Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સ્નેહ મિલન’

ઇઝરાઇલમાં આપણી જ્ઞાતિના ઘણા ભાઇઓ-બહેનો વસવાટ કરે છે. જેમા મોટા ભાગના નેતાનીયા, તેલ અવિવ રોસાઇન, રમોવર, જેરૂસલેમ જેવા શહેરોમાં વસવાટ કરી મુખ્યત્વે વાૃધ્ધોની સાર-સંભાળ તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ વર્ષે તાજેતરમાં જ પ્રથમ વખત અહ વસતા મહેર સમાજનું સ્નેહમિલન યોજાયેલ હતું જેમા આપણી જ્ઞાતિના પરિવારો વાર-તહેવારે એકઠા થઇ પરિચય કેળવે એક બીજાને નજીક આવી મદદરૂપ થાય તે ઊદેશથી આ આયોજન કરવામાં આવેલ છે.આ સ્નેહમિલનમાં સમુહ ભોજન અને ત્યાર બાદ મહેરનો પ્રખ્યાત મણીયારા રાસની રજુઆત પણ કરવામાં આવી હતી. જેને લીધે વિદેશમાં પણ આપણા દેશ જેવો જ માહોલ થયેલ હતો. આ આયોજનને સફળ બનાવવા ગાંગાભાઇ (કોટડાવાળા), મેરૂભાઇ કેશવાલા અને અન્ય આગેવાન મિત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.
——- તસ્વીર-અહેવાલ : અર્જુનભાઇ ચાંડેલા (નેતાનીયા-ઇઝરાઇલ)

Advertisements

Read Full Post »

નવો ચીલો…. સમાજ સુધારણા
કુતિયાણા તાલુકાના કડેગી ગામમાં તાજેતરમાં જ યોજાયેલા લગ્ન મહોત્સવમાં મહેર એકતાના સંપાદક મંડળના પ્રમુખશ્રી દેવાભાઇ અરભમભાઇના સુપુત્ર સરમણભાઇના તા.ર૪-૧-૧૦ નાં રોજ યોજાયેલા લગ્ન પ્રસંગ નિમીતે આપણી જુની પ્રથા વાડ વહેંચવી ને બદલે પોતાનાજ ગામની શાળામાં પંખા આપી એક નવો જ ચીલો કરી સર્વેને પ્રેરણા મળી રહે તેવું કાર્ય કરેલ છે. તેઓ હાલ પણ બજરંગ સર્વાંગી વિકાસના નેજા હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા રહેલ છે. એમને મહેર એકતા ગૃપ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

====================================================

શીશલી ગામે ખેડૂત શીબીર યોજાઇ

શીશલી ગામે તા. ર૬/૧/૦૧૦ના રોજ ખોડિયાર ગ્રાૃપ દ્વારા ખોડીયાર માતાજીના મંદિરે સમસ્ત ગામનું સામુહિક ભોજન તથા કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કૃષિ વિજ્ઞાન ખાપટ કેન્દ્રના કૃષિ નિયમકો એ ઊનાળુ ખેતી, ખેતીની ઊપજ વગેરે ખેતી વિષયક માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા મસરીભાઇ અરશીભાઇ મોઢવાડીયા, પ્રવિણભાઇ કરણાભાઇ મોઢવાડીયા તથા બેન્ક મેનેજર શ્રી થાનકી સાહેબે ભારે જહેમત ઊઠાવી હતી.

====================================================

પારાવાડા ગામે માલદે ભગતની રામકથા અને પ્રજાસત્તાકદિનની ઊજવણી

પોરબંદર તાલુકાના પારાવાડા ગામે ગત તા. ર૩ થી ર૬ દરમિયાન મૈયારીવાળા માલદે ભગતની શ્રી રામકથા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ રામકથાની સાથે સાથે તા. ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાકદિન નિમીતે હાઇસ્કુલમાં સવારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધ્વજવંદન તથા કૌશીકભાઇ સુરેશભાઇ ઠકરાર અને સુરેશભાઇ મોરાજીલાલ ઠકરાર ની પ્રતિમાનું લોકાર્પણનો કાર્યક્રમ પણ રાખેલ હતો સાંજના સમસ્ત ગામનું ભોજન સમારંભ બાદ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક કલાકાર રામભાઇ સીડા, નાથાભાઇ મોઢવાડીયા, નવધણભાઇ કારાવદરાએ ભજનોની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે ઠકરાર પરિવાર દ્વારા ઇગ્લીશ મિડીયમ સ્કુલ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સરપંચશ્રી પરબતભાઇ મેરામણભાઇ મોઢવાડીયા તથા સમસ્ત ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

