Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘શ્રેષ્ઠ’

(અહેવાલ-મહેર એકતા-ગોસા)
મહેર સમાજમાં રચનાત્મક પરીવર્તન લાવવા અને જ્ઞાતિ સમાજનાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને એકયતા આવે તેવા શુભ આશયથી મહેર માધવપુર (ઘેડ) સમાજ દ્વારા જૂનાગઢ એસ.ટી. વિભાગીય કચેરીનાં કાર્યક્ષેત્રના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીઓને ફરજ દરમ્યાન સારી કામગીરીના પરિણામે મળેલ પ્રમોશન (બઢતી) મળેલ કર્મચારીઓનો સત્કાર સન્માન સમારોહ જૂનાગઢ એસ.ટી. વિભાગીય નિયામક ડી.એમ. જેઠવાના અધ્યક્ષ સ્થાને માધવપુર મહેર સમાજ ખાતે દબદબાભેર ઉજવાઈ ગયો હતો.
માધવપુર (મહેર સમાજ અને મહેર સમાજનાં એસ.ટી. કર્મચારી ભાઈઓનાં સંલગ્ને તા.૧૪-૧૧-૧૧ ના રોજ માધવપુર (ઘેડ) ખાતે આવેલ મહેર સમાજમાં જૂનાગઢ ડિવિઝનના કાર્યક્ષેત્રના જેતપુર બાંટવા, સોમનાથ માંગરોળ, પોરબંદર સહિત એસ.ટી. ડેપોમાં ફબજ બજાવતાં ડ્રાઈવર તેમજ કંડકટર તરીકે સુંદર યશસ્વી કામગીરી કરનાર મહેર સમાજનાં એસ.ટી. કર્મચારીઓને નોકરીમાં બઢતી (પ્રમોશન) મેળવેલા તેમાં ખાસ ડાયરેકટ એસ.ટી. ડેપો મેનેજરમાં સ્થાન પ્રાપ્ત કરનાર મહેર સમાજના ર૭ વર્ષીય યુવાન વયે ડેપો મેનેજર તરીકે સિધ્ધિ મેળવેલ જેતપુર ડેપોના ડેપો મેનેજર મિલન વાઢેર, માંગરોળ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સરમણભાઈ કડછાને એટીઆઈ તરીકે પ્રમોશન બાંટવા, પોરબંદર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મેરૂભાઈ વેજાભાઈ આગઠ (નવાગામ (રાજપર) વાળાને એટીઆઈ. તરીકે જૂનાગઢ પ્રમોશન મળતાં જયારે આવા જ પોરબંદર ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ નાગાભાઈ મોઢવાડીયાને એટીઆઈ તરીકે સ્થાનિક પોરબંદરમાં જ પ્રમોશન મળતાં તેમજ કંડકટર તરીકે ફરજ બજાવતા રામભાઈ પુંજાભાઈ ઓડેદરાને સોમનાથ એસ.ટી.ડેપો ખાતે ટી.સી.માં પ્રમોશન મળતા ઉપરોકત તમામ મહેર સમાજનાં એસ.ટી.માં પ્રમોશન મેળવેલા કર્મચારીઓને મહેર સમાજનાં યુવા અગ્રણીઓમાં પોલાભાઈ દાસા, ભરતભાઈ પુજાભાઈ ઓડેદરા, ભનુભાઈ ઓડેદરા (કાસાબડ) ભુરાભાઈ તરખાલા, ભુરાભાઈ દાસા, જીવાભાઈ કરશનભાઈ આગઠ (ગોસા ઘેડ) નાગાભાઈ સહિતનાઓએ પ્રમોશન મેળવેલા મહેર સમાજનાં એસ.ટી.ના કર્મચારીઓનું શાલ તેમજ હારતોરા પહેરાવીને સન્માનીત કર્યા હતા.
આ એસ.ટી.ના કર્મચારીઓને સન્માનીત કરવાનાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મહેર સમાજનાં અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુંં. જેમાં જૂનાગઢ વિભાગીય એસ.ટી. કચેરીના ડી.સી. જેઠવા, ડી.ટી.ઓ એચ.એન.ખંભાલા વહીવટી અધિકારી જૂનાગઢના જોગલ, સુરક્ષા શાખાના શામળા પોરબંદર ડેપો મેનેજર મકવાણા, બાંટવા ડેપો મેનેજર ડાંગર તેમજ ગભરૂભા, દિલીપ રવૈયા, માંગરોળ એસ.ટી. મંડળના ડીરેકટર પરબતભાઈ તરખાલા તેમજ મહેર સમાજનાં યુવા અગ્રણી કાનાભાઈ સરમણભાઈ જાડેજા, રમેશભાઈ ઓડેદરા (પટેલ) એભાભાઈ વાઘ, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઈ કડછા, સહિતનું પણ શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ બાદ પ્રાસંગીક પ્રવચનમાં સન્માનિત જેતપુરનાં એસ.ટી.ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા મહેર યુવાન મિલન વાઢેરે જણાવ્યું હતું કે મહેર સમાજઆં અથાગ શક્તિઓ પડેલી છે. ત્યારે તે શક્તિને મુલવી સાચી દિશા તરફ વાળવામાં આવે તો મહેર સમાજ માટે કોઈ કામ કરવું અશકય નથી. પૈસો હોય સધ્ધરતા મળેલી હોય પરંતુ તેને યોગ્ય દિશા તરફ વાળવામાં, વાપરવામાં ન આવે તે નકામુ છે. મહેર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવી છે તે સરાહનીય છે. હું પણ વિદેશમાં ચાર વર્ષ લંડનમાં અભ્યાસ અર્થે સમય ફાળવી ચૂકયો છે. અને વિદેશમાં અભ્યાસ કર્યા બાદ સૌ પ્રથમ જામનગરના જામજોધપુર ખાતે આઈ.ટી.આઈ. માં પ્રિન્સીપાલ તરીકે નોકરી મેળવનાર પણ પ્રથમ રહયો છું પરંતુ તે નોકરીને તરછોડીને સમાજ સેવાની ભાવનાથી ર૭ વર્ષેની નાની ઉમરે કલાસ-૧ તરીકે એસ.ટી. વિભાગમાં ડેપો મેનેજર તરીકે આપ સૌના આશીર્વાદથી આ પદ પ્રાપ્ત કરેલ છે ત્યારે આ પદને શોભાવવા અને સમાજ સેવાની પ્રવૃત્તિમાં આપ સૌનો સહીયારો એસ.ટી. વિભાગમાં પણ મળતો રહેશે ત્યારે આ વિભાગમાં પણ સુંદર કામગીરી થતી રહેશે તેવી બાંહેધરી આપી હતી.
જયારે અધ્યક્ષસ્થાનેથી જૂનાગઢ વિભાગનાં ડી.સી.જેઠવા તેમના પ્રવચનમાં જણાવેલ કે જૂનાગઢ એસ.ટી. વર્તુળ કચેરીમાના જ તે ડેપોનાં મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીગણને સારૂ કામ ધ્યાને લઈને પ્રમોશન મળ્યું છે. તેવા કર્મચારીઓની કામ કરવાની શૈલીના વખાણ કર્યા હતા અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા કરવાની શૈલીના વખાણ કર્યા હતા. અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા ભરી કામગીરીથી આમ જનતાને એસ.ટી. તરફ વધુ લાભ મળશે અને સુંદર સેવા પુરી પાડીશું ત્યારે મહેર સમાજનાં જે કર્મચારીગણને પ્રમોશન મળ્યું તેનું સ્થાન બળવતર શોભાવતા રહે તેવી શુભકામના પાઠવી હતી.
જયારે મહેર સમાજનાં યુવા નેતા રમેશભાઈ ઓડેદરા (પટેલ) એ તેમનાં પ્રવચનમાં મહેર સમાજ ખડખલ અને ધૈર્યવાન કોમ છે. ત્યારે આપણામાં રહેલી શક્તિને યોગ્ય દિશા તરફ વાળવામાં આવે તો જેતપુરના ડેપો મેનેજર તરીકે સ્થાન મેળવેલ મિલન વાઢેરની જેમ ઉચ્ચ પદવી મેળવવી અઘરી નથી.
શિક્ષણમાં હકારાત્મક અભિગમ અને શીખેલું જ્ઞાન આચરણમાં મૂકીને ભારતીય સંસ્કારનું શિસ્ત ધ્યાને રાખી મહેર સમાજ ચાલે તો આપણા માટે ખુબ સારી બાબત છે. અને સમાજ શૈક્ષણિક રીતે જાગૃત બન્યો છે ત્યારે આ વિરલા ઉચ્ચ પદવી સુધી પહોંચ્યા છે. તેઓને બિરદાવવાનું કામ માધવપુર(ઘેડ) મહેર સમાજનાં આગેવાનોની એસ.ટી.ના મહેર સમાજનાં કર્મચારી ભાઈઓએ કરેલ છે તેને બિરદાવેલ.
આ પ્રસંગે મહેર સમાજનાં આમંત્રીત મહેમાનો તથા એસ.ટી.ના વિશાળ સંખ્યામાં કર્મચારી મહેર સમાજનાં ભાઈઓ હાજરી આપી સન્માન સમારોહને પીઠબળ પુરી પાડયું હતું. સન્માન સમારોહ બાદ સ્વરૂચી ભોજનનો સૌએ રસાસ્વાદ માણ્યો હતો. સમગ્ર સન્માન સમારોહનું સુંદર સંચાલન પોરબંદર નાગરિક બેંકના રાજુભાઈ સામાણીએ તેમની આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માધવપુર મહેર સમાજના કાર્યકર્તા તેમજ એસ.ટી.ના મહેર સમાજ કર્મચારી ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ ભરતભાઈ પુંજાભાઈ ઓડેદરાએ દુહા છંદના માધ્યમથી અનોખી રીતે કરી હતી.

