Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વિદેશ’

ઇઝરાઇલમાં આપણી જ્ઞાતિના ઘણા ભાઇઓ-બહેનો વસવાટ કરે છે. જેમા મોટા ભાગના નેતાનીયા, તેલ અવિવ રોસાઇન, રમોવર, જેરૂસલેમ જેવા શહેરોમાં વસવાટ કરી મુખ્યત્વે વાૃધ્ધોની સાર-સંભાળ તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ વર્ષે તાજેતરમાં જ પ્રથમ વખત અહ વસતા મહેર સમાજનું સ્નેહમિલન યોજાયેલ હતું જેમા આપણી જ્ઞાતિના પરિવારો વાર-તહેવારે એકઠા થઇ પરિચય કેળવે એક બીજાને નજીક આવી મદદરૂપ થાય તે ઊદેશથી આ આયોજન કરવામાં આવેલ છે.આ સ્નેહમિલનમાં સમુહ ભોજન અને ત્યાર બાદ મહેરનો પ્રખ્યાત મણીયારા રાસની રજુઆત પણ કરવામાં આવી હતી. જેને લીધે વિદેશમાં પણ આપણા દેશ જેવો જ માહોલ થયેલ હતો. આ આયોજનને સફળ બનાવવા ગાંગાભાઇ (કોટડાવાળા), મેરૂભાઇ કેશવાલા અને અન્ય આગેવાન મિત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.
——- તસ્વીર-અહેવાલ : અર્જુનભાઇ ચાંડેલા (નેતાનીયા-ઇઝરાઇલ)

Advertisements

Read Full Post »

મોચા ગામે નેત્ર નિદાન કેમ્પ સમ્પન્ન : ૧૬પ દર્દીઓએ લાભ લીધો

લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.ના આર્થીક સહયોગથી તેમજ શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ દ્વારા પોરબંદર-વેરાવળ નેશનલ હાઇવે રોડ પર બળેજની બાજુમાં આવેલ નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા (ઘેડ) ગામના પ્રખ્યાત હનુમાનજી મંદિર પરિસરમાં તા. ર૭-૧ર-૦૯ નાં રવિવાર નાં રોજ પૂર્વપ્રમુખશ્રી મહેર કોમ્યુનીટી એસોસીએશન, યુ.કે.ના કેશવભાઇ રામભાઇ ઓડેદરાના આર્થીક સહયોગથી એક નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની ધરતીમાં જન્મ લઇને વિદેશમાં સ્થાઇ થયેલ મહેર સમાજના જ્ઞાતિજનોના માદરે વતન પ્રત્યે ઉંડી લાગણીથી પ્રેરાયને જ્ઞાતિ-સમાજહિતના માનવતાવાદી સાર્વજનિક કામો કરતા રહ્યા છે. ત્યારે લ્યુટન અને ડનલ્ટેબલ મહેર સમાજ યુ.કે.માં સ્થાઇ થયેલ મહેર સમાજના માનવતાવાદી જ્ઞાતીજનોના આર્થીક અનુદાનથી પોરબંદર-વેરાવળ જતા નેશનલ હાઇવે રોડ પર આવેલ મોચા(ઘેડ) ગામેના અને નેશનલ હાઇવે રોડ પર અડીને આવેલ સુવિખ્યાત પ્રસિધ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞનું શ્રી મહેર સુપ્રિમ કાઊન્સીલ પોરબંદર રચિત મહેર મહીલા વિકાસ મંડળ પોરબંદરના સહકારથી તારીખ ર૭/૧ર/૦૯ના રવિવારના સવારના રોજ કરવામાં આવેલ. જેને હનુમાન મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી, યુ.કે.ના શ્રી કેશવભાઇ રામભાઇ ઓડેદરા તથા તેમના ધર્મપત્નિ અને મહેર મહિલા મંડળના બહેનોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરીને આ નેત્રયજ્ઞને ખુલ્લો મુકયો હતો.
આ આંખના રોગોનું નિદાન તેમજ નેત્રયજ્ઞ કેમ્પમાં આંખને લગતા રોગો જેવા કે મોતીયો, જામરવેલ, પરવાળા વગેરે આંખના રોગોના મોચા(ઘેડ) ગામના આજુબાજુના ઘેડના ગામડાં જેવા કે બગસરા(ઘેડ), કડછ, ચગરીયા, ગોરસર-મોચા(ઘેડ), બળેજ, ઉંટડા(ઘેડ), રાતીયા (ઘેડ), સહિતના ગામોના ૧૬પ જેટલા આંખના દર્દીઓએ ઊપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો હતો. આ નેત્રયજ્ઞના કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર પોરબંદર ખાતે આવેલ ધામેચા હોસ્પીટલના આંખના ડો. નયનભાઇ જેઠવાએ દર્દીઓને તપાસી અને રોગનું નિદાન કરી આપેલ. તેમજ જરૂરિયાતવાળા અને ઓપરેશનને લગતા રપ જેટલા આંખા દર્દીઓને પોરબંદર ધામેચા હોસ્પીટલ ખાતે વિના મુલ્યે આપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઊપસ્થિત આંખના દર્દીઓ અને અને આવેલ ભાવિકજનોને માટે ચા, પાણી તેમજ પ્રસાદીની વ્યવસ્થા હનુમાનજી મંદિરના મહંત શ્રી સંતોષગીરી માતાજી તરફથી ગોઠવવામાં આવી હતી.