====================================================

શ્રી વિવેકાનંદ વિનય મંદિર હાઇસ્કુલ તથા શ્રી સંસ્કાર વિદ્યાલય (સિગ્મા) હાઇસ્કુલ-રાતીયા દ્વારા ૬૧ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે થયેલ ઊજવણી

====================================================

રાવલ ગામે પ્રથમ જ્ઞાતિ સ્નેહમિલન યોજાયુ

કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે ગત તા. ર૬/૧/૦૧૦ના રોજ ખીમરા લોડણના મંદિરમાં સમસ્ત રાવલ તથા આજુ બાજુના ગામ્ય વિસ્તારનું સ્નેહમિલન બપોરના ૪ થી ૬ કલાક દરમ્યાન યોજાયુ હતું.
આ સ્નેહમિલનમાં તમામ મહેર યુવકો સંગડીત થઇ શ્રી રાવલ મહેર સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી સામાજીક કામો અને સાંસ્કાૃતિક કાર્યક્રમોની ઊજવણી કરવાનું નકકી કરેલ તથા દર વર્ષે જ્ઞાતિ સ્નેહ મિલનના માધ્યમથી એકબીજાનો પરીચય કેળવી એકબીજાને મદદરૂપ થઇ સબંધોનો સેતુ બંધાય તેવા હેતુથી આ પહેલુ જ સ્નેહ મિલન રાવલ ખાતે યોજાયુ હતું.
આ સ્નેહમિલનમાં રાવલ, નગડીયા, ડાંગરવડ, ગોરાણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧પ૦ જેટલા યુવા જ્ઞાતિજનો ઊપસ્થિત રહી જ્ઞાતિ વિકાસના કાર્યોને વેગવાન બનાવવાનો નિદ્યાર કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સરેશભાઇ ઓડેદરા, વિજયભાઇ ઓડેદરા, જેસાભાઇ ઓડેદરા, કાનાભાઇ ઓડેદરા, દિનેશભાઇ અમર, પુંજાભાઇ ઓડેદરા, ભીમાભાઇ ગોરાણીયા, કિશોરભાઇ કેશવાલા, જીવાભાઇ ઓડેદરા, ભરતભાઇ ઓડેદરા, વિઝાભાઇ ઓડેદરા, દિલીપભાઇ ગોરાણીયા, પોપટભાઇ ઓડેદરા, સંજયભાઇ મોઢવાડીયા, રમેશભાઇ કારાવદરા, રાજુભાઇ અમરા, નિતેશભાઇ ગોરાણીયા, વેજાભાઇ ગોરાણીયા, વિક્રમભાઇ રાતિયા, ખીમાભાઇ ગોરાણીયા, ભુપતભાઇ કારાવદરા, લખનભાઇ મોઢવાડીયા, સુધાભાઇ મોઢવાડીયા, વેજાભાઇ ઓડેદરા, નાથાભાઇ કેશવાલા, પુંજાભાઇ કેશવાળા, સવાભાઇ અમર, ભરતભાઇ મોઢવાડીયા, રામભાઇ ગોરાણીયા, કારાભાઇ ગોરાણીયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

 

Read Full Post »