Advertisements

Read Full Post »

જામનગર જીલ્લાના જોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દેવાભાઈ ભીમાભાઈ પરમારની તાજેતરમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેથી સમસ્ત જામનગર જીલ્લામાં મહેર જ્ઞાતિમાં આનંદની લાગણી ફેલયા છે. કારણકે માત્ર એક જ મહેર વ્યકિત પંચાયતની ચુંટણીમાં લડત આપી હતી અને તે પણ બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયા છે તે ગૌરવની વાત છે. આમ તો દેવાભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ચુટાતા આવે છે અને ૭ વર્ષ સુધી કારોબારીના અધ્યક્ષ તરીકે પણ સવા આપી અને છેલ્લા ૩ વર્ષથી ઉપપ્રમુખ તરીકે રહી અને હવે પ્રમુખ તરીકે ચુંટાતા મહેર એકતા અખબાર તથા રાણાવાવથી અરભમભાઈ કેશવાલા તેમને અભિનંદન પાઠવે છે.

મહેર જ્ઞાતિના વધારે સમાચાર તથા રોજે રોજના તાજા સમાચાર મેળવવા માટે આપનું ઈમેઈલ એડ્રેસ
maher.ekta@gmail.com પર મોકલો.

Read Full Post »

પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે તાજેતરમાં ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિસાવાડા ગામ જે કુટુંબો વિદેશમાં વસવાટ કરે છે. તેઓના આર્થિક સહયોગથી આ કાર્યક્રમનું આયોજન શ્રીમહેર સમાજ વિસાવાડા ખાતે રાખેલ હતું.
જેમાં ધોરણ-૧૦માં ડીસ્ટકશન મેળવનાર સાત વિદ્યાર્થીઓને રૂા.૩પ૦૦/- ફર્સ્ટ કલાસ મેળવનારને રૂા.પ૭૦૦ આપવામાં આવ્યા હતા. ધોરણ ૧રમાં પ્રથમ આવનાર બે વિદ્યાર્થીઓને રૂા.૧૦૦૦ અને બીજા ક્રમે આવનાર બે વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ આપવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૮૦૦ જેટલી રોકડ રકમ આપીને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.
સન્માનિત થયેલા વિદ્યાર્થીઓની યાદી.ધો.૧૦માં શાંતિ હમીરભાઇ મોઢવાડીયા-હાથીયાણી, વાલી નાથાભાઇ મોઢવાડીયા-વિસાવાડા, રણજીત દેવાભાઇ મોઢવાડીયા-ટુકડા, હીરા રામભાઇ મોઢવાડીયા-ટુકડા, હરદાસ ખીમાભભાઇ મોઢવાડીયા, સંતોક પુંજાભાઇ કેશવાલા-વિસાવાડા, ભાવના જેઠાભાઇ કેશવાલા-રાતડી, સતીષ અરજનભાઇ કારાવદરા-રાતડી, વિરમ ખીમાભાઇ ઓડેદરા, કિષ્ના રામભાઇ કેશવાલા-વિસાવાડા, રેખા રામભાઇ કેશવાલા તેમજ ધો.૧રમાં દેવશી સુકાભાઇઓડેદરા-વિસાવાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
માહિતી આપનારઃ-(અરજનભાઇ અરશીભાઇ ઓડેદરા-પોરબંદર, મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા-જુનાગઢ)