દર્દીના નામ કેમ્પના સ્થળે તેમજ નેત્રયજ્ઞની માહિતી તેમજ અન્ય સેવાકીય કામગીરીમાં સ્થાનીક મોચા(ઘેડ) ગ્રામજનો, ડો. દેવશીભાઇ દાસા (માઘવપુર વાળા), શ્રી અરજનભાઇ બાપોદરા (રાતીયા), કારાભાઇ ભીમાભાઇ રાતીયા, મોચાના બાબુભાઇ કાનાભાઇ તેમજ મહેર મહિલા વિકાસ મંડળના જયાબેન કારાવદરા, કિરણબેન ઓડેદરા, રમાબેન ભુતિયા, રેખાબેન આગઠ વિગેરેએ જહેમત ઊઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

Read Full Post »

મહેર રાસ મંડળ, છાંયા-પોરબંદરના કલાકારો ભારત સરકારની દિલ્હી ખાતેની આઇ.સી.સી.આર. (ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ) મારફત ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયામાં આર્જેન્ટીના ખાતે તેમજ અન્ય દેશ યુરૂવેગ, પુરૂવેગ, બ્રાજીલ વગેરે દેશોમાં અતિ ભવ્ય સફળતા પુર્વકના ઢાલ-તલવાર રાસ, મહેર સમાજમાં વારસાગત રમાતો શોર્યથી ભરપુર મણિયારો રાસ તેમજ જુદા જુદા સાંસ્કૃતિક ૧૬ પ્રોગ્રામો આપી ત્યાંના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલ. ઢાલ-તલવાર, મણિયારો રાસ વગેરે ટ્રેડીશનલ પ્રોગ્રામો આપી છેલ્લે ગામડામાં રમાતી દેશી-ટ્રેડીશનલ ગરબી રમતા ત્યારે ત્યાંના પ્રેક્ષકો, વી.આઇ.પી.ઓ, તેમજ આર્જેન્ટીના ખાતેના આપણા એમ્બેસેન્ડર શ્રી આર. વિશ્વનાથન ફેમેલી સહીત ખુબજ પ્રભાવિત થઇ આપણા કલાકારો સાથે રમીને આનંદ વિભોર થયા હતા. ઢાલ, શરણાઇ સાથે તેમજ મુળુભાઇ બારોટના કંઠે “માં પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે…”  ગાઇ ને માતાજીને આર્જેન્ટીના ખાતેથી તેડુ (નોતરૂ) આપી બોલાવતા ત્યારે અનેરો આનંદ છવાઇ જતો.

રાણાભાઇ સીડા....આર્જેન્ટિના

આપણા કલાકારો અને ત્યાંના પ્રેક્ષકો જયારે સાથે રમતા ત્યારનું વાતાવરણ-દ્રશ્યો જોવું તે એક લ્હાવો હતો. આપણા દેશી સંગીતમાં વિદેશી પ્રેક્ષકો ઝુમી ઊઠતા. તા.૩-૧૧-૦૯ નાં રોજ પોરબંદરથી રવાના થઇ તા.રર-૧૧-૦૯ નાં રોજ પોરબંદર પરત આવી ગયેલ છે. અને ઉંઝા ખાતેના ઊમિયા માતાજીના મહોત્સવમાં પૂર્ણાહુતિ પ્રસંગે પ્રોગ્રામ આપવા ઉંઝા પહોંચી ગયેલ છે.

