Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘હરિદ્વાર’

** કેશવાલા પરીવારની દિકરી ઘોડેસ્વારીમાં પ્રથમ **

શુરભીરાજકોટ ખાતે રહેતા ગગનભાઇ નાથાભાઇ કેશવાલાની સુપુત્રી ચિ. સુરભી એમ.જે. કુંડલીયા કોલેજમાં એસ.વાય.બી.એ. માં અભ્યાસ કરે છે. જેમણે ગુજ. ગર્લ્સ બટાલીયન એન.સી.સી. રાજકોટમાં રેન્ક જી.યુ.સી. (જુનીયર અંન્ડર ઓફિસર) તરીકે સપ્ટેમ્બર ૦૯ માં નડિયાદ ખાતે યોજાયેલ વસો એન.સી.સી. કેમ્પમાં એન.આર.આઇ. ફાયરીંગમાં ઓલ ગુજરાત ગર્લ્સમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરી મેડલ મેળવેલ તથા ઓકટોબર ૦૯ માં ગાંધીનગર હનુમાન કેમ્પ, એન.સી.સી. કેમ્પ દરમ્યાન ઘોડેસવારીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મહેર સમાજનું ગૌરવ વધારેલ છે.

———————————————————————————————-

** જૂનાગઢની બાળાઓ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઝળકી **

જૂનાગઢ ખાતે તાજેતરમાં જ જીલ્લા બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં વિવિધ સ્પર્ધાઓમાં પૈકી વકાૃત્વ સ્પર્ધામાં જૂથ-૧માં સમગ્ર જીલ્લામાં કુ.જાનકીબેન નેભાભાઇ ઓડેદરા ઘો.પ(કિશોર એકેડમી)માં પ્રથમ આવેલ તેમજ લગ્નગીત સ્પર્ધામાં કુ.રીધ્ધી અશોકભાઇ બાપોદરા ધો.પ(આલ્ફા સ્કુલ)માં પ્રથમ આવતા આપણી જ્ઞાતિની બન્ને બાળાઓ પ્રદેશ કક્ષાએ જીલ્લાનું નેતાૃત્વ કરશે તે બદલ તેમના વાલીઓ રામભાઇ બાપોદરા, અશોકભાઇ બાપોદરા, નેભાભાઇ ઓડેદરા તથા મહેર એકતા ગાૃપ જૂનાગઢ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવામાં આવેલ હતા.

———————————————————————————————-

** હરીદ્વાર ખાતે મહાકુંભ – જ્ઞાતિજનોને આમંત્રણ **

તારીખ ૧૪/૧/૦૯ થી તા. ૧૪/૪/૦૯ સુધી હરીદ્વાર ખાતે મહાકુંભનો મેળો યોજાશે તેનો સર્વે જ્ઞાતિજનોને લાભ લેવા તથા આપણી મહેર સમાજની હરીદ્વારમાં આવેલ જગ્યા એ પધારવા અમારૂ ભાવભર્યુ નિમંત્રણ છે. ત્યાં સૌ જ્ઞાતિજનોની રહેવાની તથા અન્ય સગવડ કરવામાં આવશે. આ છે આપણા સમાજનું એડ્રેસ સમસ્ત મહેર સમાજ હરીદ્વાર, ભૂપતવાલા રાનીગલી ઝઝર હોટેલની બાજુમાં ઋષીકેશ રોડ, ઉંતરાચલ.
લી. હરીદ્વાર મેર સમાજ,
પ્રમુખ/ઊપપ્રમુખ/ટ્રસ્ટી તથા સર્વે હોદેદારો.

———————————————————————————————-

** જાણવા જેવું… **

આપણી જ્ઞાતિનાં ધંધુસર ખાતે રહેતા ભોજાભાઇ ડી. ઓડેદરા જે એક એવા મહેર છે કે જેણે પ્રખ્યાત કથાકાર પૂ.મોરારીબાપુ સાથે ૧ વર્ષ તા.૧-૮-૬પ થી ૩૦-૭-૬૬ સર્વોદય આશ્રમ-શાપુર ખાતે એકજ વર્ગમાં સાથે અભ્યાસ કરેલ છે. જે આપણા સમાજ માટે એક ગૌરવની વાત છે.

———————————————————————————————-

Advertisements

Read Full Post »

હરિદ્વારની અમારી સફર… અને હરિદ્વાર મહેર સમાજના વિકાસનું આયોજન.

