Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સ્નેહ મિલન’

અહેવાલઃ-મહેર એકતા ન્યુઝ
આપણી મહેર જ્ઞાતિમાં શોર્ય, ખુમારી, દાતારી, આવકાર જેવા અનેક ગુણો પથરાયેલા છે. અને તેમાંય ખાસ કરીને આજે આપણો સમાજ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને વિદેશના સીમાડાઓ પાર કરી પોતાના ધંધા અને બીજનેશમાં આગળ પડતું સ્થાન ધરાવતો થયો છે. અને જે તે વિસ્તારમાં મહેર ન હોય તે વિસ્તારમાં પણ તે એવી રીતે ભળી જવાની પણ આવડત ધરાવતો થયો છે. તે વાતની પ્રતિતી અમોને કચ્છ ખાતે રહેતા રામભાઈ ખુંટીમાં જોવા મળી હતી.
તાજેતરમાં જ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈ ગામે પોતાની વાડીયે રામભાઈ ખુંટી દ્વારા તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બપોરના સમસ્ત ખારોઈ ગામનું સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ રાત્રીના ૮ કલાકે શ્રીસંત રાસ મંડળ-સીમર દ્વારા મણીયારો, તલવારની પટ્ટાબાજી, ઢાલ-તલવાર રાસ વગેરે રાસની રમઝટ બોલાવી હતી. આ રાસ દરમ્યાન પરબતભાઈ રાણાવાયા (સિંનપુરવાળા) અને રામભાઈ ભગત (મૈયારીવાળા)એ મહેરના દુહા-છંદ દ્વારા આપણી મહેર સંસ્કૃતિને ધબકતી કરી હતી. ત્યાર બાદ આપણી પ્રખ્યાત ભજનિક કલાકાર અને સંતવાણીના આરાધક શ્રીહિનાબેન મોઢવાડીયા, અને આપણી જ્ઞાતિના પ્રખ્યાત ભજન સમ્રાજ પરબતભાઈ રાણાવાયા તેમજ કોકીલકંઠી લલીતાબેન ઘોડાદરા અને સંતવાણી આરાધક, પરસોત્તમપરી ગોસ્વામીનો સંતવાણી સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
તેમજ તા.ર૮/૧ર/ર૦૧રને બુધવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું જેમાં ભીખુદાનભાઈ ગઢવીએ લોકસાહિત્યની વાતો પીરસી હતી. તો લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડયા અને લલીતાબેન ઘોડાદરાએ ભજનોની રંગત જમાવી હતી.
આમ રામભાઈ ખુંટીની વાડીયેએ બે દિવસીય ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંજુલાબેન બાપોદરાએ કર્યું.

