Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘શિક્ષણ’

મહેર વિદ્યાર્થી ગ્રુપ જૂનાગઢ્ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ તા:25-1-2015, રવિવારના રોજ, બપોરે 3-00 કલાકે, મહેર કન્યા છાત્રાલય, ટીંબાવાડી, જૂનાગઢ્ ખાતે, માન.ડો.શ્રી વિરમભાઇ ગોઢાણીયાની ઉપસ્થિતિમાં યોજાશે. સર્વ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા વિનંતી છે.

Advertisements

Read Full Post »

હમણાં હમણાં જ પોરબંદરમાં મહેર હિત રક્ષક સમિતીની સ્થાપના કરવામાં આવી જાણીને આનંદ થયો પણ એમાં અમુક બાબતોની છણાવટ જરૂરી છે.
પહેલા તો આપણી જ્ઞાતિને બીજી કોઇ જ્ઞાતિ શું કામ હેરાન કરે છે. આપણી જ્ઞાતિ એટલી કાબેલ છે કે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે છે. બીજુ કે, આપણી જ્ઞાતિના દરેક ગામમાં એવા ઘણા સારા માણસો છે કે, આવી રીતે કોઇ હેરાનગતિ કરે તે સહન કરે ના અને કરવા પણ ના દે આપણી જ્ઞાતિએ સો ટકા એક થવાની જરૂર છે. તેમાં ના નથી.
ખાસ કરીને ગામડામાં શિક્ષણ, રસ્તાઓ, પાણી આ બધી વસ્તુઓ જોતા આપણે આદીવાસી પ્રજા કરતા પણ ખરાબ સ્થિતીમાં છીએ. થોડા મહિના પહેલા ઘેડ હિત રક્ષક સમિતીની રચના કરવામાં આવેલ આ સમિતીના ભાઇઓ સારૂ કામ કરે છે. એમાં ના નથી પરંતુ ઘેડ વિસ્તારની સ્થિતી જોતા આપણે હજુ પચાસ વર્ષ પાછળ છીએ એમ લાગે છે.
ગુજરાતના લગભગ બધા ગામડાંઓ હું જાતે જઇ આવ્યો છું. અને ખાસ કરીને પંચમહાલ જીલ્લો જયાં બધી જ આદીવાસી પ્રજા વસવાટ કરે છે. પરંતુ ત્યાંના રસ્તા તમે જુઓ અને આપણા ઘેડ વિસ્તારના રસ્તાઓ જોઇ લો આદિવાસીના બાળકોને નવી સાઇકલો આપવામાં આવે છે. એવા સારા યુનિફોર્મ હોય છે. જયારે આપણા બાળકોને અભ્યાસ કરવા જવા માટે તથા એક ગામથી બીજા ગામે સારી બસની સુવિધા પણ મળતી નથી.
આપણી નેતાગીરી નબળી અને નમાલી પુરવાર થઇ છે. આપણી જ જ્ઞાતિના ધારાસભ્યો હોય, આપણી જ્ઞાતિના સરપંચો હોય, રોડના કોન્ટ્રાકટરો પણ આપણી જ્ઞાતિના હોય કોઇની શેહ-શરમ રાખ્યા વગર આખા બોલા થયા વગર નહી ચાલે.
આપણી જ્ઞાતિને આગળ વધારવી હશે તો  આપણા આગેવાનોએ અવાજ ઊઠાવી રસ્તા, પાણી, અને શિક્ષણ આ ત્રણેયમાં ખાસ ધ્યાન આપ્યા વગર છુટકો જ નથી આ લેખમાં જો કોઇને ખોટું લાગે તો મને પરવા નથી પણ સાચું ના લખું તો હું જે રીતે વડોદરામાં રહું છું એમાં ધુળ પડે માટે આપણી જ્ઞાતિના દરેક સમજદાર ભાઇઓ-બહેનોને મારી વિનંતી છે કે, જો મારી વાત ખોટી ના હોય તો આમાં જરૂર સુર પુરાવજો…

લેખક

રામભાઇ ઓડેદરા
મું.વડોદરા

Read Full Post »

પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે તાજેતરમાં ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિસાવાડા ગામ જે કુટુંબો વિદેશમાં વસવાટ કરે છે. તેઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન શ્રીમહેર સમાજ વિસાવાડા ખાતે રાખેલ હતું.
જેમાં ધોરણ-૧૦માં ડીસ્ટકશન મેળવનાર સાત વિદ્યાર્થીઓને રૂા.૩પ૦૦/- ફર્સ્ટ કલાસ મેળવનારને રૂા.પ૭૦૦ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧રમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ અને બીજા ક્રમે આવનાર બે વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ આપવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૮૦૦ જેટલી રોકડ રકમ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સન્માનિત થયેલા વિદ્યાર્થીઓની યાદી.ધો.૧૦માં શાંતિ હમીરભાઇ મોઢવાડીયા-હાથીયાણી, વાલી નાથાભાઇ મોઢવાડીયા-વિસાવાડા, રણજીત દેવાભાઇ મોઢવાડીયા-ટુકડા, હીરા રામભાઇ મોઢવાડીયા-ટુકડા, હરદાસ ખીમાભભાઇ મોઢવાડીયા, સંતોક પુંજાભાઇ કેશવાલા-વિસાવાડા, ભાવના જેઠાભાઇ કેશવાલા-રાતડી, સતીષ અરજનભાઇ કારાવદરા-રાતડી, વિરમ ખીમાભાઇ ઓડેદરા, કિષ્ના રામભાઇ કેશવાલા-વિસાવાડા, રેખા રામભાઇ કેશવાલા તેમજ ધો.૧રમાં દેવશી સુકાભાઇઓડેદરા-વિસાવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી આપનારઃ-(અરજનભાઇ અરશીભાઇ ઓડેદરા-પોરબંદર, મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા-જુનાગઢ)

Read Full Post »

(અહેવાલ, કાર્યાલય પ્રતિનિધિ)
જુનાગઢના વંથલી રોડ વાડલા ફાટક ખાતે આવેલી પાર્થ એકેડમીનો સાતમો વાર્ષિક ઊત્સવ તા.ર૪/૧ર/૦૧૦ના રોજ ભવ્યાતિભવ્ય રીતે ઊજવવામાં આવેલ હતો.
જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડાન્સ, કોમડી નાટક, કરાટે, રાજસ્થાની નૃત્ય, વ્યસન મુકિતનું નાટક જેવા આબેહુબ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વિદ્યાર્થીઓના માતા-પિતા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા.

Read Full Post »

(અહેવાલ-પ્રવાસી પ્રતિનિધિ)
પોરબંદરના અડવાણા ગામના ભીનીબેન માલદેભાઇ કારાવદરા મનોવિજ્ઞાન વિષય સાથે ડો.અનીત એમ વસાણી સરના માર્ગદર્શન હેઠળ  પી.એચ.ડી ની પદવી ડીગ્રી પ્રાપ્ત કરેલ પોરબંદર જીલ્લામાં ભીનીબેને સ્ટેટ લેવલ તેમજ નેશનલ લેવલના તેમજ કોન્ફરન્સમાં પણ સંશોધન પત્રો રજુ કરેલ અને હાલમાં તેઓ શ્રી આર.આર.લાલન કોલેજ (ભુજ)માં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભીનીબેનની આ અનેરી સિધ્ધિ બદલ અને જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ મહેર એકતા અખબાર તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આપણી જ્ઞાતિમાં હવે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખુબ પ્રગતિ કરી રહ્યા છે તે વાતની ભીનીબેન કારાવદરા એ જેમ પી.એચ.ડી. કરી તે વાતની પ્રતિતિ કરાવે છે. અને શિક્ષણ આપણી જ્ઞાતિ જાગૃત બની છે.

Read Full Post »