વડોદરામાં શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા આપણા જ્ઞાતિજનોનું તા.૧પ-૧૧-૦૯ ના રોજ તરસાલી બાઇપાસ ખાતે રહેતા અર્જુનભાઇ લખમણભાઇ ફટાણાવાળા ની વાડીએ રાત્રીનાં ૭ કલાકે સ્નેહિમલન યોજાયું હતું. જેમાં આપણી જ્ઞાતિના ડી.વાય.એસ.પી. શ્રી સુબોધ ભાઇ ઓડેદરાએ વડોદરા અને વલ્લભવિદ્યાલનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન આપ્યું હતું. તથા સુરાજીભાઇ ઓડેદરાએ પણ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ લક્ષી માહિતી આપી હતી.
આ કાર્યક્રમના આયોજક શ્રી અર્જુનભાઇએ સૌ જ્ઞાતિજનોનો સંપર્ક કરી સૌને આમંત્રીત કર્યા હતા. તથા દેશી સુંદર ભોજન વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. શ્રી સુબોધભાઇ ઓડેદરા, સુરાજીભાઇ ઓડેદરા, રામભાઇ એચ.ચૌહાણ, રાણાભાઇ કારાવદરા, બાબુભાઇ ઓડેદરા, પરબતભાઇ કેશવાળા, મશરીભાઇ ખુંટી, રામભાઇ ઓડેદરા, અરભમભાઇ મોઢવાડીયા, ભીમભાઇ ખુંટી, હરેશભાઇ દીવરાણીયા, રામભાઇ ઓડેદરા, માલદેભાઇ ઓડેદરા સહિતના વડોદરાના અને આસપાસનાં મહેર ભાઇઓ બહેનો બાળકો વડીલો સહિતનાં જ્ઞાતિજનો ઊપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ રામભાઇ ઓડેદરાએ કરી જયારે આ સ્નેહ મિલનને સફળ બનાવવા અર્જુનભાઇ લખમણભાઇના પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

                    નવરાત્રિ તથા નૂતન વર્ષ નિમિતે

        વિદેશમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોની એક ઝલક

લેસ્ટર – નવરાત્રિ :
 લેસ્ટર (યુ.કે.) ખાતે વસવાટ કરતા આપણા જ્ઞાતિજનો દ્વારા નવરાત્રી મહોત્સવ-૦૯ ની ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. તા.૧૯ થી ર૭ મી સુધીના આ મહોત્સવની ઊજવણી મહેર સેન્ટર-૧પ રેવનર્સ બ્રીજ ડ્રાઇવ ખાતે સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી દાંડીયા રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, સનેડો, હચ, રણઝણીયુ રાસ, ત્રણ તાળી રાસ જેવા વિવિધ રાસોત્સવનું અનેરૂં આયોજન કરવામાં આવ્યું હતું. તા. રપ મીએ આરતીની થાળીનો શણગાર સજી બહેનો દ્વારા હરીફાઇ કરવામાં આવી હતી. વિજેતાને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તા. ર૬મી એ ઓરીજનલ ડ્રેસમાં ભાઇઓએ મણીયારો રાસ, તથા બહેનોએ રાસડાઓ ઢોલ અને શરણાઇના તાલે લઇ આપણી સંસ્કૃતિનું જીવંત દ્રશ્ય ખડુ કરી દઇ આપણી સંસ્કૃતિને જીવંત રાખી હતી. તા. ર૬એ ડ્રેસ હરીફાઇમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હત. તા. ર૭ મીએ ભાઇઓએ શેરવાની, મોજડી તથા બહેનોએ રજવાડી ડ્રેસમાં રાસ ગરબાની ધુમ મચાવી નવરાત્રી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી.

લેસ્ટર – શરદ પૂનમ :
 મહેર સેન્ટર લેસ્ટર ખાતે તા. ૩ ઓકટોબરનાં રોજ શરદ પૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોકીલકંઠી લલીતાબેન ઘોડાદ્રાએ પ્રાચીન ગરબાની ધુમ મચાવી હતી. જેના તાલે આપણી જ્ઞાતિના ખેલૈયાઓ ઓરીજનલ ડ્રેસમાં ઝુમી ઊઠયા હતા.


લેસ્ટર – સ્નેહ મિલન :
 મહેર સેન્ટર લેસ્ટર ખાતે તા. ૧૮-૧૦-૦૯ નાં રોજ સાંજે પ કલાકે સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલન યોજાયુ હતુ. જેમા મહેમાનોનું સ્વાગત, સંગીત અને લોકડાયરો, બહેનો દ્વારા ગરબાની રજુઆત, બાળકો દ્વારા નાટકની રજુઆત, રાત્રી ભોજન અને છેલ્લે દંપતિ રાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ઊપરોકત નવરાત્રી, શરદ પૂનમ અને નવા વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન શ્રી મહેર સમાજ લેસ્ટર એશોસીએશનના ઊપક્રમે કરવામાં આવ્યુ હતું. આ આયોજનને સફળ બનાવવા નાગાજણભાઇ બાપોદરા, દિલીપભાઇ રામભાઇ કારાવદરા, સહિતના જ્ઞાતિજનો દ્વારા ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.