                                                                           (લેખક:આલાભાઇ ઓડેદરા-જુનાગઢ)

 
 

મહેર સમાજ - હરિદ્વાર

તા. ૧ર/૧૦/ર૦૦૯ ના સવારના શ્રી રામસીંગભાઇ સુંડાવદરા તથા મેરામણભાઇ મોઢવાડીયાનો ટેલીફોન મેસેજ આવ્યો કે અમે સવારે અહીથી અમદાવાદ વાળી બસમાં હરીદ્વાર જવા માટે અમદાવાદ પહોંચીએ છીએ અમદાવાદથી તા. ૧૩-૧૦-૦૯ ના સવારે ૮=૩૦ ની દહેરાદુન એકસપ્રેસમાં હરીદ્વાર જ્વા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન સાથે થઇ જશું.
 નિયત સમયમાં હું, સમસીંગભાઇ અને મેરામણભાઇ ત્રણેય દુન એકસપ્રેસમાં હરીદ્રાર જવા નિકળ્યા આજ ટ્રેન માં આગળથી અરભમભાઇ, કાંધાભાઇ, નાયલીમા તથા શ્રી ગજાનંદ સ્વામી ઊર્ફ નાગા ભગત સહપ્રવાસી તરીકે સામેલ હતા. આ બધાજ હરીદ્વાર ખાતે આવેલ મહેર સમાજ માટે ભવિષ્યમા શું સારૂ થઇ શકે એ હેતુ માટે પ્રવાસમાં જોડાયા હતા. તા. ૧૪/૧૦/૦૯ ના રોજ ૧૩=૩૦ કલાકે હરીદ્વાર રેલ્વે સ્ટેશને આગમન કરેલ આ પ્રવાસના અને હરીદ્વારના ખુબજ જાણીતા શ્રી ગજાનંદ સ્વામીની આગેવાની નીચે હરીદ્રાર મા આવેલ “ૐ” હોટેલમા બપોરનુ ભોજન લીધુ. આ હોટેલ મહેર જ્ઞાતિના અને મહેર સમાજ હરીદ્વાર મા સલાહકાર સમીતી ના સભ્યશ્રી નાગાજણભાઇ પરબતભાઇ ઓડેદરાની માલીકીની છે અને અહીં શુધ્ધ ગુજરાતી ભોજન મળે છે. રેલ્વે સ્ટેશન ઊતર્યા બાદ ચાલતા ચાલતા ત્યાં પહોંચી શકાય છે. સર્વે શાથીદારો બપોર નું ભોજન પૂર્ણ કરી અને રેલ્વે સ્ટેશનથી મહેર સમાજ હરીદ્રારની જગ્યાએ જવા માટે ચાલુ રીક્ષા રૂ|. ૧૦ ના ભાડાથી કરી અને આપણા સમાજમા દુધાધારી  ચોક થી સહેજ આગળ આધુનીક જીંજર હોટલની સામે ઊતર્યા. આ હોટલની તદન લાઇનમાં અંદાજે મુખ્ય રસ્તાથી ર૦૦ ફુટ આગળ રાણીગલી, ભુપતવાલા વિસ્તારમાં આપણો સમાજ આવે છે. રેલ્વે કે બસ સ્ટેશન થી પહોચવું તદન સુલભ છે.

 

 
                                                 આ સમાજના નવા શિલ્પીઓ

 પ્રમુખશ્રી અરભમભાઇ ભારાભાઇ કેશવાલા  રાણાવાવ 
 ઊપપ્રમુખશ્રી સામતભાઇ અરભમભાઇ સુંડાવદરા  પોરબંદર 
 મંત્રીશ્રી રામસિંગભાઇ નથુભાઇ સુંડાવદરા   જુનાગઢ
 ટ્રસ્ટીશ્રી કેશવભાઇ એભાભાઇ ભુતીયા  રાણા કંડોરણા 
 ટ્રસ્ટીશ્રી ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા  પોરબંદર 
 ટ્રસ્ટીશ્રી  જેશાભાઇ અરશીભાઇ ઓડેદરા ફટાણા (હાલમા યુ.કે) 
 હીસાબનીશશ્રી મેરામણભાઇ સામતભાઇ મોઢવાડીયા   જુનાગઢ 
 સલાહકાર સમીતી  શ્રી વણધાભાઇ કાંધાભાઇ થાપલીયા

