરામાંથી અવાજ!
કારણ નવ કાંઇ કળાતું,
ઠેર ઠેર હાલતી વાતું.
રાજ કચેરીમાં હાલતી ચર્ચા, રંગમો’લે પણ વાત;
ચોરે-ચૌટે સાંભળી વાતો, થથરે માનવજાત!
કેમ થયો છે કોપ આ ભારી,
મૂંઝાતા નર ને નારી !
પગી-પસાયતા, સમી રખોપા વગડામાં ગભરાય;
પશ્ચિમ દિશે ટોકરો વાગે, પૂર્વે નાઠા જાય!
થર થર સૌનાં કાળજાં કંપે,
જોધા પણ ના સીમમાં જંપે!
ટીપણું વાંચી બોલિયો જોષી, વાત સુણો મહારાય;
બાર રાશિને બાર રાહુઓ, આવ્યા પાદરમાંય!
પનોતિને નારા નચાવે,
કેતુ ત્યાં ઘંટ બજાવે!
ગ્રહ, રાશિને કુંડલી કે’છે, સાંભળજો દરબારઃ
વસ્તી માટે વિઘન બેઠું ને રાજને માથે ભાર!
મોટા જાપને જગન માંડો,
આખી બ્રાહ્મણ નાત જમાડો!
જબ્બર ભૂવો જોગણીવાળો, આવી ચેતાવે પાટ;
હાકલા કરીને ડાકલે ધૂણે, ખીમડિયો ખુરાંટ!
વાંહામાં કોરડા વિઝે,
વણેલાં દોરડાં ઝીકે!
બાર મણની લાપસી રાંધો, ભૂવાં ભેળાં થાય;
રાવળિયાને પાવળિયા, સૌ સાથે બેસી ખાય!
કરો એવી માનતા મારી,
દુઃખ બધાં હું દઉં નિવા!
સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલી તલવટ;
રાંધો મણનું ખીચડું રાજા! નૈવૈદ્ય કરોને ઝટ!
હવે નવ વાર લગાડો,
સમયને શીદ બગાડો?
ચોકીદારો બોલતા છાનું, કેદખાનાની માંય;
કાંતો ભારે કોપિયો દાનવ, કાંતો દેવ જણાય!
રાતે કાયમ ટોકરો વાગે,
ભયથી આખી વસ્તી જાગે!
ચોર કહેઃ હું ભૂતથી મોટો, શકિત મારી અપાર;
જુએ કદીના રાજની સામે, વંતરૂ બીજી વાર!
આજુબાજુ બાંધજો ઓડા,
ભૂત ન ભાગે તો મારજો જોડાં!
– કેશવલાલ સાયલાકર

