Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સન્માન સમારોહ’

સુરત ખાતે સમસ્ત મેર સમાજ-સુરતનું ત્રીજુ સ્નેહ મિલન તા.ર૪/૧૦/ર૦૧૦ને રવિવારના દિવસે યોજાયું હતું. જેમાં દાંડીયા રાસ, સમુહ ભોજન, તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો  યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિ સીરોમણી પૂજનિય માલદેવ બાપુની છબી આગળ દિપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળાઓએ ગણેશજી સ્તુતિ અને સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો શબ્દોથી સ્વાગત સુરત મેર સમાજના ઊપપ્રમુખ શ્રીહિતેશભાઇ કારાવદરાએકર્યુ હતું
ઊપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગતમાં ભુરાભાઇ કેશવાલાનું દેવાભાઇ વાઘએ, ભીખુભાઇ રાજશીભાઇ ઓડેદરાનું નાથાભાઇ મોઢવાડીયાએ, વડોદરા મેર સમાજના પ્રમુખશ્રી રામભાઇ ઓડેદરાનું ચનાભાઇ ગરેજાએ, જેતશીભાઇ મુળિયાસીયાનું ધીરૂભાઇ ઓડેદરાએ, ડો.કિરીટભાઇ સીસોદીયાનું કારાભાઇ વેજાભાઇ સીસોદીયાએ, અર્જૂનભાઇ સીસોદીયાનું હિતેશભાઇ કારાવદરા (એડવોકેટ) એ, સવદાસભાઇ પરમારનું કાળાભાઇ નથુભાઇ મોઢવાડીયાએ, દિલીપભાઇ ભીમાભાઇ કારાવદરાનું કાળુભાઇ મોઢવાડીયાએ, નોઘણભાઇ દિવરાણીયાનું ભીમાભાઇ કારાવદરાએ સ્વાગત કર્યું હતું
કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથી વિશેષ તરીકે પધારેલા મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં આપણી જ્ઞાતિમાં શિક્ષણની ખુબ આવશ્કતા છે. બાળકને સંસ્કારલક્ષી શિક્ષણની આપી તેમનું ભવિષ્ય ઊજજળ બનાવીએ કોઇ પણ સમાજનો જો માપદંડ કાઢવો હશે તો તેના પાયામાં શિક્ષણ હોય છે. તથા વ્યસન મુકત આપણો સમાજ બને તેવો પણ અનુરોધ કર્યો હતો તથા જ્ઞાતિમાં એકતા આવે અને જ્ઞાતિનો સ્વાર્ગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને જ્ઞાતિના વિકાસના કાર્યો કરીએ તેમ જણાવ્યું હતું.
સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘએ પણ સૌ આયોજકોનો અને જ્ઞાતિનો આભાર માનતા જ્ઞાતિ એકતા અને સુરત મેર સમાજની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી તો ડો.કિરીટભાઇ સીસોદીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવાનુ કહ્યું હતું.
પ્રોફેસર નોઘણભાઇ દિવરાણીયાએ સમસ્ત સુરત મેર સમાજને શુભેચ્છા સાથે દરેકક્ષેત્રે જ્ઞાતિનો વિકાસ અને પ્રગતિ થાય તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે પોરબંદરથી પધારેલા ટીવી નાઇન અને મહેર એકતાના પ્રતિનિધિ રાજુભાઇ સરમાએ મહેર શબ્દ શું છે. અને મહેરની કમત શું તે જણાવ્યું હતું આ ઊપરાંત નાના-ભુલકાઓ અને વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં પ્રવચન આપેલ જેને ઊપસ્થિત જ્ઞાતિજનોએ તાળીઓથી વધાવી લીધા હતા તથા આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી સ્વીકારનાર હિતેશભાઇ કારાવદરા અને બેનર તથા આમંત્રણ પત્રિકાની જવાબદારી સ્વીકારનાર સુરેશભાઇ કારાવદરાનું સન્માન બાદ સુરત મેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીને શીલ્ડ, પ્રમાણ પત્ર અને ઇનામો આપી સન્માનીત કરાયા
કાર્યક્રમનું સુંદર સંચાલન દેવાભાઇ ઓડેદરાએ કર્યુ હતું જેમાં દેવાભાઇએ મેરના દુહા-છંદ અને જ્ઞાતિના શુરવીરતાભર્યા ઇતિહાસની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમના અંતે આભારવિધિ સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘે કરી હતી ત્યાર બાદ બહેનો દ્રારા રાસ ગરબા અને ભાઇઓ દ્રારા મણીયારો રાસની રમઝટ બોલાવીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અને સૌ જ્ઞાતિજનોએ સાથે ભોજન લઇ એક બીજાનો પરીચય અને સબંધનો સેતુ બાંધેલ
આ કાર્યક્રમને સુરત મેર સમાજના પ્રમુખ, ઊપપ્રમુખ તથા સર્વે જ્ઞાતિજનો અને યુવાનોએ ઊત્સાહભેર સફળ બનાવ્યો હતો.