શ્રી સામતભાઇ રાજશીભાઇ બાપોદરા

શ્રી નાથાભાઇ મેરામણભાઇ આગઠ

શ્રી નાગાજગભાઇ પરબતભાઇ ઓડેદરા

પોરબંદરરાણાવાવ

જુનાગઢ

હરીદ્વાર 

(૨)

 આ સમાજની જગ્યા દીલ્હી-હરીદ્વાર-ઋષીકેશ દદેરાદુન હાઇવે ઊપર આવેલ છે જેથી પ્રાઇવેટ વાહન મા જતા યાત્રીકો માટે સીધું જ રોડ ઊપર સમાજની જગ્યાએ પહોંચી જઇ શકાય. સમાજના ગ્રાઊન્ડની અંદર બે થી ત્રણ ફોર વ્હીલ વાહન પાર્ક કરી શકાય છે તેમજ મોટી બસ માટે તદન બાજુ માંજ પાર્કીંગની જગ્યા મળી શકે છે.
 જેની શિખરો સર્વે થી ઉંચા છે. અને જેની ઘરતી પર હજારો વર્ષોથી હજારો ઋષી મુનીઓએ તપ કરી આ ભુમીને પાવન કરેલ છે. જયા ભગવાન શિવ તથા મા પાર્વતી ની તપોભુમી છે. જે ભુમીને શબ્દોથી વર્ણવી ન શકાય પરંતુ અનુભુતી કરી શકાય એવી આ પાવન ભુમી યોગાધીરાજ હીમાલયની તળેટી અને જે હીમાલયના મસ્કત થી વદી અનેક ઝરણા ઓ પોતાના માં સમાવી પવિત્ર ગંગા સ્વરૂપે આ ઘરતી ઊપર વહે છે. એવી ભુમી હીરદ્વારમા પગ મુકતાજ અનેરો આનંદનો અનુભવ થાય છે. આવી પવિત્ર ભુમીમા આવેલ મહેર સમાજ હરીદ્વાર મા પ્રવેશ કરતા જ જાણે કે આ સ્વર્ગભુમી ઊપર મારા જ ઘરમાં પ્રવેશ કરી રહયા છીએ.
 મહેર સમાજ હરીદ્વારમા વ્યવસ્થા સંભાળનાર ભાઇ શ્રી ભીમભાઇ એ અમોને સમાજના પહેલા માળે ઊતારવા માટેની વ્યવસ્થા કરેલ હતી. થોડો આરામ કરેલ. ત્યાર બાદ સાંજના ૪.૦૦ વાગ્યે શ્રી અરભમભાઇ એ ચર્ચા કરવા માટે બોલાવ્યા અને રૂબરૂ ચર્ચા તથા આગેવાન વડીલો સાથે ફોન ઊપર ની ચર્ચાના અંતે એ નિર્ણય પર આવેલ કે આ જગ્યાએ જરૂરી રીનોવેશન કરવો તથા પાણી ગટ્ટર લાઇટ, સેનેટરી બારણા વગેરેમા સુધારા વધારા કરવા અરભમભાઇ ભારાભાઇ તથા વણઘાભાઇ થાપલીયાએ આ જગ્યા માટે બધુજ કરી છુટવા માટે જણાવેલ આ જગ્યાના પાયામા જેનુ મોટુ યોગદાન છે. એવા ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા ને સંપૂર્ણ વિગતો થી જીગ કરવાનું શ્રી વણઘાભાઇ એ જણાવેલ આ જગ્યાનો ખુબજ વિકાસ થાય અને આ ભુમિની પવિત્રતા જ્ઞાતિના નાના વ્યકિત સુધી પહાચે અને સમર્ગ જ્ઞાતિ એક રસોડે સાથે જમે, સાથે રહે અને ભાઇચારો કેળવે એવી શુભેચ્છાઓ
 સાંજના પાચેક વાગ્યે જ્ઞાતિની જગ્યાનું સંપુર્ણ રીનોવેશન તથા પાણીની વ્યવસ્થા માટે એક ટયુબવેલ તથા સબમર્શીબલ પંપની તાત્કાલીક વ્યવસ્થા કરવાનું નકકી કરી અને શ્રી અરભમભાઇ ભારાભાઇની આગેવાની નિચે (૧) શ્રી રાગસીંગભાઇ સુંડાવદરા (ર) શ્રી મેરામણભાઇ મોઢવાડીયા (૩) શ્રી કેશુભાઇ એભાભાઇ (૪) શ્રી વણઘાભાઇ થાપલીયા (પ) શ્રી નિજાનંદસ્વામી તથા (૬) શ્રી આલાભાઇ ઓડેદરાએ ગંગાસ્નાન માટે સમાજની તદન નજીક પૂર્વબાજુ એક ઘાટ આવેલ છે ત્યાં ચાલીને પ્રસ્થાન કરેલ. આ ઘાટનું નામ છે શ્રી ધર્મગંગા ઘાટ, અને ઘાટની કાંઠે શ્રી ધર્મગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ઘાટને રસ્તે સુંદર બગીચો બનાવેલ છે. આ ઘાટમાં ગંગાસ્નાન કરવું એ પણ એક લ્હાવો છે. સમાજથી આ ઘાટ ચાલતા ચાલતા ફકત ૧૦ મીનીટ થાય. ગંગાસ્નાન કરી અને તન અને મનથી ખુબજ હળવાશ અનુભવી.
 સાંજના રાણાવાવથી પધારેલા યાત્રીકો શ્રી દેવાભાઇ તથા કુટુંબીજનોએ રસોઇ બનાવી બધાને પ્રેમથી જમાડયા અને તેમનાં વાહન બીજા દિવસ માટે એમણે આપેલ.