લંડન :
લંડન મહેર સમાજ દ્વારા પણ લેમ્પટન સ્કુલ લેમ્પટન એવન્યુ ખાતે નવરાત્રી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાયા હતા. તા. ૧૯ થી ર૮ સુધી નવરાત્રી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ડ્રેસ કોમ્પીટીશન પણ રાખવામાં આવી હતી. તા. ર૪ મી એ નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન બપોરે ૩.૩૦ કલાક થી ૧૧ કલાક સુધી વિવિધ કાર્યક્રમો, સામુહિક ભોજન વગેરે રાખવામાં આવ્યું હતું.

 

લાફબરો :
લાફબરો મહેર સમાજ દ્વારા નવરાત્રની ઊજવણી તા.૧૯ થી ર૭ મી સુધી સાંજે ૭.૩૦ થી ૧૧ કલાક સુધી શ્રીરામ ક્રિષ્ના સેન્ટર, આલફ્રેટ સ્ટ્રીટ ખાતે રાખવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનો દ્વારા વિવિધ રાસોત્સવ રમી નવરાત્રીની ઊજવણી કરેલ હતી.
બર્ગીમહામ :
બર્ગીમહામ મહેર સમાજ દ્વારા તા.૧૯ થી ર૭ મી સુધી સાંજે ૭ થી ૧૧ વાગ્યા સુધી સ્પીકડેલી સીનેમાના ફંકશન હોલમાં નવરાત્રી મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં આરતીની થાળી સજાવટ અને રાસ ગરબા હરીફાઇ પણ રાખવામાં આવી હતી.
લ્યુટન :
લ્યુટન મહેર સમાજ દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન તથા પાર્ટીનું શાનદાર આયોજન કરેલ હતું. જેમાં તા. ર૪-૧૦-૦૯ ના સાંજે ૬ કલાકેથી મોડી રાત સુધી લેવશી ફાર્મ લર્નીંગ સેન્ટરના હોલમાં આ કાર્યક્રમ જ્ઞાતિજનોએ ઊત્સાહભેર માણ્યો હતો.

———————————————————————————————-

                            ** સંક્ષિપ્ત સમાચાર **

મુંબઇ :
પ્રતિ વર્ષની જેમ નવલા નૂતન વર્ષ નિમિતે મુંબઇ ખાતે અને મુંબઇની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા આપણા જ્ઞાતિજનોનું ભાઇ બીજના દિવસે સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતીના ભાઇ-બહેનો બાળકો, વડીલોએ હાજરી આપી હતી. જેમા બાળકો દ્વારા સાંસ્કાૃતિક કાર્યક્રમો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.


જુનાગઢ  :
જુનાગઢ ખાતે તા.૧૯ નાં રોજ ભવનાથ મહેર સમાજ ખાતે સાંજે પ.૦૦ કલાકે જ્ઞાતિજનોનુ સ્નેહ મિલન યોજાયું હતું. જેમા જ્ઞાતિ અગ્રણીઓએ ભાગ લઇ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
માંગરોળ :
માંગરોળ મહેર સમાજનું સ્નેહ મિલન તા. ૧૯-૧૦-૦૯ નાં રોજ રામદેભાઇ ઓડેદરાના મીલ ખાતે યોજાયેલ હતું. જેમાં સમસ્ત માંગરોળ શહેરમાં વસવાટ કરતા જ્ઞાતિજનોએ ભાગ લઇ નૂતન વર્ષની ઊજવણી કરવામાં આવી હતી.
જુનાગઢ :
 જુનાગઢના ભરચક વિસ્તાર કાળવા ચોક ખાતે આવેલી કાળવા ઓડેદરાની પ્રતિમાને નવલા વર્ષના પ્રભાતે સાફ સફાઇ કરી નવા ફુલહાર અર્પણ કરી જ્ઞાતિ પ્રેમ દાખવવામાં આવ્યો હતો. તેવું આયોજક શ્રી રણજીતભાઇ ઓડેદરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

 

Read Full Post »

