Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વિસાવાડા’

પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે તાજેતરમાં ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિસાવાડા ગામ જે કુટુંબો વિદેશમાં વસવાટ કરે છે. તેઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન શ્રીમહેર સમાજ વિસાવાડા ખાતે રાખેલ હતું.
જેમાં ધોરણ-૧૦માં ડીસ્ટકશન મેળવનાર સાત વિદ્યાર્થીઓને રૂા.૩પ૦૦/- ફર્સ્ટ કલાસ મેળવનારને રૂા.પ૭૦૦ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧રમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ અને બીજા ક્રમે આવનાર બે વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ આપવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૮૦૦ જેટલી રોકડ રકમ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સન્માનિત થયેલા વિદ્યાર્થીઓની યાદી.ધો.૧૦માં શાંતિ હમીરભાઇ મોઢવાડીયા-હાથીયાણી, વાલી નાથાભાઇ મોઢવાડીયા-વિસાવાડા, રણજીત દેવાભાઇ મોઢવાડીયા-ટુકડા, હીરા રામભાઇ મોઢવાડીયા-ટુકડા, હરદાસ ખીમાભભાઇ મોઢવાડીયા, સંતોક પુંજાભાઇ કેશવાલા-વિસાવાડા, ભાવના જેઠાભાઇ કેશવાલા-રાતડી, સતીષ અરજનભાઇ કારાવદરા-રાતડી, વિરમ ખીમાભાઇ ઓડેદરા, કિષ્ના રામભાઇ કેશવાલા-વિસાવાડા, રેખા રામભાઇ કેશવાલા તેમજ ધો.૧રમાં દેવશી સુકાભાઇઓડેદરા-વિસાવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી આપનારઃ-(અરજનભાઇ અરશીભાઇ ઓડેદરા-પોરબંદર, મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા-જુનાગઢ)

Advertisements

Read Full Post »

શ્રીરામ પારાયણ જ્ઞાન યજ્ઞ
કથા સ્થળ
સતીઆઇના મંદિરે વિસાવાડા-પાલખડાના રસ્તે
કથાનો પ્રારંભ
તા.૪/૪/ર૦૧૧થીતા.૧ર/૪/ર૦૧૧
કથા સમય
સવારના ૯-૦૦ થી ૧ર-૦૦
બપોરના ૩-૦૦ થી ૬-૦૦
સંતવાણી
તા.પ/૪/૦૧૧-શકિતદાન ગઢવી, ઘનશ્યામ બાપુ,
તા.૬/૪/૦૧૧, અશોક ભાયાણી
તા.૭/૪/૦૧૧, મહેર રાસ મંડળી ગરેજ ગામની બાળાઓ
તા.૮/૪/૦૧૧, શ્રીમનસુખગીરી ગૌસ્વામી
તા.૯/૪/૦૧૧, રઘુવિર કુંચાલા, વિશ્વ કુંચાલા
તા.૧૦/૪/૦૧૧, જીતુભાઇ દ્વારકાવાળા
તા.૧૧/૪/૦૧૧, વિનુભાઇ ભાટીયા તથા બટુકભાઇ ભાટીયા
તા.૧ર/૪/૦૧૧, પરબતભાઇ રાણાવાયા, પરષોત્તમ પરી ગૌસ્વામી
આયોજકશ્રી.
વેજાભાઇ રામભાઇ કેશવાલા તથા કેશવાલા પરીવાર

Read Full Post »

