Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વાર્તા’

ક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે.
એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે “પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું છે.”
શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.”
શિલ્પીએ રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ?
પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું ? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.
યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.

માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે.
 મો. — કડછા કશ્યપ જે. ,  મું. કડછ, મો.૯૬૦૧૦૦૩૮૮૭

Advertisements

Read Full Post »

એક નગર હતું. આ નગરમાં એક રાજા હતો. તેની પ્રજા ખુબ સુખી હતી. તેમાં એક વીર નામનો છોકરો હતો. તે શકિતશાળી અને બુધ્ધિશાળી હતો. તેના રાજય પર કોઇ મુશ્કેલી આવે તો તે તરત જ ટાળી નાખતો હતો.
એક વખત તે રાજયના તળાવમાં મગર રહેતો હતો. કોઇ પ્રાણી પાણી પીવા માટે આવે તો તે તેને મારી ખાઇ જતો હતો. તે ગામના રામુકાકાની ગાય તેણે મારી નાખી હતી. તે ઘરે બેઠા ઊદાસ હતા ત્યાં ચાંર-પાંચ માણસો આવ્યા અને તેણે રામુકાકાને પુછયુ શું થયુ? તેણે કહયુ કે મારી ગાયને મગરે મારી નાખી છે. ત્યાં એક માણસે કહયુ મગરે મારી પણ ગાયને મારી નાખી છે. આ મગરને કોણ હરાવી શકે છે. ત્યારે પેલા માણસે કહયુ આવી રીતે હાર માનીને બેસી રહેવાથી કંઇ ગાય તો પાછી નહી આવે. આપણે રાજા પાસે જઈ તેની પાસેથી મદદ માંગીએ. માણસો અને રામુકાકા રાજા પાસે ગયા. તેણે આ વાત રાજાને કહી. રાજાએ વિચારી અને પ્રધાનને સૌથી શકિતશાળી સેના તૈયાર કરવા કહયું.  ત્યાં રાજકુમારીએ કહયુ કે હુ પણ મગરને કેમ પકડે છે તે જોઈશ.
તળાવના કિનારે લોકો ભેગા થયા ત્યાં એક બકરી બાંધી ત્યાં મગર આવ્યો અને સૈનીકોને તેના પર દોરડુ ખચવા લાગ્યા સૈનીકો લપસી રહયા હતા. રાજાએ બીજા સૈનિકોને તેની મદદ કરવા કહયું પણ મગર એટલો શકિતશાળી હતો કે તે દોરડુ તોડી નાસી ગયો.
ત્યાં શેરા નામે એક છોકરો ઊભો હતો તે મુર્ખ હતો તે હસી રહયો હતો. રાજકુમારીએ તેને હસતાં જોઈને રાજાને કહયુ કે જુઓ શેરો હસી હસીને રાજીના રેડ થઈ ગયો છે. રાજાએ તેને કહયુ તું શા માટે હસે છે. શેરાએ કહયું કે હું હસતો હતો કે આ મગર પકડવાની યોજના છે? શેરા એ કહયુ કે હુ મગર પકડીશ.
શેરાએ વિચારીને ત્યાં પડેલા ઓઈલના ડબલા તળાવમાં ઢોળી નાખ્યા. ત્યાં તેજ ક્ષણે મગર બહાર આવ્યો. તેણે જાળ નાખી અને મગરને પકડવા પ્રયત્ન કર્યો. તે દોરડુ ખચવા લાગ્યો તે ઘસાઈ રહયો હતો. તેના હાથમાંથી દોડું છુટયું અને મગર નાસી ગયો.
શેરાએ બીજી વખત કેરોસીનનાં ડબલા પાણીમાં ઢોળી અને આગ લગાડી. મગરની પુંછડી સળગી ઊઠી. મગર પાણીમાં ચાલ્યો ગયો. તેણે પુંછડીમાં લાગલી આગને બુઝાવી. મગર તળાવની બહાર આવીને શેરાની પાછળ દોડવા લાગ્યો. તેના કપડાં ફાડી લીધા.  ત્યાં વીરના મિત્રોએ વીરને કહયું કે તળાવમાં મગર છે તે પ્રાણીઓને મારી ખાય છે તે કોઇનાથી પકડાતો નથી.
ત્યારે તેના મિત્ર કહયું કે જો તળાવમાં પાણી હોય નહ તો હું મગરને પકડી લેત. એટલામાં વીરને વિચાર આવ્યો અને તે તળાવમાંથી પાણી બહાર કાઢવા લાગ્યો. તેણે બીજું તળાવ ખોદી પહેલા તળાવનું બધું જ પાણી બીજા તળાવમાં જવા દીધું. વીરે કહયું કે આ આપણો છેલ્લો મોકો છે. અને કહયું કે નવા દોરડાઓ લઇ આવો. વીરે મગરના મામાં દોરડું નાખ્યું અને બીજા મિત્રે પુછડીમાં દોરડું નાખ્યું. બધા મિત્રો ભેગા મળીને મગરને ખચવા લાગ્યા. વીરે દોરડું ઝાડમાં બાંધ્યું અને મગર ઝાડમાં લટકાઇ ગયો. પરંતુ મગરનો વજન વધવાથી દોરડું તુટયું અને મગર નાસી ગયો. વીરે હાર ન માની અને જમીનમાં ખાડો કરી અને તેના પર ઘાંસ પાથરી દીધું.
વીરની પાછળ મગર દોડયો, પણ વીરે તેને પગનો પંજો માર્યો તેની મગર પડી ગયો. ફરી વખત મગર ઊભો થી તેણે તેના મિત્રને કહયું કે શેરાનો નકલી પતળું બનાવી ખાડાની આગળ ઊભા રહો ત્યારે મગર શેરાના નકલી પુતળાને શેરો સમજી અને તે ત્યાં ગયો. પેલો મિત્ર ત્યાંથી હટી ગયો અને મગર ખાડામાં ફસાઇ ગયો.
બધાએ વીરને તાળીઓથી નવાજયા અને રાજાએ કહયું કે આ મગરને દોરી વડે બાંધી પ્રાણી સંગ્રહાલયમાં રાખો. જેથી તે કોઇને નુકશાન ન પહાચાડે.
અંતે મગર પકડાયો અને રાજાએ વીર અને તેના મિત્રોને ઇનામ આપ્યું.
—- મોકલનાર-  ભુતિયા રણજીત (બાંટવા)

Read Full Post »