વિવિધ સમાજો દ્વારા રામભાઈ ખુંટીનું અને મહેર જ્ઞાતિની લેખીકા મંજુલાબેન બાપોદરાનું પણ સન્માન કરાયું.
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં તાજેતરમાં રામભાઈ ખુંટી દ્વારા સોનાની લગડી જેવી કિંમતી દોઢ કરોડની જમીન ગાય માતાને કાજે ગૌશાળામાં દાનમાં આપેલ હતી જેને લઈને આજે ખારોઈ ગામના ઉપસરપંચશ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ નવરાત્રી યુવક મંડળ, કચ્છ મિત્ર મંડળ, મુંબઈ વેપારી મંડળ, નારણભાઈ ગોવિદભાઈ ગામી, તે ઉપરાંત કકરવા, માનપોડ અને ખારોઈ ગામના જૈન સમાજના અગ્રણીઓ, આહિર સમાજ, કોળી સમાજ, રજપુત સમાજ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ રામભાઈ ખુંટી અને તેમના પરીવારનજનોનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો સન્માનપત્રથી ભવ્ય સન્માન કર્યું હતું જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું.
તો કાર્યક્રમના બીજા દિવસે ખારોઈ ગામની બાજુમાં આવેલા મનફરા ગામમાં ગાયોના લાભાર્થે કચ્છના વતની અને મુંબઈ સ્થિત મહાજનપંચસંઘે રામભાઈ ખુંટીનું ગૌશાળાને જમીન અર્પણ કરવા બદલ અને મંજુલાબેન બાપોદરાનું મુબઈના પૂર્વ કમીશનર જી.આર .ખેરનાર સાહેબનું જીવન ચરીત્ર એકલો પથીક નામનું પુસ્તક જે મંજુલાબેન બાપોદરાએ લખેલ છે. તે બદલ અને ખુમારી સાહસવૃતિને બીરદાવતા તેમનું પણ વિશેષ સન્માન થયેલ આ બન્ને સન્માનને ભુખુદાન ભાઈ ગઢવીએ બહુ જ સારા શબ્દોમાં બિરદાવતા કહેલ કે, કચ્છની ધરતી પર કોઈ મહેર સમાજના વીરલાઓનું સન્માન થયું હોય તો કદાચ આ ઈતિહાસની પ્રથમ ઘટના હશે. અને એ મંચ પરથી રામભાઈને દાનવીર અને મંજુલાબેનને નારી રત્નના સન્માનથી નિરંજનભાઈ પંડાયાએ પણ નવાજયા હતા. અને ભીખુદાનભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મહેરની ખાનદાની, ખુમારી, ખુદદાની અને દાતારીના મન ભરીને વખાણ કર્યા હતા.
રામભાઈનો પશુ અને પક્ષી પ્રત્યેનો અનોખો પ્રેમ
રામભાઈ ખુંટી માત્ર દાનવીર જ નથી પરંતુ સાથે સાથે તેઓ પશુપ્રેમી પણ છે. તેથી તો તેમણે પોતાની જમીન ગાયોને અર્પણ કરી છે. રામભાઈ જેેટલા પશુપ્રેમી છે. એટલા જ પક્ષીપ્રેમી પણ છે. કારણ કે, તેમની વાડીયે કબુતરો, ચકલી સહિતના વિવિધ પક્ષીઓ રોજ ચણ ચણવા આવે છે. અને રામભાઈ પણ ઉઠીને પહેલા ચણ નાખે, પછી પશુ માટે પાણી ભરે અને તે પછી જ દાતણ અને નાસ્તો અને પુંજા-પાઠ ઈત્યાદી પ્રવૃતિઓ કરે છે. મહેર એકતા અખબારની ટીમે રામભાઈની વાડીની મુલાકાત લીધી ત્યારે રામભાઈના બે રૂમો તો પક્ષીઓના ચણ માટે જોવા મળ્યા હતા. અને એક મોટો ગોદામ ગાયો માટેની નિરણ પણ જોવા મળી હતી. આમ રામભાઈ ખરાઅર્થમાં દાનવીરની સાથે પશુ અને પક્ષીપ્રેમી છે.
મોટી સંખ્યામાં જ્ઞાતિઆગેવાનો હાજર રહ્યા..
ખારોઈ ગામે રામભાઈ ખુંટીની વાડીયે તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના આમંત્રણને માન આપીને સગા-સબંધીઓ, સ્નેહીજનો, તેમજ બરડા વિસ્તારના જ્ઞાતિ આગેવાનો, ઘેડ વિસ્તારના જ્ઞાતિઆગેવાનો, પોરબંદરના જ્ઞાતિ આગેવાનો, માણાવદર મેર સમાજના આગેવાનો, સીમર રાસ મંડળ, રાજકોટ મહેર સમાજના આગેવાનો, અમદાવાદ મહેર સમાજના આગેવાનોએ અને સમસ્ત કચ્છ મહેર સમાજ હાજર રહ્યા હતા.

