Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સમુહ લગ્ન’

તા: ૬-૩-૨૦૧૧ને બીજને રવિવારના રોજ રાણાવાવ તાલુકાના નેરાણા ગામે શ્રી સોનલધામ આશ્રમ ખાતે સમસ્ત મહેર સમાજના સમુહ લગ્ન અને જ્ઞાતિભોજનનો કાર્યક્રમ યોજાશે. સોનલધામ આશ્રમના આઇશ્રી પુતીઆઇમાં ના આર્શિવાદ શાથે યોજાનાર આ સમુહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિજનોએ આયોજકશ્રીઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

(સંપર્ક માટેના ફોનનંબર ટુંકસમયમાં અહીં પ્રકાશિત કરાશે)

Advertisements

Read Full Post »

સોરઠી મરચું
બાલઠાકરે ઘરડા થઇ ગયા છે. તેમણે હવે ઘરે બેસવું જોઇએ :  શરદ પવાર
પેપરન્યુઝ
પવાર સાહેબ એ વાત તો સમજયા પણ સાથે સાથે તમારી અત્યારની યુવાનીની ઉંમર સાથે દર્શાવી હોત તો જરા માભો પડત. – સમિક્ષકો  


ન જાણતા હો તો જાણવા જેવું
આપણી જ્ઞાતિમાં પ્રથમ સમુહ લગ્ન સોઢાણા ગામે તા.૧૦/૩/૯૭ ના રોજ થયા હતા તે વખતે ૧૧ નવદંપતિઓ એ પ્રભુતામાં પગલા માડયા હતા અને આ સમુહ લગ્નોત્સવનો પ્રથમ વિચાર જેતાભાઇ પુંજાભાઇ કારાવદરાએ કર્યો હતો.


અશોકભાઇ મોઢવાડીયા દ્રારા નવા બ્લોગ વાંચનયાત્રાનો મંગલ પ્રારંભ
(કાર્યાલય પ્રતિનિધી દ્રારા)
જૂનાગઢ ખાતે રહેતા અને વિસાવાડા ગામના વતની અશોકભાઇ મોઢવાડીયા એ તાજેતરમાં જ વાંચનયાત્રા નામનો એક નવો બ્લોગ લોન્ચ કર્યો છે. જેને ભારે સફળતા મળી છે માત્ર એક મહિના માં ૧પ૦૦ જેટલી વખત વાંચક મિત્રો એ આ સાઇટનું નિરક્ષણ કરી ભરપેટ વખાણ કરી અને શુભેચ્છાઓની વર્ષા કરેલ, આ બ્લોગ પર તેમણે અખાના છપ્પા, નીતિશતક, ખલિલ જિબ્રાન ના લેખો, ગાંધીજીના સત્યના પ્રયોગો જેવા લેખો અને ગુજરાતી સાહિત્ય અને તેની રચનાઓ તરતી મુકી છે. આ ઊપરાંત અશોકભાઇ મહેર એકતાની વેબસાઇટના  સંચાલક પણ છે. આ વેબસાઇટને પણ  ભારે સફળતા મળેલ છે. અત્યારે  ત્રણ મહિનાના ટુકા ગાળામા ૬પ૦૦ જેટલી વખત જ્ઞાતિજનોએ આ સાઇટનું નિરક્ષણ કર્યુ છે. વધુ જાણકારી માટે : http://vanchanyatra.wordpress.com