બીએ એને ભુત વળગે…
કેશવલાલ સાયલાકર એક સુધારક કવિ અને વિદ્વાન લેખક છે. મણિયારા રાસના ઢાળમાં લખાયેલી તેની ઊપરની કવિતામાં ભૂત-પ્રેત અંગે લોકોમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા ભરી માન્યતાનો રમૂજભર્યો પર્દાફાશ થયેલો છે.
યુગોના યુગોથી લોકોમાં ભૂત-પ્રેત અંગેની તદન વાહિયાત વાતો ચર્ચાતી આવી છે. ઘણાએ પોતે ભૂત, પ્રેત, મામો, ખવીસ, ચૂડેલ કે વંતરી વગેરે અવગતીયા જીવ જોયા હોવાના પબેડા માર્યા છે, ઘણાએ વળી ફલાણા ભૂતિયા મહેલમાં ચૂડેલ લોકોને ભરખી જતી હોવાનાં કે ઢકણી અખરી જગ્યામાં બકરીના રૂપમાં લાંબુ લસપસ ‘ચરિતર’ થતું હોવાનાં ડગ હાંકયા છે. દૂનિયાના મોટા ગજાના લેખકોએ આવા પબેડા કે ડગને આધારે પુસ્તકો લખ્યાં છે, તો ફિલ્મ નિર્માતાઓએ ‘ધ ઘોસ્ટ’, ‘પુરાની હવેલી’ અને ‘દો ગજ જમીન કે નીચે’ જેવી ભૂત-પ્રેત પર આધારિત સંખ્યાબંધ ખોફનાક ફિલ્મો ઊતારી છે. ‘દો ગજ જમીન કે નીચે’ ફિલ્મ તો જયારે રીલીઝ થઇ ત્યારે આ ફિલ્મ કોઇપણ માણસ રાત્રે એકલો થિયેટરમાં બેસીને પુરેપુરી જોઇ જાય તો એને લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ નિર્માતા તરફથી કરવામાં આવી હતી.
પરંતુ આવા પુસ્તકો અને ફિલ્મોએ માત્ર કાલ્પનિક ભેજાની કમાલ છે. તેમાં સત્યનો અંશ પણ હોતો નથી. આમ છતાં લોકો ભૂત-પ્રેતની વાતોમાં માનતા હોય છે. અભણ કે ભીરૂ જ નહિ, બલ્કે શિક્ષિત અને હિમતવાન લોકો પણ એવી અંધશ્રધ્ધાભરી વાતોમાં આવીને ભૂત-પ્રેત વગેરેમાં માનતા થયા હોવાના સેકડો દાખલા સમાજમાંથી મળી આવે છે. હકીકતમાં ભૂત-પ્રેત જેવું કશું જ હોતું નથી, બધું જ ડગ હોય છે. કવિ પગળશીભાઇ ગઢવી કહે છે તેમ “મંત્ર, તંત્ર ને મેલડી સઘળું તૂતમતૂત” છે. કેશવલાલ સાયલાકરે ઊપરની કવિતામાં એ હકીકતનો પર્દાફાશ કરીને આપણી સામે રજુ કર્યો છે. આપણે અહિ તે કવિતાનું વિવરણ કરીશું.
એક દિવસ એક ચોર ચોરી કરવાના ઇરાદાથી અમરાપુરી નગર તરફ ચાલતો થયો. ચાલતાં ચાલતાં તે જયારે અમરાપુરી નગરના વેરાન વગડામાં પહાચ્યો ત્યારે હજી સાંજ પડી હતી. આ સમય તો લોકો જાગતાં હોય, તેથી ચોરી થઇ શકે નહિ એમ વિચારીને તે વગડામાં આવેલા એક પુરાણા શિવ મંદીરે થાક ખાવા બેઠો. શિવ મંદિરમાં પિતળનો એક મોટો ટોકરો એટલે કે ઘંટ લટકતો હતો. ચોરને થયું કે ચોરી કરવામાં તો કદાચ સફળતા ન મળે, તેથી ખાલી હાથે પાછા જવા કરતાં આ ટોકરો ઊતારી લીધો હોય તો ખિસ્સા-ખરચી નીકળી જાય. આમ વિચારીને ચોરે તે ટોકરો ઊતારી લીધો અને તે લઇ અંધારે અંધારે આગળ વધ્યો. અમરાપુરીનું પાદર આવ્યું ત્યાં સુધીમાં રાત ઘણી જ વીતી ચૂકી હતી અને નગરમાં સોપો પડી ગયો હતો. ચોરને થયું કે ચોરી કરવા જઇએ અને ટોકરો  સાથે રાખીએ તે બરાબર નહિ. આમ વિચારીને તેણે વડલાની સૌથી ઉંચી ડાળે, પાંદડાના ઝુંડની આડશે ટોકરો ટાંગી દીધો અને ત્યારબાદ નગરમાં ઘુસ્યો. અમરાપુરી નગરમાં એ વખતે અમરસંગ રાજાનું રાજ ચાલતું હતું. ચોર એના જ મહેલમાં હાથ અજમાવવા ગયો, પરંતુ સજાગ ચોકીદારોએ એને પકડી પાડયો અને રાજાની સંમતિ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કરી દીધો.
હવે યોગાનુયોગ અમરાપુરીના વગડામાં જે વાંદરાં હતાં તે બધાં રોજ રાતે એ જ વડલા પર ભેગાં થતાં, જયાં ચોરે ટોકરો લટકાવ્યો હતો. વાંદરાની જાત કોને કહેવાય ? રાતે પણ એક ઠેકાણે જંપીને ન બેસે એનું નામ વાંદરજાત! રાતે બધાં જ વાંદરાએ વડલાની એક ડાળથી બીજી ડાળે કૂદાકૂદ કરે, તેથી ડાળો ડોલે અને પેલો ટોકરો વાગે! રોજ રાતે આ રીતે ટોકરો વાગવાથી લોકોમાં ભય પેસી ગયો કે અમરાપુરી નગરમાં નકકી ભૂત-પ્રેતે વાસ કર્યો છે અને એજ રોજ રાતે ટોકરા વગાડે છે.
રાજકચેરીમાં હાલતી ચર્ચા, રંગેમોલે પણ વાત;
ચોરે-ચૌટે સાંભળી વાતો, થથરે માનવજાત!કેમ થયો છે કોપ આ ભારી ?મૂંઝાતાં નરને નારી !અમરસંગની રાજકચેરીમાં, રાણીવાસમાં તેમજ ચોરે અને ચૌટે ટકોરા વાગવાની જ ચર્ચા થવા લાગી. લોકો ભયથી થરથર કાંપતાં હતા, આવો કોપ કેમ થયો છે એ વાતે સૌ મૂંઝાતા હતાં.પગી-પસાયતા, સમી રખોપા વગડામાં ગભરાય; પશ્ચિમ દિશે ટોકરો વાગે, પૂર્વે નાઠા જાય! થર થર સૌનાં કાળજાં કંપે,
જોધા પણ ના સીમમાં જંપે!
અમરસંગના જે પગી, પસાયતા અને સીમના રખોલિયા હતા, તેઓ ટોકરાનો અવાજ સાંભળીને એવાતો ભીરૂ બની ગયા કે પશ્ચિમ દિશામાં ટોકરાનો અવાજ થતાંની સાથે જ પૂર્વ દિશામાં ભાગવા માડે! બધાંનાં કાળજાં થરથર કંપે છે, નીડર અને અલમસ્ત યોધ્ધા જેવા માણસો પણ સીમમાં જંપી શકતા નથી. બધાંના હૃદયમાં ભૂતનો ખોફનાક ડર પેસી ગયો છે.
નગર પર આવો કોપ કેમ ઊતર્યો છે અને એનું નિવારણ કેવી રીતે કરવું એ માટે અમરસંગ રાજાએ રાજ જોષીને બોલાવ્યો.
ટીપણું વાંચી બોલિયો જોષી, વાત સુણો મહારાય; બાર રાશિને બાર રાહુઓ, આવ્યા પાદરમાંય! પનોતિને નારા નચાવે,કેતુ ત્યાં ઘંટ બજાવે! રાજજોષીએ ટીપણું વાંચીને કહયું “હે મહારાજ! બાર રાશિઓ અને બાર રાહુઓ નગરના પાદરમાં ઊતરી આવ્યા છે. તેઓ પનોતિને નાચ નચાવે છે અને કેતુ ત્યાં ઊભો ઊભો ઘંટ વગાડે છે.”અમરસંગે પુછયું “પરંતુ જોષી મહારાજ! એનું નિવારણ કરવા માટેનો કોઇ ઊપાય ખરો?”જોષી બોલ્યોઃ “ઊપાય ન હોય એવું બને, મહારાજ ?”ગ્રહ, રાશિને કુંડલી કે’છે, સાંભળજો દરબારઃ
વસ્તી માટે વિઘન બેઠું ને રાજને માથે ભાર!
મોટા જાપને જગન માંડો,
આખી બ્રાહ્મણ નાત જમાડો!