 તા.૧પ-૧૦-૦૯ ના ગંગાસ્નાન કરી શ્રી દેવાભાઇ (રાણાવાવ)ના સફારી વાહનમાં શ્રી નિજાનંદસ્વામીએ ડ્રાઇવર તરીકે સેવા આપેલ અને તેમની આગેવાનીમાં પ્રવાસ શરૂ કરેલ. તોરણીયા ગાદીપતી શ્રી રાણાબાપુના આશ્રમમાં જે આપણા સમાજથી થોડો આગળ ઋષીકેશ બાજુ પાંચ મીનીટના અંતરે છે. અમોને ત્યાં બપોરનાં ભોજન માટે આમંત્રણ આપેલ હતું.
 બપોરે અમે સર્વે રાણાબાપુનાં આશ્રમે મુલાકાત ભોજન લેવા માટે ગયેલા. ખુબ જ આધુનિક સુંદર આશ્રમ બનાવેલ છે. અને તા.પ-૧૧-ર૦૦૯ ના રોજ આશ્રમનું ઊદઘાટન તથા એક કથાનું પણ રાણાબાપુએ હરીદ્વારમાં આયોજન કરેલ છે. પ્રેમથી અમને સર્વેને તેમના રસોડે જમાડયા. ત્યાર બાદ ઋષીકેશમાં રામઝુલા લક્ષ્મણ ઝુલા તથા મહેર સમાજનાં એક મૌનવ્રત ધારી તપસ્વી વ્યકિતની મુલાકાત લીધેલ. તેમની સાથે આધ્યાત્મીક ગોષ્ઠી કરવાની ખુબ જ મજા આવી. સાંજે પરત આવી સમાજમાં વ્યારૂ કરવાની તૈયારી કરેલ.
 તા.૧૬-૧૦-૦૯ ના શ્રી ધર્મગંગાઘાટ પર ગંગાસ્નાન કરી સમાજથી તદન નજીક આવેલ પવિત્ર સ્થળોની પગે ચાલીને મુલાકાત લીધી. જેમાં ભારત મંદિર, ગાયત્રી મંદિર, વૈશ્નોદેવી મંદિર તથા કચ્છી સમાજનો ઊતારો છે. અને આજ રસ્તે ભુજાનંદ આશ્રમ, ભુજાનંદ ઘાટ, વાલરામ ઘાટ, સપ્તઋષી આશ્રમ, રંજનબેન પાઠકનો આશ્રમ તથા અનેક નાના મોટા તિર્થસ્થાનો આવેલ છે.
 બપોર બાદ રેલ્વે સ્ટેશનથી નજીક આવેલ મનસાદેવી જે દિવ ઊપર છે અને પગે ચાલીને તેમજ રોપ-વે ઊપર જઇ શકાય છે. તેવી જ રીતનું ચંડી દેવીનું મંદિર પણ સમાજથી મુખ્ય હાઇ-વે ઊપર દક્ષિણ બાજુ આવેલ છે. આ બન્ને સ્થળે જવા માટે સમાજથી ચાલુ રીક્ષામાં ફકત રૂ|.૧૦ ના ભાડામાં જઇ શકાય છે.
 હું રામસગભાઇ, મેરામણભાઇ તથા નિજાનંદ સ્વામી રોપ-વે નો લ્હાજો લઇ મનસા દેવીના તથા હિમાલય અને ઊપરથી હરીદ્વાર તથા ગંગાના દર્શ્ન કર્યા પ્રવાસે આવેલ અમેરિકન યાત્રીકો સાથે નિજાનંદ સ્વામીએ સામેથી માય બ્રધર્સ, માય સીસ્ટરના સંબોધનથી બોલાવી આત્મીયતા કેળવી અને રાણાવાવ ખાતે આશ્રમે આવવા આમંત્રણ પાઠવેલ. શિક્ષિત અને બુધ્ધિજીવી અમેરિકન યાત્રીકો આ ભારતીય સંસ્કારીતા, આત્મીયતાથી ભાવવિભોર થઇ ગયેલ. દર્શન પૂર્ણ કરી પગે ચાલીને મોટી બજાર જે ખરીદી માટે હરીદ્વારની મુખ્ય બજાર છે ત્યાં ગયેલ. થોડી ખરીદી કરી. બજાર જોયું. થોડી માઘાઇનો અનુભવ કરેલ અને અનુભવીઓએ સ્થાનિક લોકોથી ચેતવણી રાખવાની સુચના આપી. બજાર પૂર્ણ થયે હરીકીપૈઢી પહોંચ્યા. હરકીપૈડીમાં આ સાલ કુંભમેળો હોય સફાઇની કામગીરી ચાલુ છે. ત્યાંથી ગંગાના વહેણને ડાયવર્ટ કરેલ છે. છતાં સાંજની આરતી માટે ખીચોખીચ માનવ મેદની જોવા મળેલ. ગંગા આરતીની આધ્યાત્મિક અનુભુતી કરેલ. એક સાથે હજારો દિપપ્રાગટયનું દૃશ્ય આહલાદક લાગેલ. આરતી પૂર્ણ કરી હરકી પૈઢીથી પૂર્વબાજુ ગંગાના સામે કાંઠે મેઇન હાઇ-વે ઊપર પહોૅચ્યા. ત્યાંથી તરત જ ચાલુ રીક્ષામાં રૂ|.૧૦ ના ભાડામાં સમાજની જગ્યાએ જીંજર હોટેલની બાજુમાં પહાચેલા સાંજના બીજા યાત્રીકો તથા કડછથી પધારેલ દાંડીયારાસ મંડળી પણ આપણા સમાજમાં ઊતરેલ.
 કડછથી આવેલ દાંડીયારાસ મંડળી ગામના સરપંચશ્રી સાથે આવેલ તેઓ શ્રી રામદેવબાબાના પતંજલી આશ્રમમાં ચાલતી શિબિરમાં જોડાવાના તથા ત્યાં દાંડીયારાસનો પ્રોગ્રામ તા.૧૯-૧૦-૦૯ ના આપવાના છે જે આસ્થા ટીવી ચેનલમાં લાઇવ ટેલીકાસ્ટ થયેલ છે. સાંજનાં સર્વે મહેમાનો સાથે સમાજનાં સમુહ ભોજન લીધું.
(૩)