Read Full Post »

પોરબંદર તાલુકાના સીમર ગામની વિદ્યાર્થીએ તાજેતરમાં જ રાજય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી બરડા વિસ્તાર અને સમગ્ર પોરબંદર જીલ્લાનું ગૌરવ વધારેલ છે.
આ સ્પર્ધા પ્રતિવર્ષે માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાજય સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે. અને વિવિધ રમત-ગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજય કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધા હિમતનગર ખાતે યોજાઇ હતી જેમાં સીમર હાઇસ્કુલની બે વિદ્યાર્થીની બહેનોએ ચક્રફેકમાં ગોલ્ડ મેડલ મેળવી જ્ઞાતિનું ગોરવ વધાર્યું છે.
જેમાં નીતાબેન બાલુભાઇ ઓડેદરાએ (જુનિયર વિભાગ)માં ર૩.પ૦ મીટર ચક્ર ફેકીને રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું જયારે તેજલબેન જેઠાભાઇ ઓડેદરા બાળ વિભાગમાં ૧૯.પ૦ મીટર ચક્ર ફેકી રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાસલ કરતા સીમર ગામમાં આનંદની લાગણી ફેલાઇ છે. અને બન્ને વિદ્યાર્થીની બહેનોને આચાર્યશ્રી રાયદેભાઇ મોઢવાડીયાએ અભિનંદન પાઠવેલ છે.

Read Full Post »