“હે દરબાર! ગ્રહ, રાશિ, અને કુંડલિ એવું બતાવે છે કે વસ્તીને માટે મોટું વિઘ્ન બેઠું છે અને રાજને માથે ભાર આવ્યો છે. માટે મોટા જાપ અને હોમ-હવન કરાવો, આખી બ્રાહ્મણ જાતને જમાડો!”
રાજ જોશીના કહ્યા મુજબ અમરસંગ રાજાએ જાણકાર પંડિતોને બોલાવી મોટા જાપ અને હોમ-હવન કરાવ્યાં તેમજ આખી બ્રામણ નાત જમાડી આમ છતાં ટોકરો બંધ થયો નહી.
લોકો મૂંઝાયા કે આ કોપ તો બહું ભારે છે. હવે શું થશે? રાજા પણ મૂંજાયો તેણે પોતાના માણસોને હુંકમ કરીને દોડાવ્યા આપણા નગરમાં ખીમડીયો ખુરાટ બહું મોટો ભુવો છે. એ જરૂર આ ભુતને વશ કરશે, માટે ઝટ બોલાવો એ ખીમડીયા ખુરાટનેઃ-
ખીમડીયા ખુરાટનું આગમન થયું જબ્બર ભુવો જોગણી વાળો, આવી ચેતવે પાટ, હાકલા કરીને ડાકલે ધુણે ખીમડીયો ખુરાટ
વાહામાં કોરડા વિઝે
વણેલા દોરડા ઝિકે
ખીમડીયા ખુરાંટે આવતાની સાથે જ પાટ ચેતાવી અને જુવારની ચપટી મેલી એટલામાં તો જાણે કોઇ અલૈકિક જોગણી એના સરમા આવી હોય તેમ ચારેય પલા ઝાટકીને એ બેઠો થયો અને જોરદાર ઝણેણાટી સાથે ડાકલું વગાડતાં વગાડતાં જોશભેર ધુતકારી નાખી, બાજુમાં પડેલી લોખંડની સાંકળ લઇને બે હાથે પોતાના વાંસામાં પ્રહારો કરતાં એ બોલ્યોઃ
બાર મણાની લાપસી રાંધો, ભૂવા ભેળા થાય; રાવળીયાને પાવળીયા સાથે બેસી ખાય,
કરો એવી માનતા મારી,
દુઃખ બધાં હું દઉં નિવારી
સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલી તલવટ;
રાંધો મણનું ખીચડું રાજા નૈવેદ્ય કરો ઝટ,
હવે નવ વાર લગાડો,
સમય શીદને બગાડો,
હે મહારાજ બાર મણની લાપસી રાંધો, સાત પાલીની સુખડી રાંધો, ત્રણ પાલીની તલવટ રાંધો, એક મણનું ખીચડું રાંધો અને તાબડ તોબ દેવીને એના નૈવેદ્ય ધરો નગરના તમામ ભુવા રાવળીયા પાવળીયાને ભેગા કરીને જમાડો આમ કરો તો હું તમારા દુખનું નિવારણ કરી દઇશ,
અમરસંગની આજ્ઞા થતાં જ બાર મણની લાપસી, સાત પાલીની સુખડી, ત્રણ પાલીની તલવટ અને એક મણનું ખીચડું વગેરે રધાંઇને આવી ગયાં ભુવાએ દૈવીને એનું નૈવેધ ધર્યું ત્યાર બાદ તમામ ભુવા, રાવળિયા અને પાળીયા એ સાથે બેસીને પ્રસાદી લીધી. આમ છતાં કોઇ ટોકરો બંધ ન થયો.
લોકોને થયું કે આ કોઇ નાનુંસુનું ભુત નથી, આતો બહું મોટુ અને ભયાનક ભૂત છે. રાજજોષી અને ખીમડીયો ખુરાટ જેવા મોટા ભૂવાથી પણ જેનું નિવારણ ન થઇ શકયું, એવું આ ભુત તો નક્કી આખા નગરને ભરખી જશે આ બીકે બધાંના કાળજા કંપવા લાગ્યાં
એમાં એક દિવસ જેલના ચોકીદારો દરવાજા પાસે બેસીને ભૂતની બાબતમાં જુદી જુદી કલ્પનાઓના ઘોડા દોડાવી રહ્યા હતાઃ
આપણા નગર પર કાંતો કોઇ દાનવનો ભારે કોપ ઊતર્યો હોય અથવા કોઇ દેવની વાંકી દષ્ટી થઇ હોય એ વિના આખી વસ્તીને ભય થી જગાડનાર ભૂત કાયમ રાતે ટોકરો કેમ વગાડે?
ચોકીદારોની આ વાત જેલની અંદર બેઠેલા ચોરના કાને પડી એની સમજમાં આવી ગયું કે પોતે વડલા પર જે ટોકરો બાંધો છે એણે જ ભૂતનું તૂત ઊભો કર્યું છે. હવે પોતે શું કરવું એ માટેની તરકીબ એના મગજમાં ઘડાઇ ગઇ તાબડતોબ એ દરવાજા પાસે આવ્યો અને ચોકીદારોને કહ્યું
મારામાં ભૂતથી પણ વધારે શકિત છે. આવાં તો કૈંક ભૂતડાઓને મૈ વજાડી મુકયા તમારા નગરમાં આવેલા ભૂતને હું ભગાડી મેલવા સમર્થ છું એ વતરૂ તમારા નગર સામે નજર નાખવાની ખો ભુલી જાય વિશ્વાસ ના બેસે તો જયાં ટોકરો વાગે છે. તેના એકાદ કિલો મીટરને અંતરે ફરતો ચોકી પહેરો ગોઠવી રાખજો અને હું એ ભુતને ન ભગાડી શકું તો મને ખાસડાં મારજો પછી કાંઇ?
ચોરે છાતી ઠોકીને આપેલી ખાતરીથી ચોકીદારોને તેના પર વિશ્વાસ બેસી ગયો એક ચોકીદારે તાબડતોબ જઇને રાજાને આ ખુશ ખબર આપ્યા રાજાએ ચોરને પોતાની પાસે બોલાવીને પૂછ્યુ.
તું ખરેખર ભૂતને ભગાડી શકીશ?
ચોર કહેઃ મહારાજ ભૂતને ભગાડી દઊ એમાંતો બે મત નથી પરંતુ ત્રણ-ત્રણ દિવસથી જેલમાં બેઠાં બેઠાં મારા હાથ-પગ ઝલાઇ ગયા છે. માટે મારા અંગે ચોળવા થોડું ઘાસ તેલ જોશે રાજાએ ઘાસ તેલનો શીશો મગાવીને હાથમાં આપતાં કહ્યુ બોલ બીજું કાંઇ?
ચોર કહે મહારાજ હવે એક તલવાર અને તાંબાનો એક ખાલી લોટો મગાવી આપો
રાજાએ તુરંત એ મગાવી આપ્યા અંધારૂ થતાં ટોકરો વાગવા લાગ્યો અને ચોર ભૂતને ભગાડવા માટે રવાના થયો અમરસંગે ભૂતના સ્થાનથી એક કિ.મી દુરના અંતરે ચોકી પહેરો ગોઠવી દીધો જેથી ચોર ચાલાકી કરીને ભાગી ન જાય
ચોરે પાદરના અવેડા માંથી પાણીનો લોટો ભર્યો વડલાથી વીસ કરમના અંતરે જઇને ઘાસ તેલનો શીશો અને પાણીનો લોટો મુકયા ત્યાર બાદ એક કાકડી બનાવીને પણ ત્યાં મૂકી આ બધું પતાવીને તે વડલાના થડ પાસે આવ્યો ચોરને જોતાં જ ઊપર બેઠેલા વાંદરાં હુપા હુપ કરતા નીચે ઊતરીને પલાયન થઇ ગયા ચોર ઊપર ચડયો અને ટોકરાવાળી ડાળને જોરથી હલાવી ટોકરો જોર-જોરથી વાગી ઊઠયો પહોરો ગોઠવીને ઊભેલા ચોકીદારો સાંભળે તેમ ચોરે ત્રાડ નાખી ભાગી જા ભૂતડા આ કાલીકા તારી સગી નઇ થાય
જાણે ભૂત પોતાથી ડરતું એવો ચોરે જુદા અવાજથી  કહ્યું મને મારશો નહી હું જાવું છું
ચોકીદારો આ બધું સાભળીને ખાતરી થઇ કે આજ નક્કી કંઇક નવાજુની થઇ છે.
ચોરે ટોકરો નીચે ઊતારી એક ખાડામાં દાટી દીધો  અને ઘાસ તેલનો ભડકો કરી પોતાની તરકીબ પાર પાડી ચોર નગરમાં આવ્યો અને મહારાજને કહ્યું ભુતડું ભારે જબરૂ હતું પણ મારા બળ  સામે તેનું કશું જ ન આવ્યું રાજા કહે ચોર ભાઇ તે અમારા નગર માંથી ભૂતની મોટી આફત ટાળી તારો આભાર માનીએ એટલો ઓછો પણ ભુત ખરેખર ભાગ્યું છે કે નહિ તેની ખાતરી માટે તારે થોડા દિવસ અહી રોકાવું પડશે ચોર થોડા દિવગસ રોકાયો ટોકરો વાગવાનું બંધ થતા રાજાએ ખુશ થઇ ચોરને સોના મહોરો આપી તેની સજા માંથી મુકિત આપી.

