Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સુવિચાર’

લે: હાજાભાઇ ઓડેદરા, વ્યવસ્થાપક શ્રી, ઝુંડાળા મહેર સમાજ – પોરબંદર.

જગતની આ જીવ સૃષ્ટિમાં માનવજન્મએ કુદરતનું સર્વોતમ સર્જન છે. કુદરતની ઊત્કૃષ્ઠ કૃતિ એટલે માનવ માનવ હોવુ એ કાંઇ જેવી તેવી ઘટના નથી. ઇશ્વરે માણસ જાતને ચૈતન્ય શીલ હદય આપ્યું છે. આંસુ અને સ્મિતની જુગલબંદી આપી છે. લાગણીઓને વ્યકત કરવા ભાષા આપી છે. વિસંવાદમાંથી સંવાદ સર્જી શકે એવું સંગીત આપ્યું છે. શું નથી આપ્યું. કુદરતે બધુ જ આપણને માટે લૂંટાવી દીધું છે. આથી પૃથ્વીપરના બધા જીવોમાં માણસ એ બીજા પ્રાણીઓથી સાવ અલગ પડતું પ્રાણી છે. માણસ એ ઇશ્વરના અંશમાંથી જનમ્યો છે. માણસએ ખુબીઓ અને ખામીઓથી ભરેલો છે. માણસ બુધ્ધિપૂર્વકના પ્રયાસો અને પુરૂષાર્થથી કાળ ક્રમે આદિમાનવમાંથી મહામાનવ બની શકયો છે. આમ મનુષ્ય જન્મએ કુદરતનું અણમોલ વરદાન છે.  આમ છતાં આપણામાંના મોટાભાગનાં માણસો આજીવન અને જગતને મનભરીને માણી શકતાં નથી. ઘણાં માણસો જીવન અને જગત પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ વલણ ધરાવતાં હોય છે. કહેવાય છે કે જગતનો કોઇપણ માણસ સંપૂર્ણ બત્રીશ લક્ષણો નથી હોતો. પરંતુ દરેક માણસમાં કોઇને કોઇ ગુણ કલા કે શકિત પડેલા હોય છે. એટલે માણસોમાં રહેલા સારા તત્વ ગુણને સ્નેહભાવે જોવુ એમાં પાપ નથી. સૌને સ્નેહથી ચાહતા શીખવાનું છે. કોઇના ગુણ દોષ જોવ હોય તો પહેલાં તમારું આત્મનિરીક્ષણ કરો. પુસ્તકો વાંચવા કરતા માણસોને વાંચવા સારા અરે. આપણે પોતે પણ ચોવીસે ચોવીસ કલાક સુગંધમય બનીને નથી જીવી શકતા. આપણે જાણીએ છીએ કે બહુ ઓછા માણસો સુવાસ મૂકીને મૃત્યુ પામે છે. પરંતુ બધાને હરિના લાલ સમજીને જીવવું જોઇએ. મનુષ્યની જિંદગીનો આધાર તેમની શકિત કઇ દિશામાં વાપરવા ઊપચી હોય છે. માણસ ધરતી પર સ્વર્ગ સર્જી શકે છે તેમજ તેમના નર્કને પણ નોતરી શકે છે.