સુરત ખાતે સમસ્ત મેર સમાજ-સુરતનું ત્રીજુ સ્નેહ મિલન તા.ર૪/૧૦/ર૦૧૦ને રવિવારના દિવસે યોજાયું હતું. જેમાં દાંડીયા રાસ, સમુહ ભોજન, તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો  યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિ સીરોમણી પૂજનિય માલદેવ બાપુની છબી આગળ દિપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળાઓએ ગણેશજી સ્તુતિ અને સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો શબ્દોથી સ્વાગત સુરત મેર સમાજના ઊપપ્રમુખ શ્રીહિતેશભાઇ કારાવદરાએકર્યુ હતું
ઊપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગતમાં ભુરાભાઇ કેશવાલાનું દેવાભાઇ વાઘએ, ભીખુભાઇ રાજશીભાઇ ઓડેદરાનું નાથાભાઇ મોઢવાડીયાએ, વડોદરા મેર સમાજના પ્રમુખશ્રી રામભાઇ ઓડેદરાનું ચનાભાઇ ગરેજાએ, જેતશીભાઇ મુળિયાસીયાનું ધીરૂભાઇ ઓડેદરાએ, ડો.કિરીટભાઇ સીસોદીયાનું કારાભાઇ વેજાભાઇ સીસોદીયાએ, અર્જૂનભાઇ સીસોદીયાનું હિતેશભાઇ કારાવદરા (એડવોકેટ) એ, સવદાસભાઇ પરમારનું કાળાભાઇ નથુભાઇ મોઢવાડીયાએ, દિલીપભાઇ ભીમાભાઇ કારાવદરાનું કાળુભાઇ મોઢવાડીયાએ, નોઘણભાઇ દિવરાણીયાનું ભીમાભાઇ કારાવદરાએ સ્વાગત કર્યું હતું
કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથી વિશેષ તરીકે પધારેલા મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં આપણી જ્ઞાતિમાં શિક્ષણની ખુબ આવશ્કતા છે. બાળકને સંસ્કારલક્ષી શિક્ષણની આપી તેમનું ભવિષ્ય ઊજજળ બનાવીએ કોઇ પણ સમાજનો જો માપદંડ કાઢવો હશે તો તેના પાયામાં શિક્ષણ હોય છે. તથા વ્યસન મુકત આપણો સમાજ બને તેવો પણ અનુરોધ કર્યો હતો તથા જ્ઞાતિમાં એકતા આવે અને જ્ઞાતિનો સ્વાર્ગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને જ્ઞાતિના વિકાસના કાર્યો કરીએ તેમ જણાવ્યું હતું.
સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘએ પણ સૌ આયોજકોનો અને જ્ઞાતિનો આભાર માનતા જ્ઞાતિ એકતા અને સુરત મેર સમાજની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી તો ડો.કિરીટભાઇ સીસોદીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવાનુ કહ્યું હતું.
પ્રોફેસર નોઘણભાઇ દિવરાણીયાએ સમસ્ત સુરત મેર સમાજને શુભેચ્છા સાથે દરેકક્ષેત્રે જ્ઞાતિનો વિકાસ અને પ્રગતિ થાય તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે પોરબંદરથી પધારેલા ટીવી નાઇન અને મહેર એકતાના પ્રતિનિધિ રાજુભાઇ સરમાએ મહેર શબ્દ શું છે. અને મહેરની કમત શું તે જણાવ્યું હતું આ ઊપરાંત નાના-ભુલકાઓ અને વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં પ્રવચન આપેલ જેને ઊપસ્થિત જ્ઞાતિજનોએ તાળીઓથી વધાવી લીધા હતા તથા આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી સ્વીકારનાર હિતેશભાઇ કારાવદરા અને બેનર તથા આમંત્રણ પત્રિકાની જવાબદારી સ્વીકારનાર સુરેશભાઇ કારાવદરાનું સન્માન બાદ સુરત મેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીને શીલ્ડ, પ્રમાણ પત્ર અને ઇનામો આપી સન્માનીત કરાયા
કાર્યક્રમનું સુંદર સંચાલન દેવાભાઇ ઓડેદરાએ કર્યુ હતું જેમાં દેવાભાઇએ મેરના દુહા-છંદ અને જ્ઞાતિના શુરવીરતાભર્યા ઇતિહાસની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમના અંતે આભારવિધિ સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘે કરી હતી ત્યાર બાદ બહેનો દ્રારા રાસ ગરબા અને ભાઇઓ દ્રારા મણીયારો રાસની રમઝટ બોલાવીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અને સૌ જ્ઞાતિજનોએ સાથે ભોજન લઇ એક બીજાનો પરીચય અને સબંધનો સેતુ બાંધેલ
આ કાર્યક્રમને સુરત મેર સમાજના પ્રમુખ, ઊપપ્રમુખ તથા સર્વે જ્ઞાતિજનો અને યુવાનોએ ઊત્સાહભેર સફળ બનાવ્યો હતો.

Read Full Post »

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધિ)
આપણી મહેર જ્ઞાતિ જુદા જુદા  ક્ષેત્રોમાં આગળ વધી રહી છે.  તેમજ તેમની અનેરી સિદ્ધિઓના કારણે તે દેશ, પોરબંદર જીલ્લા, અને આપણી જ્ઞાતિનું નામ રોશન કરે છે.
આથી આપણી જ્ઞાતિ અન્ય સમાજના હરોળમાં ઊભી રહી શકે તેવી સક્ષમ બની રહી છે. તે વાતની સાબિતી આપે છે વિલીયમ ઓડેદરા, તેઓ બ્રાઝીલના ચેરૂક શહેરમાં રહે છે. અને ત્યાંની કેનેયુથેલેગ કંપનીમાં છેલ્લા ર૦ વર્ષથી નોકરી કરે છે. કંપનીના નિયમ પ્રમાણે પ્રતિ બે વર્ષે કંપની મેનેજરની બદલી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિલીયમ ઓડેદરાની કંપની મેનેજર તરીકે કંપનીએ વરણી કરતા, બ્રાઝીલ દેશમાં વિદેશી નાગરીકને મેનેજર તરીકે સ્થાન મળવું એ કોઇ સામાન્ય ઘટના નથી.
બ્રાઝીલ દેશમાં રહેતા અને ફટાણા ગામના મુળ વતની વિનુજી (વિલીયમ)  રાણાજીભાઇ ઓડેદરા  જે પોતે બ્રાઝીલ દેશના ચેરૂક શહેરમાં રહે છે. તે બ્રાઝીલમાં વિલીયમ તરીકે ઓળખાઇ છે. આજ ૩૦ વર્ષ પહેલા તેના પિતાશ્રી રાણાજીભાઇ ઓડેદરા યુ.કે થી બ્રાઝીલ સ્થાયી થયા હતા
૧૮ વર્ષની ઊંમરે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી તેના પિતાશ્રી પણ આ ફેકટરીમાં કામ કરતા હતા તે પછી તે પણ છેલ્લા ર૦ વર્ષથી આ ફેકટરીમાં કામ કરતા હોવાથી અને સ્વભાવના શાંત અને મહેનતું સ્વભાવથી તેના માલીક ગેબ્રૂ હેરીએ તેમને આ સ્થાન આપેલ છે.