Read Full Post »

ભારત વર્ષ વિક્રમ સંવતની શરૂઆત કરનાર અત્યંત લોકપ્રિય સાર્વભોમ ચક્રવર્તી રાજા વિર વિક્રમ, જેની રાજધાની ઊજજૈન હતી, તેના સીધા વંશજો હોવાનો પરમાર /સોઢા રાજપુતોને માને છે. સૌરાષ્ટ્રમાં વ.સ.૧૪પ૦ની આસપાસ સધમાં સતત સાત (૭) દુષ્કાળો પડવાથી લખધીરજી પરમાર માતા જોમ બાઇ તથા નાના ભાઇ મુંજાજી તથા વિશાળ કાફલા સાથે મુળી ગામે વસવાટ કરેલ ખુબ મદદરૂપ રબારીના માજી મુળીમા પરથી રાજધાનીનું નામ મુળી પાડયું વઢવાણના વાઘેલા રાજવી વિશાળ દેવ વાઘેલાએ મુળીના આસ-પાસનો ગરાસ લખી આપેલો હતો વૈશાખ ત્રીજના રોજ લખધીરજીના નાના ભાઇ મુંજાજી તથા ૧૪૦ પરમાર યોધ્ધાઓ શરણે આવેલા એક તેતરના રક્ષણના કાજે સાયલાના ચભાડ રાજપૂતો સાથે થયેલ યુધ્ધમાં શહિદ થયા હતા તથા માતા જોમ બાઇ પોતાના દિકરા પાછળ સતી થયા હતા જેની ખાંભીઓ આજે પણ છે. વિ.સં.૧પપ૬માં હળવદની ગાદી પર રાણાને બેસાડવામાં લખધીરજી બીજા તથા પરમાર ભાઇઓએ મહત્વની ભૂમિકા અદા કરી હતી  આજ વંશમાં થયેલા સોસાજી પરમાર ઊદાર દાનવીર હતા તેમણે જીવતા સહનું દાન દીધું હોવાની  લોક કથા પ્રચલીત પણ છે. મહાન શુરવીર તોગાજી પરમાર સોઢા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું પ્રતાપી રાજય નૈવાનગર સ્થાપનાર જામરાવલ સામે સૌરાષ્ટ્ર ગુજરાતના બીજા તમામ રાજાઓ એક સંપ કરીને વિ.સં.૧૬૦૬માં મીઠોઇના પાદરમાં ભયંકર યુધ્ધ કર્યું જેમાં જામરાવલની વિરૂધ્ધ સૈન્યની તમામ તોપો ને ખીલા દ્યરબી દઇને અપ્રતિ સોર્પ દાખલ કરનાર મહાન શુરવીર તોગાજી પરમાર સોઢાને આ યુધ્ધમાં ૮૪ ધાવ થયા હતા છતાં યુધ્ધ પછી તંદુરસ્તી પાછી મેળવી હતી