છેલ્લા ચોવીસ વર્ષથી સતત સક્રિયપણે સફળતાપુર્વકની સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણા દેશના દરેક રાજયમાં આપેલ છે તેમજ વિદેશમાં પણ ફ્રાંન્સ, રશીયા, જાપાન, જર્મન, લંડન, દુબઇ વગેરે દેશોમાં આપણી ભારતીય ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારેલ છે.
આ રાસ મંડળએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ક્ષેત્રે કાર્યક્રમો આપીને યથાશકિત સેવાકીય પ્રોગ્રામો પણ આપેલ છે જે પ્રશંસાને પાત્ર છે.

તાજેતરમાં જ આપણા દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ગાંધીની જન્મજયંતી નિમીતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં “વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઇ જાણે રે…” નરસિંહ મહેતા લિખીત, પુજય મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ભજનિક શ્રી નાગા ભગત પરમાર તેમજ સાથી કલાકારોએ એક હાથમાં રામ સાગર, બીજા હાથમાં મંજીરાના સુરે દેશી ભજનો સમુહમાં રજુ કરી વડાપ્રધાન મા.શ્રી મનમોહનસિંહ તેમજ અન્ય રાષ્ટ્રીય મહાનુભાવોને પ્રભાવિત કરેલ હતા. આ દેશી ભજનોની ઝલક આપવા મહેર રાસ મંડળના ઊપપ્રમુખ શ્રી અર્જુનભાઇ ઓડેદરાના નેતૃત્વ નીચે દિલ્હી ગયેલ હતા.
રાણાભાઇ સીડાના વડપણ – પ્રમુખ સ્થાને ચાલતુ મહેર રાસ મંડળ છાંયા-પોરબંદરના સર્વ કલાકારોને અનેક સામાજિક, શૈક્ષણિક, રાજકીય તેમજ ધાર્મિક સંસ્થાના વડાઓએ અને કલાજગતના કલાકારોએ અભિનંદન પાઠવેલ તેમજ સન્માન કરેલ. રાણાભાઇ સીડાને રાજય સરકાર શ્રી તરફથી શ્રેષ્ઠ લોકકલાનો એવોર્ડ, શ્રેષ્ઠ સામાજિક સેવાનો એવોર્ડ, તેમજ શ્રેષ્ઠ વ્યકિત તરીકે ગુજરાતના મા.મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં, મહામહિમ રાજયપાલશ્રીએ સન્માનિત કરેલ છે. રાણાભાઇ સાંસ્કૃતિક રમતગમત, તેમજ સેવાકીય પ્રવૃતિઓથી લોકપ્રિય બન્યા છે.

આર્જેન્ટીના તથા અન્ય દેશોમાં સફળતા પુર્વકના કાર્યક્રમો રજુ  થતા તેના તમામ રોજેરોજના સમાચાર-અહેવાલ દિલ્હી આઇસીસીઆર ખાતે મળતા હતા. આર્જેન્ટીના ખાતેના એમ્બેસેડર શ્રી આર. વિશ્વનાથને તેમજ આઇસીસીઆર ના ડાયરેકટરશ્રીએ સફળતા બદલ પોરબંદર પરત આવતા દરેક કલાકારોને અભિનંદન પાઠવેલ.

સફર —— રામભાઇ સીડા.

Read Full Post »