આ રસોઇ તૈયાર કરવા માટે રાણાવાવ તથા દેગામથી પધારેલ યાત્રીક બહેનો, કડછથી આવેલ કલાકારો તથા નિજાનંદ સ્વામીએ તૈયાર કરેલ અને બધાને જમાડેલ. ભોજન પૂર્ણ કરી પાણીના બોર માટે ચાલતા કામનું નિરીક્ષણ કરેલ અને ઝડપથી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરેલ. આ સમાજનાં રીનોવેશન તથા રંગરોગાન માટે મુળ ધંધુસરનાં અને હાલમાં જામનગર રહેલતા ભાઇ શ્રીએ સ્વખર્ચે આ સમાજમાં બધી કામગીરી તેની ટીમ સાથે કરી આપવાના છે. તેની સાથે શ્રી અરભમભાઇએ ચર્ચા કરેલ.
 તા. ૧૭-૧૦-૦૯ ના રોજ નિયમિત રીતે પગે ચાલીને શ્રી ધર્મગંગાઘાટ ઊતર ગંગાસ્નાન કરી દિપાવલીની એક બીજાને શુભેચ્છાઓ પાઠવી. આ પવિત્ર દિવસે આ સંસ્થાના નવા પ્રમુખ શ્રી અરભમભાઇ ભારાભાઇ કેશવાલાએ જ્ઞાતિજોગ નિચે મુજબનો એક સંદેશ પાઠવેલ.
 આજરોજ દિપાવલીના શુભ પ્રસંગે હું મારા અંતરથી મારા જ્ઞાતિભાઇઓને સંદેશો પાઠવું છું કે, હરિદ્વારની પવિત્ર ભૂમી પર આવેલ મહેર સમાજ હરિદ્વારના ઊતારામાં જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઊતરે અને ખુલ્લા દિલે આર્થીક સહાય કરે જેથી સમાજને આધુનિક બનાવી વિકસાવી શકાય. આ પવિત્ર ભૂમી ઊપર સમાજની દરેક વ્યકિત યાત્રા કરી ભાઇચારો કેળવે અને આધ્યાત્મીક ઊન્નતી કરે, જ્ઞાતિનો વિકાસ કરે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ.
 ઊપરોકત દિપાવલીનાં સંદેશાને શ્રી રામસગભાઇ સુડાવદરા શ્રી મેરામણભાઇ મોઢવાડીયા, શ્રી વણઘાભાઇ પાપળીયા, શ્રી કેશુભાઇ એભાભાઇ ભુતીયા, શ્રી નિજાનંદ સ્વામી, શ્રી આલાભાઇ ઓડેદરાએ સ્વીકારી આ ભગીરથ કાર્ય માટે સાથે હોવાનું જણાવેલ.
 ઊપરોકત દિપાવલીની શુભેચ્છાઓની આપ-લે કરી હું તથા વણઘાભાઇ સમાજનાં બાંધકામનું તથા જરૂરિયાતો, ખામીઓ અને વધારાની સવલતો માટે સર્વાંગી નિરિક્ષણ કરેલ.
 હરીદ્વાર ખાતે આવેલ સમાજ અંદાજે પ૦૦ વાર એટલે કે, પ૦૦૦ ચો.ફુટની જગ્યામાં આવેલ છે. જેની જમીનની કિંમત હાલના બજારભાવે અંદાજે રૂ|.રપ૦૦ જેટલી થવા જાય છે. આ વિશાળ જગ્યામાં ગ્રાઊન્ડ ફલોર, ફસ્ટ ફલોર તથા સેકન્ડ ફલોરનું બાંધકામ કરેલ છે. સમાજના એક ભાગમાં બેઇઝમેન્ટ આવેલ છે. તેમાં ત્રણ રૂમ આવેલ છે.