સીમર રાસ મંડળનું થયું ઉદઘાટન
આ પ્રસંગે સીમર ગામની શ્રી સંત રાસ મંડળની ટીમે પ્રથમ વખત જ પોતાના કાર્યક્રમની શરૂઆત કચ્છની ધરતી પરથી કરી હતી. આ ટીમને પરબતભાઈ ઓડેદરા, માલદેભાઈ ઓડેદરા, નોઘણભાઈ ઓડેદરા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે.
રામભાઈ મહેર સમાજનું નાક અને દાનવીર છે. -હિરાલીબેન રાજશાખા
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના ભવ્ય સન્માન બાદ કચ્છના નલીયા ખાતે બાળ વિકાસ અધિકારી અને આપણી જ્ઞાતિના કલાસ-ર અધિકારી હિરાલીબેન રાજશાખાએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને સંબોધતા જણાવેલ કે, આ કચ્છની ધરા પર રામભાઈ ખરેખર જેમ દુધમાં સાકર ભળી જાય એ અહીના લોકો સાથે ભળી હળી અને મળી ગયા છે. રામભાઈ આપણી જ્ઞાતિના સાચા દાનવીર છે અને આપણા સમાજનું નાક પણ છે. તેમને જેટલા અભિનંદન આપીયે તેટલા ઓછા જ ખુબ ખુબ શુભેચ્છા કે તમારા હાથથી આવાને આવા સત્કાર્યો થતા રહે.

Advertisements

Read Full Post »

(અહેવાલ-કાર્યાલય પ્રતિનિધિ)
જૂનાગઢમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષની ઊજવણી જૂનાગઢના જ્ઞાતિજનોએ ઊત્સાહભેર ઊજવી હતી.
તા.૭/૧૧/૦૧૦ના રોજ સાંજે પ થી ૭ સુધી જુનાગઢના વંથલી રોડ પર આવેલા નવા મેર સમાજમાં સ્નેલ મિલન રાખેલ હતું જેમાં જુનાગઢના મધુરમ, લીરબાઇપરા, શાન્તેશ્વર, ઓઘડનગર, દ્વારકાપુરી વિસ્તાર માં વસવાટ કરતા તથા ધંધુસરના જ્ઞાતિજનો પણ હાજર રહી નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે નવા મેર સમાજમાં સ્નેહ મિલનનું આયોજન થતા સૌ જ્ઞાતિજનો  આ જગ્યાએ વહેલી તકે અહી સારામાં સારૂ જ્ઞાતિ ભવન નિર્માણ થાય તેવી પણ શુભકામના અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયાએ વંથલી ખાતેની જમીનની માહિતી આપેલ હતી.
જયારે ચિત્તલ મંડપ સર્વીસવાળા અરવદભાઇ સોલંકી તરફથી મંડપ સર્વીસની ફ્રી સેવા આપવામાં આવી હતી અને જુનાગઢની દ્વારકાપુરી ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવના સીલીક જમા રકમમાંથી ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી
આ પ્રસંગે જુનાગઢ મેર સમાજના પ્રમુખ કાળુભાઇ ઓડેદરા (પી.આઇ),   મહેર કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રામસગભાઇ સુંડાવદરા અને ભવનાથ મેર સમાજના પ્રમુખ ભાયાભાઇ રાતિયા, જુનાગઢ મેર વિદ્યાર્થી ગૃપના કો. ઓર્ડીનેટર રાજુભાઇ ઓડેદરા, મેર સમાજ ડીરેકટરી વિભાગના પ્રમુખ ભીમભાઇ  સુંડાવદરા, રામભાઇ બાપોદરા, આલાભાઇ ઓડેદરા, ભીમભાઇ કારાવદરા પી.આઇ વડોદરા, બચુભાઇ સુત્રેજા-વડોદરા, પોપટભાઇ સુત્રેજા, રામભાઇ જાડેજા, ઋષિભાઇ વિસાણા, રામભાઇ જાડેજા, જીવાભાઇ ઓડેદરા સહિતના જ્ઞાતિ આગેવાનોએ ઊપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા મધુરમ વિસ્તારના યુવાનો રામભાઇ બાપોદરા, લીલાભાઇ પરમાર સહિતનાઓ ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