આજના આધુનિક યુગમાં કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા કે સફળતા પૂર્વક સ્થાઇ થવા માટે શિક્ષિત હોવું અત્યંત આવશ્યક છે. કુદકે ભુસકે પ્રગતિની હરણફાળના આજના આ જમાનામાં બીજા સમાજની સરખામણીએ આપણી મહેર જ્ઞાતિનું શૈક્ષણિક સ્તર અને પ્રમાણ થોડી ચતા કરાવનારૂં હતું. ત્યારે આપણા મહેર સમાજમાં શિક્ષણનું વ્યાપ વધારવા અને સમાજ ઊત્કર્ષના મસિહા ડો. વિરમભાઇ ગોઢાણીયાએ મહેર સમાજમાં શૈક્ષણિક સ્તર ઉંચું લાવવા ભગીરથ પ્રયાસો હાથ ધરેલા છે. જેના ફળ સ્વરૂપે આજ આપણા મહેર સમાજને અન્ય સમાજની હરોળમાં ઊભી શકાય તેવું શૈક્ષણિક વાતાવરણ ખડું કરવામાં સફળતા મેળવી છે.
આપણી જ્ઞાતિમાં આજ યુવકો કરતાં યુવતીઓ અભ્યાસ (ભણવામાં) વધુ રૂચિ દાખવતી હોય યુવકો કરતા આગળ નીકળવા માંડી છે. અને દેશમાં તો ઠીક પણ… હવે તો પરદેશમાં પણ વધુ અભ્યાસ અર્થે એક ડગ આગળ માંડવામાં યુવતીઓએ પણ કાઠું કાઢયું છે અને વિદેશમાં અભ્યાસ અર્થે જેવા ઊત્સુકતા દાખવતી આજે જોવા મળે છે. એ આપણા સમાજ માટે એ અભિનંદનને પાત્ર છે.
પોરબંદર જુરીબાગ શેરી નં.૭ માં રહેતા અને વનાણા હાઇવે રોડ ઊપર ગાત્રાળ પરોઠા હાઊસવાળા અને વનાણા માધવ ફટાકડાના હોલસેલ વેપારી લાઇનના દેવાભાઇ ચનાભાઇ ઓડેદરાની સુપુત્રી ચિ. રશ્મિતાએ દેશમાં અભ્યાસ કરીને વિદેશ યુ.કે.માં વધુ અભ્યાસ અર્થે જતાં તેમના ઊપર ચારે તરફથી શુભેચ્છાનો ધોધ વહી રહયો છે.
આપણા મહેર સમાજમાં હવે ઘરના ચાર ખુણાની મારી પાસ રહેવાનું બદલે દિકરીઓને વધુ અભ્યાસ અર્થેનું પ્લેટફોર્મ ડો.વિરમભાઇ ગોઢાણીયાએ પુરૂ પાડતાં આજે દિકરીઓને વધુ ભણાવવામાં વાલીઓમાં જાગાૃતતા આવી છે. ત્યારે છોકરાઓ કરતા આજે આપણી  જ્ઞાતિની છોકરીઓએ આજે ભણવામાં બે ડગ આગળ નીકળી ગઇ છે ત્યારે તેમાં પોરબંદર- જુરીબાગમાં રહેતા દેવાભાઇ ચનાભાઇ ઓડેદરા અને માતા લીલુબેનની સુપુત્રી ચિ. રશ્મિતા ઓડેદરા પહેલાથી ભણવામાં હોશિયાર હોય સારા ગુણ મેળવી ધો.૧૦ અને ૧ર સુધીનો અભ્યાસ બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદરમાં પુર્ણ કરીને વધુ અભ્યાસમાં ર વર્ષ બી.સી.એ. ઓ કોર્ષ પોરબંદર ડો. વીરમભાઇ ગોઢાણીયામાં કરેલ. તેમજ એક વર્ષ બી.સી.એ. અમદાવાદ ખાતે કરેલ.
બી.સી.એ. નો ૩ વર્ષનો કોર્ષ પુર્ણ કર્યા પછી વધુ એમ.સી.એ. કરવા માટે વિદેશમાં યુ.કે. બ્લેકહોલ કોલેજમાં એડમીશન મળતાં ડીગ્રી મેળવવા તાજેતરમાં દેશમાંથી વિદેશમાં જતાં પપ્પા દેવાભાઇ ચનાભાઇ, મમ્મી લીલુબેન, ભાઇ મનીષકુમાર, તેમજ નિરવકુમાર તેમજ દાદીમાં હીરીબેન પુંજાભાઇ મોઢવાડીયા તેમજ મહેર એકતા પરિવારે શુભેચ્છા પાઠવી છે.
અત્રે યાદ આપવું ઘટે કે – વિશ્વમાં વસતાં સમસ્ત મહેર સમાજના જરૂરીયાત વાળા આપણી જ્ઞાતિજનોના યુવકો યુવતીઓ (વિદ્યાર્થીઓ) ને ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થવાના શુભ આશય તળે આપણા સમાજના સદગૃહસ્થ પરિવારજનોએ યુ.કે.માં “મહેર વેલફેર ટ્રસ્ટ” ની સ્થાપના કરવામાં આવેલી છે. આ ટ્રસ્ટનો હેતુ વિશ્વમાં વસતા સમસ્ત મહેર સમાજના ઊત્કર્ષ (શૈક્ષણિક) સમાજનું નિર્માણ કરવાનો છે. તેથી ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવેલું છે. (જેમનું વેબ સરનામું : www.maherfoundation.org )
મહેર વેલફેર ટ્રસ્ટ યુ.કે. માટે સ્વ.અનિતાબેન ઓડેદરાના વંદનીય માતા પિતાશ્રી દેવશીભાઇ તથા શ્રીમતિ દેવીબેન ઓડેદરા તરફથી આર્થિક ફંડ આપવામાં આવે છે. દેશમાં અભ્યાસ કરતા આર્થિક જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃતિ તથા લોન પણ આપવામાં આવે છે જે ફંડ યુ.કે. તરફથી આપવામાં આવે છે. તેમજ ટ્રસ્ટના નિયમોને આધીન રહેવાનું હોય છે. ચિ.રશ્મિતા દેવાભાઇ ઓડેદરા જેવી રીતે આગળ આવીને ઊચ્ચ અભ્યાર્થે વિદેશમાં ગયેલ છે, સમાજનાં અન્ય યુવા ભાઇ બહેનો પણ તેમાંથી પ્રેરણા મેળવે તેવી અપેક્ષા સહ:  