સોઢાણા ગામે સ્વ.જેતાભાઇ કારાવદરા ના સમણાર્થે વિવિધ કાર્યક્રમો યોજાયા
(અમારા પ્રતિનિધી દ્રારા)
પોરબંદર તાલુકાના સોઢાણા ગામે તા.૩૦/૩/ર૦૧૦ ના રોજ સોઢાણા ગામ દ્રારા ગામના આગેવાન અને સેવાના ભેખધારી સ્વ.જેતાભાઇ પુંજાભાઇ કારાવદરા સ્મણાર્થે ચોવીસ કલાક અખંડ રામ ધુન  તથા સામુહિક ભોજનનો કાર્યક્રમ રાખી હાર્દિક શ્રધ્ધાંજલી આપેલ હતી.
સ્વ.જેતાભાઇને ગામના લોકો પ્રત્યે અત્યંત લાગણી અને માન હતુ.તેઓ યુ.કે રહીને પણ ગામના વિકાસ હંમેશા ચતા કરતા તેઓ ઇ.સ. ૧૯૯૪માં નિવૃત થઇને યુ.કે થી માદરે વતન કાયમી વસવાટ કરવા આવી ગયા હતા તેઓ એ સૌ પ્રથમ સોઢાણા ગામમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરી ૧૧ યુગલોને પરણાવી ને આપણા સમાજને સમુહ લગ્નોત્સવનો ક્રાન્તિકારી વિચાર આપ્યો હતો. તે ઊપરાંત સોઢાણા મેર ભવન નું નિર્માણ કરવુ.
ગામની શાળાઓ નું નિર્માણ કરવુ ગામના મંદિરો નું નિર્માણ કાર્યમાં મહત્વનુ યોગદાન હતું તેમણે ઇ.સ.૧૯૮૮ માં સોઢાણા ગામ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પણ ભવ્ય આયોજન કર્યુ હતું સ્વ.જેતાભાઇ સતત ગામના  વિકાસ માટે  અને જ્ઞાતિ માટે કઇંક કરી છુટવાની ભાવના થી કાર્યરત રહેતા હતા.
તેમની ખોટ આજે પણ સોઢાણા ગામ ને વર્તાય છે. મહેર એકતા અખબાર ગૃપ પણ તેમને એક વર્ષ પૂરૂ થતા હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.


રાવલ ગામે નેત્ર નિદાન અને રકતદાન કેમ્પ યોજાયો
(અમારા પ્રતિનિધી દ્રારા)
જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે તા./ર૭/૩/ર૦૧૦ના રોજ શ્રી મહેર સોશયલ ગાૃપ-રાવલ  દ્રારા નેત્રનિદાન કેમ્પ અને બ્લડ કેમ્પનું આયોજન કર્યુ હતું કાર્યક્રમનું ઊદ્ઘાટન ગોરાણા ગામના સંરપચશ્રી લીલાભાઇ મોઢવાડીયાના હસ્તે કરવા માં આવ્યું હતું ત્યાર બાદ નેત્ર નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ૧૯૦ દર્દીઓ આંખનું નિદાન કરાવેલ હતુ અને તેમાથી ૪૩ દર્દીઓ ને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઇ જવામાં આવેલ આ નિદાન કેમ્પમાં  રણછોડદાસ બાપુ ટ્રસ્ટ-રાજકોટ ના ડોકટરોએ પોતાની માનદ્ સેવા આપેલ હતી અને તેનો લાભ ગ્રામજનો લીધો હતો.
 જયારે રકતદાન કેમ્પમાં પ૭ બોટલ રકત એકઠુ થયેલ હતું જે શ્રીરામ બ્લડ બક-પોરબંદરને અર્પણ કરેલ હતું આયોજન ને સફળ બનાવવા શ્રી મહેર સોશયલ ગૃપ-રાવલ  દ્રારા ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.


Read Full Post »