અહેવાલ જીવાભાઇ ઓડેદરા
ઊપલેટા ખાતે રહેતા મહેર પરીવારો દ્રારા નૂતન વર્ષના મગંલ પ્રારંભે સ્નેહ મિલન યોજાયું હતું આ સ્નેહ મિલન તા.૬/૧૦/૧૦ના રોજ સવારના ૯ થી ૧૦ કલાક દરીમ્યાન રામભાઇ તરખાલાના નિવાસ સ્થાને રાખવામાં આવેલ હતું આ સ્નેહ મિલનમાં ઊપલેટા ખાતે વસવાટ કરતા આપણી જ્ઞાતિના ૩૦ પરીવારોએ ભાગ લઇ સૌ જ્ઞાતિજનો નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અને  જ્ઞાતિ એકતા, અને સૌના સુખ દુઃખમાં ભાગીદાર થવા સૌ જ્ઞાતિજનો ખંભે ખંભા મિલાવા નવા વર્ષ નિમીત્તે સંકલ્પ કરેલ અને છેલ્લે નાસ્તો કરી સૌ જ્ઞાતિજનો છુટા પડયા હતા.

Read Full Post »

સુરત ખાતે સમસ્ત મેર સમાજ-સુરતનું ત્રીજુ સ્નેહ મિલન તા.ર૪/૧૦/ર૦૧૦ને રવિવારના દિવસે યોજાયું હતું. જેમાં દાંડીયા રાસ, સમુહ ભોજન, તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ જેવા વિવિધ કાર્યક્રમો  યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિ સીરોમણી પૂજનિય માલદેવ બાપુની છબી આગળ દિપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળાઓએ ગણેશજી સ્તુતિ અને સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તો શબ્દોથી સ્વાગત સુરત મેર સમાજના ઊપપ્રમુખ શ્રીહિતેશભાઇ કારાવદરાએકર્યુ હતું
ઊપસ્થિત મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગતમાં ભુરાભાઇ કેશવાલાનું દેવાભાઇ વાઘએ, ભીખુભાઇ રાજશીભાઇ ઓડેદરાનું નાથાભાઇ મોઢવાડીયાએ, વડોદરા મેર સમાજના પ્રમુખશ્રી રામભાઇ ઓડેદરાનું ચનાભાઇ ગરેજાએ, જેતશીભાઇ મુળિયાસીયાનું ધીરૂભાઇ ઓડેદરાએ, ડો.કિરીટભાઇ સીસોદીયાનું કારાભાઇ વેજાભાઇ સીસોદીયાએ, અર્જૂનભાઇ સીસોદીયાનું હિતેશભાઇ કારાવદરા (એડવોકેટ) એ, સવદાસભાઇ પરમારનું કાળાભાઇ નથુભાઇ મોઢવાડીયાએ, દિલીપભાઇ ભીમાભાઇ કારાવદરાનું કાળુભાઇ મોઢવાડીયાએ, નોઘણભાઇ દિવરાણીયાનું ભીમાભાઇ કારાવદરાએ સ્વાગત કર્યું હતું
કાર્યક્રમના અધ્યક્ષ અને અતિથી વિશેષ તરીકે પધારેલા મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછાએ પોતાના ઊદ્બોધિત પ્રવચનમાં આપણી જ્ઞાતિમાં શિક્ષણની ખુબ આવશ્કતા છે. બાળકને સંસ્કારલક્ષી શિક્ષણની આપી તેમનું ભવિષ્ય ઊજજળ બનાવીએ કોઇ પણ સમાજનો જો માપદંડ કાઢવો હશે તો તેના પાયામાં શિક્ષણ હોય છે. તથા વ્યસન મુકત આપણો સમાજ બને તેવો પણ અનુરોધ કર્યો હતો તથા જ્ઞાતિમાં એકતા આવે અને જ્ઞાતિનો સ્વાર્ગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને જ્ઞાતિના વિકાસના કાર્યો કરીએ તેમ જણાવ્યું હતું.
સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘએ પણ સૌ આયોજકોનો અને જ્ઞાતિનો આભાર માનતા જ્ઞાતિ એકતા અને સુરત મેર સમાજની પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી તો ડો.કિરીટભાઇ સીસોદીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે આગળ આવવાનુ કહ્યું હતું.
પ્રોફેસર નોઘણભાઇ દિવરાણીયાએ સમસ્ત સુરત મેર સમાજને શુભેચ્છા સાથે દરેકક્ષેત્રે જ્ઞાતિનો વિકાસ અને પ્રગતિ થાય તેમ જણાવ્યું હતું
આ પ્રસંગે પોરબંદરથી પધારેલા ટીવી નાઇન અને મહેર એકતાના પ્રતિનિધિ રાજુભાઇ સરમાએ મહેર શબ્દ શું છે. અને મહેરની કમત શું તે જણાવ્યું હતું આ ઊપરાંત નાના-ભુલકાઓ અને વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં પ્રવચન આપેલ જેને ઊપસ્થિત જ્ઞાતિજનોએ તાળીઓથી વધાવી લીધા હતા તથા આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી સ્વીકારનાર હિતેશભાઇ કારાવદરા અને બેનર તથા આમંત્રણ પત્રિકાની જવાબદારી સ્વીકારનાર સુરેશભાઇ કારાવદરાનું સન્માન બાદ સુરત મેર સમાજના તેજસ્વી વિદ્યાર્થીને શીલ્ડ, પ્રમાણ પત્ર અને ઇનામો આપી સન્માનીત કરાયા
કાર્યક્રમનું સુંદર સંચાલન દેવાભાઇ ઓડેદરાએ કર્યુ હતું જેમાં દેવાભાઇએ મેરના દુહા-છંદ અને જ્ઞાતિના શુરવીરતાભર્યા ઇતિહાસની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમના અંતે આભારવિધિ સુરત મેર સમાજના પ્રમુખશ્રી દેવાભાઇ વાઘે કરી હતી ત્યાર બાદ બહેનો દ્રારા રાસ ગરબા અને ભાઇઓ દ્રારા મણીયારો રાસની રમઝટ બોલાવીને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અને સૌ જ્ઞાતિજનોએ સાથે ભોજન લઇ એક બીજાનો પરીચય અને સબંધનો સેતુ બાંધેલ
આ કાર્યક્રમને સુરત મેર સમાજના પ્રમુખ, ઊપપ્રમુખ તથા સર્વે જ્ઞાતિજનો અને યુવાનોએ ઊત્સાહભેર સફળ બનાવ્યો હતો.