————સંકલનઃ વિરમભાઇ કે. આગઠ, સહતંત્રી, મહેર એકતા

Read Full Post »

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિદેશના તખ્તા પર ઊજાગર કરવાના હેતુથી વેપાર- ઊદ્યોગને દેશના સીમાડા વટાવીને વિદેશની ધરતી પર વિસ્તારવા માટે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીએ જુદા જુદા દેશોમાં દર વર્ષે ઇન્ડીયન ફેસ્ટીવલનું ભવ્ય આયોજન કરવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે આગામી દિવસોમાં આર્જેન્ટિના ખાતે યોજાનારા ઇન્ડિયન ફેસ્ટીવલ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર મહેર રાસ મંડળ-છાંયાની દાંડીયા રાસ ટીમને ભાગ લેવા માટે આમંત્રણ મળતાં પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પુર્વનેતાશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ અભિનંદન પાઠવ્યા છે.
 આ અંગે અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિક વિરાસતનું ભવ્ય આદાન-પ્રદાન કરવા માટે ઇન્ડીયન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતની સંસ્કૃતિ અને ભાતીગળ વારસાને પ્રર્દિશત કરતી ખ્યાતનામ ટીમોને જ આમંત્રણ મળતું હોય છે. જેમાં છાંયાની મહેર રાસ મંડળીને આમંત્રણ મળ્યું છે. તે પોરબંદર વિસ્તાર માટે અને સમગ્ર મહેર સમાજ માટે ગૌરવની વાત છે. ઇ.સ. ૧૯૭૦ માં સ્થાપના પામેલા મહેર રાસ મંડળી છાંયાએ સૌપ્રથમ વખત ઇન્દીરા ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે એશીયાડ-૮ર કાર્યક્રમમાં દિલ્હી ખાતે ભાગ લઇને ખુબ જ શાબાશી મેળવી હતી એટલું જ નહીં સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દીરા  ગાંધીએ પોરબંદરની મુલાકાત લઇ રાજમહેલ ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું,  ત્યારે મહેર રાસ મંડળીને નિહાળી તેઓ ખુબ જ અભિભુત થઇ ગયાં હતાં. અને શાબાશીના શબ્દો ઊચ્ચારતાં જણાવ્યું હતું કે ’અબ તક મેને ઐસા શાર્ય સે ભરપુર નૃત્ય કભી નહીં દેખા હૈ’. આ રાસ મંડળીને ૧૯૮પ માં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીની ઊપસ્થિતિમાં ફ્રાન્સ ખાતે યોજાયેલા ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયામાં ભાગ લીધો હતો અને ખુબ મોટી નામના મેળવી હતી. ત્યારબાદ દુબઇ અને રશીયા ખાતે યોજાયેલા ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયામાં ભાગ લઇને શૌર્યનું ઊત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. આ ઊપરાંત લંડનના વિશ્વ વિખ્યાત રોયલ આલ્બર્ટ હોલમાં પણ કાર્યક્રમ પ્રદર્શિત કરવાનું ગૌરવ પણ આ ટીમને મળી ચુકયું છે. સોવિયેત રશીયા, જાપાન, લંડન સહિતના દેશોમાં વિવિધ સંસ્થાઓ તરફથી યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આ ટીમે ભાગ લીધો છે.
 દેશની આન, બાન અને શાન સમાન નેશનલ પરેડમાં દિલ્હી ખાતે ચાર વખત ભાગ લેવાનું ગૌરવ પણ આ ટીમના ફાળે જાય છે.
અર્જુનભાઇ મોઢવાડીયાએ મહેર રાસ મંડળી છાંયાને અભિનંદન પાઠવતાં વધુમાં જણાવ્યું હતું કે આ ટીમ કદાચ દેશની પ્રથમ ટીમ હશે જેમણે નહેરૂ – ગાંધી પરીવારની ચાર પેઢી સમક્ષ રાસનું પ્રદર્શન કરવાની તક સાંપડી હશે. જવાહરલાલ નહેરૂ, ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી એમ નહેરૂ – ગાંધી પરીવારની ચાર પેઢી સમક્ષ મહેર રાસ મંડળીએ શૌર્યભર નૃત્યનું ઊત્કૃષ્ટ પ્રદર્શન કરી ચુકી છે. મહેર રાસ મંડળીને દેશ અને દુનિયામાં ખ્યાતી પ્રસરાવવાનો શ્રેય રાણાભાઇ સીડા અને તેમના સૌ ખેલૈયાઓના શીરે જાય છે તેમ જણાવી આર્જેન્ટિના ખાતે યોજાનારા ઇન્ડિયન ફેસ્ટીવલમાં ભાગ લેવા જઇ રહેલી મહેર રાસ મંડળી – છાંયાના સર્વે ૧ર ખેલાડીઓ અને તેમની સમગ્ર ટીમ ખુબ જ ઊત્કૃષ્ટ દેખાવ કરીને પોરબંદર વિસ્તાર અને મહેર સમાજને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