શ્રીતોગાજીએ સદીના મહાન શુરવીરો માના એક હતા તથા જામ સાહેબના દરબારમાં એક રત્ન હતા એક વાત ચોક્કસ છે કે સોઢા પરમારો હિન્દુસ્તાનમાં મહાન પ્રતાપી રાજવીઓ હતા આબુમાં પરમારોનું રાજય હતું છેક ૧૯૪૭ સુધી ચારે બાજુ મુસ્લીમ સત્તા હોવા છતાં પચ્યા કર હાલ પાકિસ્તાનમાં સોઢા આક્રમણ ખોર સામે સંઘર્ષ કરીને હિન્દુસ્તાનમાં ધર્મ અને સંસ્કૃતિ ટકાવી રાખવા માટે સોઢા પરમાર રાજપૂતો છેલ્લે સુધી હાર માન્યા વગર ભયંકર ટક્કર ઝીલી છે. અને સરહદી વસવાટને કારણે ભારત દેશની સંસ્કાૃતિ અને ધર્મ ટકાવવામાં સોઢા પરમારોનું મહત્વનું યોગદાન આપેલું છે. જગદીશ બિહાર પરમારનું રાજય હતું જેના રાજવી વીર કુંવરસહ ૧૮પ૭ની સ્વતંત્રતા લડાઇના મહાન કાંન્તિવીર સરદાર હતા આઝાદીની કાંતિની લડાઇમાં વીર કુંવરસહ એક અમર પાત્ર છે.

