Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સ્વર્ણિમ ગુજરાત’

જૂનાગઢના ભવનાથ મેર સમાજ ખાતે એન.એસ.એસ. અંતર્ગત તથા સ્વર્ણિમ ગુજરાતની ઊજવણીના ભાગરૂપે સ્વ. કે.જી.ચૌહાણ મેર કન્યા છાત્રાલયની ધો. ૧રની પર વિદ્યાર્થીનીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
 

તા. ૧૯/૧ર/૦૯થી તા. ર૮/૧ર/૦૯ એમ દસ દિવસના આ કાર્યક્રમમાં ભવનાથ વિસ્તારમાં સાક્ષરતા અભિયાન, બેટી બચાવો આંદોલન, અંધશ્રધ્ધા નિવારણ, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પ્રભાત ફેરી, ગ્રામ્ય સુશોભન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શેરી નાટકો કરવામાં આવ્યા હતા.
 

આ કાર્યક્રમના ઊદઘાટન પ્રસંગે જ્ઞાતિ અગ્રણી ભાયાભાઇ રાતીયા, શ્રી રામસગભાઇ સુંડાવદરા, શ્રીમતિ તારાબેન ખુંટી, ભુરીમા પરમાર, શ્રી ભીમભાઇ સુંડાવદરા, શ્રી અરજનભાઇ દિવરાણીયા, શ્રી રાજુભાઇ ઓડેદરા, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઇ કડછા વગેરે જ્ઞાતિજનોએ ઊપસ્થિત રહી વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહન પુરુ પાડયુ હતુ. આ ઊપરાંત આમંત્રીત મહેમાનોમાં અતિથિ વિશેષ તરીકે શ્રી કરમણભાઇ કટારા(કોર્પોરેટર શ્રી મ.ન.પા.જૂનાગઢ), શ્રી ડી.જે.પંડયા (ફોરેસ્ટર ઓફિસર), શ્રીમતિ પ્રભાબેન પટેલ, શ્રીમતિ શંકુતલાબેન યાદવ, શ્રી હારૂનભાઇ વિહળ વગેરે હાજર રહી ઊદબોધક પ્રવચન આપેલ હતા.

 આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રીમતિ કૈલાશબેન એચ. વાઘેલા, ચેતનાબેન (પ્રોગ્રામ ઓફિસર,) રાંભીબેન ઓડેદરા તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.

Advertisements

Read Full Post »

સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીના પ્રોજેકટની નેશનલ કક્ષાએ રજૂ કરવા પસંદગી થઇ

શ્રી સમસ્ત મેરસમાજ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ.કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલયની ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચાંડેલા જયશ્રી રામભાઇ જીલ્લા કક્ષાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કાગ્રેસ પરિષદ દ્વારા ગીર અને ગિરનારના જંગલો ઊપર માવપ્રવાહની અસરો પર પ્રોજેકટ રજુ કરી રાજય કક્ષાએ તા. ર૭, ર૮ અને ર૯ ત્રણ દિવસ ભાગ લઇ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેકટ રજુ કરવા માટે પસંદગી પામી શાળાનું ગૌરવ વધારેલ છે. આગામી દિવસોમાં તા. ર૬થી ૩૧ ડીસેમ્બર દરમ્યાન સા્યન્સ સીટી અમદાવાદ મુકામ યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં ભાગ લઇ પ્રોજેકટ રજુ કરશે આ પ્રોજેકટમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરું પાડવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીરામસિંગભાઇ સુંડાવદરાએ આચાર્યાશ્રી કૈલાસબેન, વિજ્ઞાન શિક્ષક રમાબેન અને પૌલમીબેનને અભિનંદન આપ્યા હતા. તથા ધંધુસર ગામના ભોજાભાઇ ઓડેદરા અને મહેર એકતા ગૃપે પણ હર્ષની લાગણી સાથે છાત્રાલયની આ બાળાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા.

——————————————————————————

સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય ખાતે પોસ્ટર પ્રદર્શન સંપન્ન

તા. ૧૦/૧ર/૦૯ “વિશ્વ માનવ અધિકાર દિવસ”.  છેક ૧૯૪૮ ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં જાહેરનામુ પસાર કરીને સમગ્ર વિશ્વમાં અને ભારતમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. શ્રી સમસ્ત મેર સમાજ એજયુ. અને ચેરી. ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત શિક્ષણ સંકુલમાં તા. ૧૦ ડિસેમ્બરના રોજ “સ્વર્ણિમ ગુજરાત” ની ઊજવણીના ભાગ રૂપે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ સંકુલમાં ચાલતી સરસ્વતી પ્રા. કન્યા વિદ્યાલય અને સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલયની બાળાઓ દ્વારા પોસ્ટર પ્રદર્શન અને ભાવગીત “ઇન્સાન હૈ હમ” અભિનય સાથે રજૂ કરી તમામ ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રદેશ, રાજય કે રાષ્ટ્રથી ઊપર માનવું હોવુ તે છે તે પ્રકારનો સંદેશ આપ્યો હતો, આ સાથે બાળાઓમાં આ વિચારનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે આ વિષય પર એક કવીજ કોમ્પીટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્થાના આચાર્ય કૈલાસબેન તથા મેનેજીંગટ્રસ્ટી રામસિંગભાઇએ “માનવ અધિકાર અને આપણે” એ વિષય પર બાળાઓને માર્ગદર્શન આપી એક સન્નિષ્ઠ માનવ બનવા પ્રેરણા પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શ્રી માલીબેન ખૂંટી, તિમિરાબેન, રમાબેન, ઝાંઝીબેન તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઊઠાવી હતી.

Read Full Post »

* જૂનાગઢ મેર કન્યા છાત્રાલયમાં રાસ-ગરબા હરીફાઇ સમપન્ન *

Maher Chhatralay 01જૂનાગઢના ટીંબાવાડી રોડ ખાતે આવેલ સમસ્ત મેર સમાજ એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી કે.જી. ચૌહાણ સ્કુલના પટાંગણમાં તા. ર૧/૯/૦૯ના રોજ નવરાત્રી ના પાવન પર્વની ઊજવણી નિમિત્તે તથા સ્વર્ણિમ ગુજરાત સંદર્ભે સંસ્થાની બાળાઓ દ્વારા ગુજરાતની અસ્મિતાને ઊજાગર કરવાના હેતુથી વિવિધ રાસ ગરબાની ધો. ૮ થી ધો.૧રની બાળાઓએ પ્રસ્તુતી કરેલ હતી. Maher Chhatralay 02
 આ પ્રસંગે સંદેશના પ્રત્રકાર ધીરૂભાઇ પુરોહીત, રામસિંગભાઇ સુંડાવદરા, રાજુભાઇ ઓડેદરા, ભીમભાઇ સુંડાવદરા, ભુરીબેન પરમાર, સહિતના જ્ઞાતિજનો ઊપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા છાત્રાલયના શિક્ષકગણએ ભારે જહેમત ઊઠાવી હતી.

 

* સ્નેહ મિલન ર૦૦૯, વલ્લભ વિદ્યાનગર *

V V Nagar 01

શ્રી મહેર વિદ્યાર્થી ભવન વલ્લભ વિદ્યાનગર ખાતે જ્ઞાતિ ભાઇ-બહેનોનું વર્ષ-ર૦૦૯ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
શ્રી મહેર સુપ્રીમ કાઊન્સીલ સંચાલિત શ્રી મહેર વિદ્યાર્થી ભૂવન વલ્લભ વિદ્યાનગર ખાતે (વધુ…)

Read Full Post »