 ધોરણ ૧ર આર્ટસ અને ધોરણ ૧ર કોમર્સ પછી તમને કયા કયા કોર્સમાં એડમિશન મળે?
* ફેશન ડિઝાઈન, ડિઝાઈન, હોટેલ મેનેજમેન્ટ, પી.ટી.સી., ફાઈન આર્ટમાં,  એમ.એસસી., આઈટી તેમ જ ડાયરેકટ સ્મ્છના કોર્સ પહેલી પસંદગીમાં મૂકી શકાય.
આ વર્ષે ૬ લાખથી વધારે વિધાર્થી ભાઈ-બહેનોએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા આપી. દસમા ધોરણની બોર્ડની પરીક્ષાની સાથે જ ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા પણ લેવામાં આવે છે. બારમા ધોરણમાં મુખ્ય બે પ્રવાહો છે : (૧) જનરલ સ્ટીમ એટલે કે સામાન્ય પ્રવાહ અને (ર) સાયન્સ સ્ટીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ. ધોરણ ૧૦ પાસ કર્યા પછી મોટા ભાગના સ્ટુડન્ટ અગિયારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં એડમિશન લે છે. સાયન્સ પ્રવાહના ધોરણ ૧૧માં એડમિશન લેનારની સંખ્યા સામાન્ય પ્રવાહની સંખ્યા કરતાં લગભગ છઠ્ઠા ભાગની હોય છે. આ વર્ષના ધોરણ ૧રના ગુજરાત બોર્ડના સ્ટુડન્ટની વાત કરીએ તો (૧) ધોરણ ૧રના આશરે ત્રણ લાખ જેટલા વિઘાર્થી ભાઈ-બહેનોએ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી, અને (ર) બાર સાયન્સની બોર્ડની પરીક્ષા આપનાર સ્ટુડન્ટની સંખ્યા આશરે ૭પ હજાર જેટલી હશે. સામાન્ય પ્રવાહમાં આટ્ર્સ અને કોમર્સના સ્વષયો હોય છે. મુખ્ય આ બે પ્રવાહો ઊપરાંત વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઊચ્ચતર બુનિયાદી પ્રવાહના સ્ટુડન્ટ પણ ધોરણ ૧રની બોર્ડની પરીક્ષા આપે છે.
* ધોરણ ૧ર આર્ટ્સ : દસમા ધોરણ પછી સામાન્ય પ્રવાહમાં આર્ટસના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧રનો અભ્યાસ કરીએ તો આપણે ધોરણ ૧ર આર્ટ્સ કર્યું કહેવાય. અંગ્રેજી વિષય સાથે પણ ધોરણ ૧ર આર્ટસ કરી શકાય છે અગ્રેજી વગર પણ કરી શકાય છે.
* ધોરણ ૧ર કોમર્સ : ધોરણ ૧૦ પછી કોમર્સના વિષયો રાખી ધોરણ ૧૧ અને ધોરણ ૧રનો અભ્યાસ કરીએ તો આપણે ધોરણ ૧ર કોમર્સના સ્ટુડન્ટ કહેવાઈએ. ધોરણ ૧રમાં સૌથી વધારે સંખ્યા કોમર્સના સ્ટુડન્ટની હોય છે.
* સોનેરી ભવિષ્ય :  ર૧મી સદીની એક સરસ વ્યાખ્યા છે- ભણેલા લોકોની, ભણેલા લોકો માટે અને લોકો વડે ચાલતી સદી એટલે એકવીસમી સદી. હજી તો ર૧મી સદીની શરૂઆત જ છે. પહેલી જાન્યુઆરી ઈ.સ.ર૦૦૦ના દિવસથી ર૧મી સદીની શરૂઆત ગણીએ તો હજી એની શરૂઆત થયાને મે ર૦૧૦માં માત્ર દશ વર્ષ અને છ માસ જ થાય છે. આટલા ઓછા સમયમાં પણ તમે જોશો તો ચારે બાજુ ભણતરની વાહ વાહ થાય છે. જ્ઞાન અને એજયુકેશનની બોલાાબલા છે. બુદ્રિપ્રતિભા ધરાવતા લોકો ઝડપથી આગળ વધી રહયા છે. જે વઘારે ભણશે એની પ્રગતિ વઘારે થશે. તમારે પણ જીવનમાં આગળ આવવું હોય, ખૂબ પૈસા કમાવા હોય, લોકોનું માન અને વાહવાહ મેળવવી હોય તો ઓછામાં ઓછું બેચલર ડિગ્રી સુધી તો ભણેજ જ. બેચલર ડિગ્રી મેળવ્યા પછી આગળ પોસ્ટ ગ્રેઝયુએશનના પ્રાૅફેશનલ કોર્સ કરવાનું લક્ષય રાખજો. માસ્ટર ડિગ્રી અને પીએચ.ડી. સુધી ભણવાનું ધ્યેય રાખવું. નોકરી મળી ગયા પછી પણ ભણવાનું ચાલુ રાખવું તમારો પોતાનો બિઝનેસ હોય તો એની સાથે સાથે પણ કંઈ ને કંઈ ભણવાજું ચાલુ રાખવું. ર૧મી સદીમાં વિઘાની દેવી સરસ્વતીના આશીર્વાદ જ ચમત્કાર કરવાના છે. દરેકને માટે ખૂબ સુંદર ભવિષ્ય આ ર૧મી સદીમાં છે જ.