બુડાઆતા કેશવાલાએ ૧૮૦૦ કન્યાઓના એક માંડવે લગ્ન કરાવ્યા હતા

લે:સવદાસભાઇ મોઢવાડીયા
ભકિતરસ કથા

વિસાવાડા મહેર સમાજમાં રહેલું બુડાઆતાનું ભીંતચિત્ર

જયાં કૃષ્ણ પરમાત્માના બેસણાં હોય ત્યાં નંદ ગોકુળ અને મથુરા જેવી જ પવિત્ર અને આત્મીય ભૂમી હોય જ જયાં આદ્ય મેર કેશવાલાના રહેઠાણ હોય ત્યાં ભકિત, શકિત તથા દિલાવરી તથા ધર્મનો પાર જ ન હોય અને દ્વારકાથી ઠાકોરજી બ્રહ્મદેવનો અવતાર ધારણ કરીને આવ્યા તે પાવન ભૂમી વિસાવાડા (મુળ દ્વારકા) માં બુડા આતા કેશવાલા નામના એક મહાન સંત ભગત થઇ ગયેલા.
તે સમયમાં વિસાવાડા ગામનો બીજો તબકકો હતો અને વેસલ નામે ગામનું નામ હતું ત્યારે કેવડેશ્વર મહાદેવની સ્થાપના કરી અને બુડાઆતા આ પરમ પિતા પરમેશ્વરની સાચા મનથી તથા સાચા દિલથી પૂજા પાઠ કરતા. બુડા આતા શ્રધ્ધાળુ, ભકિતવાન તથા પૂર્ણ વિવેકી તથા મહાન દાનવીર હતા.
ત્યારે જેઠવા રાજયનો હનુમાન વંશી ધ્વજ ચારે દિશામાં ફરકતો હતો અને ઘુમલી રાજયમાં બુડાઆતા કેશવાલા પૂર્ણ માન પાન ધરાવતા હતા.
બુડાઆતા ખાધેપીધે તથા સમૃધ્ધ હતા અને તેમને આંગણે આવનાર કોઇ પણ શ્રધ્ધાળુ માણસ ખાલી હાથે કદી પાછુ ફરતું નહ એટલે દાનવીર તથા ગરીબો પ્રત્યેના દયાભાવ વાળા તથા રોટલો આપવામાં મહાન હતા.
બુડાઆતા કેશવાલા કેવડેશ્વર મહાદેવની ભકિત એક ક્ષત્રીય સુર્યવંશી મેરને શોભે તેવી નિઃસ્વાર્થ ભાવે કરતા તેથી એક દિવસ બુડાઆતા રાત્રે કામમાંથી પરવાની નિંદરાધીન થયા ત્યારે કેવડેશ્વર મહાદેવ બુડાઆતાને સ્વપ્નમાં આવ્યા અને કેવડેશ્વર મહાદેવે બુડાઆતાને સ્વપ્નમાં દર્શન આપીને કહેલ કે તમારા રહેણાંક મકાનમાંથી દક્ષીણ દિશામાં તમો જમીનમાં ખોદકામ કરો તો નિરંજન નિરાકાર શ્રી શિવ પરમાત્મા તમને સંપતી જરૂર આપશે ત્યાર બાદ ઇશ્વરના વચનની સાક્ષીએ બતાવેલી જગ્યાએ ખોકામ કરતા ત્યાંથી સુવર્ણ ભરેલો ચરૂ મળેલો આ સુવર્ણ ચરૂ મળતા તુરંત શ્રી બુડાઆતા કેશવાલાએ એક રૂકકો (ત્રાંબાના ગોળ નળામાં લખાણ લખી તેને તેમાં બંધ કરીને મોકલે તે) લખીને એક ઘોડેશ્વારને મુળ દ્વારકાથી બરડા ડુંગરનાં પેટાળમાં વસેલ ઘુમલી રાજયમાં શ્રી ભાણ (ભાણજી) જેઠવા પાસે મોકલેલો અને મનોમન શ્રી કેવડેશ્વર મહાદેવને પ્રાર્થના કરેલી કે હે ભોળેનાથ મારે આ સોનાની ચરૂના ધનને શું કરવું છે. મારે આ ધન જોઇતું નથી. ત્યાં પરમ પિતા શ્રી ભોળેનાથે આકાશવાણીથી કહેલ કે હે બુડા ભગત તમો સુવર્ણ ધનથી કોઇ ધર્મનું મહાન કામ કરો ત્યાર બુડા આતાએ મહેર જ્ઞાતિનાં પટેલીયાઓ તથા તેમની ઊંમરના કેશવાલા મહેર ભાયોની જરૂરી સલાહ લીધેલી.