આપણી આસપાસ સલામ કરવાનું મન થાય, અને પગે લાગવાની વંદન કરવાની ઇચ્છા થઇ આવે એવા ઘણાય માણસો હોય છે. પણ આપણે મને એમની કમત હોતી નથી, આપણે તેમના પર દ્રષ્ટિને દોડાવતા નથી, કે આપણે એમને નજર અંદાજ કરતા હોઇએ છીએ, અથવા તો ઇર્ષા અને અદેખાઇથી આપણે તેઓને બિરદાવતા નથી. ઇર્ષા અને અદેખાઇએ અજ્ઞાનતામાંથી જન્મે છે. આથી અજ્ઞાનતામાં પીડા સમાયેલી છે. જયારે જ્ઞાનમાં આનંદ સમાયેલો હોય છે. આપણી નજીકમાં જ ઘણા સામાન્ય માણસો એવાં હોય છે, કે જેમનામાં કોઇને કોઇ અસામાન્ય વિશેષતા પડી હોય છે. પણ આપણે જાણે અજાણે એમની અવગણના કરતા હોઇએ છીએ. જે પરિચિત છે, એને ઓળખવાનો કે સમજવાનો પ્રયાસ પણ કરતા નથી. અને જેનો કોઇ પ્રત્યક્ષ કોઇ પરિચય નથી એનાં ગુણગાન ગાતા થાકતા નથી. માણસ માત્રનો સ્વભાવ જ એવો છે. કહેવતમાં કહ્યું છે કે ઘરકી મુરઘી દાલ બરાબર. દ્રષ્ટાંતો આપવાના હોય ત્યારે મોટા શ્રીમંતોના, ધનિકોના કે દેશના કહેવાતા નેતાઓના જીવનના આપીએ છીએ.

 
પણ આપણી આજુ બાજુ કે આપણી વચ્ચે જીવતાં ઘણાં એવાં પાત્રો હોય છે. જે સાવ સામાન્ય લાગે છતાં એમના જીવન મહેકથી મઘમઘતાં હોય છે. તેઓની અવગણના થઇ શકે જ નહ. આપણી આસપાસના માણસોના જીવનમાંથી પ્રેરણા લઇ શકાય એવું ઘણું હોય છે. આપણી ચારેકોર કેટકેટલાં પાત્રો જીવતાં હોય છે. જેમણે શૂન્યમંથી સૃષ્ટિ ઊભી કરી હોય છે. પરંતુ આપણે તો મોટા માણસોના રાઇ જેવડા ગુણોને પહાડ જેવા માની એમનાં ગુણ ગાન ગાતા હોઇએ છીએ. કહેવાય છે કે, જે સમાજ કે દેશમાં સજજનો નું સન્માન થતું નથી એ સમાજનું પતન થાય છે. અરે, આપણી આસપાસ, ચોપાસ જે માણસોની વચ્ચે આપણે જીવવાનું હોય છે એમાં કેટલાંય માણસો સુગંધમય હોય છે. મહેકથી મધમધતો માણસ આપણી સામે ભેટી જાય તો હદય બાગ-બાગ થઇ જાય છે. મન મહેકતું થઇ જાય છે. આપણે જાણીએ છીએ કે આ સંસારમાં ગંધ, સુગંધ અને દુર્ગંધનું અસ્તિત્વ છે. પણ સુગંધ, સુવાસ-મહેક બધાના મનને ગમે છે. પરંતુ માનવજાતની બધી જ નબળાઇઓ વચ્ચે પણ જેનામાં માણસાઇ ધબકતી હોય એનું નામ માણસ. આવા ધબકતા કે મધમધતા માણસને સલામ કરવી જોઇએ. આપણા હદયમાંથી બોલાઇ જવું જોઇએ કે વાહ . આવા મહેકતા માનવીને …..

સલામ

Advertisements

Read Full Post »

લે: મનોજ એ. ઓડેદરા (કુતિયાણા)