ધોરણ ૧ર આર્ટ્સ પછીના કોર્સ
 આર્ટસના વિષયો સાથે ધો.૧ર તમે પાસે કરેલ હોય તો તમારા માટે એક એકથી ચડિયાતા ઘણા અભ્યાસક્રમો છે. આપણે તેની યાદી બનાવીએ. 
* મેરીટના આધારે એડમિશનઃ  પ્રવેશ પરીક્ષા આપ્યા વગર ધો.૧ર આર્ટસમાં તમે મેળવેલા માર્કસના આધાર પર તમને એડમિશન મળી શકે તેવા અભ્યાસક્રમો : (૧) કોઇ વિષય સાથે બી.એ. (બેચલર ઓફ આર્ટસ), (ર) બી.બી.એ. (બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ), (૩) હોટલ મેનેજમેન્ટ, (૪) બી.એસ.ડબલ્યુ (બેચલર ઓફ સોશ્યલ વર્ક), (પ) બી.આર.એસ. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ), (૬) હોમ સાયન્સ (બેચલર ડીગ્રી), (૭) ફેશન ડીઝાઇનર (બેચલર ડીગ્રી) ગુજરાત બહાર કર્ણાટક અને મહારાષ્ટ્રમાં), (૮) બી.એફ.એ. (બેચલર ઓફ ફાઇન આર્ટ), (૯) બેચલર ઓફ મ્યુઝિક, (૧૦) ડાન્સ, ડ્રામા અથવા મ્યુઝિકમાં બી.પી.એ. (બેચલર ઓફ પરફોર્મીંગ આર્ટ), (૧૧) જનરલ નર્સીંગ, (૧ર) આર્યુવેદિક નર્સીંગ, (૧૩) પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી., (૧૪) પ્રાથમિક સ્કુલમાં ડ્રોઇંગ ટીચર બનવા માટે આર્ટ ટીચર ડિપ્લોમા કોર્સ, (૧પ) પ્રાયમરી સ્કૂલમાં વ્યાયામ શિક્ષક બનવા સી.પી.એડ. (૧૬) સંગીતવિશારદનો કોર્સ, (૧૭) ચાર્ટર્ડ એકાઊન્ટન્ટનો ફાઊન્ડેશન કોર્સ, (૧૮) કંપની સેક્રેટરીનો ફાઊન્ડેશન કોર્સ, (૧૯) કોસ્ટ એકાઊન્ટન્ટનો ફાઊન્ડેશન કોર્સ, (ર૦) હાઇસ્કૂલમાં વ્યાયામ શિક્ષક બનવા માટે બી.પી.એડ. (બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન), (ર૧) ઇન્ટીરીયર ડીઝાઇનરનો બેચલર ડીગ્રી કોર્સ.
* ગુજરાતમાં અને ગુજરાત બહાર પ્રવેશ પરીક્ષા આપીને એડમીશન મળે તેવા કોર્સ : ધો.૧ર આર્ટસ પછી કેટલાક એવા છે કે જેમા એડમીશન મેળવવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડતી હોય છે. પ્રવેશ પરીક્ષામાં સફળ થઇએ તો એડમીશન મળી શકે તેવા કોર્સનું લીસ્ટ : (૧) એન.આઇ.એફ.ટી. (નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી) ના કોર્સ ડીપ્લોમા ઇન ફેશન ડીઝાઇન, ડીપ્લોમા ઇન એસેસરી ડીઝાઇન, ફેશન ડીઝાઇન એન્ડ ઇન્ફોર્મેશન ટેકોનોલોજી (એફ.ડી.આઇ.ટી.) જેવા નિકટના ધો.૧ર પછી ના ડીપ્લોમા કોર્સ, (ર) અમદાવાદમાં આવેલ એન.આઇ.ડી. (નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન) ના ધો.૧ર પછી ચાર વર્ષના ડીઝાઇન ફીલ્ડના વિવિધ કોર્સ, (૩) યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક ર્સિવસ કમીશન) દ્વારા લેવામાં આવતી નેશનલ ડિફેન્સ એકેડેમી – એન.ડી.એ. ની એકઝામ આપી આર્મી (ભૂમિદળમાં)માં  ઓફિસર બનવા માટે આર્મીની કોલેજમાં એડમીશન, (૪) વડોદરાની એમ.એસ. યુનિ.માં અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિ.માં ચાલતો બી.બી.એ. નો કોર્સ, (પ) બી.એફ.એ. (બેચલર ઓફ ફાઇન આર્ટ) નો કોર્સ વડોદરા કે મુંબઇમાં, (૬) ભારત સરકાની ઇન્સ્ટીટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરગ ટેકનોલોજીમાં ચાલતો બી.એસસી. ઇન હોટલ મેનેજમેન્ટ કોર્સ – અમદાવાદની સરકારી પોલીટેકનીકના કમ્પાઊન્ડમાં આવ એક સંસ્થા આવેલી છે, (૭) મ્યુઝિક, ડ્રામા, ડાન્સનો બેચલર ડીગ્રી કોર્સ – વડોદરાની એમ.એસ. યુનિ., (૮) મુંબઇમાં બી.એમ.એસ. (બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ).