બુડા કેશવાલાને કેટલા પુત્રો હતા તેની નોંધ મળતી નથી. પણ એક દિકરી નામે બાસુર (બાસુરી) બાઇ હતી તેમને બુડા આતાએ પૂર્ણ લાડકોડથી પુત્રની જેમ મોટી કરી હતી. આ બાસુર દિકરીના લગ્ન સાથે ભાણ જેઠવો જેનો ધણી હતો તેવા, આજુબાજુના બરડાના ૧૮૦૦ ગામની દરેક દિકરીઓના લગ્ન્ કરવા તેમ બુડા આતા કેશવાલાના મનમાં એક મહાન વિચાર આવ્યો અને પોતાના પાસેની તમામ મિલ્કત તથા કેવડેશ્વર મહાદેવે આપેલી સુવર્ણ સંપતિ તેમાં વાપરવી એવો મનોમન નિર્ધાર કરેલો બુડા આતા ભાણ જેઠવાની આ બાબતમાં સલાહ લેતા સોનામાં સુગંધ ભળેલી, ભાણ જેઠવા દરેક દિકરીઓનાં સમુહ લગ્ન્ બુડા આતા કરે તેમાં સહમત થયા અને દરેક જ્ઞાતિની કન્યાઓને એક માંડવે જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર તથા દરેક સમાજના લોક વર્ણ એક મેક થઇને આ ધર્મનું મહાન કામ કરો તેવો રૂકો લખી અને વળતો જવાબ લખી મોકલાવેલો તથા ભાણ જેઠવાએ તે રૂકામાં નીચે એક દુહો લખેલો.
“બુડા તું ધરણી ધર લંગર વધારી લાજ, ભલી તું પરણાવ કન્યા એક માંડવે અઢારસો. ”
ત્યાર બાદ ઘુમલી રાજયમાં આવેલ પલ્ટનમાંથી ઘોડેશ્વારને રવાના કરતા કહેલું કે, બુડા ભગતને કહેશો કે જયારે ૧૮૦૦ ગામની દરેક વરણની દિકરીઓના એક માંડવે લગ્ન્ લેવાય ત્યારે કન્યાદાન કરવા, હાથ ઘરણું કરવા, ઘુમલી નરેશ ભાણ જેઠવો ઊઘાડા પગે વિસાવાડા ગામ આવશે. ત્યાર બાદ બુડા આતા કેશવાલાએ સાંઢણી સવારને બરડાના ગામે ગામ મોકલ્યા અને તમામ જ્ઞાતિના માતા-પિતાઓને ખબર આપેલા કે જેમને પોતાની દિકરીઓનાં એક માંડવે લગ્ન કરવા હોય તે તમામ વિસાવાડા ગામ આવી અને સલાહ સુન લઇ જાય.
સમય થતાં બુડા આતા કેશવાલાએ દરેક જ્ઞાતિની દિકરીઓના લગ્ન્ કરવા માટે મોઢા ગોર મહાદેવતા પાસે મુહુર્ત જોવરાવી અને વિસાવાડા ગામની દક્ષિણ દિશાએ આવેલ હીણાજીયાની ધાર પાસે લગ્નની જગ્યા નકકી કરી તે સમયે જમીન સાફ સુફ કરીને ગંગાજળ છંટકાવ કરીને એક તલાવળી ખોદીને તેને ગાર અને માટીથી લીંપીને સાચા ઘી ની ભરવામાં આવી. તથા બીજી તલાવળી મીઠા તેલની ભરવામાં આવી. અને જોઇતો તમામ માલ સામાન એકઠો કરવામાં આવ્યો અને સૌથી પહેલા બ્રહ્મભોજન કરાવી બ્રહ્મ પુરી જમાડી. અને એ જગ્યાને પવિત્ર કરીને દરેક જ્ઞાતિના વડીલો માટે તથા તેમના કુટુંબ કબીલાઓ માટે અમૃત સમાન પકવાનો બનાવવામાં આવ્યા અને સૌને પ્રેમ સભર જમાડવામાં આવ્યા. ત્યાર બાદ દરેક જ્ઞાતિ વડીલોને એકઠા કરી હીણાજીયાની ધારથી વિસાવાડા ગામ સુધી મંડપો રોપવામાં આવ્યા. મેરનાં તમામ ઘરોમાંથી મોતીના ચાકડા, તોરણો, મોતીના નાળીયેરો, આભલાં ભરેલા ભીત ચકરાઓ, તમામ પ્રકારની શોભા વધારવામાં આવેલી ત્યાર બાદ શુભ ચોઘડીયે શુભ ઘડીએ ૧૮૦૦ કન્યાઓના એક સાથે લગ્ન કરી આપવામાં આવ્યા હતા. ત્યારે ઇશ્વરે અંબરમાંથી ફુલની વર્ષા કરી હતી. ઘુમલી નરેશ શ્રી ભાણ જેઠવા વિસાવાડા ગામ પધારીને કૃષ્ણ કનૈયાની સાક્ષીએ ૧૮૦૦ કન્યાઓને કન્યાદાન આપી અને દરેક દિકરીઓને આશિર્વાદ આપેલા. ધન્ય છે બુડા આતા કેશવાલાને કે જેમણે સમુહ ભોજનનો પહેલો પ્રસંગ મહેર જ્ઞાતિમાં કરેલો. ધન્યછે તેમની ભકિત અને શકિતને.