Read Full Post »

                    નવરાત્રિ તથા નૂતન વર્ષ નિમિતે

        વિદેશમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોની એક ઝલક

લેસ્ટર – નવરાત્રિ :
 લેસ્ટર (યુ.કે.) ખાતે વસવાટ કરતા આપણા જ્ઞાતિજનો દ્વારા નવરાત્રી મહોત્સવ-૦૯ ની ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. તા.૧૯ થી ર૭ મી સુધીના આ મહોત્સવની ઊજવણી મહેર સેન્ટર-૧પ રેવનર્સ બ્રીજ ડ્રાઇવ ખાતે સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી દાંડીયા રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, સનેડો, હચ, રણઝણીયુ રાસ, ત્રણ તાળી રાસ જેવા વિવિધ રાસોત્સવનું અનેરૂં આયોજન કરવામાં આવ્યું હતું. તા. રપ મીએ આરતીની થાળીનો શણગાર સજી બહેનો દ્વારા હરીફાઇ કરવામાં આવી હતી. વિજેતાને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તા. ર૬મી એ ઓરીજનલ ડ્રેસમાં ભાઇઓએ મણીયારો રાસ, તથા બહેનોએ રાસડાઓ ઢોલ અને શરણાઇના તાલે લઇ આપણી સંસ્કૃતિનું જીવંત દ્રશ્ય ખડુ કરી દઇ આપણી સંસ્કૃતિને જીવંત રાખી હતી. તા. ર૬એ ડ્રેસ હરીફાઇમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હત. તા. ર૭ મીએ ભાઇઓએ શેરવાની, મોજડી તથા બહેનોએ રજવાડી ડ્રેસમાં રાસ ગરબાની ધુમ મચાવી નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.

લેસ્ટર – શરદ પૂનમ :
 મહેર સેન્ટર લેસ્ટર ખાતે તા. ૩ ઓકટોબરનાં રોજ શરદ પૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોકીલકંઠી લલીતાબેન ઘોડાદ્રાએ પ્રાચીન ગરબાની ધુમ મચાવી હતી. જેના તાલે આપણી જ્ઞાતિના ખેલૈયાઓ ઓરીજનલ ડ્રેસમાં ઝુમી ઊઠયા હતા.


લેસ્ટર – સ્નેહ મિલન :
 મહેર સેન્ટર લેસ્ટર ખાતે તા. ૧૮-૧૦-૦૯ નાં રોજ સાંજે પ કલાકે સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલન યોજાયુ હતુ. જેમા મહેમાનોનું સ્વાગત, સંગીત અને લોકડાયરો, બહેનો દ્વારા ગરબાની રજુઆત, બાળકો દ્વારા નાટકની રજુઆત, રાત્રી ભોજન અને છેલ્લે દંપતિ રાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઊપરોકત નવરાત્રી, શરદ પૂનમ અને નવા વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન શ્રી મહેર સમાજ લેસ્ટર એશોસીએશનના ઊપક્રમે કરવામાં આવ્યુ હતું. આ આયોજનને સફળ બનાવવા નાગાજણભાઇ બાપોદરા, દિલીપભાઇ રામભાઇ કારાવદરા, સહિતના જ્ઞાતિજનો દ્વારા ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.