Read Full Post »

આદરણીય શ્રી વાંચનાર,
સપ્રેમ પ્રણામ,
આ યુગ ઝડપી બની રહ્યો છે. લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઇ છે. માણસની જેમ જ કામ કરતા રોબોટ પણ અમલમાં આવી ગયા છે. પણ આપણે બધા આંધળા ભીત થઇને આ વસ્તુઓ ખરીદવા અને ટેકનોલોજીને અપનાવવા દોડ મૂકી રહ્યા છીએ. પરંતુ આપણે એ જાણતા નથી કે આ જ ટેકનોલોજી આપણને બેકારી તરફ ખચી જાય છે. આજે શ્રીમંત વર્ગ વધુ શ્રીમંત બનતો જાય છે અને ગરીબ વર્ગ વધુ ગરીબ. સરકાર વિવિધ યોજનાઓ બહાર પાડે છે. પરંતુ એ વાત પહેલા ગરીબીનું કારણ શું છે તે જોવું જરૂરી બને છે. આજથી ર થી ૩ દાયકા પહેલા કરતાં આજે વધુ મશીનરી વિકસી ગઇ છે. પણ એ મશીનની જગ્યાએ કામ કરતા કેટલાક ગાૃહ ઊધોગો ભાંગી પડ્યા છે. કેટલાય લોકો બેકાર બન્યા છે. હવે શિક્ષણના અભાવે લોકો બેરોજગારીનો ભોગ  બની રહ્યા છે. એક કહેવત છે જે તમે સારી રીતે સાંભળી હશે. અતે સર્વત્ર વર્જયતે એટલે કે અતિ કશું સારૂં નથી. માટે વધતી જતી માનવ વસ્તીની સામે જયારે ટેકનોલોજી વિકસતી જાય છે. પણ લોકોને રોજગારીની તકો ઓછી મળી રહી છે. હવે ખરેખર સરકારે ગાૃહ ઊદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જો આમ નહિ થાય તો એક સમયે ભૂખમરો આવી જશે. અને સમગ્ર દેશમાં દ્રશ્ય છપ્પનિયા દુકાળ જેવું થઇ જશે. આ વાત પર સરકારને વિચારવું જરૂરી છે. હાલ એક મશીન ૧૦ માણસોનું કામ કરી શકે છે તો તે ૧૦ લોકો બેકાર તો બન્યા જ ને ? આવા તો કેટલાય મશીનો માણસો ની જગ્યાએ કામ કરી રહ્યા છે. માટે એક વાકય લખુ છું કે ઊદ્યોગપતિઓ આપ મશીનોને નહિ માણસોને કામ આપો. આ વાકય આપણા દેશની પ્રગતિ માટે છે. કોઇની માનહાની માટે નથી. આટલું લખી હું અહીં મારી કલમને અટકાવું છું.
——–  લે: શ્રી મનોજ ઓડેદરા,  ધો. ૧૦, કુતિયાણા

Read Full Post »

માણસ માણસ વચ્ચે આજે એક પ્રકારે ન સમજાય તેવો દુરીભાવ (ગેપ) જોવા મળે છે. ત્યારે વિચારવું જ રહયું કે આટલી સગવડતાની વચ્ચે માણસ આમ એકલવાયો જ લાગે છે. સાથે અસંગત અને બિન સલામત બહાવરો લાગે છે અને તેનો ઉંડો વિચાર કરીએ તો, માનવીને હંમેશા પ્રેમ, હુંફ કે પોતીકાપણું જરૂરી છે. જેનો આજે અભાવ દેખાય છે. જે અભાવના ભાવ માટે માણસ તલસી રહી પોતાની સાથે છલ કરી સ્વાભાવિકપણે મનને મનાવી મજબુરીથી જીવી રહયો છે. છતાં સુખી હોવાનો મુખવટો બધાજ પહેરીને ફરે છે અને કહે છે કે અમે સુખી છીએ.