Advertisements

Read Full Post »

પોરબંદર જીલ્લાના ખેડુતોને ગામમા જ દાખલા મળશે

પોરબંદરમાં ઇ-ધરા કચેરીને જીલ્લા સેવા સદન ખાતે ખસેડવામાં આવેલ ત્યારે ખેડુતોની પરેશાની વધી ગયેલ અને ગ્રામ્ય વિસ્તારોના ખેડુતો અને સરપંચો દ્વારા વિરોધ પણ વ્યકત કરવામાં આવેલ પરંતુ તાજેતરમાં જ જીલ્લા કલેકટર દ્રારા એવુ જણાવવામાં આવેલ કે ૮/અ અને ૭/૧રના દાખલાઓ ખેડુતોને ગ્રામપંચાયતમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.


છત્રાવા ગામે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ કાર્યક્રમો યોજાયા

કૂતિયાણા તાલુકાના છત્રાવા ગામે તાજેતરમાં જ સર્વરોગ નિદાન કેમ્પ,અંખડ રામધુન,પ્રસાદી,જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમા તા/૧૪ના રોજ સર્વ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું જેમા પોરબંદરના પ્રખ્યાત ડોકટર ડો.એ.જી.લાખાણી, ડો.એન.એ.ખુડખુડીયા, ડો.મીનાબેન પુરોહિત, ડો.નિતીન પોપટ વ.એ માનદ્ સેવા આપેલ હતી. આ કેમ્પમાં છત્રાવા, ભોગસર તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓએ આ સેવાનો લાભ લીધો.

તથા તા.૩૧/૩ ના રોજ પોલાભાઇ ખુંટી તરફ થી ૧ર કલાક ની અંખડ રામધુન, શ્રીરામદેવપીર ની પ્રસાદી તથા સમસ્ત છત્રાવા અને ભોગસર ગામનું સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખેલ હતો.


ચંન્દ્રાવાડા ગામે રકતદાન કેમ્પ યોજાયો
ચંન્દ્રાવાડા ગામે તા.૭/૪/૧૦ના રોજ રકતદાન કેમ્પ યોજાયો હતો.જેમા ૩ર બોટલ રકત એકઠુ થયું હતું જે આશા બ્લડબેન્ક પોરબંદરને અર્પણ કરેલ હતું. તથા આ પ્રસંગે ગામમાં ૪૦ વર્ષથી પોસ્ટમેન તરીકેની ફરજ બજાવતા શ્રી કનુંભાઇ નો વિદાય સમારોહ પણ યોજાયો હતો.


Read Full Post »

જૂનાગઢમાં મહેર વિદ્યાર્થી ગૃપ દ્રારા તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો

શ્રીમહેર વિદ્યાર્થી ગૃપ જૂનાગઢ દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ બહેનોનો સન્માન સમારોહ તા.રર/ર/ર૦૧૦ના રોજ જૂનાગઢ ખાતેના ટીંબાવાડી રોડ પર આવેલી શ્રી મેર કન્યા છાત્રાલય ખાતે યોજાઇ ગયો. જેમા કાર્યક્રમના અતિથીવિશેષ ડો.વિરમભાઇ ગોઢાણીયાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યુ હતુ કે શિક્ષણએ ખુબજ આવશ્ય છે.આજે આપણી જ્ઞાતિમા દિકરીઓ ખુબજ ભણી રહી છે.અને દિકરાઓ ખુબજ પાછળ છે. ત્યારે હવે આપણે દિકરાઓને પણ ખુબજ ભણાવવાની જરૂર છે. શ્રી વિરમભાઇએ જૂનાગઢ મેર છાત્રાલયને જે એર્વોર્ડ મળ્યો તે વિશે જણાવતા કહ્યુ કે આ છાત્રાલયને જે એર્વોર્ડ મળ્યો તે આપણા સમાજને જ નહી પરતુ આ વિસ્તારને માટે પણ ગૌરવની વાત છે.  દિકરીઓને પ્રોત્સાહન આપવું, શિક્ષકોને પ્રેરણા આપવી અને તેઓની કારકિર્દી અને તેને શિક્ષણ સહઅભ્યાસમાં જે પ્રાપ્તી કરેલી છે, જે સિદ્ધીઓ મેળવેલી છે તેની કદર કરવી, તે આપણી ફરજમાં આવે છે. તથા આ વિદ્યાર્થીગૃપે દસ વર્ષ પુર્ણ કરેલછે.  તો તેમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રંસગે રાણાવાવ નિર્વાણધામ આશ્રમથી પધારેલા સ્વામી શ્રી પરમાત્માનંદગીરીબાપુએ પણ સંસ્કારલક્ષી શિક્ષણ આપવાની શીખ આપી હતી. પોરબંદરથી પધારેલા રામદેભાઇ મોઢવાડીયાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આજે દરેક સમાજ શિક્ષણક્ષેત્રે આગળ છે. તો આપણે અને આપણા આગેવાનો એ પણ આ દિશામા આગળ વધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને યોગ્ય ટ્રેનિગ આપવી જોઇએ. આ પ્રંસગે જૂનાગઢ ભવનાથ ગોરખનાથ આશ્રમથી પધારેલા શેરનાથબાપુએ પણ ઊપસ્થિત વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવ્યા હતા.  આ ક્રાર્યક્રમ ની શરૂઆત છાત્રાલયની બાળાઓએ સ્વાગત નૃત્યગીત અને યોગ-આસનોથી કરી હતી. ત્યાર બાદ આ ક્રાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયા, અમેરીકાથી પધારેલા વજુભાઇ ઓડેદરા, સ્વામીશ્રીપરમાત્માનંદગીરીબાપુ, શેરનાથબાપુ, ભાયાભાઇ રાતિયા,રામસીંગભાઇ સુંડાવદરા, અરભમભાઇ ભારાભાઇ કેશવાલા, રામદેભાઇ મોઢવાડીયા, મુળુભાઇ ઓડેદરા, આલાભાઇ ઓડેદરા, કાળુભાઇ ઓડેદરા, રમેશભાઇ ઓડેદરા(પટેલ), બચુભાઇ આંત્રોલીયા, અરજનભાઇ કારાવદરા, રાયદેભાઇ મોઢવાડીયા,ભુરીમા પરમાર, તારાબેન ખુંટી, પુષ્પાબેન ગોરાણીયા, મણીબેન કારાવદરા, સહીતના મહાનુભાવોએ દીપ પ્રાગ્ટય કરી ક્રાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. ઊપસ્થિત મહાનુભાવોનુ પુષ્પ અને શાલથી મહેર વિદ્યાર્થીગૃપ દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ. તો શબ્દોથી સ્વાગત રાજકોટથી પધારેલા વિદ્યાર્થીગૃપના પુર્વ પ્રમુખ વિજયભાઇ મોઢવાડીયાએ કર્યુ હતુ.  ત્યાર બાદ આપણી જ્ઞાતિના ૧૪૬ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપ્રત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ. તેની સાથે સાથે આપણી જ્ઞાતિના પ્રથમ મહિલા કોર્પોરેટર શ્રીમતી મણીબેન કારાવદરા અને જૂનાગઢ મેર કન્યા છાત્રાલય ના વ્યવસ્થાપક (હિસાબનીશ) મેરામણભાઇ મોઢવાડીયાનું વિશિષ્ટ સન્માન કરવમા આવ્યુ હતુ.  આ ક્રાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ મહેર વિદ્યાર્થીગૃપ ના રાજુભાઇ ઓડેદરા, રામદેભાઇ કારાવદરા, રામભાઇ ઓડેદરા, દિનેશભાઇ  ઓડેદરા, ભીમભાઇ સુંડાવદરા, ભરતભાઇ બાપોદરા, રામભાઇ બાપોદરા, જયેશભાઇ જાડેજા, રામભાઇ જાડેજા, નિલેશભાઇ પરમાર, સવદાસભાઇ પરમાર, સહિત ના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી તથા ક્રાર્યક્રમનુ સુંદર સંચાલન મેરામણભાઇ મોઢવાડીયા અને દિનેશભાઇ ઓડેદરાએ કર્યુ હતુ. આભારવિધિ મનોજભાઇ ઓડેદરાએ કરી હતી.