લંડન :
લંડન મહેર સમાજ દ્વારા પણ લેમ્પટન સ્કુલ લેમ્પટન એવન્યુ ખાતે નવરાત્રી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાયા હતા. તા. ૧૯ થી ર૮ સુધી નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ડ્રેસ કોમ્પીટીશન પણ રાખવામાં આવી હતી. તા. ર૪ મી એ નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન બપોરે ૩.૩૦ કલાક થી ૧૧ કલાક સુધી વિવિધ કાર્યક્રમો, સામુહિક ભોજન વગેરે રાખવામાં આવ્યું હતું.

 

લાફબરો :
લાફબરો મહેર સમાજ દ્વારા નવરાત્રની ઊજવણી તા.૧૯ થી ર૭ મી સુધી સાંજે ૭.૩૦ થી ૧૧ કલાક સુધી શ્રીરામ ક્રિષ્ના સેન્ટર, આલફ્રેટ સ્ટ્રીટ ખાતે રાખવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનો દ્વારા વિવિધ રાસોત્સવ રમી નવરાત્રીની ઊજવણી કરેલ હતી.
બર્ગીમહામ :
બર્ગીમહામ મહેર સમાજ દ્વારા તા.૧૯ થી ર૭ મી સુધી સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી સ્પીકડેલી સીનેમાના ફંકશન હોલમાં નવરાત્રી મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં આરતીની થાળી સજાવટ અને રાસ ગરબા હરીફાઇ પણ રાખવામાં આવી હતી.
લ્યુટન :
લ્યુટન મહેર સમાજ દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન તથા પાર્ટીનું શાનદાર આયોજન કરેલ હતું. જેમાં તા. ર૪-૧૦-૦૯ ના સાંજે ૬ કલાકેથી મોડી રાત સુધી લેવશી ફાર્મ લર્નીંગ સેન્ટરના હોલમાં આ કાર્યક્રમ જ્ઞાતિજનોએ ઊત્સાહભેર માણ્યો હતો.

———————————————————————————————-

                            ** સંક્ષિપ્ત સમાચાર **

મુંબઇ :
પ્રતિ વર્ષની જેમ નવલા નૂતન વર્ષ નિમિતે મુંબઇ ખાતે અને મુંબઇની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા આપણા જ્ઞાતિજનોનું ભાઇ બીજના દિવસે સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતીના ભાઇ-બહેનો બાળકો, વડીલોએ હાજરી આપી હતી. જેમા બાળકો દ્વારા સાંસ્કાૃતિક કાર્યક્રમો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.


જુનાગઢ  :
જુનાગઢ ખાતે તા.૧૯ નાં રોજ ભવનાથ મહેર સમાજ ખાતે સાંજે પ.૦૦ કલાકે જ્ઞાતિજનોનુ સ્નેહ મિલન યોજાયું હતું. જેમા જ્ઞાતિ અગ્રણીઓએ ભાગ લઇ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
માંગરોળ :
માંગરોળ મહેર સમાજનું સ્નેહ મિલન તા. ૧૯-૧૦-૦૯ નાં રોજ રામદેભાઇ ઓડેદરાના મીલ ખાતે યોજાયેલ હતું. જેમાં સમસ્ત માંગરોળ શહેરમાં વસવાટ કરતા જ્ઞાતિજનોએ ભાગ લઇ નૂતન વર્ષની ઊજવણી કરવામાં આવી હતી.
જુનાગઢ :
 જુનાગઢના ભરચક વિસ્તાર કાળવા ચોક ખાતે આવેલી કાળવા ઓડેદરાની પ્રતિમાને નવલા વર્ષના પ્રભાતે સાફ સફાઇ કરી નવા ફુલહાર અર્પણ કરી જ્ઞાતિ પ્રેમ દાખવવામાં આવ્યો હતો. તેવું આયોજક શ્રી રણજીતભાઇ ઓડેદરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

 

Read Full Post »