ગ્રાઊન્ડ ફલોર :- ગ્રાઊન્ડ ફલોરમાં ઓપન ગ્રાઊન્ડ પાર્કીંગ માટે તથા ૧ થી ૮ રૂમ, વિશાળ હોલ, હોલ નીચે બેઇઝ મેન્ટ જેમાં ત્રણ રૂમો આવેલ છે. વધારામાં ઓફિસ રૂમ તથા વ્યવસ્થાપક માટે જોઇન્ટ એટેચ ટોયલેટ સાથે રૂમ આવેલ છે. અંદાજે ૭૦૦૦ લીટર કેપેસીટીનો અંડર ગ્રાઊન્ડ સંમ્પ આવેલ છે. નગરપાલિકાની પાણીની સુવિદ્યાઓ છે. પરંતુ અપુરતી હોય નવા બોરનું સબમર્શીબલ પંપ સાથે આયોજન કરેલ છે.
 રોડ સાઇડ ઊપર ગ્રાઊન્ડ ફલોરમાં ત્રણ દુકાન આવેલ છે. હાલમાં બંધ છે. પરંતુ ભવિષ્યમાં ભાડે આપી વધારાની આવક કરી શકાય તેમ છે. કોમન બાથ, ડબલ્યુ થી ત્રણ + ત્રણ આવેલ છે.
પહેલો માળ :- પહેલા માળે રૂમ નં.૯ થી ર૦ સુધી આવેલ છે. જેમાં રૂમ નં.૧૦ મોટો હોય છે. અને રૂમ નં. ૧૦ થી ૧પ સુધી એટેચ ટોયલેટ સાથે છે. કોમન બાથરૂમ-ર તથા ડબલ્યુ સી-ર આવેલ છે. રૂમ નં.ર૦ તથા રૂમ નં.ર૧ સળંગ શીટેડ છે.
બીજો માળ :- બીજા માળે રૂમ નં.ર૧ થી ર૯ આવેલ છે. રૂમ નં.ર૧ થી રપ સુધી એટેચ ટોયલેટ સાથે છે સીબી રૂમ પાસે ઓપન ટેરેસ આવેલ છે. જયાં કોમન ટોયલેટ છે. ભવિષ્યમાં વધારાના રૂમ થઇ શકે. આ ફલોર ઊપર કોમન બાથ/ડબલ્યુ – સી એક બે આવેલ છે. કોમન વોશની સગવડતા છે.
ટેરેસ :- ઓપન ટેરેસ છે. સીડી રૂમ ઊપર પાણીનો ટાંકો છે. ટેરેસ ઊપરના ટાંકાની પ૦૦૦ લીટર કેપેસીટી છે. પંમ્પ માંથી મોટર વાટે આ ટાંકો ભરવામાં આવે છે. તથા દરેક બાથરૂમ સંડાસ તથા વોશમાં પાણી ડીસ્ટ્રીબ્યુટ થાય છે.
 ઊપરોકત સમાજનાં બિલ્ડીંગનું નિરીક્ષણ કરી રીનોવેશનની જરૂરીયાતની યાદી કરી અને ભવિષ્યમાં વિકાસ માટે તથા તાત્કાલીક રીનોવેશનની જરૂરીયાત માટે અંદાજો કાઢયા.
 મેરામણભાઇએ સમાજની જગ્યાનો ફોટોગ્રાફ તથા વિડીયોગ્રાફી કરાવેલ. સામુહિક ફોટો પાડેલ. શ્રી નિજાનંદ સ્વામીએ આપણા સમાજનાં ભૌગોલીક સ્થાન વિશે માહિતી આપી જે નિચેમુજબ છે.
ભૌગોલીક સ્થાન :- શ્રી મહેર સમાજ હરીદ્વારની જગ્યા પવિત્ર ગંગા કિનારે દિલ્હી-હરીદ્વાર-ઋષીકેશ, દહેરાદુન હાઇ-વે ઊપર દુધાધારી ચોક, રાખી સરોવર, રાણીગલી, ભુપતવાલા ના સરનામે આવેલ છે. આપણો સમાજ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનથી અંદાજે ત્રણેક કી.મી. દુર છે. પવિત્ર હરકી પેડી જોવા માટે રીક્ષાઓની અવર જવર સતત ચાલુ રહે છે. સમાજથી ઊતર તથા પૂર્વ બાજુ પગે ચાલીને જઇ શકાય તેવા આગળ વર્ણવેલ સ્થાનો આવેલ છે. તથા આધુનિક ગંગાસ્નાન માટે ઘાટ આવેલ છે. અહથી ઋશીકેષનું અંતર ર૦ કી.મી. તથા દહેરાદુનનું અંતર પ૦ કી.