બુડાઆતા કેશવાલાએ ૧૮૦૦ કન્યાઓના એક માંડવે લગ્ન કરાવ્યા હતા

લે:સવદાસભાઇ મોઢવાડીયા
ભકિતરસ કથા

વિસાવાડા મહેર સમાજમાં રહેલું બુડાઆતાનું ભીંતચિત્ર

જયાં કૃષ્ણ પરમાત્માના બેસણાં હોય ત્યાં નંદ ગોકુળ અને મથુરા જેવી જ પવિત્ર અને આત્મીય ભૂમી હોય જ જયાં આદ્ય મેર કેશવાલાના રહેઠાણ હોય ત્યાં ભકિત, શકિત તથા દિલાવરી તથા ધર્મનો પાર જ ન હોય અને દ્વારકાથી ઠાકોરજી બ્રહ્મદેવનો અવતાર ધારણ કરીને આવ્યા તે પાવન ભૂમી વિસાવાડા (મુળ દ્વારકા) માં બુડા આતા કેશવાલા નામના એક મહાન સંત ભગત થઇ ગયેલા.
તે સમયમાં વિસાવાડા ગામનો બીજો તબકકો હતો અને વેસલ નામે ગામનું નામ હતું ત્યારે કેવડેશ્વર મહાદેવની સ્થાપના કરી અને બુડાઆતા આ પરમ પિતા પરમેશ્વરની સાચા મનથી તથા સાચા દિલથી પૂજા પાઠ કરતા. બુડા આતા શ્રધ્ધાળુ, ભકિતવાન તથા પૂર્ણ વિવેકી તથા મહાન દાનવીર હતા.
ત્યારે જેઠવા રાજયનો હનુમાન વંશી ધ્વજ ચારે દિશામાં ફરકતો હતો અને ઘુમલી રાજયમાં બુડાઆતા કેશવાલા પૂર્ણ માન પાન ધરાવતા હતા.
બુડાઆતા ખાધેપીધે તથા સમૃધ્ધ હતા અને તેમને આંગણે આવનાર કોઇ પણ શ્રધ્ધાળુ માણસ ખાલી હાથે કદી પાછુ ફરતું નહ એટલે દાનવીર તથા ગરીબો પ્રત્યેના દયાભાવ વાળા તથા રોટલો આપવામાં મહાન હતા.
બુડાઆતા કેશવાલા કેવડેશ્વર મહાદેવની ભકિત એક ક્ષત્રીય સુર્યવંશી મેરને શોભે તેવી નિઃસ્વાર્થ ભાવે કરતા તેથી એક દિવસ બુડાઆતા રાત્રે કામમાંથી પરવાની નિંદરાધીન થયા ત્યારે કેવડેશ્વર મહાદેવ બુડાઆતાને સ્વપ્નમાં આવ્યા અને કેવડેશ્વર મહાદેવે બુડાઆતાને સ્વપ્નમાં દર્શન આપીને કહેલ કે તમારા રહેણાંક મકાનમાંથી દક્ષીણ દિશામાં તમો જમીનમાં ખોદકામ કરો તો નિરંજન નિરાકાર શ્રી શિવ પરમાત્મા તમને સંપતી જરૂર આપશે ત્યાર બાદ ઇશ્વરના વચનની સાક્ષીએ બતાવેલી જગ્યાએ ખોકામ કરતા ત્યાંથી સુવર્ણ ભરેલો ચરૂ મળેલો આ સુવર્ણ ચરૂ મળતા તુરંત શ્રી બુડાઆતા કેશવાલાએ એક રૂકકો (ત્રાંબાના ગોળ નળામાં લખાણ લખી તેને તેમાં બંધ કરીને મોકલે તે) લખીને એક ઘોડેશ્વારને મુળ દ્વારકાથી બરડા ડુંગરનાં પેટાળમાં વસેલ ઘુમલી રાજયમાં શ્રી ભાણ (ભાણજી) જેઠવા પાસે મોકલેલો અને મનોમન શ્રી કેવડેશ્વર મહાદેવને પ્રાર્થના કરેલી કે હે ભોળેનાથ મારે આ સોનાની ચરૂના ધનને શું કરવું છે. મારે આ ધન જોઇતું નથી. ત્યાં પરમ પિતા શ્રી ભોળેનાથે આકાશવાણીથી કહેલ કે હે બુડા ભગત તમો સુવર્ણ ધનથી કોઇ ધર્મનું મહાન કામ કરો ત્યાર બુડા આતાએ મહેર જ્ઞાતિનાં પટેલીયાઓ તથા તેમની ઊંમરના કેશવાલા મહેર ભાયોની જરૂરી સલાહ લીધેલી.