(ચિત્ર અને અહેવાલ – તંત્રીશ્રી, મહેર એકતા)

ચિત્ર ગેલેરી :

Read Full Post »

મહેર વિદ્યાર્થી ગૃપ – જુનાગઢ દ્વારા આયોજીત “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ” તા-૨૨/૨/૨૦૧૦ નાં કાર્યક્ર્મની એક ઝલક:

* શ્રી રામદેવભાઇ મોઢવાડીયાનાં પ્રવચનની ઝલક : 

http://www.youtube.com/watch?v=3AgoRoeKFZk

* સ્વામી પરમાત્માનંદજીનાં પ્રવચનની ઝલક :

http://www.youtube.com/watch?v=kxKNJy9D8dE


વધુ ટુંક સમયમાં …………

Read Full Post »

જૂનાગઢ પાસેના વાડલા ફાટક  ખાતે આવેલી પાર્થ એકેડમીનો છ ઠ્ઠો વાર્ષિક ઊત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઊજવાયો હ્તો. તા. ૧ર/૧/ર૦૧૦ના સાંજે ૬ કલાકે સમુહ ભોજન બાદ મુખ્ય મહેમાન બાબુભાઇ બોખીરીયા-પોરબંદર, કરશનભાઇ ભુતિયા, જામનગર, ભાયાભાઇ રાતિયા, જૂનાગઢ, સરમણભાઇ સુત્રેજા-જુનાગઢ,એ પાર્થ એકેડમીમાં અભ્ય્સમાં સારા માર્કસ સાથે ઊતિર્ણ થયેલા વિદ્યાર્થી તથા વિવિધ રમતો, વકૃત્વ સ્પર્ધા, વિવિધ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ, તથા પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ ત્યાર બાદ પાર્થ ઓડેદરા અને પુજા બોખીરીયાએ મુખ્ય મહેમાન બાબુભાઇ બોખીરીયાને પાર્થ એકેડમીની પ્રતિ્કૃતિ અર્પણ કરેલ અને ત્યાર બાદ પાર્થ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે આભારવિધી પાર્થ એકેડમીના પ્રિન્સીપાલશ્રીએ કરેલ હતી.

આ કાર્યક્રમની સચિત્ર ઝલક :::

Read Full Post »

