Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સોઢાણા’

અહેવાલ જે.પી.મોઢવાડીયા
પોરબંદર જીલ્લામાં સોઢાણા ગામના નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કારાવદરા પોપટ ભીમા એ તાજેતરમાં નવેમબર ર૦૧૦ નાં રોજ હિમતનગર મુકામે યોજાયેલ શાળાકીય સિનિયર એથ્લેટીકસ વાંસકુદ રાજયકક્ષાની હરીફાઇમાં ભાગ લઇ સમગ્ર રાજયમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડમેડલ મેળવેલ છે.
આજ વિદ્યાર્થીએ ર૦૦૮ માં પણ જુનીયર રાજયકક્ષાની વાંસકુદ હરીફાઇમાં ભાગ લઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. તદઊપરાંત આજ ગામના કારાવદરા ભુરાભાઇ ભીખુભાઇએ ર૦૦ર માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. તેમજ ર૦૦૪ માં ફરી સિનિયર વાંસકુદ હીરફાઇમાં ભાગ લઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરી નેશનલ કક્ષાએ ભાગ લઇ ખુબ સારો દેખાવ કરેલ. આ બેઝ પર આર.પી.એસ.એફ.માં ભરતી થઇ હાલ રેલ્વેમાં સર્વિસ કરે છે.
આજ ગામના કેશવાલા દુલાભાઇ રામભાઇએ જુનીયર વાંસકુદ હરીફાઇમાં ર૦૦૩ માં  રાજય વાંસકુદ હરીફાઇમાં ભાગ લઇ સમગ્ર રાજયમાંથી ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ.
આમ સોઢાણા ગામના વિદ્યાર્થીઓનો વાંસકુદ હરીફાઇમાં રાજયકક્ષાએ વર્ષોથી ખુબજ દબદબો રહેલ છે. આ તમામ ખેલાડીઓને માર્ગદર્શન તેમજ પ્રેકટીશમાં પોરબંદર જીલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ તેમજ ગુજરાત રાજય વ્યાયામ મંડળના સહમંત્રી શ્રી જે.પી. મોઢવાડીયાનો અગત્યનો ફાળો છે.

Read Full Post »

(અહેવાલ-રાજુભાઇ સરમા)
પોરબંદર જીલ્લામાં અનાધાર વરસાદ વચ્ચે છેલ્લા બે દિવસથી અડવાણા અને સોઢાણા વિસ્તારમાં અવાર-નવાર થઇ રહેલા ભેદી ધમાકાએ સમગ્ર ગ્રામ વિસ્તારોમાં ભય ફેલાવ્યો છે. આ વિસ્તારના જ્ઞાતિ આગેવાનોના જણાવ્યા અનુસાર બપોરના બાર વાગ્યા થી બે વાગ્યા વચ્ચે અથવા વહેલી પરોઢે અચાનક જામખંભાળીયાની દિશા તરફ કે ભાણવડ તરફની દિશા માંથી ભેદી જોરદાર ધડાકો થાય છે. આ ધડાકો જાણે જમીનની અંદરથી થતો હોય તેવું જણાય છે. અને તે ધડાકાની અસર કેટલાક ઝુપડા જેવા કાચા મકાનોમાં પણ ધ્રુજારી થાય છે.
આ પંથકમાં પથ્થરની ખાણો તેમજ લાઇમ સ્ટોનની ખાણો આવેલી છે. પરંતુ હાલમાં ભારે વરસાદના કારણે  તેમાં કોઇ પણ પ્રકારનું બ્લાસ્ટીગ કરવામાં આવતું નથી અને તે ખાણોના બ્લાસ્ટીકના વખતે કાચા મકાનમાં આવી ધ્રુજારી થતી નથી જે આ ભેદી ધડાકા વખતે થાય છે. તેથી આ પ્રકારના ભેદી ધડાકાનું રહસ્ય સત્તાવાળાએ ભુસ્તરશાસ્ત્રીની મદદથી ઊકેલી લઇને આ વિસ્તારના લોકોનો ભય અને ગભરાહટ દુર કરવો જોઇએ તેવી લોક માગણી પણ થવા પામી છે. અને આવા પ્રકારના ધડાકા માત્ર બરડા પંથકના આ અડવાણા અને સોઢાણા જેવા બે-ત્રણ ગામોમાં જ થાય છે. એવું સ્થાનિક લોકો જણાવે.

Read Full Post »