Read Full Post »

(અહેવાલ-વિરમભાઇ આગઠ)

પોરબંદર ખાતે પધારેલા યોગરૂષિ સ્વામી રામદેવજી મહારાજે પત્રકારોને સંબોધિત કરતીવેળાએ આકરા ચાબખા માર્યા હતા. ‘ભગવો રંગએ રાષ્ટ્રવાદનું પ્રતિક છે.’ તેથીજ ત્રિરંગાના ત્રણ રંગોમાં કેસરી ભગવા રંગનો સમાવેશ થાય છે. ત્યારે આ રાષ્ટ્રવાદના પ્રતિકને ‘ભગવો આંતકવાદ’ કહેનારા પોતાનું મોઢુ સંભાળીને બોલે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. રાષ્ટ્રનિર્માણ માટે દેશવાસીઓને આહવાન કરતા ભારતસ્વાભીમાન દ્રારા દેશના લોકોને તેમને વ્યસન મુકત બને, સ્વચ્છ બને નિરોગી બને અને સ્વદેશી અપાવવાનો અનુરોધ કરેલ.

તા.પ/૮/ર૦૧૦ના વહેલી પ્રભાતે પ કલાકે એસ એમ પી કોલોની કિકેટ મેદાનમાં યોગ શિબિરમાં હજારો સાધકો ઊમટી પડ્યા હતા. મોડી રાત સુધી જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ ઊઠાવતા લોકો સવારના યોગગુરૂનું માર્ગદર્શન મેળવવા પહોચી ગયા હતા યોગ શિબિર બાદ પત્રકારોને સંબોધતા તેમને જણાવ્યું હતું કે દેશના આતંકવાદીઓ સામે ઘુટણીયા ટેકવી દેનારા આજના નેતાઓ દેશને પુરતી સુરક્ષા આપી શકતા નથી અને હીન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કરી પોતાની માનસિકતાનું પ્રદર્શન કરે છે. ભગવો રંગ તો સાધુ અને રાષ્ટ્રવાદની ઓળખ છે. બેરોજગારી, ગરીબાઇ, ભષ્ટાચાર, તથા વિદેશી આક્રમણોથી ભારત દેશ ઘેરાયેલો છે. ત્યારે નાબુદ કરવાની ખાસ જરૂર છે.
દેશના દુશ્મનો ભષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ, અને વ્યસનો છે. ભષ્ટાચારના કારણે દેશને અબજો રૂપિયાનું નુકશાન થયું અને આતંકવાદ સામે લડવાને બદલે નમાલા બનીને લોકોને પણ ટેવ પાડનારા આજના શાસકોની નિષ્ફળતા અને નબળાઇ સામે લોકોને જાગૃત કરવોએ જ પોતાનો ધ્યેય છે. આપણા દેશની સરકાર બનવાથી માંડીને ચલાવવા સુધી વિદેશીઓનો હસ્તાક્ષેપ રહે છે. યુ.કે, અને યુ.એસ.એ જેવા દેશોની હાથની કઠપુતળી બનીને તથા વિદેશી કંપનીઓની માયા જાળમાં ફસાઇને ભારત સરકાર કઇ રીતે દેશનું ઊત્થાન કરી શકશે તેની ચિંતા સેવી રહ્યા હતા
આગામી સમયમાં પોતે ચુંટણી લડશે કે કેમ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ પુરતો મારો કોઇ એવો ધ્યેય નથી કે રાજકારણમાં જોડાવું પરંતુ ભાવિયુગના પ્રધાનમંત્રીની વ્યાખ્યા આપતા કહેલ કે વિદેશનું કાળુ નાણું સ્વદેશ પાછું લાવી દેશ માટે વાપરવાની આવશ્યકતા છે. તથા પોતે લોકોના આરોગ્ય માટે ખુબ ચતિત રહે છે. તે વિદેશી કંપનીને ખુલ્લી પાડી સ્વદેશી કંપની આગળ આવવા પ્રોત્સાહિત કરશે જે ચરીત્રભષ્ટ લોકોને સત્માર્ગે વાળશે અને લોકતંત્રને લુટતું બચાવાશે અને તેવા લોકો જ આ દેશમાં રાજ કરશે
દેશમાં ચોમેર અરાજકતા અને અંધાધુંની ફેલાઇ છે. તથા સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે તેવી છે. બેરોજગારી, ગરીબાઇ, નિરક્ષરતા, અને ભષ્ટ શાસનને કારણે દેશ પાયમાલી તરફ જઇ રહ્યો છે. ત્યારે સરકારને જગાડવા લોકોને સાથે રાખીને જરૂર પડ્યે સત્યાગ્રહ પણ કરશે. તેમ રામદેવજી મહારાજે રણટંકાર પણ કર્યો હતો.
પોરબંદરના એસ.એમ.પી મેદાન ખાતે યોજાયેલી આ યોગશિબિરમાં છાંયા નગર પાલિકાના પૂર્વપ્રમુખશ્રી ભોજાભાઇ ખુંટી, રાણાવાવ નિર્વાણધામ યોગાશ્રમના સંતો તથા જ્ઞાતિ અગ્રણી અને જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.