માણાવદર ખાતે આવેલી શ્રી સહજાનંદ એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દેવમણી કુમાર છાત્રાલયનો ત્રીજો વાર્ષિક મહોત્સજ ઊજવાઇ ગયો.
તા.ર૩-૧-૧૦ ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં સવારે રકતદાન કેમ્પ ૮ થી ૧ કલાક દરમિયાન સ્વ.કારાભાઇ ઓડેદરાના સૌજન્યથી જીવન પ્રકાશ ફાઊન્ડેશન વોલન્ટરી બેન્ક જૂનાગઢ દ્વારા રકતદાન કેમ્પ તથા શ્રીકાંત આયુર્વેદીક હોસ્પીટલ કેશોદ દ્વારા ચર્મરોગ નિદાન કેમ્પ જેમાં સફેદ કોઢ, સોરયાશીસ, ખરજવું, વાળ ખરવા, કમરનો દુઃખાવો વગેરે રોગોની વિના મૂલ્યે સારવાર કરવામાં આવી હતી.
તેની સાથે સાથે જનની જન્મભૂમિ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ભારતનાં નામી-અનામી
ક્રાંતિકારીઓનું માહિતીચિત્ર પ્રદર્શન કુમારભાઇ ઠાકરે દ્વારા તથા તલના દાણા ઊપર સુક્ષ્મ ચિત્ર પ્રદર્શન દિનેશ ઓડેદરા દ્વારા, વ્યસનમૂકિત પ્રદર્શન અને ચિત્ર પ્રદર્શન રાખવામાં આવેલ તથા સાંજના કાર્યક્રમમાં ઊપસ્થિત મહાનુભાવો અને સંતોએ ઊદ્બોધન પ્રવચન કરેલ હતા. જેમાં દિલ્હીથી પધારેલા સ્વામી અવધૂત રામાયણી રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલ વિશ્વ ગૌસંવર્ધન એ જણાવ્યું હતું કે ગાય બચાવો, ગાય બચશે તો જ દેશ બચશે. આપણે હિન્દુઓએ જયાં સુધી ગાયની રક્ષા નહીં કરીએ ત્યાં સુધી કોઇપણ ઊત્સવ કે તહેવાર ઊજવવાના અધિકારી નથી.પોરબંદરથી પધારેલા અને કાર્યક્રમના અધ્યક્ષ પ.પૂ.ગૌ ૧૦૮ શ્રી વસંતકુમારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભણતરમાં ભગવદગીતા આપવી જોઇએ. દરેક ગુરુની અંદર એક માતા રહેલી છે. અને દરેક માતાની અંદર એક ગુરુ રહેલો છે. રાણાવાવના નિર્વાણધામથી પધારેલ પ. પૂ.  પરમાત્માનંદ ગીરીજીએ પણ શિક્ષણને યોગ્ય રીતે વેગ આપવાનો અનુરોધ કર્યો હતો. પોરબંદરની સીગ્મા પબ્લીક સ્કૂલનાં પ્રોફેસર ડો.એમ. એસ. ગોરાણીયાએ પણ રામકાળનું શિક્ષણ અને આજના શિક્ષણ વચ્ચેનો તફાવત વિશે તથા આજના જનતામાંશિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકયો હતો.
રાત્રીનાં શ્રી દેવમણી ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વિજેતા ટીમને ઇનામ વિતરણ તથા દેવમણી કુમાર છાત્રાલયના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજુભાઇ ભટ્ટ તથા નાના પાટેકર (જુનીયર) ટીવી કલાકાર દ્વારા હાસ્યરસ તથા ભકિત સંગીતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શ્રી બચુભાઇ આંત્રોલીયા, શ્રી રમેશભાઇ ઓડેદરા,
શ્રીઅરભમભાઇ કેશવાળા, રાજુભાઇ ઓડેદરા સહિતના અગ્રણી આગેવાનોએ હાજરી આપી હતી. શ્રી મહાદેવયા મંદિરના પાર્ટીપ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા
આયોજક શ્રી નાગાજણભાઇ એમ. વદર, તથા ભરતભાઇ ઓડેદરાએ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

મહેર રાસ મંડળ, છાંયા-પોરબંદરના કલાકારો ભારત સરકારની દિલ્હી ખાતેની આઇ.સી.સી.આર. (ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ) મારફત ફેસ્ટિવલ ઓફ ઇન્ડીયામાં આર્જેન્ટીના ખાતે તેમજ અન્ય દેશ યુરૂવેગ, પુરૂવેગ, બ્રાજીલ વગેરે દેશોમાં અતિ ભવ્ય સફળતા પુર્વકના ઢાલ-તલવાર રાસ, મહેર સમાજમાં વારસાગત રમાતો શોર્યથી ભરપુર મણિયારો રાસ તેમજ જુદા જુદા સાંસ્કૃતિક ૧૬ પ્રોગ્રામો આપી ત્યાંના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલ. ઢાલ-તલવાર, મણિયારો રાસ વગેરે ટ્રેડીશનલ પ્રોગ્રામો આપી છેલ્લે ગામડામાં રમાતી દેશી-ટ્રેડીશનલ ગરબી રમતા ત્યારે ત્યાંના પ્રેક્ષકો, વી.આઇ.પી.ઓ, તેમજ આર્જેન્ટીના ખાતેના આપણા એમ્બેસેન્ડર શ્રી આર. વિશ્વનાથન ફેમેલી સહીત ખુબજ પ્રભાવિત થઇ આપણા કલાકારો સાથે રમીને આનંદ વિભોર થયા હતા. ઢાલ, શરણાઇ સાથે તેમજ મુળુભાઇ બારોટના કંઠે “માં પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે…”  ગાઇ ને માતાજીને આર્જેન્ટીના ખાતેથી તેડુ (નોતરૂ) આપી બોલાવતા ત્યારે અનેરો આનંદ છવાઇ જતો.