  ** સમસ્ત મહેર સમાજ ઝુંડાળા સ્નેહ મિલન યોજાયું **

આ નૂતન વર્ષના પર્વે અજ્ઞાનતાના અંધકારને મારી હટાવવાનો સંકલ્પ

પોરબંદર ખાતે આવેલ શ્રી સમસ્ત મહેર સમાજ ઝુંડાળા ખાતે નૂતન વર્ષનાં મંગલ દિવસે મહેર સમાજનાં આગેવાનો, રાજકીય સંસ્થાકીય તેમજ સામાજીક કાર્યકરભાઇઓની ઊપસ્થિતીમાં સ્નેહ મિલન ઝુંડાળા મહેર સમાજનાં પ્રમુખ ભીમાભાઇ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.
ઝુંડાળા મહેર સમાજ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારંભમાં વ્યવસ્થાપક હાજાભાઇ ઓડેદરાએ નવા વર્ષમાં આવકારતા જણાવેલ કે, આપણી જીંદગીમાંથી વધુ એક વર્ષ ઓછું કરીને વિદાય થયું છે. આમ તો રોજ ઊગતો સૂરજ નિત્ય નવો સંદેશો લઇને આવે છે. પણ ભૂતકાળને ભૂલી જવાનો અને વર્તમાન ને સંભાળીને સુધારી લેશું તો ભવિષ્ય ઊજજવળ છે. ત્યારે આજના આ મંગલ પર્વએ કેવળ માત્ર હાથ મિલાવીને નહીં પરંતુ હૈયાના હેતની આપ-લે કરવાની છે. સ્નેહ અને સદભાવનાથી મળવાનું છે. ત્યારે આવનારો સમય આપણા જ્ઞાતિસમાજને સુખ, સમૃધ્ધિ અને શાંતી બક્ષે એવી મંગલ શુભકામનાઓ પાઠવી હતી.
જયારે અધ્યક્ષ સ્થાનેથી ઝુંડાળા મહેર સમાજનાં પ્રમુખ ભીમાભાઇ ચૌહાણે નૂતન વર્ષનો શુભ સંદેશો પાઠવતા જણાવેલ કે વિક્રમ સંવત ર૦૬પ નું વર્ષ આપણી જિંદગીમાંથી માનવ જીવનના મુલ્યવાન ૩૬પ દિવસો છીનવી ગયું. આપણા જીવતરમાં જો નિત્ય આનંદ અને ઊત્સાહ હશે તો રોજ દિવાળી છે, નહ તો હોળી છે. ત્યારે આજના દિવસે આપણે મનની મલીનતા અને હ્ય્દયની કડવાસને કાઢી નિર્મલ હળવા હ્રદયે દિલથી મળવાનું છે. આજનો દિવસ એટલે આપણી ભૂલો, દોષો અને નબળાઇઓ સ્વીકારી તેમાંથી બહાર નિકળવાનું ટાણું, નવા વર્ષને વધાવવા આપણે શુભ સંકલ્પો કરી નવા જીવન અને નવી સમાજ રચના કરવાના અધ્યાયનો આરંભ કરવાનો છે. વિતેલા વર્ષની વેદનાને વિસરી ભૂલી જવી અને સ્નેહનાં સંબંધોનું વાવેતર કરવાનો આ રૂડો અવસર છે. ત્યારે આપણે પરસ્પર સામાજીક સંબંધની નાની કેડી કરી અને કેડીને ભવિષ્યની દિશા તરફ દોરી મોટો રાજમાર્ગ બનાવીશું ત્યારે જ આપણા અસ્તિત્વનો સાચો ઊત્સવ ઊજવી શકીશું.