મી. થાય છે. સમાજની દક્ષિણ બાજુ હરકી પેડી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ચંડી દેવી, મનસાહેબી, કનખલ, બાબા રામદેવજીનો પતંજલી યોગાશ્રમ ર૦ કી.મી. ના અંતરે આવેલ છે. દરેક સ્થળે ચાલુ રીક્ષામાં જઇ શકાય છે.સમાજની તદન નજીક નેશનલ રાજાજી પાર્ક આવેલ છે. જેમાં મુખ્ય પ્રાણી હાથી, ચિતા વગેરે છે. આ પાર્ક જોવા માટે ફોરેસ્ટ ખાતાએ વ્યવસ્થા કરેલ છે. અહીંથી હીમાલયનાં ચાર ધામ જેવા કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી ૩પ૦ કી.મી.ની રેન્જમાં આવેલ છે. હરીદ્વારથી રૂરકી રપ કી.મી., દિલ્હી ર૦પ કી.મી., મસુર-૮પ કી.મી., દહેરાદુન પ૦ કી.મી., નૈનિતાલ ૧પ૦ કી.મી.નું અંતર છે.
 દિપાવલીના શુભ પ્રસંગે સમાજમાં ઊતરેલ યાત્રીઓ તથા અમારી ટીમને બપોરનું ભોજન આ સમાજનાં ટ્રસ્ટી શ્રી કેશુભાઇએ આપેલ. બપોર બાદ શ્રી રામદેવ બાબાના પતંજલી યોગાશ્રમની મુલાકાત લીધી. ખુબ જ સરસ અને આધુનિક આશ્રમ છે. આપણી જ્ઞાતિના ભાઇઓ તથા કડછથી પધારેલ દાંડીયારાસના ભાઇઓની મુલાકાત લીધી. ખુબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી.
 સાંજના સમાજમાં પરત ફરી સમુહ ભોજન લઇ પાણી, બોર તથા આગળની વ્યવસ્થાઓ માટે અરભમભાઇએ ચર્ચાઓ કરી.  આ સમાજ ઊભો કરવા તથા તેમાં ભોગ આપનાર પાયાના પત્થરોનો ઇતિહાસ શ્રી કેશવભાઇ એભાભાઇ ભુંજયાએ નીચે મુજબ આપેલ છે.
ઇતિહાસ (પ્રસ્તાવના) : સને ૧૯૮ર માં મહેર સમાજના અગ્રણીઓ સહકુટુંબ સાથે હરિદ્વાર ના કુંભ મેળાની યાત્રાએ આવેલ અને તેઓશ્રીએ ખુબ જ મુશ્કેલીઓ અનુભવી અને આ યાત્રાની યાતનામાંથી હરિદ્વારમાં મહેર સમાજ ઊભો કરવાનો વિચારની સ્ફુર્ણા થઇ અને આ વિચારમાંથી સને ૧૯૯ર માં હરિદ્વારમાં મહેર સમાજ હરિદ્વારની સ્થાપના થઇ.
આ સમાજ ઊભો કરવા વિશાળ ફંડની જરૂરીયાત ઊભી થઇ અને સમાજનાં દાતાશ્રીઓ વિશાળ હાથે દાન આપેલ અને તેમાંથી મહેર સમાજ હરિદ્વારની સ્થાપના થઇ. આ સમાજનાં સંચાલન અને વ્યવસ્થા ભારે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી જે સમયનાં દાતાઓની યાદી નિચેના બોક્ષમાં આપેલ છે.
તા.૧૮-૧૦-૦૯ સવારના ૭.૪પ વાગ્યે ઊતરાંચલ એકસપ્રેસમાં હું, રામસિંગભાઇ,મેરામણભાઇ તથા કેશુભાઇ મહેર સમાજ હરિદ્વારનું મીશન પૂર્ણ કરી પરત ફરેલ. તા.૧૯-૧૦-૦૯ ના રોજ વિક્રમ સંવત ર૦૬૬ ની શુભ શરૂઆત થયેલ. ટ્રેનમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