આજના આ હરિફાઇનાં યુગમાં તાંડવ કરનાર આજની આ માનવવસ્તીમાં વસતા દરેક માનવી તે પછી સ્ત્રી હોય કે પછી પુષ તે પછી શ્રીમંત હોય કે ગરીબ. તે ગમે તે હોય પણ દરેક વ્યકિતને યશ(મોભો) જોઇએ છે. દરેક વ્યકિત વિશાળ બનવા માંગે છે. દરેક પોતાની નવી છાપ ઊભી કરવા માંગે છે. ચાલો માનીએ કે તેની વાત પણ સાચી પરંતુ કઇ પણ કામ કર્યા વગર કઇ પણ મહેનત કે લોકોની મદદ કર્યા વગર કોઇ વ્યકિત મહાન થોડો બની શકે. પરંતુ આ વાત લોકો સમજતા જ નથી.
દરેક વ્યકિત જન્મથી બોલતો, ચાલતો કે સમજતો નથી. તેવી જ રીતે દરેક વ્યકિત જન્મથી મહાન પણ નથી હોતો દરેક વ્યકિત મહેનત કરીને સારા કાર્યો કરીને જ આગળ આવે છે. આપણો સમાજ વાદવિવાદમાં વધુ આગલ વધી રહ્યો છે. તેને બીજા કરતા ચડિયાતુ થવું છે. પણ તેને ઉંચે જવા માટે અને બીજા વ્યકિતને સમકક્ષ ઊભા રહેવા માટે તેને હંમેશા ઊમદા કાર્યો કરવા પડશે. પણ આજના લોકો પોતાને મહાન બનાવવા બીજાની ભુલો શોધતા હોય છે. જો યાદ રાકો આપણે મહાન હોય તો હંમેશા આપણી પ્રગતીના માર્ગેને હંમેશા ઊજવળ બનાવવા માટે પ્રયત્ન કરો. નહી કે બીજાના માર્ગને ટુંકો કરવો. આપણે કોર્ટની પ્રગતીનો અવરોધ શા માટે બનવું જોઇએ. આ વાત બરાબર યાદ રાખો કે  જો તમે ગુલાબ ન બની શકો તો કંઇ નહી. પરંતુ એક નાનુ તણખલું તો જર બનો. આપણા સમાજની અંદર એવા ઘણા ઊદાહરણો છે. જેણે શુન્યમાંથી સર્જન કર્યુ છે. ઇશ્વર દરેકને સમકક્ષ શકિત, બુધ્ધી અને આવડત આપતો હોય છે. પરંતુ કેટલાક તેનો સારી રીતે ઊપયોગ કરે છે. અને કેટલાક આડી રીતે આપણે આપણી તાકાતનો પ્રયોગ કઇ દિશામાં કરવો એ તો આપણે જ સમજવાનું રહ્યું.
દરેક વ્યકિત સમાજની અંદર શ્રેષ્ઠ રીતે જીવવા માટે અનેક જાતનાં પ્રયત્નો કરે છે. પરંતુ કયારેક નિષ્ફળતા મળતા તે તેના દોષનો ટોપલો બીજા પર રેડી દે છે. અને વધુ પડતો દોષ તો નસીબના જ ભાગમાં આવે છે.
આપણા કાર્ય માટે નસિબને શા માટે દોષ ઘણા ખરા લોકો કહેતા હોય છે. કે જે લલાટે હોય તે જ થાય પણ આ વાત મારા મતે તદ્દન ખોટી છે.
લલાટે લખ્યું હોય તે જ થાય તેમ નહિ, પરંતુ મહેનત કરી છે. તેવું ફળ મળ્યું છે. હવે એમ બોલવાની જરૂર છે.
કોઇ વ્યકિતના નસીબમાં એમ લખ્યું છે. ધારો કે તે હું જ છું. મને કોઇ ધો-૧૦ ની પરીક્ષામાં એમ કહે કે ભાઇ, તારા નસીબમાં તો ગુજરાતનો પહેલો નંબર લખેલો છે. હું આ વાત જાણીને ખુશ થઇ જઇ હું મારી મહેનત છોડી દઉં તો શું દુનિયામાં કોઇની તાકાત છે. પાસ થવાની. અરે ભાઇ, સમજો આપણી મહેનત એ જ આપણું સાચું નસીબ છે.
જો મહેનત કરો તો જ સફળતા પર્વત પર ચડિ શકશો. અને નસીબમા કયારેય પણ મહાન બનવાનું લખેલું નથી. તમને તમારા કાર્યો પરથી જ લોકોમાં યશ (મોભો) મળે છે. આપણા રાષ્ટપિતા શ્રી મહાત્મા ગાંધી પણ એક નાનકડા કુંટુંબમાં જ જન્મયા હતા. અને કોલેજ કાળ દરમ્યાન તો તે દારૂ, બિડી, જેવા ભયાનક વ્યસનના ભોગ પણ બનેલા, પરંતુ ત્યારબાદ તેમણે રાજા હરિશ્ચંદ્રના જીવન પ્રસંગમાંથી સત્ય, અને અહિંસા નામના બે શસ્ત્રો પસંદ કરી. સમગ્ર દેશને આઝાદ કરાવ્યો ત્યારે આજે આપણે તેને મહાત્માના બિદથી નવાજીએ છીએ.માટે હંમેશા શ્રેષ્ઠ કર્મ કરો અને મહાન બની અભિમાન શુન્ય બની આ શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રની સેવા કરો.
મારા શબ્દો માત્ર મહેર-એકતા વાંચનાર પુરતા જ નથી. પરંતુ ભારતમાં વસતા ૧,૦૨,૭૦, ૧૫,૨૪૭ લોકો માટે છે. જો આ વિચાર કેળવાય તો ફરીથી આપણું ભારત વિશ્વભરમાં સોને કિ ચિડીયાના નામથી ફરીથી ગુંજી ઊઠે.મારા આ શબ્દોનું અનુકરણ કરી અને બીજા સુધી પહોંચાડો આજના લોકોને જરૂર છે. આવા શ્રેષ્ઠ શિક્ષણની.