બુડા કેશવાલાને કેટલા પુત્રો હતા તેની નોંધ મળતી નથી. પણ એક દિકરી નામે બાસુર (બાસુરી) બાઇ હતી તેમને બુડા આતાએ પૂર્ણ લાડકોડથી પુત્રની જેમ મોટી કરી હતી. આ બાસુર દિકરીના લગ્ન સાથે ભાણ જેઠવો જેનો ધણી હતો તેવા, આજુબાજુના બરડાના ૧૮૦૦ ગામની દરેક દિકરીઓના લગ્ન્ કરવા તેમ બુડા આતા કેશવાલાના મનમાં એક મહાન વિચાર આવ્યો અને પોતાના પાસેની તમામ મિલ્કત તથા કેવડેશ્વર મહાદેવે આપેલી સુવર્ણ સંપતિ તેમાં વાપરવી એવો મનોમન નિર્ધાર કરેલો બુડા આતા ભાણ જેઠવાની આ બાબતમાં સલાહ લેતા સોનામાં સુગંધ ભળેલી, ભાણ જેઠવા દરેક દિકરીઓનાં સમુહ લગ્ન્ બુડા આતા કરે તેમાં સહમત થયા અને દરેક જ્ઞાતિની કન્યાઓને એક માંડવે જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર તથા દરેક સમાજના લોક વર્ણ એક મેક થઇને આ ધર્મનું મહાન કામ કરો તેવો રૂકો લખી અને વળતો જવાબ લખી મોકલાવેલો તથા ભાણ જેઠવાએ તે રૂકામાં નીચે એક દુહો લખેલો.
“બુડા તું ધરણી ધર લંગર વધારી લાજ, ભલી તું પરણાવ કન્યા એક માંડવે અઢારસો. ”
ત્યાર બાદ ઘુમલી રાજયમાં આવેલ પલ્ટનમાંથી ઘોડેશ્વારને રવાના કરતા કહેલું કે, બુડા ભગતને કહેશો કે જયારે ૧૮૦૦ ગામની દરેક વરણની દિકરીઓના એક માંડવે લગ્ન્ લેવાય ત્યારે કન્યાદાન કરવા, હાથ ઘરણું કરવા, ઘુમલી નરેશ ભાણ જેઠવો ઊઘાડા પગે વિસાવાડા ગામ આવશે. ત્યાર બાદ બુડા આતા કેશવાલાએ સાંઢણી સવારને બરડાના ગામે ગામ મોકલ્યા અને તમામ જ્ઞાતિના માતા-પિતાઓને ખબર આપેલા કે જેમને પોતાની દિકરીઓનાં એક માંડવે લગ્ન કરવા હોય તે તમામ વિસાવાડા ગામ આવી અને સલાહ સુન લઇ જાય.
સમય થતાં બુડા આતા કેશવાલાએ દરેક જ્ઞાતિની દિકરીઓના લગ્ન્ કરવા માટે મોઢા ગોર મહાદેવતા પાસે મુહુર્ત જોવરાવી અને વિસાવાડા ગામની દક્ષિણ દિશાએ આવેલ હીણાજીયાની ધાર પાસે લગ્નની જગ્યા નકકી કરી તે સમયે જમીન સાફ સુફ કરીને ગંગાજળ છંટકાવ કરીને એક તલાવળી ખોદીને તેને ગાર અને માટીથી લીંપીને સાચા ઘી ની ભરવામાં આવી. તથા બીજી તલાવળી મીઠા તેલની ભરવામાં આવી. અને જોઇતો તમામ માલ સામાન એકઠો કરવામાં આવ્યો અને સૌથી પહેલા બ્રહ્મભોજન કરાવી બ્રહ્મ પુરી જમાડી. અને એ જગ્યાને પવિત્ર કરીને દરેક જ્ઞાતિના વડીલો માટે તથા તેમના કુટુંબ કબીલાઓ માટે અમૃત સમાન પકવાનો બનાવવામાં આવ્યા અને સૌને પ્રેમ સભર જમાડવામાં આવ્યા. ત્યાર બાદ દરેક જ્ઞાતિ વડીલોને એકઠા કરી હીણાજીયાની ધારથી વિસાવાડા ગામ સુધી મંડપો રોપવામાં આવ્યા. મેરનાં તમામ ઘરોમાંથી મોતીના ચાકડા, તોરણો, મોતીના નાળીયેરો, આભલાં ભરેલા ભીત ચકરાઓ, તમામ પ્રકારની શોભા વધારવામાં આવેલી ત્યાર બાદ શુભ ચોઘડીયે શુભ ઘડીએ ૧૮૦૦ કન્યાઓના એક સાથે લગ્ન કરી આપવામાં આવ્યા હતા. ત્યારે ઇશ્વરે અંબરમાંથી ફુલની વર્ષા કરી હતી. ઘુમલી નરેશ શ્રી ભાણ જેઠવા વિસાવાડા ગામ પધારીને કૃષ્ણ કનૈયાની સાક્ષીએ ૧૮૦૦ કન્યાઓને કન્યાદાન આપી અને દરેક દિકરીઓને આશિર્વાદ આપેલા. ધન્ય છે બુડા આતા કેશવાલાને કે જેમણે સમુહ ભોજનનો પહેલો પ્રસંગ મહેર જ્ઞાતિમાં કરેલો. ધન્યછે તેમની ભકિત અને શકિતને.

Read Full Post »