Read Full Post »

પોરબંદર ખાતે મહેર જ્ઞાતિ સમાજનો ૧૦મો સમુહ લગ્નોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો

મહેર સમાજના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે સાંદિપનીની બાજુમાં અદ્યતન કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય સંકુલ બનાવવાની ડો.વિરમભાઇ ગોઢાણીયાએ કરેલ જાહેરાત…

***** આ કાર્યક્રમનો સંપૂર્ણ અહેવાલ ટુંક સમયમાં ******

***ચિત્રગેલેરી***

ઉપસ્થિત મહાનુભાવો

ડો.વિરમભાઇ ગોઢાણીયા-આર્શિવચનો

 

 

લગ્નવિધી

 

Read Full Post »

આજના કોમ્પ્યુટર યુગમાં દુનિયા નાની થતી જાય છે. વ્યવહાર, પ્રસંગો મોટા અને ખર્ચાળ થતાં જાય છે. આવા મશીન યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ ર્આિથક ભસ વધતી જાય છે.આ સમયમાં સમુહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે જેને દરેક સમાજે સ્વીકાર કર્યો છે.
મહેર સુપ્રિમ કાઊન્સલ મારફત દર વરસે મહેર જ્ઞાતિજનો માટે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વરસે પણ દસમાં સમુહ લગ્નનું આયોજન તારીખ ર૪-૧-ર૦૧૦ પોરબંદર, ચોપાટી ગ્રાઊન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પોરબંદરના સાંદિપની વિદ્યાલયના ગુરૂજનો તેમજ ઋષીકુમારો દ્વારા લગ્ન્ વિધિ કરાવવામાં આવે છે. દરેક મહેર જ્ઞાતિજનોને પ્રમુખ શ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે, આ શ્રેષ્ઠ કાર્યમાં સૌ જ્ઞાતિજનો સાથ સહકાર દર વખતે મળતો રહે છે તેવી રીતે મળતો રહે એવી અપીલ કરવામાં આવી છે.
આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતિ ઊમરના આધાર માટે સ્કૂલ લીવીંગ સર્ટીની ત્રણ નકલ, રાશન કાર્ડની ત્રણ નકલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧/૧ તથા વર અને કન્યાના પિતાની આવકનો દાખલો અને આ દરેકની પ્રમાણિત કરેલી નકલો સાથે મહેર સુપ્રિમ કાઊન્સીલ કાર્યાલય, પોરબંદર ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ ના સમયમાં નામ નોંધાવી જવા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે વાલીઓએ રૂબરૂ મળવું. લગ્ન સમયે યુવકની ઊમર રર અને કન્યાની ઊમર ૧૯ વર્ષની હોવી જરૂરી છે.

