Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘શ્રીમદ ભાગવત કથા’

Advertisements

Read Full Post »

મુ. ખીસ્ત્રી, તા./જી.પોરબંદર ખાતે તા:૨૯-૩-૨૦૧૨ થી ૫-૪-૨૦૧૨ સુધી શ્રી. કરસનભાઈ જેઠાભાઈ ખીસ્ત્રીયા તથા સમસ્ત ખીસ્ત્રીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્‌ ભાગવત્‌ જ્ઞાનયજ્ઞમાં સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ.

Read Full Post »

જુનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમીત્તે પૂ.ભાઈશ્રીનો ઉતારો વાડલા ફાટક ખાતે આવેલી પાર્થ એકેડમી ખાતે રાખવામાં આવેલ હતો.  ત્યારે પાર્થ એકેડમીના માલીક શ્રીપાર્થકુમાર કાળુભાઈ ઓડેદરાએ પૂ.ભાઈશ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે પૂ.ભાઈશ્રીએ પાર્થ એકેડમીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સ્કુુલના સંચાલક કાળુભાઈ અને રૂડીબેન વિદ્યાર્થીઓને માતા-પિતા જેટલો જ પ્રેમ આપે છે. અહી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ રસ પડે તેવું યોગ્ય અને સારૂ વાતાવરણ પણ છે. તો પાર્થકુમાર પણ સારૂ સારૂ સંચાલન કરે છે. તેમ જણાવ્યું હતું.

Read Full Post »

(અહેવાલ-દુદાભાઇ કારાવદરા)
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે તા.ર૪/૪/૦૧૧ થી તા.૧/પ/૦૧૧ સુધી સમસ્ત ગામ આયોજીત ગામના પિતાૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ગોરાણા ગામમાં નવર્નિિમત થયેલ મેર સમાજની વાડીએ યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો સમય દરરોજ સવારના ૯થી ૧ર અને બપોરના ૩થી૬ સુધી રહેશે વ્યાસપીઠ સ્થાને રાજુભાઇ બી જોશી (પોરબંદરવાળા) બિરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનને સમસ્ત ગોરાણા ગામ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Read Full Post »

સર્વ જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ
પોરબંદરના ખિસ્ત્રી ગામે શ્રી સવદાસભાઇ માલદેભાઇ ખિસ્તરીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તા.ર૪-૧-૧૧ થી તા.ર૧-૧-૧૧ દરમ્યાન  ભવ્ય આયોજન કરેલ છે. જેમાં વ્યાસપીઠ પર ધોરાજી નિવાસી શ્રી હેમેન્દ્ર્ભાઇ જોશી (પુ. મોટાભાઇ) બીરાજી પોતાની અમૃતવાણીમાં કથાનું રસપાન કરાવશે. તો આ શુભ પ્રસંગે સૌ જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી જાહેર જનતાને ભાવભર્યુ આમંત્રણ.
સ્થળઃ વૃંદાવનધામ, (અમારીવાડી), મુ.ખિસ્ત્રી, વાછોડા રસ્તે, જી.પોરબંદર

Read Full Post »

(અહેવાલ:તંત્રીશ્રી)
આજે તા: ૨૭/૧૧/૨૦૧૦ના રોજ, જામનગર ખાતે યોજાયેલ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રથમ દિવસ, અને શ્રી ભાગવતજીની શોભાયાત્રા.
સવારે ૯-૩૦ કલાકે શોભાયાત્રાનો આરંભ થયો. શોભાયાત્રામાં સૌ પ્રથમ આઠ ઘોડેશ્વારોએ, મહેર જવાંમર્દોના પારંપારિક પહેરવેશમાં શોભતા અને થનગનતા ઘોડા ખેલાવતા, શોભાયાત્રાની આગેવાની કરી હતી. તેમની પાછળ ઢોલ અને શરણાઇનાં પારંપારિક ધબકારાઓ માનવમેદનીને થનગનતા કરતા જતા હતાં. તેની પાછળ જામનગરની સુંદર મજાની બેન્ડપાર્ટી સૂરાવલીઓની રસલ્હાણ પીરસતી જતી હતી. અને તે શાથે શ્રી નંદેશ્વર પંચવટી મહાદેવ મંદિરના સતસંગ મંડળની માતાઓ,બહેનો કૃષ્ણકનૈયાનાં ભાવવાહી કિર્તનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી મુક્યું હતું. તે પછી કથાના આયોજક પરિવારની દશ બાળાઓ માથે કળશ અને શ્રીફળ લઇ ચાલતી વાતાવરણને મંગલમય બનાવતી હતી. તેમની પાછળ સઘળું નારીવૃંદ મંગલ ગીતડાં ગાતું ચાલતું હતું. આ પછી જામનગર મહેર સમાજનાં ચાલીશ જેટલાં અગ્રણીઓ, યુવાનો માથે સુંદર શોભતા સાફા બાંધી અને મલપતિ ચાલે ચાલતા ખુબજ રૂડા લાગતા હતા. તેઓની પાછળ એક સુંદર શણગારેલા નાના રથમાં, કથાનાં આયોજક કરશનભાઇનાં પરિવારનાં, ભૂલકાંઓ કિલકિલાટ કરતાં જાણે બાલગોપાલ સમા ભાસતા હતા. આખરે સુંદર શોભાયમાન રથમાં શ્રી ભાગવતજી શાથે કથાનાં વક્તા પૂજ્ય શ્રી રમેશભાઇ ઓઝા બિરાજમાન થયેલા દેખાયા અને સર્વ ભાવિકજનોનાં હૈયાં થનગનાટ શાથે આશિર્વાદ પામવા નતમસ્તક થતા દેખાતા હતાં. આ મુખ્ય રથની પાછળ પોરબંદર સાંદિપની આશ્રમથી પધારેલા રૂષિકુમારો મંત્રગાન કરતાં સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવતા ચાલતાં હતા. આ સમગ્ર શોભાયાત્રા દોઢેક કલાક ચાલી અને કથાશ્થળે પહોંચી હતી. 

(દરરોજનો આંખે દેખ્યો અહેવાલ રજુ કરાશે)

Read Full Post »

જામનગર ખાતે ભુતિયા પરીવાર દ્રારા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ તા.ર૪/૧૧/૦૧૦ના રોજ થવાનો હતો પરંતુ ભારે વરસાદના કારણે હવે તે તા.ર૭/૧૧/૦૧૦ના રોજ મંગલ પ્રારંભ થશે જેની સર્વે જ્ઞાતિજનોએ નોધ લેવી.

Read Full Post »

Older Posts »