માણસ મન અને ઇચ્છાનો ગુલામ છે અને બુધ્ધિથી બેદરકાર છે. સાથે મન અને ઇચ્છાને કે બુધ્ધિ ને કોઇ સાધાનથી કેળવેલા નથી. જે સ્વસ્થ મન જે હકારાત્મક ઇચ્છા બનીને , મન બુધ્ધિને સંતુષ્ઠ સ્વસ્થ રાખીને શરીરને પણ નિરોગી રાખી શકે. એટલે કે માણસ મન રોગી તેમજ શરીરનો રોગી થતો જાય છે. અને આજના આરોગ્ય વિજ્ઞાને પણ સાબિત કર્યુ છે કે માણસ શરીરનો બિમાર ર૦% જ છે. પણ મનની બિમારી ૮૦% છે. એટલે કે શરીર કે આરોગ્ય નિષ્ણાંતો કહે છે મન નિરોગી હશે તો શરીર આપોઆપ નિરોગી રહેશે. પણ સનાતન પ્રશ્ન એ છે કે મનને નિરોગી રાખવું કેમ? કારણ મન સંવેદનશીલ છે અને કેટલાક પ્રહારનો સામનો કરતુ મન નકારાત્મક ઇચ્છા અને ઇન્દ્રીયોનાં પ્રભાવમાં છે. ત્યારે બુધ્ધિ એટલી તીક્ષ્ણ કે બળુકી નથી કે ઇચ્છા કે ઇન્દ્રીયોને નિયંત્રિત કરી શકે. તો કરવું શું?

તો તેનો જવાબ આપણાં શાસ્ત્રો આપે છે કે બુધ્ધિને કેળવીને ધારદાર કરવી હોય તો વિચાર શકિતશાળી હોવા જોઇએ, ભાવનાત્મક હોવા જોઇએ અને તેવા વિચારોને જીવનમાં સંક્રાત કરવા જોઇએ. તો તેવા વિચારો બુધ્ધિને કેળવે, બુધ્ધિ ઇચ્છાને હકારાત્મક બનાવે અને ઇન્દ્રીયોને સંતુષ્ઠ રાખી નિયંત્રીત કરે અને નિયંત્રિત ઇચ્છા અને ઇન્દ્રીયો મનને શકિતશાળી સંવેદનશીલ બનાવશે. જે મન સંવેદનાને લુખી ન રાખતા ભાવથી ભીજવે અને પોતીકાપણું ઊભી કરીને સ્વજાતથી જોડાયેલ રહેવાની ટેવ પાડશે અને સ્વજાતને ઓળખતો માણસ સ્વને કેળવતો સ્વભાવને બદલશે અને તેનાથી એક તંદુરસ્ત માનવ અને માનવ સમાજ નિર્માણ થશે. નહ તો અસલામત માણસ આજે સ્વની ઓળખ ભુલતો જતો હોય તો બીજાને કયાંથી ઓળખવાનો અને સમાજજીવન કે કુટુંબ જીવનમાં બીજાને ઓળખવો ખુબજ જરૂરી છે. કારણકે અન્ય પ્રત્યેનું ઓળખામણાપણું પોતાનું એકલાપણું એક સ્ટેચ કે અસલામતી ઊભી કરશે. તેમ છતાં બિમાર માનસથી જીવતો માણસ દાવો કરતો જ રહે છે કે હું તો મારામાં મસ્ત છું અને તે પણ એક છલના કે સ્વજાત સાથેનું છેતરામણું સ્વરૂપ છે. આવી છલના સાથે જીવતો માનવી બીજાની ઇર્ષા, દોષ, નકારાત્મક ભાવ સાથેની સ્પર્ધામાં જ જીવતો રહે છે. છતાં દાવો કરે છે કે ભાઇ હું તો મારામાં મસ્ત છું. અરે તું તારામાં મસ્ત નથી કે બીજાની મસ્તીને નથી ઓળખતો, માણસ જીવનને કેટલું મસ્ત બનાવી શકે તે પણ કેટલું સત્ય છે ?
સમૃધ્ધિ અને ભૌતિક સુખોમાં આળોટતા પશ્ચિમી દેશોનાં લોકો પણ આજ રોગના રોગી કે શિકાર છે. અને સુખનાં દંભમાં સુખને શોધે છે. જયારે ભારતીય સંસ્કૃતિ ઐકય, સંગત, સમાનતા, સમભાવનું દર્શન રહયું સહયું ગ્રામ્ય સંસ્કાૃતિમાં જોવા મળે છે. જો કે સમયનાં વહેણમાં તેમાં પણ ઝાંખપ આવી છે. કારણકે ગામડા તુટતા જાય છે અને લોકો શહેર તરફથી દોડ અને વ્યવસાય અને સગવડતા આધિન રહેવાની વ્યવસ્થાથી માત્ર ગમમાં જરૂરીયાતમંદ કે ધંધાદારી લોકો જ રહેતા હોય છે. અને તે મળે તો પ્રસંગોપાત કે જરૂરીયાતથી મળે છે. નહ તો પહેલાનાં સમયમાં પ્રસંગ કે ઊત્સવ, મારો લાગતો અને તેમાં ઐકય જોવા મળતું.  ભાવ જોવા મળતો અને પોતાનું છે તેમ સમજી પોતીકાપણું લાવતા અને આ પોતીકાપણાનો આગળ વિચાર કરીએ તો ગામડાનો ખેડૂત પોતાના ગાય, બળદ, ભસ, ઘોડા કે કુતરા સાથે વાતો કરતો અને તેમાં સંશોધન કે જીજ્ઞાસાથી બારીક નિરીક્ષણ દ્રષ્ટીથી વિચારીએ તે ખેડૂતની વેવલાઇ કે નાલીશી નથી પણ એક પોતીકાપણાનો ભાવ છે અને આવા ભાવ સમજીને ખેડૂત પ્રાણીઓ સામે પ્રતિભાવ આપણા આજે પણ જોવા મળે છે. અરે એથી આગળ વિચારીએ તો ગામડામાં હજુ પણ વડીલોને આજુબાજુનાં ગામડા, સગાસંબંધીની ઓળખ અને તે પણ બે ત્રણ પેઢીના નામ સહિતની ઓળખની વાતો હજુ વડીલો પાસેથી સાંભળવા મળશે. તે યાદશકિતની ખુબી નથી. પરંતુ પોતીકાપણાનો એક લય છે. જે ભાવનાત્મકતાથી જોડાયેલો છે. ત્યારે શહેરના કોક્રીટ જંગલનાં એપાર્ટમેન્ટ કલ્ચરમાં સામેનાં બ્લોક રૂમમાં કોણ રહે છે, તેમનું નામ શું છે? તે શુધ્ધા ખબર નથી. તે દુરીભાવનું દર્શન છે.