બપોરનાં ૧૧-૩૦ વાગ્યે રાજકોટ ઊતરેલ. રાજકોટથી ટ્રેન મારફત જૂનાગઢ આવી યાત્રા પૂર્ણ કરેલ.

 • આ સમાજનાં સ્થાપનાના પાયાના શિલ્પીઓ તથા દાતાઓ.
     ૧. શ્રી ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા – પોરબંદર
     ર. શ્રી રામસિંગભાઇ સુડાવદરા – જૂનાગઢ
     ૩. શ્રી કેશુભાઇ એભાભાઇ ભુતીયા – રાણાકંડોરણા
     ૪. શ્રી અરજન દેવાભાઇ રાતડીયા – ઠોયાણા
     પ. શ્રી રાણાભાઇ ભીમાભાઇ મોઢવાડીયા- અમર
      ૬. શ્રી જીવાભાઇ ટીડાભાઇ ઓડેદરા – કેશોદ
     ૭. શ્રી અરભમભાઇ ભારાભાઇ કેશવાલા – રાણાવાવ
     ૮. શ્રી શ્રી ગીગાભાઇ લાખાભાઇ કેશવાલા-વિસાવાડા
     ૯. શ્રી જીવાભાઇ લાખાભાઇ કેશવાલા- વિસાવાડા
    ૧૦. શ્રી નાથાભગત સોઢાણાવાળા- સોઢાણા
    ૧૧. શ્રી જેશાભાઇ અરશીભાઇ ઓડેદરા- ફટાણા (હાલ યુ.કે.)
    ૧ર. શ્રી માલદેભાઇ નબાભાઇ બાપોદરા – રાણાવાવ વગેરે…

Read Full Post »