આજના આપણા જ્ઞાતિ સમાજ પર દૃષ્ટિપાત કરતા આપણી ગઇ કાલ કરતા આજ એ ખુબ સારી છે. આપણા જ્ઞાતિ સમાજનો શૈક્ષણિક, આર્થિક અને સામાજીક વિકાસ જરૂર થયો છે. આપણા સ્વપ્નદ્રષ્ટા પૂજય માલદેબાપુના સ્વપ્નો સાકાર થઇ રહ્યાં છે. એનો આનંદ છે. પરંતુ આપણા જ્ઞાતિ સમાજની સૌથી મોટી જરૂરિયાત જો કોઇ હોય તો તે સંઘ-ભાવના અને સંઘબળની છે. ત્યારે આપણી શકિતને એકત્રીત કરવાની છે. આજનો યુગ એટલે સંઘ-શકિતનો યુગ, અને સંઘ શકિતએ વિકાસનું સૌથી મોટું પરિબળ છે.જો આપણે ક્ષણના અજવાળામાંથી સદીનો સૂરજ પ્રગટાવવો હશું તો સંપ અને સહકારથી તન, મન અને ધનથી મજબૂત થવું પડશે. ત્યારે ચાલો આજના મંગલ દિવસે રંગીન અને સંગીન સમાજની રચના કરવા આપણે સૌ મનભેદ, ઇર્ષા અને દુષણોને ત્યજી સહિયારો પુરૂષાર્થ કરીને આજના આ નૂતન વર્ષના પર્વે અજ્ઞાનતાના અંધકારને મારી હટાવવાનો સંકલ્પ કરીએ, એમ પ્રમુખે નૂતન વર્ષના દિવસે શુભ સંદેશો પાઠવ્યો હતો.
સ્નેહમિલન પ્રસંગે ઊપસ્થિત પોરબંદરનાં ધારાસભ્ય અને ગુજરાત રાજય કાગ્રેસનાં પ્રવકતા અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ સચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય લખમણભાઇ આગઠ, મહેર સમાજનાં પ્રમુખ ભીમાભાઇ ચૌહાણ, પૂર્વ જિલ્લા પંચાયત પોરબંદરનાં પ્રમુખ રાજશીભાઇ પરમાર, ગોસા(ઘેડ) ના પત્રકાર અને મહેર એકતાના સહતંત્રી વિરમભાઇ આગઠ, પોરબંદર જિલ્લા કાગ્રેસનાં પ્રમુખ સામતભાઇ ઓડેદરા, રાણાભાઇ કડછા, રાણાભાઇ સીડા, દેવશીભાઇ ખુંટી, પુંજાભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ ગોરસીયા, ભરતભાઇ કારાવદરા, ગુજરાત રાજયના એન.એસ.યુ.આઇ.ના ઊપપ્રમુખ મોહનભાઇ મોઢવાડીયા, અખીલ ગુજરાત ગ્રામ પંચાયત સંગઠન પોરબંદર જિલ્લાના પ્રમુખ અને નટવરનગરના સરપંચશ્રી કાળુભાઇ ગોઢાણીયા, રાજશીભાઇ એમ. ઓડેદરા, દેવાભાઇ ભૂતીયા, ડો.વી.આર. મોઢવાડીયા, અરશીભાઇ ગોરાણીયા, સામતભાઇ બાપોદરા, અરજનભાઇ ઓડેદરા (માજી નગરપતિ છાયા) સહિત મહેર સમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં ઊપસ્થિત રહીને નવા વર્ષ આપ-લે કરી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

અહેવાલ:  વિરમભાઇ આગઠ – સહતંત્રી

Read Full Post »

* જૂનાગઢ મેર કન્યા છાત્રાલયમાં રાસ-ગરબા હરીફાઇ સમપન્ન *

Maher Chhatralay 01જૂનાગઢના ટીંબાવાડી રોડ ખાતે આવેલ સમસ્ત મેર સમાજ એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી કે.જી. ચૌહાણ સ્કુલના પટાંગણમાં તા. ર૧/૯/૦૯ના રોજ નવરાત્રી ના પાવન પર્વની ઊજવણી નિમિત્તે તથા સ્વર્ણિમ ગુજરાત સંદર્ભે સંસ્થાની બાળાઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઊજાગર કરવાના હેતુથી વિવિધ રાસ ગરબાની ધો. ૮ થી ધો.૧રની બાળાઓએ પ્રસ્તુતી કરેલ હતી. Maher Chhatralay 02
 આ પ્રસંગે સંદેશના પ્રત્રકાર ધીરૂભાઇ પુરોહીત, રામસિંગભાઇ સુંડાવદરા, રાજુભાઇ ઓડેદરા, ભીમભાઇ સુંડાવદરા, ભુરીબેન પરમાર, સહિતના જ્ઞાતિજનો ઊપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા છાત્રાલયના શિક્ષકગણએ ભારે જહેમત ઊઠાવી હતી.

 

* સ્નેહ મિલન ર૦૦૯, વલ્લભ વિદ્યાનગર *

V V Nagar 01

શ્રી મહેર વિદ્યાર્થી ભવન વલ્લભ વિદ્યાનગર ખાતે જ્ઞાતિ ભાઇ-બહેનોનું વર્ષ-ર૦૦૯ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
શ્રી મહેર સુપ્રીમ કાઊન્સીલ સંચાલિત શ્રી મહેર વિદ્યાર્થી ભૂવન વલ્લભ વિદ્યાનગર ખાતે (વધુ…)

Read Full Post »

« Newer Posts