Read Full Post »

** પોરબંદર ખાતે  ૧૦ મા સમુહ લગ્નોત્સવ યોજાશે **

જ્ઞાતિજનોને ભાગ લેવા મહેર સુપ્રિમ કાઊન્સીલ દ્વારા અનુરોધ..

પોરબંદર મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર સમાજ પોરબંદર દ્વારા જિલ્લા તથા બહાર વસતા દેશ-વિદેશના સમગ્ર મહેર જ્ઞાતિ પરિવારો માટે મહેર જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહેર જ્ઞાતિ પરિવારજનોના ઊમર લાયક લગ્નોત્સક યુવક-યુવતિઓ માટે મહેર જ્ઞાતિના દશમાં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન તારીખ ર૪/૧/ર૦૧૦, રવિવારના પોરબંદર ચોપાટી ગ્રાઊન્ડ ખાતે કરવામાં આવેલ છે. સમુહ લગ્નમાં નાધણી કરાવનાર વાલીઓને મહેર સુપ્રીમ કાઊન્સીલ, માલદેવજી ઓડેદરા માર્ગ, પોરબંદરની ઓફિસેથી સમુહ લગ્નનું ફોર્મ લઇ જઇને સંપૂર્ણ આધાર પુરાવા સહિતની વિગતો સાથે મહેર સુપ્રીમ કાઊન્સીલ પોરબંદરની ઓફિસ ખાતે તારીખ ૩૧/૧ર/ર૦૦૯ સુધીમાં સમુહ લગ્નમાં નામ નોંધણી કરાવી જવાનું રહેશે.
સમગ્ર વિશ્વ આજે દરેક ક્ષેત્રે વિકાસ અને વિચારોની હરણફાળ ભરી રહ્યું છે, મહેર જ્ઞાતિ પણ સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વની સાથે આગળ ધપી રહી છે, ત્યારે સામાજીક કુરીવાજો, અંધશ્રધ્ધા અને લગ્ન પ્રાસંગીક ખોટા ખર્ચાને તિલાંજલી આપવા તેમજ જ્ઞાતિમાં પ્રેમભાવના અને ભાઇચારાની ભાવના કાયમ રહે અને સાદગીભર્યા આવા પ્રસંગો કરવાના ઊમદા ધ્યેયને સિધ્ધ કરવા માટે સમુહ લગ્નનું કાર્ય કરવું ખુબ જરૂરી છે. ત્યારે એક નવા સમાજની રચના કરવાના ભગીરથ ધ્યેય સાથે અને સમાજમા ક્રાંતિ લાવવા આવા સમુહ લગ્નની શરૂઆત છેલ્લા નવ વર્ષથી મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર જ્ઞાતિ, સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન સહકારની ભાવના સાથે કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા સમુહ લગ્ન દ્વારા કુટુંબ અને સમાજના ખોટા ખર્ચાઓ થતાં અટકાવવાનો સમાજનો નમ્ર પ્રયાસ રહ્યો છે.
મહેર સુપ્રિમ કાઊન્સીલ-સમસ્ત મહેર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજીત સમુહ લગ્નમાં દર વર્ષ સમાજનાં જ્ઞાતિ ભાઇઓ-આગેવાનો પાયાના કાર્યકરો, ગામડાનાં જ્ઞાતિજનો નાં સુંદર સહયોજથી જ સફળ રીતે સમુહ લગ્નો યોજી શકાય છે. ત્યારે આ વિચારને ગામે ગામ પહાચતો કરી વધુ સામાજીક ક્રાંતિ લાવી મહેર સમાજને સુખી અને સમૃધ્ધ કરવાનું ધ્યેય મહેર સુપ્રીમ કાઊન્સીલનું છે.
આ મહેર સમાજનાં દશમાં સમુહ લગ્નમાં જોડાનાર નવદંપતિ માટે સરકારનાં ધારાધોરણ પ્રમાણે યુવકની ઉંમર ર૧ વર્ષ અને યુવતિની ઉંમર ૧૮ વર્ષની હોવી જરૂરી છે. સાથે જન્મના દાખલા, રેશનકાર્ડની નકલ આવકનો દાખલો તથા બક્ષીપંચનો દાખલો અનેવર-કન્યાનો એક એક પાસપોર્ટ સાઇઝનો ફોટા સાથે તા.૩૧-૧ર-૦૯ સુધીમાં મહેર સુપ્રિમ કાઊન્સીલ, માલદેવજી ઓડેદરા માર્ગ પાટા પાસે, પોરબંદર ખાતે નામ નાધાવી જવા અપીલ કરવામાં આવી છે.