રાણાવાવના નિર્વાણધામ હાજરી આપી.
રાણાવાવના નિર્વાણધામ આશ્રમ ખાતે યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. ૪ના રોજ આવેલા ત્યારે નિર્વાણધામ યોગા આશ્રમના સંતો સ્વામી પરમાત્માનંદ ગિરિજી, સ્વામી અમૃતાત્માનંદ ગિરિ, અને સ્વામી પૂર્ણાત્માનંદ ગિરિ કુતિયાણાના ધારાસભ્યશ્રી કરશનભાઇ ઓડેદેરા, સામતભાઇ ઓડેદરા, અરભમભાઇ ભારાભાઇ કેશવાલા સહિતના અગ્રણીઓએ તેમનું ઊષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

નાના એવા બળેજ ગામે અનેરૂ સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા. પના રોજ બળેજ ગામે આવેલા ત્યારે રાતિયા ગામે તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું બાદ બળેજ ખાતે સ્વામીજી જણાવ્યું હતું કે આપણે રૂષિ પુત્ર છીએ હવે રૂષિ પુત્ર શીશી પુત્ર થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે શીશી પુત્ર એટલે શું દારૂની બોટલ એ શીશીની હું વાત કરૂ છું તેમ કહીને વ્યસન મુકત થવા અને યોગ દ્રારા નિરોગી બનાવાની શીખ આપેલ પોતાના હાથમાં કુંવારપાઠુનો રસ પીવાનું જણાવેલ આ પ્રસંગે નિર્વાણધામ યોગા આશ્રમના સ્વામી પરમાત્માનંદ ગિરિજી, તથા ગુરૂમા ઊપસ્થિત રહેલ આ પ્રસંગે લીલાભાઇએ તેમને ગાડુ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

કૂતિયાણા મેર સમાજ ખાતે સ્વાગત કરાયું
યોગ રૂષિ સ્વામી રામદેવજી તા.૪ના રોજ મેર સમાજ ખાતે આવેલા ત્યારે તેમનું સ્વાગત ધવલભાઇ ભુતિયા જીલ્લા સહ પ્રભારી, જીવાભાઇ ખુંટી, નાગાજણભાઇ ઓડેદરા સહિતના ત્રણેક હજાર જેટલા જ્ઞાતિજનો અને ભાવિકોએ તેમનું આતશબાજીથી સ્વાગત કર્યું હતું.

Read Full Post »

Older Posts »