Read Full Post »

## કેટલાક પ્રેરણાદાયી સુત્રો અને શીખ ##

* બેટી બચાવો સમાજ બચાવો.
* બેટા બેટી એક સમાન, ઊછેર કરો એક સમાન.
* સ્ત્રી શિક્ષિત તો સમાજ શિક્ષિત.
* જયાં નારીનું સન્માન, ત્યાં સમાજનું ઊત્થાન.
* લગ્ન જીવન છે અમુલ્ય, દહેજથી ન કરો તેની મૂલ્ય.
* વૃક્ષ વાવો પુણ્ય કમાઓ સુખ સમૃધ્ધિ જીવનમાં લાવો.
* ચોખ્ખુ રાખો પાણી જે તંદુરસ્તી લાવે તાણી.
* જળ એ જીવન છે. વરસાદી પાણી અને ભુગર્ભ જળને બચાવો.
* શિક્ષકનો ઊદ્દેશ માત્ર વિદ્યાર્થીને સાક્ષર બનાવવાનો જ નથી, પરંતુ તેના ચારિત્ર્ય ઘડતરનો પણ છે.
* પારીવારીક સંબંધની સ્થિતરતા સ્થંભ પરસ્પર આદર અને વિશ્વાસ છે.
* કોઇના ગુણ કે તેણે કરેલા સત્કાર્યો પ્રત્યે બેદરકાર બનવું તે પાપ છે. પરંતુ તેના પ્રત્યે સદ્‌‍ભાવના દર્શાવવી તે શ્રેષ્ઠકુળની નિશાની છે.
* વ્યસન એટલે વિનાશ જો વ્યસન કરવું જ હોય તો સત્સંગ અને પ્રાણી માત્રની સુવાનું કરવું.

————  રમેશભાઇ કડછા, મુ.મુળીયાસા

Read Full Post »

 

 
 

માં

આજે દિકરી પોકારે  

 તારો પોતાનો એક નાનકડો અંશ ફફડું છું તારે ઊદર,
           માં મને તારાથી અળગી ના કર… 

ઝાડ એના સુકકાયે પાંદડાને ખેરવવા હોતું કદીય નથી રાજી,
ને તું કાં હેતવટો આપે છે આકરો હું તો કુંપળ હજી તાજી,
મા તો એક એવી મૌસમ છે આવે ના જયા કદીય પાનખર,
          માં મને તારાથી અળગી ના કર… 

હેત ભર્યા ટહુકાથી ચીતરવી છે મારે તારા ફળીયામાં વનરાઇ,
લેવી છે મારે વિદાય તને ભેટીને વાગતી હો જયારે શરણાઇ,
ધૂપ જેમ સળગીને વ્હાલયની લ્હાણ કરૂં મહેકાવું બબ્બે હું ઘર,
         માં મને તારાથી અળગી ના કર… 

નારી તો બ્રહ્માનું નાનકુંડું રૂપ છતાં એને ગણાય કાં અધૂરી ?
એને તો અવતારવા માટે પણ દુનિયાની લેવી પડતી રે મંજુરી?
પુંછું માં એટલું કે, તારી આ મંગલમય કુખ છે કે મારી કબર?
         માં મને તારાથી અળગી ના કર.. 