રાણાભાઇ સીડા....આર્જેન્ટિના

આપણા કલાકારો અને ત્યાંના પ્રેક્ષકો જયારે સાથે રમતા ત્યારનું વાતાવરણ-દ્રશ્યો જોવું તે એક લ્હાવો હતો. આપણા દેશી સંગીતમાં વિદેશી પ્રેક્ષકો ઝુમી ઊઠતા. તા.૩-૧૧-૦૯ નાં રોજ પોરબંદરથી રવાના થઇ તા.રર-૧૧-૦૯ નાં રોજ પોરબંદર પરત આવી ગયેલ છે. અને ઉંઝા ખાતેના ઊમિયા માતાજીના મહોત્સવમાં પૂર્ણાહુતિ પ્રસંગે પ્રોગ્રામ આપવા ઉંઝા પહોંચી ગયેલ છે.

છેલ્લા ચોવીસ વર્ષથી સતત સક્રિયપણે સફળતાપુર્વકની સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણા દેશના દરેક રાજયમાં આપેલ છે તેમજ વિદેશમાં પણ ફ્રાંન્સ, રશીયા, જાપાન, જર્મન, લંડન, દુબઇ વગેરે દેશોમાં આપણી ભારતીય ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારેલ છે.
આ રાસ મંડળએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક ક્ષેત્રે કાર્યક્રમો આપીને યથાશકિત સેવાકીય પ્રોગ્રામો પણ આપેલ છે જે પ્રશંસાને પાત્ર છે.

તાજેતરમાં જ આપણા દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી ઇન્દીરા ગાંધીની જન્મજયંતી નિમીતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં “વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઇ જાણે રે…” નરસિંહ મહેતા લિખીત, પુજય મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ભજનિક શ્રી નાગા ભગત પરમાર તેમજ સાથી કલાકારોએ એક હાથમાં રામ સાગર, બીજા હાથમાં મંજીરાના સુરે દેશી ભજનો સમુહમાં રજુ કરી વડાપ્રધાન મા.શ્રી મનમોહનસિંહ તેમજ અન્ય રાષ્ટ્રીય મહાનુભાવોને પ્રભાવિત કરેલ હતા. આ દેશી ભજનોની ઝલક આપવા મહેર રાસ મંડળના ઊપપ્રમુખ શ્રી અર્જુનભાઇ ઓડેદરાના નેતૃત્વ નીચે દિલ્હી ગયેલ હતા.
રાણાભાઇ સીડાના વડપણ – પ્રમુખ સ્થાને ચાલતુ મહેર રાસ મંડળ છાંયા-પોરબંદરના સર્વ કલાકારોને અનેક સામાજિક, શૈક્ષણિક, રાજકીય તેમજ ધાર્મિક સંસ્થાના વડાઓએ અને કલાજગતના કલાકારોએ અભિનંદન પાઠવેલ તેમજ સન્માન કરેલ. રાણાભાઇ સીડાને રાજય સરકાર શ્રી તરફથી શ્રેષ્ઠ લોકકલાનો એવોર્ડ, શ્રેષ્ઠ સામાજિક સેવાનો એવોર્ડ, તેમજ શ્રેષ્ઠ વ્યકિત તરીકે ગુજરાતના મા.મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં, મહામહિમ રાજયપાલશ્રીએ સન્માનિત કરેલ છે. રાણાભાઇ સાંસ્કૃતિક રમતગમત, તેમજ સેવાકીય પ્રવૃતિઓથી લોકપ્રિય બન્યા છે.

આર્જેન્ટીના તથા અન્ય દેશોમાં સફળતા પુર્વકના કાર્યક્રમો રજુ  થતા તેના તમામ રોજેરોજના સમાચાર-અહેવાલ દિલ્હી આઇસીસીઆર ખાતે મળતા હતા. આર્જેન્ટીના ખાતેના એમ્બેસેડર શ્રી આર. વિશ્વનાથને તેમજ આઇસીસીઆર ના ડાયરેકટરશ્રીએ સફળતા બદલ પોરબંદર પરત આવતા દરેક કલાકારોને અભિનંદન પાઠવેલ.

સફર —— રામભાઇ સીડા.

Read Full Post »

Older Posts »