આવી રીતે પોતીકાપણું અને તેનાં પ્રત્યેની ઊદાશીનતામાં માણસ બટકો બનતો જાય છે. દાખલા તરીકે, આજે માણસને પોતાની ભાષા બોલીમાં પણ તેની અસર જોવા મળે છે. અન્ય ભાષા અને અત્યારનાં માહોલમાં અંગ્રેજીનો ક્રેઝ છે કે જે માણસને પરાયો બનાવતો જાય છે. તેનો મતલબ એ નથી કે અન્ય ભાષા આપણે શીખવી કે સ્વીકારવી નહીં. પરંતુ આપણું છોડીને બીજાનું સ્વીકારીએ તે દુઃખ છે.  આપણું સંભાળી અને બીજાને સ્વીકારીએ કે શીખીએ તો તે પ્રગતિ છે અને આપણું છોડીને બીજાનું સ્વીકારીએ તે અધોગતિ છે. મતલબ કટાક્ષમાં કહેવું હોય તો માં છોડીને માસીને સ્વીકારવાની વાત થઇ. આથી પણ આગળ વાત કરીએ તો માણસ માણસથી મળતા તો હાથ મીલાવી અથવા ભેટીને શ્રધ્ધા મુજબના પ્રભુનામ સાથે અભિવાદન કરતાં તેની જગ્યાએ આજે મળીએ તો હાથ ઉંચો કરી દુરથી સંબંધો શોભાવતા હોય છે અને તે પણ નરી ઔપચારીકતાથી. ત્યારે આજે જરૂર છે મારૂ છે તેને સાચવવાની પોતાનું છે તેને ઊજાગર કરવાની, જરૂરથી બીજાનું સારૂં છે તેને આપણી વિકાસ કે પ્રગતિ માટે સ્વીકારીએ પણ મારાના ભોગે તો નહીં જ.

લેખક :

Read Full Post »

ખુદા તારી ખુદાઇ પણ રડી હશે
જયારે પ્રણયની લખાણી હશે
ચાહતની દુનિયા બનાવીને
વેદના વિરહની તે પણ જાણી હશે
પળો જુદાઇની વિતાવીને
આંસુ મહી આંખો તારી પણ છલકાણી હશે
લખતા કિસ્મત પ્રણયની કયાંક
કલમ તારી પણ અરવાણી હશે
આવી જ રીતે આશિકોના લહુની શાહી બનીને
પાગલ ગઝલ પ્રણયની ગુંથાણી હશે.
——   નાગેશ બી. રાજશાખા, મુ.છત્રાવા

Read Full Post »

Older Posts »