અજ્ઞાત – મળેલ સાહિત્યમાંથી
મોકલનાર – રામભાઇ ઓડેદરા (વડોદરા)  ૯૯રપર ૭૦૧૮ર.

Read Full Post »

(માન. ડૉ. આઈ.કે. વિજળીવાળાનો આ લેખ( http://www.readgujarati.com/sahitya/?p=1404)  વાંચકમિત્ર રામભાઇ સિસોદીયા એ નેટ દ્વારા મોકલેલ છે, જે ઘણા બ્લોગ પર પણ વાંચવા મળે છે. તો મહેર એકતાનાં વાંચકોને લાભાર્થે અહીં પણ સાભાર પ્રસિધ્ધ કરીએ છીએ – સંપાદક)

તારીખ : આજની જ.

પ્રતિ,
તમોને જ

વિષય : જિંદગી અને તમે

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું.

એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ

યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર

– ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને

એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

 એ જ લિ,
ભગવાનની આશિષ.

Read Full Post »

                                      ***   માં   ***

મહાભારત: માતા જેવી છાયા નથી, માતા જેવી ગતી નથી, માતા જેવું રક્ષણ નથી અને માતા જેવું પરબ નથી.
વેદવ્યાસ: માતા બાળકની શિક્ષા-દિક્ષા અને સંસ્કાર ગુરૂ છે.
પંચતંત્ર: માતાનો સ્પર્શ તરસ્યા માટે જલધારા સમાન છે.
ચાણકય: માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે.
ગાંધીજી: ’મા’ માં બુરાઇ નથી હોતી, સારપ જ હોય છે, તે પોતાના પુત્રનું ભલું જ ઇચ્છતી હોય છે.
નહેરૂજી: ’મા’ માં ગુલાબ જેવી સુવાસ હોય છે, તેને પારખવાની ઈન્દ્રીય જોઇએ.
અબ્રાહમ લિંકન: હું જે કંઇ કરી શકું છું અને જે કંઇ થઇ શકું છું તે દૈવી પ્રકૃતિવાળી માતાની પ્રસાદી છે.
રવિન્દ્રનાથ ટાગોર: ’મા’ નો અર્થ દુનિયાની બધીજ ભાષામાં ’મા’ જ થાય છે.
પાંડુરંગ દાદા: મા કોઇનાથી થવાય નહીં, માનો મહિમા ગાવામાં કોઇ લાજ શરમ કે નાનપ ન હોવી જોઇએ.
પૂ.શ્રી મોટા: જગતમાં જો માં ન હોત તો ચેતના, પ્રાણ, સ્ફુર્તિ અને રસ છે તે ન હોત.
મોરારીબાપુ: જેણે જેણે કંઇક આપ્યું છે, પ્રવાહી થઇને વહ્યા છે એ બધાને આપણે ’મા’  બિરૂદ આપ્યું છે.

Read Full Post »

||સુવિચાર||

ઊદાર બનો ઊડાવ ન બનો, સ્વતંત્ર બનો સ્વચ્છંદી ન બનો.
કરકસર કરો કંજુસાઇ નહીં, બળવાન બનો જુલ્મી નહીં.

||જાણવા જેવું||

મહેર જ્ઞાતિમાં સૌથી વધારે શાખા ધરાવતું એક માત્ર ધંધુસર ગામ છે. તે ગામમાં ૩૧ શાખા (અટક) ના મહેર વસવાટ કરે છે.

||સોરઠી મરચું||

બેજવાબદાર ડ્રાઇવીંગ માટે ૧૦ વર્ષની સજાની ભલામણ.   – ન્યુઝ પેપર
પણ ગુન્હેગારો સાબિત થાય તો ને ? એ જ મોટી માથાકુટ છે ને ? ગુન્હાઓ સાબિત થતા નથી એનું શું ?   – સમિક્ષકો

Read Full Post »

Older Posts »