Read Full Post »

(અહેવાલ-રાજુ સરમા દ્રારા)
ધોરણ ૧ર સાયન્સનું પોરબંદર જીલ્લાનું પરીણામ તા.ર૦/પ/૦૧૦ના રોજ જાહેર થતા તેમા આપણી જ્ઞાતિની નેહલ હરદાસભાઇ ઓડેદરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા આપણી જ્ઞાતિમાં અને પોલીસબેડામાં આનંદની લાગણી ફેલાઇ હતી અને ચોતરફ થી નેહલબેન પર શુભેચ્છા વર્ષા વરસી રહી છે.
 પોરબંદર જીલ્લામાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવેલી નેહલ હરદાસભાઇ ઓડેદરાએ ૮૩.ર૦ ટકા મેળવ્યા છે. આ સફળતા મેળવવા તેમને નિયમીત વાંચન અને મહેનતથી મળી હોવાનું જણાવ્યું હતું હવે તે સોફટવેર ઇન્જીનીયર બનવા માગે છે. તમામ દેવી દેવતાઓ ઊપર અતુટ શ્રધ્ધા અન વિશ્વાસ ધરાવતી નેહલે સફળતાનો શ્રેય પોતાના માતા પિતા અને સેન્ટમેરી સ્કુલના પ્રિન્સીપાલ, ઊપરાંત મનોજ સર તેમજ અન્ય ટ્યુશન આપનારા શિક્ષકોને આપ્યો હતો. જુદા જુદા પ્રકારની યોજાયેલી સ્પર્ધાઓમાં પણ અવ્વલ આપવા ટેવાયેલી નેહલે ધો.૧૦માં પણ ૮૮ ટકા મેળવ્યા હતા. વર્ષની શરૂઆતથી જ તેઓ ત્રણ કલાક વાંચવા અને મનન કરવા ટેવાયેલી રહેતી નેહલના પિતા હરદાસભાઇ ઓડેદરા કિર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. અને મમ્મી હોસ્પીટલમાં સર્વીસ કરે છે. નેહલનો મનપંસદ વિષય ફીઝીકસ હોવાનું તેમને જણાવ્યું હતું નેહલનો પોરબંદર જીલ્લા પ્રથમ નંબર આવતા તેમના પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નેહલની આ અનેરી સિધ્ધી બદલ પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, કુતિયાણાના ધારાસભ્યશ્રી કરશનભાઇ ઓડેદરા, પૂર્વ સિંચાઇ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, યુવા કોગ્રેસ પ્રમુખ રામદેભાઇ મોઢવાડીયા, એન.એસ.યુ. આઇના રાજય ઊપપ્રમુખ દેવશીભાઇ મોઢવાડીયા, સેન્ટમેરી સ્કુલના પ્રિન્સીપાલશ્રી તથા તમામ શિક્ષકગણ, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછા, સહતંત્રીશ્રી વિરમભાઇ આગઠ, પોરબંદર મહેર સમાજના અગ્રણી આગેવાનો તથા જ્ઞાતિજનો અને પોરબંદર મહેર વિધાર્થી ગ્રાૃપ તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

Read Full Post »

Older Posts »