** એગ્રીકલ્ચરમાં ઇન્ટરનેશનલ બિઝનેશ સ્ટડીની ડીગ્રી મેળવી  મહેર સમાજનાં જયેશ ખીસ્તરિયા સ્વીડન અભ્યાસ પૂર્ણ કરી સ્વદેશ પરત **

જયેશ એમ. ખિસ્તરીયાએ આણંદ કૃષિ યુનિ. ખાતે માસ્ટર ઓફ સાયન્સ (એગ્રી) ઇન પ્લાન્ટ બ્રિડિંગ એન્ડ જીનેટિક્સમાં માસ્ટર ડીગ્રી, ઓગષ્ટ ર૦૦૮ માં મેળવેલ હતી. ત્યાર બાદ સ્વીડન ખાતે ઇન્ટરનેશનલ બિઝનેશ સ્ટડીનો માસ્ટર કોર્ષ માટે મલરડેઇન યુનિવર્સિટી સ્વીડન ખાતે સ્કોલરશીપમાં પસંદગી પામીને ગયેલ હતા.
હાલ જયેશ એમ. ખિસ્તરીયા માસ્ટર કોર્ષ પૂર્ણ કરીને દેશમાં રાજકોટ ખાતે આવી ગયેલ છે. કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોને જણાવવાનું કે, સ્વીડન ખાતે ઇન્ટરનેશનલ બિઝનેશ સ્ટડીનાં માસ્ટર કોર્ષના ઊચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા હોય તેઓ જયેશના મો.નં. ૯૮રપપ-૯૦૯૪૪ પર સંપૂર્ણ માહિતી મેળવી શકશે. વિશ્વમાં સ્વીડન એક એવો દેશ છે કે જયાં અભ્યાસ માટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
સ્વીડન ખાતે એડમીશન લેવા માટે વચ્ચે કોઇ પ્રકારના એજન્ટ નથી. જયાં ૮ થી ૧૦ પ્રકારના જુદા-જુદા કોર્ષમાં અભ્યાસ કરવા અર્થે એડમીશન આપવામાં આવે છે. જેમાં તમો અરજી કરો ત્યારે બાયોડેટા સંપૂર્ણ હોય તો તમારા ઘરના સરનામે એડમીશન મળી ગયા અંગેનો એડશીન લેટર આવે છે. ત્યાર બાદ તમારો પાસપોર્ટ દિલ્હી તેમની કચેરીએ મોકલવાનો હોય છે. જે એક અઠવાડીયામાં વિઝા પાસપોર્ટ સાથે તમને ઘરે મોકલી આપે છે. ત્યાર બાદ તમારા જમવા તેમજ રહેવા માટેની જરૂરી ખર્ચ અંગે  એસ.બી.આઇ. લોન લેવા માંગતા હોય તો દિવસ-૩ માં મંજુર કરી આપે છે.
તેઓએ ઇન્ટરનેશનલ ડીગ્રી મેળવીને સ્વદેશ પરત આવતા મહેર જ્ઞાતિમાં ગૌરવમાં વધારો કરેલ છે.

Read Full Post »