Read Full Post »

તા.૭-૧૧-ર૦૧૦ ને રવિવારના નૂતન વર્ષના મંગલ પ્રારંભે સાંજે પઃ૦૦ કલાકે શ્રી મહેર સમાજ (જ્ઞાતિ ભવન ઝુંડાળા) પોરબંદર મુકામે સમસ્ત મહેર સમાજનાં જ્ઞાતિ ભાઇ-બહેનોનું સંયુકત સ્નેહમિલન યોજવામાં આવશે. તો આ નવા વર્ષના શુભ અવસરે જ્ઞાતિજનોને અવશ્ય ઊપસ્થિત રહેવા ભાવભીનું નિમંત્રણ છે.

ઃ સ્થળ ઃ
શ્રી મહેર સમાજ, ઝુંડાળા
પ્રમુખશ્રી ભીમભાઇ ચૌહાણ
મંત્રીશ્રી પરબતભાઇ આડેદરા
સહમંત્રીશ્રી ભીમભાઇ ગોરસીયા
વ્યવસ્થાપકશ્રી હાજાભાઇ ઓડેદરા

Read Full Post »

તા.૭-૧૧-ર૦૧૦ ને રવિવારના નૂતન વર્ષના મંગલ પ્રારંભે સાંજે પઃ૦૦ કલાકે શ્રી મહેર સમાજ ટીબાવાડી ખાતે સમસ્ત જૂનાગઢ મહેર સમાજનાં જ્ઞાતિ ભાઇ-બહેનોનું સંયુકત સ્નેહમિલન યોજવામાં આવશે. તો આ નવા વર્ષના શુભ અવસરે જ્ઞાતિજનોને અવશ્ય ઊપસ્થિત રહેવા ભાવભીનું નિમંત્રણ છે.
ઃ સ્થળ ઃ
શ્રી મહેર સમાજ જૂનાગઢ,
ટીબાવાડી, વંથલી રોડ

Read Full Post »

સુરત મહેર સમાજના ત્રીજા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન આપ સૌને ઊપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ.

સુરત મહેર સમાજના ત્રીજા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન આપ સૌને ઊપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ.

Read Full Post »

Older Posts »